Tuesday, August 30, 2022

આદરણીય એન. વી. રમણા સાહેબ,

 

આદરણીય એન. વી. રમણા સાહેબ,(હવે નીવૃત ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયા), આપના તરફથી મળેલ બંધારણીય વારસાને યથાસ્થીતીમાં ચાલુ રાખવો અને આગળ લઇ જવો તે ખુબજ મુશ્કેલ કામ છે. " નેવા નાં પાણીને મોભે ચઢાવવા" જેટલું કપરૂ કામ છે. કેમ?

આપ સાહેબે, સુપ્રીમ કોર્ટ બાર એસોસીયેશન આયોજીત આપના વીદાય સમારંભમાં જણાવેલ કે ' જે દીવસે હું સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમુર્તી બન્યો, તે દીવસથી મારા અને મારા તમામ કુટુંબીજનો ઉપર ' બીગ બ્રધર' ની વોચ શરૂ થઇ ગઇ હતી. જે  હું મુખ્ય ન્યાયધીશ બન્યો ત્યાં સુધી ચાલુ રહી હતી. મારા કુટુંબે અને મેં પોતે એક મુક પ્રેક્ષક તરીકે તે સહન કર્યું હતું. પણ આખરે સત્યનો વીજય થાય છે.'

(OUTGOING CHIEF Justice of India N V Ramana said on Friday that he "was subjected to conspiratorial scrutinies" from the day he joined the bench till he reached "the highest possible position in the judiciary". "My family and I suffered in silence. But ultimately, the truth will always prevail," he said.)

 સાહેબ! આ 'બીગ બ્રધર વોચ' કરે છે જો તેટલું જ ખબર પડે તો પેલા બંધારણીય મુલ્યો આધારીત બનેલી ' ન્યાયની દેવી' ની શું હાલત થતી હશે? તેની આંખે તો કાળી પટ્ટી બાંધેલી છે. શું તેની અંદરની વ્યથાના આંસુઓ કોઇને દેખાતા હશે?

   દેશની સંસદ અને તેના સંચાલકોને તો છેલ્લા ઘણા સમયથી તેમાં પોતાની ભાગીદારી હોવાને કારણે ન્યાયીક વ્યથાની લાગણી જ બહેર મારી ગઇ છે. અરે! કહી દો ને કે તે બુઠ્ઠી બનાવીને તો દેશમાં સત્તાધીશો સત્તા ચલાવે રાખે છે.

 

     આશરે ૧૬ માસનો સમયગાળો, સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયધીશ તરીકેનો આપના અને દેશના ન્યાયતંત્રના માટે ખુબજ ટુંકો સાબીત થયો છે. આપ સાહેબ તો જાણે પેલી ક્રીકેટની 20 x 20 મેચ રમીને દેશના ન્યાયતંત્રના ઇતીહાસમાં ઘણા રેકોર્ડ બનાવીને ભાવભીની વીદાય લઇને  બસ જતા જ રહ્યા છો. આપના બંધારણીય મુલ્યો આધારીત નીરીક્ષણોમાં અને ચુકાદાઓમાં પણ દેશના નાગરીકોની ન્યાયીક અપેક્ષાઓના ધબકાર સંભળાતા હતા.

      તેનો પુરાવો તો આપના વીદાય સમારંભમાં સર્વોચ્ચ અદાલતના એક સીનીયર એડવોકેટ શ્રી દુષ્યંત દવેના નીખાલસ તારણોમાં દેશને મલ્યા.સદર એડવોકટે જે દિવસે આપશ્રીએ વડા ન્યાયાધીશ તરીકે સોંગદ લીધા ત્યારે એવી ભવીષ્યવાણી ભાખી હતી કે બસ! હવે દેશના ન્યાયતંત્રનું ધનોતપનોત નીકળી જશે!

  તે દીવસે he had written an article in The Indian Express that "everything was lost". આજે વિદાય સમારંભના દીવસે  આપના માટે પોતાના વીચારો રજુ કરતાં એડવોકેટ શ્રી દવે સાહેબને ગળે ડુમો ભરાઇ ગયો. આંખમાં આંસુ આવી ગયા. ફક્ત એટલું બોલી શક્યા કે ' માનનીય રમણા સાહેબ, આપતો લોકોના ન્યાયાધીશ હતા. તમે જે વાતાવરણ,સંસ્કૃતી, સત્તા સાબીત કરીને ન્યાયતંત્રનું ગૌરવ વધાર્યું છે, તે સમય જતાં ચોક્કસ વધુ મજબુત થશે.' "Your Lordship exceeded our expectations".

    આપની વીદાયના એક દીવસ પહેલાં ૨૫મી ઓગસ્ટને ગુરૂવાર ને દિવસે સમગ્ર દેશ અને ન્યાયતંત્રના ઇતીહાસમાં જેને ' પથદર્શક  ચુકાદા' માટેની મેટર  કહેવાય તેવા ત્રણ કેસ હતા. એક બીલક્સ બાનુ, બે પેગાસસ સ્પાયવેર ને ત્રણ એનફોર્સમેંટ ડાયરેક્ટરની સત્તા અંગે નો કેસ.

(૧) આપની બેંચે ગુજરાત સરકારને નોટીસ આપીને જવાબ આપવા જણાવ્યું છે કે બીલક્સ બાનુના કેસમાં પેલા ૧૧ખુન અને બળાત્કારમાં સંડોવાયેલા જે આજીવન જેલની સજા ભોગવતા હતા તેને મુક્ત કરવાના નીર્ણયને કેમ રદ બાતલ ન કરવો?

(૨) નાણાંકીય હેરાફેરીના કેસ( PMLA)માં  સર્વોચ્ચ અદાલતે પોતે જે કેસમાં એનફોર્સમેંટ ડાયરેક્ટરને(E D) એવી બેફામ અને અનીયંત્રીત સત્તા આપતો ચુકાદો એક માસ પહેલાં જુલાઇ માસમાં આપેલો હતો. દેશના કોઇપણ નાગરીકની ધરપકડ, તેના ઘર અને અન્ય સ્થળો પર દરોડા પાડવાની તેમજ તેના કારણો પણ નહી આપવાના, તેની એફ આઇ આરની નકલપણ નહી આપવાની, અને નીર્દોષ છે તે સાબીત કરવાની જવાબદારી પેલા આરોપીની, ઉપરાંત તે નીર્ણયથી કરેલ કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી જામીન પણ ન મલે તેવો ચુકાદો આપ્યો હતો.  આજે માનનીય રમણા સાહેબની બેંચે એફઆઇ આર ની નકલ આપવાનું અને જ્યાંસુધી સાબીત ન થાય ત્યાં સુધી ગુનેગાર નથી તેમ સ્વીકારી કાયદા મુજબ તેની સાથે વર્તન કરવું તેવો ચુકાદો આપ્યો છે.

(૩) પેગાસસ સ્પાયવેર અંગે મોદી સરકારે  દેશની સર્વોચ્ચ અદાલત દ્રારા નીમાયેલ કમીટીને સહકાર નહી આપવાના વલણની સખત ટીકા કરી હતી. ઉપરાંત સરકાર રાષ્ટ્રીય સલામતી(નેશનલ સ્કીયોરીટી)નું કારણ બતાવીને છટકી ન શકે તેવી લેખીત નોંધ લીધી હતી.પરંતુ આખરે નાગરીકોના અંગત મોબાઇલ ફોનનું પેગાસસ સ્પાયવેર દ્રારા જાસુસી ના આક્ષેપનો કોઇ ઉકેલ કોર્ટ લાવી શકી નથી. જે દુ;ખદ અને આઘાતજનક છે.

(૪) પોતાના સમયકાળ દરમ્યાન રમણા સાહેબે દેશદ્રોહ( Sedition)

કાયદાના સરકારો દ્રારા થતા દુર ઉપયોગ ને અટકાવવા તાત્કાલીક મનાઇહુકમ આપ્યો હતો. સરકાર દ્રારા સંસદને, ગોરીસરકારના સદર કાયદાને રદબાતલ કરી બંધારણીય મુલ્યોને સુસંગત હોય તેવો નવો કાયદો ન ઘડાય ત્યાંસુધી સદર કાયદાના અમલ પર મનાઇ ફરમાવેલ છે.

(૫) પોતાના ૧૬માસના સમય દરમ્યાન દેશની જુદી જુદી હાઈકોર્ટમાં ૨૨૪ ન્યાયાધીશોની તથા સુપ્રીમ કોર્ટમાં ૧૧ ન્યાયાધીશો નીમુણકો કરી હતી. જેમાં ત્રણ સ્રી ન્યાયાધીશોની પણ નીમણુક કરી છે. જેમાંથી એક ભવીષ્યમાં ચોક્કસ સ્રી ન્યાયાધીશ પણ સર્વોચ્ચ અદાલતના સીનયોરીટીના કારણે મુખ્ય ન્યાયાધીશ બની શકશે.

(૬)  વધુમાંશ્રી રમણા સાહેબ જણાવે છે દેશનું ન્યાયતંત્ર સંપુર્ણ સ્વાયત્ત સંસ્થા છે જે ફક્ત બંધારણને વફાદાર છે. કોઇ રાજકીય પક્ષ ને નહી. "Judiciary is an independent organ which is answerable to the Constitution alone, and not to any political party".

(૭) દેશનું સમગ્ર ન્યાયતંત્ર આધુનીક ટેકનોલોજી ખાસ કરીને 'આર્ટીફીસીઅલ ઇન્ટેલિજીન્સ' ના ઉપયોગ કરતું સત્વરે થઇ જવું જોઇએ.

 


--