Sunday, August 7, 2022

“હીંદુ જીવન પધ્ધતી (Hindu way of life)

 

 " હીંદુ જીવન પધ્ધતી (Hindu way of life)ને તેની સંપુર્ણતા કે સમગ્રતામાં સમજવી હોય તે આપણે શ્રીમદ્ ભગવત ગીતાને સમજવી જોઇએ." ("if there is any one text that comes near to embodying the totality of what it is to be a Hindu, it would be the Bhagavad Gita )પ્રો. જીરાલ્ડ જેમ્સ લાર્સન(1938-2019) ઇન્ડીયાના યુની.માં એક સમયના ઇન્ડીયન કલ્ચર અને સીવીલાઇઝેશનના વિષયના નામાંકિત પ્રાધ્યાપક હતા.( He was the Rabindranath Tagore Professor Emeritus of Indian Cultures and Civilization at Indiana University, Bloomington as well as Professor Emeritus of Religious Studies at the University of California, Santa Barbara.)

ભલે આ પુસ્તકને મહાભારતના યુધ્ધને ધ્યાનમાં રાખીને ' કૃષ્ણ– અર્જુન' વચ્ચે સંવાદ સ્વરૂપે ઓળખવામાં આવે છે; પણ ખરેખર તેમાં તત્વજ્ઞાન, નૈતીક વ્યવહાર(માનવ માનવ વચ્ચે સમાજમાં વ્યવહાર),વ્યક્તીગત ધોરણે મનુષ્ય તરીકે કેવી જીંદગી પસંદ કરવી વિ. મુદ્દાઓની ધ્યાનમાં રાખીને બે પાત્રો વચ્ચે સંવાદ થાય છે. સદર લેખમાં ગીતા એક ગ્રંથ તરીકે ' પવિત્ર ગ્રંથ' કેમ નથી તેની ચર્ચા કરવામાં આવી છે. અંગ્રેજીમાંHoly refers to the divine, that which has its sanctity directly from God or is connected with Him: " HOLY " શબ્દનું ગુજરાતી સાર્થ જોડણી કોષમાં ' ઇશ્વરનું, ઇશ્વર પ્રત્યે ભક્તીવાળુ, દેવાર્પીત, પવિત્ર, નૈતીક અથવા આધ્યાત્મીક દ્રષ્ટીથી શ્રૈષ્ઠ કોટીનું તેવો અર્થ ગણવામાં આવ્યો છે.

  ગીતામાં જે તત્વજ્ઞાન, નૈતીક વ્યવહારો અને કર્મના સિધ્ધાંત વિ.ને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી છે તેનું આધુનીક જ્ઞાન– વિજ્ઞાન આધારીત મુલ્યાંકન કરવાનો અત્રે પ્રયત્ન કરવામાં આવેલ છે.

                                                                             

સામાન્ય રીતે ગીતાની રચના આશરે ૨૪૦૦ વર્ષ પહેલાં( ઇ.સ. પુર્વે ૨૦૦ વર્ષ) થઇ હશે તેમ સદર વિષયના નીષ્ણાતોનો સ્પષ્ટ મત છે. પરંતુ તેનું વર્તમાન સ્વરૂપ સાતમી સદીમાં થઇ ગયેલ આદી શંકરાચાર્યે ૧૮ અધ્યાય ને ૭૦૦ શ્લોકમાં આપી દીધું. જેથી તેના માળખા અને શ્લોકોમાં કદાચ કોઇ ફેરફાર કરે તો પણ તેની સીમારેખાની અંદર કરે. વધારાની એક હકીકત ગીતાના સર્જકે ધ્યાનમાં રાખી હતી કે સંસ્કૃતના વ્યાકરણ ' પાણીનિના વ્યાકરણ' ના નિયમોને આધારે દરેક શ્લોકોની રચના કરવામાં આવી છે. આ વ્યાકરણ આદી શંકરાચાર્યના કાળ પહેલાં તેનો અમલ શરૂ થઇ ગયેલો હતો. દરેક શ્લોકને બે લીટીઓમાં ચાર ભાગમાં વહેંચવામાં આવેલ છે.

ગીતાના સર્જકે 'કૃષ્ણ'ને  ઇશ્વર તરીકે આ પુસ્તકમાં મુકીને સર્વસત્તાધીશ સ્થાને મુકી દીધો છે. તેને માનવ સહિત તમામ જીવો તેમજ બ્રહ્માંડના સર્જક તરીકે ગણાવી દીધા છે. દરેકનું ભાવી આ ગીતાના નાયકે નક્કી કરી દીધુ છે. તે પુર્વનીર્ણીત છે. માનવીના( મારા– તમારા)પ્રયત્નોથી તેમાં કોઇ ફેરફાર થઇ શકે નહી! આ વિચારસરણીના ટેકામાં ગીતામાં નીચે મુજબના મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા છે.

(1) ચારવર્ણનું સર્જન મેં કરેલ છે.અધ્યાય–૪ શ્લોક ૧૩ થી ૧૫.

(2) શરીર નાશવંત છે, પણ આત્મા અમર છે.' નહ્નયતે, નૈન છિન્દન્તી–અધ્યાય–૨–શ્લોક– ૨૦ થી ૨૫ ' જગત મિથ્યા– બ્રહ્મ સત્ય– શરીરથી આત્માના સ્વતંત્ર અસ્તીત્વનો ગીતાના તત્વજ્ઞાનમાં સ્વીકાર..

(3) તેના ટેકામાં પુર્વજન્મ– વર્તમાન જન્મ– પુનર્જન્મ– ૮૪લાખ યોની– મોક્ષ– સ્વર્ગ– નર્ક– પાપ–પુન્યની અંધશ્રધ્ધા વિ નો ઉપયોગ કર્મની થીયેરી ના બચાવ માટે.

(4) કર્મણેયવાધિકા રસ્તે મા ફલેષુ કદાચન– નિષ્કામ કર્મ– સ્થિતપ્રજ્ઞ સ્થિતીમાં કર્મ– કર્મ યોગીનો આદર્શ( ખાસ કરીને શુદ્રો અને સ્રીઓએ વળતરની અપેક્ષા વિના– વિદ્રોહ કર્યા વિના જીંદગીભર કામ કરવાનું. અધ્યાય– ૨/શ્લોક–૪૭ થી ૫૮.

(5) સંશયી આત્મા વિનશ્યતી– સંશયી આત્માનો વિનાશ થાય છે.' વીધર્મી તથા નાસ્તીકો સંશયી આત્માઓ(?) છે. " મારા ઉપદેશોમાં શંકા રાખનારા( શરણાગતી નહી સ્વીકારનારા)માનવીઓ ક્યારેય પરમગતી(?)ને પામતા નથી." અધ્યાય–૪– શ્લોક–૪૦.

(6) ગીતાના સર્જકે 'કૃષ્ણ' ને સર્વસત્તાધીશ સર્જક–સંચાલક– સંહારક– ત્રિકાળ જ્ઞાની સાબીત કરવા ફક્ત અર્જુનને જ દેખાય(!) તેવું 'વીશ્વબ્રહ્માંડ– દિવ્યસ્વરૂપ' બતાવતા નથી પણ તેના દર્શન કરાવે છે. સાથે સાથે માનવ માત્રની નિયતી પુર્વનીર્ણીત છે તેના પુરાવા તરીકે કૌરવપક્ષના તમામ ભીષ્મપીતા– દ્રોણાચાર્ય, દુર્યોધન વિ ના મૃતશરીરો પણ પેલા 'દીવ્યસ્વરૂપ' સાથે બતાવી દેવામાં આવે છે. અધ્યાય–૧૧– શ્લોક ૧૦,૩૨,૩૩, ૪૩થી ૪૭.

(7) દરેક માનવીમાં પ્રકૃતીજન્ય ત્રણ ગુણો હોય છે. સત્વ, રજસ અને તમસ. પણ દરેકમાં તે સમાન પ્રમાણને બદલે વત્તા ઓછા પ્રમાણમાં હોય છે. અધ્યાય–૧૪.

(8) ગીતામાં તે જમાનામાં પ્રચલીત હીંદુ વીચારપધ્ધતીના જુદા જુદા મુખ્ય ત્રણ પ્રવાહોનું જ્ઞાન, કર્મ ને ભક્તી માર્ગોનો સમન્વય છે.

     ગીતાના તત્વજ્ઞાનને સમજવા ખુબજ સંક્ષીપ્તમાં મેં ઉપરના મુદ્દાઓને સરળતાથી સમજાવાની કોશીષ કરી છે. છેલ્લા આશરે ૨૫૦૦ વર્ષ કરતાં વધારે સમયથી હીંદુ સમાજ વ્યવસ્થાનો પીંડ ગીતાના વિચારોને અમલમાં મુકવાથી બંધાયો છે. જે નીર્વીવાદ છે. જેના પરીણામોમાંથી આજે પણ હીંદુ સમાજ કે પ્રજા બહાર નીકળી શકી નથી. તેનું ક્રમશ પણ ટુંકમાં પૃથ્થ્કરણ કરીએ.

(અ) તત્વજ્ઞાનીય દ્રૈતવાદ– ( Philosophical Dualism). ગીતામાં આત્મા( Soul or spirit) અને શરીર( Body or matter) બંનેને સ્વતંત્ર એકમ ગણવામાં આવ્યા છે. તેને આધારે સમગ્ર ગીતાનો પીરામીડ ઉભો કરવામાં આવ્યો છે. વૈદીક ને ઉપનીષદ કાળથી ભારતીય તત્વચિંતનમાં અદ્રૈતવાદ( ભૌતીકવાદ) ને દ્રૈતવાદ નામે બે વીચારસરણીઓના પ્રવાહો સમાંતર ચાલુ હતા. લોકાયન,ચાર્વાક વી. ભૌતીકવાદી ચીંતન પ્રણાલીના ટેકેદારો હતા. તેની સામે અન્ય ચીંતન પ્રણાલીઓ( મીમાંસાઓ) દ્રૈતવાદી હતી.

(બ) લોકાયન અને ચાર્વકનું તત્વચીંતન સંપુર્ણ ભૌતીકવાદી હતું. ' શરીર ને આત્મા જુદા નથી. શરીરના અંત સાથે આત્માનો નાશ થાય છે.' માનવીય પ્રશ્નો દુન્યવી અને આ જન્મમાં પેદા થાય છે. તેના ઉપાય પણ આ જીવનમાંથી જ શોધી શકાય. માનવીય સમસ્યાઓ ક્યારેય પુર્વનીર્ણીત હોતી નથી. જીવનનો હેતુ શરીર દમનનો નથી.વી.

(ક) ગૌતમ બુધ્ધે ભારતીય ચિંતનની આ ભૌતીકવાદી પ્રણાલીને આધારે રાજ્યવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા ઉભી કરી. તે માનવકેન્દ્રી હતી, ઇશ્વરકેન્દ્રી ન હતી. તેમાં માનવને સમર્થ અને સશક્ત બનાવવાની જબ્બરજસ્ત વૈચારીક સ્વયંભુ નીહીત તાકાત હતી.તેથી તાર્કીક રીતે બુધ્ધની ચિંતન પ્રણાલીમાં માનવમાત્ર એક હતા માટે સમાન હતા.સમાજની વહેંચણી અને કામ વર્ણ આધારીત ન હતી. માનવીનું ભાવી તેના જન્મ પહેલાં ઇશ્વરના દરબારમા નક્કી થઇને આવતું ન હતું. બુધ્ધે રાજાશાહીની સામે ગણરાજ્ય–લીચ્છવી ગણ રાજ્યો– (City State) નાગરીક કેન્દ્રી નવી વ્યવસ્થાને જન્મ આપ્યો. સદર ભૌતીકવાદી ચીંતનમાં(Philosophical Materialism) કુદરત અને માનવીને કુદરતનો એક ભાગ ગણીને(ગીતાના કૃષ્ણ સર્જીત નહી) દુન્યવી પ્રશ્નો ઉકેલવાની બૌધ્ધીક ચાવી તેની પાસે હતી. માટે જ બુધ્ધના સમગ્ર કાળમાં 'નાલંદા– તક્ષશીલા' વૈશ્વીક સ્તરના જ્ઞાન–પિપાસાના કેન્દ્રો બની ગયા હતા.

(ડ) આદી શંકરાચાર્યની ' જગત મિથ્યા બ્રહ્મ સત્ય 'દ્રૈતવાદ' આત્મા અને શરીરના સ્વતંત્ર અસ્તીત્વના ટેકાવાળી ' ગીતા' પુરૂષકૃત ચાર–વર્ણ વ્યવસ્થાવાળી વીચારસરણીએ બુધ્ધ પ્રેરીત ભૌતીકવાદી ક્રાંતીની કસુવાડ કરી નાખી દીધી હતી. બુધ્ધના વિચારોના બુંદ પણ દેશમાં ન રહે ત્યાંસુધી હીંસાત્મક સાધનો ઉપયોગ કરવામાં બ્રાહ્મણવાદીઓને છોછ ન હતો.

(ઇ) ૨૫૦૦ વર્ષ પછી સને ૧૯૪૭માં અને ખાસ કરીને સને ૧૯૫૦માં ભારતે એક અડધી રાત્રે ફરીથી પેલી પોતાની ભાગ્યવીધાતાને પડકાર આપી ' પોતે જ પોતાના ભાગ્યવીધાતા બનવા– બનાવવા પોતાની જાતને સમર્પીત કરી.

(ફ) ગીતા–પુજક= કૃષ્ણપુજક ભારતીય પ્રજાએ આઝાદીના ૭૫ વર્ષ પુરા થાય પહેલાં જ સને ૧૯૫૦થી શરૂ થયેલી ભૌતીકવાદી– માનવવાદી ક્રાંતીની કસુવાડ કરવા માટે ' સુપરમેન' અને તેના લશ્કરને સુસજ્જ અને સંપન્ન કરવામાં કશું બાકી રાખ્યુ હોય તો મને જણાવવા વીનંતી છે!

 


--