Monday, September 26, 2022

ખ્રીસ્તી ધર્મ આવતા પચાસમાં વર્ષે (૨૦૭૦) અમેરીકામાં બહુમતી ધર્મ તરીકે પોતાનું સ્થાન ગુમાવશે!


ખ્રીસ્તી ધર્મ આવતા પચાસમાં વર્ષે (૨૦૭૦) અમેરીકામાં બહુમતી ધર્મ તરીકે પોતાનું સ્થાન ગુમાવશે!

 PEW RESEARCH CENTER SEPTEMBER 13, 2022

 

MODELING THE FUTURE OF RELIGION IN AMERICA

 

(TELLING NUMBERS Projections: Christians could fall to less than 50%, 'nones' could be more than 50% US 'NONES' WILL APPROACH MAJORITY BY 2070 IF RECENT SWITCHING TRENDS CONTINUE SCENARIOS RISING DISAFFILIATION in US by 2070).

     સને ૨૦૨૧માં અમેરીકાના વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે આ દેશની વસ્તી ૩૩ કરોડ ૧૮લાખ હતી.

      ઉપરોક્ત સંશોધન કરનારી સંસ્થાએ તાજેતરમાં પોતાના તારણના ચોંકવનારા આંકડાઓ ૧૩મી સપ્ટેમ્બરે બહાર પાડયા છે. સાથે સાથે અમેરીકન હ્યુમેનીસ્ટ સંસ્થાઓએ(American Atheist Association & American Humanist Association) આગામી પાંચ દાયકાઓમાં,આશરે ૫૦ ટકા નીરઇશ્વરવાદી નાગરીકોના જીવનને ધર્મ અને ઇશ્વરના આધાર સીવાય પણ માનવીય (ધર્મનીરપેક્ષ નૈતીકતા) નૈતીક ગુણો સુસજ્જ  કેવી રીતે બનાવવું તેની તૈયારી પણ કરવા માંડી છે. અમેરીકન કાયદાની પરિભાષામાં ધર્મનીરપેક્ષ માનવવાદને( Secular Humanist Religion) ધર્મનો દરજ્જો આપવામાં આવ્યો છે.

 સૌ પ્રથમ આપણે પી ઇ ડબલ્યુ સંશોધન સંસ્થાના તારણોને સમજીએ.

(1)     આજના અમેરીકન વસ્તીના આંકડાઓમાં થતા ફેરફારો લગભગ ભવીષ્યમાં બદલાવાની શક્યતા નહીવત છે. કારણકે તે આ દેશની સામાજીક અને કૌટુંબીક જીવન પધ્ધતીની નીપજ છે.હાલમાં ખ્રીસ્તી પ્રજાની ટકાવારી ૬૪ % છે.અને કુલ વસ્તીની ૩૦ ટકા પ્રજાને કોઇ ધર્મ નથી.

(2)     ૨૦ વર્ષની ઉંમરથી ૩૦ વર્ષ સુધીની યુવા–અમેરીકન ખ્રીસ્તીપ્રજા પોતાનો કે પોતાના મા– બાપનો ધર્મ ત્યજીને મારે કોઇ ધર્મ નથી(NONE) તે ગ્રુપનો સભ્ય બની જાય છે.કુલ વસ્તીમાં સદર એજ ગ્રુપની ટકાવારી ૨૦ % છે. તે સંખ્યા કુલ વસ્તીની પાંચમાભાગની આશરે ૬,કરોડ ૬૦ લાખ છે.

(3)    ખ્રીસ્તી ધર્મ ત્યજીને ૩૧ટકા મોટાભાગના નીરઇશ્વરવાદી ,અજ્ઞેયવાદી અને કોઇપણ આસ્થાનહી ધરાવનારા ૩૦ વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં બની જાય છે. (Americans have left Christianity to join the growing ranks of US adults who describe their religious identity as atheist, agnostic or "nothing in particular".) આ જુથની સંખ્યા આશરે ૨ કરોડ ૨૦લાખની બની જાય છે.

(4)    પરંતુ આ વય જુથમાંથી ખ્રીસ્તી સિવાયના પેલા NONE જુથવાળામાંથી ૨૧ ટકા ખ્રીસ્તી ધર્મ સ્વીકારે છે. જે સંખ્યા આશરે ૧ કરોડ ૧૨લાખ થાય છે.

(5)    હાલમાં આ દેશમાં યહુદી, મુસ્લીમ, હીદું અને બુધ્ધધર્મીની કુલ સંયુક્ત વસ્તી ૬ ટકા છે.

(6)    અમેરીકાની ધાર્મીક જીવન પધ્ધતીમાં થતા જમીની કે પાયાના પરીવર્તનોથી ઘણાને આશ્ચર્ય થાય છે કે અમારા દેશમાં નાગરીક જીવનમાં ભવીષ્યમાં ધર્મનું શું સ્થાન બાકી રહ્યુ હશે?

(7)    ઉપર મુજબના નીરઇશ્વરવાદી– માનવવાદી પ્રવાહોની અસરોથી યુરોપના દેશો પણ બાકી રહી ગયા નથી તેવું તારણ સદર સંશોધન કરનાર સંસ્થાનું છે.

લેખનો ભાગ– ૨

આ દેશની ધર્મનીરપેક્ષ માનવવાદી અને નીરઇશ્વરવાદી સંસ્થાઓએ સદર નાગરીક સમાજની ધર્મના આધાર સીવાયની અસ્તીત્વમાં આવતી જરૂરીયાતોને સંતોષવા પોતાના કાર્યો મોટાપાયે શરૂ કરી દીધા છે. દેશના બાવન રાજ્યોમાંથી ઘણા બધા રાજ્યોએ તે કાર્યોને કાયદેસરના કાર્યો ગણીને પ્રમાણપત્રો , સહી સીકકા કરવાની તેમજ તેમના પ્રતીનીધીઓની કાયદેસરની હાજરીને પણ સ્વીકૃતી બક્ષી છે.

(1)    બાળકની નામ પાડવની વીધી, લગ્નની નોંધણી, મૃત્યુ સમયની વીધીઓ તથા સામાજીક સંબંધોમાં ઇશ્વર અને ધર્મના તમામ વીધી– વીધાનોને સંપુર્ણ મુક્તી આપી દીધી છે. આ માટે જરૂરી દેશ વ્યાપી સંસ્થાના કાર્યકરોને માનવવાદી, ધર્મનીરપેક્ષ, તર્કબધ્ધ તાલીમ પુરી પાડવાના ' ઓન લાઇન વર્ગો' ત્રણથી ચાર અઠવાડીયાના વ્યાજબી ફી લઇને શરૂ કરી દીધા છે.

(2)     દેશના સર્વોચ્ચ કક્ષાના ઘણાબધા વિશ્વવીધ્યાલયોમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ કક્ષાના માનવવાદી સીધ્ધાંતો, ઇતીહાસ, તત્વજ્ઞાનના શૈક્ષણીક અભ્યાસ ક્રમો શરૂ કરી દેવામાં આવ્યા છે.

(3)    પશ્ચીમી જગતની માનવવાદી સંસ્કૃતી કેવી રીતે ખ્રીસ્તી, ઇસ્લામીક સંસ્કૃતીઓ તથા રશીયા, ચીન અને ભારત જેવા 'સ્વીગ કન્ટ્રીઝ' નો બૌધ્ધીક મુકાબલો કરવામાં સક્ષમ છે તે વાત અમેરીકાના માનવવાદી ચિંતક સેમ્યુઅલ પી. હન્ટીગટને( Samuel P. Huntington) પોતાના જગવીખ્યાત પુસ્તક 'ધી ક્લેશ ઓફ સિવીલાઇઝેશન'  "Clash of Civilizations" માં સરસ સમજાવી છે.

 

 

 

    

--

Monday, September 19, 2022

મોદીજી, તમારો તો ધંધો થઇગયો છે, પક્ષ પલ્ટો કરાવવો અને કરવો પણ ખરો!


મોદીજી, તમારો તો ધંધો થઇ ગયો છે, પક્ષ પલ્ટો કરાવવો અને કરવો પણ ખરો!

(1)    ૨૦૧૯માં સહીસલામતભરી બહુમતી લોકસભાની ચુંટણીમાં પ્રાપ્ત કર્યા પછી દેશમાં ૧૧ રાજ્યોમાં વિપક્ષી સરકારોને'ઓપરેશન લોટસ' દ્રારા ગબડાવવાના પ્રયત્નો કર્યા છે. મધ્યપ્રદેશ,પંજાબ–હરીયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા,વિ,માં સફળતા મલી છે.

(2)    કોગ્રેસ મુક્ત ભારત, વિરોધ પક્ષો મુક્ત ભારત, લોકશાહી મુક્ત ભારત, તમામ વિધર્મી મુક્ત ભારત, યુવાનો માટે રોજગારી મુક્ત ભારત, અખબારી સ્વાતંત્રય મુક્ત ભારત, ન્યાય મુક્ત ભારત, સહિષ્ણુતા મુક્ત ભારત, બૌધ્ધીકો મુક્ત ભારત, વૈજ્ઞાનીકો મુક્ત ભારત….. જે બાકી હોય તે વાંચક મીત્રોને ઉમેરવાની પુરી મુક્તી.

(3)    અમે બે અને અમારા બે સંચાલીત ભારત.

(4)    તા.૧૫મી સપ્ટેમ્બરે યુઝબેકીસ્તાનના પાટનગર સમરકંદમાં ' શાંગહાઇ કોઓપરેશન ઓરગેનાઇઝેશન'માં રશીયન પ્રમુખ પુટીન અને ચીનના પ્રમુખ ઝીંગ પીગ( Chinese President Xi Jinping) અને બીજા અન્ય સભ્ય દેશોના વડાઓની રૂબરૂમાંઆપણા વડાપ્રધાને પક્ષપલ્ટો જાહેર કર્યો.

(5)    આપણા સાહેબ ઉવાચ:– " આજનો સમયકાળ એ યુધ્ધનો સમયકાળ નથી.વીશ્વને એકસાથે જોડી રાખનાર હોય તો લોકશાહી, સંવાદ અને આંતરરાષ્ટ્રીય સંબંધો જાળવવાની કુનેહતા છે."(Today's era is not an era of war…. He said democracy, diplomacy and dialogue have kept the world together.) સાહેબને કોઇ પુછી શકે ખરૂ કે સાહેબ! આટલા નાના સનાતન સત્યને સમજતાં આપને ફેબ્રુઆરીમાં યુક્રેનમાં યુધ્ધ શરૂ થયા પછી, તે દેશના લાખો નાગરીકોના મોત અને તમામ જીવન જીવવાની સુવિધાઓને રશીયન લશ્કરે ભસ્મીભુત કરી નાંખ્યા પછી આજે દેખાય છે.

(6)    આવી ડાહી ડાહી વાતો રશીયન લશ્કરી હુમલાથી બરબાદ થઇ ગયેલા યુક્રેનના પાટનગર કીવ(Kyiv)ના નાગરીકો સમક્ષ જઇને કરો!

(7)    સમગ્ર વીશ્વના તમામ લોકશાહી દેશો અને ખાસ કરીને પશ્ચીમના લોકશાહી દેશો ભારતના વડાપ્રધાનને એ રીતે ઓળખી ગયા છે કે " પુટીનના બેલગામ નીર્ણયોને નિયંત્રણમાં રાખવા જે આર્થીક નાકાબંધી રશીયાની કરી હતી. તેની વિરૂધ્ધ પુટીનને ઓકસીજન આપવાનું કામ કર્યુ હોય તો તે વીશ્વગુરૂ બનવા નીકળેલા જગતના સૌથી વધુ વસ્તી ધરાવતા લોકશાહી દેશ ભારતે કર્યુ છે.પ્રતીદીન લાખો બેરેલ રશિયન ક્રુડઓઇલ ખરીદીને."

 

(8)    અંગ્રેજ લેખક ફ્રાન્સીસ બેકનનું શું તે વાક્ય સાચુ છે કે ' જે લોકો પોતે અમલમાં ન મુકી શકે તે બીજાને સલાહ આપે છે!'   " આપણે ત્યાં તે શાણપણ આધારીત દેશ ક્યારે ચાલશે "?

(9)    આ ત્રણ દિવસની કોન્ફરન્સમાં જે કેટલાક અગત્યના ફોટાઓ ન્યુયોર્ક ટાઇમ્સે પ્રકાશીત કર્યા છે. તે બધા ફોટાઓ Between the Lines જે સમજાવે છે કોન્ફરન્સના ઠરાવો વાંચવા વીના ઘણુબધું સમજાવી જાય છે. 

--

-મોદીજી, તમારો તો ધંધો થઇગયો છે, પક્ષ પલ્ટો કરાવવો અને કરવો પણ ખરો!



--મોદીજી, તમારો તો ધંધો થઇ ગયો છે, પક્ષ પલ્ટો કરાવવો અને કરવો પણ ખરો!

(1)    ૨૦૧૯માં સહીસલામતભરી બહુમતી લોકસભાની ચુંટણીમાં પ્રાપ્ત કર્યા પછી દેશમાં ૧૧ રાજ્યોમાં વિપક્ષી સરકારોને'ઓપરેશન લોટસ' દ્રારા ગબડાવવાના પ્રયત્નો કર્યા છે. મધ્યપ્રદેશ,પંજાબ–હરીયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા,વિ,માં સફળતા મલી છે.

(2)    કોગ્રેસ મુક્ત ભારત, વિરોધ પક્ષો મુક્ત ભારત, લોકશાહી મુક્ત ભારત, તમામ વિધર્મી મુક્ત ભારત, યુવાનો માટે રોજગારી મુક્ત ભારત, અખબારી સ્વાતંત્રય મુક્ત ભારત, ન્યાય મુક્ત ભારત, સહિષ્ણુતા મુક્ત ભારત, બૌધ્ધીકો મુક્ત ભારત, વૈજ્ઞાનીકો મુક્ત ભારત….. જે બાકી હોય તે વાંચક મીત્રોને ઉમેરવાની પુરી મુક્તી.

(3)    અમે બે અને અમારા બે સંચાલીત ભારત.

(4)    તા.૧૫મી સપ્ટેમ્બરે યુઝબેકીસ્તાનના પાટનગર સમરકંદમાં ' શાંગહાઇ કોઓપરેશન ઓરગેનાઇઝેશન'માં રશીયન પ્રમુખ પુટીન અને ચીનના પ્રમુખ ઝીંગ પીગ( Chinese President Xi Jinping) અને બીજા અન્ય સભ્ય દેશોના વડાઓની રૂબરૂમાંઆપણા વડાપ્રધાને પક્ષપલ્ટો જાહેર કર્યો.

(5)    આપણા સાહેબ ઉવાચ:– " આજનો સમયકાળ એ યુધ્ધનો સમયકાળ નથી.વીશ્વને એકસાથે જોડી રાખનાર હોય તો લોકશાહી, સંવાદ અને આંતરરાષ્ટ્રીય સંબંધો જાળવવાની કુનેહતા છે."(Today's era is not an era of war…. He said democracy, diplomacy and dialogue have kept the world together.) સાહેબને કોઇ પુછી શકે ખરૂ કે સાહેબ! આટલા નાના સનાતન સત્યને સમજતાં આપને ફેબ્રુઆરીમાં યુક્રેનમાં યુધ્ધ શરૂ થયા પછી, તે દેશના લાખો નાગરીકોના મોત અને તમામ જીવન જીવવાની સુવિધાઓને રશીયન લશ્કરે ભસ્મીભુત કરી નાંખ્યા પછી આજે દેખાય છે.

(6)    આવી ડાહી ડાહી વાતો રશીયન લશ્કરી હુમલાથી બરબાદ થઇ ગયેલા યુક્રેનના પાટનગર કીવ(Kyiv)ના નાગરીકો સમક્ષ જઇને કરો!

(7)    સમગ્ર વીશ્વના તમામ લોકશાહી દેશો અને ખાસ કરીને પશ્ચીમના લોકશાહી દેશો ભારતના વડાપ્રધાનને એ રીતે ઓળખી ગયા છે કે " પુટીનના બેલગામ નીર્ણયોને નિયંત્રણમાં રાખવા જે આર્થીક નાકાબંધી રશીયાની કરી હતી. તેની વિરૂધ્ધ પુટીનને ઓકસીજન આપવાનું કામ કર્યુ હોય તો તે વીશ્વગુરૂ બનવા નીકળેલા જગતના સૌથી વધુ વસ્તી ધરાવતા લોકશાહી દેશ ભારતે કર્યુ છે.પ્રતીદીન લાખો બેરેલ રશિયન ક્રુડઓઇલ ખરીદીને."

 

(8)    અંગ્રેજ લેખક ફ્રાન્સીસ બેકનનું શું તે વાક્ય સાચુ છે કે ' જે લોકો પોતે અમલમાં ન મુકી શકે તે બીજાને સલાહ આપે છે!'   " આપણે ત્યાં તે શાણપણ આધારીત દેશ ક્યારે ચાલશે "?

(9)    આ ત્રણ દિવસની કોન્ફરન્સમાં જે કેટલાક અગત્યના ફોટાઓ ન્યુયોર્ક ટાઇમ્સે પ્રકાશીત કર્યા છે. તે બધા ફોટાઓ Between the Lines જે સમજાવે છે કોન્ફરન્સના ઠરાવો વાંચવા વીના ઘણુબધું સમજાવી જાય છે. 

Monday, September 12, 2022

DADA, Your nation does not need cosmetic surgery of Colonial Past


Dada,

Your nation does not need cosmetic surgery of Colonial Past but Dissection of Hindu mode of thought which was more than a thousand years old past legacy.

દાદા, તારા દેશને, તમામ પ્રકારના માનવીય માપદંડોથી તપાસતા સાબીત થાય છે કે તેને' રાજપથમાંથી કર્તવ્યપથ તરફના નામ ફેરફારની પ્લાસ્ટીક સર્જરીની માનસીકતાથી કોઇ ફેરફાર પડાવાનો નથી. ખરેખર તો તારા દેશને પેલી હીંદુ ધાર્મીક વિચારસરણી આધારીત જીવન પધ્ધતીના શરીરનું ચીરફાડ( Dissection) કરવાની જરૂર છે. જેમ મેડીકલ સાયન્સમાં અમે પહેલા વર્ષે Human Anatomy Subjectના અભ્યાસમાં મૃતશરીરના એક એક ભાગને તેના મુળજોડાણોમાંથી વાઢકાપ કરી, કાપી નાંખી, ઝીણવટ ભરી જરૂરત પડે તો સુક્ષ્મદર્શક યંત્રની મદદથી (Microscope) અભ્યાસ કરતા હતા તેમ કરવાની જરૂર છે.

દાદા– બેટા ! પો, (અમેરીકન લોકોની જીભ આપણી પ્રજા અને નેતાઓની માફક બહુ પહોળી થતી નથી એટલે આપણા દેશી નામોમાં એબીસીડીના ૨૬ મુળાક્ષરોમાંથી નામની આગળનો એક અક્ષર પકડી અને તે નામે પછી બોલાવે છે.!) આ તારૂ પ્લાસ્ટીક સર્જરી, પેલું શરીરના ચીરફાડ વાળુ કંઇ સમજણ પડતી નથી.

પો– દાદા, તું એટલું તો તારી બુધ્ધીથી વીચારે છે ને(અહીંયા, તો તારા દેશના દેસીઓ તો તારા દેશથી જે બુધ્ધી લઇને આવ્યા છે તેની ચાવી જ દેશમાં ભુલીને આવ્યા છે. બાકીનું તુ સમજી લે જે.) ખોટું ન લગાડતો! ધારો કે દાદા! તું આશરે એકસો વર્ષે મરી જઉ. પછી મારો ડેડી, તારા ડેડ બોડીને તેના ઘરમાં ઓછો રાખી મુકવાનો છે?

દાદા– તારી વાત હજુ ના સમજાઇ.

પો– કેમ? વૈજ્ઞાનીક નીયમ પ્રમાણે તે ડેડ બોડી ગંધાવા માંડે, સડવા માંડે, તેમાં ઇનસ્ક્ટસ આવી જાય. We have to dispose it as early as possible. Is not it the fact? મારો ડેડી, તું જીવતો હતો ત્યારે તને કેટલો 'લવ' કરતો હતો. તારી દરેક જરૂરીયાત 'ઇમીજ્યેટલી સેટીસ ફાય' કરતો હતો.પણ તે ચોક્કસ તારા ડેડબોડીને 'એઝ સુન એઝ' પોસીબલ નીકાલ કરવા જ પ્રયત્ન કરશે. તું મારા ડેડીને કહેતો જ જે  કે તું મને બહુ જ લવ કરે છે ને તો મારા ડેડબોડીને તું તારા ઘરમાં એક મહીનો રાખી મુકજે. તારે આ માટે ડેડીના જવાબની જરૂર છે?

દાદા– ડીયર, પો, તને ખબર છે અમારા દેશનો પાસ્ટ( ભુતકાળ) ખુબજ ભવ્ય હતો. તે પાસ્ટની આરતી ઉતારવાથી, પ્રે કરવાથી, તેને દાઢી, ચોટલી, ટીલા ટપકામાં રૂપાંતર કરવાથી(Convert)થી તો કેટલાક વર્તમાનમાં સત્તાધીશ થયા છે. ભવ્ય ભુતકાળના ધાર્મીક પ્રતીકોના વ્યાપારી ઉપયોગથી તો અમારા દેશમાં સદીઓથી એક પરોપજીવી( Parasite) લાખોની સંખ્યામાં દેશમાં હરતી ફરતી જમાત પેદા થઇ છે.

પો– દાદા! તને ખબર છે, પશ્ચીમી જગતમાં, જે ભુતકાળના સત્યોને તપાસી તપાસીને બોદાં સાબીત થતાં ,  પંદરમી સદીથી તે બધાને શોધીને,તેનું ચીરફાડ કરીને તેને બૌધ્ધીક જગતમાંથી એવા દુર દાટી દીધા કે ફરી તે બહાર જ નીકળી ન શકે. પણ દાદા! તું મને સમજાવને કે પેલા તારા દેશનો ભુતકાળ, જે કહોવાઇ ગયેલો છે, ભુતકાળ છે માટે જીવતો નથી તો પછી તેના મંજીરા વગાડનારા લાખો લોકોને 'સ્ટુપીડ પરેસાઇટસ'ને શા માટે તમારા દેશની સંપત્તીનો ઉપયોગ તેમની બેલી– ટમી ભરવા આપો છો?" You know Dada, here there is no free meal."  આ બધા તો તારા દેશની જીવતી જાગતી ઉધઇ છે. જે તમારી સંપત્તી અને લાખો લેબરર્સની લેબર અનપ્રોડકીવ યુઝમાં ઇનવેસ્ટ કરી દેશને ગરીબમાં ગરીબ જ રાખે છે.

પો– દાદા, સોરી, તારી ઇમોશન હર્ટ થાય તો ભલે ! પણ તારો પેલો બીયર્ડ પીએમ( પો, ને દાઢી શબ્દ ન આવડયો) છે ને તે જ તારા દેશના મૃતપાય થઇ ગયેલા પાસ્ટને પુનઉત્થાન( Revive)કરવાનું મીશન લઇને બેઠો છે. તેને બ્રીટીશરોની બસો વર્ષોની ગુલામી માનસીકતા દેખાય છે. તેની પ્લાસ્ટીક સર્જરી કરવી છે. પણ પેલા હીંદુ ધાર્મીક સંસ્કૃતીવાળા પાસ્ટનું ડીસેક્શન કરવું નથી. Why? It is because a holy cow which gives milk for 365 days.

પો– દાદા! તારા દેશના ૨૦મી સદીના અંતમા જન્મેલા કે ૨૧નીસદીની શરૂઆતમાં જન્મેલા યુવાનો ને કોઇ પુછો તો ખરા કે તારા દેશની દાઢી ચોટીની ભવ્યતાના ગુણગાતા સડી ગયેલા હજારો વર્ષના ભુતકાળના વારસા અને રાજપથનું નામ બદલવાથી ' ગુલામ માનસીકતા' બદલવાનું મિશન લઇને નીકળેલી નેતાગીરી વચ્ચે શું પસંદ કરશો? ભુત કે પલિત બે માંથી જુદા કોણ હોય છે?

પો– દાદા, તું,તારા દેશના યુવાનોને પ્લીઝ, પુછી જો જે કે તમારે શું પસંદ કરવું જોઇએ? કૃત્રીમ બુધ્ધી( Artificial Intelligence), Computer Savvy જગત પેદા કરનારા બીલગેટસ, માર્ક ઝુકરબર્ગ, સ્ટીફન્સ હોકીંગ, અને તેમનાથી પેદા થયેલ 'સિલીકન વેલી સંસ્કૃતી'વાળી માનસીકતા કે પછી ગંગા– જમના વચ્ચે પેદા થયેલી અયોધ્યા– કાશી– મથુરાવાળી દાઢી ચોટીનો ઉપયોગ પેદા કરીને જીવનારી પરોપજીવી સંસ્કૃતી?

પો– દાદા! સોરી હું તમને બોલવા દેતો નથી. પણ મારી બસ લાસ્ટ મેટર– ઐતીહાસીક પરીબળો ખુબજ નીષ્ઠુર હોય છે, લાગણી વીહીન હોય છે. તેમાંથી બોધપાઠ લઇને જે સુધરાતા નથી તેની દશા બહુ જ ટુંકા સમયમાં રશીયાના પ્રમુખ પુટીન જેવી જ થતી હોય છે. સોરી! દાદા! તારો બીયર્ડ પીએમ પુટીનનો ટેકેદાર છે. મારા તર્ક મુજબ આવા લોકોનું ભવીષ્યપણ જુદુ હોઇ શકે નહી તે (Objective Truth) છે.

 હવે ડીનર પહેલાં દાદા! Have Cheers with one pack of Johnnie Walker whisky.

--

Saturday, September 10, 2022

માનનીય મોદીજી,અમારે રાજપથથી કર્તવ્યપથ પરનથી જવું પણ માનવપથ તરફ જવું છે.


માનનીય મોદીજી,

અમારે રાજપથથી કર્તવ્યપથ પર નથી જવું પણ માનવપથ તરફ જવું છે. માનવપથ એટલે માનવીના શસક્તીકરણ તરફ દોરી જનારો પથ. માનવ માનવ વચ્ચે નફરતને બદલે પ્રેમ, અનુકંપા અને ત્યાગ માટે અહર્નીષ તત્પર પથ. માનવ માત્ર જન્મથી સમાન છે તેવા સ્વપ્નને સાકાર કરનારો પંથ.

     ગોરી સલ્તનની વારસામાં મળેલી ગુલામી તો ક્રમશ; ઘસાતી જાય છે. પણ હીંદુ ચાર–વર્ણવ્યવસ્થાએ હજારો વર્ષોથી જે બ્રાહ્મણવાદી માનવ વીરોધી સામાજીક સત્તાએ દલીતો, આદીવાસો, વંચીતો અને સ્રીઓપર જે ગુલામી ઠોકી બેસાડી છે તે માનસીકતા છેલ્લા દાયકામાં તો ખુબજ બેલગામ બની ગઇ છે. તેમના માટે ફક્ત જીવવું જ નહી પણ આ શ્વાસ લેવાનું પણ દુર્લભ બનાવી દીધું છે.

   ગોરી ગુલામ માનસીકતાના વારસોની અસરો કરતાં, આ સદીઓથી દેશી, પાળી ,પંપાળી ને બળવત્તર બનાવેલી સામાજીક ગુલામ માનસીકતા એટલી બધી નાગરીકોના લોહીમાં ઉતરી ગઇ છે કે જાણે સમગ્ર પ્રજાનું માનવ તરીકેનું તેણે ડીએનએ જ બદલી નાંખ્યું છે. તેનો પડકાર સ્વીકારવો, તેની સામે જાનની બાજી લગાવી દઇને ઝઝુમવુ, તેની સામેનો સંઘર્ષ ક્યારે થશે અને કોણ કરશે?

   તે તરફ જવાના માર્ગને " અમે ભારતના લોકો" ( WE THE PEOPLE OF INDIA)ના હીતમાં તમારે જે નામ આપવું હોય તે આપો પણ " કર્તવ્યપથ" નામ ન આપશો. કેમ? કારણ કે હીંદુ સમાજે તેના તમામ સભ્યોને આ બ્રાહ્મણવાદી ચતુવર્ણવ્યવસ્થાએ જન્મની સાથે દરેક હીંદુના કર્મો નક્કી કરીને તેમનો કર્તવ્યપથ નક્કી કરેલો જ છે.પછી જ તે બધાને ' મેરા દેશ મહાન'માં મોકલ્યા છે.

     જે શોષણખોર છે, અમાનવીય છે. ભુતકાળમાં ભરપટ હીંસક હતો. અને આજે વધુ અને વધુ હીંસક બનવાની ક્ષમતા ધરાવે છે. આપણા બંધારણના ઘડવૈયાની ઇચ્છા પ્રમાણે ' અમે ભારતના લોકો' બનવું હશે તો સદર કર્તવ્યપથની અર્થી કે કબર પર જ ' માનવપથ' ની નવી ઇમારત બનાવવી પડશે.

--

Thursday, September 8, 2022

માનવીય નૈતીતા એટલે શું?

૨૧મી સદીમાં ધાર્મીક અને નાસ્તીક નૈતીકતા નહી પણ માનવીય નૈતીકતાની તાતી જરૂર છે.

(1)    ધાર્મીક નૈતીકતા એટલે ધર્મ આધારીત માનવ માનવ વચ્ચે વ્યવહાર. ઉપરાંત વ્યક્તીગત કે નીજી સ્વાર્થ માટે ધર્મ સુચીત મૃત્યુ પછીના જીવન માટેનો વર્તમાન જીવનનો વ્યવહાર.

(2)     નાસ્તીક નૈતીક વ્યવહાર ૧૯મી સદીના જર્મન તત્વજ્ઞાની ફેડરલ નિત્શેના પ્રચલીત સુત્ર "The God is dead " આધારીત માનવ માનવ વચ્ચેનો વ્યવહાર. એટલે કે ઇશ્વર પોતે જ જો મરી ગયો હોય તો આ માનવજાત ઇશ્વર વીના જીવી કેવી રીતે શકે? ઇશ્વરના વિકલ્પે આપણામાંથી કોઇને 'સુપરમેન' બનાવી દો. તેની ભક્તી,અર્ચના,પુજા શરૂ કરી દો. નાસ્તીક નૈતીકતાને કોઇ વીચારસરણીનું બંધન હોતું નથી. તેના કાર્યો અને વર્તનથી તેને ઓળખવામાં આવે છે.આપણા સૌના માટે ઇશ્વરે પસંદ કરલો સુપરમેન( Chosen Man) મોકલ્યો છે.તેના તાબામાં કુટુંબ, દેશના તમામ નાગરીકોની બૌધ્ધીક અને ભૌતીક વફાદારી હોવી જોઇએ. ન હોય તો પેદા કરવી જોઇએ. રાજકીય પક્ષ, ધર્મ, રાજ્ય અને રાષ્ટ્ર તમામને તેની એડી નીચે સમર્પીત કરી દો. એક જમાનામાં સુત્ર હતું " The king can do no wrong ." આવી નૈતીકતાના વ્યવહારથી બનાવવામાં આવેલો આપણામાંનો એક સુપરમેનના નીર્ણયો પણ કદાપી ખોટા ન હોઇ શકે!

(3)    આધુનીક સુપરમેનના લક્ષણો– તે ઇશ્વરી અંશ છે તેમ તેનો પ્રચાર શરૂ કરી દો. તેનો વીરોધ એટલે પેલા મારા તમારા 'દેવ'નો વીરોધ. સુપરમેનની ઇચ્છા એટલે 'દૈવી' ઇચ્છા. દૈવી ચમત્કારોની માફક આપણા સુપરમેનના ચમત્કારોના પરચા આધુનીક ઢોલ નગારાની મદદથી સવારથી સાંજ સુધી તે અવાજ દરેક નાગરીકોના જીવનનો એક ભાગ બની જાય ત્યાં સુધી વગાડો.તેની ખાસ વ્યવસ્થા પેલો આપણો પસંદ કરેલા સુપરમેનનો "One point agenda" છે તેવું જાહેર કરે કરાવે.

(4)    સુપરમેન છે પછી આપણે ચીંતા શેની?  તેનામાં 'તનમનધન' ન્યોચ્છાવર કરી દો. પછી સ્વતંત્રતા કીસ બલા કા નામ હૈ. કેટલી સ્વતંત્રતા જોઇએ? શા માટે જોઇએ ? જેમ ઇશ્વરમાં શ્રધ્ધા(અંધશ્રધ્ધા) હતી ત્યારે સ્વતંત્રતાની જરૂર પડી ન હતી. ' મેરે તો ગીરધર ગોપાલ દુસરા ન કોઇ ' ઇશ્વરી પસંદ કરેલા  સુપરમેનની શક્તીમાં શ્રધ્ધા( અંધશ્રધ્ધા) રાખીએ તો સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને કાયદાના શાસન જેવા બંધારણીય મુલ્યનો ભાર શા માટે નાગરીકોએ પોતાના શિરે ઉંચકીને ફરવું જોઇએ? નાગરીકોએ સુપરમેનના રાજ્યમાં વીચારવું એટલે સુપરમેનની ભક્તી( ચીંતન) કરવી તે સિવાય બીજું કાંઇચોવીસ કલાકમાં કરવાનું લલાટે લખવામાં આવેલ નથી.

(5)    માનવજાતે પોતાના ઇતીહાસમાં ' ઇશ્વર મૃત્યુ પામ્યો હોવાથી' ઘણા બધા સુપરમેન બનાવ્યા હતા. જર્મનીનો હીટલર, ઇટલીનો મુસોલીની, રશીયાનો સ્ટાલીન ને ચીનનો માઉત્સે તુંગ.તે બધા નાસ્તીક નૈતીકવાદીઓ હતા.પણ તે બધા માનવ કેન્દ્રીત નૈતીકતાના ટેકેદારો ન હતા. દા;ત હીટલરના સને ૧૯૩૦ થી ૧૯૪૫ સુધી જર્મનીના સુપરમેન તરીકે જે અમાનવીય કૃત્યો કર્યા હતા. તેને કારણે સમગ્ર યુનો સહીત પશ્ચીમી જગતે આજે પણ તેનું નામ, તેનો ઝંડો અને તેના નામની ભક્તી પર પ્રતીબંધ મુકી દીધો છે.

(6)    માનવીય નૈતીકતા એટલે છું? તેનો આધાર કયો? The man is a rational being so he is moral being. માનવી એક પોતાની તર્કવીવેક બુધ્ધીથી(Rationality) સારુ શું કે ખોટું શું તે નક્કી કરનારું સજીવ છે.તેની આ તર્કવીવેક શક્તીમાં મદદ કરનાર ત્રણ પરીબળો છે.ઇન્દ્રીયજન્ય અનુભવ પાંચ ઇન્દ્રીયો દ્રારા જાણવાની શક્તિ(Sense Perception),પાંચ ઇન્દ્રીયોની મદદથી બાહ્ય નીરીક્ષણ(External Observation),તે બંનેની મદદથી માનસીક જ્ઞાનબોધ અથવા સમજશક્તી કેળવવી, નીર્ણય કરવો. (Cognition). તમે ચોક્કસ વીચારી શકશો કે આ ત્રણે પરીબળો કુદરતી( Natural) છે, તેથી ભૌતીક છે.તેમાં કશું ઇશ્વરી કે અલૌકીક( Supernatural) નથી. તેમાં કુદરતી નીયમબધ્ધતા છે.( The nature is law- governed). માટે માનવીય સમજશક્તીથી પર નથી.દા;ત આંખો બંધ કરીએ તો ન દેખાય. પાણી ઉપરની સપાટી પરથી નીચેની સપાટી તરફ વહે છે.

(7)    માનવીય નૈતીકતાની જરૂરીયાત શા માટે? ઇશ્વરી કે ધાર્મીક નૈતીકતાનો વ્યવહાર મૃત્યુ પછીના સારા જીવન માટે. માનવીય નૈતીકતાની જરૂરીયાત પૃથ્વી પર સારુ જીવન જીવવા માટે છે..પૃથ્વી પરનું સારુ જીવન તમામ માનવો માટે કોને કહીશું? બીજું સારુ જીવન કોના માટે?

(8)    પૃથ્વી પરના તમામ માનવો જૈવીક ઉત્ક્રાંતી પ્રમાણે એક છે. માટે સમાન છે. ઉંચનીચની તમામ અસમાનતાઓ માનવ સર્જીત છે. માટે ચોક્કસ દુર કરી શકાય તેમ છે. સજીવો માટેનો જૈવીક સંઘર્ષ માનવીય સ્તરપર સ્વતંત્રતા માટેના સંઘર્ષમાં રૂપાંતર થઇ જાય છે. માનવી માટે વ્યક્તીગત ને સામુહીક સ્વતંત્રતા માટે સારુ શું ને ખરાબ શું તે માનવીય તર્કવીવેકશક્તી નક્કી કરે. અને તેમાં જે નક્કી થાય તે નૈતીકતા ગણાય. માનવ માનવ વચ્ચે જે વ્યવહાર, સંબંધોથી માનવીય સ્વતંત્રતાના ગુણો ઉજાગર થાય તેને આપણે માનવીય નૈતીક વ્યવહાર તરીકે ઓળખીશું. માનવીય નૈતીકતા એટલે  જે વ્યવહારોથી માનવીય સ્વતંત્રતા સામેના તમામ સામાજીક, આર્થીક ને રાજકીય પરીબળોની કાયમી નાબુદી. અને સાથે સાથે જે માનવીય નૈતીક વ્યવહારોથી માનવીમાં રહેલ સંભવીત શક્તીઓના વીકાસ માટેની અનીયંત્રીત તકોની સવલતો પુરી પાડતી સામાજીક, આર્થીક અને રાજકીય વ્યવસ્થાઓ.

(9)    માનવીય નૈતીકતાને ધર્મનીરપેક્ષ નૈતીકતા( Secular Morality) તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા તમામ માનવીય વ્યવહારોને ઉપરની ચર્ચાને આધારે મુલ્યાંકન કરીને આપણો પોતાનો નૈતીક વ્યવહાર ક્રમશ વીકસાવી શકાય તેમ છે.


--

Monday, September 5, 2022

Judgement of Supreme Court on Tista SEtalvad Interim Bail


(1) શું ગુજરાત હાઇકોર્ટમાં જામીન આપવા માટેનો આ સામાન્ય પ્રમાણભુત શીરસ્તો છે?

(2) તીસ્તા સેતલવાડ સામે તેને જેલમાં પુર્યા પછી ગુજરાત સરકારને દેશની સર્વોચ્ચ અદાલત પુછે છે કે બે માસમાં તમે કયા વધારાના પુરાવા એકત્ર કર્યા છે?

બંને પ્રશ્નો સુપ્રીમકોર્ટ ઓફ ઇંડીયાની મુખ્યન્યાયધીશ શ્રી લલીત સાહેબની ત્રણ ન્યાયાધીશોની બેંચે તા ૧ અને ૨ સપ્ટેમ્બરના રોજ તીસ્તા સેતલવાડના વચગાળાના જામીન આપવાના કેસમાં ગુજરાત સરકારના વકીલ અને સોલીસીટર જનરલ તુષાર મહેતાને પુછયા હતા. તીસ્તા સેતલવાડને તારીખ ૨૫મી જુનના રોજ ગુજરાત સરકારે તારીખ ૨૪મી જુનનારોજ સુપ્રીમ કોર્ટે આપેલા અહેસાન જાફરીના કેસના ચુકાદાની કેટલીક ટીપ્પણીઓના સંદર્ભમાં નીવૃત્ત આઇપીએસ અધિકારી શ્રી આર. બી. શ્રીકુમાર અને સંજય ભટ્ટ સાથે કુલ ત્રણ જણની ધરપકડ કરેલી હતી. સર્વોચ્ચ અદાલતે સેતલવાડને વચગાળાના જામીન આપ્યા સુધીની દલીલોની વીગતો ખુબજ રસપ્રદ અને કાયદાશાસ્રના તત્વજ્ઞાનની દ્રષ્ટીએ પણ વીચારપ્રેરક છે.

(1)                ગુજરાતના પોલીસ તંત્રે તારીખ ૨૪મી જુનના રોજ સુપ્રીમ કોર્ટે અહેસાન જાફરી કેસમાં જે કોઇ ટીપ્પણો કરી છે તેને તીસ્તા સેતલવાડ વિ. માટે ધરપકડ કરવા જે કોઇ આપણે અવતરણ ચીન્હોમાં કહી તે રીતે શબ્દશ; લખીને, ઉપયોગ કરીને તે ત્રણ સામે ફોજદારી  કેસ તા. ૨૫– ૨૬ જુન ના રોજ દાખલ કરી દીધો છે. સેતલવાડ સામે સાત દીવસ રીમાન્ડ લઇ તથા બાકીનો સમય ન્યાયીક હીરાશતમાં મુકીને પુછપરછ કર્યા પછી સદર કેસમાં કોઇ વધારાની માહિતી કે પુરાવા પણ એકત્ર કર્યા નથી.

(2)                તારીખ ૩ઓગસ્ટના રોજ આશરે ૪૦ દિવસ સુધી સાબરમતી જેલમાં રહ્યા પછી તીસ્તાના વકીલે ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી તો કોર્ટે સદર અરજી સાંભળવા માટે છ અઠવાડીયાની મુદત ૨૦મી સપ્ટેમ્બરની આપી દીધી. કુલ ૮૫ દીવસ માટે જેલમાં રહેવાનું! તે ચુકાદાથી નારાજ થઇને તીસ્તાના સર્વોચ્ચ અદાલતના વકીલ કપીલ સીબ્બ્લ સાહેબે સુપ્રીમ કોર્ટમાં ' વચગાળાના જામીન માટે' અરજી દાખલ કરી.

(3)                હવે આપણા માટે કેવી બૌધ્ધીક, વીવેકયુક્ત અને બંધારણીય મુલ્યો આધારીત ગંભીર દલીલ બાજી સદર કેસમાં કરવામાં આવી હતી તે સમજવાનું અત્યંત મહત્વનું છે.

(4)                નામદાર કોર્ટે પ્રથમ સવાલ ગુજરાત સરકારના વકીલ તુષાર મહેતાને પુછયો કે પોલીસ ૭ દિવસના રીમાન્ડમાં ને ત્યારબાદ ન્યાયીક હીરાશતમાં કેસની તરફેણ માટેની કોઇ વધારાની માહીતી ભેગી કરી છે. જવાબ ના. એફ આઇ આરમાં તા. ૨૪મી જુનના સર્વોચ્ચ અદાલતના ચુકાદા સીવાય બીજી કોઇ કાયદાકીય હકીકત આમેજ કરેલ છે. જવાબ ના. ચાર્જશીટ દાખલ કરી છે. જવાબ ના. ખુન જેવો બીનજામીનપાત્ર ગુનો છે. જવાબ ના. નાણાંકીય હેરાફેરી પોટા કે યુએપીએલ જેવી કોઇ કલમો કેસમાં છે. જવાબ ના. પોલીસ તપાસ ચાલુ છે જવાબ ના.

(5)                તુષાર મહેતા– પણ સાહેબ, હાઇકોર્ટમાં જામીન અરજી પર ચુકાદો બાકી હોય તો સર્વોચ્ચ અદાલત કેવી રીતે સદર જામીન અરજીની સુનવણી કરી શકે?  દેશની હાઇકોર્ટોમાં જામીન અરજી સાંભળવાની બાકી હોય તેવા હજારો કેસ બાકી છે. સર્વોચ્ચ અદાલતના એવા ઘણા ચુકાદા છે કે તેવા કેસોમાં આપની કોર્ટ નીર્ણય ન લઇ શકે.

વડા ન્યાયધીશ શ્રી લલીત સાહેબનો જવાબ.

સર્વોચ્ચ અદાલતને યોગ્ય  લાગે તો કેસની ' હકીકત અને સંજોગોને ધ્યાનમાં રાખીને તે દરમ્યાનગીરી ચોક્કસ કરી શકે છે. એવો કોઇ અનુલ્લંઘનીય કે પવીત્ર સીધ્ધાંત નથી કે જામીન માટે હાઇકોર્ટ દેશની આખરી કોર્ટ છે. શું આવું કોઇ શીલાલેખ ઉપર કોતરેલું છે?(There is no "inviolable principle" that the High Court should be the final court for bail. It is not something cast in stone. We have to see in the light of the facts and circumstances") તમારી એફ આઇ આરમાં તો સર્વોચ્ચ અદાલતમાં જે બન્યું છે તેની વીગતથી વધારે કાંઇ નથી.

(6)                તાજેતરમાં હોદ્દો ગ્રહણ કરેલા વડા ન્યાયાધીશ શ્રી લલીત સાહેબે સરકારી વકીલને જણાવ્યું કે  અમે એપેલેટ ન્યાયીક કાર્યક્ષેત્ર ધરાવતી દેશની સર્વોચ્ચ સક્રીય જીવંત સંસ્થા છે આ બધા સામાન્ય ફોજદારી ગુનાઓ છે. જો બીનજામીનપાત્ર ગુનાઓમાં જામીન મળતા હોય તો એક સ્રી તરીકે કોર્ટના મત મુજબ તીસ્તા સેતલવાડ કૃપાપાત્ર વર્તન માટે હકદાર છે.કારણકે તે હકીકત છે કે એક સ્રીએ આશરે બે માસ  કરતાં પણ વધારે સમય જેલમાં ગાળ્યો છે. રીમાન્ડ અને કસ્ટોડીયન તપાસ તો પુરી થઇ ગઇ છે.

(7)                વધુમાં વડા ન્યાયાધીશ સાહેબે જણાવ્યું હતું કે તમારા ફરીયાદ તૈયાર કરનાર અધીકારીએ તો સર્વોચ્ચ અદાલતના તા. ૨૪મીના ચુકાદાના આધાર સીવાય બીજી કોઇ હકીકત નો આધાર તો લીધો જ નથી!.  જે અમને ખુબજ અયોગ્ય જણાયું છે તેમજ દુ;ખદ લાગ્યું છે. "So these are some points that came to bother us. Within one day the complaint came to be filed."

(8)                તમારી ફરીયાદતો સને ૨૦૦૨ના કહેવતા બનાવટી દસ્તાવજોના સંદર્ભમાં છે. પોલીસ તપાસ અને રીમાન્ડ પુરા થઇ ગયા પછી કેમ એક સ્રીને બે માસ કરતાં વધુ સમય સુધી તેને વચગાળાના જામીનને પાત્ર હાઇકોર્ટ ન ગણે? અને મારી પાસે એવી દલીલ કરવામાં આવે છે કે જામીન અરજી હાઇકોર્ટમાં છે માટે સર્વોચ્ચ અદાલત તેના પર ચુકાદો ન આપી શકે?

(9)                છેલ્લે, દેશના સોલીસીટર જનરલે વચગાળાના જામીન ન આપવા માટે એક વાક્ય કોર્ટ સમક્ષ બોલીને તો હદ કરી નાંખી!  તીસ્તા સેતલવાડનો ગુનો તો ફોજદારી ધારાની ખુનની કલમ ૩૦૨ કરતાં પણ વધારે ગંભીરકક્ષા નો છે.( Opposing grant of interim bail, Mehta said the offence against Setalvad was far more serious that the one under IPC section 302.)

માનનીય વડા ન્યાયાધીશ લલીત સાહેબે સોલીસીટર જનરલ તુષાર મહેતાને પુછયું કે  આવા બોગસ દસ્તાવેજોવાળા આક્ષેપોમાં કોઇ સ્રીને બે માસ જેલમાં રાખ્યા પછી તેની જામીન અરજીને સાંભળવા માટે દોઢ માસની મુદત આપે તેવો કેસ તમારી ધ્યાનમાં હોય તો જણાવો? શું તમારી ગુજરાત કોર્ટમાં આ સામાન્ય શિરસ્તો છે?( That's why we want to know…We are actually going on this theory that how could  the High Court make the matter returnable after six weeks. Is this the standard practice in Gujarat?")

(10)            આખરે ગુજરાત સરકારના સોલીસીટર જનરલ તુષાર મહેતાની દલીલો ખારીજ કરીને  સર્વોચ્ચ અદાલતે  તીસ્તા સેતલવાડને વચગાળાના જામીન આપી દીધા છે.(SC overrules Gujarat objections, grants Teesta interim bail) સૌજન્ય તા. ૨–૩–૪ના ઇન્ડીયન એકપ્રેસની વીગતોનું સંયોજન કરીને ભાવાનુવાદ કરેલ છે.

 

--

Friday, September 2, 2022

ધર્મને નાગરીકની અંગત નૈતીક માન્યતા સાથે સમ્બન્ધ હોવો જોઈએ?


ધર્મને નાગરીકની અંગત નૈતીક માન્યતા સાથે સમ્બન્ધ હોવો જોઈએ? સાચો નૈતીકવાદી કોઈ પણ અલૌકીક પરીબળોમાં શ્રદ્ધા ધરાવેખરો? તે પોતાનાથી જુદો મત કે આસ્થા રાખનાર પ્રત્યે અસહીષ્ણુ કે હીંસક બને ખરો?

શું દુનીયાના ધર્મોએ નૈતીકતાને
ગેરકાયદેસર રીતે કબજે
(
હાઈજેકકરી લીધી છે?

બીપીન શ્રોફ

દુનીયાના ધર્મોએ નૈતીકતાને ગેરકાયદેસર રીતે કબજે (હાઈજેક) કરી લીધી છે. આર્નોલ્ડ ટોયન્બીબ્રીટીશ ઈતીહાસકાર

આ વાત જયારે ફ્રાંસના અસ્તીત્વવાદી તત્ત્વજ્ઞાની જીન પોલ સાત્રે અને આલર્બટ કામુએ ટોયન્બીના પ્રવચનમાં સાંભળી ત્યારે પોતાના માથેથી હેટ ઉતારીને સલામ કરી હતી. કારણકે તે બન્ને જીંદગીભર 'નીરઈશ્વરવાદી' હતા. જેઓને પોતાને નૈતીકતા શું છે તેની બરાબર સમજણ હતી. અને તેઓએ પોતાના અંગત અને સામાજીક જીવનમાં ઉન્નત અને ગૌરવશાળી નૈતીકતાના ધોરણો પ્રસ્થાપીત કર્યા હતા.

દરેક સમાજમાં એક માન્યતા જડઘાલી ગઈ છે કે 'નીરઈશ્વરવાદીઓ કે નાસ્તીકોને નૈતીક્તા નથી હોતી. તે બધા લાગણીવીહીન હોય છે.' ખરેખરતો ધર્મને નાગરીકની અંગત નૈતીક માન્યતા સાથે શા માટે સમ્બન્ધ હોવો જોઈએ? કારણ કે ધર્મ તો ઈશ્વર અને મૃત્યુ પછીના જીવનમાં પોતાના અનુયાઈઓને ઉપદેશ આપે છે. ધર્મને માનવીય જીવનના અરસપરસના વ્યવહારો જેવા કે  દયા, કરુણા અને અનુકંપા સાથે શું સમ્બન્ધ છે? આ બધા વ્યવહારો અને ગુણો તો માનવીય દુન્યવી જરુરીયાતમાંથી વીકસેલા છે. તેમાં કશું દૈવી કે ઈશ્વરી કે ધાર્મીક કેવી રીતે હોઈ શકેજે લોકોને  ઈશ્વરના અસ્તીત્વમાં કે કોઈ અલૌકીક, કુદરતી કાયદાથી પર (કુદરતી પરીબળો નીયમબધ્ધ છે) જેવી શ્રદ્ધાઓમાં વીશ્વાસ નથી તે બધા પણ પેલા ધર્મના ઉમરાવ ઠેકેદારો જેટલા જ નૈતીક સદ્ગુણો ધરાવતા હોય છે, સહેજ પણ ઓછા નહીં. ખરેખર તો નાસ્તીકોનો માનવીય વ્યવહાર વધારે કુદરતી, વ્યવહારુ અને માનવીય શોષણવીહીન હોય છે.

ઉત્ક્રાંતીના લાખ્ખો વર્ષોના જૈવીક સંઘર્ષમાંથી માનવીએ એક સજીવ તરીકે તેના માટે સારું શું અને ખોટું શું તેની કોઠાસુઝ (વીઝડમ) વીકસાવી છે. જે વીશ્વના બધા જ ધર્મોના જન્મ અને તેમના ઈશ્વરના અસ્તીત્વ પહેલાં માનવીએ મેળવેલી હતી. તે હતી માનવીય નૈતીકતા. માનવીની જંગલી અવસ્થામાંથી વીકસેલી પાશવી વૃત્તીઓને નીયમન માટે ધર્મ અને ઈશ્વરના ખ્યાલને ઉપજાવી કાઢેલો છે. તે પણ આપણી જ શોધ હતી. પ્રાચીન સમાજની મર્યાદીત જરુરીયાતને ધ્યાનમાં રાખીને તેમાં કેટલાક પસંદ પામેલા લોકો સામાજીક રીતે પ્રભુત્વ જમાવી શક્યા હતા. તે બધાએ બાકીના બહુમતી લોકોની સામાજીક વર્તણુકોનું ધર્મ અને ઈશ્વરના નામે નીયમન કરવા માંડ્યું. જેમાં તે બધા સફળ થયા.

પરન્તુ દરેક યુગ અને સમયમાં એવા લોકો હતા જેઓ સમાજના ચીલાચાલું માર્ગથી સ્વતંત્ર રીતે વીચારતા હતા. તે બધાએ અલૌકીક કે દૈવી ઉપદેશોને પોતાના જીવનકાળ દરમ્યાન પડકાર્યા હતા. તેઓ આ બધા પરીબળો સામે પાશવી વીરોધ કરવાને બદલે તેઓ પોતાના નૈતીક્તાના ખ્યાલો ને વળગી રહીને પોતાનું જીવન જીવ્યા હતા.

ગ્રીક અને રોમન સંસ્કૃતીમાં ઘણા બધા તત્ત્વજ્ઞાની અને લેખકો થઈ ગયા જેવા કે  ડાયોજીનસ, એપીક્યુરસ, સોફોક્લીસ વગેરે જે તે સમયના સમાજના માન્ય દેવદેવીઓમાં શ્રદ્ધા રાખતા ન હતા. તેઓને નર્ક, સ્વર્ગ અને મૃત્યુ પછીના જીવનમાં કોઈ વીશ્વાસ ન હતો. તેમ છતાં તેઓ વીશ્વના તે સમયના મહાન નૈતીક ગુણો ધરાવતા માનવીઓ તરીકે ઓળખાયા હતા. તે બધા વૈશ્વીક અને ઐહીક માનવવાદી મુલ્યોમાં માનતા હતા.

તેજ સમયના સમકાલીન ભારતીય તત્ત્વજ્ઞાની ગૌતમ બુધ્ધ પણ ઈશ્વર, કે કોઈ અલૌકીક શક્તીમાં વીશ્વાસ ધરાવતા ન હતા. તેઓના તત્ત્વજ્ઞાનનો મુખ્યહાર્દ નીરઈશ્વરવાદી હતો. તે સમયના જૈન વીચારક મહાવીર સ્વામીનો ઉપદેશ પણ નીરઈશ્વરવાદી હતો. તે ખુબ જ મોટા દયાળુ પણ ઐહીક નૈતીકવાદી હતા. ભારતીય પ્રાચીન ભૌતીકવાદી વીચારશાખાના મહાન પ્રચારક ચાર્વાક ક્યારેય ઈશ્વરના અસ્તીત્વમાં શ્રદ્ધા ધરાવતા ન હતા. ઈશ્વર અને તેની પાછળ જડ બનેલી અન્ધશ્રદ્ધાઓના ભંજક જીવનભર રહ્યા હતા; પણ ચાર્વાક અને તેમના સાથી વીચારકો ક્યારેય અરાજકતાવાદી (એનાર્કીસ્ટ) ન હતા. તેઓના પોતાના વીચારોના ફેલાવવા માટેનું માધ્યમ શૈક્ષણીક અને બૌદ્ધીક હતું ક્યારેય વીપ્લવવાદી કે બળવાખોર ન હતું. તેવું જ ચીંતન ભારતીય તત્ત્વજ્ઞાનની અગત્યની શાખા 'સાંખ્ય દર્શન' અને તેના સમર્થકોનું તે જમાનામાં હતું. સાંખ્ય દર્શનના સમર્થકો ઈશ્વરને બ્રહ્માંડના સર્જક તરીકે ક્યારેય માનતા ન હતા; પરન્તુ પ્રાણી માત્ર અને કુદરતી પરીબળોને તે બધા ખુબ જ આદરભાવથી માન આપતા હતા. તેમની નૈતીકતામાં સમગ્ર માનવજાત સમાઈ જતી હતી. જે માનવમાત્ર તેથી માનવજાત માટે સારુ છે, ઉમદા છે, સુખ આપનારું છે તે જ નૈતીક તેવું સ્પષ્ટ રીતે માનતા હતા.

મારા મત મુજબ સાચો નૈતીકવાદી એ છે જે કોઈ પણ અલૌકીક પરીબળોમાં શ્રદ્ધા ધરાવતો નથી, જેને દરેક માનવ માત્ર પ્રત્યે (કોઈ પણ જાતના ધર્મ, સંપ્રદાય, જાતી, લીંગ, જ્ઞાતી, દેશ કે પ્રદેશના ભેદભાવ સીવાય) દયાળુ, માયાળુ અને પ્રેમાળ છે. પોતાનાથી જુદો મત કે આસ્થા રાખનાર પ્રત્યે ક્યારેય તે અસહીષ્ણુ કે હીંસક બનતો નથી. પોતાના આવા વલણ માટે તે ભગવાન કે દુન્યવી સત્તા પાસેથી બદલા કે વળતરની આશા પણ રાખતો નથી.

--