(1) શું ગુજરાત હાઇકોર્ટમાં જામીન આપવા માટેનો આ સામાન્ય પ્રમાણભુત શીરસ્તો છે?
(2) તીસ્તા સેતલવાડ સામે તેને જેલમાં પુર્યા પછી ગુજરાત સરકારને દેશની સર્વોચ્ચ અદાલત પુછે છે કે બે માસમાં તમે કયા વધારાના પુરાવા એકત્ર કર્યા છે?
બંને પ્રશ્નો સુપ્રીમકોર્ટ ઓફ ઇંડીયાની મુખ્યન્યાયધીશ શ્રી લલીત સાહેબની ત્રણ ન્યાયાધીશોની બેંચે તા ૧ અને ૨ સપ્ટેમ્બરના રોજ તીસ્તા સેતલવાડના વચગાળાના જામીન આપવાના કેસમાં ગુજરાત સરકારના વકીલ અને સોલીસીટર જનરલ તુષાર મહેતાને પુછયા હતા. તીસ્તા સેતલવાડને તારીખ ૨૫મી જુનના રોજ ગુજરાત સરકારે તારીખ ૨૪મી જુનનારોજ સુપ્રીમ કોર્ટે આપેલા અહેસાન જાફરીના કેસના ચુકાદાની કેટલીક ટીપ્પણીઓના સંદર્ભમાં નીવૃત્ત આઇપીએસ અધિકારી શ્રી આર. બી. શ્રીકુમાર અને સંજય ભટ્ટ સાથે કુલ ત્રણ જણની ધરપકડ કરેલી હતી. સર્વોચ્ચ અદાલતે સેતલવાડને વચગાળાના જામીન આપ્યા સુધીની દલીલોની વીગતો ખુબજ રસપ્રદ અને કાયદાશાસ્રના તત્વજ્ઞાનની દ્રષ્ટીએ પણ વીચારપ્રેરક છે.
(1) ગુજરાતના પોલીસ તંત્રે તારીખ ૨૪મી જુનના રોજ સુપ્રીમ કોર્ટે અહેસાન જાફરી કેસમાં જે કોઇ ટીપ્પણો કરી છે તેને તીસ્તા સેતલવાડ વિ. માટે ધરપકડ કરવા જે કોઇ આપણે અવતરણ ચીન્હોમાં કહી તે રીતે શબ્દશ; લખીને, ઉપયોગ કરીને તે ત્રણ સામે ફોજદારી કેસ તા. ૨૫– ૨૬ જુન ના રોજ દાખલ કરી દીધો છે. સેતલવાડ સામે સાત દીવસ રીમાન્ડ લઇ તથા બાકીનો સમય ન્યાયીક હીરાશતમાં મુકીને પુછપરછ કર્યા પછી સદર કેસમાં કોઇ વધારાની માહિતી કે પુરાવા પણ એકત્ર કર્યા નથી.
(2) તારીખ ૩ઓગસ્ટના રોજ આશરે ૪૦ દિવસ સુધી સાબરમતી જેલમાં રહ્યા પછી તીસ્તાના વકીલે ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી તો કોર્ટે સદર અરજી સાંભળવા માટે છ અઠવાડીયાની મુદત ૨૦મી સપ્ટેમ્બરની આપી દીધી. કુલ ૮૫ દીવસ માટે જેલમાં રહેવાનું! તે ચુકાદાથી નારાજ થઇને તીસ્તાના સર્વોચ્ચ અદાલતના વકીલ કપીલ સીબ્બ્લ સાહેબે સુપ્રીમ કોર્ટમાં ' વચગાળાના જામીન માટે' અરજી દાખલ કરી.
(3) હવે આપણા માટે કેવી બૌધ્ધીક, વીવેકયુક્ત અને બંધારણીય મુલ્યો આધારીત ગંભીર દલીલ બાજી સદર કેસમાં કરવામાં આવી હતી તે સમજવાનું અત્યંત મહત્વનું છે.
(4) નામદાર કોર્ટે પ્રથમ સવાલ ગુજરાત સરકારના વકીલ તુષાર મહેતાને પુછયો કે પોલીસ ૭ દિવસના રીમાન્ડમાં ને ત્યારબાદ ન્યાયીક હીરાશતમાં કેસની તરફેણ માટેની કોઇ વધારાની માહીતી ભેગી કરી છે. જવાબ ના. એફ આઇ આરમાં તા. ૨૪મી જુનના સર્વોચ્ચ અદાલતના ચુકાદા સીવાય બીજી કોઇ કાયદાકીય હકીકત આમેજ કરેલ છે. જવાબ ના. ચાર્જશીટ દાખલ કરી છે. જવાબ ના. ખુન જેવો બીનજામીનપાત્ર ગુનો છે. જવાબ ના. નાણાંકીય હેરાફેરી પોટા કે યુએપીએલ જેવી કોઇ કલમો કેસમાં છે. જવાબ ના. પોલીસ તપાસ ચાલુ છે જવાબ ના.
(5) તુષાર મહેતા– પણ સાહેબ, હાઇકોર્ટમાં જામીન અરજી પર ચુકાદો બાકી હોય તો સર્વોચ્ચ અદાલત કેવી રીતે સદર જામીન અરજીની સુનવણી કરી શકે? દેશની હાઇકોર્ટોમાં જામીન અરજી સાંભળવાની બાકી હોય તેવા હજારો કેસ બાકી છે. સર્વોચ્ચ અદાલતના એવા ઘણા ચુકાદા છે કે તેવા કેસોમાં આપની કોર્ટ નીર્ણય ન લઇ શકે.
વડા ન્યાયધીશ શ્રી લલીત સાહેબનો જવાબ.
સર્વોચ્ચ અદાલતને યોગ્ય લાગે તો કેસની ' હકીકત અને સંજોગોને ધ્યાનમાં રાખીને તે દરમ્યાનગીરી ચોક્કસ કરી શકે છે. એવો કોઇ અનુલ્લંઘનીય કે પવીત્ર સીધ્ધાંત નથી કે જામીન માટે હાઇકોર્ટ દેશની આખરી કોર્ટ છે. શું આવું કોઇ શીલાલેખ ઉપર કોતરેલું છે?(There is no "inviolable principle" that the High Court should be the final court for bail. It is not something cast in stone. We have to see in the light of the facts and circumstances") તમારી એફ આઇ આરમાં તો સર્વોચ્ચ અદાલતમાં જે બન્યું છે તેની વીગતથી વધારે કાંઇ નથી.
(6) તાજેતરમાં હોદ્દો ગ્રહણ કરેલા વડા ન્યાયાધીશ શ્રી લલીત સાહેબે સરકારી વકીલને જણાવ્યું કે અમે એપેલેટ ન્યાયીક કાર્યક્ષેત્ર ધરાવતી દેશની સર્વોચ્ચ સક્રીય જીવંત સંસ્થા છે આ બધા સામાન્ય ફોજદારી ગુનાઓ છે. જો બીનજામીનપાત્ર ગુનાઓમાં જામીન મળતા હોય તો એક સ્રી તરીકે કોર્ટના મત મુજબ તીસ્તા સેતલવાડ કૃપાપાત્ર વર્તન માટે હકદાર છે.કારણકે તે હકીકત છે કે એક સ્રીએ આશરે બે માસ કરતાં પણ વધારે સમય જેલમાં ગાળ્યો છે. રીમાન્ડ અને કસ્ટોડીયન તપાસ તો પુરી થઇ ગઇ છે.
(7) વધુમાં વડા ન્યાયાધીશ સાહેબે જણાવ્યું હતું કે તમારા ફરીયાદ તૈયાર કરનાર અધીકારીએ તો સર્વોચ્ચ અદાલતના તા. ૨૪મીના ચુકાદાના આધાર સીવાય બીજી કોઇ હકીકત નો આધાર તો લીધો જ નથી!. જે અમને ખુબજ અયોગ્ય જણાયું છે તેમજ દુ;ખદ લાગ્યું છે. "So these are some points that came to bother us. Within one day the complaint came to be filed."
(8) તમારી ફરીયાદતો સને ૨૦૦૨ના કહેવતા બનાવટી દસ્તાવજોના સંદર્ભમાં છે. પોલીસ તપાસ અને રીમાન્ડ પુરા થઇ ગયા પછી કેમ એક સ્રીને બે માસ કરતાં વધુ સમય સુધી તેને વચગાળાના જામીનને પાત્ર હાઇકોર્ટ ન ગણે? અને મારી પાસે એવી દલીલ કરવામાં આવે છે કે જામીન અરજી હાઇકોર્ટમાં છે માટે સર્વોચ્ચ અદાલત તેના પર ચુકાદો ન આપી શકે?
(9) છેલ્લે, દેશના સોલીસીટર જનરલે વચગાળાના જામીન ન આપવા માટે એક વાક્ય કોર્ટ સમક્ષ બોલીને તો હદ કરી નાંખી! તીસ્તા સેતલવાડનો ગુનો તો ફોજદારી ધારાની ખુનની કલમ ૩૦૨ કરતાં પણ વધારે ગંભીરકક્ષા નો છે.( Opposing grant of interim bail, Mehta said the offence against Setalvad was far more serious that the one under IPC section 302.)
માનનીય વડા ન્યાયાધીશ લલીત સાહેબે સોલીસીટર જનરલ તુષાર મહેતાને પુછયું કે આવા બોગસ દસ્તાવેજોવાળા આક્ષેપોમાં કોઇ સ્રીને બે માસ જેલમાં રાખ્યા પછી તેની જામીન અરજીને સાંભળવા માટે દોઢ માસની મુદત આપે તેવો કેસ તમારી ધ્યાનમાં હોય તો જણાવો? શું તમારી ગુજરાત કોર્ટમાં આ સામાન્ય શિરસ્તો છે?( That's why we want to know…We are actually going on this theory that how could the High Court make the matter returnable after six weeks. Is this the standard practice in Gujarat?")
(10) આખરે ગુજરાત સરકારના સોલીસીટર જનરલ તુષાર મહેતાની દલીલો ખારીજ કરીને સર્વોચ્ચ અદાલતે તીસ્તા સેતલવાડને વચગાળાના જામીન આપી દીધા છે.(SC overrules Gujarat objections, grants Teesta interim bail) સૌજન્ય તા. ૨–૩–૪ના ઇન્ડીયન એકપ્રેસની વીગતોનું સંયોજન કરીને ભાવાનુવાદ કરેલ છે.