રાષ્ટ્રીય સેવક સંઘ(આર એસ એસ) અંગે હું અને તમે કેટલું જાણીએ છીએ?
(1) આર એસ એસની સ્થાપના સને ૨૭મી સપ્ટેમ્બર ૧૯૨૫માં થયેલી હતી. તેના સ્થાપક કે.બી. હેડગેવર હતા.તે એક ઉગ્રહિંદુવાદી, બિનલોકશાહી સંગઠન(Right wing) છે. તેની દેશભરની શાખાઓમાં કુમળીવયથી( બૌધ્ધીક રીતે પુખ્ત ન હોય ત્યારે) સ્વયંસેવકોની ભરતી કરી અર્ધલશ્કરી( Paramilitary Training)તાલીમ આપવામાં આવે છે.તે એક સક્રીય સંસ્થા છે. તેનો હેતુ ભારતને હિંદુરાષ્ટ્રવાદી દેશ બનાવવાનો છે, જે તેની પ્રત્યક્ષ વિચાર અને કાર્યપધ્ધતીમાં સ્પષ્ટ છે.સંસ્થાના સર્વોચ્ચ વડાને પ્રમુખ, ચેરમેન, વિ નામોને બદલે સરસંઘસંચાલક અને સામાન્ય મંત્રી, કે જનરલ સેક્રેટરીને બદલે સરકાર્યવાહક તરીકે સંબોધન કરીને ઓળખવામાં આવે છે.હાલમાં અનુક્રમે મોહન ભાગવત અને દત્તાત્રય હોસબલે તે હોદ્દાઓ ધરાવે છે. તેની મુખ્ય ઓફીસ કે હેડક્વાટર્સ નાગપુરમાં છે.
(2) આર એસ એસ ઇન્ડીયન ટ્રસ્ટ એકટ ૧૮૬૦ અને સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ૧૯૫૦ નીચે બિલકુલ નોંધાયેલી સંસ્થા નથી. તેના તમામ નાણાંકીય વાર્ષીક વ્યવહારો અને પ્રવૃત્તીઓ દેશના તમામ આવક વેરાના કાયદોથી પર છે.તે ક્યારેય સંસ્થા તરીકે પ્રત્યક્ષ કે સીધી સરકારી ગ્રાંટ લેતી નથી. સરકારી પરોક્ષ સહકાર વિષે કોને માહિતી નથી! તે ક્યારેય પહોંચ આપીને દાન સ્વીકારતી નથી.શાબાશ! માટે ઇડી.સીબીઆઇ વિ. તેની પ્રવૃત્તીઓથી જોજન દુર હોય છે! તેને ગુરૂદક્ષિણા દ્રારા દાન સ્વિકારવામાં વાંધો નથી, હકીકતમાં તે એક જ જબ્બરજસ્ત નાણાંનો પુરવઠો એકત્ર કરવાનું દૈવી અને પવિત્ર સાધન છે. તે સાધનનો ઉપયોગ કરવામાં કોઇ ધર્મ,સંપ્રદાય, બાબાઓ ગુરૂઓ અને બાપુઓ બાકી નથી. હિંદુરાષ્ટ્ર બનાવવા માટેના નાણાંકીય સાધનોનો પુરવઠો પણ હિંદુ ધાર્મીક પ્રણાલી પ્રમાણેના જ જોઇએ ને! તે ભારતના બંધારણને વફાદાર કેવી રીતે હોઇ શકે?
(3) આર એસ એસની સ્થાપના વર્ષ ૧૯૨૫થી દેશ બંધારણીય દ્ર્ષ્ટીએ પ્રજાસત્તાક બન્યો સને ૧૯૫૦ સુધીનો તેના ભુતકાળને ટુંકમાં સમજીએ. સદીઓથી વિદેશી આક્રમણોને કારણે પેદા થયેલી ગુલામ માનસીકતાનું કલંક અને હવે બહુમતી હોવાને કારણે અમે બરાબરી કરી શકીએ તેમ છે તેવી માનસીકતાના વૈચારીક સંમિશ્રણે આર એસ એસની વિચારસરણીને બૌધ્ધીક ઇંધન પુરું પાડેલ છે. લઘુમતીઓને 'બીજીકક્ષાના' ગણીને તેમના મુળઅસ્તીત્વમાં જ ભય ઉભો કરવા આર એસ એસે પોતાના સ્વયંસેવકોને એક અર્ધલશ્કરી તાલિમ આપતી સંસ્થા બનાવી દીધી. સ્વયંસેવકોને તાલીમમાં લાઠી, તલવાર, ભાલો અને કટારી કેવી રીતે દુશ્મનો પર ચલાવવી તેની તાલીમ આપવાની શરૂ કરી હતી. કાળી ટોપી, સફેદ અડધી બાંયનું શર્ટ અને ખાખી ચદ્દી યુનીફોર્મ પણ હતો.( Taught them paramilitary techniques with lathi (bamboo staff), sword, javelin, and dagger) સ્વયંસેવકોને તે બધામાં વૈચારીક ઉગ્રપ્રતિબધ્ધતા કેળવવા રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતા જેવા આવેગમય ગુણો કેળવવા માંડયા.
(4) આર એસ એસને હિંદુત્વની વિચારસરણી અને હિંદુરાષ્ટ્રના સ્વપ્નનો આધારસ્તંભ બનાવવામાં વિનાયક દામોદર સાવરકરના ચિંતનનો સીંહ ફાળો હતો. આ વિચારોની ખુબજ ગંભીર અસર આર એસ એસના આધ્યસ્થાપક હેડગેવરના વર્તન ને પ્રવૃત્તીઓમાં પડી હતી.ગાંધીજીના નેતૃત્વ નીચે તે સમયમાં ચાલી રહેલા સ્વાતંત્રય સંગ્રામને ટેકો આપવાને બદલે સને ૧૯૨૫થી તે બધાના સ્વપ્નાં હિંદુરાષ્ટ્ર સ્થાપવાના હતા. તેને કારણે આઝાદીના સંઘર્ષમાં આર એસ એસની સંપુર્ણ ટોચની નેતાગીરીમાંથી માંડીને પ્રાથમિક શાખાઓ સુધી નેતાગીરીનો રોલ નકારાત્મક અને ગેરફાજરીનો કેવી રીતે હતો તે જોઇએ.( In accordance with Hedgewar's tradition of keeping the RSS away from the Indian Independence movement, any political activity that could be construed as being anti-British was carefully avoided.)
(5) સને ૧૯૩૦ પછી આર એસ એસે ૨૬મી જાન્યુઆરીને પ્રતિવર્ષે સ્વાતંત્ર દિવસ તરીકે સ્વીકારાવાનું બંધ કરી તેને ઉજવવાનું માંડીવાળ્યું હતું. સાથે સાથે આઝાદીની ચળવળના અગત્યના પ્રતિક ત્રિરંગા રાષ્ટ્રધ્વજથી પોતાની જાતને વેગળી કરી દીધીહતી. શિવાજીના ભગવો ઝંડા ને જ હિંદુરાષ્ટ્રના પ્રતિક તરીકે માન–સન્માન આપવાનું ચાલુ રાખ્યુ છે.સને ૧૯૩૪થી કોંગ્રેસે ઠરાવ પસાર કરીને નક્કી કર્યું હતું કે તેના કોઇ સભ્યોએ આર એસ એસ, હિંદુમહાસભા અને મુસ્લીમ્ લીગના સભ્ય બનવું નહી.
(6) સને ૧૯૪૦માં આર એસ એસના બનેલા સરસંચાલક ગોલવાલકરે જાહેર કર્યું હતું કે " આપણી પ્રવૃત્તીઓનું લક્ષ્ય હિંદુરાષ્ટ્ર અને હિંદુ સંસ્કૃતીનું સંરક્ષણ કરીને સ્વતંત્રતા મેળવવાની છે; નહી કે બ્રીટિશ સરકાર સામે લડીને!" ( In his view, the RSS had pledged to achieve freedom through "defending religion and culture", not by fighting the British.) તેમને ભારતની ગોરીસલ્તનત આર એસ એસની પ્રવૃત્તીઓ પર પ્રતિબંધ મુકે તેવું કોઇ બહાનું આપવું નહતું. સદર વિદેશી સરકાર તરફથી જે હુકમો બહાર પાડવામાં આવતા હતા તેનું પોતાના નેતૃત્વ નીચે સંપુર્ણ પાલન કરાવતા હતા.સવિનય કાનુનભંગની તમામ ચળવળોમાં આર એસ એસ બિલકુલ ભાગ ન લેતું હોવાથી ગોરી સરકારે તેની અન્ય પ્રવૃત્તીઓને નજર અંદાજ કરતું હતું. સને ૧૯૪૨ની હિંદછોડો(Quit India Movement) આંદોલનથી પોતાની જાતને વિમુક્ત રાખી હતી.(The RSS, in turn, had assured the British authorities that "it had no intentions of offending against the orders of the Government".) સને ૧૯૪૫માં રોયલ નૌકાદળ તરફથી ગોરી સરકાર સામે જે લશ્કરી બળવો કરેલો તેને આર એસ એસે ટેકો આપ્યો ન હતો અને તે સશસ્ર્ બળવામાં ભાગ પણ લીધો નહતો.( The RSS neither supported nor joined in the Royal Indian Navy mutiny against the British in 1945.)
(7) સદર સંસ્થાના નેતોઓએ જર્મનીના હીટલર ને ઇટાલીના મુસોલીનીને પોતાના ' રોલમોડેલ' તરીકે અપનાવ્યા હતા. એક તબક્કે જર્મનીમાં વ્યવસ્થિત થતા યહુદોના નરસંહાર સામે કોઇ વાંધો નહતો. પણ હવે યહુદીઓનું આરબજગતની છાતી પર ઇઝરાયેલની એક ધર્મ, એક સંસ્કૃતી ને એક ભાષા આધારીત રાષ્ટ્ર સાથે રાજકીય સંવનન કરવામાં બીજેપી અને આર એસ એસને આનંદ આવે છે.
(8) આર એસ એસ ભારતના ધર્મઆધારીત ભાગલા અને ત્યાર પછીના કોમી દંગાઓ માટે ગાંધીજી, નહેરુ ને સરદાર પટેલના નબળા નેતૃત્વને જવાબદાર ગણે છે.
(9) ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ દીલ્હી મુકામે રાષ્ટ્રપિતા ગાંધીજીનું ખુન નથ્થુરામ ગોડસે એ કર્યું હતું. જે સને ૧૯૪૬ સુધી આર એસ એસ સક્રીય સભ્ય હતો. તા. ૪થી ફેબ્ર્આરી સને ૧૯૪૮ થી દેશના ગૃહમંત્રી સરદાર પટેલે સદર સંસ્થા પર પ્રતિબંધ મુકી દીધો હતો.અને તેની ટોચની નેતાગીરીને જેલમાંપુરી દીધી હતી.(વર્તમાન ભાજપની નરેન્દ્ર મોદી સહીત ટોચની નેતાગીરી સરદારનું "સ્ટેયુ ઓફ યુનીટી" બનાવી કોંગ્રેસ સામે સત્તાના સમીકરણો સરખા કરવા ઉપયોગ કરે છે.) However, the then Indian Deputy Prime Minister and Home Minister, Sardar Vallabhbhai Patel had remarked that the "RSS men expressed joy and distributed sweets after Gandhi's death)
(10) ગોલવાલકરને ગાંધીજીના ખુનના કાવતરાના સંદર્ભમાં પકડવામાં આવેલા હતા.ઓગસ્ટ ૧૯૪૮માં અટકાયતમાંથી મુક્ત થયા બાદ સંઘના સરસંચાલકના હોદ્દાની રૂએ સંઘ પરનો પ્રતીબંધ ઉઠવવા તે સમયના ગૃહમંત્રી સરદાર પટેલને અરજી કરી હતી. સરદાર સાહેબે તેની સામે સંઘને નીચે મુજબની લેખીત શરતોએ કબુલાતનામું આપવા ફરજ પાડી હતી. એક, સંસ્થાને પોતાનું કાયદેસરનું બંધારણ હોવું જોઇએ, બે, તેમાં પોતાની સંસ્થા દેશના બંધારણને વફાદર છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઇએ.ત્રણ, ત્રિરંગા રાષ્ટ્રધ્વજને ભગવા ઝંડાને બદલે સ્વીકારવો જોઇએ, ચાર, સંસ્થાનું બંધારણ લોકશાહી મુલ્યોને વરેલું હોવું જોઇએ જેમાં તમામ હોદ્દેદારોની ફરજો અને સત્તાનો ઉલ્લેખ કાયદા મુજબનો લેખીત હોવો જોઇએ. તેમના કાર્યસંચાલનના ઠરાવો પ્રજામાટે ખુલ્લા હોવા જોઇએ. સંસ્થાની શાખોમાં સગીર યુવકોની ભરતી તેમના માબાપોની લેખીત પરવાનગી સીવાય ન કરી શકાય તેવી જોગવાઇ સંસ્થાના બંધારણમાં હોવી જોઇએ.
(11) પોતાની સંસ્થાપરનો પ્રતિબંધ ઉઠાવવા સંસ્થાના વડા તરીકે ગોલવાલકરે સરદાર સાહેબની તમામ શરતો માન્ય છે તેવી લેખીત બાંહેધરી આપ્યા પછી ૧૧મી જુલાઇ સને ૧૯૪૯ પર તેના પરનો પ્રતિબંધ ઉઠાવાયો હતો.. સંઘના રોજબરોજના વર્તન, વિચારો અને વ્યવહારોમાં તેનાથી કોઇ ફેરફાર પડયો નથી તેનાથી કોઇ અજાણ છે? (However, the organisation's internal democracy which was written into its constitution, remained a 'dead letter')
(12) દેશનું બંધારણ,સંઘ ને મનુસ્મૃતિના સંબંધો –જે દિવસે ૨૬મી જાન્યુઆરી સને ૧૯૫૦ ના રોજ દેશ પ્રજાસત્તાક બન્યો ને બંધારણના કાયદાઓ દેશના સમગ્ર સંચાલન માટે સર્વોપરી બની ગયા હતા. તે દિવસથી તેનો સખત વિરોધ સંઘે શરૂ કરી દીધો હતો. સંઘના મુખપત્ર ' ઓર્ગેનાઇઝર' દ્રારા બંધારણની સખત ટીકાઓ શરૂ થઇ ગઇ હતી.તા. ૩૦મી નવેંબર ૧૯૪૯ના સદર મુખપત્રના તંત્રી લેખમાં ' મનુ સ્મૃતિ' આધારીત કાયદા પ્રમાણે દેશના બંધારણમાં સમાજના સંચાલનનો કોઇ ઉલ્લેખ નથી તેનો જોરદાર વિરોધ કરેલ હતો. આજ મુખપત્રમાં ૬ઠ્ઠી ફેબ્રુઆરી સને ૧૯૫૦ના એક લેખનું મથાળું હતું– " Manu rules our heart " સંઘ,તેના તમામ હોદ્દ્દારો અને કાર્યકરોનો વિરોધ બંધારણનો વિરોધ સને ૨૦૨૩સુધી પણ લેશમાત્ર ઓછો થયો નથી તેને કોને ખબર નથી? ( સૌ. ગુગલ સર્ચ વીકીપીડીયા પાનુ ૧થી ૭૫.માંથી ટુંકાવીને ભાવાનુવાદ સાથે–સાભાર.)
(13) સને ૧૯૫૦ થી ૨૦૨૩ સુધી સંઘને તેના સાચા સ્વરૂપે કોણ ઓળખતું નથી?