મિત્રો,
આપણે, હવે સારી રીતે જાણીએ છીએ કે રાહુલ ગાંધી કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, પછી વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્કની મુલાકાત લેશે. હું પછીથી દરેક સ્થળના અહેવાલને આવરી લેવાનો પ્રયત્ન કરીશ.
સાન્ટા ક્લેરા કેલિફોર્નિયામાં રાહુલજી.
કેટલાક મહિના પહેલા અમે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલવાનું શરૂ કર્યું. ચાલતી વખતે અમને ખ્યાલ આવ્યો કે આપણે રાજકારણમાં જે રીતે ઉપયોગ કરીએ છીએ તે રીતે કોમ્યુનિકેશનના સામાન્ય માધ્યમોનો ઉપયોગ કરવો શક્ય નથી. આના જેવી વાતચીતો, જાહેર સભાઓ કામ કરતી નથી. ભારતમાં રાજકારણ કરવા માટે જરૂરી તમામ મીડિયા સાધનો ભાજપ અને આરએસએસ દ્વારા નિયંત્રિત હતા. તમે જાણો છો કે લોકોને ધમકી આપવામાં આવે છે, અને એજન્સીઓનો ઉપયોગ લોકો વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. તેઓએ વિરોધ અને લોકોના અવાજને શાંત કરવા માટે તમામ પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. એક રીતે, રાજકીય રીતે કાર્ય કરવું મુશ્કેલ બન્યું છે. તેથી જ અમે દક્ષિણથી ઉત્તર તરફ ચાલવાનું નક્કી કર્યું અને અમારી ભારત જોડો યાત્રા શરૂ કરી.
થોડા દિવસો પછી અમને સમજાયું કે હજાર કિલોમીટર ચાલવું એ સરળ વાત નથી. મારા જૂના ઘૂંટણની ઈજામાં મને દુખાવો થયો. હવે હું ખરેખર મુશ્કેલીમાં છું. કારણ કે ચાલવા સિવાય કોઈ વિકલ્પ નથી. પછી એકદમ આશ્ચર્યજનક બાબત બની. ચાલ્યા પછી, મેં 5 થી 7 અઠવાડિયામાં ધ્યાન આપવાનું શરૂ કર્યું કે દુખાવો છે પરંતુ મને બિલકુલ દુખાવો નથી થતો. હું રોજ સવારે 6-00 વાગ્યે વહેલો ઉઠતો હતો, લગભગ 25 KMS ચાલતો હતો અને અમે સાંજે 7-3 થી 8-00વાગ્યા પછી ચાલવાનું બંધ કરી દેતા હતા. મને થાક નથી લાગતો, આ શું છે? પછી મેં લોકોને પૂછવાનું શરૂ કર્યું, ભાઈ! તમને થાકતો નથી? આવું શું બની રહ્યું છે? જે વિચિત્ર છે કે અમારા બધા સાથી પ્રવાસીઓને પણ થાકતા નથી.
પછી મને સમજાયું કે શું ચાલી રહ્યું છે; એ નથી કે આપણે ચાલી રહ્યા છીએ પરંતુ ભારત આપણી સાથે ચાલી રહ્યું છે. તમામ ધર્મ અને સમુદાયના લોકોનો મોટો સમૂહ પ્રેમ અને લાગણીનું વાતાવરણ ઉભું કરી રહ્યો છે જેના કારણે કોઈને થાક લાગતો ન હતો. જાણે આપણે બધા જાહેરમાં હોઈએ, બધા ભેગા થવા ચાલી રહ્યા હતા.
જીવનના તમામ ક્ષેત્રના લોકો, તમામ ધર્મના, તમામ વયના, બાળકો, યુવાનો અને વૃદ્ધો, સ્ત્રી-પુરુષોએ યાત્રામાં ભાગ લીધો હતો. તેઓ પ્રેમ અને લાગણીનું વાતાવરણ બનાવી રહ્યા હતા. તેથી કોઈને થાક લાગતો ન હતો. જાણે બધા સાથે ચાલતા હોય. सब जुडके चल रहे थे, किसिको थकान नही हो रही थी|
ત્યાં જ અમને એવો વિચાર આવ્યો કે " ये तो हमारी नफरत के बाजार में महोबत की दुकान है|" અમારા વિશે, એટલે કે કૉંગ્રેસ પક્ષની રસપ્રદ વાત એ છે કે અમને દરેક પ્રત્યે પ્રેમ છે. જ્યારે કોઈ કંઈક કહેવા માંગે છે, ત્યારે તેનું સ્વાગત કરવામાં આવશે, અમે સાંભળવા તૈયાર છીએ. અમે આક્રમક કે ગુસ્સે થવાના નથી. અમે તેને સાંભળીશું. અમે તેમના પ્રત્યે પ્રેમાળ બનીશું, તેમને પ્રેમ કરીશું. એ અમારો સ્વભાવ છે.
જ્યારે બધા ભેગા થવા માટે ચાલવા લાગ્યા ત્યારે આપણા બધામાં એક સંપૂર્ણપણે અલગ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થઈ. પછી મેં જોયું કે સરકારે યાત્રા સંબંધિત તમામ સમાચારોને સેન્સર કરવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. जो भी उनमे ताकातथी वो यात्रा को खत्म करने में लगा दी.पोलीस को उतारा दिया, मगर कुछ काम नही करता था. और यात्राकी जो असरथी वो बढती जा रही थी।ये क्युं हुआ? वास्तवमें तो आप सबकी दुआएं थी | ભારત જોડો યાત્રાનો વિચાર તમારા હૃદયમાં છે. તે એકબીજાને માન આપવા, એકબીજા પ્રત્યે સ્નેહ રાખવાની, એકબીજા પ્રત્યે હિંસક ન બનવાની અને કોઈની સામે અહંકાર ન કરવા વિશે છે.
અહીં આ સભામાં શિખ ભાઈઓની હાજરી છે. ગુરુ નાનકજીનું સમગ્ર જીવન આ વિશે હતું. "નમ્ર બનો, પ્રેમાળ બનો" મેં ગુરુ નાનકજીની ખૂબ જ પ્રખર યાત્રા વિશે વાંચ્યું. મેં તેમની યાત્રાની અમારી સાથેની સરખામણી વાંચી, અમારી યાત્રા કંઈ નથી. ગુરુ નાનકીજી સાઉદી અરેબિયા સુધી મક્કા ગયા. તે થાઈલેન્ડ અને શ્રીલંકા પણ ગયો હતા. આ દિગ્ગજોએ આપણો જન્મ થયો તે પહેલા ભારતને સ્વત્યાગ અને સમર્પણથી જોડો હતો. જેને આજે મોદીજી અને તેઓનીપાર્ટી વિ. નફરતથી તોડવા મેદાને પડયા છે. કર્ણાટકના બસવાજી અને કેરળના નારાયણ ગુરુ તેઓએ પ્રેમ અને કરુણાનો સંદેશ ફેલાવવા માટે ભારતના દરેક ખૂણે પ્રવાસ કર્યો હતો. આદિ શંકરાચાર્યે પણ એવું જ કર્યું હતું. ભારતના દરેક રાજ્યમાં આપણને જોવા મળશે કે મહાન લોકોએ એક થવા માટે યાત્રા કાઢી અને પ્રેમ અને શાંતિનો સંદેશ આપ્યો. ગાંધીજીની દાંડી કૂચના તાજેતરના ઉદાહરણો પણ આપણી પાસે છે. તેમાંથી દરેકે ફક્ત પોતાનાજ ધર્મ અને સંસ્કૃતિને જ નહીં પરંતુ અન્ય ધર્મોને પણ આદર અને સહિષ્ણુતા આપવાનો ઉપદેશ આપ્યો. બધા ધર્મો, બધી સંસ્કૃતિઓ અને ભાષાઓ પ્રત્યે આદર રાખો. હકીકતમાં તેઓ બધા સમાન છે.આપણા મુળભુત જીવનપધ્ધતિ પર ભારતમાં હુમલો થઈ રહ્યો છે. તે પણ રાષ્ટ્રપ્રેમના નામે!
સેમ પિત્રોડાજીએ કહ્યું કે તેઓ બાળપણમાં વિવિધ ધર્મ, ભાષા અને સંસ્કૃતિના લોકો સાથે મોટા થયા હતા. તેઓ બધા પડોશી હતા. આતો ભારતની જીવન જીવવાની પધ્ધતિની કરોડરજ્જુ છે. જેના પર દેશનો સામાજિક પરિમીડ ઉભો છે. જેના પર હુમલો થઈ રહ્યો છે.
ભારતની બીજી પરંપરા એ છે કે તમે ક્યારેય એવું વિચારતા નથી કે તમે બધું જાણો છો. વિશ્વ ખૂબ મોટું અને જટિલ છે જેને કોઈ એકલદોકલથી સંપૂર્ણ રીતે સમજી શકતું નથી. જો અમુક લોકો આવી બડાઇ મારતા હોય તો તે માનસિક રોગ છે. અમારી પાસે ભારતમાં લોકોનું એક જૂથ છે જેમને સંપૂર્ણ ખાતરી છે કે તેઓ બધું જ જાણે છે. મને લાગે છે કે તેઓ માને છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે. તેઓ ભગવાન સાથે બેસી શકે છે અને ભગવાનને સમજાવી શકે છે કે આ દેશમાંઆ બધું શું થઈ રહ્યું છે?
આપણા વડાપ્રધાન આવા જ એક નમુના છે. મને લાગે છે કે જો તમે મોદીજીને ભગવાનની બાજુમાં બેસાડશો તો તેઓ ભગવાનને સમજાવવાનું શરૂ કરશે કે બ્રહ્માંડ કેવી રીતે કાર્ય કરે છે. અને ખૂબ જ જલ્દી ભગવાન તેની દૈવી રચના વિશે મૂંઝવણમાં મુકાઇ જશે.! આ રમુજી વસ્તુઓ છે પરંતુ તે ખરેખર ચાલુ છે. આ લોકોનું એક જૂથ છે જે દાવો કરે છે કે તેઓ બધું સમજે છે. તેઓ વૈજ્ઞાનિકો સાથે બેસીને સમજાવી શકે છે કે તેમના માટે વિજ્ઞાન શું છે. તેઓ ઈતિહાસકારો પાસે જઈને તેમને ઈતિહાસ સમજાવી શકે છે. તેઓ સેનાને યુદ્ધ કેવી રીતે કરવું તે સમજાવે છે. અને વાયુસેનાને સલાહ આપે છે. વાસ્તવમાં તેઓ કંઈ સમજતા નથી.
જીવનમાં જો તમે કોઈની વાત સાંભળવા તૈયાર ન હોય તો તેનો અર્થ એ છે કે તમે કંઈપણ સમજી શકતા નથી. ભારત જોડો યાત્રામાંથી મને આ જ પાઠ મળ્યો છે. દરેક પાસેથી કંઈક શીખવા જેવું છે.. જ્યારે તમે વ્યક્તિને જુઓ છો, ત્યારે તમારે પ્રશંસા કરવી પડશે કે તેમની પાસે અનુભવ છે, તેમની પાસે જીવન છે, અને તેમણે વસ્તુઓ જોઈ છે અને કદાચ તમે તેમની પાસેથી ઘણું શીખી શકો છો. તમારે કાન ખોલીને સાંભળવું પડશે જેથી તમે શીખી શકશો. એ ભારતીય પરંપરા છે.
જો તમે આપણા દેશ પર નજર નાખો, તો તમે જોશો કે આપણો દેશ તેની પહેલા આવતા કોઈપણ વિચારને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતે ક્યારેય કોઈ વિચારને નકાર્યો નથી. ભારતમાં આવનાર દરેક વ્યક્તિનું ખુલ્લા હાથે સ્વાગત કરવામાં આવ્યું છે અને તેમના વિચારો ભારતમાં સમાઈ ગયા છે. એ જ ભારત છે જે આપણને ગમે છે. ભારત જે બાકીના વિશ્વનું સન્માન કરે છે. ભારત જે નમ્ર છે. ભારત જે સાંભળે છે, ભારત જે પ્રેમાળ છે. તે ભારત છે. જેનું તમે અહીં યુએસએમાં પ્રતિનિધિત્વ કરો છો. જો તમે આ મૂલ્યો સાથે સંમત ન હોત તો તમે અહીં કાયમી ધોરણે સ્થાયી થઇ શક્યા ન હોત.જો તમે ગુસ્સો, દ્વેષ, ઘમંડમાં માનતા હોય તો તમે ભાજપની સભામાં બેઠા હોત અને કોઇના મનની વાતત સાંભળતા હોત.
અમેરિકામાં ભારતીય ધ્વજ રાખવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમેરિકન લોકોને તે બતાવે છે કે ભારતીય હોવું એટલે શું? તેમનો આદર કરવો, તેમની સંસ્કૃતિનો આદર કરવો, તેમની પાસેથી શીખવું અને તેમને તમારી પાસેથી શીખવાની મંજૂરી આપવી.તમારા કાર્યોથી અમને બધાને ગૌરવ અપાવો. અમને લાગે છે કે તમે બધા અમારા દેશના રાજદૂત છો. જ્યારે અમેરિકન લોકો કહે છે કે ભારતીયો અત્યંત બુદ્ધિશાળી છે, તેઓ IT માં માસ્ટર છે, તેઓ આદરણીય છે. આ બધા વિચારો તમારી ક્રિયાઓ અને વર્તનમાંથી આવે છે. તેથી તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે મને આપેલી ઉર્જાથી હું થાકતો નથી. આભાર.
હવે પ્રશ્ન-જવાબ સત્ર. ભાજપની સભાઓમાં આવું ક્યારેય નહીં થાય.
(1) મહિલા સંગઠનના પ્રમુખ તરફથી- જો તમારી સરકાર 2024માં સત્તામાં આવશે તો સંસદમાં મહિલા અનામતના ક્વોટા અંગે તમારું શું વલણ હશે?
જવાબ-આર જી. અમારી પાર્ટી તેના માટે પ્રતિબદ્ધ છે. મારી વિચારસરણી મુજબ, મહિલા સુરક્ષા તેમના સશક્તિકરણ સાથે સંબંધિત છે.- અમે રાજકીય વ્યવસ્થા, વ્યવસાય અને શાસનમાં મહિલાઓની ભાગીદારી માટે મોટાપાયા પર માનસિકતા બનાવવા માંગીએ છીએ.
(2) તમિલ જૂથ - વિજ્ઞાન, રેશનાલીટી અને મુક્ત વિચારનું પ્રતિનિધિત્વ કરે છે- 2014 થી ભાજપ અને આરએસએસના વર્તમાન કેન્દ્રીય શાસકોએ દેશમાં એક ભાષા, એક સંસ્કૃતિ, એક પરંપરા અને ધર્મ લાદવાનો એજન્ડા શરૂ કર્યો છે. આપણો સંઘીય(Federal) દેશ છે. તે અંગે તમારો શું અભિપ્રાય છે?
આર જી- તમે જાણો છો કે ભારત એ રાજ્યોનું ઘટક સંઘ( Union of states) છે. તે આપણા ધર્મ, સંસ્કૃતિ અને ભાષાઓની તમામ વિવિધતાને સુરક્ષિત કરે છે. તમારી ભાષા તમિલ એ માત્ર ભાષા નથી, વાસ્તવમાં તે તમારા લોકોની જીવનશૈલી છે. અમે એક રાજકીય પક્ષ તરીકે અમારા દેશોની તમામ વિવિધતાને સમર્થન આપીએ છીએ અને વધારીએ છીએ.
(3) આંબેડકર કિંગ સ્ટડી સર્કલ- રાહુલજી, દેશમાં આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવા માટે તમારી રણનીતિ શું છે? માનવજાતનો ઇતિહાસ છે કે આ અસમાનતાઓ ફાસીવાદના બીજ પેદા કરે છે.
આર જી - અમે ભાજપ સરકારને જીવનના તમામ ક્ષેત્રોમાં લોકોના વાસ્તવિક પછાતપણાને સમજવા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવા વિનંતી કરી હતી. પરંતુ તેણે ધર્મોના આધારે જનતાના ધ્રુવીકરણ સિવાય કશું કર્યું નથી. જાતી આધારીત વસ્તીગણતરી અહેવાલની મદદથી આપણે રાષ્ટ્રીય સંસાધનોના વિતરણમાં ન્યાયી ભૂમિકા ભજવી શકીએ છીએ.
(4) મુસ્લિમ સમુદાય- આ સરકારે સમગ્ર મુસ્લિમ સમુદાયને ભારતના બીજા વર્ગના નાગરિક તરીકે હોંશીયામાં હડસેલી દીધો છે. કોઈપણ વ્યાજબી કાયદેસરના કારણોસર ઘણા મુસ્લિમ યુવાનોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. તમે સમગ્ર મુસ્લિમ સમુદાયને શું આશા આપો છો?
"नफरत के बाजार में महोबत की दुकान|"-આપણે તેની સામે લડવું પડશે- તેને પડકારવું પડશે- પ્રેમ અને સ્નેહથી લડવું પડશે- અમે અહીયાંપણ રાષ્ટ્રગીત 'જન મન ગણ'ને સર્વોચ્ચ સ્થાને મુકીએ છીએ.(ગ્રુપ ફોટામાં રાષ્ટ્રગીત ગવાય છે) ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નવી વાત સાથે ફરી–