એક રાષ્ટ્ર ,એક ભાષા અને એક ધર્મ= મજબુત રાષ્ટ્રીય એકતા
વિરુદ્ધ
વિવિધતા (Diversity) અને અનેકત્વ (Plurality)= મજબુત રાષ્ટ્રીય એકતા
રાષ્ટ્રીય એકતા નો આધાર શું? કેવી રીતે નક્કી કરીશું? તે નક્કી કરવા માટે ના પરિબળો ક્યાં ક્યાં?
ખરેખર આપણો દેશ એક રાષ્ટ્ર છે કે (મહા) ખંડ( Continent) છે? કાશ્મીરી ભારતીય અને કેરલા-તામિલનાડુના ભારતીય વચ્ચે કેટલી સામ્યતા અને કેટલી વિવિધતા?કાશ્મીરી ભાષા અને કેરળ-તામિલનાડુ ની ભાષા તેલુગૂ -મલયાલમ કઇ કઇ સામ્યતા છે? તેમની શરીર ની ચામડી નો રંગ, ઉંચાઈ ,ખોરાક ,પહેરવેશ, રહેણીકરણીમાં, કેટલી સામ્યતા છે ? આપણા દેશના પશ્ચિમ કિનારે રહેતો ગુજરાતી અને પૂર્વ દિશા નિવાસી આસામી,નાગાલેન્ડ અને બંગાલીબાબુ વચ્ચે કેટલી સામ્યતા? દેશના નાભિકેન્દ્ર માં વસતા હિંદીભાષી( Cow Belt) નાગરિકોને પેલા ઉત્તર- દક્ષિણ,પૂર્વ-પશ્ચિમ નાગરિકો સાથે કેટલી સામ્યતા? તે બધાના લોક ગીતો,રૂઢિ-રિવાજો,રહેણીકરણી કેટલી વિવિધતા અને કેટલી સામ્યતાઓ? દેશના 28 રાજ્યોમાં થી ક્યાં બે રાજ્યોનો રાજકીય કે ભૌગોલિક નકશો ચોરસ કે સમચોરસ છે?
એક બાજુ ઉત્તરે હિમાલય-નાગાધિરાજ અને દક્ષિણમાં ત્રણ સમુદ્રધૂનીથી બનેલું સેતબંધુ રામેશ્વર, એકબાજુ પૂર્વમાં આવેલ 500 ઇંચ સરેરાશ વરસાદવાળું ચેરાપૂંજી અને 5 ઇંચ વરસાદ પડે તો સંતુષ્ટ એવું કચ્છ અને રાજસ્થાનનું રણ.
ભારતમાં એક અમેરિકન સવારના નાસ્તા માટેની ફ્રેન્ચાઈઝ કુંપનીએ પોતાની સંશોધન ટીમ મોકલી કે આ દેશના નાગરિકો સવારે નાસ્તામાં સામાન્ય શું લે છે? પોતાની ફ્રેન્ચાઈઝનું માર્કેટ મળે કે કેમ? સંશોધનમાં તારણ નીક્ળ્યું કે દરેક ઘરનો નાસ્તો પડોશીના ઘરના નાસ્તા કરતાં જુદો હોય છે !
આ દેશના બગીચાનો માલિક દિલ્હીમાં બેઠા બેઠા નક્કી કરે કે " મારી હકૂમતમના બગીચામાં "ફક્ત આવતી કાલથી એક જ પ્રકારના છોડ ઉગશે. અને તેમાં "ભગવા" સિવાયના બીજા કોઈ રંગના ફૂલો ઉગશે જ નહીં." તો શું થાય!
આપણા પડોશી દેશમાં જઈને જુઓ તો ખરા કે જ્યાં આવા એક રંગવાળા છોડવા પોતાના બગીચામાં ઉગાડવા પ્રયત્નો છેલ્લા 70-75 વર્ષોથી કરે છે ત્યાં બગીચાને બદલે ફક્ત બાવળીયા જ ઉગે છે!
તેની સામે વિશ્વ ઓલ્મિકના 100 મીટરના ટ્રેક પર દોડનારા " ભારતનો ઉડતો શીખ " મિલખાસિંગ " કે પી.ટી ઉષા કે પછી ક્રિકેટના મેદાન પર સચિન ,સૌરભ , બેદી કે સિદ્ધુ ની સફળતા જોઈને આનંદ વિભોર બનનારા કાશ્મીરી, કેરાલિયન,અમદાવાદી કે મુંબઈગરા અને કલકત્તાના બાબુમાં એકજ સમાન આંનદની લહેરો વહે છે.આજની અમદાવાદની ક્રિકેટ ફાઇનલમાં ઓસ્ટ્રલિયા સામેની હારમાં દેશ ના ક્યાં ખૂણામાં દુઃખ નથી! આ ભારતીય વિવિધતામાં એકતા ના પ્રવાહો વહે છે.
હા! સમય સંજોગો અનુસાર " પેલી વિવિધતામાં એકતાના પ્રવાહોને રોકવાના પ્રયાસો થાય છે. કોઈવાર ધર્મને નામે, કોઇવાર પ્રદેશના નામે તો કોઈવાર ભાષા નામે. "નદીના વહેતા પાણીમાં લાકડી મારીને વિભાજન કરવાના પ્રયત્નો થતા રહ્યા છે. જે સમય ની દોડ માં અલ્પજીવી જ રહે છે."
પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે જ્યારે કોઈ સંગઠિત જૂથ અતિદ્વેષ પૂર્વક
"Malignancy" ધર્મ,જાતિ, પ્રદેશ કે ભાષા આધારિત સમાજના "અંખંડ પોત" ને વિભાજીત કરવા નફરત ફેલાવી કટિબદ્ધ થઈને મેદાને પડે છે ત્યારે સમાજના વિકાસ ની દોડ ફક્ત સ્થગિત જ નહીં પાછળ પણ જઈ શકે છે.
" पंछी, नदियां या पवन के झोके कोई सरहद इसे न रोक पायेगा "
मेरा भारत महान मगर वो भी विश्व के हर भारत जैसे देशों का एक भाग ही है | चलो सब मिलकर देश के भीतर और बाहर के अंधेरे मे भी चिराग की रौशनी नया वर्ष में फैलाओ | साल मुबारक |