મોદીજી!
"વોશિંગ્ટન અને નવી દિલ્હી પોતાના હિતો વહેંચે છે, લોકશાહી મૂલ્યો નહીં " 'લે-ડેનિયલ માર્કી -વોશિંગટન ડી સી -પત્રકાર " ફોરેન એફેર્સ".
અમેરિકાએ તારણ કાઢી લીધું છે કે ભારત સાથે બંને લોકશાહી મૂલ્યો ધરાવતા દેશો કરતાં એકબીજાના આર્થિક અને લશ્કરી હિતો માટે જ સંબંધ ધરાવતા દેશો છે તે સમજીને વ્યવહાર કરવો. બંને દેશના વડા જયારે એક બીજા ને મળે ત્યારે " गले लगाना -मिलना" ની ધાર્મિક વિધિ પતાવ્યા પછી અમેરિકન વડાએ શૉલોક બોલવો કે " હું વિશ્વની સૌથી મોટી લોકશાહી વસ્તી ધરાવતા દેશના વડા ને આવકારું છું" (the world's largest "democracy."). ભારત દેશના વડા એ જવાબમાં શૉલોક બોલવો કે "હું વિશ્વના સૌથી જુના લોકશાહી દેશના વડા ને આવકારું છું.("the world's oldest democracy" )
અમેરિકાની સરકાર અને તેની પરદેશી નીતિ ઘડનારાઓને આપણે છેતરી શકીશું નહીં. તમારે રાજ્યકર્તા તરીકે એટલું તો ઐતિહાસિક સત્ય તરીકે સ્વીકારવું પડશે કે તે દેશના આઝાદીના લડવૈયાઓએ સને 4થી જુલાઈ1776માં ઇંગ્લેન્ડ સામે બળવો કરીને સ્વતંત્રતા મેળવી હતી. આપણા દેશ કરતાં અમેરિકાએ 171 વર્ષ પહેલાં (Base year ) 1947 ગણી યે તો અને આજ થી ગણીએ તો (2024) 248 વર્ષ પહેલાં આઝાદી મેળવી હતી. તેને કારણે જ્ઞાન-વિજ્ઞાન અને રૅશનાલિટી નો ઉપયોગ(બાઇબલ તથા ઈસાઈ ધર્મનો બિલકુલ નહીં) જીવન ના દરેક ક્ષેત્ર માં કેવી રીતે કરવો અને તેમાં જગત જમાદારી કેવી રીતે ટકાવી રાખવી તે સિધ્ધ કરી લીધું છે.
અમેરિકન ટોચનું રાજકીય નેતૃત્વ આશરે સને 1940થી સમજી ગયું છે કે કેવી રીતે ગાંધીજી સહિત આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ લોકશાહી જીવન મૂલ્યોને નહીં પણ રાષ્ટ્રીય હિતો(nationalistic)અને હિંદુત્વવાદી જીવન મૂલ્યોને વરેલું છે.
અમેરિકાના 32માં રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ ( 1933-1945)યુદ્ધના સમયે બાર વર્ષ હોદ્દો ભોગવનાર વડાએ ગાંધીજીને બીજા વિશ્વયુદ્ધમાં સને 1942માં પત્ર લખીને જણાવ્યું હતું કે તમે આઝાદીની ચળવળના વાસ્તવિક નેતા છો (President Franklin Roosevelt wrote to Mohandas Gandhi, then the de facto leader of India's independence movement,) તમે "હિંદ છોડો "Quit India movement" શરુ ન કરશો. જપાનની રાજાશાહી, જર્મનીના હિટલર અને ઇટલીના મુસોલિની સરમુખત્યારશાહી સામે પશ્ચિમના લોકશાહી દેશોના યુદ્ધના ટેકામાં ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન પેદા કરી ને મદદ કરો. ઇંગ્લેન્ડ,એક દેશ તરીકે જર્મનીના હિટલર સામે જો બીજા વિશ્વ યુદ્ધ માં હારશે, તો તે હિટલરનું ગુલામ બનશે. તે સમયે ભારતની ગુલામીનો ફક્ત માલિક બદલાશે. જે હિટલર અકારણ ,પોતાના માનસિક સંતોષ ખાતર વિશ્વને પોતાની એડી નીચે ગુલામ બનાવી તારાજ કરવા નિકળયો છે તે શું ભારતને (ઇંગ્લેન્ડના સંસ્થાન ,વસાહત આર્થિક લૂંટના માધ્યમને)આઝાદી આપશે? "Our common interest in democracy and righteousness will enable your countrymen and mine to make common cause against a common enemy," U.S. President Franklin Roosevelt wrote to Mohandas Gandhi, then the de facto leader of India's independence movement, during World War II."
(3) વૈશ્વિક કટોકટીમાં ભારતના જે તે નેતૃત્વએ(ગાંધીજીએ) હમેશાં બીજા વિશ્વયુદ્ધ સમયે હિટલર, મુસોલિની અને આજે મોદીજીએ યુક્રેન વિરુદ્ધ રશિયાના આપખુદ પુતિનને ખુલ્લો ટેકો આપ્યો છે. બે દિવસ પહેલાં જ રશિયાની મોદીજીની મુલાકાત પછી યુનોમાં ભારતે રશિયાની તરફેણમાં મતદાનમાંથી ગેરહાજર રહીને યુક્રેન વિરુદ્ધ ટેકો આપ્યો છે. રશિયાની મુલાકાત દરમ્યાન પુતિનના લશ્કરે યુક્રેનના બાળકોની શાળા અને હોસ્પિટલ પર હવાઈ હુમલો કરીને ખુબજ મોટી ખુના - મરકી કરી હતી. જેનો વિરોધ મોદીજીએ ઑસ્ટ્રિયા(ઑસ્ટ્રેલિયા નહીં) ની મુલાકાત દરમ્યાન એક દિવસ રહીને કર્યો હતો.
(4) આપણા પડોશી દેશ મ્યાનમારમાં લોકમતથી ચૂંટાયેલી બહુમતી સરકારને તેના નેતા અંગ સૂકી ને જેલમાં મુકનાર લશ્કરી શાસનને મોદી સરકારે ટેકો આપ્યો છે. અને શસ્ત્રો વેચ્યા છે .
(5) આજથી દશ વર્ષ પહેલાં જ્યારથી નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા છે, ત્યારથી લોકશાહી દેશ તરીકે ભારત ની સ્થિતિ વધુને વધુ શંકાસ્પદ બની રહી છે. "વિશ્વની સૌથી મોટી લોકશાહી" એ તેની મુસ્લિમ લઘુમતી પર નિર્દેશિત હિંસામાં વધારો જોયો છે. તે લાખો મુસ્લિમ રહેવાસીઓની નાગરિકતા છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે. તે વૈશ્વિક મીડિયા અને પ્રેસ (Press)ને મૂંઝવી રહ્યો છે. માર્ચ 2024 માં, મોદીની પાર્ટીએ ભારતના સૌથી અગ્રણી વિપક્ષી રાજકારણીઓને સંસદમાંથી દૂર કર્યા હતા.
(6) યુનાઇટેડ સ્ટેટ્સ માટે, ભારત એશિયામાં એક વિશાળ, મુખ્ય શક્તિ છે જે નિર્ણાયક દરિયાઇ માર્ગો પર બેસે છે અને ચીન સાથે લાંબી, હરીફાઈ વાળી જમીન સરહદ વહેંચે છે. ભારત માટે, યુનાઇટેડ સ્ટેટ્સ અદ્યતન ટેકનોલોજી, શિક્ષણ અને રોકાણનો આકર્ષક સ્ત્રોત છે.
(7) નવી દિલ્હી હજુ પણ મોસ્કો સાથે ગાઢ સંબંધો ધરાવે છે, પરંતુ રશિયન શસ્ત્રોની અનિશ્ચિત ગુણવત્તા અને વિશ્વસનીયતા નો અર્થ એ છે કે ભારત તેના બદલે પશ્ચિમી દેશો પાસેથી શસ્ત્રો ખરીદવા માટે પહેલા કરતાં વધુ ખુલ્લું છે.
(8)અમે-અમેરિકાએ સમજી લીધું છે કે વૈશ્વિક લોકશાહીની લડાઈમાં ભારતને સાથી ગણવાને બદલે એ જોવું જોઈએ કે ભારત અનુકૂળતાનો સાથી છે. વોશિંગ્ટનએ ગુલાબી રંગના ચશ્મા દ્વારા નવી દિલ્હીને જોવામાં દાયકાઓ વિતાવ્યા છે તે જોતાં આ પરિવર્તન સરળ નહીં હોય. પરંતુ બંને પક્ષોને એ સમજવા માટે પ્રોત્સાહિત કરશે કે તેમનો સંબંધ આખરે વ્યવહારિક છે-અને તેમને વ્યવસાયમાં ઉતરવાની મંજૂરી આપશે.
ભાવાનુવાદ્ક- બીપિન શ્રોફ .
સૌજન્ય - Foreign Affairs. https://archive.ph/W6N5D
ભાગ -2 અને 3 હવે પછી.
--