From: Bipin Shroff <shroffbipin@gmail.com>
Date: Wed, Jul 24, 2024 at 7:26 PM
Subject: દેશમાં કેન્દ્ર અને બીજેપી શાસિત રાજ્યોમાં સરકારો
To: Bipin Shroff <shroffbipin@gmail.com>
દેશમાં કેન્દ્ર અને બીજેપી શાસિત રાજ્યોમાં સરકારો અને તેમનું પોલીસ તંત્ર જાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે "હિંદુ રાષ્ટ્ર "નો ઘોષિત કે અઘોષિત એજન્ડા અમલમાં મુકવાનો હોંય તે રીતે આયોજનબદ્ધ પ્રમાણે પગલાં લેવા માંડ્યાં છે.
તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુઝફરનગર શહેરના પોલીસવડાએ પોતાની સહી સિક્કા સાથે હુકમ બહાર પાડયો ( જે કામ જે તે સ્થાનિક નગરપાલિકા વી નું છે ) "કે સદર શહેરમાં જે રસ્તેથી 'કાવડિયા' પસાર થવાના હોય તે વિસ્તારમાં ખાન-પાણીની દુકાનો અને લારી ગલ્લાવાળાઓએ પોતે શાકાહારી કે માંસાહારી ખોરાક વેચે છે તેનું બોર્ડ લગાવવું,માલિકનું નામ નોકરોના નામ જાહેરમાં વાંચી -જોઈ શકાય તે રીતે મુકવા."
તરતજ બાજુના બીજેપી શાસિત રાજ્ય ઉત્તરાખણ્ડના મુખ્યમંત્રી એ પણ તેવી જાહેરાત પોતાના રાજ્યમાં કરી દીધી.
વિરોધ પક્ષ તથા બીજેપી પક્ષના કેટલાક સભ્યોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી કે તેનીથી જે તે રાજ્યો અને દેશની કોમી -એકતાને સંવાદિતા જોખમમાં મુકાશે.
તરતજ પ.બંગાળના ટીએમસી પક્ષના સાંસદ મહુવા મોહિત્રા,રાજકીય નિરીક્ષક અપૂર્વાનંદ અને આકાર પટેલે સર્વોચ્ચ અદાલતમાં તાત્કાલિક જાહેર હિતની અરજી સદર પોલીસ હુકમ સામે દાખલ કરી. (The Association for Protection of Civil Rights,Trinamool Congress MP Mahua Moitra, political commentator Apoorvanand Jha and columnist Aakar Patel were among those who filed petitions challenging the move.)
સર્વોચ્ચ અદાલતની ડિવિઝન બેન્ચના માનનીય ન્યાયાધીશ શ્રી ઋષિકેશ રોય અને એસ વી એન ભટ્ટી સાહેબ પાસે ચુકાદા માટે આવી.માનનીય ન્યાયાધીશ સાહેબોએ કેસની સુનવણી દરમ્યાન નીચે મુજબના નિરીક્ષણો કરીને પોલીસ કે જે તે રાજ્ય સરકારોના હુંકમને રદબાતલ કર્યો.
દુકાન, હોટેલ કે ખાણી-પીણીના લારીઓ-ગલ્લાઓને લાયસન્સ જે તે નગરપાલિકાનું લેવાનું હોય! પોલીસતંત્ર કાયદાકીય જોગવાઈ સિવાય કેવી રીતે આવી સત્તા જે કાયદાકીય રીતે પોતાની લેશ માત્ર નથી તેને પચાવી પડી શકે?(The Street Vendors Act, 2014, but the powers vested on the competent authority can not be usurped by the police without any formal order supported by law.)
આવી તમામ ખાણી -પીણીની દુકનો વી. શાકાહારી કે અન્ય જાતનું જમવાનું વેંચતા હોય તે બોર્ડ મૂકીને જણાવે. તેમાં પોતાન માલિક કે નોકરોના નામો જણાવવાના ના જ હોય! (must not be forced to disclose the names/ identities of the owners or employees.")
નામદાર કોર્ટે જણાવ્યું કે આપણે શું ઇચ્છીએ છીએ ? જમવાનું શાકાહારી છે કે નહીં? કાવડિયાના નામે રાજકીય હિત ધરાવનારા એવી તો અપેક્ષા ન રાખી શકે આ રસોઈ કરનારા કઇ જાતી કે ધર્મના છે કે પછી વાનગીમાં વપરાતું અનાજ, ચોખા-દાળ હિન્દૂ કે મુસ્લિમ કોના ખેતરમાં ઉગાડેલું છે? શું કાવડિયા પહેલીવાર કાવડ લઈને યાત્રા કરવા નીકળ્યા છે? આઝાદી પહેલાંથી આ યાત્રાઓ ચાલુ છે!Justice Roy asked: "What is actually the expectation of the yatris? They hope to take only vegetarian food, right? When somebody is giving vegetarian food, or the option of vegetarian food, do the kanwariy as expect the food to be cooked by those of a certain community or category? Are the kanwariy as expecting that the food must be grown by members of a particular community?"
શું પોલીસ તંત્ર અને સરકારોમાં પોતાની વિવેકશક્તિ ( does not serve any rational objective") પુરી થી ગઈ છે.
ઉગ્ર હિંદુત્વ અને હિન્દુરાષ્ટ્ર લાવવા માટે દેશના બંધારણના ચૂરેચુરા કરવા મેદાને પડેલા આ દેશને કઈ સદીમાં પાછો લઈ જવા માંગે છે!
સર્વોચ્ચ અદાલતે દેશના તમામ રાજ્ય સરકારો સામે આ કામ નહીં કરવા વચગાળાનો મનાઈ હુકમ આપ્યો છે.
બીજા અગત્યના સમાચાર માટેની માહિતી આવતી કાલે-મોદી સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આર એસ એસમાં ભાગ લેવાની પરવાનગી આપી દીધી છે.
સૌ - ઇન્ડિયન એક્સપ્રેસ તા. 23-07-24.
--
--