Friday, June 22, 2018

· હમીદ દલવાઇ (મુસ્લીમ સુધારાવાદી.૧૯૩૩– ૧૯૭૭)અપ્રસીદ્ધ,અને પ્રશંસારહીત માનવવાદી. ‘Hamid: unsung Humanist.

·        

 

·         હમીદ દલવાઇ (મુસ્લીમ સુધારાવાદી.૧૯૩૩– ૧૯૭૭)અપ્રસીદ્ધ,અને પ્રશંસારહીત માનવવાદી. 'Hamid: unsung Humanist.

·         ડોક્યુમેન્ટરી ફીલ્મ બનાવાઇ. –વર્ષા તોરગાલકર.

·           

·         તાજેતરમાં મહારાષ્ટ્રના પુના શહેરમાં અપ્રસીધ્ધ અને પ્રશંસારહીત એક જમાનાના મોટા મુસ્લીમ સુધારક અને માનવવાદી( હ્યુમેનીસ્ટ) હમીદ દલવાઇ પર એક કલાકની ડોક્યુમેન્ટરી ફીલ્મ બનાવાઇ છે. તેને ૧૭મી જુન અને રવીવારના રોજ પુનાના નેશનલ ફીલ્મ આર્કાઇઝ ઓફ ઇંડીયાના હોલમાં કોલેજના યુવાનો સમક્ષ બતાવવામાં આવી છે. આ ફીલ્મનું દીગ્દર્શન જ્યોતી સુભાષ અને ઓમકાર અચ્યુત બર્વેએ કર્યુ છે. જ્યારે તેમાં એકટર તરીકે નસરૂદ્દીન શાહ,  એકટ્રેસ તરીકે જ્યોતી સુભાષની દીકરી અમૃતા સુભાષ છે. આ ઉપરાંત ડૉ નરેન્દ્ર દાભોલકરના( જેઓનું ખુન રેશનાલીસ્ટ તરીકે ૨૦મી ઓગસ્ટે ૨૦૧૩માં થયું પુના શહેરમાં થયુ હતું ) દીકરા હમીદ દાભોલકરે પણ નસરૂદ્દીન સાથે આ ડોક્યુમેન્ટરીમાં કામ કર્યુ છે. ડૉ નરેન્દ્ર દાભોલકરે પોતાના મીત્ર, માર્ગદર્શક, અને ચીંતક હમીદ દલવાઇની યાદમાં પોતાના દીકરાનું નામ 'હમીદ' પાડયું હતું.

·          

·         આ ડોક્યુમેન્ટરીમાં બંને દીર્ગદર્શકોએ હમીદ દલવાઇની એક રૂઢીચુસ્ત મુસ્લીમ કુટુંબમાંથી ઉછરીને સને ૧૯૬૦થી – ૧૯૭૦સુધીના મોટા ગજના મુસ્લીમ સુધારાવાદી કેવી રીતે બન્યા તેની જીવન કથાનું નીરૂપણ કરેલું છે.

·              સને ૧૯૬૦ના એપ્રીલ માસમાં હમીદ દલવાઇએ ઇસ્લામ કાયદા પ્રમાણે પ્રવર્તમાન ત્રણ તલાકના કાયદા વીરૂધ્ધ એક જબ્બરજસ્ત રેલીનું મુંબઇ શહેરમાં આયોજન કરેલું હતું. આ કાયદામાં મુસ્લીમ પુરૂષને એક તરફી પોતાની પત્નીની સંમતી વીના લગ્નવીચ્છેદ કરવાનો જે અધીકાર હતો તેની વીરૂધ્ધ હમીદ દલવાઇએ સદર રેલીનું આયોજન કરેલું હતું. આ રેલીમાં મુસ્લીમ સમાજમાં પ્રવર્તમાન બહુપત્નીત્વની પ્રથા તેમજ નીકાહ હલાલાની વીરૂધ્ધ પણ પ્રચાર કરવામાં આવેલો હતો. ૬૦ –૭૦ના દાયકામાં હમીદ દલવાઇના મુસ્લીમ સમાજની પ્રવર્તમાન ત્રણ તલાક અને અન્ય કુરીવાજો સામે જે ચળવળ ઉપાડી હતી તેને દેશની સર્વોચ્ચ અદાલતે સને ૨૦૧૭માં ગેરબંધારણીય જાહેર કરી. આ ઉપરાંત મુસ્લીમ બહુપત્નીત્વ અને નીકાહ હલાલાની બંધારણીય કાયદેસરતા તપાસવાનું પણ સર્વોચ્ચ અદાલતે નક્કી કર્યું છે.

·         સુપ્રસીધ્ધ અને દાયકોથી જાણીતા મરાઠી નાટયકાર અને ફીલ્મએકટેર્સ અમૃતા સુભાષે હમીદ દલવાઇને મરણોત્તર એવોર્ડ આપતા એક સમારંભમાં હાજરી આપી હતી. તેણીને તે સમયે તેઓની કારકીર્દીનો પરીચય થતાં હમીદ દલવાઇ પર એક ડોક્યુમેન્ટરી ફીલ્મ બનાવવાનો વીચાર આવ્યો.

·          અમૃતા સુભાષ વધુમાં જણાવે છે કે તેણીનો ઉછેર એક સમાજવાદી કુટુંબમાં થયો હતો. જ્યાં હમીદ દલવાઇ અને અન્ય રેડીકલ હ્યુમેનીસ્ટ ચીંતકો વારંવાર આવતા હતા. હમીદ દલવાઇએ બે નવલકથા ઇંધન અને લાટ નામની લખી હતી.આ ઉપરાંત તેમણે ચીંતનશીલ પુસ્તકો જેવાકે  મુસ્લીમ પોલીટીક્સ ઇન સેક્યુલર ઇંડીયા, ભારતીયની દ્ર્ષ્ટીએ ઇસ્લામ, અને રાષ્ટ્રીય એકતા અને ભારતીય મુસલમાન. દલવાઇના આ બધા પુસ્તકો અમૃતા સુભાષ લખે છે કે તેણીએ કોલેજકાળના અભ્યાસકાળ દરમ્યાન જ વાંચી નાંખ્યા હતા.પરંતુ દલવાઇ ઉપર ડોક્યુમેન્ટરી ફીલ્મ બનાવતાં પહેલાં ફરી એકવાર આ બધાજ પુસ્તકોના લખાણો અને વીચારોમાં તરબોળ થઇ ગઇ.  આ બધા પુસ્તકોમાં રજુ કરેલા દલવાઇના રેશનલ વીચારો અમૃતા પર હાવી થઇ ગયા. તેમના લખાણોની સ્ટાઇલ એવી હતી કે વાંચકને આર્કષી જાય. કાયમી તેમનો ફેન બની જાય. મુસ્લીમ સ્રીઓ માટેની તેમના સમાજમાં સમાનતા માટેનો સંઘર્ષ અદ્રીતીય હતો.તેમના લખાણો ખરેખર બીલકુલ તર્કબધ્ધ ઉપરાંત અસાધારણ અને અપવાદરૂપ ગુણવત્તા ધરાવતા હતા.

·         આ ડોક્યુમેન્ટરીમાં નસરૂદ્દીન શાહ, અમૃતા સુભાષ અને હમીદ દાભોલકર જોનારાઓને હમીદ દલવાઇના કોંકણ પ્રદેશના રત્નાગીરી જીલ્લાના મીરજોરી નામના ગામડામાં લઇ જાય છે. આ ગામ દલવાઇનું જન્મ સ્થળ હતું. આ ડોક્યુમેન્ટરી બનાવનાર ત્રીપુટી દલવાઇના બાળપણ સાથે જોડાયેલી હકીકતો ઉપરાંત જે લોકો સાથે દલવાઇએ તે ગામમાં પોતાનું જીવન પસાર કરેલું તે બધાના ઇન્ટરવ્યુ ફીલ્મમાં મુકેલ છે. તેમાં હમીદના ભાઇ અને  કોંગ્રેસ પાર્ટીના સાંસદ હુસેન દલવાઇનો પણ ઇન્ટરવ્યુ છે.

·         અમૃતા સુભાષે આ ડૉક્યુમેન્ટરી બનાવવાનો નીર્ણય સમજાવતાં કહ્યું કે  અમારી ત્રીપુટીમાં નસરૂદ્દીન પોતે જ એક વીચારક અને રેશનાલીસ્ટ છે. દલવાઇની માફક તેનો પણ ઉછેર એક મુસ્લીમ રૂઢીચુસ્ત કુટુંબમાં થયો હતો. આ ડૉક્યુમેન્ટરીમાં નસરૂદ્દીન શાહની ભુમીકાને લીધે ઘણી લોકપ્રસીધ્ધી પ્રાપ્ત થઇ છે. હું અને હમીદ દાભોલકર સારી રીતે જાણીએ છીએ કે સામાજીક સભાનતા કેળવવા કલા એક સારામાં સારુ માધ્યમ છે. આ ઉપરાંત નરેન્દ્ર દાભોલકરે પોતાના સાથી હમીદ દલવાઇની સ્મૃતીમાં પોતાના દીકરાનું નામ હમીદ દાભોલકર રાખ્યુ હતું.

અમૃતાની ટીમે આશરે ૫૩ કલાકની સંવાદ આધારીત ડોક્યુમેન્ટરી બનાવી અને તેને આખરે એક કલાકની બનાવી દીધી. દલવાઇની જીંદગી એટલી બધી માહીતીસભર અને વૈવીધ્યપુર્ણ હતી કે તે બધાને અમે સમાવી શક્યા નહી તેનો અમને સૌને રંજ છે.

 તેમાં એક રસપ્રદ પ્રસંગ બન્યો હતો. હમીદ દલવાઇને આર એસ એસના બીજા સરસંચાલક એમ એસ ગોલવાલકર, જે ૫મી જુન ૧૯૭૩માં ગુજરી ગયા હતા, તેમની શોક સભામાં બોલવા માટે આમંત્રણ આપ્યું હતું. દલવાઇએ આર એસ એસની સંસ્થા તરીકે એ રીતે ટીકા કરી હતી કે આ સંસ્થાના મુલ્યો ભારતના બંધારણની વીરૂધ્ધના છે. "At the meeting, Dalwai criticised the RSS, saying its values are against the Constitution. એક કર્મનીષ્ઠે અચંબો પામીને પોતાનો મત જણાવતાં કહ્યું કે દલવાઇ જેવો માણસ આવું ધર્મનીરપેક્ષ, નાસ્તીક અને પ્રગતીશીલ વીચારો ધરાવનાર માણસનું  કુદરતી રીતે મૃત્યુ કેવી રીતે થાય! તેનું ખુન કેમ કરવામાં આવ્યું નથી?

અમૃતા સુભાષે ઘણાં બધામરાઠી નાટકો તેમજ ફીલ્મોમાં કામ કરેલ છે. તેણીએ હીંદી ફીલ્મો જેવીકે ફુંક,(૨૦૦૮) ઐયા,(૨૦૧૨) પદમાન (૨૦૧૮)માં કામ કરેલ છે. તેણી માટે ભલે હમીદ દલવાઇ ઉપરની ડોક્યુમેન્ટરી પ્રથમ હતીં પણ તેને ધમાકેદાર બનાવવામાં  સહેજ પણ મુશ્કેલી પડી નહતી. કારણ કે એક તો તેણીની ટીમ આધુનીક સોસીઅલ મીડીઆનો ભરપેટ ઉપયોગ કરનારા ટેકનો– સેવી યુવાનોની બનેલી હતી. બીજુ ખાસ તો  સમાજવાદી અને પ્રગતીશીલ મહારાષ્ટ્રના વીચારકોનો આ કામમાં સક્રીય ટેકો હતો. જેથી આ ડોક્ય્મેન્ટરી બનાવવામાં સરળતા રહી.

સને ૧૯૭૦માં હમીદ દલવાઇએ મુસ્લીમ સમાજમાં પોતાની ધાર્મીક સુધારાવાદી પ્રવૃત્તીઓ અસરકારક રીતે ફેલાવવા માટે 'મુસ્લીમ સત્યશોધક સભા' ની સ્થાપના કરી. નાગરીકોના જુદા જુદા ધર્મો પ્રમાણે ઐહીક દુનીયાના પ્રશ્નો જેવાકે લગ્ન વીચ્છેદ, ભરણપોષણ, વારસાઇ માટેના 'પર્સનલ લો' થી ઉકેલે છે તેને બદલે 'સમાન નાગરીક ધારો' ( યુનીફાર્મ સીવીલ કોડ') પસાર કરીને તેનાથી ઉકેલાય તેવો પ્રજામત રચવાના પ્રયત્નો  શરૂ કર્યા. હમીદભાઇના મૃત્યુ બાદ તેઓની પત્ની મહેરૂનીસ્સા દલવાઇએ પોતાના પતીની મુસ્લીમ સમાજ સુધારાની પ્રવૃત્તીઓ પોતાના (સને ૨૦૧૭ સુધી) મૃત્યુ તક ચાલુ રાખી હતી. હમીદભાઇ ૪૪ વર્ષની ઉમરે બંને કીડની ફેલ થતાં સને ૧૯૭૭માં અકાળે ગુજરી ગયા હતા. તેમના પત્ની મહેરૂનીસ્સાએ હમીદભાઇના બધાજ લખાણો અને અન્ય ચીજ વસ્તુઓ સાચવીને રાખી હતી. જે અમને સદર ફીલ્મ બનાવવામાં ઘણીજ કામમાં લાગી.

 ૧૭મી જુન ના રોજ રવીવારે નેશનલ ફીલ્મ આર્કાઇઝ ઓફ ઇંડીયાના હોલમાં  ટેકનોસેવી યુવાનોને ડોક્યુમેન્ટરી ખુબજ ગમી. હવે અમારો હેતુ મહારાષ્ટ્ર અને દેશના બીજા રાજ્યની કોલેજોના યુવાનો સમક્ષ આ ફીલ્મ પ્રદર્શીત કરવાનો છે. જેથી હમીદ દલાવઇના મુસ્લીમ સુધારાવાદી અને માનવવાદી વીચારોનો પ્રચારપ્રસાર કરવાનું માધ્યમ મળી રહે. તે રીતે તેમના માનવવાદી મુલ્યોનો પ્રચાર અને મુસ્લીમ સમાજમાં સુધારાવાદી પ્રવૃત્તી કરનારાઓને નૈતીક બળ મળી રહે!

 સૌ. સ્ક્રોલ.ઇન ની માહીતીની મદદથી.



--
Mailtrack Sender notified by
Mailtrack 06/22/18, 11:24:57 AM