Tuesday, March 26, 2019

રાફેલ વીામાનોનો સોદો


 

Logo with black stylised word "Rafale" against white background

શું રાફેલ લશ્કરી વીમાનનો કરાર આપણા દેશને ગાફેલ (ગફલત)માં નાંખી દેશે?

દેશનો ચોકીદાર ચોર છે. રાહુલ ગાંધી.

હું દેશનો ચોકીદાર છું. વડાપ્રધાન મોદી.

રાફેલનામનું લડાકુ વીમાન ફ્રાંસદેશના પાટનગર પેરીસમાં આવેલ દાસો( Dassault ) કુપની બનાવે છે.  ફ્રેન્ચ ભાષામાં તેનો ઉચ્ચાર 'દાસો' થાય છે. ગુજરાતીમાં ઘણા બધા દાસોલ્ટ ઉચ્ચાર કરે છે. દાસો કુંની સ્થાપનાને(સને ૧૯૨૯) નેવું વર્ષ થશે. સને ૨૦૧૮ની ૩૧મી ડીસેમ્બરે આ કુપનીમાં આશરે ૧૧૫૦૦ કર્મચારી નોકરી કરતા હતા. તે નાગરીક ઉડ્ડયન તથા લશ્કરી વીમાનો બનાવે છે. ઉપરાંત અવકાશમાં ઉપગ્રહો વી. ને લગતી કામગીરીનું ઉત્પાદન કરે છે.

૩૧મી ડીસેમ્બરે ૨૦૧૮ના જ તેનો ચોખ્ખો નફો આશરે ૬૮૦ મીલીયન યુરો હતો. –એક મીલીયન એટલે દસ લાખ. અને ડોલર પાઉન્ડ વી. માફક યુરો,યુરોપીયન યુનીયનના દેશોનું ચલણ છે. જેનો આજનો ભાવ તા. ૨૬મી માર્ચે એક યુરો બરાબર ભારતીય રૂપીયામાં ફક્ત ૭૭. ૮૭પૈસા થાય છે.જ્યારે એક અમેરીકન ડોલરની આજની કીંમત આશરે ૬૯/ રૂપીયા પુરા છે.

 દાસો કુંપનીએ સને ૧૯૮૧થી રાફેલ વીમાનો બનાવવાનું શરૂ કરેલ છે. આ કુપનીમાં ફ્રાંસની સરકારનું મુડી–શેર ફાળો આશરે ૫૦ ટકાની આસપાસ( દાસોની અન્ય સબસીડીયરી કુંપનીઓ સાથે) રહે છે. તેનો અર્થ સ્પસ્ટ છે કે દાસોના ખાસ કરીને રાફેલ જેવા લડાકુ વીમાનોના અન્ય દેશોની સરકારો સાથેના સોદા– કરારમાં ફ્રાંસની સરકારનો રોલ નીર્ણાયક ભુમીકા હોય છે. ફ્રાંસની સરકારોએ (ગમે તે પક્ષની સરકાર હોય તો પણ) અન્ય દેશોની સરકારો સાથે સોદા કરવામાં ઘણીવાર દાસો કુંના કાયદેસરના કરારોમાં રાફેલ વીમાન ખરીદનાર દેશોની નાણાંકીય ગેંરટર અને જામીન પણ બની છે. આવા સોદા ફ્રાંસની સરકારે ખાસ કરીને આફ્રીકા, દક્ષીણ અમેરીકા વી, દેશોમાં કરેલ છે. અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ જેવા સમૃધ્ધ દેશો દાસો કું એ ડીજીટલ, ઇલોકટ્રોનીક અન્ય નવી લશ્કરી વૈજ્ઞાનીક કરેલ શોધો માટેનું પોતાના એરોડ્રામનો મુક્ત ઉપયોગ એકબીજાની અનુકુળ શરતોએ કરવા દે છે. રાફેલ લડાકું વીમાનનું પહેલું નીદર્શન અમેરીકાના સ્વતંત્ર દીવસ ૪થી જુલાઇના રોજ સને ૧૯૮૬માં કરવામાં આવેલું હતું. અન્ય લશ્કરી વીમાનોની સરખામણીમાં તે એક જ રાફેલ ઘણા બધા કામો એકી સાથે કરી શકે છે. અંગ્રેજીમાં તેને Omnirole design Rafel તરીકે ઓળખવામાં આવેલ છે. ટોરનીડોના પવનની ઝડપ કરતાં અતીઝડપથી આવે છે("gust of wind" and "burst of fire") અને આંખના પલકારામાં વીસ્ફોટ કરીને પરત આવી જાય છે. આવો રાફેલનો ફ્રેંચ ભાષામાં અર્થ થાય છે.  

તાજેતરમાં સીરીયા દેશમાં અમેરીકાની પુરી સંમતીથી સીરીયાની કઠપુતલી સરકારે રાફેલ વીમાનોનો ઉપયોગ કરીને આતંકી તમામ જુથોનો સફાયો કરેલ છે. અત્યારસુધીમાં અફઘાનીસ્તાન, લીબીયા, માલી, ઇરાક અને સીરયા જેવા માનવ વીકાસના તમામ માપદંડોમાં અતીપછાત ગણાય તેવા દેશોએ પશ્ચીમના દેશોની મદદથી અને ખાસ કરીને અમેરીકાના સહકારથી આ બધા દેશમાં આતંકવાદી પ્રવૃતીનો સફાયો કરવા રાફેલ લડાકુ વીમાનોનો ઉપયોગ કર્યો છે.

બીજી એક અગત્યની હકીકત ભારત દેશના નાગરીક તરીકે આપણું હીત શેમાં છે તે ન ભુલવું જોઇએ. અમેરીકાએ જાતે પોતે સોવીયેત રશીયાના વીઘટન પછી અફઘાનીસ્તાનમાંથી રશીયાનો કાંટો કાઢવા માટે એક સમયના ખુબજ શક્તીશાળી ગણાતા આતંકવાદી બીનલાદેન જેને બીનલાદેન બનાવનાર અમેરીકાએ જ તેને અને તેના ઇસ્લામીક જુથ તાલેબાનને સર્વપ્રકારની લશ્કરી તાલીમ અને મદદ પુરી પાડી હતી. એશીયા– આફ્રીકાના પાકીસ્તાન અને ભારત સહીત તમામ દેશમાં આતંકવાદની ખેતી કરવા, ખાતર, પાણી, બીયારણ વી, અમેરીકા,ઇઝરાઇલ સહીત પશ્ચીમના દેશો આપે છે અને પછી તે તૈયાર થયેલ આતંકવાદી ફસલને લણવા માટે રાફેલ જેવા લડાકુ વીમાનો પણ તે બધા જ દેશોને પુરા પાડે છે. તેની સામે આપણા જેવા પડોશીની પરદેશ નીતી કેવી હોવી જોઇએ?

હવે આટલી પ્રાથમીક ભુમીકા પછી આપણા ચોકીદારે કરેલા સોદાની હકીકત તપાસીએ.

    (૧) આજદીન સુધીમાં દાસો અને ફ્રાંસની સરકારે જે રાફેલ વીમાનો જે તે દેશની સરકારોને વેચ્યા છે તેમાં કોઇ દલાલ કે વચોટીયો(અનીલ અંબાણી)છે જ નહી. રાફેલ, લડાકુ વીમાન હોવાથી કોઇપણ દેશની સરકાર જ તેનો સોદો પોતાના સંરક્ષણ માટે(નાગરીક ઉડ્ડયન માટે નહી)દાસો અને ફ્રાંસની સરકાર સાથે કરે છે. કોઇપણ સોદામાં ફ્રાંસની સરકારની સંપુર્ણ સામેલગીરી હોય છે.

     (૨) રાફેલ વીમાનના પચાસ ટકા સ્પેરપાર્ટસ દાસો પોતે બનાવે છે. બાકીના પચાસ ટકા સ્પેપાર્ટસ મુખ્ય ફ્રાંસની બે કંપનીઓની  અન્ય ૫૦૦ કુંપનીઓને બનાવવા આપે છે. અંદાજી તેમાં બીજા હજારો માણસો રોકાયેલા હોય છે.રાફેલના વીમાનનો એક પણ સ્પેરપાર્ટસ વીશ્વના કોઇપણ દેશમાંથી બની ને ફ્રાંસમાં આવતો નથી.

      (૩)દરેક વીમાનને તેના તમામ સ્પેરપાર્ટસ સાથે જોડીને તૈયાર કરતાં બે વર્ષનો સમયગાળો લાગે છે. દાસો કુંપની વર્ષમાં ફક્ત ૧૧ (અગીયાર) વીમાન જ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે.

      (૪) તાજેતરમાં ઇજીપ્તને ૮ રાફેલ એક સીટવાળા અને ૧૬ બે સીટવાળા મળીને કુલ ૨૪  વીમાનો આપેલ છે. તેની કુલ કીંમત યુરોના ચલણમાં ૬.૪ બીલીયન યુરો થાય છે. એક બીલીયન યુરો એટલે ૧૦૦ કરોડ યુરો. એક વીમાનની કીંમત વાંચનારને પોતાની થોડી તસ્દી લઇને ગણવા વીનંતી છે.

        (૫–અ) કોઇપણ દેશનું ઓડર પ્રમાણે વીમાન તૈયાર થઇ જતાં તેના પાયલોટને તમામ પ્રકારની અધ્યતન ટ્રેઇનીંગ રાફેલ બનાવતી ફ્રાંસની કુપંની દાસો પોતાને ત્યાં બોલાવીને આપે છે.

       (૫–બ્) મનમોહનસીંગની સરકાર સાથેનો  ૧૩૬ વીમાનનો સોદો કેન્સલ કરવા માટેના બે મહત્વના મુદ્દા હતા. એક દાસો કું કોઇપણ હીસાબે ભારતમાં આવીને હીન્દુસ્તાન એરોનોટીક કું (ભારત સરકારનું સાહસ)  સાથે રાફેલ વીમાનોનું ઉત્પાદન કરવા એટલા માટે તૈયાર નહતી કારણકે તે આવા વીમાનો બનાવવાની અતીમુશ્કેલ ટેકનોલોજીનું સ્થળાંતર કરવા માંગતી નહતી. બીજુ ભારતમાં પોતાના ચોખ્ખા નફાના ૫૦ ટકા નાણાં ભારતમાં સદર વીમાનોના રીપેરીંગ તથા લશ્કરી સંશોધન વી . માટે વાપરવા તૈયાર ન હતી.

        (૬) હવે આપણા દેશના ચોકીદારને આપણે ખુબજ નમ્રતાથી પુછી શકીએ ખરા કે ભાઇ.ચોકીદાર, અનીલ અંબાણી જે તાજેતરના દેશની સુપ્રીમ કોર્ટે એરીકસન કું ની તરફેણમાં આશરે ૫૦૦ કરોડનું હુકમનામું કરેલું હતું. તેના નાણાં છેલ્લી તારીખ સુધીના એક દીવસ પહેલાં ભરી શક્યા ન હતા. તે નાણાં તેઓના ભાઇ મુકેશ અંબાણીએ ભર્યા. આર્થીક રીતે આવી મજબુર સ્થીતમાંથી પસાર થનાર અનીલભાઇએ મોદીસરકારે દોસો સાથે સોદો કર્યો તેના સાત દીવસ પહેલાં એક કુંપની નામે રીલાયન્સ ડીફેન્સ લી.ની સ્થાપના કરી હતી. અને તેને દાસો કું કયા પ્રેમથી પોતાના નફામાં કમીશન આપવા રાજી થાય? શેના માટે?

        (૭) અનીલ અંબાણીની કુપનીએ દાસોની રાફેલ વીમાન બનાવવાની કુંપનીમાં ફ્રાંસમાં જઇને કયા પ્રકારની મેન્યુફેક્ચરીંગ, પ્રોસેસીંગ કે અન્ય ઉત્પાદનની પ્રક્રીયામાં ભાગ લેવાનો છે?

        (૮) મોદીજી, ચોકીદાર તરીકે પોતાની ઘણી બધી લાયકાતો બતાવીને દેશના  તમામ રાજકીય પક્ષોની સામે એક માત્ર મજબુત નેતા છે તેવું જોરદાર માર્કટીંગ કરે છે. તેઓને પુરા આદર સાથે વીન્રમતાથી પુછી શકીએ ખરા કે સાહેબ, આપના સંરક્ષણ જેવા અતીમહત્વની મીનીસ્ટ્રીની ઓફીસમાંથી રાફેલ વીમાનના સોદાની ફાઇલોની ચોરી થાય, અને સુપ્રીમ કોર્ટમાં આપની સરકારના એટોર્ની જનરલ એડવોકેટ વેણુગોપાલ તમારી સરકારના સોંગદનામામાં કબુલ કરે તો પછી પ્રજાએ તમને મોદીજી કેવી રીતે ઓળખવા?

(૯) તમે તો " હુંચોકીદાર છું" એ મુદ્દાને કારણવગર ગાઇવગાડીને જાણે પોતાની તરફેણનો મુદ્દો હોય એમ લોકો પાસે મુકી દીધો. બાકી રહ્યું હોય તમારા પ્રધાન મંડળના પ્રધાનોએ ' હું ચોકીદાર છુ' તે નામના લેબલ પોતાના નામની આગળ સોસીઅલ મીડીયામાં ગોઠવવા માંડયા છે. તમે પોતે ચોકીદારના મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દો બનાવીને ૨૫ લાખ ચોકીદારોને એકાએક કયા વીજાણું અને ઇલોકટ્રોનીક માધ્યમથી સંદેશો પહોંચાડવા ભેગા કરી શક્યા તે પણ સમજાતું નથી. કારણકે સોસાયટીના ગેટપર કે કારખાનાના દરવાજે ૧૦ થી ૧૨ કલાક  નોકરી કરતા ચોકીદારની જીંદગીમાં તમારી આ બધી પ્રવૃતીઓથી કોને લાભ થવાનો છે? આમાંથી કોની શોભા કે આબરૂ વધે છે તે પણ સમજાતું નથી? 

--