Tuesday, March 31, 2020

Govt denies reports claiming 21-day lock down over corona virus will be extended call them baseless.

Govt denies reports claiming 21-day lock down over  corona virus will be  extended call them baseless.  સૌ. એનડીટીવી  બ્રેકીંગ ન્યુઝ.૧૧–૦૦ વાગે સવારે. તા. ૩૦–૦૩–૨૦.

દેશની સત્ય આધારીત સમાચાર તૈયાર કરી પ્રસાર કરવા માટે ( ફેક ન્યુઝ માટે નહી) વીશ્વભરમાં વીશ્વાસનીય  પ્રજામત પેદા કરેલ એનડીટીવી સંસ્થાએ ઉપર મુજબ સમાચાર બ્રેકીંગ ન્યુઝ તરીકે આપ્યા છે. શું સમાચાર છે?  મોદી સરકારે જાહેરાત કરી છે કે  ૨૧ દીવસના લોકડાઉન પછી પણ લોકડાઉનનો પીરીયડ ચાલુ રહેશે તે સમાચાર પાયાવીહીન છે. બેઝ લેસ છે.

મોદીજી,તમારા પર અને તમારી સરકાર પણ કોણ વીશ્વાસ રાખશે? ' જનતા કરફ્યુ' ની જાહેરાત પછી ૨૧ દીવસના લોકડાઉનની જાહેરાત તમે સીધી કે આડકતરી રીતે પ્રજાને ગંભીર કટોકટી માટે તૈયાર કરવા જણાવ્યું હોત, તે અંગે પુરતો સમય આપ્યો હોત, તો દેશ પર કોઇ ઉપરથી આસમાન તુટી પડત નહી. જે આસમાની–સુલતાની તો તમે દેશની સને ૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે ૩૭ટકા સ્થળાંતરીત મજુરો ( Migrant Labours) એટલે આશરે ૪૫ કરોડ ઉપરની વસ્તીની કરી દીધી છે.  " Massive evacuation operation on as migrants head out of Delhi." સૌ. ટા.ઓફ. ઇંડીયા તા.૨૯માર્ચનું પ્રથમ પાનાનું મથાળું.

તમારી પાસે વ્યક્તિગત અને તમારા પ્રધાન મંડળના સભ્યો પાસે માનવ હ્રદય અને તે હ્રદયમાં બાકી રહેલી માનવસંવેદના બચી હોય તો તમે દીલ્હીના પેલા વસંતવીહાર જેવા દેશમાંના અનેક વીસ્તારોમાંના ઘરની સર્વે ઘરવખરી બાલબચ્ચા સાથે માથે મુકીને બેબસ નીરાધાર માનવોથી ઉભરાતા 'ઘોડાપુર' ને જોઇ શકો છો ખરા? અમારાથી તે દ્રશ્યો જોઇ શકાતા જ નથી.

' મન કી બાત' જે હંમેશાં એક તરફી જ હોય છે તેમાં માંગેલી માફીથી પેલા લાખો લોકોને માથે જે આભફાટી ગયાં કરતાં પણ વધારે મુસીબતો તુટી પડી છે તેનો એક ટકાના પણ એકસોમાં ભાગ જેટલોય અહેસાસ પણ અમને નાગરીકોને તમારા અને તમારા પ્રધાનમંડળની વર્તણુકમાં દેખાતો નથી. આપશ્રીને પુછી શકીએ ખરા કે નહી જ્યારે ૨૧ દીવસનો લોકડાઉનનો નીર્ણય દેશના ભલા માટે કરતા હતા તે પહેલાં પ્રધાન મંડળની બેઠક મલી હતી ખરી? તેમાં આપના શ્રમ મંત્રાલય અને માનવસંશાધન મંત્રાલય તરફથી સ્થળાંતરીત મજુરોના મુદ્દે કોઇ રજુઆત થઇ હતી ખરી? તેની નોંધ છે ખરી? રાષ્ટ્રના હીતમાં માહીતી આપવા વીનંતી છે. ખરેખર કેવી માહીતી રજુ કરી હતી? આપનો લોકડાઉનનો નીર્ણય શું તેને આધારે કરવામાં આવ્યો છે?

તમારા નાણાંમંત્રીએ આ કટોકટીમાં રાહત આપવા જે નાણાંકીય મદદોની જાહેરાત કરી છે, દેશપર પેદા થયેલ સંકટનો સામનો કરવા માટે તે એક મગફળીના દાણા કરતાંય પણ ઓછી છે તેવું ગઇકાલના ટાઇમ્સ ઓફ ઇંડીયામાં વડીલ પત્રકાર શ્રી સ્વામીનાથન એસ. અંકલેશ્વરીઆ ઐયરે કરી છે. અંગ્રેજીમાં તેનું મથાળુ આ હતું.see Page no. 10. " Relief package Is peanut. India needs to triple it." લેખના આકલન મુજબ નાણાંમંત્રીની જાહેરાતની કુલ રકમ દેશના જીડીપીના કુલ બે ટકા જેટલી પણ નથી. સામે પક્ષે અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ અને આપણા દેશના પરમ મીત્ર ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના અર્થતંત્રની જીડીપીના ૧૫ ટકાની રકમનું પેકેટ અઅ કટોકટીને પહોંચી વળવા જાહેર કર્યું છે.

 

માનનીય પ્રધાનમંત્રીજી, આપશ્રીને પ્રજા તરીકે અમારી બે નમ્ર હ્રદયપુર્વકની વીનંતી છે.

(૧) બહુ સ્પષ્ટ રીતે પ્રજા જોગ જાહેર કરી દો કે તારીખ ૧૪મી એપ્રીલ પછી આ કોરાના વાયરસ સંક્રમણથી પેદા થયેલ રાષ્ટ્રીય કટોકટીનો મુકાબલો કરવા  આપના પ્રધાન મંડળ અને આપશ્રીની કેવી નીતી હશે? હજુ આપને વીગતે ચર્ચા કરવાનો પુરતો સમય છે. તા– ૧૪મી એપ્રીલ આવે તે પહેલાં જાહેર કરી દો.

(૨) ભારતના નાગરીકો પણ સમજી ગયા છે કે આ કટોકટીનો સહેલાઇથી અને ટુંકાગાળાનો કોઇ ઉપાય આપની સરકાર અને વીશ્વના કોઇ દેશ પાસે નથી. તેથી નજ્કના ભવીષ્યમાં કોઇ જાદુઇ ચીરાગની મદદથી તે ઉકેલાવાનો નથી જ. માટે આ મહામારી જેમ વૈશ્વીક છે. તેથી જેમ વીશ્વનો કોઇ દેશ કે તેનો ખુણો બાકી રહ્યો નથી; તેવીજ રીતે તેની વીઘાતક અસરોથી દેશનો કોઇ ખુણો બાકી રહેવાનો નથી. માટે રાષ્ટ્રના નાગરીકોના માનવીય અને સુખાકારીના હીતમાં આપના પક્ષીય પ્રધાન મંડળને બદલે સમગ્ર રાષ્ટ્રીય પ્રધાનમંડળ અને સરકાર ( NATIONAL Government & National Ministry) ની તાત્કાલીક રચના કરો. જેમાં સર્વ–પક્ષીય ઉપરાંત જુદા જુદા સંબંધીત ધરાવતા સમાજના ક્ષેત્રૌ જેવાકે અર્થતંત્ર, રાજયતંત્ર, શિક્ષણ, આરોગ્ય, તબીબી વીજ્ઞાન, સાહીત્ય, પરદેશી સંબંધો, વિશ્વ આરોગ્ય સંસ્થાના નીષ્ણાતો, સીને કલાકારો, કાયદાવિદ્,અને ઉધ્યોપતીઓ, વગેરે તેમજ આ ક્ષેત્રના સંબંધીત વૈજ્ઞાનીકો તેવા અનેક મહાનુભાવોનું આ પ્રધાન મંડળ બનાવો. માનનીય વડાપ્રધાન શ્રી, આપશ્રી, આ સમસ્યા હવે રાષ્ટ્રીય બની ગઇ છે કોઇ પક્ષની કે તેના નેતાની રહી નથી. તેથી તેના ઉકેલ માટેના સહકારનો વ્યાપ પણ  નમ્રપણે રાષ્ટ્રીય બનાવી દો.

કોરોનાની અસરો જેમ દીલ્હીમાં એક રાજ્ય તરીકે છે તેમ દેશના એક એક રાજ્ય, જીલ્લા, તાલુકા અને ગ્રામ્યકક્ષાએ પણ ખુબજ ઝડપથી ફેલાતી જવાની છે. હવે તો લોકડાઉન પછી જે સર્વહારાઓ કે વંચીતોના સમુહોઓના ઘોડાપુર સમગ્ર દેશના ગ્રામીણ અને અર્ધ કે ઓછા વીકસીત કસબાઓને પણ તેની આગમાં ભરખી જશે. માટે જેમ દેશની કક્ષાએ નેશનલ સરકાર પણ પક્ષીય સરકાર નહી તેમ દરેક રાજ્ય, જીલ્લા અને સ્થાનીક કક્ષાએ ' કોરોના સંઘર્ષ સામે પ્રજા મંડળો ' ની રચના સ્તવરે કરો . રાષ્ટ્રીય સરકારોની માફક લોકભાગીદારીવાળા સંગઠનો બનાવો. કોરોના સંક્રમણનું યુધ્ધ દેશની સરહદો પર લડાતું નથી. તેને આપણી શેરીઓ, મહોલ્લાઓ અને ઘરોમાં ખુબજ  ખુબજ લાંબા લાંબા સમય સુધી મારે, તમારે, દેશ અને દુનીયાએ  લડવાનું છે. કોઇ ટુંકો રસ્તો ૨૧મી સદીના બીજા દાયકાના અંત સમયે નીકળવાનો નથી જ.

 કેમ? કારણકે  હજારો વર્ષોથી આપણી સમગ્ર માનવજાત એક સમુહ જીવનારી જૈવીક એકમ (Species) તરીકે પોતાનું અસ્તીત્વ ટકાવીને ૨૧મી સદી પહોંચી છે. આ સમયે મને મહાન ગ્રીક તત્વજ્ઞાની અને વૈશ્વીક તત્વજ્ઞાનનો પીતામહ એરીસ્ટોટલનું એક સદબહાર વાક્ય યાદ આવે છે." The man is the gregarious animal."  માનવી જૈવીક રીતે જ સમુહમાં જીવનારૂ પ્રાણી છે. હવે જો કોરાના વાયરસે આપણને જનતા કરફ્યુ કે લોકડાઉન સીવાય તો તમે જીવવાનું શરૂ કર્યા આપણે ગયા!. હે! માનવજાત તું તૈયાર થવા માંડ! શેના માટે? કોરોનાથી બચી ગયેલા માનવી માટેની સમુહ કે ટોળા સીવાયની નવી સમાજવ્યવસ્થાની રચના કરવા માટે!

 બોલો , માનનીય વડાપ્રધાનજી, ભલે ગઇકાલ સુધી આપણે એકબીજાને હીંદુ, મુસ્લીમ, ઇસાઇ તરીકે ઓળખતા આવ્યા છે કોરોના વાયરસ કહે છે જે જુનુ ભુલતા નથી અને નવાપડકારો માટે નાના નાના વાડામાં વહેંચાઇ ગયા છે તે બધાનું સર્વસ્વ નાશ કરવા અમારો મોરચો ચોવીસ કલાક અને સાતેય દીવસ ((24x7) તૈયાર છે. પસંદગી મોદી સાહેબ! આપની પાસે છે. દેશને કયો માર્ગ બતાવો છો. નવા માર્ગમાં સફળ થાઓ માટે શુભેચ્છા.


--

કોરાના વાયરસ ફેલાવામાં ધાર્મિક અંધશ્રધ્ધાઓનો ફાળો–


કોરાના વાયરસ ફેલાવામાં ધાર્મિક અંધશ્રધ્ધાઓનો ફાળો–

(૧) દક્ષિણ કોરીયા દેશમાં આ વાયરસના ફેલાવામાં ધાર્મીક અંધશ્રધ્ધાએ જે ભાગ ભજવ્યો છે તે જોઇએ.

દક્ષિણ કોરીયાની રાજધાની સીઓલની નજીક આવેલા ગ્યેઓનગી નામના શહેરમાં ' રીવર ગ્રેસ કોમ્યુનીટી' નામના ચર્ચમાં તારિખ ૧લી અને ૮ મી માર્ચે તેના પાદરીએ ( the pastor ધર્મઉપદેશક ) પોતાના ભક્તો સાથે શું કર્યુ તે સમજીએ! બંને રવિવારના દિવસોએ આશરે ૧૦૦ માણસોને દરેકને પોતાનું મોઢું ખોલાવીને ચમચી વડે મીઠાનું પાણી નાંખ્યું હતું .આવું પરોપકારી કામ કરવા માટે(!) આ સાહેબે જે તે એક જ ચમચીનો ઉપયોગ, ધોયા કે સાફ કર્યા વિના કર્યો હતો. પાદરી પોતાના ભક્તોમાં એવી શ્રધ્ધા (ખરેખર અંધશ્રધ્ધા) ફેલાવી શક્યો હતો કે આવું મીઠાવાળુ પાણી તે પણ ધર્મગુરૂના હાથની એકજ ચમચીથી પી જશો તો કોરાના વાયરસની મહામારીમાંથી બચી જશો.ભક્તોમાં પ્રથમ તબક્કે તા–૯મી માર્ચના રોજ તપાસ કરતાં ૪૬ ભક્તોમાં કોરાના વાયરસ પોઝીટીવ ફેલાઇ ચુક્યું હતું. વધારામાં પેલો પાદરી (દેવનો પ્રતિનિધી)અને તેની પત્ની પણ રોગના ભરડામાંથી બચી શક્યા નહતા. શરૂઆતને તબક્કે ચીન પછી જો કોઇ દેશને સૌથી વધારે કોરાના વાયરસની અસર થઇ હોય તો તે દક્ષીણ કોરીયાને થઇ હતી. સદર હકીકતની માહિતી તે પ્રાંતના ગવર્નર શ્રી લિ હિ યંગ(Lee Hee-young, head of Gyeonggi Province's coronavirus task force.) મિડિયાને આપી હતી.સદર ચર્ચના રજીસ્ટરમાંથી લીસ્ટને આધારે બધા જ ભક્તોના લોહીને તપાસવામાં આવ્યા હતા. આખરે તે ચર્ચને તાળુ મારી દેવામાં આવ્યું હતું. ( સૌ. This Week in Asia)

(૨) કેવી રીતે મલેશિયામાં ઇસ્લામી પંથ 'તબલીઘ' જમાત (tabligh) સમુહે પોતાના સહપંથીઓમાં કોરાના વાયરસ ફેલાયો? મલેશિયાની રાજધાની કુલાલ્મપુરના પરિશરમાં( આઉટસ્કર્ટસ)માં આવેલ સ્રી પેતાલીંગ મસ્જીદમાં તબલીઘ ઇસ્લામી પંથે પોતાના પંથના પ્રચાર માટે ત્રણ દિવસનું સમુહ મિલન ફેબ્રુઆરી મહિનામાં રાખ્યું હતું. આશરે ૧૬૦૦૦ કરતાં વધારે માનવસમુહ ત્યાં એકત્ર થયો હતો. હજારો માણસોએ ત્યાં સમુહ પ્રાર્થના, ભોજન તેમજ પંથના પ્રચારના હેતુ માટે આજુબાજુના વિસ્તારોમાં ઘરે ઘર જઇને પ્રચાર કર્યો. સુવાથી માંડીને તમામ દૈનીક ક્રિયાઓ પણ તે સ્થળ પર થઇ શકે તેવું આયોજન કરેલું હતું. મલેશિયા દેશમાં કોરાના વાયરસના પચાસ ટકા દર્દીઓ તે સમુહ મિલનના ચેપથી ફેલાઇ ગયા. તદ્રઉપરાંત મ્યનમાર,સીંગાપુર, કમ્બોડિયા અને થાઇલેંડથી આવેલા તબલીઘ પંથીઓમાં ફેલાઇ ગયો. જેના દ્રારા તે બધા દેશોમાં આ વાયરસ પ્રસરી ગયું. બાજુના પડોશી દેશ ઇન્ડોનેશીયામાં આ પંથના ૯૦૦૦ અનુયાઇઓ એકત્ર થવાના હતા. સ્થાનીક ઇન્ડોનીયન સરકારે પરવાનગી ન આપી. તેની અવગણના કરીને મલેશિયાની માફક તબલીઘ પંથીઓએ પોતાની આ ત્હેવાર જે ' ઇજતિમા' (IJTIMA) ઓળખાય છે તેનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. ગમે તે કારણોસર છેલ્લી ઘડીએ તે બંધ રાખવામાં આવ્યું હતું. ( સૌ. This Week in Asia).

શું ખરેખર કોરાના વાયરસ લોકો અને તે બધાની ધાર્મીક શ્રધ્ધા વચ્ચે દિવાલ બનીને ઉભું થઇ ગયું છે? ( સૌ. બી બી સી વર્લ્ડ સર્વીસ તા. ૧૦–૦૩–૨૦. "કોરાના વાયરસ ખરેખર વેશ્વીક મહામારી બની ગયો છે."

વૈશ્વીક કક્ષાએ લગભગ બધા જ ધર્મોના અનુઆઇઓ એ કોરાના વાયરસના જીવંત સંપર્કમાં આવે તેવી સદીઓ પુરાણી રૂઢીમાં ફેરફાર કરવા માંડયો છે. દા.ત હાથ મિલાવવાને બદલે નમસ્કાર.ચર્ચો, મસ્જીદો, મંદિરો, યહુદીઓના દેવળો ( સિનેગોગ), તે બધા સદીઓ જુની પોતાની રૂઢીઓ અને પરંપરાઓ કોરાના વાયરસ પોતાના ભક્તોમાં ન ફેલાય માટે તેમાં મોટા અને મુળભુત ફેરફાર કરી રહ્યા છે. ભક્તોમાં ઇશ્વર પ્રાપ્તીના માધ્યમ તરીકે અને ધર્મગુરૂઓએ તે માટે બનાવેલી રૂઢીઓમાં ફેરફાર કરવાથી પેલા ઉપરવાલા ' ગોડ, અલ્લાહ, ઇશ્વર' વિ સમજશે કે કેમ તે માટે શંકા આશંકાઓ પેદા થઇ ગઇ છે. શું બદલાયેલી રૂઢીઓથી તેમનું આધ્યાત્મિક જોડાણ તુટી તો નહી જાય ને?

ખ્રીસ્તી ધર્મ–

(૧) ઇટલીમાં આવેલ વેટીકન સીટીના ખ્રીસ્તી ધર્મના વડા પોપ ફ્રાન્સીસ દર રવિવારને દિવસે મોટી સંખ્યામાં લોકો એકત્ર ન થાય માટે ઓન લાઇન ટીવી પર દેખાવાનું નક્કી કરી દીધું છે.

(૨) પૃથ્વીના બધાજ ખંડોમાં ફેલાયેલા ખ્રીસ્તી ધર્મના પાદરીઓએ દર રવિવારે સવારે સમુહ પ્રાર્થના(MASS) માટે એકત્ર થનારા માટે વાયરસનું સંક્રમણ ફેલાતું રોકવા માટે મોઢામાં બ્રેડનો ટુકડો મુકવાને બદલે હાથમાં વેફરનો ટુકડો મુકવાનું નક્કી કર્યું છે. હાથમાં પ્રભુ પ્યાલીમાં (have stopped giving wine in the communal chalice) એટલે કે વાઇન મુકવાનું પણ બંધ કર્યું છે. ઘણાબધા ભક્તોને પોતાની ગોડ સાથેની નિજીતા ગુમાવી (sense of loss.) દિધી છે તેવો સતત અહેસાસ થાય છે, કારણકે આવા ઉપદેશોતો પાદરીઓએ જ આપેલા હતા ને!

(૩) અમેરિકાની રાજધાની વોશીંગ્ટન ડી સી માં આવેલ જ્યોર્જટાઉન ચર્ચના પાદરીએ આશરે ૫૫૦ માણસોને ભેગા કરી સમુહ માસ રાખવાને કારણે  પોતાની જાતને આ વાયરસનો પહેલો શિકાર બનાવ્યો હતો.

ઇસ્લામ–

§  (૧) વિશ્વભરના મુસલમાનો માટે સૌથી શ્રૈષ્ઠ આસ્થાના સ્થળ ' ગ્રાન્ડ મોસ્ક ઇન મક્કા' જ્યાં લાખો મુસ્લીમો યાત્રાએ આવતા હતા તેની સંખ્યામાં ખુબજ મોટો નાટયાત્મક ઘટાડો આવી ગયો છે. મસ્જીદના બરાબર કેન્દ્રમાં આવેલા પવિત્ર કાબાના સ્થળમાં લોકો તેને સ્પર્શ ન કરે માટે સાંકળોની વાડ બાંધી દીધી છે.  પ્રતિવર્ષે ' ઉમરાહ ' કરવા( વર્ષ દરમ્યાન ગમે ત્યારે આવી શકાય) માટે ૮૦ લાખ યાત્રીઓ મક્કા– મદિનામાં આવે છે. તેના પર સાઉદી એરેબીયાની સરકારે કોરોના વાયરસના સંક્રમણથી બચવા સંપુર્ણ પ્રતિબંધ મુકી દીધો છે. નાઇજીરીયા દેશના ટ્રાવેલ એજન્ટની ચિંતા છે કે જો આ પ્રતિબંધ રમઝાન અને હજના સમય સુધી ચાલુ રહેશે તો અમારા ધર્મની પ્રજા ઘણી નિરાશ થઇ જશે. હજુ ઘણા મુસ્લીમ ભક્તોને એવી સંપુર્ણ શ્રધ્ધા છે કે અમારા આ બંને મક્કા– મદિનાના પવિત્ર સ્થળો પાસે એવી દૈવી સત્તા ( ડીવાઇન પાવર) છે. જે આ વૈશ્વીક મહામારીને દુર કરી દેશે અને તેનાથી અસરગ્રસ્ત લોકોને બચાવી લેશે.( વીશ્વભરના તમામ ધર્મોની દૈવી સત્તા કે ઇશ્વરી સત્તા પોતાના ભક્તોને આટલી મોટી મહામારીનો ભોગ બનતા કેમ બચાવી શકી નહી તેનો જવાબ આ બધા ભક્તો પાસે નથી.)   પાકિસ્તાનમાં ઇરાનથી જાત્રા કરીને આવેલા નાગરિકો કોરાના વાયરસના પોઝેટીવ રિપોર્ટ લઇને આવ્યા છે. ઘણાબધા ભાઇઓ હવે મસ્જીદમાં નમાજ પડીને હાથ મિલાવવાને બદલે એક બીજાના પગને સ્પર્શ કરે છે. એક બીજાને ' શેક હેન્ડઝ' કરવાને બદલે બંધ વાળેલી મુઠીથી એક બીજાને સ્પર્શ કરે છે. ઇરાનમાં કોઇપણ ધાર્મીક સ્થાનને જીભથી સ્પર્શ કરવા માટે અથવા અને ચુંબન કરવાના કાર્યને ફોજદારી ગુનો ગણીને સજા કરવાનું શરૂ થઇ ગયું છે. વાહ! કોરોના વાયરસની બલિહારી! ગઇકાલની સદીઓ જુની પવિત્ર ગણાતી રૂઢી હવે ફોજદારી ગુનો બની ગઇ!.( Saudi Arabia suspends entry for pilgrims visiting holy sites. .Coronavirus: Iran holy-shrine-lickers face prison.)

 

હિંદુ ધર્મ– માટે બીબીસી એ ફક્ત બે જ લીટીઓ લખી છે. લોકોએ હોળીનો ત્હેવાર પ્રમાણમાં ઘણી સાદાઇથી ઉજવ્યો છે. પણ કોરોના વાયરસની અસરમાંથી બચવા માટે લોકોને ગૌ મુત્ર પીવાનું ધાર્મીક ગુરૂઓ તરફથી કહેવામાં આવે છે.

 યહુદી ધર્મ– ઇઝરાઇલના યુહદી ધર્મના વડા રબી ડેવીડ લાઉ પોતાના હોદ્દાની રૂએ જાહેરાત કરી છે કે લોકોએ પોતાના ઘરની બહાર ખીંટીપર લગાવેલ ધાર્મીક શ્લોકોના સંગ્રહને ઘરમાં આવતી કે બહાર જતા સમયે સ્પર્શ કે ચુંબન કરવું નહી. ભલે તે ક્રિયા આપણા અજાગૃત મનનો એક ભાગ બની ગઇ હોય!........................

 

 

Tashny Sukumaran

--

Tuesday, March 24, 2020

થાળીઓ, મંજીરા વગાડવાથી અને શંખ ફુંકવાથી

થાળીઓ, મંજીરા વગાડવાથી અને શંખ ફુંકવાથી કોરાનાના વાયરસને દુર કરી શકાશે નહી. હા, તેનાથી કોઇ વ્યક્તિ, નેતા પ્રત્યેની પુજા, ભક્તી વધી શકે છે.કોઇ નેતાની રાજકીય કારર્કિદીને લંબાવવા માટે થોડો વધારે પ્રાણવાયુ મળી શકે છે. તારિખ ૨૨મી માર્ચે આશરે સાંજે પાંચ વાગ્યા પછી જનતા સ્વૈચ્છીક કરફ્યુ પછી જે દેશનો માહોલ ટીવી ચેનલો પર જોવા મળ્યો તેનાથી ઘણા બધાને વિચાર કરતા મુકી દીધા છે. કેમ? શું આપણે હજી પણ સર આઇઝેક ન્યુટન (૧૬૪૨–૧૭૨૬) એટલે કે ૧૭મીસદી પહેલાંના અવૈજ્ઞાનિક વીશ્વમાં જીવીએ છીએ(Pre-Newtonian age)? વિશ્વ કક્ષાએ દુનિયાને બે ભાગમાં વહેંચી નાંખવામાં આવી છે. સર આઇઝેક ન્યુટન પહેલાંનું વિશ્વ એટલે અવૈજ્ઞાનિક અને ધાર્મિકસત્યોને આખરી માનનારૂ વિશ્વ. ન્યુટન પછીના વિશ્વને વૈજ્ઞાનિક અભિગમ આધારિત ધર્મનિરપેક્ષ (સેક્યુલર) વિશ્વ.

કેમ? ભાઇ! તમે આવી વાત કરો છો ? આ તારિખે દેશના વડાપ્રધાનના બે દિવસ પહેલાંના વાયુજોગ પ્રવચનને આધારે દેશના તમામ નાગિરીકોએ સ્વૈચ્છીક તમામ રોજીંદા કામો મુલતવી રાખીને ' જનતા કરફ્યુ' પાળીને પોતાના ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. કોરોના–૧૯ વાયરસ એકબીજાના માનવીય સંપર્કથી જ ફેલાતું હોવાથી તમામ નાગરિકોએ કોઇપણ હિસાબે જાહેર સમુહ સંપર્કને તે સમય પુરતી તિલાંજલી આપી દીધી. પણ પછી જે નજારો જોવા મળ્યો તેનું શું?

કદાચ દેશના વડાપ્રધાનના મનમાં એવું (!) હશે કે કોરાના જેવા વૈશ્વિક મહામારી ફેલાવાને રોકવામાં આપણા દેશમાં રોકવામાં રાતદિવસ મેડીકલ અને અન્ય વહિવટી સેવા કરનારાઓનો આભાર માનવો. હોદ્દાની રૂએ અને ફરજના ભાગ તરિકે તેઓશ્રી આવો આભાર વ્યક્ત કરે તેમાં બિલકુલ કશુંજ ખોટુ નથી. ખરેખર તેઓશ્રીએ આવો આભાર વ્યક્ત કર્યો જ તે યોગ્ય જ છે.

પણ હકિકતમાં શું થયું? આતો સમગ્ર દેશમાં અગાઉથી આયોજન પુર્વક માહિતી મોકલાવીને ઠેર ઠેર નાગરિકો ખુબજ મોટી સંખ્યામાં પોતાના ઘરોમાં, ફેલ્ટોમાં, મંદિરોમાં અન્ય રાજ્યોના ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો થાળીઓ, ઘંટડીઓ અને શંખો વગાડતા બહાર આવી ગયા. સ્વામીનારાયણ મંદિરોના સંતો– મહંતોના ફોટા અને વિડીયો ટીવી પર સતત બતાવવામાં આવ્યા. કેન્દ્રના પ્રધાન મંડળના સીનીયર પ્રધાનોને થાળીઓ વગાડતા આપણે બધાએ ટીવી પર જોયા. શું ખરેખર કોણ પ્રમાણિક રીતે આ બધામાંથી કહેશે કે " અમે સૌ થાળી, ઘંટડીઓ અને શંખ વગાડનારાઓએ વડાપ્રધાનશ્રીના પેલા કર્મચારીઓની સેવાની કદરરૂપે આવું કામ કર્યુ હતું.

તો પછી આની પાછળનું ગર્ભીત સત્ય શું હતું ? લગભગ બધાજ ધર્મોમાં અને ખાસ કરીને હિંદુ ધર્મ અને તેના અનેક સંપ્રદાયોમાં એવી જબ્બરજસ્ત માન્યતા ( ખરેખર અવૈજ્ઞાનિક, પ્રી–ન્યુટોનીયન અંધશ્રધ્ધા) છે કે શંખ, થાળી, ઢોલ વિગેરે વગાડવાથી, યજ્ઞો તથા અમુક મંત્રોચાર કરવાથી માનવીને હેરાન કરતાં અનિષ્ટોને ભગાડી શકાય છે. આવી એક અંધશ્રધ્ધા જનતા કરફ્યુ સાથે ઘણા બધાના મનમાં પણ આયોજન પુર્વક રોપવામાં આવી હતી. તેના પરિણામ રૂપે  તા–૨૨મીને રવીવારે સાંજે પાંચવાગે પ્રમાણમાં દેશવ્યાપી આ બધું થયું અને જેને ટીવીના પડદે બતાવવામાં આવ્યું હતું.

પરંતુ સદર કોરાના વાયરસની મહામારી વૈશ્વીક છે, આપણો દેશ રોગના ફેલાવાના ત્રીજા તબક્કામાં હવે આવી ચુક્યો છે. આજને તબક્કે એવા સંખ્યાબંધ તેના શિકાર બનવા માંડયા છે કે જે ક્યારેય વિદેશથી આવ્યા જ નથી. દેશના સામાન્ય નાગરિકો હવે તેનો ભોગ બનવા માંડયા છે.  અમે ખાસ કરીને ગુજરાતમાં જોયું કે અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં લોકો સાંજના પાંચ વાગ્યા પછી ટોળે મળીને ગરબા ગાવા માંડયા. ઘણા બધા જુવાનો મોટરબાઇક બેસીને સાથીઓનું ગ્રુપ બનાવી મઝા કરવા માંડયા. શેરીઓમાં લોકો ટોળે મળીને 'ગોસેપીંગ' કરવા માંડયા. રોગ પ્રતિકાર સામે ' જનતા કરફ્યુ'થી જે કાંઇ પ્રાપ્ત કરવાનું હતું તે બધું જ આવા કાર્યોથી, નાગરિકોના બેજવાબદારીભર્યા વર્તનથી ધોઇ નાંખવામાં આવ્યું છે. ગુજરાતમાં લગભગ બધાજ શહેરો તેમજ નાના નગરોમાં માનનીય કલેકટર સાહેબની સુચનાઓથી ૧૪૪મી કલમ લાગુ કરી દેવામાં આવી છે. લોકો કોરાના વાયરસની ગંભીરતા સમજી ઘરની બહાર ન નીકળે તે માટે પોલિસતંત્રનો કમનસીબે સરકારશ્રીએ ઉપયોગ કરવા માંડયો છે.

રાષ્ટ્રીય કક્ષાએ કોરાના વાયરસની ગંભીરતા સમજીને કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારે પોતાની હકુમતોના તમામ ભૌગોલિક વિસ્તારો તારિખ ૩૧મી માર્ચ સુધી સંપુર્ણ લોકડાઉન કરી દીધા છે. વિશ્વ કક્ષાએ તેના ગંભીર પરિણામો કેવા નજીકના જ ભવિષ્યમાં આવવાના છે તે વાંચો!

(૧) શનિવારનું તારિખ ૨૧મી માર્ચના પાન નં ૧૧ ટાઇમ્સ ઓફ ઇંડીયાનો  વિશ્વ આરોગ્ય સંસ્થાનો રિપોર્ટ–  કોરોના વાયરસની બિમારીથી છેલ્લા ત્રણ માસમાં વિશ્વ સ્તર પર આશરે ૧૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. આવતા ફક્ત ૧૨ દિવસોમાં તે આંક વધીને ૧, ૦૦, ૦૦૦ (એક લાખ) થઇ જશે. આશરે દરરોજના ૧૦,૦૦૦ લોકો. " The world health organization  noted the  dramatic speed of virus spread. It took over three months to reach the first 10000 confirmed cases of death and only 12 days to reach 100000. The UN health agency said."

કોઇપણ દેશના નાગરિકો માટે ફરજીયાત કે મરજીયાત રીતે ઘરબહારની તમામ પ્રવૃત્તીઓ બંધ કરીને રાજ્યના ' લોકડાઉન' તમામ પગલાંને સહકાર આપવો સરળ નથી. દરેક દેશોની રાજ્ય સરકારોને માટે પોતાના નાગરિકોની ફરજના ભાગરૂપે જ્યારે આ મહામારીની કોઇ વેક્સીન હોય જ નહી અને નજીકના ભવિષ્યમાં મોટા પાયે સરળતાથી ઉપલબ્ધ થાય તેમ હોય જ નહી ત્યારે સહકાર આપવો– અપાવવો તે સૌના હિતમાં છે.


--

Friday, March 20, 2020

કોરાના, કોરાના અને કોરાના–

કોરાના, કોરાના અને કોરાના– સમગ્ર માનવજાત પિંજરમાં અને પશુ–પંખીઓ મુક્ત.

 ચીનમાંથી આ કોરાના વાયરસ તેના વુહાન પ્રાંતના નાગરિકો( અન્ય ચીની પ્રજાની માફક જ) જેઓ માનવી સિવાયના તમામ સજીવોનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેમાંથી કોઇએ " ચામાચીડીયા"નો ખોરાક તરીકે ઉપયોગ કરતાં તે ચામાચીડીયા કોરાના વાયરસના ' કેરીયર' બન્યા. અને પછી તે વાયરસે માનવીના એકબીજાના સંપર્કમાં આવવાથી જ વૈશ્વીક સ્તર પર મહામારી ' પેન્ડેમીક' નું સ્વરૂપ ધારણ કરી લીધું છે. માનવ શરીરનું મોઢું, નાક અને આંખો ત્રણમાંથી ગમે તે અંગનો ઉપયોગ આ કોરોના વાયરસને શરીરમાં ખાસ કરીને ફેફસામાં સરળતાથી ગોઠવાઇ જવામાં મદદ કરે છે.

દિલ્હીના ઓલ ઇંડીયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડીસનના વાઇરોલોજીસ્ટ વિભાગના વડાનું મંતવ્ય છે કે કોરાના વાયરસને માનવ શરીર સહેલાઇથી એક જૈવીક ઉત્ક્રાંતિના પુરાણા સાથી,મહેમાન સમજી પોઝીટવ તરીકે ટેકનીકલી આવકારે છે. કારણ કે એક જમાનામાં માનવી પણ આ બધા પશુપંખીઓની માફક જંગલમાંજ શિકારયુગમાં આ બધાજ વાયરસો સાથે જ નિવાસ કરતો હતો. તે વાયરસ ચામાચીડાયામાંથી માનવ શરીરમાં ભલે તે પ્રવેશ્યું પણ માનવ શરીરના કોઇપણ અંગો તેનો પ્રતીકાર કરતાં નથી જ. તે વાયરસને 'અપનેવાલા' સમજે છે. કોરાના વાયરસ એ સાબીતી પુરી પાડે છે કે પેલા તમામ પશુપંખીઓ તથા માનવ સહિત અન્ય સજીવોની માફક ચાર્લસ ડાર્વીનના જૈવીક ઉત્ક્રાંતીના સિધ્ધાંતો પ્રમાણે જન્મેલા છે. તમામ સજીવો દેવી સર્જનનું પરિણામ બિલકુલ નથી. જો દૈવી સર્જન હોત તો કોરાના વાયરસ આટલું બેફામ માનવ વિનાશી ગોડ, અલ્લાહ કે ઇશ્વરે બનવા દીધું ન હોત!

તમામ માનવોના શરીરોમાં આ કોરાના વાયરસ સહેલાઇથી કોઇપણ રાષ્ટ્ર, જાતિ,જ્ઞાતિ,ધર્મ અને કાળા ધોળા, વંશીય, પૈસાદાર અને ગરીબ જેવા માનવ સર્જીત ભેદભાવોથી પર રહીને (એટલે કે હિંદુ, જૈન, બુધ્ધ. શીખ, પારસી અને ઇસાઇ ઉપરાંત મુસ્લિમને પણ ભલે આપણા દેશની મોદી–શાહ સરકારે સીએએમાં બાકાત રાખ્યા) તે બધામાં પેલા ડાર્વીનની ઉત્ક્રાતિનો સમાન જૈવીક વારસો હોવાથી વિના વિઘ્ને પ્રવેશ કરી લે છે.

આ ત્રણે અંગો( મોઢું, નાક અને આંખ) ઉપર વારંવાર માનવીના હાથના થતા સ્પર્શને કારણે 'માનવ હાથનો સંપર્ક' કોરાના વાયરસ ફેલાવવાનો એજંટ બની ગયો છે. આપણા હાથનો સંપર્ક કોરાના વાયરસવાળા માનવીની કોઇપણ વસ્તુ, પદાર્થ કે અન્ય માણસના સંપર્કમાં આવતાં જે તે માનવના શરીરમાં દાખલ થાય છે. દરેક માનવીનો પોતાનો હાથ એક દિવસમાં ૫૦ કરતાં પણ વધુવાર અભાન પણે આત્રણે અંગોને નિયમિત સ્પર્શ કરતો હોય છે.

આજની તાજા માહિતી પ્રમાણે કોરાના વાયરસની અસરમાં લગભગ વિશ્વના ૧૮૦ દેશના આશરે અઢીલાખ લોકો આવી ગયેલા છે. આશરે તેમાંથી ૧૦,૦૦૦ કરતાં પણ વધારે માણસો મૃત્યુ પામ્યા છે. આ આંકડો હજુ સતત વધતો જાય છે. બીજુ દુનિયાના કોઇપણ દેશ પાસે કોરાના વાયરસના પ્રતીકાર માટે કોઇ રસી નથી. હજુ આવતા દોઢેક વર્ષમાં કોરાના વાયરસ વિરોધી રસી બજારમાં સહેલાઇથી મળે તેવા સંજોગો નહિવત છે. માટે બધા જ દેશોએ એક સરળ રસ્તો અપનાવ્યો છે.લોકો એકબીજાના સામાન્ય સંજોગોમાં સંપર્કમાં આવતા હતા તે તમામ માધ્યમોમો પર નિયંત્રણ મુકી દો. દરેક દેશોએ લોક સંપર્કમાં આવતી તમામ પ્રવૃત્તીઓ વિમાની સેવાઓ, બજારો, સ્કુલ, કોલેજ, સ્થાનીક રેલ્વે બસ વ્યવહારો, ધાર્મિક સ્થળો, અન્ય સામાજીક પ્રસંગોમાં પર નિયંત્રણો મુકી દીધા છે. નાગરિકોઓ પણ પોતાની સમજથી સામુહિક સંપર્કમાંથી દુર રહેવા માડયું છે. ઘણા બધા આધુનિક અને ઇનર્ફમેશન ટેકનોલીજી ઉધ્યોગોમાં કામ કરતા કર્મચારીઓએ પોતાના ઘરેથી કામ કરવા માડયું છે.

ગયા અઠવાડીયામાં તારિખ ૮મી માર્ચથી ૧૪મી માર્ચ સુધીમાં કોરાના વાયરસથી નવેસરથી અસર પામેલાના આંકડા અમેરિકાના દૈનીક ન્યુયોર્ક ટાઇમ્સે આજે નીચે પ્રમાણે આપ્યા છે. ઇટાલી–૨૫૫૬૪, સ્પેન–૧૨૦૨૧, ઇરાન–૯૩૧૯, ફ્રાંસ–૭૩૫૦, અમેરિકા–૭૨૭૩, જર્મની–૬૬૩૩. અમેરિકાના કેલિફોર્નીયા રાજ્યની આશરે ૪ કરોડની વસ્તીની પચાસ ટકા વસ્તી આવતા બે માસમાં કોરાના વાયરસની ઝપેટમાં આવી જશે.

આપણો દેશ, વિશ્વ આરોગ્ય સંસ્થા ( WHO)ના નિરિક્ષણો પ્રમાણે કોરાના વાયરસના જ્વાળામુખીની ટોચ પર બેઠેલો છે. આજે ભારત આ વાયરસની સ્ટેજ બે ની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. તે સંજોગોમાં નાગરિકોએ તમામ સામાજીક અને વ્યક્તિગત સંપર્કોથી દુર રહેવુ તે સિવાય બીજો કોઇ રસ્તો છે જ નહી.

કોરાના વાયરસની ચાર સ્ટેજ ટુંકમાં–

(૧) પરદેશથી આવેલા મુસાફરો પોતાના દેશમાં આ વાયરસનો પોઝેટીવ ટેસ્ટ લઇને આવે છે.

(૨) આ પરદેશી મુસાફરો તેમના નજીકના સગા સંબંધીઓના સંપર્કમાં આવતા તેમનાથી આ રોગ ફેલાય છે.

(૩) હવે આ તબક્કામાં સમગ્ર સમાજનો ઘણો બધો વીસ્તાર(Stage three occurs when community transmission takes place) આ રોગના ફેલાવાનો ભોગ બની જાય છે. હવે કોઇપણ દર્દી (નાગરિક) તેનો સંપર્ક–સંબંધ કોઇ કોરાના વાયરસના દર્દી સાથે ન થાય તો પણ તેનો લોહીનો રિપોર્ટ પોઝેટીવ આવે છે. લોકોને બિચારાને સમજણ પણ પડતી નથી કે કઇ રીતે તે આ વાયરસનો ભોગ બન્યા છે. ઇટાલી અને સ્પેન દેશના નાગરીકો આ ત્રીજી સ્ટેજમાંથી પસાર થઇ રહ્યા છે. ઇટાલીમાં ગયા અઠવાડિયા સુધી તેનો કુલ મૃત્યુ આંક ૧૮૦૦ નો હતો. તારિખ ૧૮મીને બુધવારે એકજ દિવસમાં ત્યાં ૩૮૦ માણસોના મૃત્યુ આ વાયરસથી થયાં છે.

(૪)  આ સ્ટેજ સૌથી ખરાબ સ્ટેજ છે. આ સ્ટેજમાં વાયરસ એક મહામારી ( Epidemic) ની માફક સમગ્ર વિસ્તારને ચીનની માફક ભરખી લેછે.(Stage four is the worst stage, when the disease takes the shape of an epidemic with no clear end point. This is what happened in China.)

નોંધ– હવે પછીના લેખમાં વિશ્વના જુદા જુદા દેશો આ રોગથી બચવા કેવા સંઘર્ષ કરી રહ્યા છે તેની માહિતી આપવાની કોશીષ કરીશ.

 


--

Wednesday, March 18, 2020

મેડીકલ સત્ય છુપાવવાની કિંમત



-- 

 મેડીકલ સત્ય છુપાવવાની કિંમત

કોવીદ–૧૯ વાયરસથી મુંબઇમાં ૬૩ વર્ષના બુઝર્ગનું મૃત્યુ– પત્નિ અને દિકરા, બંનેએ આઇસોલેશન વોર્ડમાંથી' ગુડ બાય' કહી. તેઓના પત્નિઅને દિકરા બંને ને કોરાના વાયરસનો પોઝેટીવ રીપોર્ટ આવવાથી બંનેને મુંબઇની કસ્તુરબા હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. ગઇકાલે આ દર્દીનો શીવાજી પાર્ક સ્મશાનગૃહમાં અગ્નીસંસ્કાર કરવામાં આવ્યો હતો. તે કુટુંબની હકીકત નીચે પ્રમાણે છે.

કોરોના વાયરસથી ગુજરનાર દર્દીનો ઇમ્પોર્ટ–એક્ક્ષ્પોર્ટનો મુંબઇમાં બીઝનેસ હતો. ધંધાર્થે તે ૨૫મી ફેબ્રુઆરી થી ૫મી માર્ચ સુધી દુબઇ ગયેલા હતા. દુબઇથી આવ્યા પછી તેમને સખત ખાંસી આવતી હતી. તેમજ શરદી અને તાવનું પ્રમાણ સખત વધવા માંડયું હતું. પહેલા ત્રણ દિવસ તેઓએ ઘરેથી જ ટ્રીટમેંટ શરૂ કરી હતી. તારિખ ૮મી માર્ચે તેઓને ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સદર હોસ્પીટલમાં દાખલ થતા સમયે તેઓએ દુબઇની પોતાની મુસાફરીની હકીકત જણાવી ન હતી.

જ્યારે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પેદા થવા માંડી ત્યારે તેણે પોતાની પરદેશમાં આવવા જવાની મુસાફરીની વિગત જણાવી. તા. ૧૩મી માર્ચના રોજ નાકમાંથી તેઓનું સેમ્પલ(his nasal swab was taken) લેવામાં આવ્યું. જે પોઝેટીવ સાબિત થયું. તરતજ આ કોરોના વાયરસના દર્દીને કસ્તુરબા હોસ્પીટલમાં બીજે દિવસે ખસેડવામાં આવ્યા.

ડૉક્ટરે સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યનો કોરોનાનો પ્રથમ દર્દી હોવાથી નીચે મુજબની દવાના ડોઝ આપ્યા.( He was the first patient in Maharashtra to undergo treatment using two anti-viral drugs used to suppress viral load in the body – Ritonavir and Lopinavir. "His health improved in between due to the drugs, and we thought he would recover," a health official said.) જે રાહત ક્ષણિક સાબિત થાયછે. તેઓને હાઇબલ્ડ પ્રેસર, ન્યુમોનીયા અને હ્રદયના સ્નાયુઓમાં સોજો દેખાયો. હ્રદયના ધબકારા પણ ખુબજ વધી ગયા હતા. તેઓને તરતજ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા. ગઇકાલે મંગળવારે સવારે આશરે આઠ વાગે તેઓ ગુજરી ગયા હતા. ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા દર્દીઓની કેસ હીસ્ટ્રીમાં આઠ ટકાથી વધારે દર્દીઓ હ્રદય રોગના દર્દીઓ હતા તેવો લાન્સે સ્ટડી રીપોર્ટ જણાવે છે .

 મુંબઇ મ્યુનીસીપલ કોર્પોરેશનના કમિશ્નર શ્રી સુરેશ કાકાણી જણાવે છે કે અમારે માટે કોરોના વાયરસથી મૃત્યુ પામેલો આ પ્રથમ દર્દી હતો. તેથી અમે ગુજરનારાના કુટુંબની ઇચ્છા પ્રમાણે અંતિમવીધી કરવાનું નક્કી કર્યું.  અમારો અભિપ્રાય એવો હતો કે તેઓનો અંતિમ સંસ્કાર કસ્તુરબા હોસ્પીટલની નજીક આવેલ ઇલેકટ્રીક કે સીએનજી સ્મશાનમાં કરવામાં આવે!  વીશ્વ આરોગ્ય સંસ્થાના શિરસ્તા પ્રમાણે ચેપી રોગવાળા મૃત દેહની ઓટોપ્સી કે પોસ્ટમોર્ટમ કરવાનું હોતુ નથી. કારણકે પેલા ચેપી રોગવાળાના શરીરમાંથી નીકળનાર પ્રવાહીથી ડૉક્ટરને પોતાને ચેપ લાગે! તેથી ગુજરનારની ઓટોપ્સી કરવામાં આવી નહી. પોલીસ તંત્ર અને હોસ્પીટલ માટે પ્રશ્ન હતો કે જાહેર આરોગ્યના હિતની દ્ર્ષ્ટીએ મૃત શરીર કુટુંબને સોંપવું કે સરકારી તંત્ર પોતે તેનો અગ્નીસંસ્કાર કરે!

અંતે તે મૃત શરીરને લીકપ્રુફ પ્લાસ્ટીક બેગમાં ફક્ત મોંઢાનો ભાગ દેખાય તે રીતે લપેટી દેવામાં આવ્યું અને ત્યાર બાદ કાચની પેટીમાં મુકવામાં આવ્યું જેથી તેના નજીકના સગાવહાલા જોઇ શકે. હોસ્પીટલમાંથી બાયો– હઝાર્ડ –પ્રુફ સુરક્ષીત ગાડીમાં લઇ જઇને અંતીમ વીધી પુરી કરવામાં આવી.

ગુજરનારના કુટુંબના આઠ સભ્યોનો કોરોના–૧૯નો ટેસ્ટ લેવામાં આવ્યો છે . તેમાંથી પત્નિ અને દિકરાનો અગાઉ જણાવ્યું તે પ્રમાણે પોઝેટીવ ટેસ્ટ આવ્યો છે. જેને અલાયદા રાખવામાં આવ્યા છે. પેલા દર્દીની સારવાર કરનાર તમામ ડૉક્ટર્સ તેમજ નર્સોની પુરી તપાસ કરવામાં આવી છે.

આ લેખ વિગતે રજુ એટલા માટે કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસની અસરોની ગંભીરતા જણાય! ભાવાનુવાદ–બીપીન શ્રોફ. સૌ . ઇન્ડીયન એકપ્રેસ તા. ૧૮મી માર્ચ.

 

-- 

 

 

 

 

 

 

 

 

 

Sunday, March 8, 2020

વિશ્વ મહિલા દિવસની કાયમીસ્મૃતિ માટે.


વિશ્વ મહિલા દિવસની કાયમી સ્મૃતિ માટે.

ચાલો! આજે દિલ્હીના શાહિનબાગમાંથી તમને ગમે તે એક માનવીય ફુલનો નાનો સરખો છોડ ઘરમાં લાવી દો. શાહિનબાગની પેલી ક્રાંતીકારી બહેનોમાંથી પ્રેરણા લઇને તે છોડને ખુબજ માવજાત ભરી રીતે મોટો કરો. સમય જતાં તેમાંથી બે પ્રકારના ફુલોની મહેક આવશે. એક બંધારણીય નૈતીકતા અને બે બંધારણીય રાષ્ટ્રવાદ. તે પ્રાપ્ત કરવા નીચે મુજબના નમ્ર સુચનો આજના દિવસે કર્યા છે.

(૧)  સ્રી, તરીકે પુરૂષસમાજ અને તમામ ધર્મોએ નક્કી કરેલા કોઇપણ પ્રતીકો તમારા શરીર પર પહેરવાના, લગાવવાના આજથી બંધ કરી દો. જેવા કે કપાળમાં બિંદી, હાથમાં બંગડીઓ, સેથાંમાં સિંદુર, પગમાં ઝાંઝર, બુરખો, હિજાબ, વિગેરે વિગેરે. હું તો માનવવાદી હોવાને કારણે મને આ બધા પ્રતિકો યાદ જ આવતા નથી. સ્રીને કેદ કરવા રૂપાળા નામો આપીને તમારી સામે રૂઢીચુસ્ત વડીલો અને ધર્મોએ પરંપરાગતથી ચાલુ આવતી બેડીઓને આજથી કાયમ માટે ફગાવી દો. આ બધાજ તમારી ગુલામીના પ્રતીકો છે. " જ્યાંસુધી ગુલામોને અહેસાસ નહી થાય કે પોતે ગુલામ છે ત્યાં સુધી તેઓની ગુલામી દુનીયામાંથી જશે નહી.

(૨)મા–બાપોને વિનંતી અને ખાસ કરીને આધુનીક મમ્મીઓને કે તમારી દિકરીઓને આજથી એવું શિક્ષણ અને પ્રેમથી સુચના આપો, ટેવ પાડો કે બેટા તારે રસોડાના કોઇપણ પ્રકારના કામમાં મદદ કરવાની જ નથી. તારે આજથી રસોડામાં આવવાનું જ બંધ. મારી મમ્મી તરીકે તારા ઉછેરની સફળતા મને ત્યારે જ મળી ગણાશે જ્યારે તને રસોડાની સાણસી જ પકડતાં ન આવડે! કોઇપણ દેશમાં 'રસોડાથી મુક્તી' માં જ સ્રી મુક્તિ નિહિત સ્વરૂપે સમાયેલી છે.

(૩) તમામ ધર્મોની લગ્નવિધિઓનો બહીષ્કાર કરો. આ બધીજ ધાર્મીક વિધિઓનું પેલા " શાહિનબાગના બંધારણીય નૈતીકતાના મુલ્યોથી" પૃથ્થકરણ કરો. દરેક ધર્મોએ આ બધી વિધિઓ દુન્યવી હોવા છતાં તેના પર ધર્મોની મહોર મારીને પુરૂષ તરફી અને સ્રી વિરોધી બનાવી છે. લગ્ન કરવું જ હોય તો ઇન્ડીયન મેરેજ એક્ટ મુજબ જ નંધાવો. ભલે તમારો ધર્મ ગમે તે હોય! આ દેશના પુખ્ત ઉંમરના સ્રી પુરૂષોને સામાજીક જવાબદારી સાથે લગ્નસિવાયના સહજીવન જીવવાના અધિકારને સહજતાથી સ્વીકારો. આ માનવવાદી અધિકારને સને ૧૯૭૪માં ' વૈશ્વીક માનવવાદી ઢંઢેરા–૨ માં આ સ્વતંત્રતાની જાહેરાત કરેલી છે. તે અંગેની માનવવાદી ઉદ્ઘોષણા– " અમે માનવીના અંગત જીવનના અધિકારનો આદર કરીએ છીએ.પુખ્ત ઉંમરના સ્રી–પુરૂષોની જાતિય પસંદગી, પ્રજોપ્તિની સ્વતંત્રતા, તંદુરસ્ત આરોગ્ય અને જાતિય શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર વિગેરે સ્વતંત્રતાઓ સાથે માનવ તરીકે ગૌરવપુર્ણ મૃત્યુની સ્વતંત્રતામાં પણ માનીએ છીએ." આ ઢંઢેરાને તે સમયે ૧૫૦ જેટલા વીશ્વના નોબેલ પ્રાઇઝ જીતનાર વૈજ્ઞાનીકો, લેખકો, વિગેરે તેના પર હસ્તાક્ષર કરેલ છે.

(૪)  મહિલા આંદોલનના ઇતિહાસની સહેજ ઝાંખી––" ૨૩૧ વર્ષે પુર્વે મહિલાઓએ ફ્રાન્સમાં પ્રથમ લડત લડી હતી... ત્યારથી શિક્ષણ, લગ્ન,મતદાન, સંપત્તીના દરેક હક્ક લડીને લીધા. સમાજે સહજતાથી તેમને કંઇજ આપ્યું નથી." તે સમયની ફ્રાંસની ક્રાંતી પછી સત્તા પર આવેલી સરકારે સ્રી સંઘર્ષની તરફેણમાં " સ્વતંત્રતાની દેવીની પ્રતિમા બનાવી Statue of Liberty. અને અમેરિકાને ભેટ આપી હતી. (ભારતે ગુજરાતમાં ૨૧મી સદીમાં લોહ પુરૂષનું સ્ટેટયુ ઓફ યુનીટી બનાવ્યું છે. લેખના લેખકનું વાક્ય છે.) સદર ફકરાનું સૌજન્ય–આજનું વુમન– ભાસ્કર તા–૮–૦૩–૨૦. પાન નં–૨.

(૫) મૌલવીઓની ધમકીઓ છતાં પાકિસ્તાનમાં "વુમન માર્ચ" યોજાશે. આ વખતે કુચનું સુત્ર છે "મારૂ શરીર, મારી ઇચ્છા".....કરાંચીમાં મહિલા અધિકારો માટે કામ કરતાં પ્રો.શમા દોસા કહે છે કે ધાર્મીક જુથ હોય કે મૌલવી, અમને અમારા અધિકારો અંગે અવાજ ઉઠાવવાથી કોઇ રોકી ન શકે. અમે તૈયારી કરી લીધી છે. ભાસ્કરે સદર મહિલા માર્ચના વિરોધ કરી રહેલા ચર્ચિત ધર્મગુરૂ અને જમિયતે ઉલેમા ઇસ્લામના વડા મૌલવી ફજલુર રહેમાન સાથે વાત કરી તો તેમણે તેને અશ્લીલતા ગણાવતાં કહ્યું કે આ શું છે " મારૂ શરીર મારી ઇચ્છા". પાકિસ્તાનનું બંધારણ, કાયદો ને સભ્યતા પ્રમાણે આ પ્રકારની અશ્લીલતા ફેલાવવાની મંજુરી નથી આપતા. આ તો પશ્ચીમી દેશોનો એજન્ડા છે. મૌલવીના આ આરોપોને નકારતા પ્રો.શમા દોસા કહે છે કે તમે આને ઇસ્લામ સાથે કેવી રીતે જોડો છો? અમે પુરૂષોના વર્ચસ્વવાળા સમાજમાં  પોતાના હક્કની માંગણી કરી રહ્યા છે. તેમને ખતરો કેમ મહેસુસ થાય છે? તેને ધર્મ સાથે ન સાંકળો. મોલવી કહે છે કે આ તો વિદેશી એજન્ડા છે. ઇસ્લામે મહિલાઓને વારસો, સંપત્તિ, આજીવિકા તો આપી છે. ( તો પછી આઝાદી! ની શી જરૂર છે? લેખના લેખક) તેમને  બીજું શું જોઇએ છીએ? મૌલાનાએ સદર માર્ચને કોઇપણ ભોગે રોકવાની ધમકી આપી છે.  જ્યારે માનવઅધિકાર કાર્યકર મારવી સરમદ કહે છે કે કોઇપણ ભોગે આ માર્ચ યોજાશે. ભલે ગમે તે થાય! સૌ. આજનું વુમન ભાસ્કર પાન નં ૨૦

( ૬) આપણા દેશમાં આર એસ એસના વડા મોહન ભાગવતજીએ ટુંક સમય પહેલાં જણાવ્યું હતું કે " હિંદુ કુટુંબોમાં વધતા છુટાછેડા માટે સ્રીઓને મળતું આધુનીક શિક્ષણ જવાબદાર છે.

વિશ્વ મહિલા દિવસનું તારણ છે કે  વિશ્વમાં  જે દેશોની સ્રીઓએ આધુનિકરણ સાથે કિચન મુક્તિ, લગ્ન મુક્તી ને પ્રજનન મુક્તિ પ્રાપ્ત કરી છે ત્યાં યુનાઇટેડ નેશન્સના આંકડાઓ પ્રમાણે બળાત્કાર, અપહરણ, સ્રી વિરોધી ગુનાઓ અને સ્રીઓના અપમૃત્યુ ઓછામાં ઓછા છે..............

--

Friday, March 6, 2020

હર્ષ મંદર કોણ છે?

હર્ષ મંદર કોણ છે? પહેલાં ટુંકમાં તેમની સામેના કેસની વાત કરીએ.

 જેને દેશની સર્વૌચ્ચ અદાલતે કોર્ટનો તિરસ્કાર કે અનાદર કરવા માટેની નોટીસ આપવાને બદલે દિલ્હી પોલીસને લેખિત જવાબ આપવાનું જણાવ્યું છે. નામદાર કોર્ટે કેસને સાંભળવાની નવી તારિખ ૧૫મી એપ્રિલ રાખી છે. રાજધાનીની પોલીસે સુપ્રીમ કોર્ટમાં એવું સોગંદનામું (એફીડેવીટ) રજુ કર્યું હતું કે  હર્ષ મંદરે જામીયા મિલિયા ઇસ્લામમીયા યુની.બહાર સીએએ વિરોધમાં ઉશ્કેરણીજનક, નફરત અને ધિક્કારવાળું ભાષણ આપ્યું હતું. જેમાં સંસદ અને સર્વૌચ્ચ અદાલતની અવમાનના કરી હતી તેવો આક્ષેપ મુકયો હતો. તેની સામે સદર અદાલતે હર્ષ મંદરને પોલીસને જવાબ આપવાનું જણાવ્યું છે. (" to file a reply to a Delhi Police affidavit that has accused him of delivering a hate speech during an anti-CAA protest outside Jamia Millia Islamia University. No contempt notice to Harsh Mander, SC seeks his reply on hate speech allegations.")

દિલ્હી પોલીસે આરોપી કે તહોમતદાર હર્ષ મંદર પર એવો આક્ષેપ મુક્યો હતો કે " તેઓ સમગ્ર ન્યાયતંત્રને એક સંસ્થા તરીકે અપમાનજનક અને નિંદાત્મક શબ્દો બોલવા માટે તથા વ્યક્તીગત ધોરણે ન્યાયધીશોનો અનાદર થાય તેવા ઉચ્ચારણો કરવા માટે જાણીતા છે. પોલીસે નામદાર કોર્ટને વિનંતી કરી હતી કે તેઓના પર ભવિષ્યમાં આવી હરકતો ન કરે માટે દાખલો બેસાડવા દંડ સાથે કોર્ટની અવમાનના (contempt of court) કરવા માટેની કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ.

અત્રે જે ભાષણ માટે હર્ષ મંદર પર આક્ષેપ મુકવામાં આવ્યો છે તે યુ ટયુબ વિડીયો લીંક આ છે. (https://youtu.be/yXS2MvqXNsM)

હર્ષ મંદરનો ટુંકમાં પરિચય– ( જન્મ–૧૭–૪–૧૯૫૫,૬૪વર્ષ).તે લેખક, રીસર્ચ સ્કોલર, શિક્ષક,અને કર્મનીષ્ઠ( સોસીઅલ એક્ટીવીસ્ટ) છે.આ ઉપરાંત તે સામુહીક નરસંહાર પછી બચી ગયેલા લોકોની તમામ પ્રકારના પુનર્વસન, ભુખમરાથી પિડીત લોકો,અને ઘરવિહોણા લોકો, શેરીઓમાંના તમામ વંચિત બાળકો માટે સતત કામ કરે છે. તે દિલ્હી સ્થિત સમન્યાયના સિધ્ધાંત પર કામ કરતી '  Centre for Equity Studies, a research organisation ' માં ડીરેક્ટર તરીકે કામ કરે છે. He also served as Special Commissioner to the Supreme Court of India in the Right to Food Campaign and was a member of the National Advisory Council of the Government of India. તેઓએ આ પહેલાં નક્ષલપ્રભાવિત વીસ્તારમાં વિકાસ અધિકારી I A S તરીકે મુળનિવાસીઓના તમામ પ્રકારના ઉત્થાનના કામો કરેલ છે. બેંગલોરની અઝીઝ પ્રેમજી વીશ્વ વીધ્યાલયના રીસર્ચ પ્રોજેક્ટ ""Unequal India" માં પણ તેઓએ માર્ગદર્શન આપેલ છે. કદાચ આ લેખનો ભાવાનુવાદ કરનારના મંતવ્ય પ્રમાણે દિલ્હીની પોલીસ કરતાં દેશની સર્વોચ્ચ અદલાત વધારે હર્ષ મંદરને તેઓના કાર્યોથી ઓળખતી હશે. સૌ. ઇન્ડીયન એક્સપ્રેસ ન્યુઝ By: Express Web Desk | New Delhi | Updated: March 6, 2020 2:41:16 pm  

 

 

 

 

 

 

 


--

Tuesday, March 3, 2020

સીએએ,એનપીઆર અને આખરે એનસીઆરની આગે દિલ્હીને સળગાવ્યા પછી હવે દેશને સળગાવવાનો બાકી નહીરાખે!

સીએએ, એનપીઆર અને આખરે એનસીઆરની આગે દિલ્હીને સળગાવ્યા પછી હવે દેશને સળગાવવાનો બાકી નહી રાખે! હવે પુર્વોત્તરના મેઘાલય રાજ્યની આ મુદ્દે વર્તમાન સ્થિતિનો અભ્યાસ કરો. આજનો ૩જી માર્ચનો ( ઇન્ડીયન એક્સપ્રેસ) તંત્રીલેખ મોદી સરકારને સાવધાન કરતાં લખે છે કે દિલ્હી અને મેઘાલય રાજ્યની સરકારોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે તમે દેશની પરિસ્થતિને  હાથ બહાર જાય પહેલાં કાળજીપુર્વક સંભાળી લો ! પુર્વોત્તરના રાજ્યોનો સંદેશોતો દેશની અખંડતા અને એકતા માટે ખુબજ ગંભીર, બિહામણો અને અમાનવીય છે !  

મોદી સરકારે જે રીતે આયોજનપુર્વક સીએએ ના અમલ માટે આગળ વધી રહી છે તેણે તો આ પુર્વોત્તર રાજ્યોમાં જુના ધાર્મીક અને વંશીય ઘા ને તાજા કરીને ફરીથી સામાજીક સપાટી પર લાવી દીધા છે. મોદી–શાહની બેલડી વારંવાર એમ દલીલ કરે છે કે અમે તો સીએએ દ્રારા કોઇને નાગરિકતા આપવાની વાત કરીએ છીએ. કોઇની નાગરિકતા છીનવી લેવાની નહી. તેની સામે પુર્વોત્તોર રાજ્યોની સ્થિતિ શું છે તે સમજીએ.

   સમગ્ર પુર્વોત્તરના તમામ વીધ્યાર્થી સંગઠનોથી માંડીને રાજકીય પક્ષો અને મુળનિવાસી પ્રજાનો વિદ્રોહ છે કે અમારે ત્યાંના બહારના લોકો દેશના હોય કે પરદેશના, બિનભારતીય કે કાયદેસરના ભારતીય હિંદુઓને શા માટે સીએએના નામે(અમારા રાજ્યોમાંથી તમને ખસેડી મુકવાને બદલે) નાગરિકત્વ આપવાની દલીલ કેમ કરો છો? અમિત શાહ સાહેબ! અમારા માટે તો આ બધા ઘુસપેઠીઆજ

છે! પેલા આસમના ૧૫ લાખ હિંદુઓને બિનભારતીય નાગરિક એનઆરસીએ પુરવાર કર્યા પછી શા માટે સીએએ મારફતે પાછલા બારણે ભારતીય નાગરીક બનાવીને આસમમાં રહેવા માટેની કાયદેસરતા પેદા કરો છો?

દિલ્હીના માફક મેઘાલયમાં પણ તોફાનો સીએએ અને સુચિત એનઆરસીની વિરૂધ્ધમાંજ શરૂ થયાં છે. દિલ્હીના તોફાનોમાં મૃત્યુનો આંકડો ૪૭ ઉપર પહોંચ્યો છે. જ્યારે અહીયાં મેઘાલયમાં સ્ટેબીંગ ૩ મોત થયાં છે જેમાંથી બે તો પડોશી રાજ્ય આસમના યુવાન મજુરો હતા.

નાગરિકતાના મુદ્દે દિલ્હીની વિધાનસભાચુંટણીના સમયે જે કર્કશા અને ઝનુનથી કેન્દ્ર સરકારના મંત્રીઓ વિગેરેએ પ્રચાર કર્યો હતો તેની ખુબજ ખરાબ અસર સમગ્ર પુર્વોત્તર રાજ્યોમાં ઉભી થઇ છે. (The shrill rhetoric by senior government functionaries during election campaigns does not help matters.)

પ્રાદેશીક ઓળખ તે સમગ્ર પુર્વોત્તર રાજયોમાં ખુબજ લાગણીસભર અને સ્ફોટક મુદ્દાઓ હંમેશાં રહ્યા છે.આસમમાં એનઆરસી ગણતરી ને ત્યાર પછી દેશમાં સીએએને કારણે જે સ્ફોટક પરિસ્થિતીનું સર્જન થયું છે તેણે પેદા કરેલા અનિયંત્રિત પ્રવાહોએ સમગ્ર પુર્વોત્તર વિસ્તારની શાંતિને જોખમમાં મુકી દીધી છે.

   જે રાજકારણીઓએ કામચલાઉ ચુંટણીમાં રાજકીય લાભ મેળવવા આવા સ્ફોટક પરિબળોને ટેકો આપ્યો છે તે એમ સમજે છે કે અમે તે બધા પરિબળો પર નિયંત્રણ રાખી શકીશું. " જિન એક વાર શીશીમાંથી બહાર નીકળ્યા પછી તેને બહાર કાઢનાર માલિકના નિયંત્રણમાં રહેતું નથી." આસમના એનઆરસી ના ઉપયોગ,પછી સંભવિત પરિણામ અને ત્યારબાદ સીએએના ભયે, શંકા કુશંકાઓનું વાતાવરણ દેશ વ્યાપી શરૂ કરી દીધું છે. તેની કદાચ આ બધું શરૂ કરનાર રાજકારણીઓને તેની વ્યાપક સ્ફોટકતા અને પ્રવાહીતાનો અંદાજ પણ ખબર નહિ  હોય!

દા.ત પુર્વોત્તર રાજ્યોની પ્રજાનો સીએએ–એનઆરસી આધારિત રાષ્ટ્રીયતાની ઓળખનો (national identity)ખ્યાલ અને બાકીના દેશના લોકોના રાષ્ટ્રીયતાના ઓળખનો ખ્યાલ કરતાં બિલકુલ ભિન્ન છે. આસમ, મેઘાલય અને અન્ય પુર્વ રાજ્યોમાં સીએએ એટલે પોતાના રાજ્યમાં પેલા બહારના ઘુસપેઠીયા લોકોને કાયદેસરની નાગરિકતા બક્ષવાનું દેશની સંસદે પસાર કરેલું કાયદેસરનું અમોઘ શસ્ર કે સાધન. જેના પરિણામ સ્વરૂપે સ્થાનીક મુળનિવાસી લોકોની જર જમીન અને રાજકીય સત્તાનું દિલ્હીની મદદથી ક્રમશ; હસ્તાંતર.

      મેઘાલયના રાજકિય પરિબળો તેમજ ખાસી વિધ્યાર્થી પરિષદ બે હકિકતો સિધ્ધ કરવા કટીબધ્ધ છે. એક અમારે અમારા રાજ્યની સરહદો કાયમ માટે સીલ કરી દેવી છે. બીજું અમારે ત્યાં આવી ગયેલાઅને સ્થાઇ થઇ ગયેલા તમામ ઘુસપેઠીયાઓને બહાર ધકેલી દેવા છે. તેના માટે આસમ એકોર્ડમાં દેશની સર્વોચ્ચ અદાલતે માન્ય કરેલ છે તે ' ઇનર લાઇન પરમીટ પ્રથા' (the Inner Line Permit) શરૂ કરવી છે. સદર પ્રથા બ્રિટશરોએ પોતાના હિતો સાચવવા આ બધા પુર્વોત્તર રાજ્યોમાં શરૂ કરી હતી. તેનો અર્થ એ છે કે આ તમામ પુર્વોત્તર રાજ્યોમાં કોઇપણ ભારતના અન્ય રાજ્યોનો કોઇપણ નાગરિક નાગરિકત્વ ધારણ ન કરી શકે તેમજ આઇપીલ પરમીટ સિવાય આ સાત રાજ્યોમાંથી કોઇપણ રાજ્યમાં પ્રવેશ જ ન કરી શકે! શાબાશ! એક બાજુ દેશની સંસદની કારોબારી કાશ્મીરને ભારતનો કાયમી આંતરીક ભાગ બનાવવા તેનું વિશિષ્ટ સ્થાન આપતી બંધારણીય કલમ ૩૭૦ નાબુદ કરે અને બીજી બાજુએ આ સાત પુર્વોત્તર રાજ્યોમાં ભારતના જ અન્ય રાજ્યોના નાગરિકોને આ રાજ્યોમાં કોઇપણ પ્રકારની આર્થીક કે અન્ય પ્રવૃત્તીઓ કરવા કરાવવાનો સામાન્ય અધિકાર પણ નહી.

ઇનર લાઇન પરમીટ માટે અને સીએએ વિરૂધ્ધ મેઘાલયના ખાસી વિધ્યાર્થી પરિષદે આંદોલન શરૂ કરી દીધું છે. ત્રણ માણસોમાંથી બે આસમી નાગરિકોના સ્ટેબીગથી મોત થઇ ગયા છે. ઇન્ટરનેટ સેવાઓ કેટલાક સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. સમગ્ર આંદોલન મુળનિવાસી સ્થાનિક પ્રજા વિરૂધ્ધ બહારના માં પરિવર્તીત થઇ ગયું છે. (The campaign for ILP and against the CAA by groups like the KSU has inevitably turned into a tribal versus non-tribal battle — two of the three persons killed in Meghalaya were non-tribals from Assam.) પુર્વોત્તર રાજ્યો અને દેશના બાકીના રાજ્યોમાં પણ ધર્મ અને પ્રાદેશિકતા આધારીત ભાગલા પાડીને રાજકીય ખીચડી પકાવવાનું સીએએ–એનઆરસી આધારિતે જે શરૂ કરવામાં આવ્યું છે તે દેશના ટુંકા અને લાંબાગાળાના હિત માટે સંપુર્ણ બંધ કરવાની તાતી જરૂરીયાત દેશવ્યાપી પેદા થયેલ છે.

 


--

Monday, March 2, 2020

દિલ્હીની પ્રજાની સહનશક્તિ, પરિપક્વતા અને દુરંદેશીપણું(vision)પેલા ગટરછાપરાજકારણીઓ કરતાં અનેકગણું વધારે છે.



--
Bipin Shroff

 દિલ્હીની પ્રજાની સહનશક્તિ, પરિપક્વતા અને દુરંદેશીપણું(vision)પેલા ગટરછાપ રાજકારણીઓ કરતાં અનેકગણું વધારે છે.

હે, દિલ્હીની પ્રજા! તમે જ દેશના નાગરિકો જેના, ધર્મો વિવિધ છે, સંસ્કતી વિવિધ છે, સદીઓથી એકબીજા સાથે પ્રેમ,ભાતૃભાવ અને વિવિધતામાં એકતા સાથે જીવી છે તે બધાને નવી આશા આપી શકો તેમ છો.  તાજેતરના ઉત્તરપુર્વ દિલ્હીના ત્રણ દિવસના રાજકીય સત્તા પ્રેરીત કોમી તોફાનોમાં માનવીય બંધુતા સાથે પણ જીવી શકાય છે તે સંદેશો તમે દેશને આપ્યો છે.

કહેવાતા નેતાના દુરંદેશીપણા(Vision) અને રાજકીય મુત્સદ્દીપણા( Statesmanship) કરતાં દિલ્હીવાસીઓએ આ બંને માનવ સદ્ગુણો તાજેતરના કોમીદંગા સમયે વાસ્તવિક સ્થિતીને ઉકેલવામાં અમલમાં મુક્યા છે. અમે દેશના નાગરિકો નતમસ્તકે આપ સૌને સલામ કરીએ છીએ. નમન કરીએ છીએ.

માનવજાતનો ઇતિહાસ તેની ગવાહી પુરે છે કે જ્યારે જ્યારે જંગલી માનવભક્ષી લોકો હિંસક બનીને પોતાનાજ સહોદરોના જીવ જોખમમાં મુકે છે ત્યારે તેમાંથી જ પેલા માનવભક્ષીઓનું શું સ્થાન છે તેનો બોધપાઠ પ્રબુધ્ધ સ્વાર્થ (Enlighten self interest) માનવજાત તેમને શીખવાડતી જ હોય છે. દિલ્હીની વિધાનસભાની નામોશીભરી હાર પછી પણ " હમ નહીં શીખેગેં" નો બોધપાઠ હજુ તે બધાને શીખતા વાર લાગશે તેવું આ કોમી દંગામાંના તેમના વર્તન પરથી સ્પષ્ટ અહેસાસ થાય છે.

 હવે આ ત્રણ દિવસમાં પેલા ભાન ભુલેલાઓની સામે પરિપક્વ અને માનવ બંધુતાના છડીધરોએ શું કર્યું તે જોઇએ.

આજનો ઇન્ડીયન એકપ્રેસનો તંત્રી લેખ પોતાની શરૂઆતની પહેલી લીટીમાં લખે છે કે " ઉત્તરદિલ્હીની પ્રજાએ એકતા, સહાનુભુતી અને બહાદુરી બતાવી છે. તે જ માનવજાતની આશા છે. " કેવીરીતે તે જોઇએ.

જ્યારે દેશના નાગરિકોનું અને તેમના સમાજોનું બે વિરોધી જુથોમાં ધ્રુવિકરણ થઇ ગયું હોય (પોલરાઇઝેશન) અને સામસામી હિંસામાં ગરકાવ થઇ ગયા હોય ત્યારે પણ માનવતા અને માનવવાદની મહેંક પણ ફેલાય તે તો વિશાળ સમાજ, રાજ્ય અને રાજકીય વર્ગ માટે બહુ મોટો બોધપાઠ ભણાવે છે.(The humanity and humanism amid polarised communities engulfed by violence also hold a lesson for broader society, the state and the political class.)

એક ૨૯ વર્ષનો પ્રેમકાન્ત બઘેલ નામનો યુવાન જેનું આખું શરીર દાઝી જવાને કારણે પાટાપીંડીથી ભરેલું હતું તેણે પોતાના જાન જોખમે, ઉત્તર દિલ્હીમાં આવેલા મોજપુર વીસ્તારના સળગતા મકાનમાંથી પોતાના છ પડોશી બચાવ્યા છે. પ્રેમકાન્ત બઘેલનું નિસ્વાર્થી કાર્ય તો તે અમારા દિલ્હી શહેર માટે આશાનું એક પ્રતિક બની ગયું છે. આવા તો ઘણા બધાના માનવતાવાદી સેવાના કાર્યો પ્રકાશમાં ગયા અઠવાડિયામાં આવ્યા છે.તે પણ એવા સમયે જ્યારે એક બાજુએ કોમી દંગામાં મૃત્યુ પામેલાઓના આંકડાની સંખ્યા સતત વધતી જતી હતી અને ઠંડે કલેજે ક્રુર બરબરતાપુર કરેલી હત્યાઓની માહિતીઓ (and stories of chilling brutality)પણ મળતી જતી હતી. હુલ્લડ કરનારાઓએ મુસ્તફાબાદમાં ત્રણ મસ્જીદો સળગાવી દીધી હતી. ત્યારે તે જ વિસ્તારમાં, બંને કોમના માણસોએ ભેગા મળીને નિર્ણય કર્યો કે શિવ મંદિરની પેલી મસ્જીદો જેવી સ્થિતી ન થવી જોઇએ. (In Mustafabad, where three mosques were burnt by rioters, both communities came together to ensure the Shiv temple did not suffer a similar fate.) લલિતાપાર્કમાં હિંદુઓએ પોતાના પડોશી મુસ્લીમ કુટુંબોના સંપુર્ણ રક્ષણની જવાબદારી લીધી હતી.  મોજપુરમાં આવેલા મંદિર મસ્જીદ માર્ગના રહીશોએ સંયુક્ત રીતે એકત્ર થઇને રસ્તાના નામ પ્રમાણે હિંદુ–મુસ્લીમ એકતાના દર્શન સાચા સ્વરૂપે કરી બતાવ્યા હતા. સાથે મળીને બંને કોમનીપ્રજાની તમામ મિલકતો અને નાગરિકોના જાનનું રક્ષણ કરીને સમગ્ર વિસ્તારમાં શાંતિ રાખી હતી.

 

અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘણા બધા શીખ, મુસ્લીમ ને હિંદુભાઇઓએ ભાતૃભાવની અજોડ સાંકળ બનાવીને પોતાના પડોશીઓને રક્ષણ પુરું પાડયું હતું તેમજ  

દંગા પિડીતોને બેઠા થવા પાયાની ઘરવખરી વસ્તુઓ, સામાજીક સથિયારો અને હુંફ પુરી પાડી હતી.  દિલ્હીવાસીઓએ એટલ કે સ્થાનિક નાગરિકોએ જે એકતા અને આવા કપરા સમયમાં બતાવેલી બહાદુરીએ તે સમાજનું માનવીય પોત કેટલું મજબુત છે તેના દર્શન ઠેર ઠેર કરાવ્યાં છે.

એક બાજુએ દિલ્હીના મેટ્રો સ્ટેશનો પર " દેશ કે... ગોલી મારો" ના નારા બોલાવાતા હતા ત્યારે સને ૧૯૮૪નાદંગા અને દેશના ભાગલા સમયના માનસીક આધાતોમાંથી દેશની રાજધાનીની પ્રજા ઘણી આગળ નીકળી ગઇ છે તેની સતત સાબિતી આપતી હતી. દિલ્હીવાસીએ આંતરધર્મીય પરસ્પર મજબુત સામાજીક એકતા પ્રાપ્ત કરીને મજબુત બની ગઇ છે તેવો અદ્ભુત નમુનો આ સમયે બતાવી દીધો છે.

        દિલ્હી અને તેની બહારની પણ દેશની પ્રજાએ જ્યારે સમજી લીધું હતું અને આશા પણ છોડી દીધી હતી કે જે રાજકીય પરિબળીઓ મુસ્લીમોને 'બીજા– અથવા સેકંડક્લાસ સીટીઝન્સ' લોકો ગણીને તેઓ પરના હુમલાઓને માન્ય ગણે છે તેવા લોક–ટોળાઓને દિલ્હીની પ્રજાએ અણીને સમયે મદદ કરીને ઠેર ઠેર માનવીય એકતા અને માનવતાની સરવણી વહેતી રાખીને ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું છે. શું આપણો સમગ્ર સમાજ, રાજ્ય પોતે અને તેનો રાજકીય વર્ગ તેમાંથી કોઇ બોધપાઠ શીખશે ખરો? સંકટસમયમાં અરસપરસની વ્યક્તીગત હમદર્દી, સહાનુભુતિ, મદદ આ માટે પુરતી નથી. આપણા બંધારણના ઘડવૈયાઓએ માટે જ સમગ્ર દેશના નાગરિકોમાં ભારતીય તરીકે બંધુત્વ, ભ્રાતૃભાવના( જાતિ,જ્ઞાતિ,ધર્મ, સંપ્રદાય વિ થી પર) વિકસે તે માટે તો તે મુલ્યને બંધારણના આમુખમાં( પ્રીએમ્બલ ઓફ ધી કોન્સટીટયુશન) સમાવવામાં આવ્યું છે.

હાલમાં તો દેશના નાગરિકોમાં ભ્રાતૃભાવની ભાવનાનું સતત ધોવાણ જ થયા કરે તેવા જ વાતવરણને દેશમાં પોષવામાં આવી રહ્યું છે. બળવત્તર બનાવવામાં આવ્યું છે. તેના માટે કોઇ જવાબદાર હોય તો તે દેશનો તમામ રાજકીય વર્ગ સંપુર્ણ જવાબદાર છે. ખરેખરતો  રાજકીય વર્ગની વાસ્તવિક તેમજ નૈતીક જવાબદારી પેલા ભ્રાતૃભાવનાનું મુલ્ય સમાજમાં વિકસાવવાની છે. તેને નષ્ટ કરવાની નહી. આ તો તે બધા લોકો તે ભાવનાને તોડવાનું કામ રાતદિવસ કર્યા કરે છે. જોડવાનું બિલકુલ નહી. ચુંટણી પ્રચારમાં અને તે પછી પણ તે બધાના કાર્યો જુવો, સમજો અને આપણે બોધપાઠ શીખો. હવે તો પ્રજા તરીકે એક ભારતીય સમાજ તરીકે, આપણે આવા ટોળાની લાગણીઓને ઉશ્કેરનાર રાજકારણીઓને તેમની આવી નાપાક વર્તણુકો માટે જબ્બરજસ્ત બદલો! આપવાનો સમય આવી ગયો છે. દિલ્હીએ પહેલાં પણ કર્યું હતું તેમ આ સમયે પણ તેના નિસ્વાર્થી અને નિસ્બત ધરાવતા વર્તનથી પેલા ધર્માંધ ને મતાંધ પરિબળોને પોતાના પર હાવી થવા દીધા નથી.

સૌ. તા. ૦૨–૦૩–૨૦નો ઇન્ડીયન એકપ્રેસના તંત્રી લેખનો ભાવાનુવાદ કરનાર બીપીન શ્રોફ.

http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com