હર્ષ મંદર કોણ છે? પહેલાં ટુંકમાં તેમની સામેના કેસની વાત કરીએ.
જેને દેશની સર્વૌચ્ચ અદાલતે કોર્ટનો તિરસ્કાર કે અનાદર કરવા માટેની નોટીસ આપવાને બદલે દિલ્હી પોલીસને લેખિત જવાબ આપવાનું જણાવ્યું છે. નામદાર કોર્ટે કેસને સાંભળવાની નવી તારિખ ૧૫મી એપ્રિલ રાખી છે. રાજધાનીની પોલીસે સુપ્રીમ કોર્ટમાં એવું સોગંદનામું (એફીડેવીટ) રજુ કર્યું હતું કે હર્ષ મંદરે જામીયા મિલિયા ઇસ્લામમીયા યુની.બહાર સીએએ વિરોધમાં ઉશ્કેરણીજનક, નફરત અને ધિક્કારવાળું ભાષણ આપ્યું હતું. જેમાં સંસદ અને સર્વૌચ્ચ અદાલતની અવમાનના કરી હતી તેવો આક્ષેપ મુકયો હતો. તેની સામે સદર અદાલતે હર્ષ મંદરને પોલીસને જવાબ આપવાનું જણાવ્યું છે. (" to file a reply to a Delhi Police affidavit that has accused him of delivering a hate speech during an anti-CAA protest outside Jamia Millia Islamia University. No contempt notice to Harsh Mander, SC seeks his reply on hate speech allegations.")
દિલ્હી પોલીસે આરોપી કે તહોમતદાર હર્ષ મંદર પર એવો આક્ષેપ મુક્યો હતો કે " તેઓ સમગ્ર ન્યાયતંત્રને એક સંસ્થા તરીકે અપમાનજનક અને નિંદાત્મક શબ્દો બોલવા માટે તથા વ્યક્તીગત ધોરણે ન્યાયધીશોનો અનાદર થાય તેવા ઉચ્ચારણો કરવા માટે જાણીતા છે. પોલીસે નામદાર કોર્ટને વિનંતી કરી હતી કે તેઓના પર ભવિષ્યમાં આવી હરકતો ન કરે માટે દાખલો બેસાડવા દંડ સાથે કોર્ટની અવમાનના (contempt of court) કરવા માટેની કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ.
અત્રે જે ભાષણ માટે હર્ષ મંદર પર આક્ષેપ મુકવામાં આવ્યો છે તે યુ ટયુબ વિડીયો લીંક આ છે. (https://youtu.be/yXS2MvqXNsM)
હર્ષ મંદરનો ટુંકમાં પરિચય– ( જન્મ–૧૭–૪–૧૯૫૫,૬૪વર્ષ).તે લેખક, રીસર્ચ સ્કોલર, શિક્ષક,અને કર્મનીષ્ઠ( સોસીઅલ એક્ટીવીસ્ટ) છે.આ ઉપરાંત તે સામુહીક નરસંહાર પછી બચી ગયેલા લોકોની તમામ પ્રકારના પુનર્વસન, ભુખમરાથી પિડીત લોકો,અને ઘરવિહોણા લોકો, શેરીઓમાંના તમામ વંચિત બાળકો માટે સતત કામ કરે છે. તે દિલ્હી સ્થિત સમન્યાયના સિધ્ધાંત પર કામ કરતી ' Centre for Equity Studies, a research organisation ' માં ડીરેક્ટર તરીકે કામ કરે છે. He also served as Special Commissioner to the Supreme Court of India in the Right to Food Campaign and was a member of the National Advisory Council of the Government of India. તેઓએ આ પહેલાં નક્ષલપ્રભાવિત વીસ્તારમાં વિકાસ અધિકારી I A S તરીકે મુળનિવાસીઓના તમામ પ્રકારના ઉત્થાનના કામો કરેલ છે. બેંગલોરની અઝીઝ પ્રેમજી વીશ્વ વીધ્યાલયના રીસર્ચ પ્રોજેક્ટ ""Unequal India" માં પણ તેઓએ માર્ગદર્શન આપેલ છે. કદાચ આ લેખનો ભાવાનુવાદ કરનારના મંતવ્ય પ્રમાણે દિલ્હીની પોલીસ કરતાં દેશની સર્વોચ્ચ અદલાત વધારે હર્ષ મંદરને તેઓના કાર્યોથી ઓળખતી હશે. સૌ. ઇન્ડીયન એક્સપ્રેસ ન્યુઝ By: Express Web Desk | New Delhi | Updated: March 6, 2020 2:41:16 pm