Tuesday, March 31, 2020

Govt denies reports claiming 21-day lock down over corona virus will be extended call them baseless.

Govt denies reports claiming 21-day lock down over  corona virus will be  extended call them baseless.  સૌ. એનડીટીવી  બ્રેકીંગ ન્યુઝ.૧૧–૦૦ વાગે સવારે. તા. ૩૦–૦૩–૨૦.

દેશની સત્ય આધારીત સમાચાર તૈયાર કરી પ્રસાર કરવા માટે ( ફેક ન્યુઝ માટે નહી) વીશ્વભરમાં વીશ્વાસનીય  પ્રજામત પેદા કરેલ એનડીટીવી સંસ્થાએ ઉપર મુજબ સમાચાર બ્રેકીંગ ન્યુઝ તરીકે આપ્યા છે. શું સમાચાર છે?  મોદી સરકારે જાહેરાત કરી છે કે  ૨૧ દીવસના લોકડાઉન પછી પણ લોકડાઉનનો પીરીયડ ચાલુ રહેશે તે સમાચાર પાયાવીહીન છે. બેઝ લેસ છે.

મોદીજી,તમારા પર અને તમારી સરકાર પણ કોણ વીશ્વાસ રાખશે? ' જનતા કરફ્યુ' ની જાહેરાત પછી ૨૧ દીવસના લોકડાઉનની જાહેરાત તમે સીધી કે આડકતરી રીતે પ્રજાને ગંભીર કટોકટી માટે તૈયાર કરવા જણાવ્યું હોત, તે અંગે પુરતો સમય આપ્યો હોત, તો દેશ પર કોઇ ઉપરથી આસમાન તુટી પડત નહી. જે આસમાની–સુલતાની તો તમે દેશની સને ૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે ૩૭ટકા સ્થળાંતરીત મજુરો ( Migrant Labours) એટલે આશરે ૪૫ કરોડ ઉપરની વસ્તીની કરી દીધી છે.  " Massive evacuation operation on as migrants head out of Delhi." સૌ. ટા.ઓફ. ઇંડીયા તા.૨૯માર્ચનું પ્રથમ પાનાનું મથાળું.

તમારી પાસે વ્યક્તિગત અને તમારા પ્રધાન મંડળના સભ્યો પાસે માનવ હ્રદય અને તે હ્રદયમાં બાકી રહેલી માનવસંવેદના બચી હોય તો તમે દીલ્હીના પેલા વસંતવીહાર જેવા દેશમાંના અનેક વીસ્તારોમાંના ઘરની સર્વે ઘરવખરી બાલબચ્ચા સાથે માથે મુકીને બેબસ નીરાધાર માનવોથી ઉભરાતા 'ઘોડાપુર' ને જોઇ શકો છો ખરા? અમારાથી તે દ્રશ્યો જોઇ શકાતા જ નથી.

' મન કી બાત' જે હંમેશાં એક તરફી જ હોય છે તેમાં માંગેલી માફીથી પેલા લાખો લોકોને માથે જે આભફાટી ગયાં કરતાં પણ વધારે મુસીબતો તુટી પડી છે તેનો એક ટકાના પણ એકસોમાં ભાગ જેટલોય અહેસાસ પણ અમને નાગરીકોને તમારા અને તમારા પ્રધાનમંડળની વર્તણુકમાં દેખાતો નથી. આપશ્રીને પુછી શકીએ ખરા કે નહી જ્યારે ૨૧ દીવસનો લોકડાઉનનો નીર્ણય દેશના ભલા માટે કરતા હતા તે પહેલાં પ્રધાન મંડળની બેઠક મલી હતી ખરી? તેમાં આપના શ્રમ મંત્રાલય અને માનવસંશાધન મંત્રાલય તરફથી સ્થળાંતરીત મજુરોના મુદ્દે કોઇ રજુઆત થઇ હતી ખરી? તેની નોંધ છે ખરી? રાષ્ટ્રના હીતમાં માહીતી આપવા વીનંતી છે. ખરેખર કેવી માહીતી રજુ કરી હતી? આપનો લોકડાઉનનો નીર્ણય શું તેને આધારે કરવામાં આવ્યો છે?

તમારા નાણાંમંત્રીએ આ કટોકટીમાં રાહત આપવા જે નાણાંકીય મદદોની જાહેરાત કરી છે, દેશપર પેદા થયેલ સંકટનો સામનો કરવા માટે તે એક મગફળીના દાણા કરતાંય પણ ઓછી છે તેવું ગઇકાલના ટાઇમ્સ ઓફ ઇંડીયામાં વડીલ પત્રકાર શ્રી સ્વામીનાથન એસ. અંકલેશ્વરીઆ ઐયરે કરી છે. અંગ્રેજીમાં તેનું મથાળુ આ હતું.see Page no. 10. " Relief package Is peanut. India needs to triple it." લેખના આકલન મુજબ નાણાંમંત્રીની જાહેરાતની કુલ રકમ દેશના જીડીપીના કુલ બે ટકા જેટલી પણ નથી. સામે પક્ષે અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ અને આપણા દેશના પરમ મીત્ર ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના અર્થતંત્રની જીડીપીના ૧૫ ટકાની રકમનું પેકેટ અઅ કટોકટીને પહોંચી વળવા જાહેર કર્યું છે.

 

માનનીય પ્રધાનમંત્રીજી, આપશ્રીને પ્રજા તરીકે અમારી બે નમ્ર હ્રદયપુર્વકની વીનંતી છે.

(૧) બહુ સ્પષ્ટ રીતે પ્રજા જોગ જાહેર કરી દો કે તારીખ ૧૪મી એપ્રીલ પછી આ કોરાના વાયરસ સંક્રમણથી પેદા થયેલ રાષ્ટ્રીય કટોકટીનો મુકાબલો કરવા  આપના પ્રધાન મંડળ અને આપશ્રીની કેવી નીતી હશે? હજુ આપને વીગતે ચર્ચા કરવાનો પુરતો સમય છે. તા– ૧૪મી એપ્રીલ આવે તે પહેલાં જાહેર કરી દો.

(૨) ભારતના નાગરીકો પણ સમજી ગયા છે કે આ કટોકટીનો સહેલાઇથી અને ટુંકાગાળાનો કોઇ ઉપાય આપની સરકાર અને વીશ્વના કોઇ દેશ પાસે નથી. તેથી નજ્કના ભવીષ્યમાં કોઇ જાદુઇ ચીરાગની મદદથી તે ઉકેલાવાનો નથી જ. માટે આ મહામારી જેમ વૈશ્વીક છે. તેથી જેમ વીશ્વનો કોઇ દેશ કે તેનો ખુણો બાકી રહ્યો નથી; તેવીજ રીતે તેની વીઘાતક અસરોથી દેશનો કોઇ ખુણો બાકી રહેવાનો નથી. માટે રાષ્ટ્રના નાગરીકોના માનવીય અને સુખાકારીના હીતમાં આપના પક્ષીય પ્રધાન મંડળને બદલે સમગ્ર રાષ્ટ્રીય પ્રધાનમંડળ અને સરકાર ( NATIONAL Government & National Ministry) ની તાત્કાલીક રચના કરો. જેમાં સર્વ–પક્ષીય ઉપરાંત જુદા જુદા સંબંધીત ધરાવતા સમાજના ક્ષેત્રૌ જેવાકે અર્થતંત્ર, રાજયતંત્ર, શિક્ષણ, આરોગ્ય, તબીબી વીજ્ઞાન, સાહીત્ય, પરદેશી સંબંધો, વિશ્વ આરોગ્ય સંસ્થાના નીષ્ણાતો, સીને કલાકારો, કાયદાવિદ્,અને ઉધ્યોપતીઓ, વગેરે તેમજ આ ક્ષેત્રના સંબંધીત વૈજ્ઞાનીકો તેવા અનેક મહાનુભાવોનું આ પ્રધાન મંડળ બનાવો. માનનીય વડાપ્રધાન શ્રી, આપશ્રી, આ સમસ્યા હવે રાષ્ટ્રીય બની ગઇ છે કોઇ પક્ષની કે તેના નેતાની રહી નથી. તેથી તેના ઉકેલ માટેના સહકારનો વ્યાપ પણ  નમ્રપણે રાષ્ટ્રીય બનાવી દો.

કોરોનાની અસરો જેમ દીલ્હીમાં એક રાજ્ય તરીકે છે તેમ દેશના એક એક રાજ્ય, જીલ્લા, તાલુકા અને ગ્રામ્યકક્ષાએ પણ ખુબજ ઝડપથી ફેલાતી જવાની છે. હવે તો લોકડાઉન પછી જે સર્વહારાઓ કે વંચીતોના સમુહોઓના ઘોડાપુર સમગ્ર દેશના ગ્રામીણ અને અર્ધ કે ઓછા વીકસીત કસબાઓને પણ તેની આગમાં ભરખી જશે. માટે જેમ દેશની કક્ષાએ નેશનલ સરકાર પણ પક્ષીય સરકાર નહી તેમ દરેક રાજ્ય, જીલ્લા અને સ્થાનીક કક્ષાએ ' કોરોના સંઘર્ષ સામે પ્રજા મંડળો ' ની રચના સ્તવરે કરો . રાષ્ટ્રીય સરકારોની માફક લોકભાગીદારીવાળા સંગઠનો બનાવો. કોરોના સંક્રમણનું યુધ્ધ દેશની સરહદો પર લડાતું નથી. તેને આપણી શેરીઓ, મહોલ્લાઓ અને ઘરોમાં ખુબજ  ખુબજ લાંબા લાંબા સમય સુધી મારે, તમારે, દેશ અને દુનીયાએ  લડવાનું છે. કોઇ ટુંકો રસ્તો ૨૧મી સદીના બીજા દાયકાના અંત સમયે નીકળવાનો નથી જ.

 કેમ? કારણકે  હજારો વર્ષોથી આપણી સમગ્ર માનવજાત એક સમુહ જીવનારી જૈવીક એકમ (Species) તરીકે પોતાનું અસ્તીત્વ ટકાવીને ૨૧મી સદી પહોંચી છે. આ સમયે મને મહાન ગ્રીક તત્વજ્ઞાની અને વૈશ્વીક તત્વજ્ઞાનનો પીતામહ એરીસ્ટોટલનું એક સદબહાર વાક્ય યાદ આવે છે." The man is the gregarious animal."  માનવી જૈવીક રીતે જ સમુહમાં જીવનારૂ પ્રાણી છે. હવે જો કોરાના વાયરસે આપણને જનતા કરફ્યુ કે લોકડાઉન સીવાય તો તમે જીવવાનું શરૂ કર્યા આપણે ગયા!. હે! માનવજાત તું તૈયાર થવા માંડ! શેના માટે? કોરોનાથી બચી ગયેલા માનવી માટેની સમુહ કે ટોળા સીવાયની નવી સમાજવ્યવસ્થાની રચના કરવા માટે!

 બોલો , માનનીય વડાપ્રધાનજી, ભલે ગઇકાલ સુધી આપણે એકબીજાને હીંદુ, મુસ્લીમ, ઇસાઇ તરીકે ઓળખતા આવ્યા છે કોરોના વાયરસ કહે છે જે જુનુ ભુલતા નથી અને નવાપડકારો માટે નાના નાના વાડામાં વહેંચાઇ ગયા છે તે બધાનું સર્વસ્વ નાશ કરવા અમારો મોરચો ચોવીસ કલાક અને સાતેય દીવસ ((24x7) તૈયાર છે. પસંદગી મોદી સાહેબ! આપની પાસે છે. દેશને કયો માર્ગ બતાવો છો. નવા માર્ગમાં સફળ થાઓ માટે શુભેચ્છા.


--