ડૉક્ટરે સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યનો કોરોનાનો પ્રથમ દર્દી હોવાથી નીચે મુજબની દવાના ડોઝ આપ્યા.( He was the first patient in Maharashtra to undergo treatment using two anti-viral drugs used to suppress viral load in the body – Ritonavir and Lopinavir. "His health improved in between due to the drugs, and we thought he would recover," a health official said.) જે રાહત ક્ષણિક સાબિત થાયછે. તેઓને હાઇબલ્ડ પ્રેસર, ન્યુમોનીયા અને હ્રદયના સ્નાયુઓમાં સોજો દેખાયો. હ્રદયના ધબકારા પણ ખુબજ વધી ગયા હતા. તેઓને તરતજ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા. ગઇકાલે મંગળવારે સવારે આશરે આઠ વાગે તેઓ ગુજરી ગયા હતા. ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા દર્દીઓની કેસ હીસ્ટ્રીમાં આઠ ટકાથી વધારે દર્દીઓ હ્રદય રોગના દર્દીઓ હતા તેવો લાન્સે સ્ટડી રીપોર્ટ જણાવે છે . મુંબઇ મ્યુનીસીપલ કોર્પોરેશનના કમિશ્નર શ્રી સુરેશ કાકાણી જણાવે છે કે અમારે માટે કોરોના વાયરસથી મૃત્યુ પામેલો આ પ્રથમ દર્દી હતો. તેથી અમે ગુજરનારાના કુટુંબની ઇચ્છા પ્રમાણે અંતિમવીધી કરવાનું નક્કી કર્યું. અમારો અભિપ્રાય એવો હતો કે તેઓનો અંતિમ સંસ્કાર કસ્તુરબા હોસ્પીટલની નજીક આવેલ ઇલેકટ્રીક કે સીએનજી સ્મશાનમાં કરવામાં આવે! વીશ્વ આરોગ્ય સંસ્થાના શિરસ્તા પ્રમાણે ચેપી રોગવાળા મૃત દેહની ઓટોપ્સી કે પોસ્ટમોર્ટમ કરવાનું હોતુ નથી. કારણકે પેલા ચેપી રોગવાળાના શરીરમાંથી નીકળનાર પ્રવાહીથી ડૉક્ટરને પોતાને ચેપ લાગે! તેથી ગુજરનારની ઓટોપ્સી કરવામાં આવી નહી. પોલીસ તંત્ર અને હોસ્પીટલ માટે પ્રશ્ન હતો કે જાહેર આરોગ્યના હિતની દ્ર્ષ્ટીએ મૃત શરીર કુટુંબને સોંપવું કે સરકારી તંત્ર પોતે તેનો અગ્નીસંસ્કાર કરે! અંતે તે મૃત શરીરને લીકપ્રુફ પ્લાસ્ટીક બેગમાં ફક્ત મોંઢાનો ભાગ દેખાય તે રીતે લપેટી દેવામાં આવ્યું અને ત્યાર બાદ કાચની પેટીમાં મુકવામાં આવ્યું જેથી તેના નજીકના સગાવહાલા જોઇ શકે. હોસ્પીટલમાંથી બાયો– હઝાર્ડ –પ્રુફ સુરક્ષીત ગાડીમાં લઇ જઇને અંતીમ વીધી પુરી કરવામાં આવી. ગુજરનારના કુટુંબના આઠ સભ્યોનો કોરોના–૧૯નો ટેસ્ટ લેવામાં આવ્યો છે . તેમાંથી પત્નિ અને દિકરાનો અગાઉ જણાવ્યું તે પ્રમાણે પોઝેટીવ ટેસ્ટ આવ્યો છે. જેને અલાયદા રાખવામાં આવ્યા છે. પેલા દર્દીની સારવાર કરનાર તમામ ડૉક્ટર્સ તેમજ નર્સોની પુરી તપાસ કરવામાં આવી છે. આ લેખ વિગતે રજુ એટલા માટે કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસની અસરોની ગંભીરતા જણાય! ભાવાનુવાદ–બીપીન શ્રોફ. સૌ . ઇન્ડીયન એકપ્રેસ તા. ૧૮મી માર્ચ. -- |