Saturday, September 26, 2020

દેશના અસંગઠીત ખેડુતોને બજાર અને મુડીવાદને હવાલે સોંપી દેવાય નહીં.

દેશના અસંગઠીત ખેડુતોને બજાર અને મુડીવાદને હવાલે સોંપી દેવાય નહી.        

તાજેતરમાં દેશની સંસદ અને રાજ્યસભાએ જે ઝડપથી અને ભાજપે પોતાના સાથી પક્ષોને પણ વિશ્વાસમાં લીધા સિવાય, ખેતીને લગતા ત્રણ બીલો પસાર કર્યા છે તે તમામ લોકશાહી પ્રણાલીઓને બાજુ પર મુકીને પસાર કર્યા છે. ત્રણ બીલોનો સાર આ પ્રમાણે છે. (૧) ખેતપેદાશોને સ્થાનીક ખેતબજારના તમામ નિયમોમાંથી મુક્ત કરી. દેશના કોઈપણ ખુણે ખેડુતો પોતાની ખેત પેદાશો હવે વેચી શકશે. ખેતપેદાશનો ધંધો કરવા કોઇપણ પ્રકારના લાયસન્સની જરૂર હવે રહેશે નહી. (૨) ખેડુત કે ખેતપેદાશનો વેપાર કરનારને આવશ્યક ચીજવસ્તુઓના ધારામાંથી હવે મુક્તી મલશે. ખેતપેદાશનો જથ્થો પોતાની આર્થીક તાકાત પર ખરીદીને સંગ્રહ કરી શકશે.(૩) ખેતઉત્પાદનમાં આર્થીક હિત ધરાવતા મુડીવાદી પરિબળો હવે ખેડુતો સાથે આગતરો કરાર ( કોન્ટ્રાકટ) કરી  ઉત્પન્ન થયેલ માલ લઇ શકશે.

આ પસાર કરેલ બીલો પર હવે દેશના રાષ્ટ્રપતી સહી કરશે એટલે તે કાયદો બનશે. આગામી  થોડાક જ દિવસોમાં ખેડુતોનો ખરીફ કે ચોમાસુ સીઝનનો તૈયાર થયેલ  માલ બજારમાં આવશે ત્યારે ખેતઉત્પાદનોની આર્થીક લેવડદેવડો ઉપરના કાયદા મુજબ હિતો ધરાવતા પરીબળો કરી શકશે. આજસુધી અનાજ અને ખેતપેદાશોનો ધંધો કરતા વેપારીઓ વગેરે વર્ગો , જેઓ ખેડુતો અને ગ્રાહકો વચ્ચે સાંકળ બનીને માંગ–પુરવઠાનું ચક્ર ચલાવતા હતા તે બધાને આ ત્રણ કાયદાઓ જડમુળથી સંપુર્ણ ક્રમશ; ઉખાડી દેવાની ક્ષમતા ધરાવે છે. સરકાર જાહેર કરે છે કે આ કાયદાઓના અમલ પછી કૃષીક્ષેત્રમાં ખેડુતોના હિતમાં ક્રાંતીકારી ફેરફારો કાયમ માટે થઇ જશે.

કીસાન સંગઠનો અને રાજકીય વિરોધ પક્ષોની આ કાયદાઓ અંગે એક જ વાત છે. મોદીજી!, કેમ આ ત્રણેય બીલોની  કોઇપણ કલમમાં લઘુતમ ટેકાના ભાવ પ્રમાણે જે કોઇ નવા પરીબળો આ કાયદાઓથી અસ્તીત્વમાં આવતા હોય તેઓએ ખેતપેદાશ ખરીદવી ફરજીયાત હશે. સરકાર જે પોતે જાહેર કરે છે તેવા , લઘુતમ ટેકાનાભાવ ( Minimum Support Price  MSP)  પ્રમાણે જ ખેડુતોની ખેતપેદાશો ખરીદશે તેવો ઉલ્લેખ આ કાયદાઓમાં કેમ નથી? સરકારની  મોઢાની વાતો પર કોણ વીશ્વાસ રાખશે! સરકાર તરફથી એવું દેશ વ્યાપી માળખું છે કે દેશના દરેક કિસાનને તેના કૃષી ઉત્પાદનનો પોષણક્ષમ ભાવતો ઠીક પણ  મોદી સરકારે જાહેર કરેલો લઘુતમ ભાવ મળી રહે?

દેશના બે રાજ્યો પંજાબ અને હરીયાણા પાસે દેશની કુલ ખેતી લાયક જમીનની ફક્ત અઢી ટકા જમીન છે. પણ દેશને ચોખા અને ઘંઉની જરૂરીયાતના  પચાસ ટકા પુરવઠો આ બે રાજ્યો પુરી પાડે છે.  આ બધો પુરવઠો સરકાર લઘુતમ ટેકાનો ભાવ આપીને વર્ષોથી ખરીદે છે. જે પુરવઠો ફુડ કોર્પોરેશન ઇંડીયા દ્રારા ગરીબાઇ નીચે જીવતા ૮૦ કરોડ લોકોને સસ્તા અનાજની દુકાનો દ્રારા પુરો પાડવામાં આવે છે. આવી જાહેરાત પણ મોદીજીએ જ કરેલી છે. દેશની સરકારને આ નવા કાયદાઓના ગુણગાન કરતી જાહેરાતો કરીને આ જવાબદારીમાંથી પણ છટકી જવું છે.

શિક્ષણ, આરોગ્ય, જાહેરઉધ્યોગો, સંરક્ષણ, રેલ્વે, હવાઇ ઉડ્ડયન અને હવે ખેત–પેદાશો બધામાંથી સરકાર ને નીકળી જવું છે. દેશની ૭૦ ટકા ઉપરની વસ્તીને મુડીવાદી બજારોને હવાલે છોડી દેવી છે. ' સબકા વીકાસ સબકા સાથ ' નો જીવંત નમુનો.

ગઇકાલે દેશના જુદા જુદા રાજયોમાં આવેલા કિસાન સંગઠનોએ ' ભારતબંધ' નું એલાન આપ્યું હતું. આજે હજુ તે ભારતબંધની અસરોને ૨૪ કલાક થયા નથી. અને મોદી સરકારે પંજાબ હરીયાણા રાજ્યોમાં  લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની ખરીદી  શરૂ કરી દીધી છે. નોટબંધી, જીએસટી , કોવીડ–૧૯ ને ભગાડવા થાળી વગાડવાનો કાર્યક્રમ કે પછી અણઘડ લોકબંધીની જાહેરાતથી પેદા થયેલ દેશના અર્થતંત્રની સ્થિતી હોય, કે  સ્થળાંતર મજુરોનો પ્રશ્ન હોય અને હવે લઘુતમ ટેકાના ભાવની વાત હોય ' તુફાનની દિશા પ્રમાણે  દેશની નૌકાના સઢની પણ દિશા બદલીને રાજ કરવામાં આ સરકાર માહેર થઇ ગઇ છે.'

 પ્રજા તેને સાચા સ્વરૂપે હજુ ઓળખી શકી ન હોય તેમાં કળા કરનાર મોર નો શો વાંક!

 

 

દેશના અસંગઠીત ખેડુતોને બજાર અને મુડીવાદને હવાલે સોંપી દેવાય નહી.        

તાજેતરમાં દેશની સંસદ અને રાજ્યસભાએ જે ઝડપથી અને ભાજપે પોતાના સાથી પક્ષોને પણ વિશ્વાસમાં લીધા સિવાય, ખેતીને લગતા ત્રણ બીલો પસાર કર્યા છે તે તમામ લોકશાહી પ્રણાલીઓને બાજુ પર મુકીને પસાર કર્યા છે. ત્રણ બીલોનો સાર આ પ્રમાણે છે. (૧) ખેતપેદાશોને સ્થાનીક ખેતબજારના તમામ નિયમોમાંથી મુક્ત કરી. દેશના કોઈપણ ખુણે ખેડુતો પોતાની ખેત પેદાશો હવે વેચી શકશે. ખેતપેદાશનો ધંધો કરવા કોઇપણ પ્રકારના લાયસન્સની જરૂર હવે રહેશે નહી. (૨) ખેડુત કે ખેતપેદાશનો વેપાર કરનારને આવશ્યક ચીજવસ્તુઓના ધારામાંથી હવે મુક્તી મલશે. ખેતપેદાશનો જથ્થો પોતાની આર્થીક તાકાત પર ખરીદીને સંગ્રહ કરી શકશે.(૩) ખેતઉત્પાદનમાં આર્થીક હિત ધરાવતા મુડીવાદી પરિબળો હવે ખેડુતો સાથે આગતરો કરાર ( કોન્ટ્રાકટ) કરી  ઉત્પન્ન થયેલ માલ લઇ શકશે.

આ પસાર કરેલ બીલો પર હવે દેશના રાષ્ટ્રપતી સહી કરશે એટલે તે કાયદો બનશે. આગામી  થોડાક જ દિવસોમાં ખેડુતોનો ખરીફ કે ચોમાસુ સીઝનનો તૈયાર થયેલ  માલ બજારમાં આવશે ત્યારે ખેતઉત્પાદનોની આર્થીક લેવડદેવડો ઉપરના કાયદા મુજબ હિતો ધરાવતા પરીબળો કરી શકશે. આજસુધી અનાજ અને ખેતપેદાશોનો ધંધો કરતા વેપારીઓ વગેરે વર્ગો , જેઓ ખેડુતો અને ગ્રાહકો વચ્ચે સાંકળ બનીને માંગ–પુરવઠાનું ચક્ર ચલાવતા હતા તે બધાને આ ત્રણ કાયદાઓ જડમુળથી સંપુર્ણ ક્રમશ; ઉખાડી દેવાની ક્ષમતા ધરાવે છે. સરકાર જાહેર કરે છે કે આ કાયદાઓના અમલ પછી કૃષીક્ષેત્રમાં ખેડુતોના હિતમાં ક્રાંતીકારી ફેરફારો કાયમ માટે થઇ જશે.

કીસાન સંગઠનો અને રાજકીય વિરોધ પક્ષોની આ કાયદાઓ અંગે એક જ વાત છે. મોદીજી!, કેમ આ ત્રણેય બીલોની  કોઇપણ કલમમાં લઘુતમ ટેકાના ભાવ પ્રમાણે જે કોઇ નવા પરીબળો આ કાયદાઓથી અસ્તીત્વમાં આવતા હોય તેઓએ ખેતપેદાશ ખરીદવી ફરજીયાત હશે. સરકાર જે પોતે જાહેર કરે છે તેવા , લઘુતમ ટેકાનાભાવ ( Minimum Support Price  MSP)  પ્રમાણે જ ખેડુતોની ખેતપેદાશો ખરીદશે તેવો ઉલ્લેખ આ કાયદાઓમાં કેમ નથી? સરકારની  મોઢાની વાતો પર કોણ વીશ્વાસ રાખશે! સરકાર તરફથી એવું દેશ વ્યાપી માળખું છે કે દેશના દરેક કિસાનને તેના કૃષી ઉત્પાદનનો પોષણક્ષમ ભાવતો ઠીક પણ  મોદી સરકારે જાહેર કરેલો લઘુતમ ભાવ મળી રહે?

દેશના બે રાજ્યો પંજાબ અને હરીયાણા પાસે દેશની કુલ ખેતી લાયક જમીનની ફક્ત અઢી ટકા જમીન છે. પણ દેશને ચોખા અને ઘંઉની જરૂરીયાતના  પચાસ ટકા પુરવઠો આ બે રાજ્યો પુરી પાડે છે.  આ બધો પુરવઠો સરકાર લઘુતમ ટેકાનો ભાવ આપીને વર્ષોથી ખરીદે છે. જે પુરવઠો ફુડ કોર્પોરેશન ઇંડીયા દ્રારા ગરીબાઇ નીચે જીવતા ૮૦ કરોડ લોકોને સસ્તા અનાજની દુકાનો દ્રારા પુરો પાડવામાં આવે છે. આવી જાહેરાત પણ મોદીજીએ જ કરેલી છે. દેશની સરકારને આ નવા કાયદાઓના ગુણગાન કરતી જાહેરાતો કરીને આ જવાબદારીમાંથી પણ છટકી જવું છે.

શિક્ષણ, આરોગ્ય, જાહેરઉધ્યોગો, સંરક્ષણ, રેલ્વે, હવાઇ ઉડ્ડયન અને હવે ખેત–પેદાશો બધામાંથી સરકાર ને નીકળી જવું છે. દેશની ૭૦ ટકા ઉપરની વસ્તીને મુડીવાદી બજારોને હવાલે છોડી દેવી છે. ' સબકા વીકાસ સબકા સાથ ' નો જીવંત નમુનો.

ગઇકાલે દેશના જુદા જુદા રાજયોમાં આવેલા કિસાન સંગઠનોએ ' ભારતબંધ' નું એલાન આપ્યું હતું. આજે હજુ તે ભારતબંધની અસરોને ૨૪ કલાક થયા નથી. અને મોદી સરકારે પંજાબ હરીયાણા રાજ્યોમાં  લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની ખરીદી  શરૂ કરી દીધી છે. નોટબંધી, જીએસટી , કોવીડ–૧૯ ને ભગાડવા થાળી વગાડવાનો કાર્યક્રમ કે પછી અણઘડ લોકબંધીની જાહેરાતથી પેદા થયેલ દેશના અર્થતંત્રની સ્થિતી હોય, કે  સ્થળાંતર મજુરોનો પ્રશ્ન હોય અને હવે લઘુતમ ટેકાના ભાવની વાત હોય ' તુફાનની દિશા પ્રમાણે  દેશની નૌકાના સઢની પણ દિશા બદલીને રાજ કરવામાં આ સરકાર માહેર થઇ ગઇ છે.'

 પ્રજા તેને સાચા સ્વરૂપે હજુ ઓળખી શકી ન હોય તેમાં કળા કરનાર મોર નો શો વાંક!

 

 



--

Saturday, September 12, 2020

ભારતીય રાષ્ટ્રવાદમાં ફ્રાન્સના રાફેલ

ભારતીય રાષ્ટ્રવાદમાં ' ફ્રાન્સના રાફેલ' YES અથવા ચાલશે પણ ચાઇનીઝ એપ NO અથવા ના. અમારો આદર્શ તો 'આત્મનીર્ભર' ભારત છે.

ચીની રાષ્ટ્રવાદ– ભારતમાં અમારૂ મુડી રોકાણ નફાકારક છે માટે ચાલશે. અને અમારી નીકાસ પણ ચાલશે. અને તમારા દેશની હીમાલયની ભુમી પણ ચાલશે.

 ડોનાલ્ડ ટ્રમ્પ ઉવાચ– ' મોદી છે તો મુમકીન' છે પણ શું ? ભારતને આર્થીક રીતે લુંટવાનું. ચીનાઓ ભારતને લુંટે તેના કરતાં અમે ગોરા લુંટીંયે તેમાં શું ખોટું છે.  બસોને સીત્તરે વર્ષો પહેલાં ભારતને લુંટવાની શરૂઆત કરનારી તો અમારી ગોરી પ્રજા જ હતી ને!  ડોનાલ્ડ ટ્રમ્પ ઉવાચ– " ટ્રમ્પ – મોડી  ભાઇ  ભાઇ!" આપણા વડાપ્રધાન મોઢેરા સ્ટેડીયમ પરથી ઉવાચ; " મોદી–ટ્રમ્પ ભાઇ ભાઇ." USA has permanent interests but no permanent friends."-

પુટીન અને શી. જીનપીંગ– ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસીંગને ખબર છે ખરી કે રશીયા અને ચીનના સંબંધોમાં લોહીની સગાઇ છે?  " The blood is thicker than water."

ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેકરોન ઉવાચ– એશીયા, આફ્રીકા અને દક્ષીણ અમેરીકાના દેશો અંદર અંદર લડયા જ કરે તો જ અમારાં રાફેલ લડાકુ વિમાનો અબજો ડોલર્સમાં વેચાય ને! અમારો દેશ ફ્રાન્સનો વિશ્વનો પ્રથમ દેશ છે જ્યાં  પ્રતિ દિવસ કામના કલાકો ફક્ત છ ( Six hours a day only) છે. ભલે મોદીજી, તમારા ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં, જ્યાં તમારા પક્ષની સરકારો છે. પ્રતિ દિવસ કામના કલાકો બાર (૧૨ કલાક પ્રતિ દિવસ) છે. અમારા  ફ્રાન્સ દેશના નાગરીકો ઇચ્છે છે કે, મોદીજી, તમારા જેવા મજબુત નેતાઓ હોવા જોઇએ કે જેથી અમારો લડાકુ વિમાનો વેચવાના ધંધામાં ક્યારેય મંદી ન આવે.

યુરોપીયન યુનીયનની મેમ્બર દેશોની સંસદના  વડા ડેવીડ સસોલી છે. યુરોપના લગભગ બધા જ પડોશી રાષ્ટ્રો એકબીજા સાથે  ' રાષ્ટ્રવાદના નશામાં મારૂ રાષ્ટ્ર તારા રાષ્ટ્ર કરતાં મહાન, બળવાન વગેરે વગરે. નામે ૩૦૦ કરતાં વધારે વર્ષો સુધી લડયાજ કરતા હતાં.  સને ૧૯૪૫ના બીજા વિશ્વ યુધ્ધ પછી યુરોપીયન યુનીયન ના દરેક સભ્યે પોતાના રાષ્ટ્રીય અસ્મિતા ફગાવી દઇને, દરેકે દેશે પોતાની ભૌગીલક સરહદો વાહનવ્યવહાર અને રોજગારી માટે મુક્ત બનાવી દીધી છે. આજે તેમાં યુરોપના ૨૭ દેશો છે. અને બીજા ૧૦ દેશો યુરોપીયન યુનીયનના સભ્ય બનાવ લાઇનમાં ઉભા છે. તેના નાણાંકીય ચલણનું નામ 'યુરોડોલર' છે. આ બધા દેશો વચ્ચે  છેલ્લા ૭૫ વર્ષોમાં કોઇપણ પ્રકારના યુધ્ધો નામે થયા નથી. તેના મેમ્બર દેશો પાસે પોતાના લશ્કરો નથી. પણ સમુહ લશ્કરી અને સલમાતી માટેની તમામ વ્યવસ્થા આ દેશોના યુનીયનમાં છે.

ભારત– પાકીસ્તાનનો સંઘર્ષ શરૂ થયે તો હજુ ફક્ત આશરે ૭૦ વર્ષો જ થયા છે ને? યુરોપને તેવી પરિપક્વતા આવતાં ૩૦૦ વર્ષ થયાં હોય તો આપણા માટે આટલા ટુંકાગાળામાં પરિપક્વ બનવાની  શું જરૂર છે? યુરોપની ડેન્યુબ, થેમ્સ જેવી નદીઓમાં સદીઓથી જે લોહી વહ્યું  તેવું લોહી અને તેટલા પ્રમાણમાં  આપણી  બંને દેશોની પ્રજાનું રાવી, બીયાસ, જેલમ અને સતલજ જેવી નદીઓમાં ક્યાં વહ્યું છે? ત્યાંસુધી  ' દેશદ્રોહી– રાજ્યદ્રોહી, ધર્મદ્રોહી વી.' ની પેલી ચલક ચલાણીની રમત મતદારોને  રમાડવાથી  સત્તાની ખુરશીઓ સચવાઇ જતી હોય, તેમાં જ રાષ્ટ્ર હિત છે તેવું સમજી લો  ને!.................



--

Tuesday, September 8, 2020

એકહથ્થુ રાજકીય સત્તા



--
Bipin

                                                         એકહથ્થુ રાજકીય સત્તાના મુળભુત લક્ષણો–

આજે વીશ્વના ચાર દેશો એવા છે જ્યાં લોકશાહી માર્ગે ચુંટાયેલી સરકારો છે. પણ આ  દેશોના રાજકીય પક્ષો અને તેના નેતાઓએ પોતાના દેશમાં એકહથ્થુ સત્તા ( Absolute Totalitarian Power) મેળવવા જે રીતીનીતીઓ તે નીચે મુજબ છે. (૧) બ્રાઝીલ –જે બોલસોનારો., (૨) યુ એસ એ,ના નેતા ડોનાલ્ડ ટ્રમ્પ (૩) રશીયા વેલ્ડીમીર પુટીન(૪) ભારત નરેન્દ્ર્ મોદી.

(૧)  સમગ્ર સમાજ ઉપર એકહથ્થુ સત્તા મેળવવાના પ્રયત્નો.

(૨) પ્રજા જીવનના તમામ પાસાઓ જેવાં કે રાજકીય, સામજીક, સાંસ્કૃતીક, શૈક્ષણિક, આરોગ્ય, આર્થીક વગેરે પર કાબુ મળવવા પ્રયત્નો.

(૩) પ્રભાવી વ્યક્તીત્વ– (The Charismatic leadership.)

(૪) બહુમતી ધર્મના ટેકાવાળી જમણેરી ( ડાબેરી કે સમાજવાદી નહીપણ  ખ્રીસ્તી કે હીંદુ ધર્મ આધારીત) એકહથ્થુ, એકજ વ્યક્તિની સત્તા. આવી રાજકીય સત્તાની તરફેણમાં વ્યક્તિગત નાગરીકોનું ફક્ત સંપુર્ણ સમર્પણ જ નહી પણ તે નેતા આધારીત રાજ્યના હિતમાં સંવર્ધન કરવા ત્યાગ–બલીદાન માટે તૈયાર. નવો રાષ્ટ્રધર્મ!

(૫) મારૂ રાષ્ટ્ર અને તેના નાગરીકો વિશ્વગુરૂ બનવાની ક્ષમતા ધરાવે છે.

 

(૬–અ) આ સ્વપ્નાને સાકાર કરવા (અખંડ હિન્દુસ્તાન) માટે રાજ્યની લશ્કરી સત્તાની સમકક્ષ પોતાનું ખાનગી લશ્કર ( The use of private paramilitary organizations) તૈયાર રાખવું,જેનો ખાસ હેતુ , રાજ્યસત્તા અને તેના નેતા સામેના તમામ પ્રકારના વિરોધને હીંસક રીતે દબાવી દેવો .વિરોધ પક્ષના લોકો સામે  હીંસક વાતાવરણ પેદી કરીને સતત ભયમાં રાખવા. (૬–બ)  રાષ્ટ્ર અને રાજ્યસત્તાને એકબીજામાં ભેળવી દેવા, ( I am the State so I am the nation.) આવી રાજય સત્તાની તથા તેના લાડીલા નેતાની ટીકા એટલે ટીકા કરનાર દેશદ્રોહી, રાષ્ટ્રવિરોધી,  રાજ્યના વહીવટને લગતા તમામ નિર્ણયોનું સંપુર્ણ એકહથ્થુ કેન્દ્રીકરણ– એકજ નેતાની સર્વમાન્ય વફાદારી દેશમાં પેદા થાય તેવા તમામ પ્રકારના પ્રસાર અને પ્રચારના સાધનોનો ભરપુર ઉપયોગ કર્યા જ કરવો.

(૭) એકહથ્થુસત્તાવાદી વિચારસરણીના ટેકેદારો પોતાના દેશમાં પ્રજાપર એવી ભુરકી નાંખવામાં સફળ થાય છે કે ' તેમની સત્તા આવી તે પહેલાંનો . દેશ અને સમાજ ખુબજ ભ્રષ્ટ, અનૈતીક અને સારા ફેરફારો કે સુધારા થવાની તમામ કક્ષા ગુમાવી દીધલો બની ગયો હતો' . (It reached a stage of no return.) આ વિચારસરણીમાંથી જે ચુબકીય વ્યક્તીત્વ પેદા થાય છે તે પ્રજાના કલ્યાણના જાત જાતના અને ભાત ભાતના વૈકલ્પિક પ્લાન રમતા મુકીને દેશના હીતમાં પ્રજાનો બિનશરતી સંમતીવાળો સહકાર ખુબજ પ્રોપેગંડા કરીને યેનકેન પ્રકારે મેળવી લેવામાં સફળ થાય છે. ( Totalitarian forms of organization enforce this demand for conformity.)

(૮)  દેશપર આવી વિચારસરણી અને  તેના આધારીત કાર્યો, એક જ પક્ષ ને તેના એક જ નેતાથી સંચાલીત થતા હોય છે. આવા પક્ષ પાસે કાર્યકરો  એકદમ હુમલો કરીને નાસી જનારૂ તાલીમ પામેલું રાજકીય દળ ( The strom-troopers નાઝી રાજકીય દળ ) સામાન્ય જનતામાંથી તૈયાર કરેલું હોય છે. આવું તે પક્ષ અને તેના નેતાનું અર્ધલશ્કરી દળ સમગ્ર દેશમાં પ્રાદેશિક, જીલ્લા, તાલુકા અને ગ્રામ્યકક્ષા સુધી સંગઠિત હોય છે. આવા જુથો સ્વતંત્ર રીતે યુવાનો, દરેક આધુનીક વ્યવસાયો જેવાકે ડૉકટર, વકીલ, સીએ, સાંસ્કૃતીક અને રમતગમતની પ્રવૃત્તીઓમાં  કામ કરતા યુવાનોમાં પોતાના પક્ષનો કાબુ વધારવા પુરક પરીબળો( The supplementary force) તરીકે સતત કામ કરતા હોય છે. આ બધા પરીબળોએ એકત્ર થઇને  પોતાના પક્ષ અને તેના નેતાના વિચારો અને માહીતી ફેલાવવાના વાહકો બની જાય છે. તેમની મદદે ટેલીવીઝન, રેડીયો, પ્રેસ અને શિક્ષણ બધું જ  પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે આ બધાના ટેકામાં ખડેપગે તૈયાર જ હોય છે. તે પણ વીના સકોચે.( A paramilitary secret police ensures compliance. Information and ideas are effectively organized through the control of television, radio, the press, and education at all levels.)

(૯) ફ્રાંસની લોકક્રાંતીમાં શરૂઆતને તબક્કે જમીનદારો, પાદરીઓ અને રાજાશાહી સામે વીદ્રોહ કરનાર મધ્યમવર્ગ હતો. જયારે જર્મનીમાં નાઝીવાદી હિટલર, ઇટાલીના મુસોલીની ને પોતાની જુની વ્યવસ્થા ટકી રહે તેવો પ્રત્યાઘાતી અને જેસેથૈવાદી હીતો ધરાવતો પણ મધ્યમવર્ગ હતો. રશીયાનો સ્ટાલીન અને ચીનનો માઉત્સેંગ પણ આવાજ એકહથ્થુ સત્તાધારીઓ હતા. જે તે દેશનાનાગરીકો પોતાની વ્યક્તીપુજા સતત કર્યા કરે તે રીતે  પ્રજા સમક્ષ સતત જીવતા હતા. તે માટેના જાત જાતના નુસકાઓ આવા રાજ્યકર્તાઓએ શોધી કાઢયા હતા. આપણા દેશનો સુખી અને સમૃધ્ધ મધ્યમ વર્ગ પણ જેસૈથૈ વાદી  બની ગયો છે.અને તે  વ્યક્તી અને સમાજ પરીવર્તન કરવાની સંપુર્ણ ક્ષમતા ગુમાવી ચુકેલા મુડીવાદીઓના ટેકેદાર બની ગયો છે. વધુમાં તે બીજેપી અને તેના નેતાનો એકતરફી ટેકેદાર બની ગયો છે.

(૧૦) આવી એકહથ્થુવીચારસરણીવાળી ચુંબકિય નેતાગીરી આપોઆપ કે રાતો રાત  ચોમાસામાં બીલાડીના ટોપની માફક ફુટી નીકળી નથી. પશ્ચીમી જગતમાં આવી ફાસીવાદી કે નાઝીવાદી વીચારસરણીના જન્મદાતાઓ, જર્મનીનો તત્વજ્ઞાની આર્થર શોપેનહોર (૧૭૮૮–૧૮૬૦), બીજો જર્મન તત્વજ્ઞાની અને કવી ફેડ્રીક નિત્શે ( ૧૮૪૪–૧૯૦૦), ફ્રાંસનો તત્વજ્ઞાની હેન્રી બર્ગસન (૧૮૫૯–૧૯૪૧) અને જ્યોર્જ સોરેલ( ૧૮૪૭–૧૯૨૨) મુખ્ય હતા. આ બધા ઉપરાંત  ઇટાલીના બેનીટો મુસોલીની જેણે  ઇટાલીના તત્વજ્ઞાની ફાસીસ્ટ વીચારસરણીના જન્મદાતાને પાળી, પોષીને પોતાના નીજી સ્વાર્થ માટે ભરપુર ઉપયોગ કર્યો હતો તે જીઓવાની જેન્ટીલ ( ૧૮૭૫–૧૯૪૪) હતો.

વીસમી સદીના પ્રથમ પચાસ વર્ષોમાં જે કોઇ એકહથ્થુવાદી ચુંબકીય નેતાગીરી પેદા થઇ અને વીશ્વમાં બે યુધ્ધો કરીને જે બેહાલી કરી તે બધા જ નેતાઓ શરૂઆતને તબક્કે પોતાના પક્ષના સર્વોચ્ચ અને એક માત્ર નેતાઓ હતા. પછી જે તે પક્ષના સર્વેસર્વા બની ગયા. પોતાન દેશમાં ચુંટણી પણ લડયા અને છેવટે સંસદીય લોકશાહીને ફગાવી દઇને, કાયમ માટે તે લોકશાહીને પોતાની સાથે કબરમાં દાટી દીધી હતી.




http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

Saturday, September 5, 2020

શ્રધ્ધાનું રાજકારણ– ભાનુ પ્રતાપ મહેતા

જ્યારે જ્ઞાન–વિજ્ઞાન અને તર્કનો ઉપયોગ કર્યા વિના વીશ્વાસનું રૂપાંતર શ્રધ્ધામાં થઇ જાય છે તે લાંબાગાળે વ્યક્તી, સમાજ અને દેશ માટે જોખમકારક બની જાય છે. ભાનુ પ્રતાપ મહેતા ( માજી વાઇસ ચાન્સેલર અશોકા યુની.અને કોલમનીસ્ટ ઇન્ડીયન એકપ્રેસ.)

 " ભારતને રાજકીય નેતાની જરૂર છે  કોઇ મસીહા કે  મહર્ષીની નહી."  

શ્રધ્ધાનું રાજકારણ અને જે રાજકારણ વાસ્તવીક અને જેમાં પ્રજાહીતનો રણકાર હોય તેની વચ્ચે આભજમીનનો તફાવત છે. શ્રધ્ધાના રાજકારણમાં માનવીના તમામ સાંસ્કૃતીક મુલ્યોનો હ્રાસ થાય છે.

પોલીટીકલ સાયંટીસ્ટ શ્રી નીલંજન સીરકરે ' કોન્ટેમપોરરી સાઉથ એશીયા' નામના માસીકમાં તાજેતરમાં પોતાનો એક અગત્યનો લેખ લખ્યો છે. લેખનું મથાળુ છે ' ધી પોલીટીકસ ઓફ વીશ્વાશ'.

સદર પેપરમાં આંકડાઓ ને તર્કબધ્ધ દલીલો સાથે જણાવ્યું છે કે આપણા દેશનું રાજકારણ એક શ્રધ્ધાનું રાજકારણ બની ગયું છે. દેશના મતદારોએ એક મજબુત અને પ્રભાવી નેતાને રાજ્ય કરવા માટે પસંદ કર્યો છે. તેનાથી લોકશાહીમાં સત્તાનું વીકેન્દ્રીકરણ ને બદલે એ જ નેતામાં સત્તાનું સંપુર્ણ કેન્દ્રીકરણ થઇ ગયું છે. દેશના લોકોને શ્રધ્ધા છે કે અમારો આ નેતા જે કરશે તે લોકો માટે સારૂ જ કરશે. સામાન્ય સંજોગોમાં  બહુમતી પક્ષના નેતાને  રાજકારણમાં પોતાની સરકારના કાર્યો માટે જવાબદાર ગણવામાં આવે છે. તેના નિર્ણયોમાં પ્રજાના કલ્યાણકારી હીતોનો વાસ્તવીક અમલ  હોય છે.

પ્રો. એન સીરકરે વધુમાં જણાવે છે કે "અહીયાં, પ્રજાની નેતામાં શ્રધ્ધા તેણે લીધેલા કલ્યાણકારી કાર્યો કરતાં  તે શ્રધ્ધા વૈચારીક રીતે અમારો નેતા દેશને હીંદુ રાષ્ટ્ર બનાવશે તેવી સંભવીત શક્તી ધરાવે છે તેમાં પરીવર્તીત પામી છે. નાના નાના સ્થાનીક ક્ષુલ્લક મતભેદો બાજુપર મુકીને  કે તેના પરથી ઉપર ઉઠીને  સદર નેતામાં હીંદુ રાષ્ટ્રનું અસ્તીત્વ સાકાર બનાવે તેવી અબાધીત શક્તી તેઓમાં રહેલી છે તેવી શ્રધ્ધા છે." આવી શ્રધ્ધાનું ચાલકબળ હીંદુ રાષ્ટ્ર્વાદ છે. અમારા નેતામાં  તે શ્રધ્ધાને મુર્તીમંત કરવાનો હેતુ, દ્રઢનીશ્ચય શક્તી ને તે માટે એકતા પ્રાપ્ત કરવાની શક્તી તેઓમાં રહેલી છે. આવી શ્રધ્ધા લોકોમાં જબરજસ્ત રીતે દ્રઢીભુત થાય માટે  કળા કરતા મોરમાં જેટલાં પીંછા છે તેટલા  આધુનીક સંદેશા વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે.

રાજકારણના આવા બદલાયેલા મોડેલમાંથી ત્રણ તારણો ઉભરી આવે છે.

(૧)  આ નેતાએ પોતે લીધેલા નીર્ણયો માટે, કોઇપણ ચુંટાયેલી કે અન્ય લોકશાહી સંસ્થાઓને બીલકુલ જવાબદાર ગણવામાં આવતી નથી. દેશનો ઘરેલું ઉત્પાદનનો આંક( જીડીપી) આશરે ૨૪ ટકા નકારાત્મક કે નેગેટીવ થઇ ગયો હોય, દેશનું આર્થીક તંત્ર નાદારીની સ્થીતીએ લગભગ પહોંચી ગયું હોય, ચીન સામે લશ્કરી ક્ષેત્રે મોટી પીછે હઠ કરવી પડી હોય,(  Suffer a military setback), નોટબંધી જેવી નીષફ્ળ ગયેલી સ્કીમ હોય, આ બધું હોવા છતાં દેશના લોકોની આ નેતામાં શ્રધ્ધા લેશ માત્ર ઘટતી થતી નથી. નેતામાં એક બેદરકાર માનસીકતા પેદા થાય છે કે ' Who cares mentality' કોઇ મારૂ કશું બગાડી શકવાનું નથી.  જ્યાંસુધી લોકોમાં મારા પ્રત્યે બીનશરતી( Unconditional) શ્રધ્ધા છે. ઇતીહાસકારો જેને ' આર્થીક અને લશ્કરી કટોકટી( Crisis) કાળ તરીકે ઓળખાવે છે તેવા સંક્રમણકાળમાં પણ લોકકલ્યાણ કે લોકહીતની વાત કરવી  તો તુચ્છ વાત છે. ' કીસ ગીનતી મેં (Performance and interest are all petty)

(૨)  સદર નેતામાં લોકોની આવી શ્રધ્ધા ટકાવી રાખવા રાજકારણને સતત વંશીય, જાતીય, ધાર્મીક અને રાષ્ટ્રવાદનું અફીણ પીવડાવવું પડે છે. એક સમસ્યા થી સતત બીજી સમસ્યા પર કે પ્રજાને તેના એક દુશ્મનથી સતત બીજો દુશ્મન બતાવીને રોકી રાખવી પડે. તે રીતે પોતાના નેતૃત્વની ચુંબકિયતાને ( લોકશ્રધ્ધાને) ટકાવી રાખવી પડે છે. તે માટે હાથવગા બધા સાધનોનો ઉપયોગ કરવામાં કોઇ છોછ નેતા કે તેના તંત્રને નથી..

(૩) લોકશ્રધ્ધા, તે ફક્ત રાજકીય સર્જન નથી. પણ સતત તમામ પ્રકારના સંદેશાવ્યવહારના સાધનોનો ઉપયોગ કરીને તેને પ્રજાના માનસીકપટ પરથી લેશમાત્ર ઓછી ન થઇ જાય તે માટે 24x7 તમામ પ્રકારના હસ્તગત સાધનોનો  દયાહીન રીતે ઉપયોગ કરીને ટકાવી રાખવી પડે છે.

નરેન્દ્ર મોદીની સફળતાનું રહસ્ય એ નથી કે તેના નેતૃત્વને કોઇ પડકાર નથી. પરંતુ આ શ્રધ્ધાનું રાજકારણ છે. તેમાં પ્રોપેગંડાએ બહુ ભાગ ભજવ્યો છે. નેતાની અનેક નબળાઇઓ અને તંત્રનો ભયંકર ભ્રષ્ટાચાર કોઇની નજરે દેખાતો નથી. વિરોથ પક્ષ વાહિયાત અને મુર્ખામીભરી વાતો કરીને બેસી જાય છે. સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે વિભાજન વધુ ને વધુ મજબુત કરવામાં આવી રહ્યું છે. રાજકિય વિરોધ ક્રમશ; અદ્રશ્ય થતો જાય છે.

  ભારતને રાજકીય નેતાની જરૂર છે  કોઇ મસીહા કે  મહર્ષીની નહી.  

શ્રધ્ધાનું રાજકારણ  દેશ માટે માનસીક નિરાશાની નિશાની છે. વિશ્વાસ ત્યારે જ જરૂરી બને  કે જ્યારે તમે આર્થીક કે રાજકીય  વાતાવરણ નવેસરથી ઘડવાનો આત્મવીશ્વાસ ખોઇ બેઠા હોય! શ્રધ્ધાનું રાજકારણ ટકી રહ્યું છે કારણકે તેનાથી નીષ્ફળતાઓ છુપાવી શકાય છે. દેશના વિકાસ માટે હીદુંત્વનો મુદ્દો આગળ ધરવામાં આવતો નથી. બંધારણીય મુલ્યોનું સરેયામ બલિદાન કરવામાં આવી રહ્યું છે. આ બધા નેતાઓ વામણા અને ભ્રષ્ટ પરવાર થયા છે. દેશના અનેક ક્ષેત્રોમાં આપણી કામગીરી તળીયે જઇ બેઠી છે.

દેશમાં સરકારની નીતીઓ અને કામગીરીઓની ટીકા થઇ રહી છે. જ્યાં કામગીરી આધારીત જવાબદેહીતાનો અભાવ હોય અને માત્ર શ્રધ્ધા હોય ત્યારે એ બાબતની સ્વીકૃતી છે કે આપણે આ બધું માનવા ખાતર માનીએ છીએ. શ્રધ્ધાના રાજકારણનો ઉપયોગ આપણે માત્ર ઉપયોગ આપણા નેતાની પ્રતીભા ઉંચી આંકવા ઉપયોગ કરે છે. અંતમાં  ભાનુ પ્રતાપ મહેતા લખે છે કે  " દેશની નાવ સઢ વિનાના ઉંડા પાણીમાં ધસી રહી છે. આવું શ્રધ્ધાનું રાજકારણ માત્ર આભાસ કે દંભ જ છે."      ( સૌ. ઇન્ડીયન એકપ્રેસના તા.  ૧૬–૦૬–૨૦ તથા ૨૬–૦૮–૨૦ના બે લેખોનો ટુંકાણમાં ભાવાનુવાદ કરનાર પ્રો. અશ્વીન કારીઆ અને બીપીન શ્રોફ.

 

 

  

 



--

Thursday, September 3, 2020

શું જ્યોતીષશાસ્રનો આધાર વૈજ્ઞાનીક અભીગમ છે?

જ્યોતીષશાસ્રનો આધાર ખરેખર વૈજ્ઞાનીક અભીગમ છે? હોય તો કેવી રીતે? જયોતીષશાસ્ર અને ખગોળશાસ્ર બંને એક છે કે જુદા?  ખરેખર બંને વચ્ચે શું તફાવત છે?

ચાલો! પહેલું આપણે સરળ ભાષામાં સમજી લઇએ કે જ્યોતીષશાસ્ર ખરેખર કેવું શાસ્ર છે? જ્યોતીષશાસ્રનો આધાર છે કે તે ' માનવીના જન્મનો સાચો સમય, તે સમયે અવકાશમાં ગ્રહો, નક્ષત્રો ને રાશીની ભૌગોલીક (અવકાશી) સ્થીતી નક્કી કરીને તેનું ભવિષ્ય જણાવે છે.  વધુમાં આ માટે જ્યોતીષ શાસ્રની દલીલ છે કે આ બધા અવકાશી પદાર્થોના પોતાના ચુંબકીય પરીબળોની અસરો સીધી માનવીના ભવીષ્યનું વર્તન નક્કી કરે છે. એકવાર માનવી તરીકે જે રાશી, નક્ષત્ર ને ગ્રહમાં જન્મ લીધો અને તે બધાને આધારે તેની કુંડળી બની ગઇ બસ પછી ખલાસ! તમારૂ, મારૂ ને પૃથ્વીપરના સાત અબજ માણસોનું ભાવી જીવીએ ત્યાં સુધી અફર રીતે નક્કી થઇ ગયું. " લખ્યા વીધીના લેખ ક્યારેય મિથ્યા ન થાય."

હવે સૌ પ્રથમ કયા કયા ગ્રહો જયોતીષ પ્રમાણે આપણું ભવીષ્ય નક્કી કરે છે તે જોઇએ . કુલ નવ ગ્રહો છે જે બધાને પોતાની ચુંબકીય અસર અથવા ગુરૂત્વાકર્ષણની અસર  (gravitational effects)થી પૃથ્વીપરના પામર જીવનું (!) ભાવી નકકી કરવામાં રસ છે. આ નવગ્રહોમાં સુર્ય, ચંદ્ર, રાહુ, કેતુ, બુધ, શુક્ર, મંગળ, ગુરૂ ને શની છે.

હવે આપણે અહીંથી વૈજ્ઞાનીક અભીગમ કે પધ્ધતીને આધારે આપણું બેટીંગ શરૂ કરીશું. પણ તે પહેલાં થોડી નેટ પ્રેકટીસ પણ કરી લઇએ.  સાલુ, સુર્ય તો ગ્રહ જ નથી. તે એક, લાખો નહી પણ આકાશગંગામાં આવેલા કરોડો તારામાંનો એક સ્વયંપ્રકાશીત તારો છે. વધારામાં ચાંદામામા પણ ગ્રહ નથી. તે તો પૃથ્વીના દક્ષીણ પેસીફીક મહાસાગરમાંથી જે તે સમયે નીકળી ગયેલો એક પદાર્થ છે જે ગ્રહ તરીકે નહી પણ પૃથ્વીના ઉપગ્રહ તરીકે એક અવકાશી પદાર્થ છે. તે સ્વયંપ્રકાશીત પણ નથી. બધાજ ગ્રહો અને તેમના તમામ ઉપગ્રહો પરપ્રકાશીત છે. સુર્યની માફક તે બધામાંથી ક્યારેય કોઇ પ્રકાશ નીકળતો જ નથી. સુર્યના પરાવર્તીત થયેલાં કિરણો તેમના પર પડવાથી તે ચમકે છે. અવકાશમાં રાહુ–કેતુ જેવા કોઇ જ અવકાશી પદાર્થો જ અસ્તીત્વમાં નથી. તેથીરાહુ –કેતુ જયોતીષ શાસ્રીઓના ફળદ્ર્પ મનની પેદાશ સીવાય કંઇ નથી. જેનું અસ્તીત્વ જ નહોય તેવા કાલ્પનીક પદાર્થો પણ માનવીનું ભાવી નક્કી કરવામાં કેવી રીતે ભાગીદાર બની શકે તે હકીકતને કોણ કોને સમજાવશે!

૨૦મી સદીમાં ખગોળવીજ્ઞાનીઓએ પોતાના પાવરફુલ દુરબીનોથી ( આપણા ગામના જયોતીષીઓ આકાશ કે અવકાશમાં જોવાને બદલે તેના ગ્રાહકનું ભવીષ્ય તેના પંચાગ કે ટીપ્પણમાં જુએ છે) શોધી કાઢયું કે પેલા પૃથ્વી સહીત છ ગ્રહો ( બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શની) ઉપરાંત સુર્યમંડળમાં શનીના ગ્રહ પછી યુરેનસ,નેપચ્યુન અને પ્લુટો નામના ત્રણ ગ્રહો પણ અસ્તીત્વ ધરાવે છે.સુર્યમંડળના બધા ગ્રહો પૃથ્વીથી કરોડો માઇલ દુર છે. આપણી પૃથ્વીથી સુર્ય આશરે નવ કરોડ અને ત્રીસલાખ માઇલ દુર છે. જ્યારે પૃથ્વીથી પ્લુટો આશરે ૪અબજ અને૬૭ કરોડ માઇલ દુર છે.

૨૧મી સદીમાં ૨૦૦૨માં ક્એઆર (Quaoar), ૨૦૦૩માં સેદ્નના Sedna અને ૨૦૦૫માં એક્ષેના Xena ગ્રહો નવા શોધાયા છે. તેમાં છેલ્લો ગ્રહ એક્ષેના પ્લુટો કરતાં ૩૦ ટકા મોટો છે. સુર્યમંડળમાં હવે ગ્રહોની સંખ્યા પૃથ્વી સાથે આજે ૧૨ની છે. આવતી કાલે વધે પણ ખરી કારણ કે નાસા અને અન્ય સંસ્થાઓ પાસે ઘણા શક્તીશાળી દુરબીનો અવકાશમાં સંશોધન માટે છે.

 આપણા દેશમાં બાળકના જન્મનો સમય બીલકુલ ૧૦૦ ટકા પરફેક્ટ નોંધવો તે એક મોટી સીધ્ધી નર્સ, ડૉક્ટર, મા– બાપ માટે ગણાય. ' પણ જે લખાયું તે વંચાણુ' તેને સાચુ ગણીને આગળ ચર્ચા કરીએ. સર્વમાન્ય સમયના માપદંડનું નાનામાં નાનું એકમ તો તે સેંકડ છે. કઇ સેંકડે બાળક જન્મયું તે કોણ નક્કી કરે ! તેમાં શંકા કુશંકા કરવાને બદલે આપણે આગળ વધતા જઇએ. ભારતની વસ્તી નો દર જોતાં પ્રતી સેંકડે આઠ બાળકો જન્મે છે. જ્યોતીષ શાસ્ર પ્રમાણે શું આ આઠેય બાળકોનું ભાવી તો એક સરખું જ હોવું જોઇએ ને? તે પ્રમાણે દેશમાં એક સરખા આઠ ગાંધીજી, નહેરૂ કે મોદી તો બનવા જોઇએ ને!

ભારત સીવાય પશ્રીમના દેશોમાં જ્યોતીષ શાસ્રને ખાસ કરીને ભૌતીકશાસ્ર, ખગોળવિજ્ઞાનીઓ અને અવકાશી વીજ્ઞાનીઓએ તેના પાયાને જ ડગમગાવી નાંખ્યો છે. તે બધાની દલીલ છે કે સુર્યમંડળના આ બધા ગ્રહો પૃથ્વીની માફક ભૌતીક પદાર્થ સિવાય કશું નથી. તેમનામાંથી એવી કોઇ ચુંબકીય કે ગુરૂત્વાકર્ષણનું  કોઇ બળ (ફોર્સ) પેદા થતો નથી કે જેનાથી કરોડો માઇલ દુર પૃથ્વી નામના ગ્રહ પર વસતા કેટલાક માણસોનું ભાવી જન્મની સાથે જ પોતાની અસરથી નક્કી કરી નાંખે. ઇસ્લામ અને ખ્રીસ્તી ધર્મના લોકો પોતાનું ભાવી જ્યોતીષ દ્ર્રારા પુર્વ નીર્મીત ( પ્રીડીટરમીન કે પ્રીડેસ્ટઇન) થઇ ગયું છે તેને સ્વીકારતા નથી. તેમના કોઇ બાળકોની જન્મ કુંડળી હજુ સુધી જોવા મલતી નથી. આપણી માનવજાતને વૈજ્ઞાનીક સત્યો અને સંશોધનવાળું ખગોળશાસ્ર કોઇ સંસ્કૃતીએ આપ્યું હોય તો તે આરબ સંસ્કૃતી દેન છે.

હવે વૈજ્ઞાનીક પધ્ધતીને  આધારે આપણે જ્યોતીષ શાસ્રના તારણોને તપાસીશું.

Principle of Falsification- આ સીધ્ધાંત મુજબ વૈજ્ઞાનીક પધ્ધતી પ્રથમતો વિશ્વભરમાં એકસરખી હોય છે. બીજુ તેના પ્રયોગ માટે સ્થળનો કોઇ બાધ હોતો નથી. તેં મારા તમારા મોટર ગરાજથી માંડીને, પ્રયોગશાળા અને  સમુદ્રની ઉંડાઇમાં કે પછી 'પેલી ગોડ પાર્ટીકલ શોધનાર હેડ્રોન કોલીડેર ( Cern's Large Hadron Collider) પ્રયોગશાળામાં તેનો પ્રયોગ થઇ શકે. પ્રયોગમાં જો ધારેલી થીયેરીમાં એક પણ પરીણામ ખોટું આવે તો તે થીયરી આધારીત સત્યોને  જુઠા ગણીને છોડી દેવામાં આવે છે. વૈજ્ઞાનીક પધ્ધતીમાં નીરિક્ષણ, તર્ક અને પ્રયોગ ત્રણેય પરીબળો હોય છે. તેમાં માનવીય લાગણી કે  અંગત હીતને અથવા દૈવી કે ચમત્કારીક અનુભવના દાવાને સૌ પ્રથમ જ ફગાવી દેવામાં આવે છે.

આ પ્રમાણે અમેરીકાના કેલીફોર્નીયા રાજ્યમાં ડાર્લસન પ્રયોગ તરીકે જાણીતા થયેલી ઘટનામાં૧૦૦ જન્મકુંડળી ભેગી કરીને યુરોપ અને અમેરીકાના ૨૮ જ્યોતીષશાસ્રીઓને બોલાવવામાં આવ્યા. વૈજ્ઞાનીક પધ્ધતીને આધારે તારણો કાઢવામાં આવ્યા તો તે બધાના તારણો ખોટા તર્ક તથા હલકા તારણો પર આધારીત હતા. જે બધા તારણોને સને ૧૯૮૫ના ' નેચર' નામના માસીકમાં પ્રકાશીત કરવામાં આવેલા હતા.કાર્લ પોપર ( ૧૯૦૨– ૧૯૯૪)નામના તત્વચીંતકે જણાવ્યું છે કે  જ્યોતીષશાસ્રનો ખ્યાલ અને આધાર પ્રયોગમુલક (એમ્પેરીકલ) નથી. અમેરીકાના 'હ્યુમેનીસ્ટ' નામના માસીકના તંત્રી પ્રો. પોલ કુત્સે સને ૧૯૭૫ના સદર માસીક્ના સપ્ટેમ્બર– ઓકટોબરનો અંક ખાસ જ્યોતીષ સામેના વૈજ્ઞાનીક વાંધાઓ પર તૈયાર કર્યો. તેને વીશ્વના ૧૮૬ ભૌતીક અને ખગોળ વૈજ્ઞાનીકોએ ટેકો આપ્યો હતો.  સ્ટીફન હોકીંગ નામના ખગોળવીજ્ઞાનીએ  પોતાના જ્યોતીષશાસ્ર અંગેના નીરિક્ષણમાં જણાવેલું છે કે " ગ્રહોની ગતી માનવીય વર્તણુકને કેવી રીતે અસર કરે છે તે સાબીત કરવામાં જ્યોતીષશાસ્ર નીષ્ફળ ગયું છે."

આપણા દેશમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યોતીષને વિજ્ઞાનનો દરજ્જો આપીને  વિશ્વવીધ્યાલયોમાં તેનો અભ્યાસક્રમ શીખવાડવાનો શરૂ કર્યો છે. ગુજરાતની ભાજપ સરકારે ભુવાઓનું તેમના તરફથી બહુમાન કરીને તેમની પધ્ધતીને સ્વીકૃતી આપી દીધી છે તેવી અમને માહીતી છે.


--