દેશના અસંગઠીત ખેડુતોને બજાર અને મુડીવાદને હવાલે સોંપી દેવાય નહી.
તાજેતરમાં દેશની સંસદ અને રાજ્યસભાએ જે ઝડપથી અને ભાજપે પોતાના સાથી પક્ષોને પણ વિશ્વાસમાં લીધા સિવાય, ખેતીને લગતા ત્રણ બીલો પસાર કર્યા છે તે તમામ લોકશાહી પ્રણાલીઓને બાજુ પર મુકીને પસાર કર્યા છે. ત્રણ બીલોનો સાર આ પ્રમાણે છે. (૧) ખેતપેદાશોને સ્થાનીક ખેતબજારના તમામ નિયમોમાંથી મુક્ત કરી. દેશના કોઈપણ ખુણે ખેડુતો પોતાની ખેત પેદાશો હવે વેચી શકશે. ખેતપેદાશનો ધંધો કરવા કોઇપણ પ્રકારના લાયસન્સની જરૂર હવે રહેશે નહી. (૨) ખેડુત કે ખેતપેદાશનો વેપાર કરનારને આવશ્યક ચીજવસ્તુઓના ધારામાંથી હવે મુક્તી મલશે. ખેતપેદાશનો જથ્થો પોતાની આર્થીક તાકાત પર ખરીદીને સંગ્રહ કરી શકશે.(૩) ખેતઉત્પાદનમાં આર્થીક હિત ધરાવતા મુડીવાદી પરિબળો હવે ખેડુતો સાથે આગતરો કરાર ( કોન્ટ્રાકટ) કરી ઉત્પન્ન થયેલ માલ લઇ શકશે.
આ પસાર કરેલ બીલો પર હવે દેશના રાષ્ટ્રપતી સહી કરશે એટલે તે કાયદો બનશે. આગામી થોડાક જ દિવસોમાં ખેડુતોનો ખરીફ કે ચોમાસુ સીઝનનો તૈયાર થયેલ માલ બજારમાં આવશે ત્યારે ખેતઉત્પાદનોની આર્થીક લેવડદેવડો ઉપરના કાયદા મુજબ હિતો ધરાવતા પરીબળો કરી શકશે. આજસુધી અનાજ અને ખેતપેદાશોનો ધંધો કરતા વેપારીઓ વગેરે વર્ગો , જેઓ ખેડુતો અને ગ્રાહકો વચ્ચે સાંકળ બનીને માંગ–પુરવઠાનું ચક્ર ચલાવતા હતા તે બધાને આ ત્રણ કાયદાઓ જડમુળથી સંપુર્ણ ક્રમશ; ઉખાડી દેવાની ક્ષમતા ધરાવે છે. સરકાર જાહેર કરે છે કે આ કાયદાઓના અમલ પછી કૃષીક્ષેત્રમાં ખેડુતોના હિતમાં ક્રાંતીકારી ફેરફારો કાયમ માટે થઇ જશે.
કીસાન સંગઠનો અને રાજકીય વિરોધ પક્ષોની આ કાયદાઓ અંગે એક જ વાત છે. મોદીજી!, કેમ આ ત્રણેય બીલોની કોઇપણ કલમમાં લઘુતમ ટેકાના ભાવ પ્રમાણે જે કોઇ નવા પરીબળો આ કાયદાઓથી અસ્તીત્વમાં આવતા હોય તેઓએ ખેતપેદાશ ખરીદવી ફરજીયાત હશે. સરકાર જે પોતે જાહેર કરે છે તેવા , લઘુતમ ટેકાનાભાવ ( Minimum Support Price MSP) પ્રમાણે જ ખેડુતોની ખેતપેદાશો ખરીદશે તેવો ઉલ્લેખ આ કાયદાઓમાં કેમ નથી? સરકારની મોઢાની વાતો પર કોણ વીશ્વાસ રાખશે! સરકાર તરફથી એવું દેશ વ્યાપી માળખું છે કે દેશના દરેક કિસાનને તેના કૃષી ઉત્પાદનનો પોષણક્ષમ ભાવતો ઠીક પણ મોદી સરકારે જાહેર કરેલો લઘુતમ ભાવ મળી રહે?
દેશના બે રાજ્યો પંજાબ અને હરીયાણા પાસે દેશની કુલ ખેતી લાયક જમીનની ફક્ત અઢી ટકા જમીન છે. પણ દેશને ચોખા અને ઘંઉની જરૂરીયાતના પચાસ ટકા પુરવઠો આ બે રાજ્યો પુરી પાડે છે. આ બધો પુરવઠો સરકાર લઘુતમ ટેકાનો ભાવ આપીને વર્ષોથી ખરીદે છે. જે પુરવઠો ફુડ કોર્પોરેશન ઇંડીયા દ્રારા ગરીબાઇ નીચે જીવતા ૮૦ કરોડ લોકોને સસ્તા અનાજની દુકાનો દ્રારા પુરો પાડવામાં આવે છે. આવી જાહેરાત પણ મોદીજીએ જ કરેલી છે. દેશની સરકારને આ નવા કાયદાઓના ગુણગાન કરતી જાહેરાતો કરીને આ જવાબદારીમાંથી પણ છટકી જવું છે.
શિક્ષણ, આરોગ્ય, જાહેરઉધ્યોગો, સંરક્ષણ, રેલ્વે, હવાઇ ઉડ્ડયન અને હવે ખેત–પેદાશો બધામાંથી સરકાર ને નીકળી જવું છે. દેશની ૭૦ ટકા ઉપરની વસ્તીને મુડીવાદી બજારોને હવાલે છોડી દેવી છે. ' સબકા વીકાસ સબકા સાથ ' નો જીવંત નમુનો.
ગઇકાલે દેશના જુદા જુદા રાજયોમાં આવેલા કિસાન સંગઠનોએ ' ભારતબંધ' નું એલાન આપ્યું હતું. આજે હજુ તે ભારતબંધની અસરોને ૨૪ કલાક થયા નથી. અને મોદી સરકારે પંજાબ હરીયાણા રાજ્યોમાં લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની ખરીદી શરૂ કરી દીધી છે. નોટબંધી, જીએસટી , કોવીડ–૧૯ ને ભગાડવા થાળી વગાડવાનો કાર્યક્રમ કે પછી અણઘડ લોકબંધીની જાહેરાતથી પેદા થયેલ દેશના અર્થતંત્રની સ્થિતી હોય, કે સ્થળાંતર મજુરોનો પ્રશ્ન હોય અને હવે લઘુતમ ટેકાના ભાવની વાત હોય ' તુફાનની દિશા પ્રમાણે દેશની નૌકાના સઢની પણ દિશા બદલીને રાજ કરવામાં આ સરકાર માહેર થઇ ગઇ છે.'
પ્રજા તેને સાચા સ્વરૂપે હજુ ઓળખી શકી ન હોય તેમાં કળા કરનાર મોર નો શો વાંક!

--