Saturday, September 12, 2020

ભારતીય રાષ્ટ્રવાદમાં ફ્રાન્સના રાફેલ

ભારતીય રાષ્ટ્રવાદમાં ' ફ્રાન્સના રાફેલ' YES અથવા ચાલશે પણ ચાઇનીઝ એપ NO અથવા ના. અમારો આદર્શ તો 'આત્મનીર્ભર' ભારત છે.

ચીની રાષ્ટ્રવાદ– ભારતમાં અમારૂ મુડી રોકાણ નફાકારક છે માટે ચાલશે. અને અમારી નીકાસ પણ ચાલશે. અને તમારા દેશની હીમાલયની ભુમી પણ ચાલશે.

 ડોનાલ્ડ ટ્રમ્પ ઉવાચ– ' મોદી છે તો મુમકીન' છે પણ શું ? ભારતને આર્થીક રીતે લુંટવાનું. ચીનાઓ ભારતને લુંટે તેના કરતાં અમે ગોરા લુંટીંયે તેમાં શું ખોટું છે.  બસોને સીત્તરે વર્ષો પહેલાં ભારતને લુંટવાની શરૂઆત કરનારી તો અમારી ગોરી પ્રજા જ હતી ને!  ડોનાલ્ડ ટ્રમ્પ ઉવાચ– " ટ્રમ્પ – મોડી  ભાઇ  ભાઇ!" આપણા વડાપ્રધાન મોઢેરા સ્ટેડીયમ પરથી ઉવાચ; " મોદી–ટ્રમ્પ ભાઇ ભાઇ." USA has permanent interests but no permanent friends."-

પુટીન અને શી. જીનપીંગ– ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસીંગને ખબર છે ખરી કે રશીયા અને ચીનના સંબંધોમાં લોહીની સગાઇ છે?  " The blood is thicker than water."

ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેકરોન ઉવાચ– એશીયા, આફ્રીકા અને દક્ષીણ અમેરીકાના દેશો અંદર અંદર લડયા જ કરે તો જ અમારાં રાફેલ લડાકુ વિમાનો અબજો ડોલર્સમાં વેચાય ને! અમારો દેશ ફ્રાન્સનો વિશ્વનો પ્રથમ દેશ છે જ્યાં  પ્રતિ દિવસ કામના કલાકો ફક્ત છ ( Six hours a day only) છે. ભલે મોદીજી, તમારા ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં, જ્યાં તમારા પક્ષની સરકારો છે. પ્રતિ દિવસ કામના કલાકો બાર (૧૨ કલાક પ્રતિ દિવસ) છે. અમારા  ફ્રાન્સ દેશના નાગરીકો ઇચ્છે છે કે, મોદીજી, તમારા જેવા મજબુત નેતાઓ હોવા જોઇએ કે જેથી અમારો લડાકુ વિમાનો વેચવાના ધંધામાં ક્યારેય મંદી ન આવે.

યુરોપીયન યુનીયનની મેમ્બર દેશોની સંસદના  વડા ડેવીડ સસોલી છે. યુરોપના લગભગ બધા જ પડોશી રાષ્ટ્રો એકબીજા સાથે  ' રાષ્ટ્રવાદના નશામાં મારૂ રાષ્ટ્ર તારા રાષ્ટ્ર કરતાં મહાન, બળવાન વગેરે વગરે. નામે ૩૦૦ કરતાં વધારે વર્ષો સુધી લડયાજ કરતા હતાં.  સને ૧૯૪૫ના બીજા વિશ્વ યુધ્ધ પછી યુરોપીયન યુનીયન ના દરેક સભ્યે પોતાના રાષ્ટ્રીય અસ્મિતા ફગાવી દઇને, દરેકે દેશે પોતાની ભૌગીલક સરહદો વાહનવ્યવહાર અને રોજગારી માટે મુક્ત બનાવી દીધી છે. આજે તેમાં યુરોપના ૨૭ દેશો છે. અને બીજા ૧૦ દેશો યુરોપીયન યુનીયનના સભ્ય બનાવ લાઇનમાં ઉભા છે. તેના નાણાંકીય ચલણનું નામ 'યુરોડોલર' છે. આ બધા દેશો વચ્ચે  છેલ્લા ૭૫ વર્ષોમાં કોઇપણ પ્રકારના યુધ્ધો નામે થયા નથી. તેના મેમ્બર દેશો પાસે પોતાના લશ્કરો નથી. પણ સમુહ લશ્કરી અને સલમાતી માટેની તમામ વ્યવસ્થા આ દેશોના યુનીયનમાં છે.

ભારત– પાકીસ્તાનનો સંઘર્ષ શરૂ થયે તો હજુ ફક્ત આશરે ૭૦ વર્ષો જ થયા છે ને? યુરોપને તેવી પરિપક્વતા આવતાં ૩૦૦ વર્ષ થયાં હોય તો આપણા માટે આટલા ટુંકાગાળામાં પરિપક્વ બનવાની  શું જરૂર છે? યુરોપની ડેન્યુબ, થેમ્સ જેવી નદીઓમાં સદીઓથી જે લોહી વહ્યું  તેવું લોહી અને તેટલા પ્રમાણમાં  આપણી  બંને દેશોની પ્રજાનું રાવી, બીયાસ, જેલમ અને સતલજ જેવી નદીઓમાં ક્યાં વહ્યું છે? ત્યાંસુધી  ' દેશદ્રોહી– રાજ્યદ્રોહી, ધર્મદ્રોહી વી.' ની પેલી ચલક ચલાણીની રમત મતદારોને  રમાડવાથી  સત્તાની ખુરશીઓ સચવાઇ જતી હોય, તેમાં જ રાષ્ટ્ર હિત છે તેવું સમજી લો  ને!.................



--