Friday, August 27, 2021

લીવ–ઇન રીલેશનશીપ , સામાજીક માન્યતાઓ અને કાયદો

લીવઇન રીલેશનશીપ , સામાજીક માન્યતાઓ અને કાયદો

લીવઇન રીલેશનશીપ એટલે શું? બે પુખ્ત ઉંમરના સ્રીપુરૂષ જે અન્ય સાથે પરણેલા હોય, ત્યક્તા હોય, છુટા છેડા લીધેલા હોય અથવા લગ્નના બંધન સિવાય સાથે રહેવા માંગતા હોય તે એક કરાર કરીને અથવા કરાર ન કરીને પણ અને પરિપકવ સમજથી જ્યાં સુધી સાથે રહેવા ઇચ્છા હોય ત્યાં સુધી, આવા કપલને કાયદો સામાજીક પુર્વગ્રહો સામે કેવી રીતે સંરક્ષણ આપી  શકે?  નામદાર કોર્ટનું વલણ આ મુદ્દે કેવું છે અને કેવું હોઇ શકે?

તા૨૫૦૮૨૧ના ટાઇમ્સ ઓફ ઇંડીયાના તંત્રી પેજ ૧૦ પર "  The Right to live-in Relationship " ના લેખમાં લેખક રોબીન ડેવીડે સરસ ચર્ચા કરી છે. માનવાવદી તરીકે અને માનવ અધિકારના ટેકેદાર તરીકે આ સંબંધોનું મુલ્યાંકન ભારતીય સમાજની બદલાતી તાસીરમાં કેવી રીતે સમજવા જોઇએ તે લેખકે સમજાવાનો પ્રયત્ન કરેલ છે.

દેશની જુદી જુદી હાઇકાર્ટસ અને તેની સામે સુપ્રીમ કોર્ટના તારણો ને પણ સમજવાની જરૂર છે. શક્ય તેટલી સરળ ભાષામાં ભાવાનુવાદ કરીને સમજાવાની કોશીષ કરેલ છે.

() પંજાબના એક જીલ્લામાં રહેતા એક કપલે પોલીસ પાસે પોતાના લીવઇન રીલેશનશીપના સંબંધોને બચાવવા સંરક્ષણ માંગ્યું હતું. પંજાબની હાઇકોર્ટે સંરક્ષણ આપવાને બદલે એવું વલણ લીધું કે લીવઇન રીલેશનશીપ એ લગ્ન નથી. સામાજીક અને નૈતીક રીતે તે સંબંધો અસ્વીકાર્ય હોવાથી ( Socially and morally not acceptable) અમાન્ય છે. માટે પોલીસ સંરક્ષણ આવા સંબંધોમાં ન મલે.

()  ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઇકોર્ટે લીવઇન રીલેશનીપના કેસમાં એક પરણીત સ્રીએ તેના પતિથી વિમુખ થઇને ( Estranged) બીજા પુરુષ સાથે લીવઇન નો સંબંધ બાંધી પોલીસ પાસે કાયદાનું સંરક્ષણ માંગ્યું. કોર્ટે તેણીને સંરક્ષણ તો ન આપ્યું પણ ૫૦૦૦/ રૂપીયાનો દંડ કર્યો. નામદાર હાઇકોર્ટના ન્યાયાધીશો ( એટલે મોટે ભાગે ડીવીઝન બેંચ હશે) એ  પોતાના ટેકામાં એવી દલીલ કરી હતી કે  આવા ગેરકાયદેસરના સંબંધોને કાયદેસર બક્ષતા તો દેશનું સામાજીક માળખું તુટી પડે! ( The judges feared that providing her protection would give legal sanctity to an illicit relationship and would also hurt the country's social fabric.)

()  દેશની સર્વોચ્ચ અદાલતનું નૈતીક અને સામાજીક નહી પણ કાયદાકીય વલણ 

() જ્યારે કોર્ટ સમક્ષ નાગરીકનું સંરક્ષણ અને વ્યક્તીગત સ્વાતંત્રયનો પ્રશ્ન ઉભો થાય છે ત્યારે કોર્ટે સામાજીક માળખું અને નૈતીકતાને બદલે પ્રાથમીકતા વ્યક્તીગત જીવનના સંરક્ષણ અને સ્વાતંત્રયને આપવી જોઇએ ( To protect the life & liberty of the individual) . તેમાં કોઇ સમાધાન થાય જ નહી. કોર્ટ કાયદાના સંરક્ષણ માટે છે દેશના સામાજીક અને નૈતીક માળખાને બચાવવા અસ્તીત્વ્માં આવેલ નથી.

(બ્) સને ૨૦૧૮માં સર્વોચ્ચ અદાલતે વ્યભીચારને (Adultery) ફોજદારી ગુનો નથી તેવો ચુકાદો આપી રદબાતલ કરી દીધો છે. જેને સમાજ અનૈતીક ગણતો હોય અને તે કાયદામાં ગેરકાયદેસર ન હોય તો કોર્ટે અનૈતીકતાને બચાવવા કાયદેસરતાનો બલી ન લેવાય! માટે પંજાબ અને અલ્હાબાદ કોર્ટોના આ મુદ્દે ચુકાદાઓને રદ બાતલ ગણી જે તે રાજ્યોની પોલીસ તંત્રને અરજદારોને તાત્કાલીક સંરક્ષણ પુરુ પાડવાના હુકમો કર્યા અને પેલા બેનનો ૫૦૦૦/રૂપીયા દંડ પણ ખારીજ કર્યો. જ્યારે વ્યભીચાર ગુનો  ન હોય તો કોર્ટ અને પોલીસ તંત્ર કેમ અરજદારને સંરક્ષણ કેમ ન આપે?

() કોર્ટને આપણે પુછીએ ખરા કે આ દેશના કયા કયા સમાજોનું સામાજીક માળખું ( સોસીઅલ ફ્રેબીક) તમારે બચાવવુ છે? દલીતો, આદીવાસીઓ, મુસ્લીમો, અને વર્ણવ્યવસ્થામાં સદીઓથી ઉભા અને આડા  સામાજીક  રીતે અસમાન અને ઉંચનીચમાં વહેંચાઇ ગયેલા ગ્નાતી આાધારીત હિંદુ સમાજના માળખાને તમારે બચાવવું છે?

() બે પુખ્ત ઉંમરના સજાતીય સંબંધો એકબીજાની સંમતીથી બાંધે તેમાં કશું ગુનાહિત કૃત્ય બની જતું નથી.  તેથી તે સમાજ અરાજકતા તરફ ધકેલાઇ જતો નથી.

() અલ્હાબાદ હાઇકોર્ટ પાસે પેલી સ્રી એ પોતાની જીંદગી બચાવવા પોલીસ પાસે સંરક્ષણ માંગ્યું હતું. કોર્ટે પાસે એવી દાદ નહોતી માંગી કે મારે કોની સાથે જીંદગી ગુજારવી તે નક્કી કરો? (  What the woman was asking from Allahabad court & Supreme court of India that her life be protected. & that she has liberty to live with whoever she chooses .

() જ્યારે વ્યભીચાર એ ગુનો જ કાયદાની ભાષામાં ન ગણાતો હોય ત્યારે તમામ લીવઇન રીલેશનશીપ વાળાને પોલીસ સંરક્ષણ માંગે તો ચોક્કસ પોલીસ તંત્રે પુરુ પાડવું જ જોઇએ.

( જી) પેલા દેશના સામાજીક નૈતીક માળખાને બચાવવા નીકળી પડેલા નૈતીક પોલીસોને પુછી જુઓ કે અમેરીકા અને પશ્ચીમી સંસ્કૃતીની અસર નીચે અભ્યાસ કરતા કે નોકરી કરતા તમારા અમેરીકન સીટીઝન પૌત્રો કે પૌત્રીઓ ને પુછી જોજો કે લગ્ન પહેલાં અવિવાહીત જીવન પોતાના સાથીદાર સાથે કેટલું લાંબું હોય છે. અને પેલી ' રિંગ સેરેમની' ક્યારે આવે છે?  બીજો સવાલ આ પણ પુછી જોજો . જો તમારામાં જવાબ સાંભળવાની ધીરજ હોય aતો?  તું ક્યારે લગ્ન કરીશ?  Is it your problem?


--

Thursday, August 26, 2021

નરેન્દ્ર મોદી સરકારના પ્રધાન મંડળના એક પ્રધાન શ્રી નરેન્દ્ર રાણેની મહારાષટ્ સરકારે કરેલી ધરપકડ.

નરેન્દ્ર મોદી સરકારના પ્રધાન મંડળના એક પ્રધાન શ્રી નરેન્દ્ર રાણેની મહારાષટ્ સરકારે કરેલી ધરપકડ.

મોદીજી, દેશનું રાજકારણ હજુ કેટલી નીચી કક્ષાએ લઇ જવું છે? પ્રધાન શ્રી રાણે સાહેબે પોતાની એક સભામાં પોતાના એક વ્યક્તવ્યમાં રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને  લાફો મારવાની વાત કરી. પછી જે પ્રમાણે રાજકીય દુશ્મનાવટના શતરંજના સોગઠા ગોઠવાય તેમ બંને પક્ષે રમતો રમવા માંડી. મહારાષટ સરકારના પોલીસ ખાતા તરફથી શ્રી રાણેની ધરપકડ કરવામાં આવી. જીલ્લા કોર્ટ અને હાઇકોર્ટે જામીન ન આપ્યા. શ્રી રાણે સાહેબની આજની રાત્રી કદાચ જેલમાં કે હોસ્પીટલમાં પસાર કરવી પડશે તેવું 'પ્રીય પ્રસન્ન બાજપાઇ' પત્રકારનું નીરીક્ષણ હતું. રાજ્યના બીજા આશરે નવ પોલીસ સ્ટેશન પર તાત્કાલીક એફ આઇ આર દાખલ થઇ ગઇ. શ્રી રાણેના મુંબઇના બંગલા પર શીવસેનાના સૈનીકોએ પથ્થર મારો કરીને શક્ય તેટલું નુકશાન કર્યું. રાજ્યની અંદર જુદા જુદા શહેરોમાં આવેલ બીજેપીની સ્થાનીક ઓફીસોમાં પણ શીવસેનાના સૈનીકોએ (કાર્યકરોએ !) તોડફોડ કરીને પોતાની બિનલોકશાહી તાકાત બતાવી દીધી.

આજના તંત્રી લેખમાં ઇન્ડીયન એકસપ્રેસ (૨૬૦૮૨૧) લખે છે કે બીજેપીની ટોચના નેતાઓને સારી રીતે ખબર છે કે પોતાના પ્રધાન શ્રી રાણે અને બાલઠાકરેનું આખું પરિવાર જાની દુશ્મન વર્ષોથી છે.( It is well known that the Sena and Rane are intimate enemies.) તેમ છતાં બીજેપીની કેન્દ્રીય નેતાગીરીએ ગણતરીપુર્વક શ્રી રાણે દ્રારા " જન આશીર્વાદ યાત્રા " ની શરૂઆત કરવાનું નક્કી કરીને શીવસેનાને  શેરીઓમાં લડતી પાર્ટી તરીકે ખુલ્લી પાડવામાં સફળતા મેળવી. કારણકે બીજેપીની ગણતરીમાં બોમ્બે મ્યુનીસીપલ કોર્પો ની ફેબ્રુઆરી આવતી ચુંટણી છે. જેનો કબજો છેલ્લા ત્રીસ વર્ષોથી શીવસેના પાસે છે.

બીજેપી સંચાલિત બીજા રાજ્યોની સરકારોં  વિરોધ પક્ષો અને સત્તાના વિરોધ કરતા કર્મનીષઠો અને પત્રકારો પર આનાથી જુદી પધ્ધતિ દ્રારા સત્તાનો ઉપયોગ કરવામાં આવતો નથી. સત્તા પરની સરકારનો વિરોધ એટલે રાષટ્દ્રોહ, કે એન્ટીનેશનલ, અર્બન નક્ષલ વિ. વિ. અલ્હાબાદ અને દીલ્હી હાઇકોર્ટના તાજેતરના ચુકાદાઓ પરથી આ વાત સરળતાથી સાબિત થાય તેમ છે.

આજના દિવ્યભાસ્કરના તંત્રી લેખના કેટલાક દેશ માટે ચિંતાજનક તારણો" .......... જરા વિચારો, દેશના નેતાઓના સંવાદનું સ્તર કેટલું નીચે ગયું છે કે, તેઓ પોતાનો ભાવ વ્યક્ત કરવા માટે હિંસક ભાષાનો ઉપયોગ કરતા પણ ડરતા નથી. કાયદો બનાવનારા ' માનનીય' ની નીચલા સ્તરની ભાષા ગ્નાન અને ઉગ્રતા પાછળનું એક મોટું કારણ છે. કાયદા પ્રત્યેની તેમની હીન દ્ર્ષટી જ કેમ કારણભુત ન હોય!.......

તંત્રી લેખમાં વધુ આગળ લખ્યું છે કે દેશભરમાં માજી અને ચાલુ વર્તમાન સંસદ સભ્યો વિરુધ્ધ વર્ષોથી ૧૨૧ કેસો પડતર છે. જેમાં ૫૮ કેસો એવા છે કે જેમાં આજીવન કેદની સજા છે. ૪૫ કેસો તેમની સામે એવા છે કે જેમાં હજુ ચાર્જશીટ પણ દાખલ થયું નથી.

...... જેનું દુ;ખદ પરિણામ આપણે એક મહિલાના આઠ દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટ સામે આત્મવિલોપનમાં જોયું. જેનું મૃત્યુ ગઇ કાલે થયું. ત્રણ વર્ષ પહેલાં તે સ્રીએ એક સંસદ સભ્ય પર જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો. ત્યારે તે ' માનનીય' સામે તો  ત્યારે કોઇ પગલાં લેવાયા નહી. પરંતુ પેલી સ્રી પર  નકલી જન્મ પ્રમાણપત્ર દાખલ કરવાના આરોપમાં પોલીસે તેણી સામે કેસ કરી નાંખ્યો. હવે તેણીના આત્મવિલોપન પછી અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે........સૌદિ ભાસ્કર પાનું ૮ તા૨૬૦૮૨૧


--

Sunday, August 22, 2021

અફઘાનિસ્તાનમાં અમેરીકાની હાર પહેલી પણ નથી અને છેલ્લી પણ નહી હોય!

અફઘાનિસ્તાનમાં અમેરીકાની હાર પહેલી પણ નથી અને છેલ્લી પણ નહી હોય!

હા, એ હકીકત બની છે અને ભવિષયમાં ચોક્કસ બનશે કે તાલિબાન, અલકાયદા, અને આઇએસઆઇએસ (ISIS), જેવા ઉગ્ર, હિંસક અને અરાજકતાવાદી પણ ધર્માંધ, લોકશાહી અને માનવમુલ્યો વિરોધી પરિબળો જુદા જુદા દેશોમાં જ્યાં સક્રીય હશે ત્યાં તે બધાને અફઘાનીસ્તાનમાંની તાલેબાની જીતથી  જબ્બરજસ્ત નૈતીક બળ મલશે. આફ્રીકા, મધ્યપુર્વના આરબદેશો, એશીયા ખંડના દેશોમાં અમેરીકન શાહીવાદી શોષણની રીતરસમો વધારે અમાનવીય, હિંસાત્મક અને ઉગ્ર બનશે. અમેરીકામાં ગમે તે પક્ષની સરકાર હોય  રિપબ્લીકન કે ડેમોક્રેટસ અમેરીકન નાગરિકોના સતત વધતા જતા આર્થીક જીવન ધોરણને ટકાવીનાર રાખનાર   કોઇ પરિબળ હોય તો તે ફક્ત લશ્કરી શસ્રોની નિકાસ છે. જે કોઈ રાજકીય પક્ષ હોય તેણે પોતાનો રાજકીય વહીવટ અને પરદેશ નીતિ આ મુખ્ય વેપારી હિતને ધ્યાનમાં રાખીને કરવાની હોય છે. આ દેશ બે જ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. ખેતપેદાશમાં ઘંઉઅને મકાઇ અને બીજા આધુનીક શસ્રો. કન્ઝયુમર્સ મોલ જેવાકે મેસી, વોલમાર્ટ, સીઅર્સ, વિ.માં કોઇપણ ચીજવસ્તુના ઉત્પાદકનું નામ માટે તેનું ટેગ જોશો તો ચોક્ક્સ ૧૦૦ ટકા મેઈડીન યુએસએ નહી જ હોય!

 કાર્લ માર્કસે તે જમાનામાં મુડીવાદી અર્થવ્યવસ્થાનું પૃથ્થકરણ કરતાં તારણ કાઢેલું કે  જ્યારે મુડીવાદી દેશમાં આંતરીક રીતે ચોખ્ખો નફો પેદા કરવો શક્ય નહી બને ત્યારે જે તે દેશ પરદેશોમાં બજારો પેદા કરી નફો મેળવશે અને સ્થાનીક શોષણનો ચરખો ચાલુ રાખશે.

અમેરીકા અને યુરોપના દેશોની વીશ્વના તમામ ગરીબ દેશોમાં લોકશાહી રાજ્યવ્યવસ્થા અને આધુનીક ઔધ્યોગીક સમાજ સ્થાપવાના દંભ નીચે  કેટલી હાર ખાઇને પાછા આવ્યા છે તેનું લીસ્ટ જોઇએ.
ઇરાક, લીબીયા, વિયેટનામ, અફઘાનીસ્તાન, સોમાલીયા, લેબેનોન, ઇરાનથી માંડીને દક્ષીણઅમેરીકાના ચીલી દેશની સરકારોને આંતરિક બળવો કરીને ઉથલાવી છે,ખાનગી હિંસક શસ્રોનો ઉપયોગ કરીને  કોલમ્બીયા, ઇક્વાડોર, ગુઅટેમાલા, લાઓસ અને એલસ્લેવાડોર વિ. પાકિસ્તાન અને સાઉદી અરેબીઆની સરમુખ્ત્યાર રાજાશાહી અને લશ્કરી પાકિસ્તાની સરકારોને ટેકો આપ્યો છે. જે બંને એ અમેરીકાના ડોલર્સ, શસ્રો અને અન્ય આધુનીક સાધનોનો ઉપયોગ અમેરીકાની જ સામે તાલીબાન અને અન્ય આતંકી સંગઠનોને મજબુત કરવામાં બેફામ ઉપયોગ કરીને અફઘાનીસ્તાનમાંથી નામોશી ભરી હાર સાથે વાપસ જવા મજબુર કરેલ છે. આ બધા દેશમાં સંઘર્ષ કરવામાં જે તે દેશોના હજારો નિર્દોષ નાગરીકોનો ભોગ લેવાયો છે વધારામાં.

સને ૧૯૪૫ના બીજા વિશ્વયુધ્ધના અંત પછી પશ્ચીમના દેશોની અને અમેરીકાની આવી પરદેશ નીતિ આજદિન સુધીની હોવા  છતાં અને અબજો ડોલર્સની બરબાદી પછી પણ તે દેશની માથાદીઠ આવકમાં કોઇ ગિરાવટ આવી નથી. મંદી આવી નથી, પ્રજા બેકાર કે રોજગારી વિનાની થઇ નથી.

બીજી બાજુએ તાલેબાન, અલકાયદા અને આઇએસઆઇએસની પ્રવૃત્તીઓને બળવત્તર બનાવવામાં મોટી રાજકીય સત્તાઓ સામેનો વિરોધ તો જવાબદાર તો હતો જ; પરંતુ જુનીપુરાણી ધાર્મીક સંસ્કૃતીઓમાંથી પેદા થયેલ જીવન પધ્ધતીઓને સજીવન કરવાનો ફાળો કાંઇ કમ ન હતો. અફઘાનીસ્તાનમાં અફીણ અને નારકોટીક્સના ઉત્પાદનની આવકે તાલેબાનને આધુનીક શસ્રો ખરીદવા સવલતો પુરી પાડી. કોઇ એવું ન માને કે આ બધો વ્યવહાર અમેરીકાની ધ્યાન કે નજર બહાર થતો હતો. જો આ હકીકતની ખબર નથી તેવો કોઇ દાવો કરે તો તે દંભ જ નહી પણ શાહી દંભ ( Emperal self-deception )કહેવાહ. અમેરીકાની આવી દખલગીરીએ જે તે દેશોમાં અરાજકતા (lawlessness) પેદા કરી છે. શસ્રો, નાણાં અને હિંસાની બોલબાલા આ દેશના નાગરિક જીવનમાં સામાન્ય બની ગઇ.

અફઘાનીસ્તાનના તાલેબાની સત્તાકીય હસ્તાંતર થી દેશ ચલાવવાની જવાબદારી આધુનીક જગતમાં ઓછી પેદા થવાની નથી. ચીન,રશીયા અને પાકીસ્તાન જેવા દેશો અફઘાનીસ્તાનમાં પેદા થયેલા  શુન્યવકાશને ભરવા તલપાપડ છે. પણ અફઘાનીસ્તાન માટે તો માલિકો બદલવા જેવીજ  સ્થિતિ પેદા થવાની છે.સાથે સાથે કોઇ એવું લેશ માત્ર તારણ ન કાઢે કે તાલેબાની સત્તાધીશો પોતાના ભુતકાળના પડછાયાથી દુર થઇને દેશના નાગરિકોને સ્વતંત્રતા,સમાનતા અને બંધુત્વ આધારીત માનવીય ગૌરવનું સન્માન કરતો સમાજ બનાવશે જ્યાં સ્રીઓને પ્રાથમીક આઝાદી હશે.

આવતી કાલનું જગત વધારે અરાજકતા તરફ ( an anarchic world) ઢસડાતું લાગે છે.

 


--

Thursday, August 19, 2021

કોરોના– વર્ક ફ્રોમ હોમ–


Subકોવીcococoocoocoકોરોનાાાscribe today for 99¢. 

 

કોરોનાવર્ક ફ્રોમ હોમનવું ઘર તલાવ કિનારે શા માટે નહી?

ખાસ કરીને અમેરીકામાં બધી જ White Colour jobs from home થઇ ગઇ છે. હવે કુંપનીઓ પોતાના ફેકટરી ઉત્પાદનના કર્મચારીઓ સિવાયના સ્ટાફને ' વર્ક ફ્રોમ '  ઘરેથી જ  કામ  કરવા ફરજીયાત મજબુર કરે છે. કપ્મ્યુટર, લેપટોપ, ઇન્ટરનેટ,અને ઓન લાઇન નેટ વર્કીંગે  ઓફીસનું કામ બધુંજ ઘરેથી થઇ શકે તેવો ' વર્કકલચર ' ક્રમશ; વિકસતો હતો, તેમાં કોવીડ૧૯ના વાયરસે વિશ્વવ્યાપી પેન્ડેમીકે ઘણા સમય સુધી લોકોને ઘરમાં જ રહેવા મજબુર કરી દીધા હતા. અને છે. તેને કારણે 'વર્ક ફ્રોમ હોમ ' ફરજીયાત બની ગયું. ઘણીવાર કુંપની અઠવાડિયે એક વાર કે બે વાર પોતાની ઓફીસે આ કર્મચારીઓને બોલાવતી. ધીરે ધીરે તે રીતે બોલાવવાનું પણ ઓછું કરતી ગઇ. કર્મચારીના પગાર અને અને અન્ય ફાયદામાં કુંપનીનો વ્યવહાર પહેલાં જેવો જ રહ્યો. ઘણીવાર વધારે માયાળુ એટલા માટે રહ્યો કે પોતાના કર્મચારીને 'વર્ક ટુ હોમ' કલ્ચરમાંપોતાના બાળકો અને કુટુંબ સાથે ગોઠવાવાનું ( Mentally adjust) હતું..

 

આવા લોકોને પણ ' આ વર્ક ફ્રોમ કલ્ચર' ની પધ્ધતિ સર્વ પ્રકારે વધારે આકર્ષક, અને માનસીક રીતે તનાવ મુક્ત ( Stress Free) અનુભવવા માંડી.  દરરોજ સમયસર સવારે વહેલા ઉઠવાનું, તૈયાર થવાનું. Drive કરીને, Trafic Stress & Tensions સાથે  જવાનું આવવાનું, આ બધું જ એકાએક કાયમ માટે બંધ. હજારો માણસો પોતાના વાહનો સાથે   એકાએક રોડ પરથી ગાયબ. નો પોલ્યુશન, નો ટા્ફીક જામ, નો રોડ એકસીડટસ, નથીંગ.

 આધુનીક કુંપનીઓની મોટી મોટી વિશાળ ઓફીસો, તેનું મીલીયન્સ ઓફ ડોલર્સનું મુડી રોકાણ, ઇનફ્રાસ્ટ્ક્ચર વિ, બેકાર. બેંકોનું તમામ નાણાંકીય લેવદેવડ ઓન લાઇન, ગ્રાહક વિનાની બેંકોની શાખાઓ એકાએક બિનઉપયોગી. હેડઓફીસ કે કેન્દ્રીય સંચાલન દ્રારા બધું જ કામ થવા માંડયું.

નાગરીકો વિચારવા માંડયા જો  સ્ટે્સ ફી વર્ક હોય તો જીંદગી કેમ સ્ટે્સ ફ્રી નહી? મારે જો ' વર્ક ફ્રોમ હોમ ' જ કરવાનું હોય તો એવી જગ્યા રહેવા માટેની પસંદ કેમ ન કરૂ જ્યાં ઘોંઘાટ, અવાજ, ટા્ફીક, પેલા એલીવેટર કે લીફ્ટમાં ૨૦૨૨ના ટોળા સાથે  આવવા જવાના એવા એપાર્ટમેંન્ટ કે કોન્ડો માં રહેવાનું શા માટે? ૨૧મી સદીની ઔધ્યોગીક કોવીડ૧૯ પછીની સંસ્કૃતીએ તો મને જગસુપ્રસિધ્ધ પુસ્તક ' થર્ડ વેવ' ના લેખક ઑલવીન ટોફલરના ' Electronic Cottage' ની વિભાવનાને ( Concept) ને વાસ્તવિક બનાવી દીધી. ' વર્ક ફ્રોમ હોમ' કલ્ચરે તો ઘરમાંથી કામ કરનાર નાગરીકને એક બાજુ ઉત્પાદક અને સાથે સાથે બીજી બાજુએ ગ્રાહક પણ બનાવી દીધો.

ઔધ્યોગીક સમાજના માનસીક તનાવ પુર્ણ જીવનમાંથી 'વર્ક ફ્રોમ હોમ'માંથી પેદા થયેલી મુક્તીએ સદર અમેરીકન નાગરીકને અતિ વિશાળ કદવાળા ' લેક' ના કિનારે રહેવા માટે લાવીને મુકી દીધો. જ્યાં જ્યાં આવા વિશાળ કદવાળા લેક છે દા;ત ન્યુયોર્કનું ફીંગર લેક,( New York's Finger Lakes) શીકાગોની વેલવર્થ કાઉન્ટીના લેક પર(Chicagoans are moving and lakefront home sales in Walworth County,) 

જ્યોર્જીયા રાજ્યના અટલાંટા શહેરના લેક ઓકની અને લેક લીનીયર વિ. ઉપરની જમીનોની કિંમત રાતોરાત આસમાને પહોંચી ગઇ.

 ખાસ કરીને અમેરીકન વયસ્ક નાગરીકો લેકને કિનારે નિવૃત્ત જીવન જીવવાનું પસંદ કરતા હતા. પણ આ ' વર્ક ફ્રોમ હોમ' ના વ્યવહારે જુવાન, મીડલ એજેડ વિ. નાગરીકોને પણ લેકને કિનારે હાઉસ બાંધવા મુડી રોકાણ કરતા કરી દીધા. ઔધ્યોગીક સમાજે પેદા કરેલ ' ડાઉન ટાઉન' સંસ્કૃતીમાંથી અમેરીકન નાગરીકને  સાચી માનવ મુક્તીનો અહેસાસ ' લેક કલ્ચર'માં થવા લાગ્યો. હાઉસની બહાર અઠવાડીયે એકવાર લીસ્ટ બનાવીને 'શોપીંગ' કરવા જવાનું, ફરગેટ બાય વન ગેટ ટુ મેન્ટાલીટી. મન થાય તો લેકમાં પોતાની કાયાક અને પેડલ બોર્ડીગ લઇને સવારે સાંજે, ચાંદની રાતે નીકળી પડવાનું!(kayaking, paddle boarding. We're dubbing it a 'fitness lake') તેમના જેવા લેકમાં લહેર કરનારાની નજીક જઇને ' કોલ્ડ બીયર'ની આપલે પણ કરી લેવાની.

They are getting their dream lake house in places with lower taxes," Phillips says. "You're seeing a lot of people in California and the northern states moving to Georgia, Alabama, the Carolinas( નોર્થ એન્ડ સાઉથ કેરોલીના), Texas, and getting lake houses where they can enjoy all the recreational activities and be in nature — at a lower cost."

 

t


--

Tuesday, August 10, 2021

પ્રાર્થના અને રેશનાલીઝમ

પ્રાર્થના અને રેશનાલીઝમ.

તા. ૪થી ઓગ્સટના રોજ બુધવારે " પ્રાર્થના અને રેશનાલીઝમના વિષય પર એક વેબીનારનું આયોજન ડૉ સુજાઅત વલીભાઇને ત્યાં ગોધરા મુકામે થયું હતું. વેબીનારના હાજર સભ્યો સમક્ષ "પ્રાર્થના" વિષયને  સમજાવતાં વલી સાહેબે જણાવ્યું હતું કે, પ્રાર્થના કરનારનો ન્યાતો જાણે એક તાંતણે, પોતાનો સંબંધ ઇશ્વર સાથે બંધાતો હોય તેવો અહેસાસ થાય છે.  તેવી દ્ર્ઢ માન્યતા કે શ્રધ્ધા તેવી માનસિકતા પ્રાર્થના કરનાર ને થાય છે. પ્રાર્થના કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે તેવો આભાસ કે ભ્રમણા થતી હોય છે. પરંતુ હકીકત સત્યથી વેગળી હોય છે.તેનો ખ્યાલ સંબંધિત ( રીલેટીવ) હોય છે. સંપુર્ણ (એબસોલ્યુટ) હોતો નથી. મારા મત મુજબ જાહેર અને દરરોજ પ્રાર્થના સ્કુલમાં નાના બાળકોને કુમળા મનપર એક બોજા સમાન છે. ચંચળ બાળકોને આ રીતે જકડી રાખવા તે એક માનસીક સજા બરાબર છે. નાગરીક જીવનના વિકાસ માટે તે ભવિષયમાં વિઘ્નરૂપ બને છે.

 પ્રાર્થના એટલે શું?

(1) પ્રાર્થના કરનારની આસ્થા પ્રમાણે તે બે માધ્યમો વચ્ચે થાય છે. એક પ્રાર્થના કરનાર અને બીજું જેને સંબોધીને પ્રાર્થના  કરવામાં છે તે અગ્નાત વ્યક્તિ,કે પરિબળ. પ્રાર્થના કરનાર પોતાના ગ્નાન, અભ્યાસ, તી રીવાજો વિ. આધારે જે તે સમયે પ્રાર્થના કરે છે, જેને સંબોધીને પ્રાર્થના કરે છે, તે ક્યારેય હાજર હોતો નથી. પ્રાર્થના કે સ્તુતી જ્યારે જેની કરવામાં આવે છે જો તેમાં વ્યક્તી હાજર હોય તો,તે વ્યક્તી કોઇ બની બેઠેલા સ્વામી , ગુરૂ કે રાજકારણી નેતા અથવા તેમના પ્રકારની જ હોય છે.આ બધા માટે સર્વગુણસંપન્ન જણાવતી બેફામ અતિશયોક્તીથી ભરેલા વખાણો સિવાય કશું તેમાં હોતું નથી. આમ ખરેખર પ્રાર્થના એક તરફી સંદેશા વ્યવહાર છે. જેમાં સામા તરફથી કોઈ સંદેશો મલતો ન હોવા છતાં એક તરફી વ્યવહાર જીંદગીભર ચાલુ રહે છે.જાહેર રસ્તા પરથી કોઇ પસાર થતો માણસ, પેલા પ્રાર્થના કરનાર ખાનગીમાં જે બધી લાગણીઓ વ્યક્ત કરે છે તેવું જાહેરમાં મોટે મોટેથી બોલા માંડે તો તેનું જેટલું મહત્વ છે તેનાથી કેટલું વધારે કે ઓછું પેલા ખાનગીમાં પ્રાર્થના કરનારાની લાગણી પ્રદર્શનમાં હોય? મારા મત પ્રમાણે ભીંત સામે બોલાયેલા શબ્દોમાંની અસર કોના પર કેવી પડે? કારણ કે સામે કોઇ બોલાયેલા શબ્દો, લાગણીઓ, કાકલુદીઓને સાંભળનાર જ કાયમી ભૌતીકસ્વરૂપે ગેરહાજર જ હોય છે. અને પેલો અંતર્યામી ક્યારેય સંદેશો તેની ઓનલાઇનમાંથી મોકલતો નથી.

  

(2) પ્રાર્થના શક્તિશાળી પરિબળનેઉપરની પ્રશ્નોત્તરી પરથી એક સાદી સમજણ પડે છે કે પ્રાર્થના કરનાર કરતાં તે જેને સંબોધીને પ્રાર્થના કરે છે તે વ્યક્તી, પરિબળ વધારે શક્તિશાળી છે. તેનામાં પેલા પ્રાર્થના કરનારની જરૂરીયાત સંતોષવાની તાકાત છે. તેવી પેલા પ્રાર્થના કરનારને શ્રધ્ધા છે. આવા શક્તિશાળી પરિબળોનું લીસ્ટ " તુંડે તુંડે મતિભિન્ના થી જુદુ હોતું નથી." 

() માણસની નિસહાયતાપ્રાર્થનામાં પોતાની જરૂરીયાત સંતોષવા તમામ પ્રકારની કાકલુદી, વિનંતી, સ્વપીડન, પોતાના સ્વપ્રયત્ન કે અન્યસહકારથી પોતાની સમસ્યા લીપટાવવાની લાચારી, મજબુરી, નિ;સહાયતા તરીકે કબુલ કરીને એક ભિક્ષુકની માફક માનવી પ્રાર્થના કરે છે. આવા પ્રકારની પ્રાર્થના બાળપણમાં ગળથુથી તરીકે આપવામાં આવે છે તે ટેવમાં રૂપાંતર થઇને જીંદગી પર્યંત મૃત્યુ સુધી ચાલુ રહે છે.

(4) પ્રાર્થનાઉપવાસશરીર દમન, બધા એકજ પ્રકારના માધ્યમો ટુ પ્લીઝ ગોડ છે. માનવજાતના તમામ ધાર્મીક ફિરકાઓમાં એક સમાન માન્યતા કે અંધશ્રધ્ધા એવી વિકસી છે કે પ્રાર્થના કરનારે પેલા દૈવી, ઇશ્વરી, અલૌકીક્ પરિબળને રિઝવવા માટે, શરીર પર જુદા જુદા ત્રાસ ગુજારવાથી તે પરિબળ ખુશ થશે, અને દુઆ,કે સમૃધ્ધી પ્રાપ્ત થશે.આવા ધાર્મીક દમનોને જે તે સમાજો અતી પુજ્યભાવથી આવકારે છે, તે બધાના બહુમાન થાય છે., પોતાના શરીરનું દમન કરનાનું સમાજમાં સ્થાન રાતોરાત વધી જાય છે. તેમાં ધર્માચાર્યોનો ફાળો દમનથી ઇશ્વરની કૃપાનો હકદાર થઇ જઇશ તેવું વાયુમંઠળ ફેલાવીને ભલાભોળા માનવીઓને ક્રમશ શરીર દમનના પુજારી બનાવી દેવામાં આવે છે.   

(5) કુદરતી પરિબળો સામે અસલામતીનો ભય વરસાદ, વિજળી ગડગડાટ, પુર, અકાળે મૃત્યુ, તે બધામાંથી સલામતી પ્રાપ્ત કરવા માટે આકાશી દેવોનો ખ્યાલ વિકસ્યો! માનવ જીવનના શરૂઆતના શિકાર અને પ્રાથમિક કૃષીયુગના જીવનમાં વરસાદ, દુકાળ, અસહ્ય ગરમી, ઠંડી, માનવીનું અકાળે મત્યુ આ બધી ઘટના કેમ તેના જીવનમાં બને છે તેની બુધ્ધીગમ્ય સમજ વિકસી નહતી.તેથી માનવીએ, પોતાનથી મહાન શક્તીશાળી પરીબળોની કલ્પના  કરીને ભજવા પુજવાનું ચાલુ કર્યુ હતું.  વ્યક્તિગત જીવનની અચોક્કસતા,અને જીવન જીવવાનો ભૌતક સંઘર્ષ પર જે દેશો અને સમાજોની પ્રજાઓ કાબુ મેળવ્યો છે  ત્યાં પ્રાર્થના આધારીત ધાર્મીક જીવન પધ્ધતીનો ક્રમશ; ઘટાડો થયો છે. કુદરતી પરિબળો સામેના સંઘર્ષમાં જે સમાજોની પ્રજાઓએ સ્વાવલંબન પ્રાપ્ત કર્યું નથી ત્યાં ત્યાં પ્રાર્થના આધારીત ધાર્મીક જીવન પધ્ધતીનું પ્રભુત્વ બેરોકટોક ચાલુ છે.

(6) પ્રાર્થનાનું વૈગ્નીક અભિગમથી મુલ્યાંકનઅમેરીકા અને બ્રિટન સ્થિત "ટેપ્મલેટ ફાન્ડેશને" પ્રાર્થના કરવાથી ખરેખર કોઇ અસર રોગ મટાડવામાં થાય છે અથવા પ્રાર્થના દ્રારા કોઇ બાધાઆખડી કરવાથી સીધો પ્રશ્ન ઉકેલાય છે કેમ તે અંગે સંશોધન કરેલ છે. ખ્રીસ્તી કેથોલીક ધર્માના સંચાલકો અને વૅગ્નાનીક અભીગમની તરફેણ કરનારા માનવવાદીઓએ એક સંયુક્ત તપાસ કરી હતી. બંને દેશમાં સંસ્થાએ નીચે પ્રમાણે પ્રયોગ કર્યા હતા. સંસ્થાએ ત્રણ કમાન્ડ ગૃપ બનાવ્યા હતા.

() આ ગૃપના દર્દીઓને જણાવવામાં આવ્યું હતું કે તમારે કે તમારા કોઇ નજીકના સગાએ પ્રાર્થના કરવાની નથી. પણ તમારા વતી સ્થાનીક પરદેશી ધર્મગુરૂઓ પ્રાર્થના કરશે. ઉપરાંત તમને દવાની કેપસ્યુલ પણ આપવામાં આવશે. ( જે ખરેખર ખાલી દવા વિનાની કેપસ્યુલો હતી.) જેથી સીધું સાબિત થાય કે પ્રાર્થનાની અસર થાય છે કેમ?

() આ ગૃપમાં દર્દીઓને ફક્ત દવાવાળી કેપસ્યુલ આપવામાં

આવી. તેમના વતી પ્રાર્થના દર્દીઓના કોઇ સગાવહાલા કે દર્દીએ પોતે કે ધર્મગુરૂઓએ પ્રાર્થના કરવાની ન હતી.

() ત્રીજા ગૃપના દર્દીઓ એવા હતા કે જેમને દવા પણ આપવામાં આવી અને તેમના માટે દુઆ પણ કરવામાં આવી.

સમગ્ર પ્રોજેક્ટમાં તમામ ગૃપના દર્દીઓને પોતાપર શું થઇ રહ્યું છે તેની માહિતી ન હતી. જેને વૈગ્નાનીક પધ્ધતિમાં ડબલ બાઇન્ડ થીયરી તરીકે ઓળખવામાં આવે છે.

યુરોપ અને અમેરીકાના દેશોમાં સદર પ્રયોગ ટેમ્પલેટ ફાન્ડેશન તરફથી કરવામાં આવેલો હતો. સંસ્થાનું તારણ હતું કે દર્દીના રોગ મટાડવામાં પ્રાર્થના, દુઆ કે પ્રેયરને કોઇ સીધો સંબંધ દર્દીની સાજા થવાની સ્થિતીને કોઇ તાર્કીક રીતે સમજાવી શકાય તેવો સંબંધ સ્થાપિત થતો નથી.

() પ્રાર્થના અને અકસ્માતનું તર્કસમગ્ર વીશ્વાના દેશોમાં ઝડપથી ઔધ્યોગીકરણ થઇ રહ્યું છે. મોટા પાયે નાગરીકોની તમામ જરૂરીયાતો પુરી કરવા વાહનો અને રોડ નો ઉપયોગ કરે છે. ભારત જેવા દેશોમાં તો રોડ અકસ્માતમાં મરનારાની સંખ્યા કુદરતી મૃત્યુ કરતાં વધી ગઇ છે. આવા અકસ્માતમાં મૃત્યુ પામનાર અને તેમાં બચી જનાર માટે ' રામ રાખે તેને કોણ મારે!,

રોડ અકસ્માત ચાર ને થાય ત્રણ બચી જાય,

બ્રીટનમાં પ્રકાશીત વિશ્વ વિખ્યાત માસિક " રીડર્સ ડાયજેસ્ટ" માં ઇગ્લેંડમાં રોડઅકસ્માત અને અકસ્માતના ભોગ બનનાર અંગે ખુબ રસપ્રદ વૈગ્નાનીક માહિતી એકત્ર કરીને એક સંશોધન બહાર પાડેલ છે. તેની વિગત નીચે મુજબ છે.

કાર કે કોઇપણ વાહન રોડપર ચલાવતા સમયે  વાહન ચલાવનાર driverની આંખ અને સામા આવતા વાહનની ઝડપ, પોતાના વાહનની ઝડપ બધું જોઇને, તેને આંખના પલકારામાં નિર્ણય કરવાનો હોય છે. બ્રેક મારવી, ગીયર બદલવા, પોતાનું વાહન આઘુપાછું કરવું. હવે સંશોધન એવું કરવામાં આવ્યું છે કે આવા સંજોગોમાં પેલા વાહન ચલાવનારની આંખ, તેના મગજને કેટલી ત્વરાથી સંદેશો મોકલે છે, તેનું મગજ આવા સંજોગોમાંથી કેટલી ઝડપથી પાછો સંદેશો મોકલે છે. આ અંગે તારણો કાઢવામાં આવ્યા છે કે તમારા વાહનની ઝડપ અનુક્રમે ૧૦૦,૮૦,૭૦,કે ૫૦ માઇલની ઝડપે વાહન ચાલતું હોય તો મગજમાં નિર્ણયોની આપલેમાં કેટલી સેંકડમાં થાય અને પરિણામે અકસ્માત કેવા પ્રકારનો હોય તેનું સંશોધન કરવામાં આવેલ છે.

 વધારામાં અકસ્માત થનારને શરીરના કયા અંગો ( Human Organs)પર અકસ્માત થયો છે તે પણ અગત્યનું છે. દા., ખોપરી, હ્રદય, કીડની, લીવર, ફેફસાં, હાથપગ. તારણમાં એમ કહે છે કે બે જુદા જુદા વાહનો અને તેના ચલાવનારાઓ પોતાની સ્વતંત્ર રીતે જુદા જુદા વાહન ચલાવવાના નિયમો પ્રમાણે  ચલાવવાનું પરિણામ અકસ્માત છે. તેથી પરિણામ પણ બે નિયમોના સ્વતંત્ર સંઘર્ષોનું પરિણામ હોય છે. ( Two independent laws operating in absolutly independent ways & governing them in total independent manners bring the accident) આના કોઇ પરિણામમાં પ્રાર્થના, પુન્ય, કર્મનું અર્થઘટનનો કયો ફાળો હોઇ શકે?.

(8) યુએસએના પ્રથમ બંધારણીય સુધારા પ્રમાણે રાજ્ય અને ધર્મ વચ્ચે સંપુર્ણ વિયોજન( Complte Seperation) છે.આ સુધારો અમેરીકાએ પોતાના બંધારણમાં આશરે ૨૦૦ વર્ષ પહેલાં કરલો હતો. તે દિવસથી આજદિન સુધી આ દેશમાં તેની કોઇ પબ્લિક સ્કુલમાં પ્રાર્થના થતી જ નથી. કોઇ કરે કરાવે તો મોટો બંધારણીય હક્કનો ઉલ્લંઘન થતાં દેશમાં મોટી ઉથલપાથલ થઇ જાય છે. એક જ ધડાકે સ્થાનીકથી માંડીને ફેડરલ કોર્ટ જ ફગાવી દે છે.

(9) અમેરીકા પોતાના દેશના નાગરીકોને ટોળામાંથી બહાર કાઢી સ્વતંત્ર સ્વાયત્ત નાગરીક બનાવે છે. આાપણે ત્યાં બંધારણીય નાગરીક બનેલાઓને નાગરીક મીટાવી ધાર્મીક ટોળાઓનો ભાગ બનાવવાની પ્રવૃત્તીનું પ્રથમ શરૂઆત પ્રાર્થના શીખવાડવાથી શરૂ થાય છે.

(10) અમારા આ વેબીનારમાં આ મીત્રોએ ભાગ લીધો હતો. મનીષી જાની(અમદાવાદ), સત્યમ જોષી લુણાવાડા, પંકજ પટેલ ગાંધીનગર, પ્રતીમાબેન ઠક્કર એડવોકેટ,ભાવનગર, ભરત મકવાણા, જી. કે. માનવ ગાંધીનગર, શબાના રતલામ, ડૉ. માયાવંશી વડોદરા, અને હસમુખ પરમાર વિ, મીત્રોએ ભાગ લઇને આ વિષયની ચર્ચાને રસપ્રદ બનાવી હતી. કેટલાક પાયાના સુધારા પણ મનીષી જાનીએ પુરાવા સાથે રજુકર્યા હતા.

(11) ખાસ નોંધઆવતી કાલે ૧૧મી ઑગસ્ટે રાત્રીના૯ થી ૧૦ વેબીનાર છે. વિષય છે ' જાતીય ગ્નાન અને પુખ્તવયમાં ગેરમાન્યતાઓ.. વક્તા. ડૉ અશ્વીન શાહ, મું ખરેલ, નવસારી, ગુજરાત. સંપર્ક ભાગલેવા અવિનાષ Person in Charge for Dr. S Vali Saheb Godhra. ફો નં84013 03000

 

 


--