Tuesday, August 10, 2021

પ્રાર્થના અને રેશનાલીઝમ

પ્રાર્થના અને રેશનાલીઝમ.

તા. ૪થી ઓગ્સટના રોજ બુધવારે " પ્રાર્થના અને રેશનાલીઝમના વિષય પર એક વેબીનારનું આયોજન ડૉ સુજાઅત વલીભાઇને ત્યાં ગોધરા મુકામે થયું હતું. વેબીનારના હાજર સભ્યો સમક્ષ "પ્રાર્થના" વિષયને  સમજાવતાં વલી સાહેબે જણાવ્યું હતું કે, પ્રાર્થના કરનારનો ન્યાતો જાણે એક તાંતણે, પોતાનો સંબંધ ઇશ્વર સાથે બંધાતો હોય તેવો અહેસાસ થાય છે.  તેવી દ્ર્ઢ માન્યતા કે શ્રધ્ધા તેવી માનસિકતા પ્રાર્થના કરનાર ને થાય છે. પ્રાર્થના કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે તેવો આભાસ કે ભ્રમણા થતી હોય છે. પરંતુ હકીકત સત્યથી વેગળી હોય છે.તેનો ખ્યાલ સંબંધિત ( રીલેટીવ) હોય છે. સંપુર્ણ (એબસોલ્યુટ) હોતો નથી. મારા મત મુજબ જાહેર અને દરરોજ પ્રાર્થના સ્કુલમાં નાના બાળકોને કુમળા મનપર એક બોજા સમાન છે. ચંચળ બાળકોને આ રીતે જકડી રાખવા તે એક માનસીક સજા બરાબર છે. નાગરીક જીવનના વિકાસ માટે તે ભવિષયમાં વિઘ્નરૂપ બને છે.

 પ્રાર્થના એટલે શું?

(1) પ્રાર્થના કરનારની આસ્થા પ્રમાણે તે બે માધ્યમો વચ્ચે થાય છે. એક પ્રાર્થના કરનાર અને બીજું જેને સંબોધીને પ્રાર્થના  કરવામાં છે તે અગ્નાત વ્યક્તિ,કે પરિબળ. પ્રાર્થના કરનાર પોતાના ગ્નાન, અભ્યાસ, તી રીવાજો વિ. આધારે જે તે સમયે પ્રાર્થના કરે છે, જેને સંબોધીને પ્રાર્થના કરે છે, તે ક્યારેય હાજર હોતો નથી. પ્રાર્થના કે સ્તુતી જ્યારે જેની કરવામાં આવે છે જો તેમાં વ્યક્તી હાજર હોય તો,તે વ્યક્તી કોઇ બની બેઠેલા સ્વામી , ગુરૂ કે રાજકારણી નેતા અથવા તેમના પ્રકારની જ હોય છે.આ બધા માટે સર્વગુણસંપન્ન જણાવતી બેફામ અતિશયોક્તીથી ભરેલા વખાણો સિવાય કશું તેમાં હોતું નથી. આમ ખરેખર પ્રાર્થના એક તરફી સંદેશા વ્યવહાર છે. જેમાં સામા તરફથી કોઈ સંદેશો મલતો ન હોવા છતાં એક તરફી વ્યવહાર જીંદગીભર ચાલુ રહે છે.જાહેર રસ્તા પરથી કોઇ પસાર થતો માણસ, પેલા પ્રાર્થના કરનાર ખાનગીમાં જે બધી લાગણીઓ વ્યક્ત કરે છે તેવું જાહેરમાં મોટે મોટેથી બોલા માંડે તો તેનું જેટલું મહત્વ છે તેનાથી કેટલું વધારે કે ઓછું પેલા ખાનગીમાં પ્રાર્થના કરનારાની લાગણી પ્રદર્શનમાં હોય? મારા મત પ્રમાણે ભીંત સામે બોલાયેલા શબ્દોમાંની અસર કોના પર કેવી પડે? કારણ કે સામે કોઇ બોલાયેલા શબ્દો, લાગણીઓ, કાકલુદીઓને સાંભળનાર જ કાયમી ભૌતીકસ્વરૂપે ગેરહાજર જ હોય છે. અને પેલો અંતર્યામી ક્યારેય સંદેશો તેની ઓનલાઇનમાંથી મોકલતો નથી.

  

(2) પ્રાર્થના શક્તિશાળી પરિબળનેઉપરની પ્રશ્નોત્તરી પરથી એક સાદી સમજણ પડે છે કે પ્રાર્થના કરનાર કરતાં તે જેને સંબોધીને પ્રાર્થના કરે છે તે વ્યક્તી, પરિબળ વધારે શક્તિશાળી છે. તેનામાં પેલા પ્રાર્થના કરનારની જરૂરીયાત સંતોષવાની તાકાત છે. તેવી પેલા પ્રાર્થના કરનારને શ્રધ્ધા છે. આવા શક્તિશાળી પરિબળોનું લીસ્ટ " તુંડે તુંડે મતિભિન્ના થી જુદુ હોતું નથી." 

() માણસની નિસહાયતાપ્રાર્થનામાં પોતાની જરૂરીયાત સંતોષવા તમામ પ્રકારની કાકલુદી, વિનંતી, સ્વપીડન, પોતાના સ્વપ્રયત્ન કે અન્યસહકારથી પોતાની સમસ્યા લીપટાવવાની લાચારી, મજબુરી, નિ;સહાયતા તરીકે કબુલ કરીને એક ભિક્ષુકની માફક માનવી પ્રાર્થના કરે છે. આવા પ્રકારની પ્રાર્થના બાળપણમાં ગળથુથી તરીકે આપવામાં આવે છે તે ટેવમાં રૂપાંતર થઇને જીંદગી પર્યંત મૃત્યુ સુધી ચાલુ રહે છે.

(4) પ્રાર્થનાઉપવાસશરીર દમન, બધા એકજ પ્રકારના માધ્યમો ટુ પ્લીઝ ગોડ છે. માનવજાતના તમામ ધાર્મીક ફિરકાઓમાં એક સમાન માન્યતા કે અંધશ્રધ્ધા એવી વિકસી છે કે પ્રાર્થના કરનારે પેલા દૈવી, ઇશ્વરી, અલૌકીક્ પરિબળને રિઝવવા માટે, શરીર પર જુદા જુદા ત્રાસ ગુજારવાથી તે પરિબળ ખુશ થશે, અને દુઆ,કે સમૃધ્ધી પ્રાપ્ત થશે.આવા ધાર્મીક દમનોને જે તે સમાજો અતી પુજ્યભાવથી આવકારે છે, તે બધાના બહુમાન થાય છે., પોતાના શરીરનું દમન કરનાનું સમાજમાં સ્થાન રાતોરાત વધી જાય છે. તેમાં ધર્માચાર્યોનો ફાળો દમનથી ઇશ્વરની કૃપાનો હકદાર થઇ જઇશ તેવું વાયુમંઠળ ફેલાવીને ભલાભોળા માનવીઓને ક્રમશ શરીર દમનના પુજારી બનાવી દેવામાં આવે છે.   

(5) કુદરતી પરિબળો સામે અસલામતીનો ભય વરસાદ, વિજળી ગડગડાટ, પુર, અકાળે મૃત્યુ, તે બધામાંથી સલામતી પ્રાપ્ત કરવા માટે આકાશી દેવોનો ખ્યાલ વિકસ્યો! માનવ જીવનના શરૂઆતના શિકાર અને પ્રાથમિક કૃષીયુગના જીવનમાં વરસાદ, દુકાળ, અસહ્ય ગરમી, ઠંડી, માનવીનું અકાળે મત્યુ આ બધી ઘટના કેમ તેના જીવનમાં બને છે તેની બુધ્ધીગમ્ય સમજ વિકસી નહતી.તેથી માનવીએ, પોતાનથી મહાન શક્તીશાળી પરીબળોની કલ્પના  કરીને ભજવા પુજવાનું ચાલુ કર્યુ હતું.  વ્યક્તિગત જીવનની અચોક્કસતા,અને જીવન જીવવાનો ભૌતક સંઘર્ષ પર જે દેશો અને સમાજોની પ્રજાઓ કાબુ મેળવ્યો છે  ત્યાં પ્રાર્થના આધારીત ધાર્મીક જીવન પધ્ધતીનો ક્રમશ; ઘટાડો થયો છે. કુદરતી પરિબળો સામેના સંઘર્ષમાં જે સમાજોની પ્રજાઓએ સ્વાવલંબન પ્રાપ્ત કર્યું નથી ત્યાં ત્યાં પ્રાર્થના આધારીત ધાર્મીક જીવન પધ્ધતીનું પ્રભુત્વ બેરોકટોક ચાલુ છે.

(6) પ્રાર્થનાનું વૈગ્નીક અભિગમથી મુલ્યાંકનઅમેરીકા અને બ્રિટન સ્થિત "ટેપ્મલેટ ફાન્ડેશને" પ્રાર્થના કરવાથી ખરેખર કોઇ અસર રોગ મટાડવામાં થાય છે અથવા પ્રાર્થના દ્રારા કોઇ બાધાઆખડી કરવાથી સીધો પ્રશ્ન ઉકેલાય છે કેમ તે અંગે સંશોધન કરેલ છે. ખ્રીસ્તી કેથોલીક ધર્માના સંચાલકો અને વૅગ્નાનીક અભીગમની તરફેણ કરનારા માનવવાદીઓએ એક સંયુક્ત તપાસ કરી હતી. બંને દેશમાં સંસ્થાએ નીચે પ્રમાણે પ્રયોગ કર્યા હતા. સંસ્થાએ ત્રણ કમાન્ડ ગૃપ બનાવ્યા હતા.

() આ ગૃપના દર્દીઓને જણાવવામાં આવ્યું હતું કે તમારે કે તમારા કોઇ નજીકના સગાએ પ્રાર્થના કરવાની નથી. પણ તમારા વતી સ્થાનીક પરદેશી ધર્મગુરૂઓ પ્રાર્થના કરશે. ઉપરાંત તમને દવાની કેપસ્યુલ પણ આપવામાં આવશે. ( જે ખરેખર ખાલી દવા વિનાની કેપસ્યુલો હતી.) જેથી સીધું સાબિત થાય કે પ્રાર્થનાની અસર થાય છે કેમ?

() આ ગૃપમાં દર્દીઓને ફક્ત દવાવાળી કેપસ્યુલ આપવામાં

આવી. તેમના વતી પ્રાર્થના દર્દીઓના કોઇ સગાવહાલા કે દર્દીએ પોતે કે ધર્મગુરૂઓએ પ્રાર્થના કરવાની ન હતી.

() ત્રીજા ગૃપના દર્દીઓ એવા હતા કે જેમને દવા પણ આપવામાં આવી અને તેમના માટે દુઆ પણ કરવામાં આવી.

સમગ્ર પ્રોજેક્ટમાં તમામ ગૃપના દર્દીઓને પોતાપર શું થઇ રહ્યું છે તેની માહિતી ન હતી. જેને વૈગ્નાનીક પધ્ધતિમાં ડબલ બાઇન્ડ થીયરી તરીકે ઓળખવામાં આવે છે.

યુરોપ અને અમેરીકાના દેશોમાં સદર પ્રયોગ ટેમ્પલેટ ફાન્ડેશન તરફથી કરવામાં આવેલો હતો. સંસ્થાનું તારણ હતું કે દર્દીના રોગ મટાડવામાં પ્રાર્થના, દુઆ કે પ્રેયરને કોઇ સીધો સંબંધ દર્દીની સાજા થવાની સ્થિતીને કોઇ તાર્કીક રીતે સમજાવી શકાય તેવો સંબંધ સ્થાપિત થતો નથી.

() પ્રાર્થના અને અકસ્માતનું તર્કસમગ્ર વીશ્વાના દેશોમાં ઝડપથી ઔધ્યોગીકરણ થઇ રહ્યું છે. મોટા પાયે નાગરીકોની તમામ જરૂરીયાતો પુરી કરવા વાહનો અને રોડ નો ઉપયોગ કરે છે. ભારત જેવા દેશોમાં તો રોડ અકસ્માતમાં મરનારાની સંખ્યા કુદરતી મૃત્યુ કરતાં વધી ગઇ છે. આવા અકસ્માતમાં મૃત્યુ પામનાર અને તેમાં બચી જનાર માટે ' રામ રાખે તેને કોણ મારે!,

રોડ અકસ્માત ચાર ને થાય ત્રણ બચી જાય,

બ્રીટનમાં પ્રકાશીત વિશ્વ વિખ્યાત માસિક " રીડર્સ ડાયજેસ્ટ" માં ઇગ્લેંડમાં રોડઅકસ્માત અને અકસ્માતના ભોગ બનનાર અંગે ખુબ રસપ્રદ વૈગ્નાનીક માહિતી એકત્ર કરીને એક સંશોધન બહાર પાડેલ છે. તેની વિગત નીચે મુજબ છે.

કાર કે કોઇપણ વાહન રોડપર ચલાવતા સમયે  વાહન ચલાવનાર driverની આંખ અને સામા આવતા વાહનની ઝડપ, પોતાના વાહનની ઝડપ બધું જોઇને, તેને આંખના પલકારામાં નિર્ણય કરવાનો હોય છે. બ્રેક મારવી, ગીયર બદલવા, પોતાનું વાહન આઘુપાછું કરવું. હવે સંશોધન એવું કરવામાં આવ્યું છે કે આવા સંજોગોમાં પેલા વાહન ચલાવનારની આંખ, તેના મગજને કેટલી ત્વરાથી સંદેશો મોકલે છે, તેનું મગજ આવા સંજોગોમાંથી કેટલી ઝડપથી પાછો સંદેશો મોકલે છે. આ અંગે તારણો કાઢવામાં આવ્યા છે કે તમારા વાહનની ઝડપ અનુક્રમે ૧૦૦,૮૦,૭૦,કે ૫૦ માઇલની ઝડપે વાહન ચાલતું હોય તો મગજમાં નિર્ણયોની આપલેમાં કેટલી સેંકડમાં થાય અને પરિણામે અકસ્માત કેવા પ્રકારનો હોય તેનું સંશોધન કરવામાં આવેલ છે.

 વધારામાં અકસ્માત થનારને શરીરના કયા અંગો ( Human Organs)પર અકસ્માત થયો છે તે પણ અગત્યનું છે. દા., ખોપરી, હ્રદય, કીડની, લીવર, ફેફસાં, હાથપગ. તારણમાં એમ કહે છે કે બે જુદા જુદા વાહનો અને તેના ચલાવનારાઓ પોતાની સ્વતંત્ર રીતે જુદા જુદા વાહન ચલાવવાના નિયમો પ્રમાણે  ચલાવવાનું પરિણામ અકસ્માત છે. તેથી પરિણામ પણ બે નિયમોના સ્વતંત્ર સંઘર્ષોનું પરિણામ હોય છે. ( Two independent laws operating in absolutly independent ways & governing them in total independent manners bring the accident) આના કોઇ પરિણામમાં પ્રાર્થના, પુન્ય, કર્મનું અર્થઘટનનો કયો ફાળો હોઇ શકે?.

(8) યુએસએના પ્રથમ બંધારણીય સુધારા પ્રમાણે રાજ્ય અને ધર્મ વચ્ચે સંપુર્ણ વિયોજન( Complte Seperation) છે.આ સુધારો અમેરીકાએ પોતાના બંધારણમાં આશરે ૨૦૦ વર્ષ પહેલાં કરલો હતો. તે દિવસથી આજદિન સુધી આ દેશમાં તેની કોઇ પબ્લિક સ્કુલમાં પ્રાર્થના થતી જ નથી. કોઇ કરે કરાવે તો મોટો બંધારણીય હક્કનો ઉલ્લંઘન થતાં દેશમાં મોટી ઉથલપાથલ થઇ જાય છે. એક જ ધડાકે સ્થાનીકથી માંડીને ફેડરલ કોર્ટ જ ફગાવી દે છે.

(9) અમેરીકા પોતાના દેશના નાગરીકોને ટોળામાંથી બહાર કાઢી સ્વતંત્ર સ્વાયત્ત નાગરીક બનાવે છે. આાપણે ત્યાં બંધારણીય નાગરીક બનેલાઓને નાગરીક મીટાવી ધાર્મીક ટોળાઓનો ભાગ બનાવવાની પ્રવૃત્તીનું પ્રથમ શરૂઆત પ્રાર્થના શીખવાડવાથી શરૂ થાય છે.

(10) અમારા આ વેબીનારમાં આ મીત્રોએ ભાગ લીધો હતો. મનીષી જાની(અમદાવાદ), સત્યમ જોષી લુણાવાડા, પંકજ પટેલ ગાંધીનગર, પ્રતીમાબેન ઠક્કર એડવોકેટ,ભાવનગર, ભરત મકવાણા, જી. કે. માનવ ગાંધીનગર, શબાના રતલામ, ડૉ. માયાવંશી વડોદરા, અને હસમુખ પરમાર વિ, મીત્રોએ ભાગ લઇને આ વિષયની ચર્ચાને રસપ્રદ બનાવી હતી. કેટલાક પાયાના સુધારા પણ મનીષી જાનીએ પુરાવા સાથે રજુકર્યા હતા.

(11) ખાસ નોંધઆવતી કાલે ૧૧મી ઑગસ્ટે રાત્રીના૯ થી ૧૦ વેબીનાર છે. વિષય છે ' જાતીય ગ્નાન અને પુખ્તવયમાં ગેરમાન્યતાઓ.. વક્તા. ડૉ અશ્વીન શાહ, મું ખરેલ, નવસારી, ગુજરાત. સંપર્ક ભાગલેવા અવિનાષ Person in Charge for Dr. S Vali Saheb Godhra. ફો નં84013 03000

 

 


--