નરેન્દ્ર મોદી સરકારના પ્રધાન મંડળના એક પ્રધાન શ્રી નરેન્દ્ર રાણેની મહારાષટ્ સરકારે કરેલી ધરપકડ.
મોદીજી, દેશનું રાજકારણ હજુ કેટલી નીચી કક્ષાએ લઇ જવું છે? પ્રધાન શ્રી રાણે સાહેબે પોતાની એક સભામાં પોતાના એક વ્યક્તવ્યમાં રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને લાફો મારવાની વાત કરી. પછી જે પ્રમાણે રાજકીય દુશ્મનાવટના શતરંજના સોગઠા ગોઠવાય તેમ બંને પક્ષે રમતો રમવા માંડી. મહારાષટ સરકારના પોલીસ ખાતા તરફથી શ્રી રાણેની ધરપકડ કરવામાં આવી. જીલ્લા કોર્ટ અને હાઇકોર્ટે જામીન ન આપ્યા. શ્રી રાણે સાહેબની આજની રાત્રી કદાચ જેલમાં કે હોસ્પીટલમાં પસાર કરવી પડશે તેવું 'પ્રીય પ્રસન્ન બાજપાઇ' પત્રકારનું નીરીક્ષણ હતું. રાજ્યના બીજા આશરે નવ પોલીસ સ્ટેશન પર તાત્કાલીક એફ આઇ આર દાખલ થઇ ગઇ. શ્રી રાણેના મુંબઇના બંગલા પર શીવસેનાના સૈનીકોએ પથ્થર મારો કરીને શક્ય તેટલું નુકશાન કર્યું. રાજ્યની અંદર જુદા જુદા શહેરોમાં આવેલ બીજેપીની સ્થાનીક ઓફીસોમાં પણ શીવસેનાના સૈનીકોએ (કાર્યકરોએ !) તોડફોડ કરીને પોતાની બિનલોકશાહી તાકાત બતાવી દીધી.
આજના તંત્રી લેખમાં ઇન્ડીયન એકસપ્રેસ (૨૬–૦૮–૨૧) લખે છે કે બીજેપીની ટોચના નેતાઓને સારી રીતે ખબર છે કે પોતાના પ્રધાન શ્રી રાણે અને બાલઠાકરેનું આખું પરિવાર જાની દુશ્મન વર્ષોથી છે.( It is well known that the Sena and Rane are intimate enemies.) તેમ છતાં બીજેપીની કેન્દ્રીય નેતાગીરીએ ગણતરીપુર્વક શ્રી રાણે દ્રારા " જન આશીર્વાદ યાત્રા " ની શરૂઆત કરવાનું નક્કી કરીને શીવસેનાને શેરીઓમાં લડતી પાર્ટી તરીકે ખુલ્લી પાડવામાં સફળતા મેળવી. કારણકે બીજેપીની ગણતરીમાં બોમ્બે મ્યુનીસીપલ કોર્પો ની ફેબ્રુઆરી આવતી ચુંટણી છે. જેનો કબજો છેલ્લા ત્રીસ વર્ષોથી શીવસેના પાસે છે.
બીજેપી સંચાલિત બીજા રાજ્યોની સરકારોં વિરોધ પક્ષો અને સત્તાના વિરોધ કરતા કર્મનીષઠો અને પત્રકારો પર આનાથી જુદી પધ્ધતિ દ્રારા સત્તાનો ઉપયોગ કરવામાં આવતો નથી. સત્તા પરની સરકારનો વિરોધ એટલે રાષટ્દ્રોહ, કે એન્ટીનેશનલ, અર્બન નક્ષલ વિ. વિ. અલ્હાબાદ અને દીલ્હી હાઇકોર્ટના તાજેતરના ચુકાદાઓ પરથી આ વાત સરળતાથી સાબિત થાય તેમ છે.
આજના દિવ્યભાસ્કરના તંત્રી લેખના કેટલાક દેશ માટે ચિંતાજનક તારણો– " .......... જરા વિચારો, દેશના નેતાઓના સંવાદનું સ્તર કેટલું નીચે ગયું છે કે, તેઓ પોતાનો ભાવ વ્યક્ત કરવા માટે હિંસક ભાષાનો ઉપયોગ કરતા પણ ડરતા નથી. કાયદો બનાવનારા ' માનનીય' ની નીચલા સ્તરની ભાષા ગ્નાન અને ઉગ્રતા પાછળનું એક મોટું કારણ છે. કાયદા પ્રત્યેની તેમની હીન દ્ર્ષટી જ કેમ કારણભુત ન હોય!.......
તંત્રી લેખમાં વધુ આગળ લખ્યું છે કે દેશભરમાં માજી અને ચાલુ વર્તમાન સંસદ સભ્યો વિરુધ્ધ વર્ષોથી ૧૨૧ કેસો પડતર છે. જેમાં ૫૮ કેસો એવા છે કે જેમાં આજીવન કેદની સજા છે. ૪૫ કેસો તેમની સામે એવા છે કે જેમાં હજુ ચાર્જશીટ પણ દાખલ થયું નથી.
...... જેનું દુ;ખદ પરિણામ આપણે એક મહિલાના આઠ દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટ સામે આત્મવિલોપનમાં જોયું. જેનું મૃત્યુ ગઇ કાલે થયું. ત્રણ વર્ષ પહેલાં તે સ્રીએ એક સંસદ સભ્ય પર જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો. ત્યારે તે ' માનનીય' સામે તો ત્યારે કોઇ પગલાં લેવાયા નહી. પરંતુ પેલી સ્રી પર નકલી જન્મ પ્રમાણપત્ર દાખલ કરવાના આરોપમાં પોલીસે તેણી સામે કેસ કરી નાંખ્યો. હવે તેણીના આત્મવિલોપન પછી અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે........સૌ– દિ ભાસ્કર પાનું ૮ તા–૨૬–૦૮–૨૧.