Subકોવીcococoocoocoકોરોનાાાscribe today for 99¢.
કોરોના– વર્ક ફ્રોમ હોમ– નવું ઘર તલાવ કિનારે શા માટે નહી?
ખાસ કરીને અમેરીકામાં બધી જ White Colour jobs from home થઇ ગઇ છે. હવે કુંપનીઓ પોતાના ફેકટરી ઉત્પાદનના કર્મચારીઓ સિવાયના સ્ટાફને ' વર્ક ફ્રોમ ' ઘરેથી જ કામ કરવા ફરજીયાત મજબુર કરે છે. કપ્મ્યુટર, લેપટોપ, ઇન્ટરનેટ,અને ઓન લાઇન નેટ વર્કીંગે ઓફીસનું કામ બધુંજ ઘરેથી થઇ શકે તેવો ' વર્ક– કલચર ' ક્રમશ; વિકસતો હતો, તેમાં કોવીડ–૧૯ના વાયરસે વિશ્વવ્યાપી પેન્ડેમીકે ઘણા સમય સુધી લોકોને ઘરમાં જ રહેવા મજબુર કરી દીધા હતા. અને છે. તેને કારણે 'વર્ક ફ્રોમ હોમ ' ફરજીયાત બની ગયું. ઘણીવાર કુંપની અઠવાડિયે એક વાર કે બે વાર પોતાની ઓફીસે આ કર્મચારીઓને બોલાવતી. ધીરે ધીરે તે રીતે બોલાવવાનું પણ ઓછું કરતી ગઇ. કર્મચારીના પગાર અને અને અન્ય ફાયદામાં કુંપનીનો વ્યવહાર પહેલાં જેવો જ રહ્યો. ઘણીવાર વધારે માયાળુ એટલા માટે રહ્યો કે પોતાના કર્મચારીને 'વર્ક ટુ હોમ' કલ્ચરમાંપોતાના બાળકો અને કુટુંબ સાથે ગોઠવાવાનું ( Mentally adjust) હતું..
આવા લોકોને પણ ' આ વર્ક ફ્રોમ કલ્ચર' ની પધ્ધતિ સર્વ પ્રકારે વધારે આકર્ષક, અને માનસીક રીતે તનાવ મુક્ત ( Stress Free) અનુભવવા માંડી. દરરોજ સમયસર સવારે વહેલા ઉઠવાનું, તૈયાર થવાનું. Drive કરીને, Trafic Stress & Tensions સાથે જવાનું આવવાનું, આ બધું જ એકાએક કાયમ માટે બંધ. હજારો માણસો પોતાના વાહનો સાથે એકાએક રોડ પરથી ગાયબ. નો પોલ્યુશન, નો ટા્ફીક જામ, નો રોડ એકસીડટસ, નથીંગ.
આધુનીક કુંપનીઓની મોટી મોટી વિશાળ ઓફીસો, તેનું મીલીયન્સ ઓફ ડોલર્સનું મુડી રોકાણ, ઇનફ્રાસ્ટ્ક્ચર વિ, બેકાર. બેંકોનું તમામ નાણાંકીય લેવદેવડ ઓન લાઇન, ગ્રાહક વિનાની બેંકોની શાખાઓ એકાએક બિનઉપયોગી. હેડઓફીસ કે કેન્દ્રીય સંચાલન દ્રારા બધું જ કામ થવા માંડયું.
નાગરીકો વિચારવા માંડયા જો સ્ટે્સ ફી વર્ક હોય તો જીંદગી કેમ સ્ટે્સ ફ્રી નહી? મારે જો ' વર્ક ફ્રોમ હોમ ' જ કરવાનું હોય તો એવી જગ્યા રહેવા માટેની પસંદ કેમ ન કરૂ જ્યાં ઘોંઘાટ, અવાજ, ટા્ફીક, પેલા એલીવેટર કે લીફ્ટમાં ૨૦–૨૨ના ટોળા સાથે આવવા જવાના એવા એપાર્ટમેંન્ટ કે કોન્ડો માં રહેવાનું શા માટે? ૨૧મી સદીની ઔધ્યોગીક કોવીડ–૧૯ પછીની સંસ્કૃતીએ તો મને જગ–સુપ્રસિધ્ધ પુસ્તક ' થર્ડ વેવ' ના લેખક ઑલવીન ટોફલરના ' Electronic Cottage' ની વિભાવનાને ( Concept) ને વાસ્તવિક બનાવી દીધી. ' વર્ક ફ્રોમ હોમ' કલ્ચરે તો ઘરમાંથી કામ કરનાર નાગરીકને એક બાજુ ઉત્પાદક અને સાથે સાથે બીજી બાજુએ ગ્રાહક પણ બનાવી દીધો.
ઔધ્યોગીક સમાજના માનસીક તનાવ પુર્ણ જીવનમાંથી 'વર્ક ફ્રોમ હોમ'માંથી પેદા થયેલી મુક્તીએ સદર અમેરીકન નાગરીકને અતિ વિશાળ કદવાળા ' લેક' ના કિનારે રહેવા માટે લાવીને મુકી દીધો. જ્યાં જ્યાં આવા વિશાળ કદવાળા લેક છે દા;ત ન્યુયોર્કનું ફીંગર લેક,( New York's Finger Lakes) શીકાગોની વેલવર્થ કાઉન્ટીના લેક પર(Chicagoans are moving and lakefront home sales in Walworth County,)
જ્યોર્જીયા રાજ્યના અટલાંટા શહેરના લેક ઓકની અને લેક લીનીયર વિ. ઉપરની જમીનોની કિંમત રાતોરાત આસમાને પહોંચી ગઇ.
ખાસ કરીને અમેરીકન વયસ્ક નાગરીકો લેકને કિનારે નિવૃત્ત જીવન જીવવાનું પસંદ કરતા હતા. પણ આ ' વર્ક ફ્રોમ હોમ' ના વ્યવહારે જુવાન, મીડલ એજેડ વિ. નાગરીકોને પણ લેકને કિનારે હાઉસ બાંધવા મુડી રોકાણ કરતા કરી દીધા. ઔધ્યોગીક સમાજે પેદા કરેલ ' ડાઉન ટાઉન' સંસ્કૃતીમાંથી અમેરીકન નાગરીકને સાચી માનવ મુક્તીનો અહેસાસ ' લેક કલ્ચર'માં થવા લાગ્યો. હાઉસની બહાર અઠવાડીયે એકવાર લીસ્ટ બનાવીને 'શોપીંગ' કરવા જવાનું, ફરગેટ બાય વન ગેટ ટુ મેન્ટાલીટી. મન થાય તો લેકમાં પોતાની કાયાક અને પેડલ બોર્ડીગ લઇને સવારે સાંજે, ચાંદની રાતે નીકળી પડવાનું!(kayaking, paddle boarding. We're dubbing it a 'fitness lake') તેમના જેવા લેકમાં લહેર કરનારાની નજીક જઇને ' કોલ્ડ બીયર'ની આપલે પણ કરી લેવાની.
They are getting their dream lake house in places with lower taxes," Phillips says. "You're seeing a lot of people in California and the northern states moving to Georgia, Alabama, the Carolinas( નોર્થ એન્ડ સાઉથ કેરોલીના), Texas, and getting lake houses where they can enjoy all the recreational activities and be in nature — at a lower cost."
t