Sunday, October 31, 2021

પ્રશ્ન તમારા જવાબ અમારા નં ૪. તા ૩૧–૧૦–૨૧.

પ્રશ્ન તમારા જવાબ અમારા નં ૪. તા ૩૧૧૦૨૧.

ગઇકાલના વિષયની ચર્ચાને આધારે તથા અન્ય જીગ્નાસુ મિત્રૌએ જે પ્રશ્નો પુછયા છે તેને અત્રે ટુંકાવીને રજુ કરેલ છે. આજના વેબીનારમાં સાંજે પાંચ વાગે  પ્રથમ પ્રશ્નોના જવાબો આપવામાં આવશે ત્યાર બાદ સમય બચશે તો  વર્તમાન વિચારસરણીઓની નિષફળતા વિષય પર આગળ વિચારો રજુ કરવામાં આવશે્ તેની નોંધ લેવી.

 પ્રશ્ન . ભારતના બંધારણમાં ધાર્મીક સ્વતંત્રતા અંગે જોગવાઇ છે. નાસ્તીકાતા અંગે કોઇ ખાસ કાયદાકીય જોગવાઇ છે?

પ્રશ્ન. દરિયો ભરીને લુંટ કરીને ખોબો ભરીને દાન કરવાથી કોઇ અર્થ સરે ખરો?

પ્રશ્ન. શુ ખરેખર સરદાર સરોવર અને બુલેટ ટે્ઇન જેવા પ્રોજેકટથી  બહુમતી પ્રજાજનનું કલ્યાણ થાય છે ખરૂ?

પ્રશ્ન. માનવવાદી દ્ર્ષટીએ  સર્વમત અને બહુમત કેવી રીતે પારીભાષિત કરવામાં આવે છે.

પ્રશ્ન.  પુખ્ત ઉંમરના વિજાતીય સ્વતંત્ર સંબંધો અંગે માનવવાદી અભિગમ કેવો? તેના સાથે જ મળેલો બીજૌ પ્રશ્નમાનવવાદ ગર્ભપાત કે એબોર્શનને નૈતીક માને છે કે અનૈતીક?

પ્રશ્ન.  માનવ જીવનના ઘડતરમાં ધર્મની ભુમીકા શું?  તેને મજબુત કરવામાં કયા કયા પરિબળો નો  પ્રમુખ ભુમીકા છે?

પ્રશ્ન.  શું ધર્મા માનવીને ગેરમાર્ગે ( મીસ ગાઇડ) દોરનારુ પરિબળ નથી ? રી. ડોકીન્સ.

પ્રશ્ન. માનવવાદ લગ્નોત્તર સંબંધૌ ( Extramarital relationship, & LGBT )તથા સમલૈગીંક સંબંધો અને ટા્ન્સજેન્ડર) સંબંધો અંગે કેવા વલણો ધરાવે છે?

પ્રશ્ન૯ સ્વતંત્ર જાતીય મુક્ત વિહાર માનવવાદની વિચારસરણી સાથે સુસંગત છે કે વિરોધાભાસી?  

પ્રશ્ન૧૦માનવવાદ ઇશ્વરના અસ્તીત્વનો અસ્વીકાર કરે છે. તો શું આ વિચારસરણી નાસ્તીકતાના પ્રચાર અને સંવર્ધનું કામ કરે છે?

પ્રશ્ન૧૧માનવવાદી તરીકે  ભારત દેશમાં પ્રવર્તમાન અંધશ્રધ્ધાળુ, ધાર્મીક અને ઇરેશનલ વાતાવરણમાં સ્ંઘર્ષ કર્યા સિવાય જીવવું કેવી રીતે? પ્રતિ દિવસે  માનવવાદી મુલ્યોના પ્રચાર પ્રસારના ક્ષેત્રો મર્યાદિત થતા જતા હોય તો વ્યક્તિ અને સમાજ પરિવર્તન માટે કેવી રીતે કામ કરવું?


--

Saturday, October 30, 2021

હ્યુમેનીસ્ટ એકેડેમી સંચાલિત માનવવાદી અભ્યાસક્રમના ઑકટોબર માસના છેલ્લા બે લેકચર્સ.

હ્યુમેનીસ્ટ એકેડેમી સંચાલિત માનવવાદી અભ્યાસક્રમના ઑકટોબર માસના છેલ્લા બે લેકચર્સ.

આપ સૌના સહકારથી ગુ મુ. રેશ એસો આયોજીત આ અભ્યાસક્રમનો આવતી કાલે એક માસ પુરો થશે. અમે કુલ ૧૦ લેકચર્સ આવતી કાલે પુરા કરીશું. તેની તમામ લીંક સરળતાથી વિધ્યાર્થીઓને મલે તેવું આયોજન પણ કરવામાં આવેલ છે. લેકચર્સની પીડીએફ રેફરન્સ લીંક તો નિયમિત દરેક લેકચર્સના અંત પછી મોકલીએ જ છીએ. આજ અને આવતી કાલના વેબીનારની લીંક આ સાથે મુકેલ છે.

આજે અને આવતીકાલે થઇને નીચે મુજબના વિષયો લેવામા આવશે. સૌ ને હાજર રહેવા ખાસ વિનંતી છે.

() માનવવાદી વિચારસરણી( માનવ મુલ્યો ) આધારિત આપણું જીવન બધા અવરોધોને દુર કરીને ભર્યું ભર્યું અને આનંદમય કેવી રીતે બનાવવું તેની રજુઆત કરવામાં આવશે. (જીવનની ગુણવત્તા)

() દેશ અને દુનીયામાં પ્રવર્તમાન વિચારસરણીઓ તે આદર્શ સીધ્ધ કરવામાં કેવી રીતે નિષફળ ગઇ  છે તેની રજુઆત કરવામાં આવશે. તેમાં મુખ્યત્વે ઉદારમતવાદ ( Liberalism) માર્કસવાદ(Marxism) લોકશાહી સમાજવાદ(Democratic Socialism) ગાંધીવાદ(Gandhism) ધાર્મીક અને સાંસ્કૃતીક રાષટ્વાદ(Religious & Cultural Nationalism)અને લશ્કરી સરમુખત્યારશાહી(Military Dicatirialhip) સમયની ઉપલબ્ધતા પ્રમાણે વિષયોને ન્યાય આપવામાં આવશે.

() તા ૬ અને ૭ નવેંબર તહેવારો નિમિત્તે રજા રહેશે. તા. ૧૩૧૪ શનિરવિ નિયમીત આપણો અભ્યાસ નિયમ પ્રમાણે ફરી ચાલુ થઇ જશે. તેની સૌ એ નોંધ લેવી.

આયોજક બીપીન શ્રોફ. તા. ૩૦૧૦૨૧.

 


--

Thursday, October 28, 2021

કાળી ચૌદશ, રેશનાલીસ્ટ પ્રવૃત્તીઓ અને કાર્લ માર્કસ.

કાળી ચૌદશ, રેશનાલીસ્ટ પ્રવૃત્તીઓ અને કાર્લ માર્કસ.

સને ૧૮૪૮માં કાર્લ માર્કસે ધી કોમ્યુનીસ્ટ મેનીફેસ્ટો પોતાના સાથાદાર ફેડી્ક એન્જલ સાથે બહાર પાડેલો હતો. તેમાં સ્પષટ ઉલ્લેખ કરલો હતો કે સમાજના તમામ સંબંધો, ધાર્મીક, નૈતીક, કાયદાકીય, રાજકીય, આર્થીક, સામાજીક સંબંધો વિ. એક ઉપરછલ્લું માળખું ( Superstructure) છે. જે તે સમાજના મિલકતના સંબં ધોને ટકાવી રાખવા માટે તેનું સ્રર્જન કરવામાં આવેલ છે. જ્યાંસુધી જેની પાસે છે અને જેની પાસે નથી તે બે વર્ગ વચ્ચે પેદા થયેલી તમામ પ્રકારની અસમાનતાઓ અને અમાનવીય સંબંધો દુર ન થાય ; અથવા તેને બૌધ્ધીક, વૈગ્નાનીક અને શાંતીમય માર્ગે ફેરફાર ન થાય ત્યાં સુધી પેલા ઉપલા સ્ટક્ચરે (( Superstructure) પેદા કરેલી તમામ અંધશ્રધ્ધાઓ, પરંપરાઓ, રિવાજો, નૈતીકઅનૈતીક વ્યવહારોમાં પરિવર્તન લાવી શકાય નહી.

ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકા કરતાં વધારે સમયથી રેશનાલીસ્ટ મિત્રો પુરા ખંતથી કાળીચૌદશને દિવસે પોતાના સ્થાનીક વિસ્તારોમાં ભુતપ્રેત નથી, તે રાત્રે સ્મશાનમાં સાથી કાર્યકરો સાથે જઇને, એકલ દોકલ કોઇ અઘોરી, તાંત્રીક વિ. ને પડકારે છે. (આ બિચારા માણસો પોતે પણ બિલકુલ અભણ, અગ્નાની, સર્વ રીતે પછાત અને ગરીબ હોય છે.) કેટલાક એવા અતિઉત્સાહી રેશનાલીસ્ટો છે જેઓએ પોતે એક બે લાખ નહી પણ એક કરોડ રૂપીયા ભુતપ્રેતના અસ્તીત્વને સાબિત કરનારને ઇનામ આપવાના પડકાર જાહેર કર્યા છે. જેની તેઓ વારંવાર જાહેરાત પણ કર્યા કરે છે.

રેશનાલીસ્ટો પોતાના ગામમાં કે શહેરમાં આવી અંધશ્રધ્ધાઓમાંથી બહાર નીકળવા નાગરીકોને જાગૃત કરવા વર્ષો વર્ષ પ્રયત્નો કર્યા કરે છે. આ ઉપરાંત નાગરીકોની માન્યતા હોય છે કે આ દિવસે પોતાની સોસાયટી કે પોળ બહાર નજીકમાં આવેલ ચાર રસ્તા કે ચકલામાં જઇને પાણી રેડી ગોળ કુંડાળું કરીને તેમાં વડા, પુરી,ઢેબરાં લીંબુ, મરચાં, ઘરમાંથી ભાગલાતુટલાં માટલાના કાંઠડા વિ. મુકી જાય છે. આ રીતે ઘરના રહીશોનો માનસીક કકરાટ દુર થઇ જશે તેવી શ્રધ્ધા અંધશ્રધ્ધા સાથે પ્રતિવર્ષે આ પરંપરાને  પેઢી દર પેઢી ચાલુ રાખે છે.

બીજી બાજુએ ગુજરાતના રેશનાલીસ્ટો પણ પ્રતિવર્ષે પોતાની સદર પ્રવૃત્તીઓની પરંપરાઓ બિનચુક કોણપણ જાતના ફેરફાર વિના ચાલુ રાખે છે. હવે તેમાં પણ સંસ્થાઓના હોદ્દેદારો બદલાતાં કે જુની પેઢીને બદલે નવી પેઢી કે વારસદાર આવતાં પેલી પરંપરાઓ શ્રાધ્ધ કે તર્પણની માફક ચાલુ રાખવામાં આવે છે. કેમ?

 બિચારો! ચાર્લસ ડાર્વિન તો સજીવની ઉત્ક્રાંતીના જૈવીક સંઘર્ષમાં લખી ગયો કે જે સજીવો કુદરતી વાતવારણ સાથે અનુકુલન સાધવામાં નિષફળ જાય છે તે સજીવો અને તેમની પ્રજાતીઓ નાશ થાય છે. તો ગુજરાતના રેશનાલીસ્ટો ત્રણ દાયકો કરતાં વધુ સમયથી ગામની સ્મશાનની દિવાલો અને કાળી ચૌદશનાં કોઇના કકરાટ દુર કરવા મુકેલા વડા ઢેબરાના કુંડાળ્ઓમાંથી માથાં અફડાવી અફડાવીને જો બહાર નીકળી શકતા ન હોય તો તેમની જાતીઓપ્રજાતીઓનું ભાવિ જોખમમાં નહી આવે? શું વૈગ્નાનીક વલણ, અભિગમ, જીવન પધ્ધતિ વિ.માંથી કશું પણ આ રેશનાલીસ્ટોની પેલી રિચાર્ડ ડોકીનસ  ના  "મેમ્સ( સામાજીક રંગસુત્રો ક્રોમોઝોમ્સ) બની ગયેલી વૃત્તીઓપ્રવૃત્તીઓ બાબતે ચર્ચા વિચારણા, કરવા તૈયાર જ નથી.જો તમારા ક્રાંતિ કરવાના સાધનો છેલ્લા ત્રીસ વર્ષોથી વાપરવા છતાં તે પરિણામ ન લાવી શકતા હોય તો તમે તે સાધનો વાપરનારાઓ કોણ છો? કાં તો સાધનો બદલો અથવા તે વાપરનાર બદલો?

 સાલુ! દોસ્તો ! હું ભુલી ગયો કે આ રેશનાલિસ્ટો પણ કાર્લ માર્કસે  તારણ કાઢેલા પેલા સુપરસ્ટક્ચરની  પેદાશ છે


--

Friday, October 22, 2021

પ્રશ્નો તમારા –જવાબ અમારા ભાગ બીજો ૨૨–૧૦–૨૧.

પ્રશ્નો તમારા જવાબ અમારા ભાગ બીજો ૨૨૧૦૨૧.

()  દિપક શાહ તરફથી ઘણા પ્રશ્નો પુછવામાં આવ્યા છે. જે પ્રશ્નો આપણા અભ્યાસક્રમને લગતા છે  અથવા તેમાંથી ઉભા થાય છે તેના જવાબ આપવામાં આવશે. તેવી જ રીતે સૌ રજીસ્ટે્શન કરાવેલ મિત્રોને પણ વિનંતી છે કે તે બધા પણ કોર્સના વિષયોને આધારિત સિવાય બીજા પ્રશ્નો ન પુછે. દિપકભાઇનો પ્રશ્નમાનવ કેન્દ્રીત તાર્કિક બુધ્ધિવાળી પરંપરા કોને કહેવાય?

જવાબપરંપરા અને તર્કવિવેકબુધ્ધી બંને એક બીજાની આમને સામને છે. પરંપરા એટલે જ ગ્નાન આધારીત ન સમજાવાય તેવી રૂઢી કે રિવાજ. પરંપરાનું કાર્ય જ માનવીય સ્વંત્રતતા ને રોકવી, નિયંત્રણમાં રાખવી. પછી કોઇપણ પરંપરા માનવકેન્દ્રીત અને તર્કવિવેકબુધ્ધી આધારીત કેવી રીતે હોઇ શકે?

() વિગ્નાન ભણવાથી વિવેક આવી શકે? વૈગ્નાનીક સત્યો કે તારણોને માનવીય નૈતીક સંબધો સાથે કોઇ સંબંધ હોઇ શકે નહી! કારણ કે વૈગ્નાનીક સત્યો ગ્નાન આધારીત હોય છે. લાગણી આધારીત નહી. દા;ત ડૉકટર અને દર્દીના સંબંધો. વૈગ્નાનીક શોધો આધારીત ટેકનોલોજીનો ઉપયોગ વૈગ્નીકોના ક્ષેત્રો બહાર આવે છે. તેના નિર્ણયો પ્રજાકીયકીય સરકારો કે સરમુખત્યારશાહી સરકારો કરે છે.

() રેશનલ, રેશનાલીટી અને  રેશનાલીઝમ  તફાવત સ્પષટ કરો? ત્રણેય ખ્યાલોમાં શું સમાન છે તે ખબર છે. પણ શું તફાવત છે તેની માહિતી નથી. આપની પાસે હોય તો શેર કરવા વિનંતી છે.

() કર્દમભાઇ આચાર્યઅમાનવીય સામાજીક પ્રથાઓ કોને કહેવાય? જે સામાજીક પ્રથાઓમાં માનવ માનવના સંબંધોમાં અસમાનતા હોય, માનવ ગરિમા નહોય (સોસીયલ ડીગનીટી) તે તમામ પ્રથાઓને  અમાનવીય સામાજીક પ્રથાઓજ કહેવાય! ભારતીય સામાજીક પ્રથામાં ગુરૂશિષયના સંબંધો પણ અમાનવીય જ કહેવાય.કારણકે તેમાં સમાનતા આધારીત સંબંધો અંતર્ગત બિલકુલ હોતા નથી. હિંદુ વર્ણવ્યવસ્થા આધારીત તમામ વ્યવહારો અમાનવીય જ હોય છે. આ વ્યવસ્થા આધારીત માનવતાને ધોરણે કરવામાં આવતી મદદ પણ અમાનવીય જ હોયછે. કારણ કે આવી મદદ કરવાની પ્રેરણા પણ પેલી અસમાન  હિંદુ સમાજની વર્ણવ્યવસ્થા પ્રથાના ટેકામાંજ હોય છે. તેનું જ સર્જન હોય છે. માનવતા આધારીત મદદનું બીજુ નામ આપણે ધાર્મીક નૈતીકતા આધારીત અમાનવીય વ્યવહાર કહી શકીએ..

(નોંધ; મારા લેપટોપની કીબોર્ડની ખામીને કારણે દા;ત શિષય શબ્દનો સ્પેલીંગ ખોટો જ પ્રીન્ટ થાય છે. માટે સુધારીને વાંચવું. તકલીફ બદલ ક્ષમા ચાહું છું.


--

Monday, October 18, 2021

પ્રશ્નો તમારા – જવાબ અમારા

પ્રશ્નો તમારા જવાબ અમારા

 હ્યુમેનીસ્ટ અકેડેમીમાં અભ્યાસ કરતા વિધ્યાર્થિઓ તરફથી કેટકાલ પ્રશ્નો આવ્યા છે. પ્રશ્નો સાથે તેના જવાબ પણ અત્રે આપવામાં આવેલ છે.

() જ્યારે મારાથી પ્રશ્ન ન ઉકેલાય ત્યારે હું ભગવાનને ભરોસે શ્રધ્ધા રાખી વાતને છોડી દઉ છું.આ દલીલના ટેકામાં મહાભારતના એક પાત્ર દ્રોપદીનો પ્રસંગ અને બીજા અન્ય દાખલાઓ રજુ કરવામાં અઅવ્યા છે. સવાલ રજુ કરનાર.જાગૃતીબેન ઠક્કર. અમદાવાદ.

જવાબઇશ્વ્રરનો ખ્યાલ જ માનવીની પ્રશ્નો ઉકેલવાની માનવીય ગ્નાનની મર્યાદાઓમાંથી પેદા થયેલ છે. કેટલા રેશનાલીસ્ટ મિત્રોની એક દલીલ છે કે ઇશ્વરનો ખ્યાલ જ ઘરની દિવાલ પર લગાવેલા ખીલા જેવો છે. જેમ બહારથી આવીને આપણાં કોટ વિ. પેલા ખીંલા પર લટકાવી દઇએ છીએ એવું જ માનવીના પ્રશ્નો ઉકેલવા ઇશ્વરને ભરોસે છોડી દેવા જેવું છે. પરંતુ આજ માનવી જેમ જેમ ગ્નાનવિગ્નાન અને ટેકનોલોજીની મદદથી પોતાની અસલામતીઓ કે અચોક્કસતા પર કાબુ મેળવતો જાય છે તેમ તેમ ઇશ્વરને ભરોસે છોડી દેવાની સમસ્યાઓનું લીસ્ટ ક્રમશ ઘટતું જાય છે. માનવકેન્દ્રી વિચારસરણી જે માનવીના આત્મવિશ્વાસ પર તમામ સમસ્યાઆોના ઉકેલ માટે તેને કટીબધ્ધ બનાવે છે તે બધાને પેલા સમસ્યાળઓ લટકાવાના ખીલાની જરૂર પડતી નથી.  

()  નિયતી,ભાગ્યવિધાતા, વિધિના લખ્યા લેખ, જન્માક્ષરની કુંડળી, અને પ્રારબ્ધ આધારીત નિર્ણયો શું ઇરેશનલ અને બિલકુલ અસત્યો છે. વિક્રમભાઇ વઝિર. પાલનપુર.

 જવાબ. હા. કારણકે માનવી પોતેજ પોતાના ભાગ્યનો વિધાતા છે. તેનું ભાવિ જન્મસાથે પુર્વનિર્ણીત બિલકુલ હોઈ શકે જ નહી. જો તેનું ભાવિ કે નિયતી પુર્વનિર્ણિત હોત તો તે  એપ કે ગોરીલામાંથી હોમોસેપિયન્સ બન્યો જ ન હોત.શિકારયુગથી માહિતીયુગ સુધી પહોંચવાનો માનવીનો સંઘર્ષ તે તેના ગ્નાન આધારીત સંકલ્પબળનું જ (ડીટરમીનેશન ઓફ હીઝ વીલ) પરિણામ છે. માનવીનું દ્ર્ઢસંકલ્પ બળ જ તેની નિયતિ કે ભાગ્ય ઘડનાર છે. તે માનવ સંસ્કૃતીનું ચાલકબળ છે.

() પરંપરાઓ અને રૂઢી રિવાજોમાં શું તફાવત છે? બંને એક જ છે કે જુદા? દિપક શાહ.

જવાબ. મારા મત પ્રમાણે તે બંને ખ્યાલો જુદા નથી.માનવ જરૂરીયાતોમાંથી તે બધાને સ્વીકૃતી પ્રાપ્ત થઇ છે. પણ તે બધાનો ઐતીહાસીક ઉપયોગીતા ભાર રૂપ બની જાય તો તે ભુલાતી પણ જાય છે. એ પરંપરા હતી કે કોઇપણ જમણવારના પ્રસંગમાં બધા જમીન પર પાટલાપર બેસીને જમવા બેસતા હતા. તે પ્રમાણે પિરસવામાં આવતું હતું. હવે બુફે નો રિવાજે કેટલી શાંતીથી, સરળતાથી પેલી નીચે બેસવાની પ્રથાને મૃતપાય બનાવી દીધી.

() નોંધ. માનવવાદ અને માનવતા બંને વિચારો અંગે આપણા અભ્યાસક્રમનો એક સ્વતંત્ર વિષય રાખ્યો છે. આ વિષય પર રજુઆત ચોક્ક્સ  યોગ્ય સમયે  થશે. પ્રશ્ન નં ૪શું માનવવાદના મુળમાં માનવતા છુપાઇે ખરી? રૂસ્તાગ બોરીસા.

જવાબમાનવતામાં એક મદદ કરનાર હોય છે જેની પાસે છે. તે જેની પાસે નથી તેને મદદ કરે છે. જ્યારે માનવવાદમાં માનવીઓ એકબીજા સાથે સહકાર કેળવી. કામ કે શ્રમની વહેંચણી કરીને કુદરતી કે અન્ય જૈવીક સંઘર્ષ સામે પોતાનું જીવન ટકાવી રાખે છે, વિકાસાવે છે. આ પાયાનો તફાવત બે વચ્ચે છે. માનવતામાંથી લાંબે ગાળે ધર્મઆધારીત જીવન પધ્ધતિ અસ્તિત્વમાં ઉદ્ભવે છે કે સર્જન પામે છે. જ્યારે માનવવાદ માનવીને લાંબેગાળે પોતાના આત્મવિશ્વાસથી જુની સંસ્કૃતીમાંથી બહેતર સંસ્કૃતી તરફ પ્રયાણ કરવા  તેના પોતાના ભાગ્યનો જ માલિક બનાવે છે. માનવીને દરેક નવી આગેકુચ કે ક્રાંતિનો વાહક બનાવે છે


--

Tuesday, October 12, 2021

Questions from H Acedemy Students.


 મિત્રો, હ્યુમેનીસ્ટ એકેડેમી સંચાલિત અભ્યાસ ક્રમમાં ચોથા લેકચેર જે ૧૦મી ઓક્ટોબરે પુરુ થયુ છે.

તેમાં ત્રણેક પ્રશ્નો આવ્યા છે.પ્રશ્નો પુછનારા અને ચર્ચા કરનારાઓમાં ભાઇ દિપક શાહ, જાગૃતીબેન ઠક્કર અને ભાઇ રૂતસ્તાંગ બોરા હતા. જેના જવાબ નીચે મુજબ છે.

() ધર્મનિરપેક્ષ અને બિનસાંપ્રદાયિકતા એટલે શું? બન્ને વચ્ચે શું તફાવત છે? ધર્મનિરપેક્ષ એટલે ધર્મના આધાર સિવાયનું દા; ત આપણા દેશનું બંધારણ ધર્મનિરપેક્ષ છે. જ્યારે પાકિસ્તાનનું બંધારણ ઇસ્લામ ધર્મ પર  આધારીત છે.

() બિનસાંપ્રદાયિકતા એટલે શું? બિન એટલે નહી. ધર્મ કે સંપ્રદાયના આધાર સિવાયનું. બંને શબ્દોના અર્થ જુદા નથી.

()  સંસ્કૃતી અને પરંપરા વચ્ચે શું તફાવત છે? સંસ્કૃતી શબ્દનું અંગ્રેજી છે. CIVILIZATION. 
A civilization is a complex human society, usually made up of different cities, with certain characteristics of cultural and technological development. જ્યારે લોકો ભટકતું, જંગલી, કે શિકારી જીવનને બદલે સમુહમાં જીવવાનું શરૂ કરે છે, નગર રાજ્યોમાં જીવવાનું શરૂ કરે છે ત્યારે સંસ્કૃતી શરૂ થાય છે. જે સંસ્કૃતીમાં પ્રજા વિગ્નાન અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરે છે તે પ્રજા આવા સાધનોના ઓછા ઉપયોગ કરતી સંસ્કૃત( !) પ્રજા કરતાં જૈવીક સંઘર્ષના પ્રશ્નો દા;ત રોટી કપડાં ઓર મકાન સરળતા ઉકેલી ને આગળ વધેલી સુસ્કૃંત પ્રજા તરીકે આોળખાય છે. કુદરતના ભરોસે જીવનારી પ્રજાને સંસ્કૃત પ્રજા કહેવાય નહી. જંગલી ન્યાય વ્યવસ્થામાં રાચનારી , તેના ગુણગાન ગાનારી, તેવી ન્યાયવ્યવસ્થાને ધર્મપુસ્તકોનો ટેકો લઇને આલીંગન કરનારી પ્રજાને સંસ્કૃત પ્રજાને બદલે  Barbarious society & Barbarious Culture કહેવાય. તેમના જીવનને ક્યારેય સંસ્કૃત જીવન કહેવાય નહી.

ભારત એક દેશ તરીકે વૈશ્વીક સંસ્કૃતીક સમાજમાં ક્યાં હતો, તાજેતરમાં ક્યાં આવી ગયો છે અને કઇ દીશામાં ઉચ્ચ હિમાલયના શિખરો આંબવા તરફ કે પછી અરબી સમુદ્રના ઉંડાણનાં ગરકાવમાંથી પાછા ન નીકળાય તેવી સંસ્કૃતી (!) તરફ Point of No Return પુરા જોષ સાથે ધસી રહ્યો છે. સ્વત્તંત્રતા, સમાનતા અને બંધુત્વ આધારીત દેશની સંસ્કૃતી વિકસે તેને બદલે આપણા સત્તાના સુત્રધારોને સામંતશાહી, ધર્મશાહી,અને રાજાશાહી આધારીત અમાનવીય સમાજ તરફ જવામાં આજે તો ગૌરવ દેખાય છે. દેશના બહુમતી નાગરીકોને આવી સંસ્કૃતીના સંરક્ષણમાં વિશ્વ ગૌરવ દેખાય છે......... 

--

Tuesday, October 5, 2021

સંકલ્પ શક્તિ એટલે શું?


ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોતરફથી તાબીજી ઓકટોબરથી માનવવાદી અભ્યાસક્રમ શરૂ કરવામાં આવેલ છે. જેની જાણ ફેસબુક દ્રારા પણ કરવામાં આવેલ છે. તા બીજી ઓકટોબરના રોજ માનવવાદ એટલે શું? અને ત્રીજી તારીખના રોજ વૈશ્વિક સ્તર પર માનવવાદનો ઇતિહાસ. એમ બે વિષયો રજુ કરવામાં આવેલા હતા. આજે  આ અંગે અમારા હ્યુમેનીસ્ટ એકેડેમી ગ્રુપના ભાઇ દિપક શાહે બે ત્રણ નીચે મુજબના સવાલો પુછયા હતા.

( 1) માનવીની નિયતિ કોઇ દેવી કે ઇશ્વ્રરી ઇચ્છાથી નહી પણ કુદરતી પરીબળોથી નક્કી થાય છે. એમાં સૌથી મહત્વનુંપરિબળ હોય તો તે માનવીની સંકલ્પ શક્તિનું બળ છે. કુદરતી પરીબળોને જાણવા ઓળખવા કેવી રીતે? કુદરતી પરીબળોને આધારે જીવન જીવવું કેવી રીતે?

(2) શું નૈતીક્તા કુદરતી પરીબળોને આધિન છે?

(3)  માનવીની સંકલ્પ શક્તિ અને કુદરતી પરબળોને શું સંબંધ છે? માનવીની સંકલ્પ શક્તિ એટલે શું? આ સંકલ્પ શક્તિને કેવી રીતે કેળવી શકાય?

 

દીપકભાઇ શાહના પ્રશ્નનો જવાબ.

   કુદરતી નિયમબધ્ધતા એટલે શું?  How the universe is law governed?

કુદરત એટલે ઇશ્વ્રર કે દૈવી પરિબળ નહી. પણ કુદરતી પરીબળો એટલે  બ્રહ્માંડથી માંડીને સુર્ય, સુર્યમંડળના તમામ ગ્રહો, અને પૃથ્વી પરના તમામ ભૌતીક પરિબળો, સુર્યપ્રકાશ, ગરમી, ઠંડી, વરસાદ, ધરતીકંપ, મોસમી પવનો અને તોફાનો નદી, સમુદ્ર પર્વત, જમીન,પાણી, વિગેરે વિગેરે.

આ બધા કુદરતી પરિબળો નિયમબધ્ધ છે. તેનો અર્થ એ છે કે તેનું સંચાલન ઇશ્વર કે કોઇ અલૌકીક પરિબળ બહારથી કરતું નથી. બીજુ સદર કુદરતી નિયમોને સમજીને માનવીએ તેના જેવા અન્ય માનવીઓના સહકારથી પોતાનું અસ્તીત્વ ટકાવી રાખ્યું છે અને વિકસાવ્યું છે.

કુદરતી નિયમબધ્ધતાસુર્ય્ સવારે ઉગે છે, સાંજે આથમે છે. પાણી ઉંચાઇ પરથી નીચે તળેટી તરફ વહે છે. પાણી ૧૦૦ડીગ્રી સેન્ટીગ્રેડે ઉકળે છે અને શુન્યથી નીચેના તાપમાને તે જ પાણીનો બરફ થઇ જાય છે. આ બધી કુદરતી નિયમબધ્ધતામાં કોઇ જ બાહ્ય પરિબળની દખલગીરી બિલકુલ હોતી નથી.

માનવી કુદરતનો એક ભાગ છે. માટે તેના દરેક અંગો અને તે બધા જ અંગોની નિર્ણય શક્તી પણ નિયમબધ્ધ જ હોય છે. કુદરતપરિબળો અને માનવીના સંચાલનનો નિયમો માનવી પોતાની તર્કવિવેકબુધ્ધીથી પોતે સમજી શકે છે અને અન્યને સમજાવી પણ શકે છે. દરેકનું કારણ (REASON) હોય છે. કારણ સિવાય કશું બનતું નથી. શુન્યમાંથી શુન્યનું જ સર્જન થાય.

   કુદરતી નિયમબધ્ધતા સમજીને માનવી રેશનલ અથવા તર્કબધ્ધ નિર્ણય કરતો થાય છે. આ સતત વિકસતી જતી રેશનાલીટીએ માનવીને તેના જૈવીક સંઘર્ષમાં અન્ય પ્રાણીઓ કરતાં ચઢીયાતો બનાવીને નૈતીક બનાવ્યો છે. માનવસંસ્કૃતી માનવીના નૈતીક સહકારનું જ પરિણામ છે.

 માનવીની સંકલ્પશક્તી એટલે કુદરતી નિયમબધ્ધતાને સમજીને પોતાનું જીવન ટકાવવું અને વિકસાવવુ. માનવીએ પોતાની સંકલ્પશક્તીને આધારે નીજી અને સમાજ જીવનમાં સતત પરિવર્તનો લાવ્યા કર્યા છે.  સંકલ્પશક્તી એટલે માનવીનો વર્તમાન પરિસ્થિતિ ભલે પછી તે નીજી હોય કે સામાજીક,રાજકીય કે આર્થીક હોય તેનો અભ્યાસ કરીને તેને વધુ બહેતર બનાવવા અન્ય માનવીઓના સહકારથી રેશનલ કે વૈગ્નાનીક અભિગમની મદદથી તેમાં ફેરફાર કરવા મથ્યા જ કરવું. સંકલ્પશક્તી આધારીત પરિવર્તનની કોઇ સીમા નથી. તમામ માનવીય ક્રાંતી માનવીની સંકલ્પશક્તીના જ પરિણામો છે. આ સંકલ્પશક્તિને આપણે માનવીની જન્મઆધારીત પ્રારબ્ધ, નિયતી, લખ્યા લેખ મિથ્યા ન થાય, (Predestination) તેવા ચોકઠામાં બંધ ન બેસાડીએ.

--