પ્રશ્નો તમારા –જવાબ અમારા ભાગ બીજો ૨૨–૧૦–૨૧.
(૧) દિપક શાહ તરફથી ઘણા પ્રશ્નો પુછવામાં આવ્યા છે. જે પ્રશ્નો આપણા અભ્યાસક્રમને લગતા છે અથવા તેમાંથી ઉભા થાય છે તેના જવાબ આપવામાં આવશે. તેવી જ રીતે સૌ રજીસ્ટે્શન કરાવેલ મિત્રોને પણ વિનંતી છે કે તે બધા પણ કોર્સના વિષયોને આધારિત સિવાય બીજા પ્રશ્નો ન પુછે. દિપકભાઇનો પ્રશ્ન–માનવ કેન્દ્રીત તાર્કિક બુધ્ધિવાળી પરંપરા કોને કહેવાય?
જવાબ– પરંપરા અને તર્કવિવેકબુધ્ધી બંને એક બીજાની આમને સામને છે. પરંપરા એટલે જ ગ્નાન આધારીત ન સમજાવાય તેવી રૂઢી કે રિવાજ. પરંપરાનું કાર્ય જ માનવીય સ્વંત્રતતા ને રોકવી, નિયંત્રણમાં રાખવી. પછી કોઇપણ પરંપરા માનવકેન્દ્રીત અને તર્કવિવેકબુધ્ધી આધારીત કેવી રીતે હોઇ શકે?
(૨) વિગ્નાન ભણવાથી વિવેક આવી શકે? વૈગ્નાનીક સત્યો કે તારણોને માનવીય નૈતીક સંબધો સાથે કોઇ સંબંધ હોઇ શકે નહી! કારણ કે વૈગ્નાનીક સત્યો ગ્નાન આધારીત હોય છે. લાગણી આધારીત નહી. દા;ત ડૉકટર અને દર્દીના સંબંધો. વૈગ્નાનીક શોધો આધારીત ટેકનોલોજીનો ઉપયોગ વૈગ્નીકોના ક્ષેત્રો બહાર આવે છે. તેના નિર્ણયો પ્રજાકીયકીય સરકારો કે સરમુખત્યારશાહી સરકારો કરે છે.
(૩) રેશનલ, રેશનાલીટી અને રેશનાલીઝમ તફાવત સ્પષટ કરો? ત્રણેય ખ્યાલોમાં શું સમાન છે તે ખબર છે. પણ શું તફાવત છે તેની માહિતી નથી. આપની પાસે હોય તો શેર કરવા વિનંતી છે.
(૪) કર્દમભાઇ આચાર્ય– અમાનવીય સામાજીક પ્રથાઓ કોને કહેવાય? જે સામાજીક પ્રથાઓમાં માનવ માનવના સંબંધોમાં અસમાનતા હોય, માનવ ગરિમા નહોય (સોસીયલ ડીગનીટી) તે તમામ પ્રથાઓને અમાનવીય સામાજીક પ્રથાઓજ કહેવાય! ભારતીય સામાજીક પ્રથામાં ગુરૂ–શિષયના સંબંધો પણ અમાનવીય જ કહેવાય.કારણકે તેમાં સમાનતા આધારીત સંબંધો અંતર્ગત બિલકુલ હોતા નથી. હિંદુ વર્ણવ્યવસ્થા આધારીત તમામ વ્યવહારો અમાનવીય જ હોય છે. આ વ્યવસ્થા આધારીત માનવતાને ધોરણે કરવામાં આવતી મદદ પણ અમાનવીય જ હોયછે. કારણ કે આવી મદદ કરવાની પ્રેરણા પણ પેલી અસમાન હિંદુ સમાજની વર્ણવ્યવસ્થા પ્રથાના ટેકામાંજ હોય છે. તેનું જ સર્જન હોય છે. માનવતા આધારીત મદદનું બીજુ નામ આપણે ધાર્મીક નૈતીકતા આધારીત અમાનવીય વ્યવહાર કહી શકીએ..
(નોંધ; મારા લેપટોપની કી– બોર્ડની ખામીને કારણે દા;ત શિષય શબ્દનો સ્પેલીંગ ખોટો જ પ્રીન્ટ થાય છે. માટે સુધારીને વાંચવું. તકલીફ બદલ ક્ષમા ચાહું છું.