કાળી ચૌદશ, રેશનાલીસ્ટ પ્રવૃત્તીઓ અને કાર્લ માર્કસ.
સને ૧૮૪૮માં કાર્લ માર્કસે " ધી કોમ્યુનીસ્ટ મેનીફેસ્ટો " પોતાના સાથાદાર ફેડી્ક એન્જલ સાથે બહાર પાડેલો હતો. તેમાં સ્પષટ ઉલ્લેખ કરલો હતો કે સમાજના તમામ સંબંધો, ધાર્મીક, નૈતીક, કાયદાકીય, રાજકીય, આર્થીક, સામાજીક સંબંધો વિ. એક ઉપરછલ્લું માળખું ( Superstructure) છે. જે તે સમાજના મિલકતના સંબં ધોને ટકાવી રાખવા માટે તેનું સ્રર્જન કરવામાં આવેલ છે. જ્યાંસુધી જેની પાસે છે અને જેની પાસે નથી તે બે વર્ગ વચ્ચે પેદા થયેલી તમામ પ્રકારની અસમાનતાઓ અને અમાનવીય સંબંધો દુર ન થાય ; અથવા તેને બૌધ્ધીક, વૈગ્નાનીક અને શાંતીમય માર્ગે ફેરફાર ન થાય ત્યાં સુધી પેલા ઉપલા સ્ટક્ચરે (( Superstructure) પેદા કરેલી તમામ અંધશ્રધ્ધાઓ, પરંપરાઓ, રિવાજો, નૈતીક–અનૈતીક વ્યવહારોમાં પરિવર્તન લાવી શકાય નહી.
ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકા કરતાં વધારે સમયથી રેશનાલીસ્ટ મિત્રો પુરા ખંતથી કાળીચૌદશને દિવસે પોતાના સ્થાનીક વિસ્તારોમાં " ભુતપ્રેત નથી, તે રાત્રે સ્મશાનમાં સાથી કાર્યકરો સાથે જઇને, એકલ દોકલ કોઇ અઘોરી, તાંત્રીક વિ. ને પડકારે છે. (આ બિચારા માણસો પોતે પણ બિલકુલ અભણ, અગ્નાની, સર્વ રીતે પછાત અને ગરીબ હોય છે.) કેટલાક એવા અતિઉત્સાહી રેશનાલીસ્ટો છે જેઓએ પોતે એક બે લાખ નહી પણ એક કરોડ રૂપીયા ભુતપ્રેતના અસ્તીત્વને સાબિત કરનારને ઇનામ આપવાના પડકાર જાહેર કર્યા છે. જેની તેઓ વારંવાર જાહેરાત પણ કર્યા કરે છે.
રેશનાલીસ્ટો પોતાના ગામમાં કે શહેરમાં આવી અંધશ્રધ્ધાઓમાંથી બહાર નીકળવા નાગરીકોને જાગૃત કરવા વર્ષો વર્ષ પ્રયત્નો કર્યા કરે છે. આ ઉપરાંત નાગરીકોની માન્યતા હોય છે કે આ દિવસે પોતાની સોસાયટી કે પોળ બહાર નજીકમાં આવેલ ચાર રસ્તા કે ચકલામાં જઇને પાણી રેડી ગોળ કુંડાળું કરીને તેમાં વડા, પુરી,ઢેબરાં લીંબુ, મરચાં, ઘરમાંથી ભાગલા– તુટલાં માટલાના કાંઠડા વિ. મુકી જાય છે. આ રીતે ઘરના રહીશોનો માનસીક કકરાટ દુર થઇ જશે તેવી શ્રધ્ધા –અંધશ્રધ્ધા સાથે પ્રતિવર્ષે આ પરંપરાને પેઢી દર પેઢી ચાલુ રાખે છે.
બીજી બાજુએ ગુજરાતના રેશનાલીસ્ટો પણ પ્રતિવર્ષે પોતાની સદર પ્રવૃત્તીઓની પરંપરાઓ બિનચુક કોણપણ જાતના ફેરફાર વિના ચાલુ રાખે છે. હવે તેમાં પણ સંસ્થાઓના હોદ્દેદારો બદલાતાં કે જુની પેઢીને બદલે નવી પેઢી કે વારસદાર આવતાં પેલી પરંપરાઓ શ્રાધ્ધ કે તર્પણની માફક ચાલુ રાખવામાં આવે છે. કેમ?
બિચારો! ચાર્લસ ડાર્વિન તો સજીવની ઉત્ક્રાંતીના જૈવીક સંઘર્ષમાં લખી ગયો કે જે સજીવો કુદરતી વાતવારણ સાથે અનુકુલન સાધવામાં નિષફળ જાય છે તે સજીવો અને તેમની પ્રજાતીઓ નાશ થાય છે. તો ગુજરાતના રેશનાલીસ્ટો ત્રણ દાયકો કરતાં વધુ સમયથી ગામની સ્મશાનની દિવાલો અને કાળી ચૌદશનાં કોઇના કકરાટ દુર કરવા મુકેલા વડા ઢેબરાના કુંડાળ્ઓમાંથી માથાં અફડાવી અફડાવીને જો બહાર નીકળી શકતા ન હોય તો તેમની જાતીઓ– પ્રજાતીઓનું ભાવિ જોખમમાં નહી આવે? શું વૈગ્નાનીક વલણ, અભિગમ, જીવન પધ્ધતિ વિ.માંથી કશું પણ આ રેશનાલીસ્ટોની પેલી રિચાર્ડ ડોકીનસ ના "મેમ્સ" ( સામાજીક રંગસુત્રો ક્રોમોઝોમ્સ) બની ગયેલી વૃત્તીઓ–પ્રવૃત્તીઓ બાબતે ચર્ચા વિચારણા, કરવા તૈયાર જ નથી.જો તમારા ક્રાંતિ કરવાના સાધનો છેલ્લા ત્રીસ વર્ષોથી વાપરવા છતાં તે પરિણામ ન લાવી શકતા હોય તો તમે તે સાધનો વાપરનારાઓ કોણ છો? કાં તો સાધનો બદલો અથવા તે વાપરનાર બદલો?
સાલુ! દોસ્તો ! હું ભુલી ગયો કે આ રેશનાલિસ્ટો પણ કાર્લ માર્કસે તારણ કાઢેલા પેલા સુપરસ્ટક્ચરની પેદાશ છે.