Monday, October 18, 2021

પ્રશ્નો તમારા – જવાબ અમારા

પ્રશ્નો તમારા જવાબ અમારા

 હ્યુમેનીસ્ટ અકેડેમીમાં અભ્યાસ કરતા વિધ્યાર્થિઓ તરફથી કેટકાલ પ્રશ્નો આવ્યા છે. પ્રશ્નો સાથે તેના જવાબ પણ અત્રે આપવામાં આવેલ છે.

() જ્યારે મારાથી પ્રશ્ન ન ઉકેલાય ત્યારે હું ભગવાનને ભરોસે શ્રધ્ધા રાખી વાતને છોડી દઉ છું.આ દલીલના ટેકામાં મહાભારતના એક પાત્ર દ્રોપદીનો પ્રસંગ અને બીજા અન્ય દાખલાઓ રજુ કરવામાં અઅવ્યા છે. સવાલ રજુ કરનાર.જાગૃતીબેન ઠક્કર. અમદાવાદ.

જવાબઇશ્વ્રરનો ખ્યાલ જ માનવીની પ્રશ્નો ઉકેલવાની માનવીય ગ્નાનની મર્યાદાઓમાંથી પેદા થયેલ છે. કેટલા રેશનાલીસ્ટ મિત્રોની એક દલીલ છે કે ઇશ્વરનો ખ્યાલ જ ઘરની દિવાલ પર લગાવેલા ખીલા જેવો છે. જેમ બહારથી આવીને આપણાં કોટ વિ. પેલા ખીંલા પર લટકાવી દઇએ છીએ એવું જ માનવીના પ્રશ્નો ઉકેલવા ઇશ્વરને ભરોસે છોડી દેવા જેવું છે. પરંતુ આજ માનવી જેમ જેમ ગ્નાનવિગ્નાન અને ટેકનોલોજીની મદદથી પોતાની અસલામતીઓ કે અચોક્કસતા પર કાબુ મેળવતો જાય છે તેમ તેમ ઇશ્વરને ભરોસે છોડી દેવાની સમસ્યાઓનું લીસ્ટ ક્રમશ ઘટતું જાય છે. માનવકેન્દ્રી વિચારસરણી જે માનવીના આત્મવિશ્વાસ પર તમામ સમસ્યાઆોના ઉકેલ માટે તેને કટીબધ્ધ બનાવે છે તે બધાને પેલા સમસ્યાળઓ લટકાવાના ખીલાની જરૂર પડતી નથી.  

()  નિયતી,ભાગ્યવિધાતા, વિધિના લખ્યા લેખ, જન્માક્ષરની કુંડળી, અને પ્રારબ્ધ આધારીત નિર્ણયો શું ઇરેશનલ અને બિલકુલ અસત્યો છે. વિક્રમભાઇ વઝિર. પાલનપુર.

 જવાબ. હા. કારણકે માનવી પોતેજ પોતાના ભાગ્યનો વિધાતા છે. તેનું ભાવિ જન્મસાથે પુર્વનિર્ણીત બિલકુલ હોઈ શકે જ નહી. જો તેનું ભાવિ કે નિયતી પુર્વનિર્ણિત હોત તો તે  એપ કે ગોરીલામાંથી હોમોસેપિયન્સ બન્યો જ ન હોત.શિકારયુગથી માહિતીયુગ સુધી પહોંચવાનો માનવીનો સંઘર્ષ તે તેના ગ્નાન આધારીત સંકલ્પબળનું જ (ડીટરમીનેશન ઓફ હીઝ વીલ) પરિણામ છે. માનવીનું દ્ર્ઢસંકલ્પ બળ જ તેની નિયતિ કે ભાગ્ય ઘડનાર છે. તે માનવ સંસ્કૃતીનું ચાલકબળ છે.

() પરંપરાઓ અને રૂઢી રિવાજોમાં શું તફાવત છે? બંને એક જ છે કે જુદા? દિપક શાહ.

જવાબ. મારા મત પ્રમાણે તે બંને ખ્યાલો જુદા નથી.માનવ જરૂરીયાતોમાંથી તે બધાને સ્વીકૃતી પ્રાપ્ત થઇ છે. પણ તે બધાનો ઐતીહાસીક ઉપયોગીતા ભાર રૂપ બની જાય તો તે ભુલાતી પણ જાય છે. એ પરંપરા હતી કે કોઇપણ જમણવારના પ્રસંગમાં બધા જમીન પર પાટલાપર બેસીને જમવા બેસતા હતા. તે પ્રમાણે પિરસવામાં આવતું હતું. હવે બુફે નો રિવાજે કેટલી શાંતીથી, સરળતાથી પેલી નીચે બેસવાની પ્રથાને મૃતપાય બનાવી દીધી.

() નોંધ. માનવવાદ અને માનવતા બંને વિચારો અંગે આપણા અભ્યાસક્રમનો એક સ્વતંત્ર વિષય રાખ્યો છે. આ વિષય પર રજુઆત ચોક્ક્સ  યોગ્ય સમયે  થશે. પ્રશ્ન નં ૪શું માનવવાદના મુળમાં માનવતા છુપાઇે ખરી? રૂસ્તાગ બોરીસા.

જવાબમાનવતામાં એક મદદ કરનાર હોય છે જેની પાસે છે. તે જેની પાસે નથી તેને મદદ કરે છે. જ્યારે માનવવાદમાં માનવીઓ એકબીજા સાથે સહકાર કેળવી. કામ કે શ્રમની વહેંચણી કરીને કુદરતી કે અન્ય જૈવીક સંઘર્ષ સામે પોતાનું જીવન ટકાવી રાખે છે, વિકાસાવે છે. આ પાયાનો તફાવત બે વચ્ચે છે. માનવતામાંથી લાંબે ગાળે ધર્મઆધારીત જીવન પધ્ધતિ અસ્તિત્વમાં ઉદ્ભવે છે કે સર્જન પામે છે. જ્યારે માનવવાદ માનવીને લાંબેગાળે પોતાના આત્મવિશ્વાસથી જુની સંસ્કૃતીમાંથી બહેતર સંસ્કૃતી તરફ પ્રયાણ કરવા  તેના પોતાના ભાગ્યનો જ માલિક બનાવે છે. માનવીને દરેક નવી આગેકુચ કે ક્રાંતિનો વાહક બનાવે છે


--