લોકનાયક જયપ્રકાશ નારાયાણની લોકસમિતિ અને ભાજપ– આર એસ એસ નાયક મોદીની પંચાયત સમિતિમાં વૈચારીક તફાવત કેટલો છે?
સને ૧૯૭૪માં જયપ્રકાશજીએ ઇન્દીરાજી ની સંસદીય લોકશાહી રીત–રસમોના ઉપયોગ દ્રારા દેશની બંધારણીય લોકશાહી જ કેવી રીતે ખતમ થવા બેઠી છે તે બરાબર સમજી લીધું હતું. સંસદીય ચુંટણી પ્રથામાં જેપીનો વિશ્વાસ ક્રમશ; એટલા માટે ઉઠતો જતો હતો કે, સંસદીય લોકશાહી પ્રતિનિધિત્વ રાજય પ્રથા, દેશમાં પક્ષશાહી અને સર્વોચ્ચ નેતાશાહીની ઝડપથી ગુલામ બનવા માંડી હતી. સંસદના બંને ગૃહો, સર્વોચ્ચ ન્યાયતંત્ર અને કારોબારીને ઇંદારીજી પોતાની સત્તા ટકાવી રાખવાના સાધનથી લેશમાત્ર વધારે ઉપયોગી માનતા ન હતા. તેમના એક જીહજુરીયા મારફતે દેશમાં સુઆયોજીત કેટલાક સુત્રો ચલણમાં મુકવામાં આવ્યાં હતાં " ઇન્દીરા ઇઝ ઇંડીયા એન્ડ ઇંડીયા ઇઝ ઇંદીરા." જબ તક ચાંદ ઔર સુરજ રહેગા તબ તક ઇંદીરાજી તેરા નામ રહેગા." " ગરીબી હઠાવો" તેણીને લોકરંજક સુત્રો અને રસમોથી પ્રજાને આંજી નાંખવાની બહુ મઝા આવતી હતી. તેમાં જ પોતાના નેતૃત્વની સાર્થકતા દેખાતી હતી. ગરીબી હઠાવો, બેંકોનું રાષ્ટ્રીયકરણ, રાજાઓના સાલીયાણા નાબુદી વિ. વિ. સત્તા ટકાવી રાખવાના પગલાં તેણીને લેવામાં પોતાની મહત્તા અને સિધ્ધી દેખાઇ હતી. આવા લોકરંજક અને સત્તાલક્ષી સુત્રો પોકરવા સંસદ , પક્ષીય, સર્વાપક્ષીય ચર્ચાઓ કરતાં ઇરાદાપુર્વક એકતર કરેલી હજારોના ટોળામાં આવી ગુલબાંગો પોકારવાની મઝા આવતી હતી.
" Coming events cast the shadows" આવતી કાલના દિવસો માટે બંધાઇ રહેલા કાળા ડિબાંગ વાદળોના વરતારાઓ દેશની (માનવ મુલ્યોના હનનમાં) ક્ષિતિજો પર આંખે ઉડીને દેખાતા હતા. જેપીએ મર્યાદિત પ્રવાસ–પ્રચાર– પ્રસારના સાધનોનો ઉપયોગ કરવા માંડયો હતો. "દેશમાં લોકશાહી બચાવો તાનાશાહી ભગાવો" ના સંદર્ભમાં જૈફવયે પ્રજામત તૈયાર કરવા ભગિરથ પ્રયત્નો કરવા માંડયા હતા.
તે ઉપરાંત સને ૧૯૭૪ના ગુજરાતના યુવાછાત્રોના નવનીર્માણ આંદોલનથી પ્રભાવિત થઇને ' ચુંટાયેલી પ્રજા વિરોધી સરકાર સામે ચુંટણીના માધ્યમ સિવાય લોકઆંદોલન કે પ્રજાવિદ્રોહ થઇ શકે છે તે વિશ્વાસ જેપીને ગુજરાતના છાત્રોએ આપ્યો. વર્તમાન વડાપ્રધાન મોદીની જે શબ્દ થી ઉંઘ હરામ થાય છે તે વિશેષણને યથાર્થ કરનારા જયપ્રકાશ હતા. " જેપી તો જીંદગીભર આંદોલન જીવી જ રહ્યા હતા. " સને ૧૯૭૪માં જેપીાએ લોકશાહી બચાવ માટે દેશ વ્યાપી બે સંસ્થઓની રચના કરી હતી. એક 'જનતંત્ર સમાજ' ( Citizen for Democracy- CFD) અને બીજુ " નાગરીક સ્વાતંત્રય સંગઠન" ( People's union for Civil liberties- PUCL).
સને ૧૯૭૫ની ૧૨મી જુને યુપીની અલ્હાબાદ હાઇકોર્ટના કાયમી સન્માનીય સ્વ. જસ્ટીસ જગમોહન સીંહાએ શકવર્તી ચુકાદો આપ્યો કે દેશના વડાપ્રધાન ઇંદીરાજીની લોકસભાની ચુંટણી રદબાતલ કરવામાં આવે છે. તેમાં ગેરરીતીઓ આચરવામાં આવી હતી. તે ચુકાદાને સ્વાકારીને પોતાની ગાદી છોડવાને બદલે ૨૫મી જુન સને ૧૯૭૫ના રોજ રાષ્ટ્રીય કટોકટી ઇંદીરાજીએ દેશ પર ઠોકી બેસાડી. જયપ્રકાશથી માંડીને હજારો લોકોને મીસા હેઠળ જામીન ન મળે તે રીતે આશરે દોઢ વર્ષ સુધી જેલમાં ગોંધી રાખ્યા હતા.
જેપીને સંસદીય પ્રતિનિધિ સ્વરૂપની રાજ્યપ્રથા દ્રારા પણ લોકશાહીનો મૃત્યુ ઘંટ વગાડી શકાય છે તેનું વૈચારીક ચિંતન સ્વ એમ. એન. રોયના સાથીદારો ખાસ કરીને જસ્ટીસ વી.એમ. તારકુડે અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ચંદ્રકાંત દરૂએ પુરૂ પાડવામાં સહાયક બન્યા હતા. મારો સદર લેખના લેખક તરીકે ઉપરની વાત વિગતે એટલા માટે કરવી પડી કે જયપ્રકાઘજીની લોકસમિતિના બીજ કેવી રીતે વિકસ્યાં હતાં તે જણાવવું હતું. તેની સામે પક્ષે ગઇકાલે જાણે દિલ્હીથી કોઇ શહેનશાહની સવારી આવી , ગુજરાતના સરકારી તંત્રે ભરપેટ તેનો ' છાપો પડી જાય, દબદબો પડી જાય' તેવી પુજા એક વ્યક્તિ વિશેષની બહુમાન કરીને કરી.
હવે, જેપીનો લોકસમિતિનો ખ્યાલ સંસદીય લોકશાહી પ્રથાના વિકલ્પ તરીકેના ચીંતનમાંથી વિકસ્યો હતો. જેપી સ્પષ્ટ હતા કે વર્તમાન રાજકીય પક્ષ પ્રથા –સંસદીય પ્રથા – ચુંટણી પ્રથાથી જ લોકશાહીનું ગળું કાયમ માટે ઘુંટી શકાય છે. કારણકે સદર ચુંટણી પ્રથા ફક્ત અને ફક્ત રાજકીય સત્તા માટેની મુલ્યહીન, કાવાદાવાવાળી, મની – મસલ્સ પાવર અને અન્ય સાધનોના ઉપયોગ કરીને પાંચ વર્ષ માટે ચુંટણીના મંડપમાં ભેગા કરીને મત પડાવી લેવા સિવાયના કાવતરા સિવાય બીજું કાંઇ નથી. પ્રતિનિધિત્વ સ્વરૂપની રાજ્ય વ્યવસ્થામાં લોક અથવા નાગરીકને કેન્દ્રમાં રાખીને , તેના સર્વાંગી સશક્તિકરણને બદલે તેની સાર્વભૌમત્વ( SOVEREIGNTY) સત્તાનો કેવો બદ ઉપયોગ કરવામાં આવે છે તે અંગે જેપીને સમજાવવાની કોઇને જરૂરત નહતી.
ઉમેદવારની પસંદગી પક્ષની, ઉમેદવારની વફાદરી પક્ષની. અને ત્યાર બાદ હવે નાગરીક મતોથી ચુંટાયેલા જાહેર થયેલા રાજકીય પક્ષીય પ્રતિનિધિઓની બિનશરતી વફાદારી પેલા સર્વોચ્ચ નેતાની. . બિનપક્ષીય નાગરિકોના મતો યેનકેન પ્રકારે બહુમતીથી પ્રાપ્ત કરવા તે એકજ તમામ ચુંટણી લડતા રાજકીય પક્ષોનો એજન્ડા !
એક દિવસ વહેલી સવારે દીલ્હીથી સર્વોચ્ચ પક્ષીય નેતાનો સંદેશો પાઠવવામાં આવે કે પેલા ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ પ્રધાન નીતીન પટેલ વિ, ( હે !સુબાઓ!) તમારે ગુજરાતની ગાદી ખાલી કરાવાની છે. બસ હા! સાહેબ ! બીજો કોઇ જવાબ કે ગણગણાટ ન જોઇએ. સર્વોચ્ચ એટલે સર્વસત્તાધીશ. તેને જ પેલા મત આપેલા નાગરીકોના અંતરઆત્માનો અવાજ કહેવાય!
પશ્ચીમી જગતમાં પ્રથમ અને બીજા વિશ્વયુધ્ધ વચ્ચેના સમયગાળામાં જર્મનીના હિટલર, ઇટાલીના મુસોલિનિ ને બીજા બધા સરમુખત્યારોએ , પોતાની પાર્ટીના સર્વેસર્વા નેતા એકવાર બની ગયા. સંસદીય રાજ્ય પ્રથા અને મતદાન પ્રથાનો ઉપયોગ કરીને એકવાર સત્તા પચાવી પાડી. પછી બીજા તે સત્તાની સીડી પર ચઢી ન શકે તે માટેની વ્યવસ્થા કરી હતી. આ બધા સરમુખત્યારોએ ભેગા થઇને બીજા વિશ્વયુધ્ધનો શિકાર માનવજાતને બનાવી.
ઉપરની સર્વ હકીકતોનો અભ્યાસ કરીને જયપ્રકાશજીએ લોકસમિતિનો ખ્યાલ મુર્તિમંત કર્યો અને વિકસાવ્યો હતો. જેપીનુંં આ વિકેન્દ્રીત સત્તા મોડેલનો વિશાળ મજબુત પાયો અસ્તિત્વમાં આવેલી ગ્રામ્ય અને શહેરી લોકસમિતિઓના સંગઠિત એકમોની લોકભાગીદારીમાંથી પર બંધાયેલો હશે. જેપીએ પોતાના આવા લોકભાગીદારીવાળા સત્ત્તા મોડેલને જમીન પર ( DOWN THE EARTH) અસ્તીત્વમાં ઉતારવા માટે પેલી બે સંસ્થાઓ ' જનતંત્ર સમાજ' ( CITIZEN FOR DEMOCRACY- CFD) અને ' નાગરીક સ્વાતંત્ર સંગઠન' ( PEOPLE'S UNION FOR CITIZEN-PUCL) ની રચનાઓ કરી હતી.
જેપી અને આ નવી લોકચળવળના બૌધ્ધીક ટેકેદારોને સર્વવિદિત તે સમયે હતું અને આજે પણ છે કે તેના અમલમાં તમામ પ્રકારનો હેલો હરકત કરનારા સ્થાપિત હિતો કયા કયા છે. જેની વિગતે ચર્ચા હવે પછીના લેખમાં કરીશ.
પણ આ લેખની પ્રેરણા તો અમદાવાદમાં બે દિવસ પહેલાં વડાપ્રધાન મોદીજીના પ્રવચનમાં રજુ કરેલા મુદ્દાઓ ને કારણે ઉભી થઇ હતી. તે મુદ્દાઓ સંદેશ દૈનીક ઇ – પેપરે ' માં મુકેલા છે . જેનું અત્રે મુલ્યાંકનથી કરીએ.
(૧) ગુુજરાતની તમામ ગ્રામ્યપંચાયતોના ચુંટાયેલા પ્રતિનિધીઓ સમક્ષ ગાંધીજીના ખુની ગોડસે ભક્તોને વિચારતા કરી મુકે અથવા ' ગાંધી મુક્ત દેશ બનાવવામાં રૂક જાવ કહે તે રીતે પોતાના સંબોધનમાં ગાંધીજી, તેમના વિચારીક ગ્રામ્યસ્વરાજય અમલમાં મુકનાર આચાર્ય વિનોબા ભાવેને વારંવાર યાદ કર્યા.
(૨) આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવની ઉજવણી માટે ગ્રામ્ય સ્વરાજ્ય, લોકશક્તિ, સ્રી સશક્તિકરણ વિ. મુદ્દાઓની ચર્ચા કરી. પેલા વર્ણવ્યવસ્થા અને મનુસ્મુતી આધારીત હિંદુ રાજ્યમાં ઉપરના મુદ્દાઓનું સ્થાન ક્યાં હશે તે કોઇ સાહેબ ને પુછી શકે ખરા? કે પછી વચને કિમ; દરિદ્રતા.
(૩) ગુજરાતમાં ભાજપ પક્ષ સંચાલિત સરકારે કોવીડ મહામારી દરમ્યાન ગુજરાતની પ્રજાની કેવી સેવા કે કુસેવા કરી હતી તે વૈશ્વીક હકીકત છે .તેમ છતાં સાહેબે ! ગુજરાતના ગામડાઓને કોવીડ મહામારી ને મારી હટાવવા ( બિના વેકસીન ઉપલબ્ધી સિવાય) બિરદાવ્યા. વડાપ્રધાનની પોતાની ફોર્મયુલા કોરાનાને હંફાવવા તો ' થાળી વગાડો અને મશાલો સળગાવવાની, ઇલેકટ્રીસીટી થોડાક સમય માટે બંધ કરવાની સલાહ આપી હતી. હતી. કવાદ અને કળીયાતુ પીવાની જાહેરતો કરવાની હતી. આવી કોવીદ મહામારીમાં વિશ્વના ૨૦૦ ઉપરાંત દેશોમાંથી કોઇ દેશના રાષ્ટ્રપ્રમુખે અથવા વડાપ્રધાને પોતાના નાગરીકોને સાહેબે! આપ્યું તેવું માર્ગદર્શન આપ્યું ન હતું.
(૪) પોતાના સદર પ્રવચનમાં જણાવ્યું હતું કે કોવીડ મહામારી દરમ્યાન જ્યારે સમગ્ર દેશનું અર્થતંત્ર ઠપ થઇ ગયું હતું. શહેરી ભારતમાંથી લાખોની સંખ્યામાં અસંગઠિત મજુરો પોતાના રાજ્યોમાં જીવ બચાવવા સ્થાળાંતર કરતા હતા ત્યારે ગુજરાતના ગામડાઓમાં જમીન વિહોણા ખેતમજુરો દાઢીએ જઇને મજુરી કરીને રાષ્ટીય ખેતઉત્પાદન વધારવાનું કામ કરી રહ્યા હતા.માટે તેવા દેશપ્રેમી કાર્ય માટે સાહેબે ! તે બધાને બિરદાવ્યા હતા.
(૫) પોતાના પ્રવચનમાં સાહેબે ગ્રામ્ય ગરીબીને દુર કરવા વિશ્વભરના વંચિતોના મસીહા કાર્લ માર્કસના તત્વજ્ઞાનને બાજુપર મુકી દે તેવો વિચાર રજુ કર્યો! ગામડાઓમાં જેની પાસે જમીન અને અન્ય ઉત્પાદનના સાધનોની માલિકી છે તે બધા લોકોએ પેલા વંચીતોને જીવાડવા જોઇએ. ગરીબી ભગાવો કાર્યક્રમ. " દરેક પંચાયત સંકલ્પ કરે કે મારે મારા ગામમાં એકપણ ગરીબ રહેવા દેવા નથી. તો તમારા ગામમાંથી ગરીબી ભાગશે." ( સૌ. સંદેશ ઇ પેપર)
(૬)સાહેબને કોણ સમજાવશે કે કૃષ્ણની ગીતાનો ઉપદેશ છે કે " તું તારી વર્તમાન સ્થિતિ માટે ( ગરીબી) તારા પુર્વજન્મના કર્મો જ જવાબદાર છે." તમારી વિચારસરણી હિદુંત્વવાદી છે કે પછી તકવાદી!
(૭) સાહેબનો હેતુ તેમના પ્રવચનમાં ચર્ચેલા મુદ્દાઓનો અભ્યાસ કરતાં લાગે છે કે " મારે પેલા ચાર રાજ્યોની ચુંટણીના પરિણામોમાં મળેલા વિજય નું તમારી પાસે એક વધુ ચુંબકીય સમર્થન કરાવવું હતું. તેથી વધારે તમારે પણ ન સમજવું……… હું હંમેશાં સાંભળનારઓની શોધમાં હોઉ છું. હવે તે મારો સ્વભાવ થઇ ગયો છે. તે પ્રમાણેની સુચનાઓ મારા તંત્રો ને દેશ વ્યાપી આપતો જ હોઉ છું."