Saturday, April 23, 2022

મરિયમ નમાઝી–એક્ષ– મુસ્લીમ સંસ્થાના પ્રમુખના ઇસ્લામ વિશેના વિચારો.


મરિયમ નમાઝી– એક્ષ– મુસ્લીમ સંસ્થાના પ્રમુખના ઇસ્લામ વિશે વિચારો–

અમે ઇસ્લામ ધર્મ સામે, તેના પુસ્તક કુરાનના સત્યો સામે, તેના કાનુન શરીયા વિ,સામે વિશ્વભરમાં સંઘર્ષ કરી રહ્યા છીએ. પણ છેલ્લા પંદરસો વર્ષથી આ ધર્મ અને તેના ઉપદેશોને સત્ય માની જે તેના અનુયાયીઓ ૨૧મી સદીમાં માનવ ક્લ્યાણ આંક( Human Welfare Index)ના તમામ માપદંડોને આધારે જેવા કે સરેરાશ આયુષ્ય, માથાદીઠ આવક, તેમના જીવન જીવવા ધંધાના પ્રકારો, શિક્ષણનું પ્રમાણ, રહેવાની ઘરની સ્થિતિ અને તેમાં જીવવાની ઓછામાં ઓછી પાયાની જરૂરીયાતોનો અભાવ અને વર્તમાન કમ્પ્યુટર–ઇન્ટેનેટ– મોબાઇલ– અને ઇન્ફર્મેશન ટેકનોલોજીના ઉપયોગના સંદર્ભમાં આજે ક્યાં ઉભા છે? સામે પક્ષે દોસ્તો, (ભારતના અમે હિદું ૮૦% હમસફરો પણ આ મોદી સરકારના પ્રતિમાસે માથા દીઠ મળતા પાંચ કિલો અનાજ ઉપર જ આ મોંઘવારીમાં દિવસો જીવીએ છીએ. આપણા બંને ધર્મોએ કરેલી આપણી ભૌતીક બરબાદી લેશ માત્ર જુદી નથી.ઇસ્લામીક કટ્ટરતા સામે હીંદુઓમાં કટ્ટરતા ફેલાવી, આપણે દેશમાં ફક્ત વેરઝેરના વૃક્ષો વાવી રહ્યા છો. જેના બી– બિયારણોની અમાપ મુડી, મારા– તમારા પુર્વજો વારસામાં આપીને ગયા છે. તેનાથી વધારે કાંઇ મેળવી શકશો નહી. માટે બહુ મોડું થાય પહેલાં પેલી બહાર કઢાવેલી તલવારો પાછી મ્યાનમાં સત્વરે મુકાવી દઇએ. નોંધ– આ છ લાટીઓ સદર ફેસબુકની વોલ પર લખનારની છે.)

અમે, વિશ્વભરના જુદા જુદા મુસ્લીમદેશોમાં ઇસ્લામધર્મના સત્યો સામે માનવ કેન્દ્રી પુર્નજાગરણની ચળવળ ચલાવીએ છીએ. તેના અનુસંધાનમાં તારીખ ૨૦ અને ૨૧ ઓગસ્ટના રોજ જર્મનીના શહેર કોલોનમાં ૩૦ દેશોમાંથી ૫૦ વક્તાઓને આમંત્રીત કર્યા છે. અમે, ઇસ્લામીક મુલ્યો, જે માનવ વીકાસની સ્વતંત્રતા, રેશનાલીટી અને ધર્મના આધાર સિવાયની નૈતીકતા( Secular Morality) આધારીત ઐહીક જીવન પધ્ધતીની સામે આવે છે તેના વિદ્રોહને ઉજવવા(Join Celebrating Dissent) માટે ભેગા થવાના છીએ. તેમાં ભાગ લેનારા મુખ્યત્વે ઇસ્લામને એક ધર્મ તરીકે સંપુર્ણ ત્યજી દીધેલા ભેગા થવાના છીએ. ઉપરાંત (Ex- Muslim) મરિયમ નમાઝીના નેતૃત્વ બીજા અનેક નીચે એકત્ર થવાના છે. ડૉ રીચાર્ડ ડોકીન્સ જેવા મુક્ત ધર્મનીરેપક્ષ ચિંતકો પણ હાજર રહેવાના છે.

 ચર્ચાના વિષયો છે (૧) ધર્મઅને ઇસ્લામ,(૨) ધાર્મીક નીંદા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા(૩) હિજાબ અને સ્રીઓના અધિકારો. (Discussion panels: Islam and religion, blasphemy and free speech, hijab and women's rights, etc. Performance art shows: Dance, singing, poetry, etc. Visual arts exhibitions: Photography, art installations, etc. Freethought Champions Award Ceremony)

વિશ્વભરમાં ભુતપુર્વ ઇસ્લામ ધર્મીઓની પ્રવૃત્તિઓ –

આ સંસ્થાઓની શાખાઓ બ્રિટન, ફ્રાંસ, જર્મની, નેંધરલેંડ, કેનેડા અને યુએસએમાં આવેલી છે. તે સંસ્થા ખાસ કરીને આરબ,આફ્રીકાનાદેશો, પાકિસ્તાન અને બંગલા દેશોમાંથી પોતાના દેશોની પ્રવર્તમાન મુસ્લીમ પ્રથાઓ સામે વિદ્રોહ કરી જાન જોખમે રાજ્યાશ્રય લેવા માટે કાયમી સ્થળાંતર કરવામાં મદદ કરે છે. ભુતપુર્વ મુસ્લીમ ઓળખની તમામ નિશાનીઓ જેવી કે જન્મ તારીખ, માબાપના નામો, પોતાનું નામ, મુળદેશ, પ્રદેશ વિ. તમામ ઓળખો એટલા માટે બદલી નાંખવામાં આવે છે, જેથી રૂઢીચુસ્ત ઇસ્લામી ધર્મીઓ તેમને મારી ન નંખાવે.

આપણે એક્ષ–મુસ્લીમ સંસ્થા શું છે અને તે વિશ્વભરમાં કઇ કઇ પ્રવૃત્તીઓ કરી રહી છે તે તેના પ્રમુખના વ્યક્તીત્વની ઓળખ અને તેણીના સંઘર્ષની માહિતીથી કરીએ. લેખને અંતે તેણીનો ફોટો પણ મુકેલ છે.

એક્ષ– મુસ્લીમ સંસ્થાના પ્રમુખ– મરિયમ નમાઝી–ટુંકમાં પરિચય–

જન્મ– તેહેરાન– દેશ ઇરાન ( આયોતોલ્લા ખોમાનીનો દેશ) સને ૧૯૬૬.

 બ્રિટિશ– ઇરાનીયન નિરઇશ્વરવાદી, સામ્યવાદી, માનવઅધિકારવાદી કર્મનીષ્ઠ, ટીવિ એંકર વિ. અમેરીકામાં ઇરાનમાંથી આવેલા નિરાશ્રીતોને મદદ કરવાની સંસ્થાના વડા, ધર્મનિરપેક્ષ માનવવાદીનો એવોર્ડ વિજેતા સને ૨૦૦૫ એન એસ એસ તરફથી )–સને ૨૦૦૭માં કેનેડાની એલ ક્યુબેક સંસ્થઓએ મરિયમ નમાઝીને તેણીની એક્ષ–મુસ્લીમ વિશ્વવ્યાપી પ્રવૃત્તીના બહુમાનમાં 'વીમેન ઓફ ધી યર ' નો એવોર્ડ આપેલો હતો. સને ૨૦૦૯માં ઇરાનના સામ્યવાદી પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. પશ્ચીમી દેશોની મોટાભાગની યુની.ઓમાં તેણીએ ખાસ કરીને ધાર્મીક નિંદાના વિષય પર તે ગુનાહિત કૃત્ય નથી તે સંદર્ભમાં પોતાના વિચારો રજુ કર્યા હતા. જે વિચારો કોઇપણ રજુ કરે તો તેને 'સજાએ મોત– શિરચ્છેદ' ઇસ્લામમાં છે.

મરિયમ નમાઝીની એક્ષ– મુસ્લીમ તરીકે પ્રવૃત્તીઓ– તેણી ઇસ્લામના શરીયા– કાયદા નાબુદી માટે, ઇસ્લામમાં સ્રીઓની સ્થિતીના વિરોધમાં,તથા મુસ્લીમ દેશોમાંથી આવેલા શરણાર્થીઓ માટે કામ કરે છે. શરીયા સામે સ્રી સમાન કાયદો, ધાર્મીક નિંદા વિ વિરૂધ્ધ ગુના માટે પથ્થરથી મારી નાંખવાની સજા નાબદી માટે ચળવળ ચલાવે છે. સને ૨૦૦૫માં ' ડેનીસ કાર્ટુન રાયોટસ' જેમાં ડેનમાર્કના એક દૈનીકના તંત્રીએ પોતાના પેપરમાં ઇસ્લામના સ્થાપક મહંમદ પેગંબર ઉપર ૧૨ કાર્ટુન પ્રકાશિત કરેલા. તેની સામે યુરોપમાં તોફાનો ફાટી નીકળેલા હતા.. તે સમયે મરિયમ નમાઝીએ તે તોફાનો વિરૂધ્ધ આગેવાની લઇને માનવ અધિકાર ઢંઢેરો પ્રકાશિત કરેલો હતો. જેનું પ્રથમ વાક્ય હતું " એક સમયે ભુતકાળમાં વિશ્વે અને ખાસ કરીને માનવ જાતે હિટલરના નાઝીવાદ, મુસોલીનીના ફાસીવાદઅને રશિયાના સ્ટાલીનાવાદનો સામનો કર્યો હતો. હવે આધુનીક જગતે વર્તમાનમાં વિશ્વવ્યાપી ઇસ્લામી સર્વસત્તાવાદનો સામનો કરવાનો છે.( ભારતે જેમ વર્તમાનમાં ક્રમશ; આઠપગા દરિયાઇ પ્રાણીના ભરડાની માફક હિંદુ સર્વસત્તાવાદ ભરડાનો સામનો કરવાનો છે. ( "After having overcome fascismNazism, and Stalinism, the world now faces a new totalitarian global threat: Islamism." ). સદર ઢંઢેરામાં સહી કરનારા ઇસ્લામની સામે વિશ્વવ્યાપી વિદ્રોહ કરનારા જેવા કે સલમાન રશદી, ઇબ્ન વરાક, બંગલા દેશી વિદ્રોહી તસલીમા નસરીન વિ. હતા. યુરોપ, કેનેડા અને અમેરકામાં મરિયમ નમાઝીના નેતૃત્વ હેઠળ જે એક્ષ મુસ્લીમ ચળવળ ચાલે છે તેને  યુરોપમાં માનવીય સંબંધો વચ્ચેના સહિષ્ણુતા ફેલાવાના ઢંઢેરા તરીકે  એક્ષ મુસ્લીમ ચળવળ તરીકે ઓળખવામાં આવે છે. એક્ષ મુસ્લીમ ચળવળ, ઇસ્લામમાં પાયાનું પરિવર્તન લાવનારો ન્યુ રેનેશાંન્સ છે.અને મરિયમ નમાઝી તે ચળવળની અગ્રસેર (વેનગાર્ડ) છે.  તેણીની પ્રવૃત્તીઓ ઇસ્લામમાં પ્રવર્તમાન સામાજીક નિષેધો ( સોસીઅલ ટેબ્બુઝ) ભંજક છે(Iconoclast). તેણીએ સને ૨૦૧૧, ૨૦૧૪ અને હવે ૨૦૨૨માં અનુક્રમે બ્રિટન, સાઉથ આફ્રીકા ને Keynote Address આપેલાં હતાં અને જર્મનીમાં હવે આપશે.

 હું સને ૨૦૧૦થી મરિયમ નમાઝી ને તેણીની સંસ્થા એક્ષ મુસ્લીમના ઘનિષ્ટ સંપર્કમાં છું. તેણીની સુચનાથી, બંગલા દેશી ઇન્ટરનેટ બ્લોગર અને મારા એક સમયના સાથી અવિજીત રોય ( જેને ત્રણેક વર્ષ પહેલાં જ બંગલા દેશની રાજધાની ઢાકામાં ઉગ્રમુસ્લીમવાદીઓ બરછીથી મારી નાંખ્યા હતા) ના તંત્રી સ્થાનેથી સંચાલિત ' મુક્ત મોના' ( Mukto Mona in English) માં સને ૨૦૧૦માં બે લેખો લખેલા હતા. અટલાંટામાં હું ને અવીજીત ફક્ત ૧૦ માઇલ દુરીના અંતરે રહેતા હતા.

આવી સર્વોતુમુખી ક્રાંતિકારી વ્યક્તિત્વ ધરાવતા મરિયમ નમાઝી આ વર્ષના ઓગસ્ટમાસમાં જર્મનીમાં  "Celebrating Dissent"માં પણ પોતાનું ઉદ્ઘાટન પ્રવચન આપવાના છે. હવે પછી આ લેખમાળામાં વર્તમાન બળવારખોર એક્ષ–મુસ્લીમ ચિંતકો અને કર્મનીષ્ઠોના વ્યક્તીત્વનો પરિચય આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેની યાદી આ પ્રમાણે છે.

(૧) આયન હિર્સી અલી સોમાલીયા(જન્મ–૧૯૬૯) Ayaan Hirsi Ali (૨) વફા સુલતાન( જન્મ ૧૯૫૮) સીરિયા, (૩)  તસલીમા નસરીન( જન્મ૧૯૬૨)બંગલા દેશ (૪) બોન્યા અહેમદ( ૧૯૬૯) અવિજીત રોયની પત્ની. (૫) ઇબ્ન વરાક–( The God father of the Ex-Muslim movement)- આ તેનું સાચુ અને કાયદેસરનું નામ નથી. તેના માથા સાટે દસ લાખ અમેરીકન ડોલરનું ઇનામ છે. તેનો ગુનો એટલો જ છે કે તેણે " Why I am not a Muslim" નામનું પુસ્તક લખેલું છે. અનુકુળતા પ્રમાણે ઉપર જણાવેલ વ્યક્તીઓનો પરિચય કરાવવામાં આવશે.

 

 

 

https://mail.google.com/mail/u/0/images/cleardot.gif

https://mail.google.com/mail/u/0/images/cleardot.gif

https://mail.google.com/mail/u/0/images/cleardot.gif

https://mail.google.com/mail/u/0/images/cleardot.gif

 

--