Tuesday, April 26, 2022

વફા સુલતાન– જન્મ– ૧૯૫૮. દેશ સિરીયા ( હાલમાં અમેરીકનનાગરીક).

વફા સુલતાન–

જન્મ– ૧૯૫૮. દેશ સિરીયા ( હાલમાં અમેરીકન નાગરીક).

વ્યવસાય– મનોચિકીત્સક ડોકટર.

તેણીએ પોતાના કુટુંબના સખત માનસીક દબાણને કારણે મેડીકલ અભ્યાસ પસંદ કર્યો. પરંતુ  સને ૧૯૭૯માં ' મુસ્લીમ બ્રધરહુડ' આતંકવાદી સંસ્થાએ સિરાયાના નિર્દોષ નાગરીકો પર  જે અમાનુષી અત્યાચાર આત્યાંતિક ઇસ્લામીક વિચારસરણીનI તરફેણમાં કર્યો. તેને કારણે વફા સુલતાનની ઇસ્લામ અને અલ્લાહમાંથી શ્રધ્ધા ખતમ થઇ ગઇ. મારા જીવનને એક નવો અલ્લાહ, ગોડ શોધવા માટેનો રસ્તો ઉપરના પ્રસંગે બતાવ્યો. ઇસ્લામના ઉપદેશોને વૈજ્ઞાનીક જ્ઞાન આધારીક મુલ્યાંકન કરવાનું શરૂ કરી દીધું. સને ૧૯૮૯ની સાલમાં અમેરીકા આવીને આ દેશનું નાગરીકત્વ કુંટુબ સાથે સ્વીકારી લીધું.

 વફા સુલતાન લખે છે કે " લોસએન્જીલસ ( કેલૌફોર્નીઆ)માં શરૂઆતને તબક્કે ગેસ સ્ટેશન ને પીઝા પાર્લરમાં કેશીયર તરીકે જે જોબ કરી તેમાં મારી સાથે માનવ માનવ તરીકે જે અરસપરસ વ્યવહાર સમાન ગૌરવથી કરવામાં આવતો હતો તેવો ગૌરવશાળી વ્યવહાર મુસ્લીમ દેશ સિરીયાની હોસ્પીટલમાં એક ડૉક્ટર તરીકે પણ મારી સાથે ક્યારે કરવામાં આવતો નહતો. કારણકે હું મુસ્લીમ સ્રી હતી.

અમેરીક્માં આવીને વફા સુલતાને અરેબીક ભાષામાં ઘણા લેખો તથા ત્રણ પુસ્તકો પ્રકાશીત કર્યા. આરબ જગતમાં તેણીના લેખોનો ખુબજ પ્રચાર થયો. આરબ ચેનલ અલ–ઝઝીરા અને અમેરીકન ન્યુઝ એજન્સી સી એન એન પર તેના ટીવી ડીબેટ શરૂ થઇ ગયા. સેમ્યુઅલ પી. હન્ટીંગટન લેખીત વિશ્વ વિખ્યાત પુસ્તક ' ક્લેશ ઓફ સીવીલાઇઝેશન્સ' સંસ્કૃતીઓનો સંઘર્ષ પરની ચર્ચાઓ આધારીત એક છ મિનીટનો વિડીયો બહાર પાડયો . સદર વિડીયો ન્યુયોર્ક ટાઇમ્સની ગણતરી મુજબ એકવાર દસલાખ લોકોએ જોયો. આ વિડીયોમાં વફા સુલતાને  જુદા જુદા મુસ્લીમ દેશોમાં સ્રીઓની કૌટુંબીક અને સમાજમાં પ્રવર્તમાન સ્થિતિની સખત ટીકા કરી. તેણીના યુ ટયુબ વિડીયોને આધારે ઓનલાઇન ઘણી ચર્ચાઓ શરૂ થઇ હતી.

 વફા સુલતાને અંગ્રેજીમાં પોતાનું પ્રથમ પુસ્તક પ્રકાશીત કર્યુ. તેનું નામ છે– "A God Who Hates":

The Courageous Woman Who Inflamed the Muslim World Speaks Out Against the Evils of Islam.

સદર પુસ્તકમાં તેણીએ જન્મે એક મુસ્લીમ સ્રી તરીકે પોતાની અંગત જીવન કથા લખી છે. મનોવૈજ્ઞાનીક ચિકિત્સક તરીકે  તેણીએ ઇસ્લામના ઇતિહાસનું મનોવૈજ્ઞાનીક દ્રષ્ટીએ મુલ્યાંકન કર્યું છે. તેણીએ પોતાના રીસર્ચ પેપર જેનું નામ છે આધુનિકતાઅને જંગલીયાતપણું માં તારણ કાઢયું છે કે ઇસ્લામ આધુનિકતા સામેની લડાઇ ચોક્કસ હારી જવાનું છે. ( નોંધ– જે તારણ બધા ધર્મોને ઓછું લાગું પડતું નથી.અથવા તમામ ધર્મોને પુરેપુરુ લાગુ પડે છે.) Sultan describes her thesis as witnessing "a battle between modernity and barbarism which Islam will lose".

આ પીએચ ડી થેસીસ ને કારણે વફા સુલતાનને ટેલીફોન ઉપર મોતની ધમકીઓ આવવાની શરૂ થઇ ગઇ. તેણીના મત મુજબ ઇસ્લામ એક ફફ્ત ધર્મ નથી. જે તેના અનુયાયી અને અલ્લાહ સાથે કે મૃત્યુ પછીના જીવન અંગે ઉપદેશો આપતો હોય. તેની મુશ્કેલીઓ તેના ઉપદેશોમાં જ અંતર્ગત સમાયેલી છે. તે એક રાજકીય વિચારસરણી પણ છે. ઇસ્લામીક રાજયની રચના માટે તે હિંસક સાધનોને વર્જય ગણતો નથી. એક ટીવી ચર્ચામાં તેણીએ સ્પષ્ટ કહી દીધું હતું કે ઇસ્લામના આ બધા ઉપદેશોએ જ આતંકવાદને જન્મ આપ્યો છે. જેનાથી માનવજાતની તબાહી થઇ ગઇ છે. ઇસ્લામ એક અન્ય ધર્મો અને વિચારો પ્રત્યે( ખાસ કરીને લોકશાહી મુલ્યો પ્રત્યે) સહિષ્ણુ અભિગમને બદલે અસહિષ્ણુ વર્તન ધરાવે છે. અરે! વિશ્વમાં કોઇ મુસ્લીમ દેશનો ઉદારમતવાદ આધારીત લોકશાહી મુલ્યોથી સંચાલિત રાજ્યપ્રથા અસ્તિત્વમાં જ નથી.

In her book A God Who Hates, Sultan writes that "No one can be a true Muslim and a true American simultaneously".

સને ૨૦૦૬માં ' ટાઇમ મેગેઝીને' વીશ્વમાં જે એકસો માણસો,પોતાના વિચારો,જ્ઞાન અને નૈતીક વર્તનથી વૈશ્વીક પરિવર્તન માટેની જબ્બરજસ્ત અસર પેદા કરી શક્યા છે તેમાંની પસંદ કરેલી એક અગત્યની વ્યક્તી વફા સુલતાન છે.'( "I even don't believe in Islam, but I am a Muslim.) મને ઇસ્લામમાં બિલકુલ શ્રધ્ધ્ધા નથી પણ હું મુસ્લીમ છું કારણકે મારા જન્મદાતા મા–બાપ મુસ્લીમ હતા.આજ વર્ષની અંદર તેણીને " ફ્રીડમ ફોર્મ રીલીજીયસ ફાઉન્ડેશન" તરફથી ' ફ્રી હિરોઇન એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો. વૈશ્વીક કક્ષાએ વફા સુલતાન રાષ્ટ્રોના ઇસ્લામીકરણ વિરૂધ્ધની સંસ્થા (Sultan is a board member of Stop Islamization of Nations (S.I.O.N.) ની બોર્ડ મેમ્બર છે. સદર સંસ્થાના સભ્યો ઇરાન, જર્મની, કેનેડા, ઇઝરાઇલ, ભારત, સ્વીઝર્લેંડ, વિ, દેશોમાં પણ છે.

વૈશ્વીક કક્ષાએ જુદા જુદા મેગેઝીન અને ન્યુઝ પેપરે વફા સુલતાનના લેખો પ્રકાશિત કરેલ છે. સને ૨૦૦૮ની ૨૪મી ઓગસ્ટે ન્યુયોર્ક ટાઇમ્સમાં તેણીના લેખનું મથાળું હતું, " ઇસ્લામીક હિંસા અને અસહિસ્ણુતા જ તેનો નાશ કરશે."(તેવીજ રીતે આપણા દેશના વર્તમાનમાં ચાલી રહેલી હિંદુત્વ પ્રેરીત હિંસા અને અસહિષ્ણુતા હિંદુ ધર્મનો નાશ કેમ નહી કરે?) ઇઝરાયેલના દૈનીક પેપર ' જેરુસલેમ પોસ્ટ' માં ). "One on One: A woman's work in progress"The Jerusalem Post. લખ્યો હતો. પ્રકાશિત તારીખ– ૦૧–૦૧–૨૦૧૫. ઓસ્ટેલીયાના દૈનિક– ધી સીડની મોર્નીંગ હેરલ્ડના તંત્રીએ વફા સુલતાનની પોતાના દેશની મુલાકાતના અંતે નિરીક્ષણ કર્યું હતું કે ' તેણી ખુબજ હિંમતવાન સ્રી છે જેણે જેહાદી ઇસ્લામ અને પોતાના મુળ દેશ સીરિયાના રૂઢીચુસ્ત મુસ્લીમ સમાજની ટીકા કરી છે.'  સને ૨૦૦૮ના સપ્ટેમ્બર માસના રીડર્સ ડાયજેસ્ટ માસીકના લેખમાં લખ્યું છે કે  વફા સલતાન આખરે પોતાનું મોં ખોલે છે ને બોલે છે ' એક સ્રી પોતાના જાનના જોખમે સત્ય બોલે છે કે ' આતંકી ઇસ્લામ મુસલમાનો માટે ક્યારેય મુક્તિદાતા બનવાનો નથી.'

વફા સુલતાને પોતાની વૈચારીક પ્રતિબધ્ધતાને આધારે જાનના જોખમે પણ જન્મે મુસ્લીમ હોવાના નાતે  ઇસ્લામ સામે સંઘર્ષ શરૂ કરીને પોતાના સમાજમાં નવજાગૃતિ ( રેનેશાં) જ્યોત તો પ્રગટાવી દિધી છે. જેમાં આપણા બધાની તો શુભેચ્છા જ હોય ને! (Photo of WAFA SULTAN.

 


--