Thursday, April 21, 2022

સર્વસત્તાવાદ–Totalitarianism- 3 articles.

સર્વસત્તાવાદTotlitarianism Total Three articles.

 

ઉગ્ર અને અતાર્કીક હિદુંત્વ આધારિત ઉન્માદના વિકલ્પે માનવમુલ્યો કેન્દ્રીત નવું ભારત શક્ય છે? હા! બિલકુલ શક્ય છે. ચલો! કેવી રીતે શક્ય છે તે સમજવાની કોશીશ કરીએ.

આપણને સૌ ને સારી રીતે ખબર છે કે સને ૧૯૭૫માં શ્રીમતી ગાંધીએ  પોતાની સામે આવેલા અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદા પછી વડાપ્રધાનપદ અને રાજકીય સત્તા ટકાવી રાખવા રાષ્ટ્રીય કટોકટી દાખલ કરી હતી. કટોકટી દરમ્યાન શ્રીમતી ગાંધીએ, બંધારણે બક્ષેલા તમામ મુળભુત અધિકારો નાબુદ કરેલા હતા.. ન્યાયતંત્ર, સંસદ, અખબારી સ્વાતંત્ર્ય અને રાજકીય વિરોધ નામશેષ કરી દીધો હતો. જયપ્રકાશ નારાયણ સહિત વિરોધ પક્ષના લગભગ તમામ નેતઓને ' મીસા' હેઠળ જેલના સળીયા પાછળ મુકી દીધા હતા. શ્રીમતી ગાંધીએ તે સમયે  જે કટોકટી દાખલ કરેલી તે ઘોષીત કટોકટી તરીકે ઓળખાય છે. તેઓની સરકારને રાજકીય અભ્યાસક્રમમાં એકહથ્થુ સરમુખત્યારશાહી કહેવાય. જેમાં રાજકીય સત્તાનું એકજ વ્યક્તીના હાથમાં કેન્દ્રીકરણ થાય છે.

 

આજે મોદી–શાહ સંચાલિત સને ૨૦૧૪થી શરૂ થયેલી કટોકટીને અઘોષિત કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. ઇંદીરાજીની ઘોષીત કટોકટીમાં મીસા હેઠળ દેશના નાગરીકોમાં એવો ભય પેદા કરવામાં આવ્યો હતો કે પોલીસ રાત્રે આવીને કોઇપણ નાગરીકનું બારણું ખટખટાવી મીસા હેઠળ ધરપકડ કરી શકે છે.

આજે આપણા દેશમાં કોઇપણ પ્રકારના વર્તમાન સત્તાધીશ સરકાર સામેના વિરોધને નામશેષ કરવા માટે એનફોર્સ ડીપાર્ટમેંટ (ઇડી), નેશનલ સીક્યોરીટી એકટ( એન એસ એ) ,સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ) અને અનલોફુલ એક્ટીવીટીઝ (પ્રીવેન્શેન) એકટ (યુએપીએ),નો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપરના કાયદાઓની મદદથી સરકાર પોતાના તમામ પ્રકારના વિરોધોઓને બિનજામીનપાત્ર ગુના હેઠળ પકડીને એફ આઇ આર 'દાખલ કર્યા સિવાય, અને ' નો બેઇલ'ની  છત્રછાયા હેઠળ મહિનાઓ કે વર્ષો સુધી જેલમાં, કોર્ટમાં રજુ કર્યા સિવાય ગોંધી રાખી શકે છે. ભીમાકોરેગાંવ પુનાના કેસના અપરાધીઓ જે બધા માનવ અધિકારો માટે દેશમાં પોતાના જુદા જુદા ક્ષેત્રોમાં સંઘર્ષ કરતા હતા, તે બધાને યુએપીએ અને રાષ્ટ્રદ્રોહના કાયદા હેઠળ ' અર્બન નક્ષલ' ના વિશેષણ હેઠળ જેલમાં પુરી રાખ્યા છે. યુએપીએ કાયદા હેઠળ પત્રકારો, સામાજીક કર્મનીષ્ઠો, કલાકારો,વિધ્યાર્થીએ, સામાજીક ન્યાય માટે આદીવાસી ક્ષેત્રોમાં કામ કરતા અનેક યુવાનોની ધરપકડ કરવા માટે સદર  બે મહાન (!) શસ્રોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અરે! બેંગલોરની ટીનએજર્સ દિશા રવી જેવી પર્યાવરણવાદી,એક આપણી દિકરી સમાન કર્મનીષ્ઠને આંતરરાષ્ટ્ટ્રીય કક્ષાએ નાની ઉંમરે મળેલા બહુમાનનું ગૌરવ લેવાને બદલે આ બહાદુર (!) અમીત શાહ અને મોદીની સરકારે તેણીને ઘેરથી ધરપકડ કરી લાવવા દિલ્હીની પોલીસ મોકલી હતી. સોરાષ્ટ્ટ્રની એક કવિયત્રી પારૂલ કકરે એક કવીતા લખી

'साहेब तुम्हारे रामराज में शव-वाहिनी गंगा

 તેમાં જાણે આ છપ્પન ઇંચની છાતીવાળા નેતાની સરકાર સામે  અવિશ્વાસની દરખાસ્ત પાસ થઇ ગઇ હોય તેવી અફડતફડી પારૂલબેન સામે  મચી ગઇ. ત્યારે અમને બહાદુર સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટના હમેંશા યાદ રહેલા શબ્દો " મને ઇગ્લેંડની રોયલ આર્મીનો જેટલો ભય નથી તેના કરતાં અનેક ગણો ભય, પેરીસના દૈનીક પેપરના તંત્રીઓએ મારી વિરૂધ્ધ અને ફ્રાંસના હિતમાં લખેલા તંત્રી લેખોના મુલ્યાંકનનો હોય છે. "

 

 

 આ સત્તાધીશો પાસે ક્ષુલ્લક બે શસ્રો છે. એક રાષ્ટ્રપ્રેમ (Patri0itism) અને બીજું શસ્ર છે સાંસ્કૃતીક રાષ્ટ્રવાદ( cultural Nationalism). આ રીતે દેશમાં જે નાગરીકો, પત્રકારો અને સત્તાધીશોના લીસ્ટમાં ભલે બંધારણીય હક્ક મુજબ અભીવ્યક્તીના સ્વાતંત્રયના અધિકાર મુજબ પોતાનું કામ કરતા હોય તે બધાને ફોજદારી ગુના હેઠળ બિનજામીનપાત્ર કલમોનો ઉપયોગ કરીને જેલમાં પુરી દેવામાં આવ્યા છે. આજે બધાની સંખ્યા સેંકડો નહી પણ હજારોમાં છે.

રાજ્યકર્તા સત્તાધીશોની દખલગીરી સર્વોચ્ચ ન્યાયતંત્રમાં આઝાદી પછી પહેલીવાર એટલી બધી વધી ગઇ કે સર્વોચ્ચ અદાલતના કેટલાક વર્તમાન ન્યાયાધીશોએ કોર્ટ બહાર જાહેરમાં પત્રકાર પરિષદ આયોજીત કરીને વિરોધ કર્યો હતો.

મોદી–શાહ– આર એસ એસ–બીજેપી અને તેમના દ્રારા સંચાલિત નામી–અનામી સંસ્થાઓનો એહથ્થુ, વ્યક્તિપુજા આધારીત મોદી નેતૃત્વની મદદથી રાજ્યસત્તાનો દમનનો કોરડાએ કેવી રીતે દેશના નાગરીક જીવન ઉપર ભરડો લઇ લીધો છે તેનું મુલ્યાંકન કરીએ.

પણ આપણા દેશમાં આ સત્તાધીશોનો એજન્ડા સર્વસત્તાધીશવાદ જેને અંગ્રેજીમાં " tOTALITARIANISM" (Totalitarianism refers to a political system in which all authority is in the hands of the state. In a totalitarian society, all control of public and private life is government-run.- The ambitions of a Totalitarian government are far wider and its abilities far deeper than those of an  authoritarian one.)કહે છે. તેનો ટુંકમાં અર્થ 'નાગરીક જીવન' પર રાજ્ય સત્તાનો સંપુર્ણ નિયંત્રણ .

દેશના તમામ નાગરીકોએ અને ખાસ કરીને મુસ્લીમ લઘુમતીએ, શું ખાવુ. પીવુ, ઓઢવું, કયા ઇશ્વરને ભજવું, કોની સાથે લગ્ન કરવા, હિંદુ યુવાનો– યુવતીઓએ પણ લગ્ન જ્ઞાતી કે ગોળ બહાર ન કરવા, તેમજ મા– બાપની સંમતિ સીવાય તો ક્યારે નહી,  ગામ કે શહેરમાં કયા વિસ્તારના રહેઠાણ રાખી જીવવું, દલિતો યુવાનોએ દરબારો જેવી(!) મુછો રાખવી કે નહી, દલિત વરરાજાએ ઘોડાપર બેસી વરઘોડો કાઢવો કે નહી, અખબારઓએ કેવા ન્યુઝ પ્રકાશિત કરવા, ટીવી ન્યુઝ ચેનોલોએ રાજ્યસત્તાને અનુકુળ જ ધર્મ બજાવવો, વિગેરે વિગેરે. દેશના દરેક નાગરીકના અંગત જીવનના તમામ નીજી અધિકારો પર રાજ્ય–(હિંદુ)ધર્મ સત્તા આધારિત નિયંત્રણ. આ " વન પોંઇટ એજન્ડા" ના અમલ માટે ધર્મસત્તા અને રાજ્ય સત્તાના સંયુક્ત સહકારથી કેવું ભયંકર ગઠબંધન– આયોજન કરી શકાય છે તેનો તાદ્શય નમુનો રામનવમી નિમિત્તે જુદા જુદા રાજ્યોમાં થયેલા એકી સાથે થયેલા કોમીદંગાની જન્મકુંડળીઓનો અભ્યાસ કરો. સુસજ્જ અને ધર્માંધ– નશામાં ચુરચુર બનેલા ટોળાઓની (કાયદાના રક્ષકોની હાજરીમાં જ કે મુકસંમતીમાં) ન્યાય નક્કી કરવાની રીતરસમો તો જુઓ, જાણે જંગલમાંથી કેટલાય દિવસોથી ભુખ્યાડાંસ રહેલા હિસંક પશુઓ માનવભીડ પર તુટી પડયા! પછી બુલડોઝર વાળી કરવી. દેશમાં ઝડપથી પ્રસરાતા સર્વાસત્તાવાદને ' બહુમતી પ્રજાએ' જાણે કાયદેસરતા બક્ષી છે. આ સર્વાસત્તાવાદના રાજકીય સત્તાધીશોએ તેના ટેકેદારોને સામુહિક અત્યાચારો કરવા માટેના એજંટો બનાવીને જાણે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને દ્રારકાથી આસામ સુધી ટોળાન્યાય નક્કી કરવાનો બેરોકટોક રાષ્ટ્ર વ્યાપી વીસા પરમીટ આપી દીધી છે?

આવી રાજ્યસત્તા – " બહુમતીધર્મકેન્દ્રીત– સર્વસત્તાવાદી–એકાધિકારવાદ (tOTALITARIANISM) રાજ્યપ્રથાના પરિણામો આપણા ભારત દેશને ક્યાં લઇ જઇને અટકશે તેનું તારણ કાઢવું સરળ નથી.પણ વિશ્વના કેટલાક રાષ્ટ્રોમાં સર્વસત્તાવાદી રાજ્યસત્તાઓએ કરેલા કરોડોના નરસંહાર પછી તેમાંથી પસાર થઇને બહાર નીકળ્યા છે તે બધાના લક્ષણોની સામ્યતાઓ શોધી કાઢી છે જે નીચે મુજબ છે.

 

(૧) પ્રથમ આ સર્વસત્તાવાદી રાષ્ટ્રમાં બે સત્તા કેન્દ્રો હોય છે. એક કાયદા અને લોકશાહી માર્ગે સત્તાધીન બનેલું રાજ્ય ('normative state) અને બીજું દેશમાં સત્તાપક્ષ અને તેના નેતાઓ સંચાલિત અન્ય સંસ્થાઓ દ્રારા અંધાધુધી ફેલાવવાનારૂ રાજ્ય . (prerogative state' which is nothing but 'institutionalised lawlessness.) વધુ આવતા લેખમાં .

Article no-2.

ગતાંક લેખથી ચાલુ– (ભાગ–૨)

 

વિશ્વના જુદા જુદા દેશોમાં જે નેતાઓએ પોતાના દેશમાં સર્વસત્તાવાદ (tOTALITARIANISM) આધારીત રાજ્યવ્યવસ્થાનો કબજો કરી પ્રજાપર અમાનુષી અત્યાચાર ગુજારી સત્તા ભોગવી હતી તેના નામો નીચે મુજબ છે. ખરેખરતો એકહથ્થુ સત્તા ભોગવનારા નેતાઓની યાદીના નામો ૧૦૦ કરતાં પણ વધારે છે. પણ આપણે વિશ્વ વિખ્યાત અને નામીચા નામો આ પ્રમાણે લખી શકીએ. ફ્રાંસનો લુઇ૧૪માં થી ( Louis xiv)  શરૂ કરીને ઇટાલીનો બેનીટો મુસોલીની, જર્મનીનો એડોલ્ફ હિટલર, રશીયાનો જોસેફ સ્ટાલીન, ચીનનો માઓત્સે તંગ, સને ૧૯૪૮થી ઉત્તર કોરીયા પર એકહથ્થુ સત્તા ભોગવતો ત્રણ પેઢીનો કૌટુંબીક કીમ વંશવાદ, અફઘાનીસ્તાનના તાલીબાન અને કંબોડીયાની ખેમ રૌગની જાતીય નિકંદન કે નરસંહાર કરનારી સત્તા.

 

 સર્વસત્તાવાદના મુખ્ય કે પાયાના લક્ષણો–

(૧) એકવ્યક્તીની, એકહથ્થુ અને વ્યક્તીપુજાથી લદબદ સત્તા.

(૨) એક જ પક્ષની સત્તા,

(૩) પોતાના રાજ્ય શાસનમાં યેન કેન પ્રકારે ભય ફેલાવી સત્તાની ધુરા પ્રાપ્ત કરવી ને ટકાવી રાખવી.

(૪) તમામ પ્રકારના પ્રચાર– પ્રસારના સાધનો પર સીધો અને જડબેસલાક કાબુ અથવા નિયંત્રણ,

(૫) સરકારી તમામ સાધનો, સંપત્તી અને કર્મચારી લશ્કરનો વ્યક્તી પુજાના પ્રચાર– પ્રસાર માટે એક તરફી બેફામ અને બેરોકટોક ઉપયોગ.

(૬) રાજ્યની ટીકા કે સત્તા સામે વિરોધના અવાજને તમામ ઉપલબ્ધ સાધનોથી રીતસર કચડી નાંખવા કાયમ માટે જાગૃત રહેવું.

(૭) લશ્કરી તંત્રનો વ્યક્તિ પુજા આધારીત નેતૃત્વને  સંગઠિત કરવામાં ઉપયોગ.

(૮)  ખાનગી જાસુસી તંત્રનો ( પેગાસસ સ્પાયવેર) પોતાની આંતરિક વફાદાર ટોળકી અને રાજકીય અન્ય હરીફો સામે ઉપયોગ.

(૯) કોઇ એક ખાસ ધર્મની વસ્તી કે વિશેષ સામાજીક સમુહ ( જર્મની અને યુરોપમાં યહુદી કોમ, રશિયામાં ખાનગી મિલકતના માલિકો, ચીનમાં જમીનદારો) મોટા પાયે નરસંહારના( Genocide) પુર્વઆયોજીત કાવતરા પ્રમાણે.

(૧૦) પોતાની વિચારધારા પ્રમાણે સમાજના નવઘડતર માટે દેશના નાગરીકોના તમામ ક્ષેત્રોને આવરી લેતી પોતાના પક્ષની સત્તાને એકકેન્દ્રી (Centralize) રાષ્ટ્રીય સર્વસત્તાધીશ પક્ષમાં રૂપાંતર કરવું. ( Decision ordering from top to down.)

(૧૧) એક હથ્થુ કે એક વ્યક્તીની સરમુખત્યારશાહીમાં રાજકીય સત્તા એક વ્યક્તીમાં કેન્દ્રીત થયેલી હોય છે. જ્યારે સર્વસત્તાવાદી રાજ્યસત્તામાં નેતૃત્વની સત્તા એકહથ્થુ તો હોય જ ઉપરાંત તે પોતાના દેશના નાગરીકોના તમામ ખાનગી જીવન પર અબાધિત નિયંત્રણ ધરાવે છે. તમામ ફાસીવાદી રાજ્ય સત્તાઓ ખરેખરતો સર્વસત્તાવાદી જ રાજ્યસત્તા હોય છે.

સર્વસત્તાવાદી રાજ્યના સંચાલનની એક તાસીર વિગતે–

 સત્તા પ્રાપ્ત કરવા હિંસા એક સાધન છે તે પુરતું નથી તે સત્તાને ટકાવવી રાખવા પણ સતત હિંસા કરવી અનિવાર્ય છે. પ્રજા રાજ્યકર્તાના જુલ્મી શાસનને છેવટે હારીથાકીને નિ;સહાય બનીને સંમતિ આપી દે ત્યાંસુધી પ્રજાપર જુદા જુદા નુસ્કા પેદા કરીને પણ જુલ્મ ચાલુ રાખવો પડે. વર્તમાન વ્યક્તિપુજા આધારીત નેતૃત્વને એવો દંભ અને આભા સતત પેદા કરવી પડે ( Illusion of popular support) છે કે પ્રજાને તેનો સહકાર છે. યેનકેન પ્રકારે પ્રજા માનસમાં છવાઇ જવા ફક્ત આ નેતા પોતાના ફોટાવાળા દિવાલો પર હોર્ડીંગ, ન્યુઝપેપર, ટીવી જેવા અનેક મીડીયા સાધનોનો ઉપયોગ પ્રજાના કરવેરામાંથી એકત્ર કરેલા કિંમતી નાણાંનો બેફામ વ્યય સત્તા પ્રાપ્ત કર્યાના પહેલા દિવસથી જ શરૂ કરી દે છે.( All of them used the full resources of the state to promote themselves as if they were the state.)

આવા નેતાઓને પોતાના સમકક્ષ સાથીદારોને અને/ અથવા ભુતકાળના કે વર્તમાન પ્રતિપક્ષી વિરોધીઓને હલકા દેખાડવા ઘૃણાજનક ચાપલુસી (Loathsome Adulation) ખુબજ ગમે છે. યુધિષ્ઠીરની માફક રાજ્યધર્મ બજાવવા કરતાં દુર્યોધનની માફક અન્યની રાજ્યસત્તા છીનવી લેવામાં વધુ સંતોષ થાય છે. આવા નેતોઓની સત્તાનો પંજો સતત પોતાના વિરોધીઓનું નામશેષ નિકંદન કાઢવાની યુક્તી–પ્રયુક્તિમાં મોટેભાગે રોકાયેલું રહે છે. જર્મનીના હિટલરે સત્તા મેળવ્યા પછીના એક જ વર્ષમાં પોતાના એક લાખ કરતાં વધુ વિરોધોલોકોને આખા દેશમાંથી શોધી કાઢીને યાતના શિબિરોમાં ( Concentration camps) ધકેલી દીધા હતા.

     જે તે દેશના લોકો પણ હિટલર– મુસોલીની જેવા નેતોઓને ખુશ કેમ રાખવા તે બધુ શીખી જાય છે. તે બધા સંમતિપુર્વકના દંભનો દેખાડો કેવી રીતે જાહેર કરવો  તે સમજી ગયા હોય છે. પાંજરાના પાળેલા પોપટ જેવી વફાદારી જાહેર કરતાં આવડી ગઇ હોય છે. સરમુખત્યારનું રાજકારણ સરમુખત્યારના વ્યક્તિત્વમાં જ આમેજ થયેલુ છે. ( Politics in a dictatorship begins in the  personality of the dictator.) આવા નેતાઓમાં જાણે દિવ્યશક્તિનું નિરૂપણ થયેલું હોય, વ્યક્તિત્વ ગુઢ કે રહસ્યવાદી હોય તથા ખાસ હેતુ માટે સત્તાનું ગ્રહણ કરવા નિમિત્ત માત્ર બનેલા હોય ( Quasi-religious bond),(યદા યદાહિ ધર્મસ્ય) તે રીતે દેશની પ્રજા પર હાવી જવાની ગોઠવણ કરવામાં સતત આવ્યા કરે છે. સરમુત્યારશાહીમાં વિચારસરણીના પ્રભુત્વ કરતાં નેતાની વ્યક્તિપુજા શિરોમણી બની જાય છે.

રશિયામાં સામ્યવાદી ક્રાંતિ ઔધ્યોગીક કામદારોના ટેકાને બદલે લેનીનના કુશળ કેળવાયેલા ક્રાંતિકારી જુથને આભારી હતી. ચીનમાં માઓએ ઔધ્યોગીક કામદારોને બદલે ખેડુતોનો ઉપયોગ કરીને ક્રાંતી કરી હતી.

સરમુખત્યારી નેતાગીરી લોકોમાં જુઠ્ઠાણા ફેલાવામાં માહેર હોય છે. અને પોતે જુઠ્ઠુ બોલવામાં સહેજ પણ રંજ કરતા નથી. તેઓ હંમેશાં પોતાની આસપાસ હજુરીઆ રાખતા હોય છે. તે બધા સ્વકેન્દ્રી, આત્મશ્લાઘામાં રાચતા માનસીક રોગી ( Paranoia) હોય છે. આમ નેતૃત્વની વ્યક્તિપુજામાંથી આવા નેતાઓને જુલ્મી શાસન કરવાનો માર્ગ મોકળો બને છે. (Thus the personality cult is the heart of tyranny.)   ખાસ નોંધ– આ બધાનો ઉકેલ હવે પછીના આખરી લેખમાં. લેખના લંબાણ માટે ક્ષમા કરજો.

 

સર્વસત્તાવાદ ( Totalitarianism) ઉપરનો છેલ્લો પણ નિર્ણાયક – સમાપન લેખ.

ફેસબુક ને વોટસઅપ પર મારા અગાઉના બે લેખો પરથી તારણ કાઢી શકીએ કે આપણો દેશ ઝડપથી સર્વસત્તાવાદ એટલે નાગરીકોના સમગ્ર વ્યક્તીગત જીવન પર સંપુર્ણ અંકુશ રાખવા તરફ બેલગામ કે નિરકુંશ જઇ રહ્યો છે. એક બાજુ ઉપરછલ્લી મોદી સરકાર તરફથી લોકશાહી રાજયપ્રથા ' કાયદાના શાસન ' મુજબ ચાલે છે તેવો દંભી દેખાડો ચાલે છે. તેમ છતાં વાસ્તવમાં રાજ્ય સંચાલિત અને અન્ય બંધારણીય રીતે અસ્તીત્વમાં આવેલ જેવી કે ન્યાયતંત્ર, મીડીયા સ્વાયત્તા, સંસદીય પ્રથા, કારોબારી પ્રથા, શિક્ષણ, આરોગ્ય વિ.ક્ષેત્રોમાં સંપુર્ણ એક પક્ષીય, એક જ નેતાની વ્યક્તિપુજાની મનસ્વી નિર્ણય સંચાલિત રાજ્ય સત્તા અમલમાં છે.

બીજી બાજુએ બીજેપી–આર એસ એસ, અને તેમના સંચાલીત અગ્રસંસ્થાઓ જેવીકે વિશ્વ હિંદુ  પરિષદ, બજરંગ દળ, ધર્મસંસદ(!) જેવી નામી–અનામી સંસ્થાઓ દ્રારા બહુમતીધર્મવાદ( Majoritarianism) હેઠળ કાયદો હાથમાં લઇને તમામ પ્રકારની લઘુમતીઓ સામે શેરીન્યાય નકકી કરવાનું મોટે પાયે શરૂ કરી દીધું છે. આ પરિબળો દેશ વ્યાપી ઝડપથી ભય અને અસલામતીનું વાતાવરણ પેદા કરવામાં સફળ થયા છે. રાજ્યસત્તા સંચાલિત કે પુરસ્કૃત અરાજકતાના માહોલને આપણે લકવાગ્રસ્ત રાજ્ય તરીકે ઓળખી શકીએ. જેના એક અંગને શું થાય છે તે બીજા અંગને ખબર પડતી નથી. (prerogative state' which is nothing but 'institutionalised lawlessness.) આવી રાજ્યસત્તાના લક્ષણો કેવા કેવા હોય છે તેની વિગતે ચર્ચા અગાઉના બે લેખોમાં કરી છે.

એક રાજ્ય–રાષ્ટ્ર તરીકે કેન્દ્રની સત્તા દ્રારા અનિર્ણયતા, નિ:સહાયતા અને અંધાધુધી ફેલાવવામાં આવે છે.આવી સામુહિક રાજકીય નાદારીથી દેશ સામુહિક ઉંડી ખીણમાં ગરકાઇ જતો દેખાય છે. બીજી બાજુએ પક્ષીય સત્તા પ્રેરીત બાહુબળો દ્રારા દેશ વ્યાપી હિંસક અરાજકતા પેદા કરી સ્થાનીક અસલામતીનો ભય પેદા કરી દીધો છે. આવા સર્વસત્તાવાદના ગુણગાન ગાવા અઠવાડીયાના ચોવીસ કલાક અને સાતેય દિવસ (24x7) એક જ મુદ્દાનો રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ છે. આ આપણું રાજ્ય ભાગી પડવાની સ્થિતિ તરફથી ઝડપથી જઇ રહ્યું છે તેના આ બધા ચિન્હો છે.( The Indian state is collapsing as the modern state which fails to perform its basic duties.)

સર્વસત્તાધીશ રાજ્ય તેના નાગરીકોની પાયાની ફરજો બજાવવામાં નિષ્ફળ થઇ જતાં તેની તરફ પ્રજાનો આક્રોશ દિવસે દિવસે વધતો જવાનો છે. તેથી આ રાજ્ય વધારે ને વધારે નાગરિકો પર પોતાના જુલ્મના સિતમનો પંજો વિકરાળ સ્વરૂપે વધારતું જવાનું છે. તેથી રાજ્ય પોતે જ કાયદાવિહિન મનસ્વી અને હિંસક બની જવાનું છે. રાજ્યકર્તા પ્રજાના વિરોધ કે અસંમતિને પોતાની સામેના વિદ્રોહ ગણીને કચડી નાંખવા કોઇપણ હદે જતાં સહેજ પણ ચિંતા કરવાનું નથી.

ભારતમાં, આજે મોદી–શાહ સંચાલિત રાજ્યે એકબાજુએ કાયદાશાસનના નામે એકહથ્થુ સત્તાનો બેફામ ઉપયોગ કરી પોતાની સામેના કોઇપણ વિરોધી અવાજને ડામવા માટે એક ફાસીવાદ નેતૃત્વની માફક મોટા પાયે પોતાનો પરચો બતાવવા માંડયો છે. બીજી બાજુએ પોતાના વૈચારીક કે આઇડીયોલોજિકલ ' ફ્રંટ લાઇન ઓર્ગેનાઇઝેશનસ' જેવા કે આર એસ એસ,વીએચપી,બજરંગદળ જેવા સંગઠિત રીતે કેળવાયેલા અને દેશભરમાં વિકેન્દ્રિત રીતે સ્થાનિક એકમોમાંથી બનેલા ફુટ સોલજર્સ, બાહુબળો– મસલ્સ મેન્સ દ્રારા કાયદો હાથમાં લઇને અરાજકતા અને ભય ફેલાવવા સતત સક્રીય છે. ઉપરથી સત્તાધીશો તરફથી સતત અમાપ કક્ષાના જુઠ્ઠાણા( Monster Lies) ફેલાવાના પ્રોપેગંડા મીડીયા દ્રારા સંગઠીત રીતે દિવસ રાત ચલાવવામાં આવે છે. નીચે સ્થાનિક કક્ષાએ સ્ટ્રીટ ગેન્ગસ્ટર્સ દ્રારા જુદા જુદા ધિક્કાર અને નફરતના મુદ્દાઓ જેના આદેશો ઉપરથી મોકલવામાં આવે છે; તે મુજબ આયોજનપુર્વક ભયનું વાતવારણ ફેલાવવા અમલમાં મુકવામાં આવે છે. તેનો વિરોધ કરનાર એનડીટીવી ચેનલના એંકર રવિશકુમાર જેવા અનેકને સત્તાપક્ષની સંગઠીત ટ્રોલ આર્મી દ્રારા શાંત કે સરખા કરવા (!) મોબાઇલ ફોન પર સતત નોનસ્ટોપ મા– બેન સમાની બિભત્સ ગાળો આપવામાં આવે છે. પાંચ–પચાસ–પાંચસો–પાંચહજાર–નું ટોળુ, જરૂરીયાત પ્રમાણે વિરોધીઓના ઘેર હિંસક હુમલો કરવા (Juggernaut Onslaught) મોકલવામાં આવે છે.

આમ કેન્દ્રમાં એક તરફી સંચાલિત ફાસીવાદી રાજ્યસત્તા અને નીચે હિંદુત્વને વૈચારીક રીતે સમર્પીત કેડર. જેનો મુખ્ય એક પોંઇટ એજન્ડા નાગરીક જીવનના તમામ અંગત પાસોઓને નિયંત્રિત કરવા સર્વસત્તાવાદી( ટોટાલીટેરીયન રાજ્ય) કાર્યોનો અમલ કરાવવો. સૌ પ્રથમ સદીઓથી જે નફરતના પુર્વગ્રહોને પોષવામાં આવ્યા છે તે મુસ્લીમ લઘુમતીને  ટારગેટ બનાવી ન્યાય સરભર કરવા. ત્યારબાદ દલિતો, આદીવાસીઓ અને સ્રીઓમાં ફેલાતી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા બંધારણીય મુલ્યો આધારીત સશક્તિકરણ( એમપાવરમેંટ)ની ચળવળને હિંદુ–વર્ણવ્યવસ્થાના માળખામાં ફરી હિંસાપુર્વક ગોઠવી દેવી. આવા વૈચારીક મોડેલને ઓળખવામાં ભુલ કરીને તમે અને તમારા જુવાન દિકરા– દિકરીઓને બલી બનાવો–હિંદુ શહીદ બનાવો( Cannons Fodders) તેમાં પેલા સત્તાધીશોને શું વાંધો હોય?

નાગરીક સુધારા ધારા( CAANCA)નો વિરોધ દેશભરમાં ઠેરઠેર મુસ્લીમ બહેનો તરફથી ' શાહિન બાગ' નામે અહિસંક અને શાંત આંદોલને મોદી– શાહના નેતૃત્વની સત્તાને બિલકુલ બિનઅસરકારક અને સંપુર્ણ નિષ્ફળ બનાવી દીધી હતી. એટલું જ નહી પણ સત્તાધીશોની દલીલો જેવી કે 'આંદોલન દેશદ્રોહી છે, પાકિસ્તાન બિરીયાની મોકલે છે, આતંકવાદીનો છુપો ટેકો છે, હિદુંશાસન એકતા વિરોધી છે.' આવી બધી જ દલીલો તે આંદોલનને  બેબુનીયાદ સાબિત થઇ. મોદી–શાહની સરકાર તે આંદોલનને દેશ વ્યાપી આંદોલન થતું અટકાવવામાં નિષ્ફળ નીવડી હતી. કારણકે તે આંદોલન અહીંસક હતું.

તેવી જ રીતે એક વર્ષ ઉપર ચાલેલા મહેન્દ્રસીંગ ટીકકેતના નેતૃત્વ નીચે શરૂ થયેલા અહિંસક કિસાન આંદોલને નિયંત્રણમાં રાખવા મોદી સરકાર સરીયામ નિષ્ફળ નીવડી હતી. લોકશાહી સમાજ અને વિચારસરણી સ્વપ્નમાં પણ  ન વિચારી શકે તેવા તમામ દમનખોરી પગલાંનો મોદી સરકારે કિસાનો સામે અમલ કર્યો હતો.તો પણ સદર અહિસંક આંદોલનને નિષ્ફળ બનાવવામાં આ કેન્દ્રીય સત્તા બેલડી સફળ થઇ નહી. વિશ્વભરની કોઇ લોકશાહી સરકારો અને તેનું લોકકલ્યાણ સમર્પીત નેતૃત્વ ક્યારેય કે સ્વપ્નામાં પણ ભુલ ન કરે તેવી અક્ષમ્ય ભુલ મોદી–શાહની સરકારે કરી. કિસાનોના આવવા જવાની સડક પર સિમેંટક્રોક્રીટ માલ સામાનનો ઉપયોગ કરીને ઉભા ભાલા જેવા લોખંડના ખીલા ઠોકી દીધા. જે બધું વિશ્વના ખાસ કરીને લોકશાહી દેશોએ મજબુરીથી જોયું. પરિણામ સ્વરૂપે કિસાન આંદોલન જે યુપી, હરિયાણા અને પંજાબ પુરતું સિમીત હતું તે રાષ્ટ્રવ્યાપી બની ગયું. નમો ને એક વર્ષ બાદ સભાનતા આવી અને એક તરફી ત્રણ કાળા કિસાન કાયદાઓ પરત લેવા પડયા.

૨૧મી સદીના કોઇપણ આધુનીક રાજ્યને  નાની સરખી લશ્કરી ટોળકી બનાવી ઉથલાવી શકાય તેવા વિચારોને હવે સંપુર્ણ દિવાસ્વપન જ ગણવું. આધુનીક માહિતી યુગના લેટેસ્ટ સાધનોથી સુસજ્જ અને આર્થીક રીતે અતિસંપન્ન રાજકીય પક્ષ સંચાલિત રાજ્યસત્તાને, આપણા દેશના વિરોધ પક્ષો પ્રમાણમાં લોકશાહી અને અહિંસક માર્ગે સત્તા પલટો કરવા સંપુર્ણ બિનઅસરકારક સાબિત થયા છે. ત્યારે સર્વસત્તાધીશ નેતા અને તેને પણ સંચાલિત કરતી ટોળકી પાસેથી લોકહિતવાદી રાજ્ય શાસનની આશા કેવી રીતે રાખી શકાય?

વ્યક્તિ ને સમાજ પરિવર્તન માટે આ ફાસીવાદી અને સર્વસત્તાવાદી સરકાર સામે કોઇપણ આંદોલન સફળ બનાવવા માટેની એક પુર્વશરતને આપણે સમજી લઇએ. આ સરકારનું નેતૃત્વ દિલ્હીથી શરૂ કરીને ગાંધીનગર સુધી એવા નેતા અને તેના કાર્યકરો કરી રહ્યા છે જેનું ઘડતર અને ઉછેર બિલકુલ લોકશાહી મુલ્યો આધારીત ક્યારેય થયું નથી; ને ભવિષ્યમાં પણ ક્યારેય થવાનું નથી.

દેશનો દરેક નાગરીક પોતાની રીતે પોતાને માટે તથા પોતાના કુટુંબ માટે સારું શું કે ખોટું શું તે નક્કી કરવાનો અબાધિત ને કુદરતી અધિકાર ધરાવે છે તે આ વિચારધારાને માન્ય નથી. ચર્ચા– સંવાદ– અન્યના વિચાર સામે સહિષ્ણુતા, સમાનતા –ગૌરવ જેવા માનવ મુળભુત લક્ષણો તેમની ડીક્ષનેરીમાંથી કાઢી નાંખવામાં આવ્યા છે. જર્મની હિટલર અને ઇટાલીના મુસોલીની માફક  મોદી–શાહ સરકારને પણ વર્તમાન ચુંટણી પ્રથા સ્વીકારીને પણ એકહથ્થુ –સર્વસત્તાધારી બની શકાતું હોય તો આ લોકશાહી હિજાબથી દંભી મોઢું ઢાંકી શકાતું હોય તો શું વાંધો?

ગાંધીજીનું અહીંસક આંદોલન બ્રિટિશ સરકાર સામે સફળ એટલા માટે રહ્યું કે બ્રિટનમાં લોકશાહી સરકાર હતી અને તેની પ્રજાનું જીવન લોકશાહી મુલ્યોને વરેલું હતું. ભારત જેવું સ્વતંત્રતાનું આંદોલન જે બ્રિટિશ સંસ્થાનોમાં ન હતું ત્યાં પણ બ્રિટિશ સરકારે બીજા વિશ્વયુધ્ધના અંત પછી રાજકીય સત્તાનું ક્રમશ હસ્તાંતર કરી દિધું હતું.

 આપણને પ્રજા તરીકે " શાહીન બાગની દાદીઓએ ને મહેન્દ્ર ટીકેત્ત્તના કિસાનોએ" ફાસીવાદી –સર્વસત્તાધારી– મોદી– શાહની સત્તાધીશ બેલડીએ કેવી રીતે ઘુંટણીએ પાડી શકાય છે તે તાજેતરમાં શીખવાડી દિધું છે. કોને કોનાથી ભય છે, અને આ સરમુખત્યારો પ્રજા આંદોલન સામે કેટલા બીકણ છે, ભીરૂ છે તે આપણે સમજવાની જરૂર છે. મહેરબાની કરીને અહિંસક, શાંત અને લોકશાહી માર્ગે મેળવેલી આઝાદી જ આપણે જોઇએ તે પ્રકારનો જ પડકાર આપણે આ ફાસીવાદીઓને આપવો જોઇએ. તેમાં કદાચ સત્તા પક્ષે હિંસા ' કાયદોઅને વ્યવસ્થાના નામે ઉપયોગ કરવામાં આવશે તો પણ તેમાં માનવ જાન હાની ખુબજ મર્યાદિત હશે.

છેલ્લે આ લેખ વાંચીને જો તેના તારણો સાથે તમે સંમત હોય તો હિદુંત્વ આધારીત પરિબળોને પડકારવા હોય તો આટલું ચોક્કસ કરો .કાલે સવારથી જ તમે હિંદુ તરીકે જીવન જીવવાનો અંગત રીતે ખુબજ સમજ સાથે બહિષ્કાર કરી દો. સવારમાં ઉઠીને તમામ પ્રકારના જન્મ સાથે પ્રાપ્ત થયેલા હિદું ધર્મ સહિત જે તે ધર્મોના ( ઇસ્લામ,ખ્રીસ્તી બૌધ્ધ, જૈન, તમામ સંપ્રદાયો સહિત પાળતા હોય તે બધા જ) ધર્મો આધારીત પુજાપાઠ બંધ. પોતાના કુટુંબની કોઇપણ ધાર્મીક વિધિનો પ્રેમપુર્વકનો અસહાકાર. પોતાના જ્ઞાતિ, સગા સંબંધિની સદર ધર્મ આધારીત કોઇપણ પ્રવૃત્તીઓની સમજપુર્વકની ઉપેક્ષાઓ શરૂ કરી દો. તેમાં સંપુર્ણ બિનશરતી પ્રતિબધ્ધતા પુર્વક સમર્પિત થઇ જાવ. મોદી– શાહ બેલડીની સત્તાની કોઇ ૧૪૪મી કલમનો ભંગ નહી થાય, તમને કોઇ ' અર્બન નક્ષલ'નું લેબલ લગાડી યુએપીએ અને રાષ્ટ્રદ્રોહની આઇપીસી એકટની કલમ ૧૨૪–એ નીચે જેલના સળીયા પાછળ નાંખી શકશે નહી. કોઇને પણ મોટી જાહેરાતો કે કશું કર્યા વિના પાંચ લાખ લોકો સ્વયંભુ પોતાના દિલનો દીવો બની જાવ. છ માસમાં જ મુસ્લીમ વિરોધી નફરત ફેલાવનારા પોતાના સળગતા ઘરને બચાવવા નીકળી પડશે.

      

 

 

 


--