Sunday, December 31, 2023

હૈ મારા રામ લલ્લા ! મારા દેશના લોકો તો મને ઓળખે છે હવે તમે પણ મને ઓળખી લો!

હૈ  મારા રામ લલ્લા ! મારા દેશના લોકો તો  મને ઓળખે છે  હવે તમે પણ  મને ઓળખી લો!
 મારે તમારી જરૂરિયાત ક્યાં સુધી છે? જુઓ.
સૌ પ્રથમ અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ " મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ (AYJ) રાખ્યું  હતું. સરકારે આ સંદર્ભમાં રજીસ્ટ્રેશન માટેની જીનીવા વૈશ્વિક સંસ્થા પાસે  નોંધણી  કરાવી  AYJ કોડ મેળવેલ છે. જેવી રીતે દિલ્હીનો કોડ DEL, Bombay-BOM, Ahmedabad-AMD વી. હવે આ કોડ વૈશ્વિક કમ્પ્યુટર સિસ્ટમ પર આવી ગયો. આપણે AYJ લખીએ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી જ જાય.
 સાહેબને ખબર પડી કે 24x 7 ચૂંટણી મૂડમાં મગજ રોકાયેલું હોવાથી મોડી ક્લિક થઈ અને " મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ " ને  બદલે " મહર્ષિ વાલ્મિક ઇન્ટરનેશનલ એરપોર્ટ " રાખવાનું જાહેર કરી દીધું. પણ AYJ વૈશ્વિક નોંધણી માં કોઈ ફેરફાર હવે અશક્ય છે. AYJ ઇન્ટરનેશનલ કોડ જાહેર થી ગયો . જેના  બે ફોટા મેં નીચે રજૂ કર્યા છે.
 શ્રી રામ ક્ષત્રિય અને વાલ્મિકી આદિવાસી. દેશના 10 રાજ્યોમાં આદિવાસી નિર્ણાયક મતદાતાઓ છે. હવે શું થાય?ગુજરાતના ક્ષત્રિય રાજા પાટણના સિદ્ધરાજે "ગુજરાતના નાથ બનવાને બદલે  પાટણના રાજાધીરજ તરીકે ચાલુ રહેવાનું પસંદ કર્યું  હતું." અહિયાં તો ત્રીજીવાર દેશના એક માત્ર સર્વેસર્વા નાથ બનવા મેદાને પડેલા સાહેબને  પેલા દસ રાજ્યોના "વાલ્મિકી સમાજ" ને હવે " મહર્ષિ વાલ્મિક ઇન્ટરનેશનલ એરપોર્ટ "ની લોલિપ્પ નહીં મળે તો પેલો "દિલ્હીના નાથનો "પટ્ટો રિન્યુ કરવા -કરાવવામાં  તે સમાજની આગામી ચૂંટણીમાં મદદ મળશે કે કેમ?... એ તો ભાઈ !રામ જાણે!
     

--

Tuesday, December 26, 2023

હે ! દેશના નાગરિકો ! હવે! તો તમે, અમને તમારા વર્તમાન રાજ્યકર્તાઓને તેમના સાચા રંગરૂપે તો ઓળખો!

હે ! દેશના નાગરિકો ! હવે! તો તમે, અમને તમારા વર્તમાન રાજ્યકર્તાઓને તેમના સાચા રંગરૂપે તો  ઓળખો!

છેલ્લો લેખ ફેસબુક પર મેં તા.13મી ડિસેમ્બરે સંસદમાં બે શિક્ષિત પણ બેકાર યુવાનોએ પ્રેક્ષક ગેલરીમાંથી  કૂદકો મારીને  સંસદ ગૃહમાં કાયદો  હાથમાં લઈને જે નિંદનીય કૃત્ય કર્યું  હતું  તેની વિગતે વાત કરી હતી.

 હવે આ બનાવ સાદી સીધી ભાષામાં સંસદની સલામતી ચૂકના બનાવ તરીકે કહેવાય! જે ખુબજ ગંભીર બાબત  કહેવાય. લોકસભા અને રાજ્ય સભામાં વિરોધપક્ષના સભ્યો  તરફથી  એવી રજુઆત થઈ કે વડાપ્રધાન અને ગૃહમંત્રી પોતાનો અભિપ્રાય જણાવે.

પોલીસ તંત્રે તો મીડિયા અને અખબારી જગતને  વિગતે માહિતી  પુરી પાડીને ભવિષ્યમાં કેવી તકેદારી રાખીશું તેની અધિકૃત રજુઆત કરી હતી. મોદી સરકાર સરળતાથી કહી અને બાંહેધરી આપી શકતી. ભૂતકાળમાં વડાપ્રધાન  અટલ બિહારી બાજપાઈજીના સમયે આજ દિવસે સલામતી ચુકથી સંસદમાં લોહિયાળ બનાવ બનેલો હતો. બાજપાઈજીએ દુઃખ, દિલસોજી અને  તપાસ કરવાની  બાંહેધરી આપી  સૌ નો  સહકાર મેળવી વાતને આટોપી લીધી  હતી.

       વડાપ્રધાન અને ગૃહમંત્રીએ  કોઈ અમારી સત્તા સામે વિરોધી અવાજ ઉઠાવે જ કેમ?  નાની સરખી વાતનું  વતેસર આમાં પણ કરી દીધું.

 બંને ગૃહોમાં થઈને આશરે 150 સંસદ સભ્યોને આખા શિયાળુ સત્ર માટે સભાગૃહની તમામ કાર્યવાહીમાંથી કાઢી મુક્યા.

ત્યારબાદ ગૃહમંત્રી અમિતશાહે દેશની ફોજદારી દંડ સંહિતામાં ( ઇન્ડિયન ક્રિમિનલ લૉ )ત્રણ(3)બિલ પસાર કરાવી લીધા.લોકસભામાં સદર બીલો પસાર કરતી વેળાએ  જોરશોરથી  દલીલ કરી કે આ તો અમે બિર્ટીશ સંસ્થાનવાદ કે ઉપ્નીશેંદવાદના ઐતિહાસિક વારસાને નાબૂદ કરીને નવી દંડસંહિતાનું બિલ રજૂ કરીએ છીએ.જેની ટૂંકમાં વિગતો નીચે મુજબ છે.ખરેખર તો ગોરી સરકારનું નામ દઈને દેશના ગૃહમંત્રીએ નાગરિક સ્વતંત્રતાઓનું ગળું રૂંધી નાખવાનું  સુનિયોજિત કાવતરું કર્યું  છે." नाम बड़े और दर्शन खोटे". 

(1)ભારતીય ન્યાય સંહિતા IPC 1860 ને બદલે (2) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા CRPC 1973 ને બદલે (3) ભારતીય સાક્ષી બિલ Indian Evidence Act-1872. 

સદર બિલ રજૂ કરતા સમયે ગૃહમંત્રીની ભાષામાં આદમ્ભભરી વાકછટા (rhetoric)સિવાય કાંઈ ફોજદારી કાયદા અને ન્યાયિક ચિંતનમાં કોઈ ધ્રષ્ટિ (It is difficult to see any transformative vision for criminal law and justice) દેખાતી ન હતી.ખરેખર  આ 3ણેય બીલથી નાગરિક જીવન અને સ્વતંત્રતાઓ પર રાજ્ય સત્તાનો કબ્જો વધારવાનું ચોખ્ખું અને ખુલ્લુ  નગ્ન  કાવતરું  છે. જે હકીકત  દેશના  નાગરિકો અને વિરોધ પક્ષના રાજ્યકારણીઓની ધ્યાન બહાર ગયું  લાગે છે. 

  1. ગોરી સરકારના  કાયદામાં પોલીસ કસ્ટડીમાં કહેવાતા ગુનેગારને રાખવા નો સમય ફક્ત 15 દિવસ હતો. અમિત શાહ  સાહેબે સદર સમય વધારીને 60 દિવસ થી 90 દિવસ કરી દીધો છે. તે નક્કી  કરવાની સત્તા ન્યાયતંત્ર પાસે થી લઈ લઈને જિલ્લા પોલીસ અધિકારી ને

(DSP) આપી છે. જેની નિમણુંક, બદલી જે તે રાજકીય પક્ષની રાજ્ય સરકાર કરે છે.બે માસથી ત્રણ માસની પોલીસ  કસ્ટડીમાં પેલા  ગુનેગાર ની શી દશા  થશે! તાજેતરના  અખબારી સમાચાર  પ્રમાણે દેશના 28 રાજ્યોમાં  ગુજરાતમાં "પોલીસ કસ્ટડીમાં " મૃત્યુ પામનારની સંખ્યા સૌથી  વધારે  હતી.  

  1.  " દેશની સાર્વભૌમત્વ,અખંડતા અને એકતા વિરુદ્ધ ગુનાહિત ગેરમાહિતી  ફેલાવી તે  મારા તમારા  માટે  ડીએસપી  નક્કી  કરશે અને પછી 60 કે 90 દિવસ માટે જામીન સિવાય, કોર્ટમાં  રજૂ કર્યા સિવાય પુરી રાખી શકશે.

  2. રાષ્ટ્ર દ્રોહ ને બદલે  હવે સાહેબે સદર બિલમાં' દેશદ્રોહ  શબ્દ પસંદ કર્યો છે. પણ દેશદ્રોહ કોને કહેવાય તેની વ્યાખ્યા  કરી નથી.                    

  3. સંગઠિત ગુન્હો (organised crime and terrorist act)માં  કોઈના ગળામાંથી ચેઇન ખેંચવી, ખિસ્સા કાપવાં અને સિનેમાની ટિકિટોનું  કાળાબજાર કરવું વિ, ને સમાવી લેવામાં આવ્યા   છે. " કહિપે નજર ઓર કહિપે નિશાના ".

  4. ડીએસપીએ કોઈ ગુનાને આતંકવાદી  ગુનો ગણવો કે પછી યુએપીએ (બિનજામીનપાત્ર ) હેઠળ  કેસ નોંધવો તેની કોઈ સ્પષ્ટ  જોગવાઈ  પણ નવા બિલમાં કરવામાં આવી નથી.( It is a curious provision without any real guidance on the basis on which the officer would make this decision.)

  5. ક્રિમિનલ ન્યાય વ્યવસ્થામાં પ્રમાણિકતા અને ઝડપ વધે માટે પોલીસ ઓફિસોમાં  સી સી ટીવી કેમેરા અને ઓડિયો વિઝ્યુઅલ  સગવડો હોવી કાયદાકીય રીતે  ફરજીયાત બનાવશે.(!).ફોરેન્સિક નિષ્ણતો પણ હશે.

  6. વર્તમાન ફોજદારી ન્યાયિક વ્યવસ્થા સુધારવા  નવા બિલોમાં' કોઈ જોગવાઈઓ નથી.

  7. આવા બધા બીલો પસાર કરવા વિરોધ પક્ષ અને તેના સભ્યો ની હાજરી  કેવી રીતે  ચાલે?

  8. સત્તાપક્ષે કાયદો ઘડવાની સત્તા અને  કાયદાનું બંધારણીય અર્થઘટન કરવા ની સત્તા પોતાનામાંજ  આમેજ કરી લીધી છે.વર્તમાન સત્તાધીશોએ રાજ્ય ના તમામ એકમો કે અંગોનું  બેલગામ કેન્દ્રીકરણ કરી નાખ્યું છે.

       (સૌ .ઇન્ડિયન એક્સપ્રેસ).




      



--

Monday, December 25, 2023

13મી ડિસેમ્બર 2023- સંસદમાં સલામતી ભંગ


13મી ડિસેમ્બર 2023- સંસદમાં સલામતી ભંગ અને -

  1. 13મી ડિસેમ્બરે આશરે એક વાગે લોકસભામાં બે યુવાનો નામે એક સાગર શર્મા( ઉ.વ. 25)મૂળ લખનોના(યુપી રાજ્ય) અને બીજા મનોરંજન ડી.( ઉ વ.33)માયસોર (કર્ણાટકરાજ્ય)પ્રેક્ષક ગેલેરીમાંથી સંસદ ભવનમાં કૂદી પડયા . તરતજ  તેઓએ સૂત્રો પોકાર્યા- " मोदी सरकार तेरी तानाशाही नहीं चलेगी ". બન્ને  એ પોતાના બૂટમાં' સંતાડેલ સ્મોક કેન્સ્ટર ખોલીને પીળો ગેસ બહાર કાઢયો. સંસદમાં થોડાક સમય માટે હાજર સભ્યોમાં ગભરાહટ અને ભય ફેલાઈ ગયો. બન્ને  થોડીક મિનિટોમાં જ પકડાઈ ગયા.કોઈપણ સંસદ સભ્યને કોઈ ઇજા  થઇ  ન હતી. સદર સમયે મોદીજી અને અમિત શાહ સંસદમાં હાજર હતા નહીં.

  2.  સંસદભવન બહાર તેમના બે સાથીદારો એક નીલમબેન આઝાદ ( ઉ વ 37) ગામનું નામ જિન્દ -હરિયાણા રાજ્ય અને અમોલ શિંદે (ઉ વ 25) લાતુર મહારારાષ્ટ્ રાજ્યના બૂટમાં ગેસ  કાઢતા  પકડાઈ ગયા. 

  3. પોલીસ તંત્રએ UAPA(બિનજામીનપાત્ર) કલમ ઉપરાંત અન્ય ફોજદારી કલમો લગાવી  તે બધાની અટકાયત  કરી. સંસદની સલામતી ભંગ અંગે પોલીસ તંત્રએ તપાસ સમિતિની રચના કરી છે. 

  4. સંસદ ભવનની પ્રેક્ષક ગેલેરીમાં દાખલ  થવાની( વિઝીટર પાસ) પરવાનગી બીજેપીના માયસોર ( કર્ણાટક)રાજ્યના સંસદ સભ્ય પ્રતાપ સિન્હાએ  આપી હતી.  

  5. આ કૃત્યમાં સામેલ ચારેય (3 યુવાનો અને એક યુવતી) અંગેની આધારભૂત  માહિતી મળેલ છે.ટૂંકમાં તે નીચે  મુજબ છે. તે બધા  દેશ વિરોધી દેશની અંદરના કે બહારના  કોઈ સંગઠન સાથે  જોડાયેલા નથી.

  6. મનોરંજનદાસ (33વર્ષ માયસોર) -તેના પિતા દેવરાજભાઇ એ પોલીસ સમક્ષ જણાવ્યું  હતું કે મારો દીકરો  ખોટું કરે જ નહીં. ખોટું  કરે તો તે મારો દીકરો જ ન હોય! તે વિદ્યાર્થી કાળમાં તે વિદ્યાર્થી યુનિયનનો નેતા હતો. તે દિલ્હીમાં  છે તેની મને ખબર જ ન હતી. એન્જીન્યરીંગ ગ્રેજ્યુએટ, બંગ્લોરની આઈટી ફર્મ માં નોકરી કરતો હતો. આ નોકરી દરમ્યાન તે દિલ્હી -બંગ્લોર વચ્ચે આવનજાવન  કરતો હતો.  બેકાર થવાથી પોતાના પિતા સાથે ખેતરમાં મજૂરી કામ કરી મદદ કરતો હતો.તે અપરણિત  છે. મારો દીકરો ખુબજ ચોપડીયો વાંચતો હતો. તેણે સ્વામી વિવેકાનંદ પર પણ ઘણું વાંચ્યું  છે. તેનો રાજકીય ઝુકાવ કઈ વિચારસરણી પર છે  તે મને ખબર નથી.

  7.  અમોલ શિંદે(25 વર્ષ લાતુર -મહારાષ્ટ્) લશ્કરી ભરતીમાં નપાસ થયો હતો. તેની માતા પોલીસ સમક્ષ કહે છે કે આ નિષ્ફ્ળતાથી મારો દીકરો અમોલ માનસિક રીતે ખુબજ હતાશ અને નાસીપાસ થઈ તેના દિવસો પસાર કરતો હતો. મારા શિક્ષણનો શું  હેતુ જો મને જોબ જ ન મળવાની હોય તો? હવે તો મારી ઉંમરની વયમયાર્દા અગ્નિવીર માટે પણ લાયક નથી.અમોલનાં ગામના  લોકો કહે છે કે તેનું આખું  કુટુંબ દાઢિયે ખેતમજૂર તરીકે  જીવન જીવે છે.અમોલ તેના ચાર ભાઈબહેનોમાં સૌથી નાનો છે. 

  8.  નીલમબેન આઝાદ (37 વર્ષ જિંદ હરિયાણા ) શિક્ષિકાની નોકરીમાંથી રુક્ષદ મળતાં બેકાર બની હતી.નીલમે કિસાન અંદોલન, મહિલા પહેલવાનોના આંદોલનમાં  પણ ભાગ લીધો હતો. તેણીના માતા પોલીસને જુબાનીમાં કહે છે કે અમારું કુટુંબ પૈસાદાર  કે આર્થિક રીતે સમૃદ્ધ કુટુંબ નથી.મારી દીકરી નીલમે  એમ એ,એમ એડ,એમ ફીલ અને નેશનલ એલીજીબીટી ટેસ્ટ પણ પાસ કરેલ છે.નીલમ ફરિયાદ કરતી હતી કે " હૈ! મા! તમે  બધાએ  મને બહુ ભણાવી છે.તેમ છતાં  મને નોકરી મળતી નથી. મારે તો હવે મરી જવું છે.નીલમના પિતાજી કુંભાર  જાતિના છે. મીઠાઈ બનાવીને વેચવાનો ધંધો કરે છે. તેણીના ભાઇઓ છૂટક દૂધ વેચવાનો ધંધો  કરે છે. મારી નીલમ, બાબા સાહેબ આંબેડકર અને ભગતસિંહ ના વિચારોથી ખુબજ પ્રભાવિત હતી.

  9. સાગર શર્મા લખનૌ  રહીશ છે. બે માસથી ઈ-રીક્ષા ચાલાક છે. પહેલાં  બંગ્લોરમાં  આઈ ટી ફર્મમાં જોબ કરતો હતો. તેનો મિત્ર વિવેક જૈશવાલ જણાવે છે કે તે  ભગતસિંગ ના વિચારો અને કાર્યોથી ઘણો પ્રભાવિત હતો.

છેલ્લા એક વર્ષથી મોબાઈલ વી. એપ્સની મદદથી ચારેય એક બીજાના સંપર્કમાં હતા.અને સદર કામની  વહેંચણી  કરી હતી. ફેસબુક પર તેમના ગૃપનું નામ      "ભગત સિંગ ફેન પેજ" રાખ્યું  હતું. તે બધાને કોઈ સંબંધ કોઈ રાજકીય પક્ષ કે ટેરરિસ્ટ સંગઠન સાથે ન હતો. તેમના સદર કૃત્ય પાછળ ફક્ત ફક્ત યુવા- બેકારો ની નિરાશા,હતાશા સિવાય કઈ  નથી.

દેશના ગૃહ પ્રધાન અમિત શાહનું  " મોદી સરકારની દશ વર્ષની યુવા-બેકારીની સમસ્યા  ઉકેલવાને  બદલે"  દિલ્હી  પોલીસના સહકારથી  ક્યાં મગજ દોડે છે  તે થોડા સમય માં ખબર  પડશે.

  ( સૌ.Indian Express).

    

     



--

Friday, December 22, 2023

જર્મનીના હિટલરે પોતાની સંસદ ભસ્મીભૂત કરાવી દીધા પછી 1933થી 1945 સુધી અબાધિત સત્તા ભોગવીને દેશ અને દુનિયાને પણ આખરે ભસ્મીભૂત કરી.




જર્મનીના હિટલરે પોતાની સંસદ ભસ્મીભૂત કરાવી દીધા પછી 1933થી 1945 સુધી અબાધિત સત્તા ભોગવીને દેશ અને દુનિયાને પણ આખરે ભસ્મીભૂત કરી.


જર્મનીના હિટલરે પોતાની નાઝી પાર્ટીની  સાથે ભેગા થઈને 27મી ફેબ્રુઆરી સને 1933 પોતાના દેશની પાર્લામેન્ટ  સળગાવી દીધી  હતી. દેશ અને દુનિયા સમક્ષ જાહેર કર્યું  હતું કે " સામ્યવાદી પક્ષે" કાવતરું  કરીને  આ કૃત્ય  કર્યું  હતું. સંસદમાં લઘુમતીમાં હોવા છતાં રાષ્ટ્ર પ્રમુખ પાસે બીજે જ દિવસે નીચે  મુજબના  કટોકટીના ફરમાનો જાહેર કરીને સને 1945 સુધી બેલગામ સત્તા  ભોગવીને પોતાના દેશના અને દુનિયાના કુલ ચાર કરોડ કરતાં વધારે નાગરિકોનો નરસંહાર કર્યો કે કરાવ્યો હતો.

કટોકટી જાહેર કરી નીચે મુજબની સત્તા પોતે અને નાઝી પાર્ટીએ મેળવી લીધી હતી.


(1)બીજા જ દિવસથી દેશના તમામ નાગરિકોને સમૂહમાં એકત્ર થઈને સભા-સરઘસ ભરવાનો અધિકાર,અભિવ્યક્તિની આઝાદી, અખબારી આઝાદી અને તમામ નાગરિકના બંધારણીય અધિકારો હિટલરના અંત સધી સને 1945 બેલગામ ચાલુ રહ્યા હતા.

(2)  નાઝી પાર્ટી સિવાયની જર્મનીની તમામ રાજકીય પાર્ટીઓ અને તેના નેતાઓને કોઈપણ કાયદાકાનૂન ભંગ સિવાય પણ અટકાયત કરવાનો,જેલમાં ગોંધી રાખવા, વિરોધી રાજકીય પાર્ટીઓની મિલ્કતો જપ્ત કરવી,તેમની સંસ્થાઓને બરખાસ્ત કરી દેવી, સત્તાને માન્ય ગમે તે નાગરિકની  માલ- મિલ્કત " રાષ્ટ્ર હિતમાં' જપ્ત કરી દેવા ની સત્તા.

(3) હિટલરની હકૂમતને દેશના કોઈપણ સ્થાનિક સરકારો,રાજ્યો સરકારોના કાયદાઓને નામંજૂર કે રદબાતલ  કરી શકે છે. અને તમામ નાગરિકોના કુદરતી અધિકારો સત્તા ઈચ્છે ત્યાં સુધી મુલતવી રાખી શકે છે.

અબાધિત સત્તા ઝૂંટવી લીધા પછીના 24કલાકમાં દેશ વ્યાપી 4000 રાજકીય વિરોધીઓને જેલમાં પૂરીને અમાનુષી શારીરિક સિતમ ગુજારવા માંડયો અને સંસદમાં ચૂંટાયેલા સામ્યવાદી પક્ષના 85 સભ્યોને નિષ્કાશીત કરી દીધા.વિરોધ પક્ષ વિનાની સંસદ નાઝી પક્ષના સભ્યો માટે બેલે ડાન્સ કરવાનો ભવ્ય રૂમ  બની ગયો.


 સત્તા નામે જુલ્મી  હોય છે અબાધિત સત્તા અબાધિત જુલ્મી  બની શકે છે.હવે પછીના લેખમાં ભારતીય સંસદના તાજેતરના બનાવ અંગે.

ફોટાઓ -(1) જર્મન ભસ્મીભૂત થયેલી સંસદનો ફોટો (2) આ બાબરી મસ્જિદ નથી પણ જર્મન સંસદનો ગુંબજ છે. (3) ભસ્મીભૂત સંસદની મુલકતે હિટલર, જોસેફ ગોબેલ્સ વી સાથીઓ સાથે.પોતાનો જમણો હાથ બેન્ચ પર મુકેલ છે તે હિટલર છે.



--

Tuesday, December 19, 2023

ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ “ની રાજ્યના સંચાલનમાં તમામ વહીવટી હકુમત નાબૂદ કરો “

" ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ "ની રાજ્યના સંચાલનમાં તમામ વહીવટી હકુમત  નાબૂદ કરો "
ઇંગ્લેન્ડની પાર્લિયામેન્ટમાં દેશના " ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ"ની રાજ્યના સંચાલનમાં તમામ વહીવટી હકુમત  નાબૂદ કરવા " હાઉસ ઑફ  લોર્ડ્ઝ" (ભારતની રાજ્ય સભા) એક સભ્યે બિલ દાખલ  કર્યું  છે.ઇંગ્લેડ ની નેશનલ સેક્યુલર સોસાયટીએ(દેશની ધર્મનિરપેક્ષ સંસ્થા)તેને ટેકો આપ્યો છે. સદર બિલ હાઉસ ઓફ લોર્ડઝ માં એક ઉદારમતવાદી સભ્ય પોલ શ્રીવેનને તારીખ 6ડિસેંબરે દાખલ કર્યું છે.બિલમાં રજૂ કરેલ મુદ્દા નીચે  મુજબના છે.
ઈંગ્લેંડ લોકશાહી  દેશ હોવા  છતાં તેને  ટેક્નિકલી એક ધાર્મિક રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. કારણકે ઈંગ્લેન્ડના રાજાને " ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ"નો સર્વોચ્ચ સંચાલક અને ખ્રિસ્તી શ્રદ્ધા ના સંરક્ષક નો ઈલ્કાબ આપવામાં આવ્યો છે.રાજાના રાજ્યાભિષેક સમયે રાજાને  ચર્ચના સંરક્ષક તરીકેના પણ સૌગંધ બાઇબલની સાક્ષીએ લેવડાવવામાં આવે છે. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ તરફથી  હાઉસ ઑફ લોર્ડ્સમાં 26 સભ્યોની તમામ હક્ક સાથે માનદ નિમણુંક કરવામાં  આવે છે.આ હકીકત અને શિરશ્તો 21મી સદીમાં તો બિલકુલ નીચે જણાવેલ કારણોસર અસ્વીકાર્ય  છે .
દેશના જાહેર જીવનમાંથી ચર્ચનું મહત્વ નહિવત જ રહી ગયું છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ની મોટાભાગની વસ્તી ખ્રિસ્તી ધર્મ પાળતી  જ નથી. જયારે  સ્કોટલેન્ડમાં કોઈ  દેશ વ્યાપી ધર્મ  જ નથી. સને  2019ના ઘી બ્રિટિશ સોસીઅલ ઍટિટ્યુડ્સ સર્વે  મુજબ 18 થી 24 વર્ષના  ફક્ત 1ટકા(એક ટકા) યુવાનો જણાવે છે કે તે "ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ" ના અનુયાઇ  છે.સદર ચર્ચનો  પોતાનો આંકડાકીય સર્વે  કબૂલ કરે છે કે 1 ટકા થી પણ ઓછી  દેશની વસ્તી  રવિવારે ચર્ચ માં જાય છે.  
બ્રિટનની સંસદમાં આવેલ  સજાતીય લગ્નોને  કાયદેસર  જાહેર કરવાનો વિરોધ કર્યો હતો. સદર ચર્ચની હકુમત સ્ત્રી ઓ ને પાદરી દરજ્જો આપવા તૈયાર નથી.ચર્ચનું સંચાલન"પુરુષ પ્રધાન"            છે. દેશના રાજકારણમાં ચર્ચના બિશપોની દખલગીરી  બંધ કરવા સમંત નથી. દેશના ચર્ચો ની તમામ દેશ વ્યાપી  શાખાઓમાં મોટાપાયા પર થતા બાળકોના જાતીય શોષણને અટકાવવા કોઈ પગલાં લેતા નથી. દેખાવ કરવા લેવામાં આવેલાં તમામ પગલાં નિષ્ફ્ળ નીવડ્યાં છે.  
   Lord Scriven: "We need to reflect Britain as it is today, not what it was back in the 1500s.". અમારે કાલગ્રસ્ત  થઈ ગયેલ બ્રિટનની  જરૂર બિલકુલ નથી. ચર્ચ ઓફ  ઇંગ્લેન્ડ  તરફથી આપવામાં આપતા પેલા 26 લોર્ડઝના સભ્ય પદથી માંડીને તમામ  હક્કો નેસ્તનાબૂદ કરી નાખો. આ બધા વિશિષ્ટ અધિકારો અમને અસ્વીકાર્ય છે.
લોર્ડ શ્રીવનના બિલના ટેકામાં ઇંગ્લેન્ડની " નેશનલ સેક્યુલર સોસાયટીના વડા સ્ટિફેન ઇવાન્સ  જણાવે છે કે અમારો દેશ તો વિવિધ ધર્મો  સાથે  21મી સદીમાં તમામ નાગરિકોનો વિકાસ કરતો  ધર્મનિરપેક્ષ અથવા "સેક્યુલર" લોકશાહી મૂલ્યોને સમર્પિત દેશ છે. જેમાં  ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનું સ્થાન જ  નથી.અમારા દેશના તમામ નાગરિકો સમાન છે. તેથી  કોઈ બે નાગરિકો વચ્ચે અસમાનતા કાયદેસર રીતે વર્જ્ય છે.  
ભારત દેશના અમારા સાહેબ જે " રામ મંદિરના ઉદ્ઘાટન " નો મોટો મુગટ પહેરીને પોતાની સને  2024ની ઝોળી  ભરવા  હાલી નીકળવાના છે  તેનો કોઈ તો સમજાવો કે  આ 2023-24ની સાલ ચાલે છે! રામાયણનો  યુગ તો તુલસીદાસે આશરે  પાંચ હજાર વર્ષ પહેલાં પૂરો કરી દીધી હતો.
તા.ક , એક ફોટો ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ અને બીજો ફોટો હાઉસ ઓફ લોર્ડ્સનો લાઈવ બિલ રજૂ કરતા સમયનો છે.






.


--

Wednesday, December 13, 2023

લોકશાહીની જૂની વ્યાખ્યા -


 લોકશાહીની જૂની વ્યાખ્યા - લોકશાહી એટલે - લોકો માટે, લોકો દ્વારા અને લોકોની ( અબ્રેહામ લિંકન ).

તાજેતરની પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ પછી-

લોકશાહીની નવી વ્યાખ્યા- લોકશાહી એટલે- મોદી માટે,મોદી દ્વારા અને મોદીની લોકશાહી.

" Power corrupts, Absolute power corrupts absolutely." ( Lord Action- British Jurist)

સત્તા નામે ભ્રષ્ટાચારી હોય છે. સંપૂર્ણ સત્તા સંપૂર્ણ ભ્રષ્ટાચારી બને છે.




--

Monday, December 11, 2023

શું ભારત સરકાર ડ્રગ માફિયા( Drug Mafia), શસ્ત્રોના સોદાગર અને કોન્ટ્રાકટ કીલર્સનો ઉપયોગ કરે છે?


        શું ભારત સરકાર ડ્રગ માફિયા( Drug Mafia), શસ્ત્રોના સોદાગર અને કોન્ટ્રાકટ કીલર્સનો ઉપયોગ કરે છે?

  1. છેલ્લા છ માસમાં આપણી સરકાર તરફથી કેનેડા અને અમેરિકામાં ખાલીસ્થાન ચળવળ સાથે જોડાયેલા બે શીખોને મારી નાખવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો તે માહિતી આધારભૂત રીતે બહાર આવી છે. જુન 2023 માં કેનેડાના એક પ્રાંત બ્રિટિશ કોલમ્બામાં સરે નામના શહેરમાં હરદીપ સિંગ નિજજર ની હત્યા કરી નાખવામાં આવી હતી. તેની  હત્યા માટે કેનેડાના પ્રધાનમંત્રી  એ ભારત સરકાર સામે સખત વિરોધ નંધાયો હતો. એકબીજા દેશોમાંથી પોતાના ડિપ્લોમેટ પાછા બોલાવી દીધા હતા. કેનેડા સરકારનું કહેવું હતું કે અમને સદર માહિતી અમેરિકાના જાસુસી તંત્ર તરફથી મળી છે. અમારી પાસે તેના પુરાવા છે.

  2.  હજુ આ બનાવ બને ઝાઝો સમય થયો નથી અને નવેમ્બર માસના છેલ્લા અઠવાડિયામાં અમેરિકાના ન્યુયોર્ક શહેરની મેનહટન કોર્ટમાં ભારત સરકાર તરફથી કોન્ટ્રાક્ટ કીલિંગ  માટે નિયુક્ત  થયેલા ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાની  ધરપકડ કરીને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે બીજા એક ભારત સરકારના અધિકારી જેનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે " c c-1" છે.તેનું પણ ગુનામાં મદદ કરવા માટે એફઆઇઆર માં નામ દાખલ કરેલું છે.

  3. નિખિલ ગુપ્તા સામે કચ્છના મુદ્રા બંદરે નશીલી દવાઓ તથા ગેરકાયદેસર શસ્ત્રો ની હેરાફેરી કરવાના કેસો ગુજરાતમાં દાખલ થયેલા છે. ભારત સરકારને પુરી માહિતી  છે કે સદર ગુપ્તા આવા ધંધામાં  રોકાયેલી આંતરરાષ્ટ્રીય માફિયા ગૅંગનો એક્ટિવ સભ્ય જ નહીં પણ રિંગ લીડર છે. ગુરપતસિંગ પન્નુને  મારી નાંખવા ભારત સરકારે નિખિલ ગુપ્તા દ્વારા કુલ 1,15000$ ની સોપારી  નક્કી કરી હતી. તેમાંથી 15000$  સોપારી લેનારને એડવાન્સ પેમેન્ટ તરીકે ચૂકવી દેવામાં આવ્યા હતા.

  4.    મઝાની હકીકત એવી બની કે એન ગુપ્તા પાસેથી  સોપારી લેનાર અમેરિકાની સર્વોચ્ચ જાસૂસી સંસ્થા ફેડરલ બ્યુરો ઇન્વેસ્ટિગેશન(FBI)નો આયોજન મુજબ નો અધિકારી હતો.

  5. આવું ભારત દેશનું " રાષ્ટ્ર હિત "નું  કામ કરવા નિખિલ ગુપ્તા સામેના ગુજરાતના  કેસો  રફેદફે  કરી દેવાની  ફોન પર બાંહેધરી આપનાર  ગુજરાતના  ઉચ્ચ પોલીસ અધિકારીના  ફોનની તમામ માહિતી અમેરિકન જાસૂસી સંસ્થાએ  ટેપ કરી લીધી છે. ન્યુયોર્કની મેઇનહટન કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી દીધી છે. સદર કોર્ટમાં દિલ્હીની કેન્દ્ સરકારના  અધિકારીનું નામ હાલપૂરતું  " c-c-1" રાખેલ છે.

  6. સદર કોર્ટમાં કેસ દાખલ કરતાં  પહેલાં અમેરિકન  જાસૂસી સંસ્થાએ(CIA)ઝેકોસ્લેવેકિયાના પાટનગર પ્રાગમાં (PRAGUE)થી નિખિલ ગુપ્તાની  ધરપકડ કરીને  ન્યુયોર્કની જેલમાં પુરી દીધો છે. ગેરકાયદેસર શસ્ત્રો ની હેરાફેરી કરવા પ્રાગ આવ્યા હતા.

  7.   અમેરિકન પ્રમુખ બાયડન અને કેનેડાના વડાપ્રધાન Trudo, મોદી સાહેબને જી-20 પરિષદમાં  તા. 9- 10 સપ્ટેમ્બરના રોજ  સદર પ્રકરણના બધા જ પુરાવા સાથે "DOSSIER" આપ્યા હતા.

  8. Nikhil Gupta has been charged with murder-for-hire and conspiracy to commit murder for-hire.  Each count carries a maximum statutory penalty of 10 years in prison.

  9. ભારત સરકાર ની એજન્સી નો કર્મચારી CC-1ની  તમામ વિગતો પણ અમેરિકાના જાસૂસી સંસ્થા  પાસે છે. જે મોદી સાહેબને પુરી પાડવામાં' આવી હતી. નિખિલ ગુપ્તાને  પેલા કેન્દ્વ સરકારના અધિકારીએ અમેરિકામાં પન્નૂમ "મર્ડર" કરવા May 2023 સોપારી  આપી હતી.આજ અધિકારીએ  ગુપ્તાને તેના નશીલી દવા વી ના કેસોમાં આ પ્રમાણે  બાંહેધરી  આપી હતી. 

  10. In or about May 2023, the Indian official "recruited Gupta to orchestrate the assassination" of Pannun in the US, the indictment said. It added that the official assured Gupta that "your Gujarat (case) had been "taken care of" and "nobody will ever bother you again". He further offered to arrange a meeting between Gupta and a "DCP" (Deputy Commissioner of Police). 

  11.   ભારત સરકારે નિખિલ ગુપ્તાની ખાસ  બે લાયકાતો એક આંતર રાષ્ટ્રીય  નશીલી  દવાઓ તથા બે,ગેરકાયદેસર હથિયારોની  હેરાફેરી  કરવાના ધંધામાં  નિપુણતા હતી તેને આધારે પન્નુના "મર્ડર" કરવા  સોપારી આપી હતી.  . The Indian official "agreed in dealings brokered by Gupta to pay the undercover officer USD 100,000to murder " Pannun. The indictment said, "On or about June 2, 2023", the Indian official messaged Gupta, asking for "any update" on the murder plot, stating  " it's important and less time."

  (12)   Gupta responded that he expected to have an update the following day. The next day, on or about June 3, 2023, Gupta spoke with the confidential source by audio call, and urged him to have his associates carry out the murder soon, stating: "finish him brother,finish him, don't take too much time ... push these guys, push these guys…finish…the job." 

આ  અઠવાડિયામાં અમેરિકન જાસૂસી સંસ્થાના વડા ભારત આવશે. ( સૌ -Indian Express.)


--

સુબાઓ રાજાઓ સામે બળવો કરે તો?

સુબાઓ રાજાઓ સામે બળવો કરે તો?

એક  પાયાનો  પ્રશ્ન . સુબાઓ વિના રાજાનું અસ્તિત્વ ક્યાં સુધી? અને રાજા વિના સુબાગીરી  ક્યાં સુધી ચાલે ? જે દિવસે  સુબાઓને અહેસાસ થાય કે રાજા પોતાની  સત્તા જે રીતે  પાટનગરમાં ચલાવે છે તેવી જ રીત-રસમો અજમાવીને પોતાના અધિકૃત રાજ્ય માં પણ સુબાગીરી  ચલાવી શકાય તો પછી રાજાને સાલિયાણું શું  કરવા આપવાનું? 

અમારો  રાજા એક દિવસ સત્તાના ઉન્માદમાં બોલી ગયો માઉસ થી ક્લિક કરોરાજ્યના વડીલ સુબાને કાળજી પૂર્વક " માર્ગદર્શક મંડળ" માં મૂકી દીધો . પછી તો  તે જ્યાં ગયો ત્યાં " માર્ગદર્શક મંડળ"ની એકાન્તવાસની  કોટડી (જેલ) જોડે લઈને ગયો. અને એક પછી એક પોતાના વડીલો ને જ પેલા "માર્ગદર્શક મંડળ"ના સભ્યો બનાવતો ગયો. ઇતિહાસ પુરુષ કમ યુગપુરુષ બનવા માટે  વિધાતાએ મુકરર કર્યો હોય તો પછી રાહ કેવી રીતે જોવાય ! વડીલ સાથીઓની "ઉપરની ટિકીટ " ક્યારે  આવે ત્યાં સુધી ધીરજ રાખવી એ કઈ બલાનું નામ છે?

અરે! લેખક સાહેબ  તમે  ઉપરનું અગડમબગડમ શું  લખ્યા  કરો છો ? માનસિક અવસ્થાની કઈ સ્થિતિમાં તમે  પહોંચી ગયા છો ? કેમ? અરે ? આપણો દેશ તો લોકશાહી  દેશ છે. તેના આભૂષણો જેવા કે " Mother of Democracy" " વિશ્વગુરુ" ( દુનિયાને દૂરથી દેખાડવા માટેની દીવાદાંડી) " કેટલા ટ્રિલિયન ની  ઈકોનોમી " વિગેરે થી દેશનો દિલ્હી દરબાર સુશોભિત  છે.

 તમને  માહિતી છે કે નહીં, હમણાં અમારા રાજા! સોરી પ્રજા સેવક  પાંચ રાજ્યોના  સૂબાઓના પેટા સૂબાઓ " બહુમતી લોકમતોથી" નક્કી  કરીને " હાશ " લઈને બેઠા છે. તેમને તો  ખુબ જ ઉતાવળ છે  "રામ રાજ્ય " સ્થાપવાની ! તેમની પાછળ "લવ કુશ" નથી . એ પેલા  નવા સુબાઓને  બરાબર ખબર પડી ગઈ છે.

   ત્રીજી ડિસેમ્બરથી આજે બારમી  ડિસેમ્બર થઇ. પેલા રાજ્યો ના વડીલ  સુબાઓએ તો અમારા રામની રામાયણ જ કરી નાંખી  છે! તમને તે બધા નું  કાવતરું " સાજીશ " શું  છે  તે ખબર છે? તે બધા ને "સાહેબ" ને  "પેલા "માર્ગદર્શક" મંડળ ના ચેરમેન બનાવવા નથી  પણ મહાભારતના  યુધિષ્ટિર માફક ઉત્તરાંચલ ની કેદારનાથની ગુફાની આગળ હિમાલયના પ્રવાશે  કાયમ માટે  " No return Ticket" સાથે  મોકલી દેવા છે!

દેશના ઇતિહાસમાં ઔરંઝેબની રાજાશાહી હોય કે પછી દશરથ રાજાની મ્હેલીની ગરબડ હોય કે પછી કૌરવ-પાંડવ ની સત્તાની  સાઠમારી  હોય  કે પછી વર્તમાન ઇતિહાસ પુરુષ  હોય!  ભારત દેશના લોકોના લલાટે શું ફક્ત માલિકોનું જ બદલવાનું લખ્યું છે?        




 



--

Friday, December 1, 2023

BAPS મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી બળવો કરીને સને 1907માં છૂટુ પડેલું ધાર્મિક એકમ છે.

લેખ-8


(1) BAPS મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી બળવો કરીને સને
1907માં છૂટુ પડેલું ધાર્મિક એકમ છે. તેના સ્થાપક "શ્રીજી મહારાજ "નું
મૂળનામ યજ્ઞ પુરુષદાસ હતું.સહજાનંદ સ્વામીએ સ્થાપેલી વડતાલની ગાદી
સામે બળવો કરીને,ઇસણાવના મંદિરનો વહીવટ -પ્રત્યક્ષ કબ્જો લેવા
કોર્ટદ્રારા નિષ્ફ્ળ જવાથી BAPS ની સ્થાપના કરી હતી .
(2) સહજાનંદ સ્વામીની પૂજા-અર્ચના અને ભગવાન તરીકે અબાધિત રીતે
હકુમત સ્વીકારવાનું કેન્દ્ર સ્થાને રાખીને (A state within a
state)BAPSવાળાઓએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક રજવાડું ઉભું
કરી દીધું.એકસો વર્ષના સમયગાળામાં મૂળ સંસ્થાને હડસેલી દઈને BAPS
જ એટલે "સ્વામિનારાયણ સંપ્રદાય" તરીકે પેટન્ટ બધા હક્કો -અધિકારો બે
લગામ ભોગવતું દેશ-પરદેશમાં થઈ ગયું.
(3) BAPSનું રજવાડું મૂળ રાજ્ય કરતાં ભક્તો માટે જુદું છે. "તરત દાન
અને મહા પુન્ય" અપાવનારું છે તે માટે દેખાડો કરવા નાની મોટા વિધિ-
વિધાનો જુદા કરી દીધા.જો સહજાનંદજી 'સવોચ્ચ ભગવાન' હોય અને
BAPS સ્વામી 'પ્રગટ બ્રહ્મસ્વરુપ' હોય તો પોતાના નિજી હિતોના
મતભેદો ઉકેલવા બોરસદની સામાન્ય કોર્ટનો આશરો શા માટે લેવો પડે
?પાનું -33.
(4) યજ્ઞપરુષોત્તમદાસને અમારા સંપ્રદાયના સાધુ તરીકે માની શકાય નહી
કારણકે તેમને વડતાલ કે અમદાવાદની ગાદીએ દીક્ષા આપેલી જ

નથી.પાનું-33. તો પછી BAPSના પ્રમુખ સ્વામી સુધી ફેલાયેલા ઝાડ-
પાન - વેલા-ડાળીઓનું શું ?
(5) બોચાસણમાં અક્ષરપુરષોત્તમનું મંદિર બાધ્યું છે, અક્ષર એટલે
ગુણાતીતનંદ સ્વામી અનેપુરષોત્તમ એટલે શ્રીજી મહારાજ,(સહજાનંદ
સ્વામિ) એમ બોચાસણવાસી કહે છે. અમારા વડતાલ સંપ્રદાયમાં 'શ્રીકૃષ્ણ
દેવં શરણમ એવો મંત્ર આપવામાં આવેછે, જ્યારે બોચાસણવાળા
'શ્રીસ્વામી નાથ શરણમ' એવો મંત્ર આપે છે. સ્વામિનારાયણ ભગવાન
"ગો-લોક" માં રહે,બોચાસણ વાળના ભગવાન "અક્ષરધામ" માં રહે અને
પેલા વૈષ્ણવ પુષ્ટિ માર્ગીઓના ભગવાન વૈકુંઠ માં' બિરાજે છે. ! (દુનિયા
ઝૂકતી હૈ ઝૂકાનેવાલા ચાહીએ.) પાનું-38-39.
(6) ટૂંકમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ એક ધાર્મિક વિચારપઘ્ધતિ નથી
. જુદા જુદા ફાંટાઓ પોતાને અનકુૂળ હોય તે રીતે ચાલેછે.તિલક-ચાંદલા
સિવાય કંઈ સરખાપણું નથી. સહજાનંદ રચિત શિક્ષાપત્રીમાં શ્લોક- 25/
62/ 108/ 109/ 111-115 માંકૃષ્ણની ભક્તિ કરવા કહે છે. જ્યારે પ્રા-
વાદી -BAPS શ્રીકૃષ્ણને પોતાના ઈષ્ટદેવ તરીકે ગણતા નથી. પાનું-44-
57
(7) બોચાસણ મંદિર સ્વામિનારાયણ સંપ્રાદયનું મંદિર નથી. ઈષ્ટદેવ શ્રી
કૃષ્ણને મુખ્ય સ્થાનમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.અને તેમને
અક્ષરપુરષોત્તમ પછીનું સ્થાન આપવામાં આવ્યું છે.પાનું-63.
(8) BAPS સંસ્થાના સ્થાપક યજ્ઞ પુરુષોત્તમદાસ ઉપર 6નવેમ્બર
1940ના રોજ બોરસદ કોર્ટના જજ સાહેબની ચુકાદામાં નોંધ -જુદા
મંદિરો બંધાયા છે,સિદ્ધાંતો બદલ્યા છે,પોતેજ આચાર્ય બની બેઠા
છે,પોતાના નામે દાન,ધર્માદો ભેગો કરે છે,સહજાનંદ સ્વામીની નકલ કરે છે,

સાધુઓને દીક્ષા આપે છે. માલમિલ્કત ધરાવે છે. BAPS પોતે જ
સ્વામિનારાયણ પંથ બની જાય તે દિશામાં આગળ વધી રહ્યો છે.પાનું -
65.
(9)BAPSના સ્થાપક વિરુદ્ધ વડતાલ સંચાલિત તમામ મંદિરો માં
પ્રવેશબંધીના ઠરાવો,અને કોર્ટમાં સુલેહભંગની અરજીઓ. વિધિની વક્રતા
તો જૂઓ, કોટે જેમને વિમખુ / તડીપાર જાહરે કરેલ તે યજ્ઞપુરુષોત્તમદાસ
પ્રગટ બ્રહ્મસ્વરુપ બની ગયા. પાનું-67-70.
(10) સંપ્રદાયો કઈ રીતે શ્રદ્ધાળુ લોકોને છેતરે છે તેમનું ઉત્તમ ઉદાહરણ
સ્વામિનારાયણ સંપ્રદાયના ફાંટાઓ છે. એક કહે છે કે સહજાનંદજી
શ્રીકૃષ્ણનો અવતાર હતા; બીજો કહેછે કે સહજાનંદજી તો કૃષ્ણથી જુદા
અને ઊંચા હતા ! આમાં શ્રદ્ધાળુઓએ શું સમજવું ? BAPS-
યજ્ઞપુરુષોત્તમદાસ હરીફ મંદિરો ઊભા કર્યા તેથી સસંત્સગીઓમાં વિભાજન
થાય તેથી ફાયદો શું થયો? (BAPS વિશ્વના પાંચખંડોમાં હજારો મંદિરોનો
સત્તાધીશ બની ગયો.)પાનું-73-75.
(11) જે રીતે રાજકીય પક્ષોમાં સત્તા માટે સંઘર્ષ હોય છે/ કાવાદાવા હોય
છે; એવી રીતે ધર્મ સંસ્થાઓમાં પણ કાવાદાવા થતા હોય છે! એટલા માટે
દુનિયાનો કોઈ ધર્મ કે સંપ્રદાય એવો નથી જેમાં તડા ન હોય, ફાંટા ન
હોય.આ સંપ્રદાયમાં પણ અનેક ફાંટાઓ પડી ગયા છે. ભગવાનને
માનનારને ક્યારેય પ્રશ્ન થતો નથી કે સંપ્રદાયના ફાંટાઓ સવોપરી ભગવાન
કેમ અટકાવી શકતા નથી? પાનું-78.
(12) BAPSમાં મૂળ સંપ્રદાયથી આગળ નીકળવાની તીવ્ર ધગશ
હતી.તેથી શાહીબાગ અમદાવાદ ખાતે હેડક્વાટર્સ સ્થાપ્યું.ત્યાંથી સમગ્ર
ગુજરાત / ભારત/ વિશ્વના પોતાના મંદિરોનો વહીવટ થતો રહ્યો.અને તેમાં

એકસૂત્રતા હતી. જૂના સંપ્રદાયની જેમ તેમાં વાડા ન હતા.BAPSમાં એક
જ સ્વામી હોય છે. અગાઉ પ્રમખુ સ્વામી હતા, હાલ મહંતસ્વામી
છે.પાનું-81.
(13) BAPSએ, એક સુત્રતાનો મોટો ફાયદો રાજકીય રીતે ઉઠાવ્યો.આ
પંથ હંમેશા રાજકીય સત્તા સાથે રહ્યો. ગાંધીનગર અને દિલ્હીમાં ભવ્ય
અક્ષરધામનું નિર્માણ કર્યું .જ્યાં મુખ્ય મંત્રી / વડાપ્રધાન/ રાષ્ટ્રપતિ /વિદેશના
વડાપ્રધાન- પ્રમુખને નિમંત્રણ આપી સંબંધો ઊભા કર્યા અને એ સબંધોનો
ઉપયોગ પોતાના
વિકાસ માટે કર્યો. BAPS કોઈ ધર્મ સંસ્થા નહીં પરંતુ રીલાયન્સ
ઈન્ડસ્ટ્રીઝ હોય તે રીતે તેનું વહિવટી માળખું છે, તેના કારણે ત્વરિત નિર્ણયો
થતા અને તેનો અમલ થતો હતો. BAPSએ, અમેરિકાના ન્યૂજર્સીમાં
વિશાળ અક્ષરધામ ઊભી કરી લોકોના ગળે એ વાત ઊતારી દીધી કે
સ્વામિનારાયણ સંપ્રદાય એટલે BAPS-અક્ષર પુરષોત્તમ સંસ્થા.પાનું-81.
(14) મીરાં નંદા નામની લેખિકાએ અંગ્રેજીમાં પુસ્તક લખ્યું છે.પુસ્તકનું
નામ છે " THE GOD MARKET" તેના પાન નંબર 143 પર પ્રમુખ
સ્વામીએ દિલ્હીમાં "અક્ષરધામ "માટેની જમીન ફાળવવા દિલ્હી નગર
નિયમ સંસ્થાના વડા જગમોહન પાસેથી કેવી રીતે કામ લેવાય તેની સૂચના
પોતાના માણસોને નીચે મુજબ આપી હતી. " દિલ્હી તો ફક્ત રાજધાની
નથી.પણતેના પર સ્વામિનારાયણ સંપ્રદાયનો ધ્વજ તો મુગટની માફક ઉંચા
આકાશમાં ફરકવો જ જોઈએ.મા! જમનાજી(યમુનાજી)! બેચેન અને
નિદ્રાહીન બની ગયા છે.યમુનાજીના કિનારે જમીન
ચોક્ક્સ સંપાદિત થશે.મારા ભગવાન દૈવી રસ્તો કાઢશે .સને1999-
2001ની બીજેપીની કેન્દ્ર સરકારમાં જગમોહન શહેરી વિકાસ મંત્રી

બન્યા.યોગી મહારાજે પોતાના અનુયાયીઓને સલાહ આપીકે જગમોહન
સાહેબને 'ગારલેન્ડ ફૂલોના હાર ચઢાવતા રહો તે તમને જમીન ગ્રાન્ટેડ કરી
દેશે. " (Delhi is the throne. the flag [of swaminarayan]
should fly high in Delhi. Now Yamuna is waiting. she
has become restless. With certain surety, land on the
banks of Yamuna ji will be acquired. the Lord will fulfill
this in his divine way.the 'Lord's divine way' led
through Jagmohan who served as the Union Cabinet
Minister for Urban development from 1999 to 2001
under the NDA-government led by the BJP. Yogiji
Maharaj advised his followers to cultivate Jagmohan:
'Garland the saheb, the land will be granted.'
the land was, indeed, granted.) કુલ 100 એકર જમીનમાં
આજે અક્ષરધામ મંદિર ઉભું છે.(સદર માહિતી રજૂ કરનાર બિપિન શ્રોફ )

લેખ-9
સ્વમિનારાયણ પોતે જ ધર્મ છે તે હિન્દુ ધર્મનો એક ભાગ નથી.
સ્વામિનારાયણ સંપ્રદાયની નરવી વાસ્તવિકતા એ છે કે તેનો ઉદ્ભવ જ
વૈષ્ણવ પુષ્ટી માર્ગ ની તમામ રૂઢિરીવાજો, કર્મકાંડો, મૂર્તિપૂજા અને હિંદુ
વર્ણવ્યવસ્થાના માળખામાં જ થયો છે.આ પડછાયામાંથી તે પોતાના સ્વાર્થ
માટે ઈચ્છે તો પણ બહાર કેવી રીતે નીકળી શકે? એક બાજુ નાટક કરે કે તે
હીંદુ સમાજની દલિતવિ કોમને સમાન ગણે છે. ભેદભાવ રાખતી નથી.
બ્રાહ્મણને દીક્ષાઆપીને બ્રહ્મચારીનું લેબલ આપી શકે,વેશ્ય અને ક્ષત્રિયને
સાધુનું લેબલ આપી શકે,પરંતુતે સિવાયની તમામ જાતિઓને - વર્ણને દીક્ષા

આપીને પાળા લેબલ આપીને અછૂત જ ગણે. તે બધાને મંદિર પ્રવેશ નહીં
જ.
(1) સ્વામિનારાયણની દીક્ષા લીધા પછી પણ પાળાને સફેદ વસ્ત્રો
પહેરવાનાં.શદ્રૂને ભગવા વસ્ત્રનો અધિકાર નહીં ! આવું શામાટે?
પાનું-42.
(2) વાસ્તવમાં આ સંપ્રદાયને ગરીબ/વંચિત / કચડાયેલા લોકોના
દુ:ખ-દર્દ / મુશ્કેલીઓ / હાડમારીઓ સાથે કોઈ સંબંધ ન હતો. એમ
ને તો પોતપોતાના પંથને તગડો કરવો હતો ! પાનું-58.
(3) ટૂંકમાં સ્વામિનારાયણ સંપ્રદાયને આઝાદીની લડત કે
માનવીના ગૌરવની લડતમાં સહજે રુચિ ન હતી, એટલું જ નહીં
ખદુ શ્રીજીમહારાજને માત્ર ગાયો તથા બ્રાહ્મણોની જ ચિંતા હતી !
સ્વામિનારાયણ મંદિરે સમાજમાં અસ્પશ્પૃયતા ટકી રહે તે માટે
ભૂમિકા ભજવી હતી !ખુદ સહજાનંદજીએ અતિશુદ્રોને તિલક
કરવાની મનાઈ ફરમાવી છે! સહજાનંદજીએ પોતાના સંપ્રદાયના
ઓઠા
હેઠળ વર્ણવ્યવસ્થાની કટ્ટર હીમાયત કરી હતી !પાનું-60.
(4) આ એ સંપ્રદાય છે જેણે સુપ્રીમ કોર્ટ સમક્ષ એફિડેવિટ કરીને
કહેલું કે " અમે હિંદુ ધર્મનો ભાગ નથી." આવું સ્વામિનારાયણ
સંપ્રદાયે શામાટે કહ્યું હતું તે જોઈએ.
(5) જાન્યુઆરી1948 માં દલિતોએ કાલુપુર સ્વામિનારાયણ
મંદિરમાં "મંદિર પ્રવેશ" માટે સત્યાગ્રહ શરુ કર્યો. સાધુઓએ અંદરથી
મંદિરને તાળાં મારી દીધાં. દાવાદૂવી થઈ. દેશના ન્યાયતંત્ર સમક્ષ
પાયાના મુદ્દા બે હતા.એક, શું સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દૂ ધર્મથી

અલગ છે? બીજો મદ્દુો હતો- દલીતોને સ્વામિનારાયણ મંદિરમાં
પ્રવેશતા અટકાવે તો Bombay Hindu Places of Public
Worship (Entry Authorisation) Act 1956 હેઠળ પગલાં
લઈ શકાય? સુપ્રીમ કોર્ટે પાંચ જજની બેંચે 14 જાન્યુઆરી
1966ના રોજ શાસ્ત્રી યજ્ઞપરુુર્જીની અપીલ ખર્ચ સાથે ડિસમિસ
કરી નાંખી .દલિતોના મંદિર પ્રવેશને કાયદેસરનો બનાવી દીધો.પાનું-
120.
_____________________________________

સમગ્ર ચર્ચા સમાપ્ત.આભાર

--

સહજાનંદ સ્વામિ ના નામે પરચાઓ અને ચમત્કારોની ઉભી કરેલી ભ્રમ જાળ .Part5-6-7-

લેખ-5.
સહજાનંદ સ્વામિ ના નામે પરચાઓ અને ચમત્કારોની ઉભી કરેલી ભ્રમ જાળ .
(1) સહજાનંદજીએ ગઢડામાં પોતાની જ મૂર્તિ સ્થાપી અને "વાસુદેવ
નારાયણ" નામ આપ્યુ અનેકહ્યું કે આ 'અમારું સ્વરૂપ' છે! વાસુદેવ નારાયણ
નામ ધારણ કરી અમે અહીં બીરાજીશું.આમૂર્તિમાં હું અખંડ રહ્યો છું.આ
મૂર્તિમાં રહીને હું તમારું સર્વ કાંઈ ગ્રહણ કરીશ.સહજાનંદ ચરિત્ર પ્રકાશન
સ્વામિનારાયણ અક્ષરપીઠ(શાહીબાગ, અમદાવાદ.પેજ-32] પાનું-112.
(2) વરસાદ થતો ન હતો એટલે સહજાનંદજીએ પલંગમાં સુતા સૂતા
ઇન્દ્રને ધમકાવ્યો ! આથી ઈન્દ્રે ગુસ્સે થઈને વીજળીના કડાકા સાથે
મશુળધાર વર્ષા કરી ! [પેજ-66] .
(3) સહજાનંદજીએ કહ્યુકે અક્ષરધામ સર્વધામોથી પર છે.અગ્નિ , વરૂણ,
વાયુ,ઈન્દ્ર, સુર્ય,બ્રહ્મા, વિષ્ણુ,મહેશ, રામચંદ્ર,નરનારાયણ, શ્રીકૃષ્ણ વગેરે
સર્વથી પર અમારું અક્ષરબ્રહ્મ છે. તેથી પર હું છું ! [પેજ-83, 84]
અક્ષરધામમાં સહજાનંદજી સિંહાસન પર બેઠા હતા ત્યાં શિવ,બ્રહ્મા વગેરે
દેવો/ ઋશીઓ/ અવતારો એક પગે ઉભા રહીને મહારાજ -
સહજાનંદજીનીસ્તુતિ કરતા હતા. Page 113.
(4) સહજાનંદજી જમવા બેઠા. થાળમાં બાજરાનો રોટલો હતો. સામેના
ઝાડ પર કાગડો કા-કા કરવા લાગ્યો. સહજાનંદજીએ રોટલો કાગડા તરફ
ફેંક્યો અનેકાગડાએ પોતાની ચાંચમાં આખો રોટલો પકડી લીધો અને તેઉડી
ગયો. લાડુબાએ પૂછુયુ કે, અરે મહારાજ ! આ શું કર્યું રોટલો કાગડાને નાખી
દીધો? સહજાનંદજી કહે: 'લાડુબા ! એ કાગડો નહીં, બ્રહ્માજી હતા. અમારી
પ્રસાદી લેવા આવ્યા હતા. વર્ષોથી તલસતા હતા, તે આજે લાભ
આપ્યો.પાનું-114.

(5) પરંતુ પૌરાણિક પાત્રો સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી હોય
છે. આ સ્થિતિમાં પૌરાણિક પાત્રોનો, પોતાના પંથના વીકાસ માટે પરચા
રુપે લખીને દુરુપયોગ કરવો તે બિલકુલ ઉચિત નથી. આવું કરે ત્યારે તેમના
નૈતિકતાના ઉપદેશની કોઈ અસર પડે નહીં. પાનું-116.
(6) તીનવા ગામમાં એક કૂવો હતો.એક દિવસ ઘરમાં પાણી ખૂટી ગયું
અને ભક્તિમાતા પાણી કૂવે ગયાં. સાંજ પડી ગઈ હતી. ભક્તિમાતાએ
જેવો ઘડો કૂવામાં નાંખયો કે એક ભૂતે પકડી લીધો. ભક્તિમાતાએ કૂવામાં
ડોકયું કર્યું તો ત્યાં અંદર તો હજારો( એક કે બે નહીં પણ) બિહામણાં ભૂતો !
ભક્તિમાતા એકદમ ડરી ગયા અને ઘડો-દોરડું ત્યાં મૂકીને જ
ભક્તિમાતા ઘેર આવ્યા. માતાએ ઘનશ્યામ ને વાત કરી. ઘનશ્યામ પ્રભુ
બીજા દિવસે સવારે કૂવા પાસેઆવ્યા અને કૂવામાં ભૂસકો માર્યો. નાનકડા
બાળકને કૂવામાં આવેલો જોઈ ભૂતો તેમને પકડવા ગયા, પરંતુ ત્યાં તો
ઘનશ્યામના શરીરમાંથી તેજ તેજ નીકળવા લાગ્યું. તેજના પ્રકાશથી ભૂતો
બળવા લાગ્યા ! પરંતુ ભાગીને જાય ક્યાં ? એક ભૂતે આજીજી કરતા કહ્યું,
'હે પ્રભુ! અમનેબચાવો !
આજથી ઘણા વર્ષો પહેલાં અમે બધાં દુર્જનો હતા. દારુ પીતા. માંસ
ખાતા,જુગાર રમતાં અને જૂઠ્ઠં પણ બોલતા. એક વાર અહીંના બાદશાહ
સાથેઅમારે લડાઈ થઈ અને એમાં અમે સૌ અહીં જ મરી ગયાં. અમે તો
ખુબ પાપી હતાં. આથી ભૂત થઈનેઆ કૂવામાં જ રહેવું પડે છે. હે પ્રભુ!
તમે દયાળુ છો. અમને આ દુ:ખમાંથી બચાવો.' ભૂતોની વિનંતીથી
ઘનશ્યામે તેમના પાપ માફ કરીને તેમનો મોક્ષ કર્યો. [ઘનશ્યામ ચરિત્ર પેજ-
30, 31 પ્રકાશક : સ્વામમનારાયિ અક્ષરપીઠ, શાહીબાગ,
અમદાવાદ)પાનું-101.

(7) એક વખત ઘનશ્યામ પ્રભુ નવાદા ગામ બાજુ ગયા. ત્યાં બમનીપરુનો
રાજા કૂવો ખોદાવી રહ્યો હતો. ત્યાં અચાનક મોટી આફત ઊભી થઈ.
કૂવાની નજીક પોચી માટી હતી તે ધસી પડી. કૂવામાં 15 લોકો ખોદકામ
કરતા હતા. તે દટાઈ ગયા. ચારે કોર શોર મચી ગયો. બગીચામાં રમતાં
ઘનશ્યામ પ્રભએુ અવાજ સાંભળયો. તેઓ દોડતા કૂવા પાસે પહોંચ્યા
અનેકહ્યું કે તમે હરિકૃષ્ણ,'ઘનશ્યામ'ની ધૂન કરો.બે પહોર સુધી ધૂન કરજો.
લોકો ઊંચેસ્વરે ધૂન કરવા લાગ્યા.બે પહોર સુધી ધૂન ચાલી. છ કલાક દટાઈ
રહેલા કૂવામાં મરણ પામેલા માણસો જાણે ઊંઘમાંથી ઊઠીને ઊભા થયા
હોય તેમ માટીમાંથી સરકીને પંદર જણા ઉપર આવ્યા.લોકો કહેવા લાગ્યા :
હે ઘનશ્યામભાઈ ! તમે સાક્ષાત્ પરમેશ્વર છો ! ત્યારે પોતાનું સામર્થ્ય
છૂપાવતા હોય તેમ પ્રભુ કહેવા લાગ્યા : તમે સાચા ભાવ થી ધૂન
કરી,પ્રાર્થના કરી એટલે આ બધું શક્ય બન્યું.પાનું-102.

લેખ -6
સરદાર પટેલ વિષે -સ્વામિનારાયણ સંપ્રદાયના ગપગોળા-

(1) સરદાર પટેલ -ખટપટ કરે, ઝઘડા કરે, અદાલતેચઢે તેવા
સાધુઓ આ લોકમાં કે પરલોકમાં આપણું ભલું કરી શકે નહીં ! પાનું-
126.
(2) વચનામૃત ગ્રંથને અમદાવાદ/ મુંબઈ કોર્ટે સર્વમાન્ય ગ્રંથ તરીકે
ગ્રાહ્ય ગણયો ન હતો. આ સપ્રંદાય પોતાનું ઊંચુ રાખવા જૂઠનો
સહારો લે છે, ચમત્કારોનો સહારો લે છે, ભયંકર અંધશ્રદ્ધા ફેલાવે છે
.

(3) સ્વામિનારાયણના નિત્યસ્વરુપદાસ સ્વામીએ એક કથામાં
કહ્યું હતું : "સરદાર પટેલ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત શિષ્ય
હતા. સતત 16 વરસ સુધી કરમસદથી ચાલતા ચાલતા વડતાલ
પૂનમ ભરી હતી. 16 વરસ સુધી એકાદશી નિર્જળા રહ્યા હતા.
સરદારનો જન્મ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી થયો હતો
!" પાનું-127.
(4) સરદારના સંભારણા પુસ્તકમાં -મોટીવેશનલ લેખક-શૈલેષ
સગપરિયા ક છે કે "BAPSના સ્થાપક પ્રગટ બ્રહ્મસ્વરુપ
યજ્ઞપુર્ષોત્તમદાસે મહારાજે સરદાર જ્યારે નાના હતા ત્યારે 'મોટા
થઈને મોટું નામ કરશે' એવા આશીર્વાદ આપેલા." ગપ્પુ તો
જૂઓ,યજ્ઞપુર્ષોત્તમદાસે આશીર્વાદ આપ્યા ન હોત તો આપણને
સરદાર મળ્યા ન હોત ! યજ્ઞપુર્ષોત્તમદાસનું મહત્વ દર્શવવા સરદારના
વ્યક્તિત્વની હત્યા કરી નાખી. સરદારે ક્યારેય ટીલાં- ટપકાં ક્યારેય
કર્યા ન હતા; તે સાચી હકીકતને આ રીતે વિકૃત કરી દીધી ! પાનું-
128.
(5) સરદારના પિતા ઝવેરબાપાનું અવસાન 1914માં થયું.
સરદાર,પિતાના બારમામાં હાજર રહ્યા ન હતા. સરદારે કુરિવાજનો
વિરોધ કયો હતો; તે સૂચવે છે કે સરદાર કર્મકાંડના/અંધશ્રદ્ધાના
સખત વિરોધી હતા.
(6) સરદાર 30 વરસના હતા ત્યારનો એક પ્રસંગ રાજમોહન
ગાંધીએ, 'સરદાર પટેલ,એક સમર્પિત જીવન' પુસ્તકમાં પેજ-19
ઉપર લખ્યો છે. સરદાર ત્યારે બોરસદમાં વકીલાત કરતા હતા.સરદાર
અશ્રદ્ધાળુ-રેશનલ હતા. સરદારના પિતા ઝવરેભાઈ

યજ્ઞપુર્ષોત્તમદાસજીના ભક્ત હતા; વડતાલ મંદિર તરફથી કેસ થતાં
પોલીસે યજ્ઞપુર્ષોત્તમદાસજી સામે વોરંટ કાઢ્યું.પિતા ઝવેરભાઈ
બોરસદ પહોંચ્યા. વલ્લભભાઈએ પૂછૂયું "કેમ અચાનક આવવાનું
થયું ? મને કહેવડાયું હોત તો હું જાતે કરમસદ આવી જાત અને
લાડબાને પણ મળી લેવાત."
ઝવેરભાઈ : " આપણા મહારાજ સામે વોરંટ નીકળે અને પોલીસ
પકડી જવાની ધમકી આપે ત્યારે તમારી આબરુ અને લાગવગ શા
કામના?"
વલ્લભભાઈ : "મહારાજ સામે વોરંટ? મહારાજ તો ભગવાન
પુરુષોત્તમના અવતાર છે અને આપણા બધાનો મોક્ષ મેળવી આપવા
સમર્થક છે. પકડવાની કોઈની હિંમત કેવી રીતે ચાલે?"
ઝવેરભાઈ : "વડતાલ-બોચાસણ મંદિરનો ઝઘડો છે. તારે આ વોરંટ
રદ કરાવી આપવું પડશે. મહારાજની ધરપકડ થાય તો આપણી
આબરુને ધક્કો પહોંચે."
વલ્લભભાઈ : " આપણી આબરુને ધક્કો શાનો લાગે? વોરંટ
નીકળ્યું છે તેનું કારણ હશે. તમારે હવે આ સાધઓુ ને પડતા મુકવા
જોઈએ. ખટપટ ચલાવે, ઝઘડા કરે, અદાલતે ચડે તેવા સાધુ આ
લોકમાં કે પરલોકમાં આપણું કશું ભલું કરવાના નથી !પાનું-129.
—---------------------------------------------------------------
લેખ -7
વડતાલના સંતોને ફાંસીની સજા.
બાળકોના જાતિય શોષણ માંડીને કોઈ સામાજિક બુરાઈઓથી દેશ -
પરદેશના તમામ ધર્મો,સંપ્રદાયોઅને ગુરુઓ બાકાત

નથી.આશારામથી શરુ કરીને ડેરાસચ્ચા રામરહીમ તો આ અનિષ્ટથી
ખદબદતી દરિયામાં લાંબી પહોળી હિમશીલા ની બહારથી દેખાતી
નાની સરખી ટોચ છે.
(1) સ્વામિનારાયણ સંપ્રદાયનું અસલ ચરિત્ર વડતાલ
સ્વામિનારાયણ મંદિરના ગદાધરાનંદ સ્વામીની કિરપણ
હત્યામાં જોવા મળે છે! આ હત્યાથી કેટલાક ભ્રમ ભાગી જાય
છે [અ] બ્રહ્મચર્ય ઉત્તમ નથી. બ્રહ્મચર્ય સ્વામીઓમાં વિકૃતિ
પેદા કરે છે. [બ] સ્વામીઓ ધન/સખુ સગવડોથી દૂર રહી
શકતા નથી.[ક ]ત્યાગની વાતો/વિવેકની વાતો/વ્યસનથી દૂર
રહેવાની વાતો હાથીના દાંત જે બતાવવાના જુદા હોય છે.તેવી
હોય છે.સ્વામીઓને ધન,સત્તા,વિવેક -હીન સબંધ,જુગાર-
દારુ-સ્ત્રીસુખ ગમેછે ! તે માટે ગમે તે હદે જવાનું ! [ડ] કોઈને
લાંચ આપવી/લાંચ સ્વીકારવી. ભ્રષ્ટાચાર કરવો ! [ઈ ] કોઈપણ
ભોગે ધન/સત્તાની લાલસા સંતોષવા અપહરણ /હત્યા જેવા
અધમ કૃત્યો કરવા-કરાવવા !પાનું-238.
(2) વડતાલ મંદિર ટ્રસ્ટીબોર્ડના ચેરમેન, ગદાધરાનંદ
સ્વામીની હત્યા શામાટે થઈ હતી? કોણે કરી હતી? કેવી રીતે
હત્યા કરી? કઈ રીતે આ હત્યા કેસના આરોપીઓ પકડાયા?
તેની હકીકત ચોંકાવનારી છે.પાનું-239.
(3) 3 મે, 1998ના રોજ ચેરમેન ગદાધરાનંદ સ્વામી
એકાએક ગૂમ થઈ ગયા. ઊહાપોહ થઈ ગયો ! તેઓ કુલ 36
મંદિરોના વડા હતા. 5 મે ના રોજ પોલીસે ગમૂ થયાની નોંધ
કરી તપાસ આદરી. લોકલ પોલીસ/ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ/

રાજ્યની CID ક્રાઈમ- ગદાધરાનંદ સ્વામીનું પગેરું મેળવી
શક્યા નહીં. ત્રણ મહિના જતા રહ્યા.
(4) ગદાધરાનંદ સ્વામીના શિષ્ય જતિન ભગતે તપાસ
CBIને સોંપવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી. હાઈકોર્ટે 5
ઓકટોબર 1998ના રોજ, તપાસ CBIને સોંપી. CBIએ
પ્રાથમિક તપાસ 29 ઓકટોબરના રોજ નવેસરથી FIR નોંધી
તપાસ શરુકરી.
(5) CBIને નક્કર માહિતી મળતી ન હતી.મંદિરની
આજુબાજુ તથા રાજ્યમાં કોઈ બિનવારસી ડેડબોડી મળેલ છે
કે કેમ તેની તપાસ કરતી હતી. દરમ્યાન CBIને માહિતી મળી
કે 300 કિલોમીટર દૂર રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના
બારોઠી ગામે 4 મે 1998ના રોજ એક અડધી સળગેલી
ણબનવારસી લાશ મળી હતી.
(6) પોસ્ટમોર્ટમ કરી લાશના અંતિમ સંસ્કાર કરી દીધા
હતા. લાશની નજીક ભગવા કપડાના ટુકડા હતા, એક જનોઈ
હતી, તેની સાથે ચાવીનો જૂડો હતો અને લાશ પાસેથી
સોનાના બે દાંત મળી આવ્યા હતા. રાજસ્થાન પોલીસે લાશ
પાસેથી મળેલ મદ્દુામાલ સાચવી રાખયો હતો. CBIને ગુમ
થયાની તારીખ અને લાશ મળયાની તારીખ પરથી ખબર પડી
કે આ લાશ ગદાધરાનંદ સ્વામીની છે. CBIએ લાશના તે
સમયના ફોટોગ્રાફ્સ અને મદ્દુામાલ કબજે કર્યાં. ચાવીના
જૂડાથી વડતાલ મંદિરમાં ગદાધરાનદં સ્વામીના રૂમનું તાળું
ખોલવામાં આવ્યું તો ખુલી ગયું ! એટલું જ નહીં, રૂમની

અંદરની તિજોરી તે જૂડામાં રહેલી ચાવી વડે ખુલી ગઈ.
અંદરનો ઓરડો પણ ખુલી ગયો. આમ બધા તાળાની ચાવીઓ
તે જૂડામાં હતી; તેથી નક્કી થયું કે લાશ ગદાધરાનદં સ્વામીની
જ હતી ! દાંતના નમૂના/ લાશના હાડકાનો તેમના પૂર્વાશ્રમના
બહેનના DNA સાથે ટેસ્ટ કરાવ્યો.સેમ્પલ મેચ થયા !
(7) હવે હત્યારા સુધી પહોંચવું CBI માટે સરળ હતું ! આ
હત્યાથી કોને લાભ થવાનો હતો. તે તરફ તપાસ આગળ
વધારી.મંદિરમાં બે જૂથ હતા; એક આચાર્ય પક્ષનું જૂથ; બીજું
દેવ પક્ષનું. આચાર્ય જૂથ એટલે સહજાનંદજીએ પોતાના
ભત્રીજાઓને મંદિરમાંનો વહીવટ સોંપેલ છે તે જૂથ. આચાર્ય
જૂથ માને છે કે ભગવાન સ્વામિનારાયણ /સહજાનંદજીનું
લોહી આચાર્યની નસોમાં વહે છે, તેથી મંદિરનો વહીવટ
આચાર્ય જૂથે કરવો જોઈએ. જ્યારે દેવ જૂથ માને છે કે મંદિર
કોઈની પૈત્રિક સંપત્તિ નથી, તે હરિભક્તો /સાધુઓની છે; તેથી
મંદિરનો વહીવટ દેવ જૂથે કરવો જોઈએ.
(8) ગદાધરાનંદ સ્વામી દેવ જૂથમાં હતા.તેમની હત્યાના
ત્રીસ દિવસ પહેલા ટ્રસ્ટમાં વડતાળમંદિરના કોઠારી
ભક્તિદાસ સ્વામીની બદલી કરવાનો નિર્ણય લીધો હતો.
તેઓ 84 વરસના હતા, અશક્ત હતા; તેથી મંદિરનો બધો
વહીવટ કરી શકે તેમ ન હતા. તેમના સહાયક તરીકે નારાયણ
સ્વામી હતા. આ નારાયણ સ્વામીના ચાર અંગત મદદનીશ
હતા : ચરણદાસ સ્વામી/ માધવપ્રસાદ સ્વામી/ ઘનશ્યામ
સ્વામી/વિજય ભગત !

(9) ગદાધરાનદં સ્વામીના નિર્ણયથી આચાર્યજૂથના
સ્વામીઓમાં ઉહાપોહ થયો. તેમને ડર હતો કે મંદિરના
ધર્માદાના રૂપિયામાં કરોડોની ઘાલમેલ કરી છે, તેનો ભાંડો ફૂટી
જશે ! પોતાની સામે ઉચાપતની કાર્યવાહી થશે ! તેથી નારાયણ
સ્વામીએ પોતાના અંગત મદદનીશ માધવપ્રસાદ સ્વામી
અનેચરણદાસ સ્વામી મારફતે ગદાધરાનંદ સ્વામીને લાંચની
ઓફર કરી કે તમે કોઠારી સ્વામીની બદલી ન કરો/ તમોને દર
મહિને 1 લાખ રુપિયા મળી જશે/ મોજશોખ પુરા કરીશ
.સુરક્ષિત જગ્યાએ સ્ત્રીસુખની વ્યવસ્થા કરીશું.
(10) પરંતુ ગદાધરાનંદ સ્વામી ટસના મસ ન થયા. છેવટે
નારાયણ સ્વામીએ, ગદાધરાનંદ સ્વામીનો કાંટો કાઢી
નાખવાની જવાબદારી ચરણદાસ સ્વામીને સોંપી. ચરણદાસ
સ્વામીએ 5 લાખમાં માધવપ્રસાદ સ્વામીને સોપારી આપી.
મંદિરમાં દર પૂનમે 15/20 લાખનો ધર્માદો આવતો
હતો;પ્રતિવર્ષે 25 કરોડથી વધુ દાન આવતું હતું. તેથી તેના
વહિવટની લાલચ મૂકી શકાય તેમ નહતી !
(11) CBIને નારાયણ સ્વામી પર શંકા ગઈ; કેમકે તે રાજા
મહારાજની જેમ ઠાઠથી રહતા હતા/ સ્ત્રીસખુ ના શોખીન
હતા/એર-કન્ડિશન્સ કાર/તેમના ત્રણ એર-કન્ડિશન્સ રૂમ્સ
/રીકયલનર સોફા/ જુગારનો શોખ/ રુમમાં પોર્ન ફિલ્મ
જોવાની સગવડતા હતી !

(12) CBIએ નારાયણ સ્વામી/ચરણદાસ સ્વામી/
માધવપ્રસાદ સ્વામી/ ઘનશ્યામ સ્વામી/ વિજય ભગતની
આકરી પુછપરછ કરી; એટલે હત્યાનો ભાંડો ફૂટી ગયો.
(13) આ પાંચ સ્વામીઓ; ગદાધરાનંદ સ્વામીને 3 મે
1998ના રોજ કારમાં આણંદ જિલ્લાના નાવલી ગામના
સ્વામમનારાયણ મંદિરે લઈ ગયા હતા; ત્યાં તેમને ઘેનની ગોળી
વાળું ઠંડું પીણું આપી બેહોશ કરેલ. પછી માધવપ્રસાદ સ્વામી/
વિજય ભગતે કપડાંથી ગળેટૂંપો દઈ દીધો ! લાશને ઠેકાણે
પાડવા તેને કારમાં નાખી; રાજસ્થાન તરફ કાર મારી મૂકી.
બારોઠી ગામ પાસે સુમસામ જગ્યા દેખાતા લાશને કારમાંથી
કાઢી, તેના પર પેટ્રોલ છાંટી સળગાવી. ભડકો થતાં કોઈ આવી
જશે તે ડરના કારણે ત્યાંથી ભાગીને વડતાલ મંદિરે પરત
આવી ગયા.
(14) પાંચેય સામે IPC કલમ-302 (હત્યા), 120- બી
(કાવતરું), 364 (અપહરણ), 201 (પુરાવાનો નાશ) હેઠળ
નડિયાદની સેશન્સ કોર્ટના જજ સીતાબહેન દવે સમક્ષ કેસ
ચાલ્યો અને11 જૂન 2004ના રોજ પાંચેયને ફાંસીની સજા
સંભળાવી .પાનું-241.
(15) સેશન્સ કોર્ટે કહ્યું હતું : "આરોપીઓ આ જઘન્ય ગુના
માટે સૌથી આકરી સજાને પાત્ર છે; કારણકે ધર્મના સ્વામીઓ
હોવાથી તેમની પાસેથી શ્રેષ્ઠ વર્તન ની અપેક્ષા હોય છે. જ્યારે
ધર્મના માણસો આવા કૃત્યોમાં સામેલ થાય છે ત્યારે તેમને
સખત સજા આપવાની જરૂર છે! ભગવા વસ્ત્રધારી સંતોએ

ભજન કીર્તનમાં જીવન વિતાવવું જોઈતું હતું, પરંતુ આ
સ્વામીઓએ અંગત ફાયદા માટે સાથી સતંની ઘાતકી હત્યા કરી
છે અને સંપ્રદાયના લાખો ભકતો ની શ્રદ્ધાને હચમચાવી દીધી
છે !"પાનું-.244
(16) ફાંસીની સજા પામનાર દોષીતોએ ગુજરાત હાઈકોર્ટ
સમક્ષ અપીલ કરી. હાઈકોર્ટે ઘનશ્યામ સ્વામીને પૂરતા પુરાવા
ન હોવાથી છોડી દીધા ! જ્યારે નારાયણ સ્વામી/ ચરણદાસ
સ્વામી/ માધવપ્રસાદ સ્વામી/ વિજય ભગતની ફાંસીની સજા
આજીવન કેદની સજામાં ફેરવી નાખી ! હાઈકોર્ટે કહ્યું કે
"નારાયણ સ્વામી અને તેમના સાગરીતોએ ફક્ત નાણાકીય
લાભ ખાટવાના ઈરાદેજ આવો જઘન્ય અપરાધ કયો છે.પાનું-
244.
(17) દોષીતોએ સુપ્રીમ કોર્ટેમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટે ના
જસ્ટિસ કુરિયન જોસફે અને જસ્ટિસ એ.એમ.
ખાનવિલકરની બેન્ચે, 10એપ્રિલ 2017ના રોજ, દોષીતોની
આજીવન કેદની સજા યથાવત રાખી ! સુપ્રીમ કોર્ટ સમક્ષ એ
હકીકત ખૂલીકે કેદીઓ અઠંગ ગુનેગાર હતા.ગુનામાં વાપરેલ
કારને સળગાવી દઈને વીમા કંપની પાસે વીમો મેળવવા ખોટો
દાવો કયો હતો.
(18) સુપ્રીમકોર્ટે કહ્યું કે "જેનું કામ ભૂલે-ભટકેલાં લોકોને
સાચો માર્ગ દેખાડવાનું છે; તે સાધુઓ જ ભગવો લજવેતો આ
સમાજ કઈ દિશામાં જશે તે કહેવું મુશ્કેલ છે! -પાનું-244.

—---------------------------------------------------------

--

સ્વામિનારાયણ સંપ્રદાય“ Part-3-4

લેખ-3.
બોચાસણ બંડ નો ઇતિહાસ-
(1) આ પુસ્તકના લેખક/પત્રકાર આશુપટેલે1993માં જ્યારે હું નડીયાદ ખાતે
સબ ડિવિઝનલ પોલીસ અધિક્ષક હતો ત્યારે મને આપ્યું હતું . સાથે લાલ કપડાના
બાઈડિંગ વાળું બીજું એક પુસ્તક આપ્યું હતું. જેમાં વિમુખ સંપ્રદાય BAPS -
બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની ભયંકર આલોચના કરવામાં આવી
હતી. આ પુસ્તક એટલા માટે મહત્વનું છે કે તેમાં મુળ સંપ્રદાયની તથા વિમુખ
સંપ્રદાયની એટલેકે BAPS અને બીજા ફાંટાઓની પોલ ખુલે છે. આ સંપ્રદાયે
ભોળા લોકોને કઈ રીતે ભરમાવ્યા છે? કેવી કેવી યુક્તિઓ થકી સંપ્રદાયનો ફેલાવો
કરેલ છે? કઈ રીતે પોતાના ઈષ્ટદેવ કૃષ્ણને સાઈડમાં ધકેલીને સહજાનંદજી 'સવોપરી
ભગવાન' બની ગયેલ છે? કઈ રીતે પ્રગટ બ્રહ્મસ્વરુપનું તૂત શરુકરેલ છે? કઈ રીતે
પોતાની મૂળ વિચારસરણીમાંથી ભટકી ગયેલ છે? આ બધાં પ્રશ્નોનો જવાબ આ
પુસ્તકમાંથી જ મળી રહે છે. આ પુસ્તકની સમીક્ષા કરવાથી કેટલાયં ભ્રમો દૂર
થઈ જાય તેમ છે! પાનું- 11.

(2) સહજાનંદ સ્વામીએ "સ્વામિનારાયણ સંપ્રદાય" નું માળખું અને વહીવટી
તંત્ર એવું ગોઠવ્યું હતું કે " જ્યાં સુધી સુરજ અને ચંદ્ર રહે ત્યાં સુધી સ્વામિનારાયણ
સંપ્રદાયનું રાજ્ય રહે".( યા વ;ત કરો દીવચંદ્ર) સહજાનંદ સ્વામિનું' મૃત્યુ સને
1830માં થયું. અને વડતાલ ની ગાદી સામે પોતાના જ આંતરિક વહીવટદારો
જેઓએ બોરસદ તાલુકાના ઈસણાવ ગામે સ્વતંત્ર વહીવટ સાથેનું મંદિર બનાવ્યું.
વડતાલની ગાદી સામે બંડ કરી તેની સાથેનો સંબંધ તોડી નાંખ્યો. 8મી ડિસેમ્બરે
1936 વડતાલની ગાદી ના આચાર્યએ બોરસદની કોર્ટમાં સિવિલ દાવો કરીને
ઇસણાવના મંદિરનો કબ્જો લેવા ન્યાયતંત્રનો સહારો લીધો!
(3) પરંતુ સહજાનંદ સ્વામીની હયાતીમાં જે વહીવટ કરનારા સાથીઓ હતા
તેમાંના ચાવીરૂપ દિક્ષા લીધેલા અનુયાયીઓએ તેમની સામે જ પોતાનો અલગ

ચોકો -પંથ કે સંપ્રદાય સ્થાપવા બળવો કર્યાના પુરાવા છે. તે બધાને ખબર પડી ગઈ
હતી કે કેવી રીતે સંપ્રદાય પોતાની સંપત્તિ પ્રાપ્ત કરવાની સરળ સીડી છે.
(4) તેમાં હરબાઈ,વાલબાઈ,ચૂડાવાળા હરિશંકર,જૂનાગઢના ભગવતપ્રસાદ
અને ભાદરણના પુરુષોત્તમદાસ વિ. બળવો કરનાર સામે સહજાનંદ સ્વામિ
બહિર્મુખ કે વિમુખ (પોતાના સંપ્રદાયમાંથી કાઢી મુકવામાં) કરવામાં સફળ થયા
હતા.પાનું -12-13.
(5) "જે બહિર્મુખ કે વિમુખ થયા છે તેમણે પોતાની વિમુખી વ્યવસ્થા કરી
લીધી છે." તેમના મંદિર જુદા, ઈષ્ટદેવ જુદા, મૂર્તિઓ જુદી, પ્રાપ્ત ધામ જુદુ,
જ્ઞાન જુદું, ભક્તિ જુદી, શાસ્ત્રો જુદા, આચાર્ય જુદા,
દિક્ષાવિધિ જુદી, સમૈયાં જુદા,ધર્માદાનું નામ જુદુ, મિલ્કત જુદી, વહીવટ જુદો,
આશ્રિતો જુદા,રહેણીકરણી જુદી.સહજાનંદ સંપ્રદાયના શ્રીજીસ્થાપિત્ત સર્વ અંગો
સામે નિંદાભરી લાંબી બાકરી બાંધ્યા જાય છે.
(6) એક તરફથી સંપ્રદાયના આશ્રિત સાધુસંત્સગી કહેવડાવવાની ઉગ્ર ઉત્કંઠા
રખાય છેઅને બીજી તરફ સંપ્રદાયના સર્વ અંગો સાથે કોર્ટ સુધીના લાંબા ઝઘડાની
ઝુંબેશ ઉઠાવાય છે.આ વસ્તુઓ બંડ મંડળમાં વધારે પડતી વિરુદ્ધ છે.સંપ્રદાય
સામે જાણે સંપ્રદાય બહારવટે નીકળયા હોય એવી સઘળી પ્રવૃત્તિ ધાંધલવાળી છે.
આ વિમુખ મંડળીએ ભોળા સંસત્સંગીઓને અવળો બોધ આપી પોતાના ખાસ
અનુયાયી બનાવ્યા. આવા અનુયાયીઓને ઉશ્કેરીને સંપ્રદાયના મંદિરોમાં કે જેમાં
વિમુખોને ઉતરવાનો/ રહેવાનો બિલકુલ હક્ક નથી,
તેમાં પેસી જતા હતા. તેમ નહીં કરવાની સાચી સમજણ આપવા છતાં તે વાત
નહીં માનવાથી તેમની ઉપર ફોજદારી વગેરે કોર્ટ કેસ કરી તેમનો પ્રવેશ અટકાવેલ.
વિમુખોને બોરસદ તાલકુાના ઇસણાવના ગામના મંદિરમાં ઘુસી જઈને વડતાળના
સાધઓુ સાથે કુટિલ કજિયામાં ઉતરેલ.મંદિરના ભંડાર કે પટારાને વાસેલા તાળાં
તોડવા સુધી પહોંચી ગયેલા છે. અંદરોઅંદર સમાધાનના પ્રયત્નો નિષ્ફ્ળ જતા,
છેવટે વડતાલના આચાર્યશ્રીને ન્યાયિક કોર્ટનો આશ્રય લેવો પડયો. પાનું-15.
(7) સ્વામિનારાયણ સંપ્રદાયમાં આટલા બધા વિચારભેદ/ સિદ્ધાંતભેદ ઊભા
થયા છે કે સંસત્સંગીઓને પોતાના સપ્રંદાયનું તત્વજ્ઞાન સમજાતું નથી ! મંદિરમાં
રહેવા / મંદિરના ભંડારા કે પટારા ને વાસેલા તાળાં તોડવા સુધી મામલો પહોંચ્યો

અને તે માટે ન્યાય માંગવા બોરસદની કોર્ટમાં જવું પડે? તે 'સવોપરી ભગવાન'ને
શોભે ખરું? પાનું -17-18.
(8) થોડાક પ્રશ્નો-(અ ) ઇસણાવ ગામના મંદિરમાં વિમુખ -વિદ્રોહી માટે
પ્રવેશબંધી કરવા કોર્ટ સમક્ષ દાવો કરવો પડે! એકજ સંપ્રદાયના બે ફાંટા પડવાનું
કારણ ધર્મ વિચાર કે મિલ્કત? (બ) સંપ્રદાયમાં આંતરિક ઝઘડા થાય તો કેમ
સહજાનંદ સ્વામી કે સવોપરી ભગવાન અટકાવી ન શકે? જો ન અટકાવી શકેતો
તે'સવોપરીનો ઢોંગ' કરે છે, એવું ન કહી શકાય?(ક) BAPS-બોચાસણ વાસી
અક્ષરપુરષોત્તમ સંસ્થાએ હરીફ મંદિરો બનાવવાના બદલે મુળ સંપ્રદાયના મંદિરોમાં
રહી શકે, ઉપદેશ આપી શકે તે માટે કોર્ટનો આશરો કેમ લીધો નહીં? હરીફ મંદિરો
બનાવવાથી સમાજને શું ફાયદો થયો? (ડ)સહજાનંદજીએ કેમ પોતાના
ભત્રીજાઓને જ પોતાના સંપ્રદાયના વહીવટ કરવા માટે પસંદ કર્યા? ગુજરાતમાંથી
કોઈ બે ને આચાર્યો ન બનાવી શકાય? કે પછી " ભુવો ધૂણે ખરો પણ
નાળીયેરતો છેવટે ઘર ભણીજ નાંખે!" પાનું -22.
(9) બોરસદ ની દીવાની કોર્ટે વડતાલની ગાદીની તરફેણમાં ચૂકાદો (BAPS
ની વિરુધ્ધમાં )આપીને ઇસણાવ ગામના મંદિરનો કબ્જો તેમને સોપી દીધો.
—----------------------------------------------------------------------------
લેખ -4
બીજા હિંદુ દેવ દેવતા કરતાં સહજાનંદ સ્વામી (શ્રીજી મહારાજ
)સર્વોપરી,સર્વસત્તાધીશ, જગત નિયંતા છે.
(1) વડતાળ ગાદીનો સિદ્ધાંત એવો છે કે સહજાનંદજી / શ્રીજીમહારાજ
કૃષ્ણનો અવતાર હતા. જ્યારે પ્રતિવાદી BAPSનું કહેવું છે કે 'શ્રીજીમહારાજ
કૃષ્ણથી પર હતા! તેનાથી જુદા હતા. શ્રીજીમહારાજ કૃષ્ણથી ઉંચી કોટીના છે.
શ્રીજીમહારાજ અવતારના અવતારી હતા.' પાનું -57.
(2) વળી સહજાનંદજીની આજ્ઞા હોવાથી રામ-કૃષ્ણને વગેરેને પગેલાગવું પડે
નહીં તો તે પગે લાગવા લાયક જ નથી એમ ઠરાવવા પાછળ પાપાશય નથી? રામ-
કૃષ્ણની નિંદા કરીને સવોપરી ભગવાનની ઈમેજ ઊભી કરવી તે પાખાંડ નથી?
પાનું -92.

(3) શું લોકોને મૂર્ખ બનાવવાની આ યુક્તિ નથી? રામ કૃષ્ણ વગેરેને ભગવાન
કહેતાં પણ ભડકે તેસાધને અવતારી સવોપરી ભગવાન કહેતાં આંચકો ખાતા નથી
! ભગવાનોનેઉતારી પાડીનેપોતાને તેમનાથી મોટા ઠરાવવાની આ ચાલબાજી નથી
?પાનું-94.
(4) શિક્ષાપત્રીમાં ખદુ સહજાનંદજીએ પોતાના ઈષ્ટદેવ કૃષ્ણ છે, તેવું
શિક્ષાપત્રીના પ્રથમ શ્લોકમાં જ લખયું છે, છતાં દિલ્હીના અક્ષરધામમાં
સહજાનંદજીની મૂર્તિ કરતાં કૃષ્ણની મૂર્તિ 10ગણી નાની મૂકી છે. પાનું-97.
(5) બોટાદ જીલ્લાના સાળંગપુર ખાતે 5-એપ્રિલ 2023ના રોજ, સાળંગપુર
હનુમાનજી વિશાળ મૂર્તિ મંદિરના પરિસરમાં 30,000 કિલો વજનની મૂર્તિનું
અનાવરણ ગૃહમંત્રી અમિત શાહે કર્યું .આ મૂર્તિ નીચે ભીંતચિત્રોની પેનલ છે; તેમાં
હનુમાનજી સ્વામિનારાયણ સંત સહજાનંદજીની આગળ હાથ જોડી ઊભા હોય તે
રીતે બતાવેલ છે.સનાતન ધર્મીઓએ વિરોધ કરતા તે બધા ભીંત ચિત્રો દૂર કર્યા
છે.પાનું-111.
(6) સ્વામીનારાયણ સપ્રંદાયનું સાહિત્ય જ જૂઠ/ ગપ્પા / પરચાથી ભરેલું છે !
બ્રહ્મા/ વિષ્ણુ /મહેશ / કૃષ્ણ /લક્ષ્મીજી/ પાર્વતીજી વગેરે દેવ-દેવીઓ
સહજાનંદજીના ચાકર હોય તે રીતે તેમના સાહિત્યમાં લખ્યું છે.
(7) થોડાં ઉદાહરણો :
(અ) બાળ સહજાનંદજીએ બ્રહ્માનો ગર્વ ઊતારીને તેમની પાસે માફી મંગાવી હતી
! [બાળચરિત્ર, પેજ-110 પ્રકાશક : શ્રી સ્વામીનારાયણ મંદિર, ભજુ -કચ્છ]
(બ) ખુદ લક્ષ્મીજી બાળસહજાનંદજીને પગે લાગી કાઠિયાવાડ આવવાનું આમત્રણ
આપેલ ! [બાળચરિત્ર, પેજ-51]
(ક) બ્રહ્મા/ વિષ્ણુ /શિવ બાળ ઘનશ્યામ મહારાજને નવડાવતા હતા !
[બાળચરિત્ર, પેજ-53]
(ડ)ઘનશ્યામ મહારાજની જળ ક્રીડા જોવા ઈન્દ્ર/ બ્રહ્મા / શિવ આવતા હતા
અનેતેમની સ્તુતિ કરતા હતા ! [શ્રી હરિલીલામૃત પેજ-267] ! પાનું-112.

--

છળ U કપટ-સંશોધન- સ્વામિનારાયણ એક પાખંડ -લે. રમેશ સવાણી


Bipin Shroff shroffbipin@gmail.com

AttachmentsSun, Nov 12, 10:56 PM
to rj

ભાઈ રમેશભાઈ , 

આ સાથે  ફેસબુક માટેનું ક્રમશ; લખાણ ત્રણ ભાગનું તૈયાર  કરેલ  છે. જે જી મેઇલ થી  મોકલ્યું છે. વાંચી ને કોઈ સુચન હોય તો ચોક્કસ  જણાવજો.તે પ્રમાણે  ફેરફાર કરવાનું મને ગમશે.આ ઉપરાંત નીચેના વિષયો પર તમારી પાસેની ચર્ચા પછી આગળ વધીશ.

બાકી રહેલા વિષયોની યાદી.

  1. બોચાસણ બંડ નો ઇતિહાસ, (2) BAPS નો ઇતિહાસ,(3) બીજા હિંદુ દેવ દેવતા કરતાં સર્વોપરી (4)  સ્વામિનારાયણ ધર્મ છે અને તે હિંદુ ધર્મનો ભાગ નથી.(5)  સરદાર પટેલના નામે પરચા અને બોરસદની કોર્ટ નો તેમનો રેફરન્સ (6)  હનુમાનજીની મૂર્તિનો વિવાદ (7)  ભાજપ રાજ્ય સત્તા  સાથે સ્વામિનારાયણ સંપ્રદાય ના તમામ ફીરકાઓના ઘનિષ્ટ સંબન્ધો (8) વડતાલના સાધુઓને ફાંસી ની સજા .  

  2. છળ U કપટ-સંશોધન- સ્વામિનારાયણ એક પાખંડ -

    —----------------લે. રમેશ સવાણી —-----------------------
    સદર પુસ્તક ઈ-બુક છે. તેના કુલ પાનાં 452 છે. નિઃશુલ્ક છે.
    અમારા સાથી રમેશભાઈ સવાણીએ ઘણા વર્ષોના અભ્યાસ અને સંશોધન બાદ એક ઈ-બુક તૈયાર
    કરી છે. નિવૃત આઈ પી એસ અધિકારી છે.તેથી સત્યશોધક તેઓનો કુદરતી સ્વભાવ બની ગયો
    છે.બીજુ પોતાની રજુઆત ક્યારેય મનઘડંત લેશ માત્ર ન હોય.બધી જ હકીકતો દસ્તવેજી
    પુરાવાની સાબિતી સાથે જ હોય !
    એક યુપીના અયોધ્યા પાસેના એક નાના સરખા ગામ છાપીયાના બ્રાહ્મણનો દીકરો નામે
    ઘનશયામ પાંડે ગુજરાતમાં આવીને કેવીરીતે સહજાનંદ સ્વામી ના નામની દીક્ષા લઈને ફક્ત 49
    વર્ષની જિંદગીમાં એક "સહજાનંદ સંપ્રદાય "નો સ્થાપક બની જાય છે ; તેટલુંજ નહીં પણ પોતાની
    પાછળ પોતાના બે ભાઈઓના દીકરાઓને કાયદેસરના વારસાદાર બનાવીને એકને વડતાલની
    ગાદી અને બીજાને મણિનગર-અમદાવાદની ગાડીના આચાર્ય બનાવીને ગુજરાતના લોકોની
    ધાર્મિક શ્રધ્ધાનો ઉપયોગ કરીને કેવીરીતે આર્થિક સામ્રાજ્ય ઉભું કર્યું છે તેનો આ રમેશભાઈ
    સવાણીનો શોધ નિબંધ છે.
    452 પાનાંના શોધ નિબંધમાંથી મેં કેટલીક પાયાની માહિતીઓ અને વિષયો અત્રે ટૂંકમાં રજૂ
    કરવાનો પ્રયત્ન કરેલ છે.
    આ વિષયમાં ફેસબુક મિત્રોના તારણો અને નિરીક્ષણો જાણવાની ઈંતેજારી છે.
    —---------------------------------------------------------------------------------------
    સ્વામીનારાયણ સંપ્રદાયનું વાસ્તવિક મુલ્યાંકન-
    (1) રાજાશાહી અને ધર્મશાહીના કાવાદાવામાં કયો તફાવત હોઈ શકે? '
    રાજાશાહીમાં સત્તાના કાવાદાવા ,ઝઘડા અને ખૂનખરાબા હોય એ સદીઓથી માનવજાતે
    સ્વીકારી લીધું છે. ધર્મશાહી પણ આ બધા લક્ષણોથી ખદબદતી હોય તો કાળામાથાના માનવી
    માટે " તું તારા જ દિલનો દીવો બનીને સ્વનિર્ભર બન " સિવાય બીજો માર્ગ કયો બાકી રહે?

    રાજાશાહીમાં સત્તા પલટાને " મહેલોની ક્રાંતિ " તરીકે ઓળખવામાં આવે છે. આપણા પૌરાણિક
    ગ્રંથો જેવાકે " રામાયણ અને મહાભારત " મહેલોની ક્રાંતિ " ની વાતો શરૂઆતથી અંત સુધી
    ભરપેટ જોવા મળશે.
    ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની "ધર્મશાહી" ની ખટપટો રાજ્યસત્તાની "મહેલોની
    ખટપટો" થી લેશમાત્ર કમ નથી.
    સદર સંપ્રદાય સ્થાપક સ્વામી સહજાનંદ ( જન્મ 1781-મૃત્યુ 1830)નું મૂળ નામ ઘનશ્યામ પાંડે
    હતું.તેમનો જન્મ યુપીમાં અયોધ્યા પાસે આવેલા છાપીયા ગામમાં' થયેલો હતો.તેમને દીક્ષા
    આપનાર રામાનંદ સ્વામી હતા. તેમના પંથનું નામ "સ્વામિનારાયણ" તરીકે જાહેર કરવામાં આવ્યું
    હતું. સ્વામી એટલે માલિક, ગુરુ અને નારાયણ એટલે બધા ઇશ્વરોમાં પણ સર્વ વિષ્ણુ. ટૂંકમાં
    સ્વામિનારાયણ એટલે બધા ગુરુઓનો ગુરુ કે માલિકોનો માલિકઅને બધા ઈશ્વરમાં પણ
    શક્તિશાળી ઈશ્વર.
    (A) ઘનશ્યામમાંથી સહજાનંદ સ્વામી બનેલાને બરાબર સમજ પડી ગઈ હતી કે "વૈષ્ણવ
    સંપ્રદાયનું ભક્તિ-પુષ્ટિ માર્ગનું મોડેલ" જ પોતાની સફળતાની સીડી માટેનું સોપાન બની શકે
    તેમ છે. "કૃષ્ણ ભક્તિ" માંથી "સહજાનંદ ભક્તિ" તરફ આ હિદું પ્રજાને કેવી રીતે લઈ જવી તે
    તેઓનો મુખ્ય જીવનમંત્ર બની ગયો.
    (B) કાઠિયાવાડ અને મધ્યગુજરાતના પ્રવાસ દરમ્યાન તેઓએ તારણ કાઢી લીધું કે "વૈષ્ણવ
    સંપ્રદાય અને શૈવ પંથ "એ હિંદુ ધર્મની ઉચ્ચજ્ઞાતિઓ જેવીકે વાણીયા -બ્રાહ્મણ,વિ.લોકોના
    સંપ્રદાયો છે. માટે "આપણું બજાર તે સિવાયની હિંદુ જ્ઞાતિઓ , ઈતર કોમો ને કંઠી પહેરાવવામાં
    જ છે." મૂર્તિ-ભક્તિ-લાડુડી-(પ્રસાદ) આ ત્રણેયનું રાસાયણીયક સંયોજન "સહજાનંદ મહારાજ
    એન્ટરપ્રાઇઝ " બની ગયું".
    (C) કૃષ્ણની માફક લીલા કરી ભગવાન બનવું હોય તો પહેલા પોતાની જાતને ભગવાન બનાવવા
    પડે અને ત્યાર પછી બાલકૃષ્ણ ની માફક લીલા કરીને પોતાના ચમત્કારોના પરચા લખવાય !
    (D) સને1804થી સહજાનંદ સ્વામીમાંથી સ્વયંમ ભગવાન બની ગયા.ને 1820 સુધી માં એક
    લાખ લોકોના ગળામાં પોતાની કંઠી અને કપાળમાં ટીલું લગાવી દીધુ. 3000 લોકોને દીક્ષા
    આપી. સોના ચાંદીની ભેટ સોગાદ લેવા માટેની લાયકાત હસ્તસિદ્ધ કરી લીધી.
    (E) પોતાના સ્વામીનારાયણ સામ્રાજ્યને અંકે કરી તેની સરહદો નક્કી કરી લેવા સને 1822થી
    1828 સુધીમાં પોતાના જીવનકાળ દરમ્યાન જ અમદાવાદ,વડતાલ ,ગઢડા,ભુજ,ધોલેરા અને
    જૂનાગઢમાં મંદિરો બાંધી દીધા.

    (F) સને 1826માં બે સગા ભાઈઓના બે દીકરાઓને એકને દેશનો દક્ષિણ ભાગ વડતાલની
    ગાદી અજયપ્રસાદ "લક્ષમીનારાયણ દેવ ગાદી અને બીજાને દેશના ઉત્તર ભાગના નરનારાયણ ની
    ગાદી અમદાવાદની ગાદીના કોષેલન્દ્રપ્રસાદ આચાર્યો બનાવી દીધા. સહજાનંદ સ્વામીની
    માલિકીની પેઢી બે ભત્રીજાઓને ભાગીદાર બનાવી સ્વતંત્ર કરી દીધા. તમામ હક્કો જેવાકે દેશના
    જુદા જુદા ભાગોમાં મંદિરોની સ્થાપના કરવી,મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવી,સાધુઓને દીક્ષા
    આપવી,ભક્તો બનાવવા, અને પેટા મંદિરોનો વહીવટ( ફ્રેન્ચાઈઝ)કરવો- કરાવવો વિ. તેના પેટન્ટ
    અને કોપીરાઈટના તમામ અધિકારો પોતાના ભાઈઓના દીકરાઓ સુધી વારસાગત કાયદેસર
    બનાવી દીધા.
    (G) સહજાનંદ સ્વામી 1-જુન 1830માં ગુજરી ગયા.2001માં તે સંપ્રદાયમાં આશરે 50 લાખ
    સભ્યો હતા. તેઓએ સહજાનંદ સંપ્રદાયનું બંધારણ બનાવી દીધું. જે "શિક્ષાપત્રી અને વચનામૃત"
    તરીકે જાણીતું છે. આપણા દેશના બંધારણમાં સને 1950 પછી 100 કરતાં વધારે સુધારા થયા
    છે. પણ સદર શિક્ષાપત્રી અને વચના- મૃત માં કોઈપણ સુધારા વર્જય છે." બાયબલ, કુરાન અને
    ગીતા " જેટલું જ ઈશ્વરી છે તેમાં' લખેલા શબ્દોમાં ફેરફારો અસંભવ છે.
    ખાસ નોંધ - હવે પછીના લેખમાં પેલા બે પુસ્તકો "શિક્ષાપત્રી અને વચનામૃત" ના બોધપાઠને
    આધારે સદર સંપ્રાદયની કાર્યકારણીનું મુલ્યાંકન કરેલ છે.
    —----------------------------------------------------------------------------------------

    લેખ-2 "શિક્ષાપત્રી અને વચનામૃત"નું મૂલ્યાંકન -
    (1) વડતાલ અને અમદાવાદ ગાદીઓના આચાર્યો સિવાય કોઈપણ દીક્ષા આપી શકે
    નહીં. દીક્ષા લેનાર સાધુના નામને અંતે "દાસ" શબ્દ મૂકવો ફરજીયાત છે.દા ત- મુક્તજીવન
    દાસ.વી.બંને ની ગાદીઓના ન્યાયીક - અધિકાર ક્ષેત્રો (Jurisdiction)સ્વતંત્ર.શ્લોક -
    41.
    (2) આચાર્યે જેને દીક્ષા આપી હોય તેને જ અમારા સંપ્રદાયમાં સાધુ કહી શકાય. તે
    સિવાયના સાધુને અમારા સંપ્રદાયના સાધુ ન કહેવાય.શ્લોક -50.
    (3) મહિલાઓને દીક્ષા આચાર્યની પત્ની જ આપી શકે. અમારા સંપ્રદાય પ્રમાણે
    આચાર્ય પાસે દીક્ષા લીધી હોય તેને જ ભક્તિ કરવાનો અધીકાર છે." આચાર્ય પાસેથી મંત્ર
    દીક્ષા લીધા સિવાય કોઈ આ સંપ્રદાયનો સત્સંગી હોવાનો દાવો કરી શકે નહીં.

    (4) સ્વામિનારાયણ એટલે જગતના નિયંતા અને નારાયણ એટલે સર્વ જગતની
    અંદર અને બહાર વ્યાપી છે તેવો અર્થ થાય છે.અમારા સંપ્રદાયમાં ભગવાનનું ધામ ગોલોક
    છે. (શિક્ષાપત્રી શ્લોક-121) પાનું -38-39
    (5) શ્રીજી મહારાજે ઘણાને દીક્ષા આપેલી બ્રાહ્મણની દીક્ષાને બ્રહ્મચારી કહેવાય,ક્ષત્રિય
    અને વેશ્ય દીક્ષાને સાધુ કહેવાય પણ શુદ્રની દીક્ષાને સેવક અથવા પાળા કહેવાય. શુદ્ર
    દીક્ષા લીધા પછી પણ અશુદ્ર ના બધા અધિકાર મેળવી શકે નહીં. શ્રીજી મહારાજે કહ્યું છે
    કે આચાર્યમાં ન્યનૂતા હોય તો પણ તેમની પાસેથી દીક્ષા લેવી." સવાણી સાહેબનો પ્રશ્ન
    - આચાર્ય વારસાગત હોય, એવી વ્યવસ્થા કરનારને સવોચ્ચ ભગવાન કહી શકાય? જો
    સહજાનંદજીના ઈષ્ટદેવ કૃષ્ણ હોય (શિક્ષાપત્રી શ્લોક-1) તો કૃષ્ણ નું નામ સાભંળવાનું
    સત્સંગીઓને ગમતું કેમ નથી? પાનું -41.-42.
    (6) વાસ્તવમાં આ સંપ્રદાયને, ગરીબ/વંચિત / કચડાયેલા લોકોના દુ:ખ-દર્દ /
    મુશ્કેલીઓ / હાડમારીઓ સાથેકોઈ સંબંધ ન હતો. એમને તો પોતપોતાના પંથને તગડો
    કરવો હતો! પાનું -58.
    (7) ગાંધીજીએ માર્ચ 1928માં અમદાવાદના ઘીકાંટા મગનભાઈની વાડીમાં સફાઈ
    કર્મચારીઓની સભા બોલાવી અશ્પ્રુશ્યતા સામે ઝુંબેશ શરુ કરી. ગાંધીજીએ 20-26
    સપટેમ્બર 1932/ 3 ડીસેમ્બર 1932/ 8-29 મે1933/ 16-23 ઓગસ્ટ 1933
    દરમ્યાન અસ્પૃશ્યતાના દૂષણ સામે ઉપવાસ કર્યા. - માણગાંવમાં, રાજા છત્રપતિ શાહુ
    મહારાજના નેતૃત્વ માં અસ્પૃશ્યોનીપરિષદ યોજી. 31 માર્ચ 1920 ના રોજ
    અસ્પૃશ્યોના દુ:ખ અને વેદનાને વાચા આપવા 'મકૂનાયક' સાપ્તાહિક શરુ કર્યું . 20મી
    જુલાઈ 1924ના રોજ અસ્પશ્યોના ઉત્કર્ષ માટે 'બહિષ્કૃત હિતકારી સભા'ની તેમણે
    સ્થાપના કરી. આંબેડકરજીએ 20મી માર્ચના 1927થી 17 ડીસેમ્બર 1937 સુધી ચવદાર
    તળાવમાંથી પાણી પીવા માટે સત્યાગ્રહ કર્યો. 2જી માર્ચ 1930ના રોજ કાલારામ મંદિર
    પ્રવેશ સત્યાગ્રહ કયો, જે 5 વર્ષ, 11માસ અને સાત દિવસ ચાલ્યો હતો !
    (8) સ્વામીનારાયણ સંપ્રદાયને, આઝાદીની લડત કે માનવીના ગૌરવની લડતમાં સહજે
    પણ રુચિ ન હતી, એટલું જ નહીં ખુદ શ્રીજીમહારાજને માત્ર ગાયો તથા બ્રાહ્મણોની જ
    ચિંતા હતી ! સ્વામિનારાયણ મંદિરે સમાજમાં અસ્પૃશ્યતા ટકી રહે તે માટે ભૂમિકા ભજવી
    હતી ! ખુદ સહજાનંદજીએ અતિ શુદ્રોને તિલક કરવાની મનાઈ ફરમાવી છે !
    સહજાનંદજીએ સંપ્રદાયના ઓઠા હેઠળ વર્ણવ્યવસ્થાની કટ્ટર હિમાયત કરી હતી !

    (9) મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે BAPS; તેમના ગ્રંથોમાં કોઈ ઊંડું તત્વજ્ઞાન
    નથી;માણસાઈનું મહત્વ નથી; વર્ણવ્યવસ્થાનું મહત્વ છે.મહિલા વિરોધી વિચારો છે.
    વિધવા લગ્નના બદલે કૃષ્ણ ભક્તિ કરી જિંદગી
    વિતાવવાનો ઉપદેશ આપે છે.વિચારોમાં એટલો બધો વિરોધાભાસ છે કે તમે ગુંચવાઈ
    જાઓ ! સાચું શું અને ખોટું શું ? તેનો નિર્ણય કરી શકાય તેવી સ્પષ્ટતા તેમના ગ્રંથોમાં નથી.
    શિક્ષાપત્રીથી પણ ચઢિયાતી વિરોધાભાસી વાતો તેમના બાકીના ગ્રંથો માં છે.પાનું 88.
    (10) કોઈ પણ ધર્મના પરચા/ ચમત્કારને ઈતિહાસ ન કહવાય; એ માત્ર લોકોને
    આકર્ષવા માટેની યુક્તિ જ કહી શકાય. અલૌકિકતાની વાતો કરી સત્તા પ્રાત કરવાની આ
    મોડસ ઓપરેન્ડી છે. સ્વામિનારાયણ સંપ્રદાય જેને ઇતિહાસ કહે છે તે પરચા છે, જૂઠાણાં
    છે.પાનું-103.


--