13મી ડિસેમ્બર 2023- સંસદમાં સલામતી ભંગ અને -
13મી ડિસેમ્બરે આશરે એક વાગે લોકસભામાં બે યુવાનો નામે એક સાગર શર્મા( ઉ.વ. 25)મૂળ લખનોના(યુપી રાજ્ય) અને બીજા મનોરંજન ડી.( ઉ વ.33)માયસોર (કર્ણાટકરાજ્ય)પ્રેક્ષક ગેલેરીમાંથી સંસદ ભવનમાં કૂદી પડયા . તરતજ તેઓએ સૂત્રો પોકાર્યા- " मोदी सरकार तेरी तानाशाही नहीं चलेगी ". બન્ને એ પોતાના બૂટમાં' સંતાડેલ સ્મોક કેન્સ્ટર ખોલીને પીળો ગેસ બહાર કાઢયો. સંસદમાં થોડાક સમય માટે હાજર સભ્યોમાં ગભરાહટ અને ભય ફેલાઈ ગયો. બન્ને થોડીક મિનિટોમાં જ પકડાઈ ગયા.કોઈપણ સંસદ સભ્યને કોઈ ઇજા થઇ ન હતી. સદર સમયે મોદીજી અને અમિત શાહ સંસદમાં હાજર હતા નહીં.
સંસદભવન બહાર તેમના બે સાથીદારો એક નીલમબેન આઝાદ ( ઉ વ 37) ગામનું નામ જિન્દ -હરિયાણા રાજ્ય અને અમોલ શિંદે (ઉ વ 25) લાતુર મહારારાષ્ટ્ રાજ્યના બૂટમાં ગેસ કાઢતા પકડાઈ ગયા.
પોલીસ તંત્રએ UAPA(બિનજામીનપાત્ર) કલમ ઉપરાંત અન્ય ફોજદારી કલમો લગાવી તે બધાની અટકાયત કરી. સંસદની સલામતી ભંગ અંગે પોલીસ તંત્રએ તપાસ સમિતિની રચના કરી છે.
સંસદ ભવનની પ્રેક્ષક ગેલેરીમાં દાખલ થવાની( વિઝીટર પાસ) પરવાનગી બીજેપીના માયસોર ( કર્ણાટક)રાજ્યના સંસદ સભ્ય પ્રતાપ સિન્હાએ આપી હતી.
આ કૃત્યમાં સામેલ ચારેય (3 યુવાનો અને એક યુવતી) અંગેની આધારભૂત માહિતી મળેલ છે.ટૂંકમાં તે નીચે મુજબ છે. તે બધા દેશ વિરોધી દેશની અંદરના કે બહારના કોઈ સંગઠન સાથે જોડાયેલા નથી.
મનોરંજનદાસ (33વર્ષ માયસોર) -તેના પિતા દેવરાજભાઇ એ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે મારો દીકરો ખોટું કરે જ નહીં. ખોટું કરે તો તે મારો દીકરો જ ન હોય! તે વિદ્યાર્થી કાળમાં તે વિદ્યાર્થી યુનિયનનો નેતા હતો. તે દિલ્હીમાં છે તેની મને ખબર જ ન હતી. એન્જીન્યરીંગ ગ્રેજ્યુએટ, બંગ્લોરની આઈટી ફર્મ માં નોકરી કરતો હતો. આ નોકરી દરમ્યાન તે દિલ્હી -બંગ્લોર વચ્ચે આવનજાવન કરતો હતો. બેકાર થવાથી પોતાના પિતા સાથે ખેતરમાં મજૂરી કામ કરી મદદ કરતો હતો.તે અપરણિત છે. મારો દીકરો ખુબજ ચોપડીયો વાંચતો હતો. તેણે સ્વામી વિવેકાનંદ પર પણ ઘણું વાંચ્યું છે. તેનો રાજકીય ઝુકાવ કઈ વિચારસરણી પર છે તે મને ખબર નથી.
અમોલ શિંદે(25 વર્ષ લાતુર -મહારાષ્ટ્) લશ્કરી ભરતીમાં નપાસ થયો હતો. તેની માતા પોલીસ સમક્ષ કહે છે કે આ નિષ્ફ્ળતાથી મારો દીકરો અમોલ માનસિક રીતે ખુબજ હતાશ અને નાસીપાસ થઈ તેના દિવસો પસાર કરતો હતો. મારા શિક્ષણનો શું હેતુ જો મને જોબ જ ન મળવાની હોય તો? હવે તો મારી ઉંમરની વયમયાર્દા અગ્નિવીર માટે પણ લાયક નથી.અમોલનાં ગામના લોકો કહે છે કે તેનું આખું કુટુંબ દાઢિયે ખેતમજૂર તરીકે જીવન જીવે છે.અમોલ તેના ચાર ભાઈબહેનોમાં સૌથી નાનો છે.
નીલમબેન આઝાદ (37 વર્ષ જિંદ હરિયાણા ) શિક્ષિકાની નોકરીમાંથી રુક્ષદ મળતાં બેકાર બની હતી.નીલમે કિસાન અંદોલન, મહિલા પહેલવાનોના આંદોલનમાં પણ ભાગ લીધો હતો. તેણીના માતા પોલીસને જુબાનીમાં કહે છે કે અમારું કુટુંબ પૈસાદાર કે આર્થિક રીતે સમૃદ્ધ કુટુંબ નથી.મારી દીકરી નીલમે એમ એ,એમ એડ,એમ ફીલ અને નેશનલ એલીજીબીટી ટેસ્ટ પણ પાસ કરેલ છે.નીલમ ફરિયાદ કરતી હતી કે " હૈ! મા! તમે બધાએ મને બહુ ભણાવી છે.તેમ છતાં મને નોકરી મળતી નથી. મારે તો હવે મરી જવું છે.નીલમના પિતાજી કુંભાર જાતિના છે. મીઠાઈ બનાવીને વેચવાનો ધંધો કરે છે. તેણીના ભાઇઓ છૂટક દૂધ વેચવાનો ધંધો કરે છે. મારી નીલમ, બાબા સાહેબ આંબેડકર અને ભગતસિંહ ના વિચારોથી ખુબજ પ્રભાવિત હતી.
સાગર શર્મા લખનૌ રહીશ છે. બે માસથી ઈ-રીક્ષા ચાલાક છે. પહેલાં બંગ્લોરમાં આઈ ટી ફર્મમાં જોબ કરતો હતો. તેનો મિત્ર વિવેક જૈશવાલ જણાવે છે કે તે ભગતસિંગ ના વિચારો અને કાર્યોથી ઘણો પ્રભાવિત હતો.
છેલ્લા એક વર્ષથી મોબાઈલ વી. એપ્સની મદદથી ચારેય એક બીજાના સંપર્કમાં હતા.અને સદર કામની વહેંચણી કરી હતી. ફેસબુક પર તેમના ગૃપનું નામ "ભગત સિંગ ફેન પેજ" રાખ્યું હતું. તે બધાને કોઈ સંબંધ કોઈ રાજકીય પક્ષ કે ટેરરિસ્ટ સંગઠન સાથે ન હતો. તેમના સદર કૃત્ય પાછળ ફક્ત ફક્ત યુવા- બેકારો ની નિરાશા,હતાશા સિવાય કઈ નથી.
દેશના ગૃહ પ્રધાન અમિત શાહનું " મોદી સરકારની દશ વર્ષની યુવા-બેકારીની સમસ્યા ઉકેલવાને બદલે" દિલ્હી પોલીસના સહકારથી ક્યાં મગજ દોડે છે તે થોડા સમય માં ખબર પડશે.
( સૌ.Indian Express).