Friday, December 22, 2023

જર્મનીના હિટલરે પોતાની સંસદ ભસ્મીભૂત કરાવી દીધા પછી 1933થી 1945 સુધી અબાધિત સત્તા ભોગવીને દેશ અને દુનિયાને પણ આખરે ભસ્મીભૂત કરી.




જર્મનીના હિટલરે પોતાની સંસદ ભસ્મીભૂત કરાવી દીધા પછી 1933થી 1945 સુધી અબાધિત સત્તા ભોગવીને દેશ અને દુનિયાને પણ આખરે ભસ્મીભૂત કરી.


જર્મનીના હિટલરે પોતાની નાઝી પાર્ટીની  સાથે ભેગા થઈને 27મી ફેબ્રુઆરી સને 1933 પોતાના દેશની પાર્લામેન્ટ  સળગાવી દીધી  હતી. દેશ અને દુનિયા સમક્ષ જાહેર કર્યું  હતું કે " સામ્યવાદી પક્ષે" કાવતરું  કરીને  આ કૃત્ય  કર્યું  હતું. સંસદમાં લઘુમતીમાં હોવા છતાં રાષ્ટ્ર પ્રમુખ પાસે બીજે જ દિવસે નીચે  મુજબના  કટોકટીના ફરમાનો જાહેર કરીને સને 1945 સુધી બેલગામ સત્તા  ભોગવીને પોતાના દેશના અને દુનિયાના કુલ ચાર કરોડ કરતાં વધારે નાગરિકોનો નરસંહાર કર્યો કે કરાવ્યો હતો.

કટોકટી જાહેર કરી નીચે મુજબની સત્તા પોતે અને નાઝી પાર્ટીએ મેળવી લીધી હતી.


(1)બીજા જ દિવસથી દેશના તમામ નાગરિકોને સમૂહમાં એકત્ર થઈને સભા-સરઘસ ભરવાનો અધિકાર,અભિવ્યક્તિની આઝાદી, અખબારી આઝાદી અને તમામ નાગરિકના બંધારણીય અધિકારો હિટલરના અંત સધી સને 1945 બેલગામ ચાલુ રહ્યા હતા.

(2)  નાઝી પાર્ટી સિવાયની જર્મનીની તમામ રાજકીય પાર્ટીઓ અને તેના નેતાઓને કોઈપણ કાયદાકાનૂન ભંગ સિવાય પણ અટકાયત કરવાનો,જેલમાં ગોંધી રાખવા, વિરોધી રાજકીય પાર્ટીઓની મિલ્કતો જપ્ત કરવી,તેમની સંસ્થાઓને બરખાસ્ત કરી દેવી, સત્તાને માન્ય ગમે તે નાગરિકની  માલ- મિલ્કત " રાષ્ટ્ર હિતમાં' જપ્ત કરી દેવા ની સત્તા.

(3) હિટલરની હકૂમતને દેશના કોઈપણ સ્થાનિક સરકારો,રાજ્યો સરકારોના કાયદાઓને નામંજૂર કે રદબાતલ  કરી શકે છે. અને તમામ નાગરિકોના કુદરતી અધિકારો સત્તા ઈચ્છે ત્યાં સુધી મુલતવી રાખી શકે છે.

અબાધિત સત્તા ઝૂંટવી લીધા પછીના 24કલાકમાં દેશ વ્યાપી 4000 રાજકીય વિરોધીઓને જેલમાં પૂરીને અમાનુષી શારીરિક સિતમ ગુજારવા માંડયો અને સંસદમાં ચૂંટાયેલા સામ્યવાદી પક્ષના 85 સભ્યોને નિષ્કાશીત કરી દીધા.વિરોધ પક્ષ વિનાની સંસદ નાઝી પક્ષના સભ્યો માટે બેલે ડાન્સ કરવાનો ભવ્ય રૂમ  બની ગયો.


 સત્તા નામે જુલ્મી  હોય છે અબાધિત સત્તા અબાધિત જુલ્મી  બની શકે છે.હવે પછીના લેખમાં ભારતીય સંસદના તાજેતરના બનાવ અંગે.

ફોટાઓ -(1) જર્મન ભસ્મીભૂત થયેલી સંસદનો ફોટો (2) આ બાબરી મસ્જિદ નથી પણ જર્મન સંસદનો ગુંબજ છે. (3) ભસ્મીભૂત સંસદની મુલકતે હિટલર, જોસેફ ગોબેલ્સ વી સાથીઓ સાથે.પોતાનો જમણો હાથ બેન્ચ પર મુકેલ છે તે હિટલર છે.



--