Tuesday, December 26, 2023

હે ! દેશના નાગરિકો ! હવે! તો તમે, અમને તમારા વર્તમાન રાજ્યકર્તાઓને તેમના સાચા રંગરૂપે તો ઓળખો!

હે ! દેશના નાગરિકો ! હવે! તો તમે, અમને તમારા વર્તમાન રાજ્યકર્તાઓને તેમના સાચા રંગરૂપે તો  ઓળખો!

છેલ્લો લેખ ફેસબુક પર મેં તા.13મી ડિસેમ્બરે સંસદમાં બે શિક્ષિત પણ બેકાર યુવાનોએ પ્રેક્ષક ગેલરીમાંથી  કૂદકો મારીને  સંસદ ગૃહમાં કાયદો  હાથમાં લઈને જે નિંદનીય કૃત્ય કર્યું  હતું  તેની વિગતે વાત કરી હતી.

 હવે આ બનાવ સાદી સીધી ભાષામાં સંસદની સલામતી ચૂકના બનાવ તરીકે કહેવાય! જે ખુબજ ગંભીર બાબત  કહેવાય. લોકસભા અને રાજ્ય સભામાં વિરોધપક્ષના સભ્યો  તરફથી  એવી રજુઆત થઈ કે વડાપ્રધાન અને ગૃહમંત્રી પોતાનો અભિપ્રાય જણાવે.

પોલીસ તંત્રે તો મીડિયા અને અખબારી જગતને  વિગતે માહિતી  પુરી પાડીને ભવિષ્યમાં કેવી તકેદારી રાખીશું તેની અધિકૃત રજુઆત કરી હતી. મોદી સરકાર સરળતાથી કહી અને બાંહેધરી આપી શકતી. ભૂતકાળમાં વડાપ્રધાન  અટલ બિહારી બાજપાઈજીના સમયે આજ દિવસે સલામતી ચુકથી સંસદમાં લોહિયાળ બનાવ બનેલો હતો. બાજપાઈજીએ દુઃખ, દિલસોજી અને  તપાસ કરવાની  બાંહેધરી આપી  સૌ નો  સહકાર મેળવી વાતને આટોપી લીધી  હતી.

       વડાપ્રધાન અને ગૃહમંત્રીએ  કોઈ અમારી સત્તા સામે વિરોધી અવાજ ઉઠાવે જ કેમ?  નાની સરખી વાતનું  વતેસર આમાં પણ કરી દીધું.

 બંને ગૃહોમાં થઈને આશરે 150 સંસદ સભ્યોને આખા શિયાળુ સત્ર માટે સભાગૃહની તમામ કાર્યવાહીમાંથી કાઢી મુક્યા.

ત્યારબાદ ગૃહમંત્રી અમિતશાહે દેશની ફોજદારી દંડ સંહિતામાં ( ઇન્ડિયન ક્રિમિનલ લૉ )ત્રણ(3)બિલ પસાર કરાવી લીધા.લોકસભામાં સદર બીલો પસાર કરતી વેળાએ  જોરશોરથી  દલીલ કરી કે આ તો અમે બિર્ટીશ સંસ્થાનવાદ કે ઉપ્નીશેંદવાદના ઐતિહાસિક વારસાને નાબૂદ કરીને નવી દંડસંહિતાનું બિલ રજૂ કરીએ છીએ.જેની ટૂંકમાં વિગતો નીચે મુજબ છે.ખરેખર તો ગોરી સરકારનું નામ દઈને દેશના ગૃહમંત્રીએ નાગરિક સ્વતંત્રતાઓનું ગળું રૂંધી નાખવાનું  સુનિયોજિત કાવતરું કર્યું  છે." नाम बड़े और दर्शन खोटे". 

(1)ભારતીય ન્યાય સંહિતા IPC 1860 ને બદલે (2) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા CRPC 1973 ને બદલે (3) ભારતીય સાક્ષી બિલ Indian Evidence Act-1872. 

સદર બિલ રજૂ કરતા સમયે ગૃહમંત્રીની ભાષામાં આદમ્ભભરી વાકછટા (rhetoric)સિવાય કાંઈ ફોજદારી કાયદા અને ન્યાયિક ચિંતનમાં કોઈ ધ્રષ્ટિ (It is difficult to see any transformative vision for criminal law and justice) દેખાતી ન હતી.ખરેખર  આ 3ણેય બીલથી નાગરિક જીવન અને સ્વતંત્રતાઓ પર રાજ્ય સત્તાનો કબ્જો વધારવાનું ચોખ્ખું અને ખુલ્લુ  નગ્ન  કાવતરું  છે. જે હકીકત  દેશના  નાગરિકો અને વિરોધ પક્ષના રાજ્યકારણીઓની ધ્યાન બહાર ગયું  લાગે છે. 

  1. ગોરી સરકારના  કાયદામાં પોલીસ કસ્ટડીમાં કહેવાતા ગુનેગારને રાખવા નો સમય ફક્ત 15 દિવસ હતો. અમિત શાહ  સાહેબે સદર સમય વધારીને 60 દિવસ થી 90 દિવસ કરી દીધો છે. તે નક્કી  કરવાની સત્તા ન્યાયતંત્ર પાસે થી લઈ લઈને જિલ્લા પોલીસ અધિકારી ને

(DSP) આપી છે. જેની નિમણુંક, બદલી જે તે રાજકીય પક્ષની રાજ્ય સરકાર કરે છે.બે માસથી ત્રણ માસની પોલીસ  કસ્ટડીમાં પેલા  ગુનેગાર ની શી દશા  થશે! તાજેતરના  અખબારી સમાચાર  પ્રમાણે દેશના 28 રાજ્યોમાં  ગુજરાતમાં "પોલીસ કસ્ટડીમાં " મૃત્યુ પામનારની સંખ્યા સૌથી  વધારે  હતી.  

  1.  " દેશની સાર્વભૌમત્વ,અખંડતા અને એકતા વિરુદ્ધ ગુનાહિત ગેરમાહિતી  ફેલાવી તે  મારા તમારા  માટે  ડીએસપી  નક્કી  કરશે અને પછી 60 કે 90 દિવસ માટે જામીન સિવાય, કોર્ટમાં  રજૂ કર્યા સિવાય પુરી રાખી શકશે.

  2. રાષ્ટ્ર દ્રોહ ને બદલે  હવે સાહેબે સદર બિલમાં' દેશદ્રોહ  શબ્દ પસંદ કર્યો છે. પણ દેશદ્રોહ કોને કહેવાય તેની વ્યાખ્યા  કરી નથી.                    

  3. સંગઠિત ગુન્હો (organised crime and terrorist act)માં  કોઈના ગળામાંથી ચેઇન ખેંચવી, ખિસ્સા કાપવાં અને સિનેમાની ટિકિટોનું  કાળાબજાર કરવું વિ, ને સમાવી લેવામાં આવ્યા   છે. " કહિપે નજર ઓર કહિપે નિશાના ".

  4. ડીએસપીએ કોઈ ગુનાને આતંકવાદી  ગુનો ગણવો કે પછી યુએપીએ (બિનજામીનપાત્ર ) હેઠળ  કેસ નોંધવો તેની કોઈ સ્પષ્ટ  જોગવાઈ  પણ નવા બિલમાં કરવામાં આવી નથી.( It is a curious provision without any real guidance on the basis on which the officer would make this decision.)

  5. ક્રિમિનલ ન્યાય વ્યવસ્થામાં પ્રમાણિકતા અને ઝડપ વધે માટે પોલીસ ઓફિસોમાં  સી સી ટીવી કેમેરા અને ઓડિયો વિઝ્યુઅલ  સગવડો હોવી કાયદાકીય રીતે  ફરજીયાત બનાવશે.(!).ફોરેન્સિક નિષ્ણતો પણ હશે.

  6. વર્તમાન ફોજદારી ન્યાયિક વ્યવસ્થા સુધારવા  નવા બિલોમાં' કોઈ જોગવાઈઓ નથી.

  7. આવા બધા બીલો પસાર કરવા વિરોધ પક્ષ અને તેના સભ્યો ની હાજરી  કેવી રીતે  ચાલે?

  8. સત્તાપક્ષે કાયદો ઘડવાની સત્તા અને  કાયદાનું બંધારણીય અર્થઘટન કરવા ની સત્તા પોતાનામાંજ  આમેજ કરી લીધી છે.વર્તમાન સત્તાધીશોએ રાજ્ય ના તમામ એકમો કે અંગોનું  બેલગામ કેન્દ્રીકરણ કરી નાખ્યું છે.

       (સૌ .ઇન્ડિયન એક્સપ્રેસ).




      



--