Monday, January 30, 2023

આપણે મનુસ્મૃતિ વિષે કેટલું જાણીએછીએ?


આપણે મનુસ્મૃતિ વિષે કેટલું જાણીએ છીએ?

સને ૨૦૧૪ પછી બીજેપી–મોદી સરકારની આઠવર્ષની સત્તામાં હવે' હિંદુરાષ્ટ્ર', હિંદુ હ્રદયસમ્રાટ, દેશના બંધારણનો વિકલ્પ મનુસ્મૃતી, હિંદુબહુમતીવાદ' વિ. શબ્દસમુહો ચલણીનાણાંની માફક સામાજીક ચલણ બની ગયા છે. હિંદુરાષ્ટ્ર એટલે મનુસ્મૃતિના નિયમો સંચાલિત રાજ્ય.

1.    મનુસ્મૃતિની રચના ચાર વેદોને આધારે છે. વેદોની રચના બ્રહ્મા– ઇશ્વરી સર્જન છે માટે તે સત્ય છે. તેના નિયમો દરેક હિંદુને બંધનકર્તા છે. હિંદુધર્મી એટલે કોણ? તેની ઓળખ માટેના લક્ષણો કયા કયા છે. મનુસ્મૃતિની રચના બૌધ્ધ, જૈન અને શીખ ધર્મો પહેલાંની છે. માટે આ બધા ધર્મોના અનુયાઇઓને મનુસ્મૃતિના કાયદા કે નિયમો બંધન કરતા નથી.

2.     હિંદુની ઓળખ માટેના લક્ષણો– એક, વેદ ને ઇશ્વરી સર્જન ગણનાર.એટલે અવતારવાદ અને પુર્વજન્મ– પુનર્જન્મમાં શ્રધ્ધા રાખનાર, બે,વર્ણવ્યવસ્થા આધારીત સમાજ રચનાનો ટેકેદાર, ત્રણ,ગૌરક્ષાનો ટેકેદાર, અને ચાર મુર્તીપુજામાં શ્રધ્ધા રાખનાર.

3.    મનુસ્મૃતિના નિયમો, કાયદો કે બંધનો વર્ણવ્યવસ્થા આધારીત ચાર વર્ણો– બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોના એકબીજા સાથેના સામાજીક, આર્થીક ને રાજકીય વ્યવહારો નક્કી કરે છે. સદર વ્યવહારોની પુર્વશરત છે કે તે વર્ણવ્યવસ્થા આધારીત ચાર વર્ણના સામાજીક અસમાનતા, ઉંચ–નીચના સ્તરો જે જન્મ આધારીત છે તેને ઇશ્વરદત્ત ગણે છે. અપરિવર્તનશીલ ગણે છે.

4.    ચારવર્ણોનું સર્જન ઇશ્વરી છે. ઇશ્વરના અનુક્રમે મુખમાંથી બ્રાહ્મણ, ક્ષત્રીય હાથમાંથી, વૈશ્ય જાંઘમાંથી ને શુદ્ર પગમાંથી જન્મેલા છે. તે પ્રમાણે આ બધાનું સામાજીક ઉંચનીચનું સ્થાન પુર્વનિર્ણીત છે.

5.    મનુસ્મૃતિ પ્રમાણે બ્રાહ્મણ જ તપ–જપ–યજ્ઞ વિ કરી શકે. રામાયણમાં ઉલ્લેખ કરેલ શુંબક જેવો શુદ્ર તપ કરે તો તેના કાનમાં ગરમ ગરમ ઉકળતું સીસુ શિક્ષા તરીકે નાંખવાનો ઉલ્લેખ છે.અને મહાભારતમાં એકલવ્ય જેવા આદિવાસીનો જમણાહાથનો અંગુંઠો ગુરૂ દક્ષીણામાં કાપી લેવાનો પણ ઉલ્લેખ છે.

6.    મનુસ્મૃતી પ્રમાણે હિંદુરાષ્ટ્ર જે એક રાજાશાહી કે સરમુખત્યારશાહી એકહથ્થુ સત્તા હોવાથી તેમાં નીચલી જાતીનો કોઇપણ હિંદુ પોતાનીથી વર્ણવ્યવસ્થામાં ઉલ્લેખ કરેલ ઉપલી જાતનો કોઇ વ્યવસાય કરે તો રાજ્યસત્તાને તેની તમામ મિલકત જપ્ત કરીને દેશ નિકાલ કરવાનો અબાધિત અધિકાર હોય છે. આ કાયદામાં કોઇ અપીલ માટેની જોગવાઇનો ઉલ્લેખ નથી.

7.     આ નિયમો પ્રમાણે બ્રાહ્મણ ચારવર્ણોમાં સર્વોચ્ચ ઇશ્વરી સર્જન હોવાથી અને તેનું સર્જન ઇશ્વરના મુખમાંથી થયેલું હોવાથી અન્યવર્ણના લોકોએ પોતાનામૃત્તજન પાછળ દાનમાં આપેલ તમામ ચીજો તેના મુખમાં મુકેલ અન્નની માફક ઇશ્વરને પહોંચે છે. બ્રાહ્મણનું વર્ણવ્યવસ્થામાં કાર્ય પોસ્ટ ઓફીસ તરીકેનું છે. દેવોની ભાષા સંસ્કૃત હોવાથી ને તેના અર્થઘટન– શિક્ષણ–પ્રચાર વિ અબાધિત અધિકાર બ્રાહ્મણનો છે.

8.     સમકક્ષ જ્ઞાન ધરાવનાર બ્રાહ્મણ અને શુદ્ર સમાન સ્તર બેસી શકે નહી. આવો દાવો કરનાર શુદ્રનો મનુસ્મૃતીમાં શિક્ષા તરીકે શિરચ્છેદની જોગવાઇ છે.

9.    મનુસ્મૃતિના કાયદા પ્રમાણે સ્રીનું નિયંત્રણ બાળપણમાં પિતા, લગ્ન પછી તેના પતિ ને પતિના મૃત્યુબાદ દિકરાને હસ્તાંતર કરેલ છે. સ્રી એક ચીજ વસ્તુથી વિશેષ સ્થાન વર્ણવ્યવસ્થા આધારીત હિંદુ સમાજમાં ધરાવતી નથી. માટે જ રામાયણના સ્થાપક તુલસીદાસે આ ગ્રંથમાં એક શ્લોકમાં લખ્યું છે કે ' ઢોલ, ગંવાર,શુદ્ર,પશુ અને સ્રી, સબ હૈ તાડન (માર ખાવા માટેના)કે અધિકારી(લાયક) છે.( Ramcharitmanas of Tulsidas says women and shudras deserve to be beaten " Dhol, ganwaar, shudra, pashu, naari, yeh sab hain taadan ke adhikaari "

10. વિધુરને પુર્નલગ્નનો અધિકાર મનુસ્મૃતિ પ્રમાણે અબાધિત છે. પરંતુ હિંદુ વિધવાને જીવે ત્યાંસુધી વૈધવ્ય જ પાળવાનું તેના લલાટે નકકી કરેલું છે.

11. મનુસ્મૃતી આધારીત અસ્તીત્વમાં આવેલ હિંદુ કાયદાનો સિધ્ધાંત સામાજીક અસમાનતા પર આધારીત છે.(The Hindu law as codified by Manu is based on the principle of inequality.) મનુના હિંદુ સમાજમાં એકજ પ્રકારનો ગુનો કરનારઅને ગુનાનો ભોગ બનનારની શિક્ષા તેની વર્ણ–જ્ઞાતી આધારિત હોય છે. દા:ત જો એકજ પ્રકારનો ગુનો બ્રાહ્મણ ને શુદ્રે કર્યો હોય તો મૃત્યુ દંડની સજામાં બ્રાહ્મણ માટે મૃત્યુ દંડ એટલે તેનું ટકો–મુંડન જ્યારે શુદ્ર માટે ફાંસીની વાસ્તવીક સજા.(For example, if a Brahmin is awarded death sentence, it is sufficient to shave his head, but Kshatriya, Vaishya and Shudra are to actually die.)

12.  હિંદુ કોડબીલ પ્રમાણે શુદ્રોને તમામ ઉપલી વર્ણોના કામના બદલામાં વેતન આપ્યા સિવાય વેઠ કરવી શકે. કારણકે હિંદુ ધર્મમાં શુદ્રોનો જન્મ જ ઉપલી વર્ણોની વિના વેતન જીવનભર 'કર્મયોગી' તરીકે કામ કરીને આધ્યાત્મિક આનંદ લેવા માટે જ છે.

13.  બ્રાહ્મણ શુદ્રનું ખુન કરે તો તેને સજા તરીકે બિલાડી,દેડકો, ઘુવડ કે કાગડામાંથી ગમેતે એક  ને મારવાની સજા ભોગવવાની! (Such is the unequal justice of Manausmruti).

14.  હૈ! ભારત દેશના નાગરિકો! મનુસ્મૃતી આધારીત કાયદાનું શાસન અને હિંદુરાષ્ટ્રની સ્થાપના માટે મેદાને પડેલાઓથી સાવધાન!

15. મનુસ્મૃતિ દહન દિવસ–૨૫મી ડીસેમ્બર ૧૯૨૭. આપણે સને૨૦૨૩માં આશરે ૧૦૦ પછી ક્યાં ઉભા છીએ! ખુબજ દુ;ખદ.

 

 

--

Friday, January 27, 2023

શું ભારતનું બંધારણ પવિત્ર બુક( HOLY BOOK) છે?


શું ભારતનું બંધારણ પવિત્ર બુક( HOLY BOOK) છે?

હા! દેશના વડાપ્રધાનને પ્રજાસત્તાક દિવસે પોતાના પ્રવચનમાં જાહેર કર્યુ છે કે દેશનું બંધારણ એક પવીત્ર ગ્રંથ("holy book") છે.

(1) વિશ્વને માથે મારેલો 'પવિત્ર ગ્રંથ' નો ખ્યાલ અને તેના આધારીત વિકસેલી માનસીકતાએ જે ખુના મરકી પેદા કરી છે અને હજુ તેના ઝંડાધારીઓ જે દેશ અને દુનીયામાં અરાજકતા ફેલાવી રહ્યા છે તે અમાપ છે.

(2) લગભગ વિશ્વનો કોઇ ધર્મ કે સંપ્રદાય બાકી નહી હોય કે જેની ' હોલી બુક' નહી હોય. દા:ત ખ્રીસ્તીધર્મ– બાયબલ, ઇસ્લામ– કુરાન, હિંદુ– ગીતા વિ.

(3) આ બધા 'હોલી બુક'ની માનસીકતાવાળા તેમાં લખેલ હકીકતો પર શંકા રાખનારા, તેની વિરૂધ્ધ સાબિતી આપનારા, પુરાવા રજુ કરનારાને શિરચ્છેદથી ઓછી સજા કરતા નથી. દરેક યુગમાં અને આજે પણ આ બધાનો ધંધો જુદો નથી.

(4)  માનવજાતનો વિકાસ 'હોલી બુક' ના સત્યોને પડકારીને જ થયો છે.

(5) કોઇ આપણા સાહેબને પુછી શકશે ખરા કે હિંદુધર્મની ' હોલી બુક' ગીતાના નાયક કે સર્જકે પોતે સ્પષ્ટ કહ્યું છે હિંદુ વર્ણવ્યવસ્થા મારૂ સર્જન છે. બીજી બાજુ સાહેબે પ્રજાસત્તાક દિને જાહેર કર્યુ કે  'હોલી બુક' ભારતીય બંધારણમાં ઉદ્ઘઘોષણા છે કે દેશના તમામ નાગરીક એક છે સમાન છે.' અમે ભારતના લોકો!' ખરેખર તો દેશના નાગરીકોએ હિંદુ હ્રદયસમ્રાટમાંથી બંધારણ હ્રદયસમ્રાટના પરિવર્તનને આવકારવું જોઇએ. પણ એક શરતે પેલી જુમલાબાજી જેવું તો નહી હોય ને! દેશના નાગરીકના દરેકના ખાતામાં રૂપીયા ૧૫લાખ જમા થશે!'      

(6)   તાજેતરમાં દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટીસ ચંદ્ર્ચુડ સાહેબે જાહેર કર્યું કે દેશનું બંધારણએ નોર્થ સ્ટાર(North Star) છે. અંગ્રેજી સાહિત્યમાં આ શબ્દસમુહનો અર્થ, માર્ગદર્શક, મિત્ર અને આર્ષદ્રષ્ટા થાય છે.

(7)  આપણો દેશ એક ' બંધારણીય લોકશાહી' દેશ છે. તે એક હિંદુ રાષ્ટ્ર બિલકુલ નથી. જે દિવસે બંધારણ સર્જીત તમામ મુળભુત માળખાઓનો( Basic Structures) સર્વનાશ કરવામાં આવશે તે દિવસે બંધારણ પેલી  'હોલી બુક' નહી રહે! સદર 'હોલી બુક' નો કોણ રક્ષક છે કે ભક્ષક તે આવનારો સમય નક્કી કરશે!

(8)   સર્વોચ્ચ ન્યાયાધીશ ચંદ્ર્ચુડ સાહેબે બંધારણના મુળભુત કે પાયાના લક્ષણોમાં આ મુજબ ગણાવ્યા છે. એક– બંધારણીય સર્વોચ્ચતા,બે– કાયદાનુ શાસન, ત્રણ– જુદા જુદા અંગો વચ્ચે સત્તાની વહેંચણી, ચાર– ન્યાયીક મુલ્યાંકન (Judicial review) પાંચ– ધર્મનીરપેક્ષતા, છ– સંઘીય માળખું( federalism) સાત– દેશના દરેક નાગરીકની સ્વતંત્રતા અને વ્યક્તીગત ગૌરવ, આઠ–રાષ્ટ્રની એકતા અને અખંડતા. તે એક ખુલ્લો ગ્રંથ છે, પેલી ધાર્મીક હોલી બુક' ની માફક બંધીયાર નથી. તેમાં બાદબાકી શક્ય નથી પણ તેમાં ક્રમશ સંજોગો પ્રમાણે સુધારાને અવકાશ છે.                         

--

Saturday, January 21, 2023

મોહન ભાગવત ઉવાચ:

મોહન ભાગવત ઉવાચ:

આશરે દસ પંદર દિવસ પહેલાં આર એસ એસ સંચાલીત બે પ્રકાશનો 'પંચજન્ય ને ઓર્ગેનાઇઝર' માં પોતાનો ઇન્ટરવ્યુ આપ્યો હતો.

(1)             તેમાં સમલૈગીંક(LGBT) જાતના સંબંધો ધરાવનારાઓના માનવ અધીકારોના સંરક્ષણની તરફેણ કરી હતી. તે બધાની સાથે ભેદભાવભર્યો સામાજીક વ્યવહાર ન રાખવો જોઇએ.પહેલાં અમે આવા સંબંધોને ગુનાહીત– સજાપાત્ર–ઘૃણાજન્ય ગણતા હતા. પણ દેશની સર્વોચ્ચ અદાલતે આવા સંબંધોને ગુનાહીત ગણવાની ના પાડી માટે અમારૂ વલણ અમે હવે બદલ્યું છે. તે બધાને અમે અમારા હિંદુત્વના પ્રચારકો અને એજંટો તરીકે બિરદાવીએ છીએ. હું તો પશુચિકિત્સક ડોકટર છું.મને વૈજ્ઞાનિક રીતે ખબર છે કે આવી જાતીમાં જન્મ એક જનનીય વિકૃતી(Genetically Abnormalities) સિવાય બીજુ કાંઇ નથી. કુદરતી છે.દૈવી કે ઇશ્વરી તો બિલકુલ નથી.

(2)             સદર બે પ્રકાશનોના તંત્રીઓ સાથે મોહન ભાગવતજીએ નીચે મુજબની ગંભીર ને કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉભા થાય તેવી દેશની સૌથી મોટી લઘુમતી(મુસ્લીમ આશરે૧૪ટકાવસ્તી)અંગે વાત કરી છે.

(3)             હિંદુસમાજ જાગૃત થઇ ગયો છે. હિંદુઓ છેલ્લા ૧૦૦૦ વર્ષોથી મુસ્લીમો સામે યુધ્ધે ચઢેલા છે. તેથી તે ગુસ્સામાં છે. તેથી તે બધા જે બોલે અને કરે તેને નજર અંદાજ કરવો જોઇએ.

(4)             પરંતુ મુસલમાનોએ ગભરાવાની જરૂર નથી. તમારા પુર્વજો આ દેશના બ્રીટીશરો પહેલાંના શાસનકર્તા હતા તેને કારણે તમે બધાએ વીકસાવેલી દંભી આધિપત્ય,કે વર્ચસ્વ(Abandon rhetoric of supremacy)વાળી માનસીકતાને ઘરબી દેવી જોઇએ કે ત્યજી દેવી જોઇએ.

(5)              અમારી સંસ્થા વિદેશી આક્રમણ, વિદેશી માનસીકતા અને વિદેશી ષઢયંત્રો સામે સતત મદદ અને સંઘર્ષ કરતી આવી છે.( "Support" to "this fight" against "foreign aggressions, foreign influences and foreign conspiracies".)

(6)             ભાગવતજી આગળ વધુ સ્પષ્ટતા કરતાં કહે છે કે હિંદુ સમાજના દુશ્મનો કોઇ પરદેશી બહારના(દા;ત– ચીન)ના તેમજ દેશના ભૌતીક જીવનના પ્રશ્નો એટલે મોંઘવારી, બેરોજગારી, કુપોષણ, કથળી ગયેલી આરોગ્ય ને શિક્ષણ બિલકુલ નથી. પણ દેશના દુશ્મનો આંતરીક છે.( Bhagwat said, "This war is not against an enemy without, but against an enemy within.)

(7)             આપણો હિંદુસમાજ, હિંદુધર્મ ને હિંદુ સંસ્કૃતીને તાતી સંરક્ષણની જરૂરત છે.આ બધું ભયમાં મુકાઇ ગયું છે. તે બધાને બચાવવા યુધ્ધ અનિવાર્ય છે.( So there is a war to defend Hindu society, Hindu Dharma and Hindu culture.)

(8)             સદર યુધ્ધ લડવા હિંદુઓ અતિઉત્સાહમાં આવી ગયા છે.તે ઇચ્છનીય નથી. પરંતુ તે બધા ઉશ્કેરનીજનક અને વિવાદાસ્પદ બોલશે.(" Although this is not desirable, yet provocative statements will be uttered.")

(9)             દેશના મુસ્લીમોએ પોતાની વર્તમાન ધાર્મીક માન્યતા,આસ્થા ચાલુ રાખવી હોય અથવા તેઓના પુર્વજોની,ધર્માંતર પહેલાંની હિંદુ માન્યતા ચાલુ રાખવી હોય તો તે પસંદ કરી શકે છે. નિર્ણય તેઓએ કરવાનો છે.( If they wish to stick to their faith, they can. If they want to return to the faith of their ancestors, they may. It is entirely on their choice.)

(10)       જો હિંદુસ્તાનમાં રહેવું હશે તો તમામ અન્ય ધર્મીઓ, સામ્યવાદીઓ અને ધર્મનીરપેક્ષવાદીઓ( સેક્યુલરીસ્ટો)એ પોતાની બૌધ્ધીક સર્વોપરીતાનો દંભ, આડંબર ત્યજીને દેશના હિંદુ મુખ્યપ્રવાહના ભાગ બનવું પડશે.(In fact, all those who live here – whether a Hindu or a Communist–must give up this logic," he said.)

(11)       ૧૨મી જાન્યઆરીના ઇ. એક્ષપ્રેસના તંત્રી લેખનો સારાંશ છે કે આર એસ એસના વડા ભાગવતીજીના મુખેથી વિચારોની ગરમ ગરમ આગ નીકળી રહી છે. આ દેશને પાછા જંગલીયાત ' જિસકે હાથમેં લાઠી ઉસકી ભેંસ' તરફ લઇ જનારી તેમજ ઇતિહાસની ઘડીયાળના કાંટાને પાછા ફેરવવાથી લેશ માત્ર ઓછું કામ નથી.

(12)        જે સંસ્થાના વડાના હૈયે હતું તે હોઠ પર લાવી દીધું છે.(To what lies at the heart—and in the mind of the Sangh Parivar).

(13)       આ કેવી સંસ્થાના ટોચના વડાની વિકૃત માનસીકતા કે જે દેશની સુક્ષ્મમાં સુક્ષ્મ લઘુમતી સજાતીય(LGBT) નાગરીકો વિ ના સંબંધોના માનવ અધિકારોના સંરક્ષણની તરફેણ કરે છે અને આશરે દેશની ૧૫ ટકા લઘુમતી નાગરીકો જેના મા–બાપોએ સને ૧૯૪૭ના વિભાજન પછી દેશમાં રહેવાનું પસંદ કર્યું તેની સામે બહુમતી પ્રજાને યુધ્ધે ચઢવાનું આહવાન આપે છે?

(14)       સદર તંત્રી લેખમાં ભાગવતજીના વીરોધાભાસી નેતૃત્વનું દુ;ખ સાથે નિરિક્ષણ કરતાં લેખમાં વધુ આગળ લખે છે કે

(15)       એક, સને ૨૦૧૮માં રાજધાની દિલ્હીમાં ચાર દિવસ સુધી જે પ્રવચનો આપેલ તેમાં પોતે જાણે  રશીયાના મિખાયેલ ગોર્બેચવનો વારસદાર હોય તેમ (signaled a Sangh glasnost on the minority question) હિંદુ– મુસ્લીમ એકતા સ્થાપવા ખુલ્લાપણા, પુર્વગ્રહવિના ના સંબંધો વિકસાવવાની તરફેણ કરી હતી.

(16)       બે, ગયાવર્ષે ભાગવતજીએ, નાગપુરમાં સંસ્થાના સ્વયંસેવકો સમક્ષ એવી દલીલ કરી હતી કે તમે બધા દરરોજ હિંદુ–મુસ્લીમ સંઘર્ષના કારણો પેદા કરો છો. દેશની મસ્જીદોમાં 'શિવલીંગો શોધવાનું બંધ કરો."( Then, he commented on the Gyanvapi controversy by saying "roz ek jhagda kyun badhana hai (why create daily conflict)", let there be no more hunts in mosques for "shivlings".)

(17)       શું મોહન ભાગવતજીને આ બધું સને ૨૦૨૪ના લોકસભામાટેની ચુંટણીમાં ૮૦– ૨૦ના ધ્રુવીકરણની તૈયારીનું ' ગુજરાત વિધાનસભા ચુંટણી મોડેલ' ને દેશવ્યાપી સ્વરૂપ આપવાની બોલવાની– કવાયત તો નથીને!.


--

Wednesday, January 18, 2023

તમને માહીતી છે–

 તમને માહીતી છે–

(૧) કે ભારત દેશના વડાપ્રધાનની જન્મ આધારીત જ્ઞાતી  ઓ બી સી છે. બીજી પછાત જાતી. તે દલીત    બ્રાહ્મણ, ક્ષત્રીય કે વેશ્ય વર્ણ અને જ્ઞાતીના નથી.

(૨) કોઇપણ હીંદુ જન્મથી તેની જ્ઞાતી– ( ચારવર્ણમાંથી ગમેતે એક) સાથે જ જન્મે છે. જે તેના મૃત્યુ પછીના  અગ્નીસંસ્કારથી પણ નાશ થતી નથી. આત્મા કરતાં પણ તે અમર છે, પાણી, અગ્ની, અને દેશનો કાયદો કે બંધારણ પણ તેનો નાશ કરી શકતું નથી. અમેરીકાની સીટીઝનશીપ પણ તેને નાશ કરી શકતી નથી.

(૩)  હિંદુ વર્ણ વ્યવસ્થાનો જન્મદાતા હિંદુધર્મ છે. હિંદુધર્મના નાશ સિવાય વર્ણ અને જ્ઞાતી પ્રથાનો સર્વનાશ અશક્ય ને અસંભવીત છે.

(૪) હિંદુવર્ણવ્યવસ્થા  હિંદુઓ માટે એક જીવન પધ્ધતી છે. જેને આધુનીક જ્ઞાન– વિજ્ઞાનના સત્ય ને પ્રમાણો એ કોઇજ સ્વીકૃતી આપી નથી. જે હકીકત વીશ્વના તમામ ધર્મો જેવા કે ઇસ્લામ, ખ્રીસ્તી, યહુદી વિ ને પણ એટલીજ તીવ્રતાથી લાગે પડે છે.

(૫) માનવનો સર્જનહાર ઇશ્વર ક્યારેય હતો નહી અને છે નહી.  સદર પરંપરાગત ખ્યાલનું સ્થાન જ્ઞાન –વિજ્ઞાન આધારીત સમુળા અગ્નીસંસ્કારમાં કે કબ્રસ્તાન સ્થાન સિવાય કોઇ જગ્યાએ ન હોઇ શકે.

(૬) માનવ આપણા ગ્રહના તમામ સજીવોનો સહોદર છે. તે બધા સજીવોના સજીવ તરીકેના જીજીવીષાના સંઘર્ષના લાખો કરોડો વર્ષોના અસ્તીવાદ બાદ છેલ્લે આવેલો છે. ને આ પૃથ્વીનો કબજો મેળવી લીધો છે. વિશ્વના તમામ ધર્મો અને તે બધાના કહેવાતા સર્જનહારોની તેમાં ભાગીદારી અને સ્વાર્થી હીતો સમાયેલા છે.

(૭) ભારત દેશનું બંધારણ માનવવાદી– લોકશાહી મુલ્યોનું સર્જન છે. તે તેના સર્જનથી અસ્તીત્વમાં આવેલી સંસદીય પ્રથા, પ્રધાન મંડળ કે કારોબારી અને ન્યાયતંત્રથી પણ સર્વોપરી અને સર્વસત્તાધીશ છે.તેનું સર્જન માનવીય છે અને વ્યક્તિગત ધોરણે માનવ સશક્તીકરણ માટે છે.

(૮) કોઇપણ સામુહીક ઓળખના સશક્તીરક્રણ માટે કદાપી નહી. હિંદુધર્મ આધારીત વર્ણવ્યવસ્થાના સજીવન કે પુનર્જીવન કરીને  હિંદુધર્મ આધારીત ગુલામ, અસમાન, શોષણખોર ને આધુનીક જ્ઞાન–વિજ્ઞાન વિરૂધ્ધની મનુસ્મૃતીમાં સુચવેલ વર્ણવ્યસ્થાને પાછલે બારણે લાવવા ભારતના બંધારણનું સર્જન કરવામાં આવેલ નથી.

(૯) કોઇપણ રાજકીય પક્ષે મતદારોની લાગણીઓનું તૃષ્ટીકરણ કરીને ચુંટણીના મંડપમાં મેળવેલી બહુમતીથી બંધરણીય મુલ્યોનું સંરક્ષણ અને સશક્તીકરણ  બિલકુલ અસંભવ છે. તે ખ્યાલ જ ભ્રામક છે.લોકશાહી મુલ્યોનું કાયમી સંરક્ષણ તેના નાગરિકોની કાયમી જાગૃતતામાં રહેલું છે. કોઇપક્ષ કે તેના નેતાની આંધળી ભક્તીમાં તો ક્યારે નહી. 


--

Tuesday, January 17, 2023

નોટબંધી– સર્વોચ્ચ અદાલતના ચુકાદા પ્રમાણે.

 

નોટબંધી– સર્વોચ્ચ અદાલતના ચુકાદા પ્રમાણે.

સને ૨૦૨૩ના નવાવર્ષની શરૂઆતના દિવસોમાં સર્વોચ્ચ અદાલતે નોટબંધી પર કુલ પાંચ ન્યાયાધીશોની બેન્ચે ચાર વિરૂધ્ધ એકના મતથી ચુકાદો આપીને જાહેર કરી દીધુ છે કે મોદીસરકારનો તે નિર્ણય કાયદેસરનો હતો.સરકારે સદર નિર્ણય તા. ૮મી નવેંબરના રોજ સને ૨૦૧૬ની સાલમાં લીધો હતો. સર્વોચ્ચ અદાલતે આશરે સાતવર્ષ પછી જ્યારે આવા ભયંકર નિર્ણયની નાગરીકજીવનના તારાજીની કોઇ લેશમાત્ર અસરો શોધી ન જડે તમે હોય ત્યારે નિર્ણય કર્યો.

 સદર ચુકાદામાં આપણને રસ છે કે ચાર વિ એક ન્યાયધીશે કેમ જુદો મત આપ્યોછે?માનનીય ન્યાયધીશ સાહેબાનું નામ છે શ્રીમતી બી.વી. નગરાથાના(Justice B V Nagarathna).

(1)    પ્રથમ તારણ એ છે કે મોદી સરકારે સંસદના ગૃહોમાં ચર્ચા કરી ને  કાયદાનું સ્વરૂપ આપીને નિર્ણય લેવાની જરૂર હતી. કારોબારીની સત્તાનો ઉપયોગ કરીને વટહુકમને આધારે આવો પ્રજાજીવનને આર્થીકરીતે બેહાલ નાંખે, ૧૦૦ ઉપરાંત માણસોની લાઇનમાં ઉભારહીને મૃત્ય થાય તેવો નિર્ણય રાતોરાત લેવાની જરૂર નહતી.

(2)                           દેશમાં નાણાંકીય ચલણના પુરવઠા, માંગ અને પ્રતીબધ્ધતા જાળવી રાખવાની જવાબદારી બંધારણ રીતે અસ્તિત્વમાં આવેલ સ્વાયત્ત સંસ્થા રિઝવ બેંક ઓફ ઇંડીયાની છે.વિરોધી ચુકાદો આપનાર ન્યાયધીશ સાહેબાનું તારણ છે કે દેશની કરોડરજ્જુ સમાન નાણાંકીય સંસ્થા આર બી આઇ એ પોતાને અધિકૃત રીતે મળેલ સત્તાનો ઉપયોગ વિવેકબુધ્ધીથી કર્યા સિવાય(RBI didn't apply mind) મોદીસરકારની કારોબારીના નિર્ણય સામે શરણાગતી સ્વીકારીને કાયમી ખોટો શિરસ્તો પાડી દીધો છે. બેંકે આ ક્ષેત્રની કાયદા મુજબ મળેલી સંસ્થાકીય અધિકૃતતાને રાજકીય સત્તાના ચરણોમાં ન્યોચ્છાવર કરીને દેશની ૧૪૦ કરોડ પ્રજાને લાઇનો અને સડકો પર જીવવા મજબુર કરી દીધી હતી.નોટબંધીના વટહુકમ દ્રારા લેવામાં આવેલા તમામ પગલાં કાયદા મુજબના બિલકુલ નહતા.(The measure "was not in accordance with law.")

(3)                           તે રાત્રીના મોદીજીએ નોટબંધી લાવવા જે કારણો બતાવ્યા હતા જેવા કે (અ)કાળાબજાર નાબુદ કરવા (બ) આંતકવાદીઓને મલતી નાણાંકીય સવલતો,(ક)ડ્રગ ટ્રાફીક, અને(ડ)બનાવટી નોટોના જથ્થાને નેસ્તનાબુદ કરવા એકાએક સદર વટહુકમ લાવવો રાષ્ટ્રના હિતમાં હતો. જેની સાથે આરબીઆઇ બિલકુલ સંમત ન હતી. પરિણામ આખરે  કોથળામાંથી બિલાડુ નીકળ્યુ!

(4)                           આર બી આઇ ને મોદી સરકારે કોર્ટ સમક્ષ રજુ કરેલા તમામ પુરાવામાં આવી કોઇ બાબત સાબીત નથી તેવું જસ્ટીસ નગરાનાથા સાહીબાએ પોતાના ચુકાદામાં લખેલ છે. (Justice Nagarathna underlined that a perusal of the records produced by the Centre and RBI showed" no independent application of mind by the Bank" on the proposal to withdraw legal tender of the currency notes. ")

(5)                           આર બી આઇને તેના ખાસ કાયદાની કલમ ૨૬ વિ મુજબ જે સત્તા મલી છે તેનો ઉપયોગ કરવાને બદલે, મગજ દોડાવાને બદલે  મોદીસરકારના વટહુકમની શરણાગતી સ્વીકારીને તેને માન્યતા આપી દીધી છે.સદર કાયદાની કલમમાં એવી સ્પષ્ટ જોગવાઇ છે કે કોઇ નોટના ચલણની કોઇ સીરીઝમાં ખાસ વિશિષ્ટ પ્રકારની (ANY) કોઇ ગેરકાયદેસરતા સાબીત થાયતો તે નોટ દા.ત ૧૦૦, ૫૦૦, કે ૧૦૦૦ કોઇ A, B, C ETC Specific series but not its total supplyતો જે તે નોટની જે તે સીરીઝ ની નોટબંધી કરી શકાય. પણ તેનો અર્થ એવો બિલકુલ નથી થતો કે ૫૦૦ અને ૧૦૦૦ના ચલણનો તમામ જથ્થાની નોટબંધી કરી શકાય!.

(6)                           આપણા સૌના લલાટે પાંચ ન્યાયધીશોની બેંચમાંથી ચાર ન્યાયાધીશ સાહેબોએ પેલા આરબી આઇ એક્ટની કલમ૨૬ની જોગવાઇમાં મુકેલા શબ્દ "ANY" નો અર્થ મોદી સરકાર માટે ALL & NOT SOME અર્થઘટન કરીને નોટબંધીને કાયદેસર સાબીત કરી દીધી.( The majority view was that the expression "any" in Section 26 (2) should be read as "all" and not 'some'.)    

(7)                           જસ્ટીસ નગરરાથાના સાહીબાએ કોર્ટનું ધ્યાન દોર્યુ કે આર બી આઇના પોતાના સોંગદનામા પ્રમાણે ૯૮ ટકાનો ૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટોનો પુરવઠો તો તેની પાસે આવી ગયો હતો! હવે કઇ ૫૦૦– ૧૦૦૦ની નોટોનો પુરવઠો પેલા ત્રાસવાદીઓ, ડ્રગમાફીયા અને નાણાની હેરાફેરી કરનારા તથા કાળાબજારીઓ પાસે રહ્યો?

(8)                            દેશના નાગરીકો! વિચારો! "Please Apply our mind" કે નોટબંધીના સદર ચુકાદાને ચાર વિ એક મતથી કાયદેસર જાહેર કરવામાં આવ્યો છે. "King can do no wrong".

(9)                            સૌ. ઇન્ડીયન એક્ષપ્રેસ ના લેખોનો ભાવાનુવાદ ટુંકાવી ને.


--

Saturday, January 7, 2023

રીડીઝાઇન ધી વર્લ્ડ ભાગ–૩.સેમ પિત્રોડાની કલમે.

રીડીઝાઇન ધી વર્લ્ડ ભાગ–૩.સેમ પિત્રોડાની કલમે.

(1)   દરેક ધર્મોએ પોતાના હિતો અંકે કરવા અનુયાઇઓને જીવન જીવવાનો માર્ગ– નકશો આપી દીધો છે. પછી તે જે ધર્મના અનુયાઇઓની ઓળખ બની જાય છે. ધાર્મીક ઓળખ માટે ધાર્મીક પુસ્તકો છે. તેના પ્રમાણે દેશ અને દુનીયામાં માનવ સંસ્કૃતી વિકસી છે.

(2)   સને ૧૮૪૮માં વિશ્વમાં તમામ ધર્મો સામે કાર્લ માર્કસે નિરઇશ્વરવાદી સામ્યવાદી ઢંઢેરો( The Communist Manifesto) બહાર પાડીને આવતીકાલની માનવજાત વર્ગીય હીતોના સંઘર્ષને કારણે આખરે વર્ગવિહિન સમાજ તરફ કેવી રીતે જશે તેની ડીઝાઇન નક્કી કરી આપી હતી. રશીયા, ચીન અને વિશ્વના બીજા દેશોની નેતાગીરી પોતાના દેશોમાં ક્રાંતી કરીને માર્કસવાદી વિચારસરણી આધારીત સામ્યવાદને અમલમાં લાવ્યા.

(3)   અનુક્રમે સને ૧૯૩૩, ૧૯૭૩ અને ૨૦૦૩માં માનવવાદી ઢંઢેરા(Humanist Manifesto) બહાર પાડયા છે. માનવવાદી મુલ્યો આધારીત ધર્મનીરપેક્ષ(Secular)પણ માનવ કેન્દ્રીત વિશ્વ અને માનવીના હિતોને સર્વોચ્ચ મહત્વ આપતા ઢંઢેરા બહાર પડયા છે. માનવવાદી ઢંઢેરાના સર્જન કરતા વીસમી સદીના વૈજ્ઞાનીકો, તત્વજ્ઞાનીઓ અને નોબેલ પ્રાઇઝ વિજેતા સાહિત્યકારો વિ હતા.

(4)    સને ૧૯૪૮માં ભારતીય મહાન ક્રાંતીકારી ને ચિંતક એમ.એન.રોયેં રેડીકલ હ્યુમેનીસ્ટ મેનીફેસ્ટો( The Radical Humanist Manifesto) બહાર પાડયો હતો. બે વીશ્વયુધ્ધ વચ્ચેના ગાળામાં સંસદીય–પ્રતિનિધિ–સ્વરૂપની લોકશાહી રાજ્યપ્રથાની અંદર રહીને હીટલરનો નાઝીવાદ અને મુસોલીનીનો ફાસીવાદ સત્તા પર આવીને પછી કેવી રીતે લોકશાહીનું જ ગળું ટુંપાવી દીધું તે હકીકત વિશ્વ સમક્ષ છે. તેમાંથી કેવી રીતે માનવજાતને બચાવી શકાય તેના ૨૨ સિધ્ધાંતો એમ. એન. રોય અને તેમના સાથીઓએ સદર રેડીકલ હ્યુમેનીસ્ટ ઢંઢેરામાં સને ૧૯૪૮માં બહાર પાડયા હતા.

(5)   આટલી પ્રસ્તવાના પછી ' રીડીઝાઇન ધી વર્લ્ડ' પુસ્તકમાં અગાઉના બે લેખોમાં સેમ પિત્રોડાએ આપણને સને ૧૯૪૫ પછી લોકશાહી– મુડીવાદી મોડેલને આધારે છેલ્લા ૭૫ વર્ષમાં વિશ્વ ક્યાં આવીને ઉભું છે તે સમજાવ્યું છે. હવે તેના પરિણામોનો વાસ્તવીક અને વૈજ્ઞાનીક ઢબે અભ્યાસ કરતાં લેખકે બે દુન્યવી, ભૌતીક (ઇશ્વરી,આધ્યાત્મિક કે મૃત્યુ પછીના સ્વર્ગ કે મોક્ષ માટે નહી) ધ્યેયો માટે પોતાનો મેનીફેસ્ટો વિકસાવ્યો છે.

(6)   આ મેનીફ્સ્ટોના ચાલક બળોમાં એક છે આપણો ગ્રહ પૃથ્વી અને બીજું ચાલક બળ છે વ્યક્તીગત માનવ કેન્દ્રી સશક્તીકરણ અને તેની સર્વાંગી સુખાકારી.પૃથ્વી અને માનવ કલ્યાણને પ્રાધાન્ય રાષ્ટ્રવાદ, રાજ્ય, ધર્મ, સંપ્રદાય, રંગ, જાતી, પ્રદેશ અને તમામ માનવ સર્જીત જોડાણોથી પર છે.

(A)    પૃથ્વી અને માનવ કેન્દ્રીત સુખાકારી માટે શું સારુ અને શું ખોટું તે નક્કી કરવા,  આપણી પાસે સંવાદ, ચર્ચા, એકબીજા સાથે સહકાર અને સહકાર્યના માધ્યમો ઉપલબ્ધ છે. તે પણ માહિતી યુગના પ્રતિસેકંડની ઝડપ કરતાં વધુ ઝડપી સાધનો ઇન્ટરનેટ, મોબાઇલ, ફેસબુક, ટવીટર, વિ. થી બધા માટે સહેલાઇથી અને સસ્તા હાજરાહજુર છે.આ સુવિધાઓ વૈશ્વીક છે અને રાષ્ટ્રની સીમાઓથી પર છે. મુક્ત છે. સદર સીમાઓ તેના ઉપયોગની બંધક નથી.

(B)   લેખકનો દાવો છે કે માનવકેન્દ્રીત વૈશ્વીક રીડીઝાઇન માટે વર્તમાન તમામ ધર્મો પ્રત્યે સહીષ્ણુતા સમભાવ(ગાંધીયન વિચારસરણી)નો ધ્યેય ચાલકબળ તરીકે ક્રાંતીકારી છે.( In my heart, I am Hindu, Muslim, Christian, Jew, Buddhist, Sikh, Jain, atheist & a lot more. Page 73 para 2.)

(C)   મારા નમ્ર મત પ્રમાણે, જે ધાર્મીક અને રાજકીય ઓળખોએ પોષેલા મતભેદોને કારણે હજારો વર્ષોથી માનવીઓનો સંહાર થતો આવ્યો છે તેને કોઇપણ પ્રકારે માહિતીયુગના ચાલકબળ તરીકે કેવી રીતે સ્વીકાર્ય બને? કોઇપણ માનવ જન્મે ધાર્મીક ક્યારેય હોઇ શકે જ નહી. પૃથ્વીપરના તમામ માનવ દરેક સજીવની માફક જૈવીક પણ સંપુર્ણ અધાર્મીક, જીજીવિષા ટકાવી રાખવા ઉત્ક્રાંતીવાદના સંઘર્ષમાંથી સર્જન પામેલ એકમ છે.૨૧મી સદીની રીડિઝાઇન માટે સર્વધર્મ સમભાવ ને બદલે સર્વધર્મ અભાવનો અભીગમ સોસીઅલ મીડીયા દ્રારા વિકસાવવાની તાતી જરૂર છે.

(D)  ૨૦ સદી સુધી જે રીતે પેલા અમેરીકન ઉપભોગવાદી મોડેલને વૈશ્વીક કક્ષાએ અમલમાં મુકીને,પૃથ્વીની સાધનસંપત્તીનો ઉપયોગ કરીને,તેના વાતાવરણને(Environment) અને તમામ સજીવોના અસ્તીત્વ માટે જોખમરૂપ કક્ષાએ લઇ આવીને મુકી દીધું છે. તેમાં સ્થાપીત હિતો ધરાવતા ધર્મો ને તેના પૃથ્વીપરના ઇશ્વરી એજંટો કેવી રીતે બચાવવાના છે?

(E)   આપણે તો માનવવાદી તરીકે એવું તર્કવીવેકશક્તીથી(રેશનલ અભીગમથી) ભજનભજીને નહી, સમજાવી શકીએ તેમ છે કે લાખો વર્ષ સુધી માનવ સિવાય પૃથ્વી હતી. અને માનવજાતના સર્વનાશ પછી પણ તેનું અસ્તીત્વ રહેવાનું છે. તે માટેની રિડીઝાઇન કેવી હોવી જોઇએ!.( The earth-our planet can survive without people but people cannot survive without healthy planet…page-74.)

(F)    વિકેન્દ્રત વિકાસ એટલે શું?( Bottom up Development not Top to bottom development) માનવવાદ આધારીત અને માનવકેન્દ્રી વિકાસ પ્રાપ્ત કરવા કેવી સામાજીક, આર્થીક અને રાજકીય સંસ્થાઓનું સર્જન કરી શકીએ.અને તે બધાને અનુકુળ નેતૃત્વ કેવી રીતે પેદા કરાય?

(G)  લેખકના મત મુજબ છેલ્લા ઘણા વર્ષોના ચિંતન પછી રીડીઝન માટે પાંચ આધાર સ્તંભો મળેલ છે. એક, સર્માવેશકતા(Inclusion), બે માનવજરૂરીયાતો, જીડીપી કે પેલી ટ્રીલીયન ઇકોનોમી નહી, ત્રણ, માનવકેન્દ્રી અર્થશાસ્ર, ચાર, કુદરતી સાધન સંપત્તીનો બચાવ અને સંરક્ષણ, અને પાંચ, માનવ અને સંસ્થાકીય પરિવર્તનનું સાધન અહીંસા. તેના માટે લેખકે " Radically New form of Humanism"page-79 જેવા શબ્દ સમુહોનો ઉપયોગ કરેલ છે.ઉપર્યુક્ત પાંચ મુદ્દાઓની વધુ સમજ માટે વાંચક પુસ્તકનો ઉપયોગ કરે તેવી મારી વિનંતી છે.

સદર પુસ્તકમાં સેમ પિત્રોડા એક ટેકનોક્રેટ તરીકે ઉભરી આવવાને બદલે એક માનવવાદી ચિંતક તરીકે ઉભરી આવ્યા છે.ઉચ્ચકોટીના એક આર્ષદ્ર્ષ્ટા (Great Visionary) અને પબ્લીક ઇન્ટિલેક્ટયૂઅલ છે. સદર પુસ્તકમાં તેમના તારણો, નિષ્કર્ષ ખુબજ અભ્યાસપુર્ણ અને વીધ્યાપુરૂષ જેવા છે. ભારત ઉપરાંત અને વીશ્વના આશરે ૮૦ કરતાં વધારે દેશોમાંની વિકેન્દ્રીત સ્થાનીક સંસ્થાઓના મિત્ર, માર્ગદર્શક અને સલાહકાર તરીકે માહિતી યુગના સાધનોની મદદથી કેવી રીતે ગામડાના ઉત્પાદકોનું સશક્તીકરણ થઇ શકે તે માટે પોતાનું જીવન આજેપણ સંપુર્ણ સમર્પીત કરેલ છે. જેનું એક વૈચારીક સાથી તરીકે મને ગૌરવ છે. આશારાખીએ કે તેમના માનવકેન્દ્રીત ચિંતનમાંથી આપણને નિયમીત વૈચારિક ભાથુ મલતું રહે.

સને ૧૯૫૪થી ૧૯૭૦ સુધી બરોડા યુનીની સાયંસ ફેકલ્ટીના પ્રો. રાવજીભાઇ સી. પટેલ (મોટા)ને ઘર રોઝરી સ્કુલ પાછળ અધ્યાપક નિવાસમાં યુનીના પ્રોફેસરો અને વીધ્યાર્થીઓ' રેનેશાં કલ્બ'નામના અભ્યાસ વર્તુળમાં મર્યાદીત સંખ્યામાં નિયમીત મલતા હતા.સને ૧૯૬૧થી ૧૯૬૪ સુધી સેમ પિત્રોડા વીધ્યાર્થી એમ એસ સી ફીઝીક્સ ભણતા હતા ત્યારે તે કલ્બમાં ભાગ લેતા હતા. હું પણ તે કલ્બમાં સને૧૯૬૧થી૧૯૬૬ માસ્ટર ઓફ ઇકનોમીકસ ભણતો હતો ત્યારે નિયમિત જતો હતો.સદર રેનેશાં કલ્બે સોક્રેટીસ મેથડ પ્રમાણે વીધ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદઅને પ્રશ્નોત્તરી કરીને વૈજ્ઞાનીક અભીગમ કેળવી તાર્કીક રીતે કેવી રીતે વિચાર કરવું તે શીખવાડયું હતું. લોર્ડ ભીખુ પારેખ, ઓક્ષફર્ડ યુની યુ કે, દીલ્હીના સેન્ટર ફોર સ્ટડીઓફ ડેવલપીંગ સોસાયટીના સ્થાપક અને વૈશ્વીકકક્ષાના રાજ્યશાસ્રી પ્રો. રજનીકોઠારી, ડૉ. ધીરૂભાઇ શેઠ, ટેકનોક્રેટ સેમ પિત્રૌડા, ગુજ યુની બી કે સ્કુલ ઓફ મેનેજમેંટના પ્રો. ધવલ મહેતા વિ. અનેક બૌધ્ધીકોનું સર્જન કરવામાં અમારી રેનેશાં કલ્બપાયાની ઇંટ બની હતી. સેમભાઇ અમારી રેનેશાં કલ્બનું ગૌરવ છે. આભાર.

 


--

Friday, January 6, 2023

વૈશ્વીક નિસ્બત ધરાવતોવૈશ્વીક માનવ એટલે સેમ પિત્રોડા.

વૈશ્વીક નિસ્બત ધરાવતો વૈશ્વીક માનવ એટલે સેમ પિત્રોડા.

 ભાઇ સેમ પિત્રોડા તરફથી તાજેતરમાં એક પુસ્તક પ્રકાશીત કરવામાં આવ્યું છે. પુસ્તકનું નામ છે.

REDESIGN THE WORLD. (A GLOBAL CALL TO ACTION). BY- SAM PITRODA.

પુસ્તકનો રીવ્યુ ભાગ–૧.

પુસ્તકનું મથાળું ઘણું સુચક છે. આપણું વિશ્વ, બીજા વિશ્વયુધ્ધ પછી આજથી આશરે ૭૫ વર્ષ પહેલાં કેવા આયોજન સાથે ચાલવું જોઇએ તેનું આયોજન કરવામાં આવેલું હતું. કારણકે બીજા વિશ્વયુધ્ધની તારજી સૌની નજર સમક્ષ હતી.પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમાં ભાગીદારી દરેકની હતી. તે યુધ્ધ ઇટાલીના ફાસીવાદી મુસોલીની, જર્મનીના નાઝીવાદી હીટલર અને તેના સાથી દેશો સામે વૈશ્વિક લોકશાહી મીત્ર દેશો બ્રીટન, ફ્રાંસ, અમેરીકાને રશીયા વિ.પણ હતા.વૈશ્વિક શાંતીની પોકાર પણ વેશ્વિક હતી.

(1)    સેમભાઇના પુસ્તકની પ્રસ્તાવનાનું પ્રથમ વાક્ય, લેખક, જાણે પૃથ્વીના મધ્યબિંદુ, આફ્રીકાના કોંગોના સવાનાના જંગલની જમીન પર(છાતી પર) સ્ટેથોસ્કોપ મુકીને સાંભળીને પછી લખે છે " હે માનવ! તું સાંભળ! આ પૃથ્વીનો માલીક તું નથી. પણ પૃથ્વી તારી માલીક છે. માલીકનો તું નાશ કરીશ તો તું કેવી રીતે બચીશ!.( The earth does not belong to the man, but the man belongs to the earth.) દોસ્ત! સેમભાઇ, ભલે તમે રાષ્ટ્રીય સંકુચીતતાથી( National Parochialism) જોજન દુર નીકળી ગયા હોય પણ તમારા ચિંતનમાં તો અમારા ગાંધીના હ્રદયનો જીવંત ધબકાર સંભળાય છે.

(2)    અમને ખબર પડે છે કે તમારા વૈશ્વીક ચિંતન અને માનવીય સશક્તીકરણના(Human Empowerment)માપદંડના કેન્દ્રમાં અમેરીક્ના હાઇરાઇઝ બિલ્ડીંગ, કે બાય વન ગેટ વન, પ્રેરીત ઉપભોગવાદ( Consumerism) નથી. તમારા ચિંતનનું ચાલકબળ કે ઉદ્દીપક(Catalyst Agent) ગાંધીજીનો છેવાડો માણસ( Gandhiji's Tailsman) જ છે.

(3)    શાંતિભર્યા માર્ગે વિશ્વની પ્રજાની સુખાકારી ને આબાદી વધે તે માટે વૈશ્વીક સ્તર પર યુનો, આઇએમએફ, નાટો, ડબલ્યુટીઓ વિ. સંસ્થાઓની રચના કરવામાં આવી હતી. અમેરીકાના ટેકાથી સદર ઉદારમતવાદી વૈશ્વિક વ્યવસ્થાના પરિણામ સ્વરૂપે વસ્તી વધારો, ઔધ્યોગીક વિકાસ અને વૈશ્વીક સંદેશા વ્યવહારમાં અત્યંત ઝડપ(Hyper connectivity) અને વિકેન્દ્રીકરણ પ્રાપ્ત થયું છે. સાથે સાથે ટેકનોલીજીએ જીવનની ગુણવત્તામાં સુધારો કર્યો છે પણ તેના તાર્કીક સ્વરૂપે ખુબજ આર્થીક સંપત્તી અને રાજકીય સત્તાનું ખુબજ થોડાક હાથોમાં કેન્દ્રીકરણ અને અસમાન વહેંચણી  થઇ છે.

(4)     બીજી બાજુએ, ઇન્ટરનેટ, મોબાઇલ, ફેસબુક, ને સોસીઅલમીડીઆ વિ.સાધનોની સરળ. સસ્તી ને મોટાપાયે ઉપલબ્ધીએ સમગ્ર વિશ્વને એક સંપન્ન વિકેન્દ્રીત 'ગ્લોબલ વીલેજ 'માં રૂપાંતર કરી દીધું છે.

(5)    સોવીયેત રશીયાના સને ૧૯૯૧માં થયેલ વિઘટન પછી, અમેરીકન મુડીવાદી મુક્ત–ખુલ્લો વૈચારીક બ્લોક ને ચીનનો સામ્યવાદી બંધીયાર બ્લોકમાં વિશ્વ વહેંચાઇ ગયું છે. હવે આવતા ૭૫ વર્ષમાં વૈશ્વીક 'રીડીઝાઇન' આપણે કેવી કરવા માંગીએ છીએ તે નક્કી કરવાનો સમય આવી ગયો છે.કારણકે સને ૧૯૪૫ની વિશ્વ ડીઝાઇન હવે ૨૧મી સદીના પ્રશ્નોના ઉકેલ માટે અપ્રસતુત અને બિનઅસરકારક બની ગઇ છે. વિશ્વના માનવી, પ્રાણી,વનસ્પતી અને દરીયાઇ જીવો સહિત તમામ સજીવોનું અસ્તીત્વ એકબીજાની તમામ દ્ર્ષ્ટીએ સંલગ્ન બની ગયું છે. કોવીડ–૧૯ની વૈશ્વીક અસરોએ માનવ માનવ વચ્ચેનો અને વિશ્વના તમામ વ્યવહારને ઠપ કરવાની શક્તી પ્રથમવાર આપણે સૌ એ નિ;સહાય બનીને અનુભવી છે. ગ્લોબલ વોર્મીંગની અસરોને આપણા માનવીય અસ્તીત્વના ભોગે જ નજરઅંદાજ કરી શકીએ તેમ છે.

(6)     બીજા વિશ્વયુધ્ધ પછી છેલ્લા ૭૫ વર્ષોથી અમલમાં આવેલા ઉદારમતવાદી વિકાસ મોડેલે મને અને તમને, સમગ્ર વિશ્વની પ્રજાને'માહિતી યુગ' (Information Age) માં લાવીને મુકી દિધી છે. વિશ્વની ૮ અબજની વસ્તી પાસે ૧૦ અબજ મોબાઇલ ફોન આવી ગયા છે. આપણા માહિતી આધારીત સંબંધો કે વ્યવહારો એકબીજા માનવ– માનવ સાથે (People To People) અરસપરસ,મશીન અને મશીન (Machine to Machine)વચ્ચે તથા માનવ અને મશીન( People to Machine) સાથેના સંદેશા વ્યવહારો બિલકુલ આંગળીના ટેરવેના સ્પર્શ પર આધારીત થઇ ગયા છે.

(7)    સદર માહિતી યુગના જોડાણમાંથી( connectivity) પેદા થયેલો જથ્થો(Content) તમામ પ્રકારની સ્થાનીક માનવ જરૂરીયાતોમાં, સ્થાનીક ભાષાઓમાં સૌ પ્રથમવાર માનવજાત પાસે ઉપલબ્ધ થઇ ગયો છે.તેનો સંદર્ભ(Context) વ્યક્તીગત પસંદગી, ગમા–અણગમા, નિજી જરૂરીયાતો લક્ષી થઇ ગયો છે.

(8)    માહિતીયુગે પેદા કરેલ ત્રિવીધ પરિમાણ,અનુક્રમે જોડાણ,જથ્થો અને સંદર્ભની મદદથી આધુનીક માનવ ફક્ત સ્વપ્ન સેવતો જ નહી પણ તે સ્વપ્નને સાકાર કરતો થઇ ગયો છે. તેના ઉપયોગથી માનવી પોતે સ્વયંભૂ સ્થાનીક કક્ષાએજ સશક્ત(Empower) થઇ ગયો છે. માહિતીયુગે માનવીને કેન્દ્રીત સત્તા ને નિર્ણયના માળખામાંથી લોકકેન્દ્રીત સ્થાનીક, સ્વંયભૂ નિર્ણય લેતો ને નાણાંકીય વિનીમયના વ્યવહારને બદલે નાણાંકીય ડીજટલ હસ્તાંતર સંબંધો વિકસાવતો થઇ ગયો છે. માહિતીયુગની આ વૈશ્વીક દેન છે.

રીડીઝાઇન ધી વર્લ્ડ ભાગ–૨.સેમ પિત્રોડાની કલમે.

હવે આ વિભાગમાં આપણે સને ૧૯૪૫ પછી જે મોડેલને પ્રમાણે વિશ્વનો છેલ્લા ૭૫વર્ષમાં વિકાસ થયો તેની ચર્ચા કરીશું. જેથી તેનો બોધ પાઠ લઇને હવે પછીના આગામી ૭૫ વર્ષનું માનવીય આયોજન કરી શકીએ.

(1)    સેમભાઈના નિરિક્ષણ પ્રમાણે બીજા વિશ્વયુધ્ધ પછી વૈશ્વિક વિકાસનું આયોજન અમેરીકન ડીઝાઇનના પાંચ આધાર સ્તંભો પર થયું હતું. (૧) લોકશાહી(૨) માનવ અધિકારો,(૩) મુડીવાદ,(૪) ઉપભોગવાદ(Consumption) (૫) લશ્કર. સમગ્ર યુરોપના રાષ્ટ્રો તથા વિશ્વના અન્ય લોકશાહી દેશોએ પોતાનો આર્થીક વિકાસ સદર વિકાસ મોડેલને આધારે છેલ્લા સાત દાયકામાં કર્યો હતો. યુનોની તમામ સંસ્થઓનો ઉપયોગ સદર પાંચ આધાર સ્તંભોના પ્રત્યક્ષ કે પરોક્ષ હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

(2)    તેની સામે રશીયા અને ચીનના વિકાસ મોડેલના આધાર સ્તંભો હતા એક સરમુખત્યારશાહી, બે સમાજવાદ,ત્રણ, રાજ્ય સંચાલિત અને નિયંત્રિત માનવ અધિકારો, ચાર,નિયંત્રિત બજારવાદ,અને પાંચમું લશ્કરી માળખું.

(3)    અમેરીકન ડીઝાઇનના મોડેલે લોકશાહી વિશ્વ બનાવવામાં રાષ્ટ્રોના પુન;નિર્માણમાં સિંહ ફાળો આપેલ છે.સદર મોડેલની બે અગત્યની પાંખો હતી. લોકશાહીમુલ્યો આધારીત રાજ્યવ્યવસ્થા અને તે આધારીત મુડીવાદી આર્થીક વિકાસ. તેનાથી વિશ્વ વેપાર, નવા આર્થીક બજારો અને સદર ડીઝાઇન અનુસાર વિશ્વને મઠારવામાં જરૂરી લશ્કરી સાધન સંપત્તિનો ઉપયોગ કરેલ છે.આજે વિશ્વમાં કુલ ૨૨૦ દેશોમાંથી આશરે ૧૨૩ દેશોમાં એક યા બીજા સ્વરૂપની લોકશાહી રાજ્ય વ્યવસ્થા અસ્તીત્વમાં છે.

છેલ્લા ૭૫ વર્ષોમાં ભલે નાનાં દેખાય પણ તેવા સાત પરિબળોએ વિશ્વની તાસીરને પાયામાંથી બદલી નાંખી છે.

(A)   સંસ્થાનવાદનો અંત– બીજાવિશ્વયુધ્ધના અંત પછી યુરોપીયન દેશોની હકુમતમાંથી આફ્રીકા, એશિયા, મધ્યપુર્વ અને દક્ષીણ અમેરીકાના સાંસ્થાનીક દેશોમાંથી મુક્તી. ઉપનિવેશકવાદ(End of Imperialism)નો અંત. પરંતુ નુતન કે આધુનીક સંસ્થાનવાદે (Neocolonialism) તાજેતરમાં સ્વતંત્ર બનેલા પણ નાણાંકીય કે આર્થીક રીતે નબળા દેશો પર રાજકીય ગુલામ બનાવ્યા સિવાય તમામ પ્રભુત્વ મેળવી લીધું છે. નુતન સંસ્થાનવાદે ખુબજ ટુંકા સમયમાં બહુરાષ્ટ્રીય કુંપનીઓનું સંચાલન કરીને વિશ્વની વસ્તીના એક ટકા લોકો પાસે ૯૯ ટકા વિશ્વમુડીનું કેન્દ્રીકરણ કરીને માલીકીકરણ પ્રાપ્ત કરી લીધું છે.આર્થીક અસમાનતાએ રાજકીય અસમાનતાનું સર્જન કરીને વૈશ્વીક સત્તા પ્રાપ્ત કરી લીધી છે. વળી ભુતકાળના સંસ્થાનવાદી દેશોની પ્રજા, સદીઓથી વારસામાં મળેલી પોતાની સંસ્થાનવાદી માનસીકતામાંથી હજુ બહાર નીકળી શકી નથી.

(B)   ચીનનો આર્થીક મહાસત્તા તરીકે ઉદય– કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ચાઇનાએ સાબીત કરી દીધું કે ફક્ત ત્રણ દાયકાના સમયગાળામાં લોકશાહી રાજ્યપ્રથા સિવાય પણ વૈશ્વીક મેન્યુફેક્ચરીંગ પાવરહાઉસ કે 'હબ' બની શકાય છે. ચીને આ સમયગાળામાં વિશ્વના દરેક દેશના સ્થાનીક મશીન ઉત્પાદનના પુરવઠા અને માંગને વાસ્તવીક રીતે લુંટી લીધી છે. મુડીવાદી દેશોની લેટેસ્ટ અને સોફેસ્ટીકેટેડ ટેકનોલોજીનું પોતાના દેશમાં ટ્રાન્સફર કરવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે.ચીનનો સદર આર્થીક વિકાસ કામચલાઉ નથી પણ વાસ્તવીક અને કાયમી બની ગયો છે.

(C)   યુએસએસઆર(સોવીયેત રશીયા)નું રાજકીય વિસર્જન–વિઘટન. ચીન જેવા આર્થીક સુધારા અને સીધ્ધી પ્રાપ્ત કરતાં પહેલાં રશીયન પ્રમુખ મીખાઇલ ગોર્બેચોવે રાજકીય સુધારા દાખલ કરીને પોતાના સામ્રાજ્યના વિસર્જન માટેનો રસ્તો તૈયાર કરી દીધો. તેની હકુમત નીચેના આશરે ૧૭ દેશોએ સંપુર્ણ રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી.આ બધા દેશોમાં એક રાજ્યપ્રથા તરીકે  સામ્યવાદનો કાયમી અંત આવી ગયો છે.

(D)   ૯/૧૧ ન્યુયોર્ક– વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો દ્વંસ– ઇસ્લામીક આતંકવાદીઓએ ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડસેન્ટર અને લશ્કરી સ્થળ પેન્ટાગોન પર વીમાની હુમલા કરીને તેમને ભસ્મીભુત કરી નાંખ્યા. આશરે ૩૦૦૦ કરતાં વધુ અમેરીકન નાગરીકો  કમોતે મૃત્યુ પામ્યા. અમેરીકન સંસ્કૃતી પર સદર હુમલાની અસરને કારણે પેદા થયેલો સામુહીક માનસીક આધાત દાયકાઓ સુધી ભુલાશે નહિ.

(E)     નવી ટેકનોલોજીનો ઉદય– અમેરીકા એક દેશ તરીકે છેલ્લા પચાસ વર્ષ સુધી નવા ઔધ્યોગીક સંશોધનો અને વિજ્ઞાનની શોધોનો વ્યવહારમાં ઉપયોગ કરીને વૈશ્વીક ટેકનોલોજીકલ પરિવર્તનનો અગ્રેસર બની ગયું છે. છેલ્લા ૧૫૦૦૦ વર્ષોમાં માનવજાતની ભાષાની શોધ પછી પ્રથમવાર 'નવા ઝડપી જોડાણે' (New Hyper Connectivity) સમગ્ર માનવજાતને એકીસાથે જોડી દિધી છે. સદર નવી ટેકનોલીજીએ વિશ્વની તમામ પ્રજાને સુખાકારી, સમૃધ્ધી, વિવિધતા અને સરળ તકો પુરી પાડી છે. તેનો યશ વિજ્ઞાન અને વૈજ્ઞાનીકોને જાય છે. તેમના સહકાર સિવાય ઝડપી વિકાસ  અશક્ય છે. તેના પાયામાં વૈજ્ઞાનીક અભિગમ છે. ધાર્મીક વિચારસરણી આધારીત અવૈજ્ઞાનીક અભિગમ લેશમાત્ર ન ચાલે!

(F)     આર્થીક અસમાનતાનો પણ બેલગામ ઝડપી વિકાસ– છેલ્લા સાત દશકમાં વૈશ્વીક મુડીવાદે જે મુડી અને સંપત્તીની અસમાનતાનું સર્જન કર્યું છે તે ખુબજ ચીંતાજનક સ્તરે પહોંચી ગયું છે. આજે વીશ્વમાં ૨૭૦ કરોડ લોકોની દૈનીક આવક ફક્ત બે ડોલર છે,-૨૫૦ કરોડ લોકો પાસે જાજરૂની સગવડ નથી, કરોડો લોકો પાસે ચોખ્ખા પીવાના પાણીની સગવડ નથી.૯૦ કરોડ લોકોને દરરોજ  બે ટંકનું ભોજન મલતું નથી, ભુખ્યા સુઇ રહે છે. પ્રતિવર્ષે,બાળકો અને મહીલાઓ સહિત ૧કરોડ અને ૧૦ લાખ લોકો કુપોષણથી મૃત્યુ પામે છે. જાતી, ધર્મ, જ્ઞાતી, રંગભેદ અને રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે અસહ્ય અસમાનતાઓ પેદા કરે છે. ઉપલા વર્ગની સમૃધ્ધી ઝમણ થઇને નીચલા વર્ગ સુધી પહોંચે છે તે દલીલ બિલકુલ ભ્રામક સાબીત થઇ છે. અસમાન આર્થીક આવક અને સંપત્તીનું વિષચક્ર તોડયા સિવાય બહુજન સમાજની આવક વધી શકે તેમ નથી.

(G)   કોવીડ–૧૯ની વૈશ્વીક જીવન ઠબ કરવાની અસરો.– સને ૨૦૨૦ના વર્ષમાં સદર વિશ્વ વ્યાપી કોવીડ–૧૯ વાયરસની અસરમાંથી દેશ અને દુનીયાનો કોઇખુણો બાકી રહ્યો ન હતો. તમામ દેશોના આરોગ્ય તંત્રો તમામ પ્રકારની સામગ્રીના પુરવઠામાં બિલકુલ નિષ્ફળ નીવડયા હતા. વૈશ્વીક પડકાર તેણે ઉભો કર્યો હતો.

આ વિશ્વ આપણને છેલ્લા ૭૫ વર્ષ પહેલાં નક્કી કરેલ ડીઝાઇનને આધારે મલ્યું છે. તેની રીડીઝાઇન આવતા અને અંતીમ લેખમાં સેમ પિત્રોડાની કલમે...

 

 


--