મોહન ભાગવત ઉવાચ:
આશરે દસ પંદર દિવસ પહેલાં આર એસ એસ સંચાલીત બે પ્રકાશનો 'પંચજન્ય ને ઓર્ગેનાઇઝર' માં પોતાનો ઇન્ટરવ્યુ આપ્યો હતો.
(1) તેમાં સમલૈગીંક(LGBT) જાતના સંબંધો ધરાવનારાઓના માનવ અધીકારોના સંરક્ષણની તરફેણ કરી હતી. તે બધાની સાથે ભેદભાવભર્યો સામાજીક વ્યવહાર ન રાખવો જોઇએ.પહેલાં અમે આવા સંબંધોને ગુનાહીત– સજાપાત્ર–ઘૃણાજન્ય ગણતા હતા. પણ દેશની સર્વોચ્ચ અદાલતે આવા સંબંધોને ગુનાહીત ગણવાની ના પાડી માટે અમારૂ વલણ અમે હવે બદલ્યું છે. તે બધાને અમે અમારા હિંદુત્વના પ્રચારકો અને એજંટો તરીકે બિરદાવીએ છીએ. હું તો પશુચિકિત્સક ડોકટર છું.મને વૈજ્ઞાનિક રીતે ખબર છે કે આવી જાતીમાં જન્મ એક જનનીય વિકૃતી(Genetically Abnormalities) સિવાય બીજુ કાંઇ નથી. કુદરતી છે.દૈવી કે ઇશ્વરી તો બિલકુલ નથી.
(2) સદર બે પ્રકાશનોના તંત્રીઓ સાથે મોહન ભાગવતજીએ નીચે મુજબની ગંભીર ને કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉભા થાય તેવી દેશની સૌથી મોટી લઘુમતી(મુસ્લીમ આશરે૧૪ટકાવસ્તી)અંગે વાત કરી છે.
(3) હિંદુસમાજ જાગૃત થઇ ગયો છે. હિંદુઓ છેલ્લા ૧૦૦૦ વર્ષોથી મુસ્લીમો સામે યુધ્ધે ચઢેલા છે. તેથી તે ગુસ્સામાં છે. તેથી તે બધા જે બોલે અને કરે તેને નજર અંદાજ કરવો જોઇએ.
(4) પરંતુ મુસલમાનોએ ગભરાવાની જરૂર નથી. તમારા પુર્વજો આ દેશના બ્રીટીશરો પહેલાંના શાસનકર્તા હતા તેને કારણે તમે બધાએ વીકસાવેલી દંભી આધિપત્ય,કે વર્ચસ્વ(Abandon rhetoric of supremacy)વાળી માનસીકતાને ઘરબી દેવી જોઇએ કે ત્યજી દેવી જોઇએ.
(5) અમારી સંસ્થા વિદેશી આક્રમણ, વિદેશી માનસીકતા અને વિદેશી ષઢયંત્રો સામે સતત મદદ અને સંઘર્ષ કરતી આવી છે.( "Support" to "this fight" against "foreign aggressions, foreign influences and foreign conspiracies".)
(6) ભાગવતજી આગળ વધુ સ્પષ્ટતા કરતાં કહે છે કે હિંદુ સમાજના દુશ્મનો કોઇ પરદેશી બહારના(દા;ત– ચીન)ના તેમજ દેશના ભૌતીક જીવનના પ્રશ્નો એટલે મોંઘવારી, બેરોજગારી, કુપોષણ, કથળી ગયેલી આરોગ્ય ને શિક્ષણ બિલકુલ નથી. પણ દેશના દુશ્મનો આંતરીક છે.( Bhagwat said, "This war is not against an enemy without, but against an enemy within.)
(7) આપણો હિંદુસમાજ, હિંદુધર્મ ને હિંદુ સંસ્કૃતીને તાતી સંરક્ષણની જરૂરત છે.આ બધું ભયમાં મુકાઇ ગયું છે. તે બધાને બચાવવા યુધ્ધ અનિવાર્ય છે.( So there is a war to defend Hindu society, Hindu Dharma and Hindu culture.)
(8) સદર યુધ્ધ લડવા હિંદુઓ અતિઉત્સાહમાં આવી ગયા છે.તે ઇચ્છનીય નથી. પરંતુ તે બધા ઉશ્કેરનીજનક અને વિવાદાસ્પદ બોલશે.(" Although this is not desirable, yet provocative statements will be uttered.")
(9) દેશના મુસ્લીમોએ પોતાની વર્તમાન ધાર્મીક માન્યતા,આસ્થા ચાલુ રાખવી હોય અથવા તેઓના પુર્વજોની,ધર્માંતર પહેલાંની હિંદુ માન્યતા ચાલુ રાખવી હોય તો તે પસંદ કરી શકે છે. નિર્ણય તેઓએ કરવાનો છે.( If they wish to stick to their faith, they can. If they want to return to the faith of their ancestors, they may. It is entirely on their choice.)
(10) જો હિંદુસ્તાનમાં રહેવું હશે તો તમામ અન્ય ધર્મીઓ, સામ્યવાદીઓ અને ધર્મનીરપેક્ષવાદીઓ( સેક્યુલરીસ્ટો)એ પોતાની બૌધ્ધીક સર્વોપરીતાનો દંભ, આડંબર ત્યજીને દેશના હિંદુ મુખ્યપ્રવાહના ભાગ બનવું પડશે.(In fact, all those who live here – whether a Hindu or a Communist–must give up this logic," he said.)
(11) ૧૨મી જાન્યઆરીના ઇ. એક્ષપ્રેસના તંત્રી લેખનો સારાંશ છે કે આર એસ એસના વડા ભાગવતીજીના મુખેથી વિચારોની ગરમ ગરમ આગ નીકળી રહી છે. આ દેશને પાછા જંગલીયાત ' જિસકે હાથમેં લાઠી ઉસકી ભેંસ' તરફ લઇ જનારી તેમજ ઇતિહાસની ઘડીયાળના કાંટાને પાછા ફેરવવાથી લેશ માત્ર ઓછું કામ નથી.
(12) જે સંસ્થાના વડાના હૈયે હતું તે હોઠ પર લાવી દીધું છે.(To what lies at the heart—and in the mind of the Sangh Parivar).
(13) આ કેવી સંસ્થાના ટોચના વડાની વિકૃત માનસીકતા કે જે દેશની સુક્ષ્મમાં સુક્ષ્મ લઘુમતી સજાતીય(LGBT) નાગરીકો વિ ના સંબંધોના માનવ અધિકારોના સંરક્ષણની તરફેણ કરે છે અને આશરે દેશની ૧૫ ટકા લઘુમતી નાગરીકો જેના મા–બાપોએ સને ૧૯૪૭ના વિભાજન પછી દેશમાં રહેવાનું પસંદ કર્યું તેની સામે બહુમતી પ્રજાને યુધ્ધે ચઢવાનું આહવાન આપે છે?
(14) સદર તંત્રી લેખમાં ભાગવતજીના વીરોધાભાસી નેતૃત્વનું દુ;ખ સાથે નિરિક્ષણ કરતાં લેખમાં વધુ આગળ લખે છે કે
(15) એક, સને ૨૦૧૮માં રાજધાની દિલ્હીમાં ચાર દિવસ સુધી જે પ્રવચનો આપેલ તેમાં પોતે જાણે રશીયાના મિખાયેલ ગોર્બેચવનો વારસદાર હોય તેમ (signaled a Sangh glasnost on the minority question) હિંદુ– મુસ્લીમ એકતા સ્થાપવા ખુલ્લાપણા, પુર્વગ્રહવિના ના સંબંધો વિકસાવવાની તરફેણ કરી હતી.
(16) બે, ગયાવર્ષે ભાગવતજીએ, નાગપુરમાં સંસ્થાના સ્વયંસેવકો સમક્ષ એવી દલીલ કરી હતી કે તમે બધા દરરોજ હિંદુ–મુસ્લીમ સંઘર્ષના કારણો પેદા કરો છો. દેશની મસ્જીદોમાં 'શિવલીંગો શોધવાનું બંધ કરો."( Then, he commented on the Gyanvapi controversy by saying "roz ek jhagda kyun badhana hai (why create daily conflict)", let there be no more hunts in mosques for "shivlings".)
(17) શું મોહન ભાગવતજીને આ બધું સને ૨૦૨૪ના લોકસભામાટેની ચુંટણીમાં ૮૦– ૨૦ના ધ્રુવીકરણની તૈયારીનું ' ગુજરાત વિધાનસભા ચુંટણી મોડેલ' ને દેશવ્યાપી સ્વરૂપ આપવાની બોલવાની– કવાયત તો નથીને!.