આપણે મનુસ્મૃતિ વિષે કેટલું જાણીએ છીએ?
સને ૨૦૧૪ પછી બીજેપી–મોદી સરકારની આઠવર્ષની સત્તામાં હવે' હિંદુરાષ્ટ્ર', હિંદુ હ્રદયસમ્રાટ, દેશના બંધારણનો વિકલ્પ મનુસ્મૃતી, હિંદુબહુમતીવાદ' વિ. શબ્દસમુહો ચલણીનાણાંની માફક સામાજીક ચલણ બની ગયા છે. હિંદુરાષ્ટ્ર એટલે મનુસ્મૃતિના નિયમો સંચાલિત રાજ્ય.
1. મનુસ્મૃતિની રચના ચાર વેદોને આધારે છે. વેદોની રચના બ્રહ્મા– ઇશ્વરી સર્જન છે માટે તે સત્ય છે. તેના નિયમો દરેક હિંદુને બંધનકર્તા છે. હિંદુધર્મી એટલે કોણ? તેની ઓળખ માટેના લક્ષણો કયા કયા છે. મનુસ્મૃતિની રચના બૌધ્ધ, જૈન અને શીખ ધર્મો પહેલાંની છે. માટે આ બધા ધર્મોના અનુયાઇઓને મનુસ્મૃતિના કાયદા કે નિયમો બંધન કરતા નથી.
2. હિંદુની ઓળખ માટેના લક્ષણો– એક, વેદ ને ઇશ્વરી સર્જન ગણનાર.એટલે અવતારવાદ અને પુર્વજન્મ– પુનર્જન્મમાં શ્રધ્ધા રાખનાર, બે,વર્ણવ્યવસ્થા આધારીત સમાજ રચનાનો ટેકેદાર, ત્રણ,ગૌરક્ષાનો ટેકેદાર, અને ચાર મુર્તીપુજામાં શ્રધ્ધા રાખનાર.
3. મનુસ્મૃતિના નિયમો, કાયદો કે બંધનો વર્ણવ્યવસ્થા આધારીત ચાર વર્ણો– બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોના એકબીજા સાથેના સામાજીક, આર્થીક ને રાજકીય વ્યવહારો નક્કી કરે છે. સદર વ્યવહારોની પુર્વશરત છે કે તે વર્ણવ્યવસ્થા આધારીત ચાર વર્ણના સામાજીક અસમાનતા, ઉંચ–નીચના સ્તરો જે જન્મ આધારીત છે તેને ઇશ્વરદત્ત ગણે છે. અપરિવર્તનશીલ ગણે છે.
4. ચારવર્ણોનું સર્જન ઇશ્વરી છે. ઇશ્વરના અનુક્રમે મુખમાંથી બ્રાહ્મણ, ક્ષત્રીય હાથમાંથી, વૈશ્ય જાંઘમાંથી ને શુદ્ર પગમાંથી જન્મેલા છે. તે પ્રમાણે આ બધાનું સામાજીક ઉંચનીચનું સ્થાન પુર્વનિર્ણીત છે.
5. મનુસ્મૃતિ પ્રમાણે બ્રાહ્મણ જ તપ–જપ–યજ્ઞ વિ કરી શકે. રામાયણમાં ઉલ્લેખ કરેલ શુંબક જેવો શુદ્ર તપ કરે તો તેના કાનમાં ગરમ ગરમ ઉકળતું સીસુ શિક્ષા તરીકે નાંખવાનો ઉલ્લેખ છે.અને મહાભારતમાં એકલવ્ય જેવા આદિવાસીનો જમણાહાથનો અંગુંઠો ગુરૂ દક્ષીણામાં કાપી લેવાનો પણ ઉલ્લેખ છે.
6. મનુસ્મૃતી પ્રમાણે હિંદુરાષ્ટ્ર જે એક રાજાશાહી કે સરમુખત્યારશાહી એકહથ્થુ સત્તા હોવાથી તેમાં નીચલી જાતીનો કોઇપણ હિંદુ પોતાનીથી વર્ણવ્યવસ્થામાં ઉલ્લેખ કરેલ ઉપલી જાતનો કોઇ વ્યવસાય કરે તો રાજ્યસત્તાને તેની તમામ મિલકત જપ્ત કરીને દેશ નિકાલ કરવાનો અબાધિત અધિકાર હોય છે. આ કાયદામાં કોઇ અપીલ માટેની જોગવાઇનો ઉલ્લેખ નથી.
7. આ નિયમો પ્રમાણે બ્રાહ્મણ ચારવર્ણોમાં સર્વોચ્ચ ઇશ્વરી સર્જન હોવાથી અને તેનું સર્જન ઇશ્વરના મુખમાંથી થયેલું હોવાથી અન્યવર્ણના લોકોએ પોતાનામૃત્તજન પાછળ દાનમાં આપેલ તમામ ચીજો તેના મુખમાં મુકેલ અન્નની માફક ઇશ્વરને પહોંચે છે. બ્રાહ્મણનું વર્ણવ્યવસ્થામાં કાર્ય પોસ્ટ ઓફીસ તરીકેનું છે. દેવોની ભાષા સંસ્કૃત હોવાથી ને તેના અર્થઘટન– શિક્ષણ–પ્રચાર વિ અબાધિત અધિકાર બ્રાહ્મણનો છે.
8. સમકક્ષ જ્ઞાન ધરાવનાર બ્રાહ્મણ અને શુદ્ર સમાન સ્તર બેસી શકે નહી. આવો દાવો કરનાર શુદ્રનો મનુસ્મૃતીમાં શિક્ષા તરીકે શિરચ્છેદની જોગવાઇ છે.
9. મનુસ્મૃતિના કાયદા પ્રમાણે સ્રીનું નિયંત્રણ બાળપણમાં પિતા, લગ્ન પછી તેના પતિ ને પતિના મૃત્યુબાદ દિકરાને હસ્તાંતર કરેલ છે. સ્રી એક ચીજ વસ્તુથી વિશેષ સ્થાન વર્ણવ્યવસ્થા આધારીત હિંદુ સમાજમાં ધરાવતી નથી. માટે જ રામાયણના સ્થાપક તુલસીદાસે આ ગ્રંથમાં એક શ્લોકમાં લખ્યું છે કે ' ઢોલ, ગંવાર,શુદ્ર,પશુ અને સ્રી, સબ હૈ તાડન (માર ખાવા માટેના)કે અધિકારી(લાયક) છે.( Ramcharitmanas of Tulsidas says women and shudras deserve to be beaten " Dhol, ganwaar, shudra, pashu, naari, yeh sab hain taadan ke adhikaari "
10. વિધુરને પુર્નલગ્નનો અધિકાર મનુસ્મૃતિ પ્રમાણે અબાધિત છે. પરંતુ હિંદુ વિધવાને જીવે ત્યાંસુધી વૈધવ્ય જ પાળવાનું તેના લલાટે નકકી કરેલું છે.
11. મનુસ્મૃતી આધારીત અસ્તીત્વમાં આવેલ હિંદુ કાયદાનો સિધ્ધાંત સામાજીક અસમાનતા પર આધારીત છે.(The Hindu law as codified by Manu is based on the principle of inequality.) મનુના હિંદુ સમાજમાં એકજ પ્રકારનો ગુનો કરનારઅને ગુનાનો ભોગ બનનારની શિક્ષા તેની વર્ણ–જ્ઞાતી આધારિત હોય છે. દા:ત જો એકજ પ્રકારનો ગુનો બ્રાહ્મણ ને શુદ્રે કર્યો હોય તો મૃત્યુ દંડની સજામાં બ્રાહ્મણ માટે મૃત્યુ દંડ એટલે તેનું ટકો–મુંડન જ્યારે શુદ્ર માટે ફાંસીની વાસ્તવીક સજા.(For example, if a Brahmin is awarded death sentence, it is sufficient to shave his head, but Kshatriya, Vaishya and Shudra are to actually die.)
12. હિંદુ કોડબીલ પ્રમાણે શુદ્રોને તમામ ઉપલી વર્ણોના કામના બદલામાં વેતન આપ્યા સિવાય વેઠ કરવી શકે. કારણકે હિંદુ ધર્મમાં શુદ્રોનો જન્મ જ ઉપલી વર્ણોની વિના વેતન જીવનભર 'કર્મયોગી' તરીકે કામ કરીને આધ્યાત્મિક આનંદ લેવા માટે જ છે.
13. બ્રાહ્મણ શુદ્રનું ખુન કરે તો તેને સજા તરીકે બિલાડી,દેડકો, ઘુવડ કે કાગડામાંથી ગમેતે એક ને મારવાની સજા ભોગવવાની! (Such is the unequal justice of Manausmruti).
14. હૈ! ભારત દેશના નાગરિકો! મનુસ્મૃતી આધારીત કાયદાનું શાસન અને હિંદુરાષ્ટ્રની સ્થાપના માટે મેદાને પડેલાઓથી સાવધાન!
15. મનુસ્મૃતિ દહન દિવસ–૨૫મી ડીસેમ્બર ૧૯૨૭. આપણે સને૨૦૨૩માં આશરે ૧૦૦ પછી ક્યાં ઉભા છીએ! ખુબજ દુ;ખદ.