Sunday, July 30, 2023

ઓ ન્યાયની દેવી,

 તેં અમને જ્યારે તારી આંખોએ કાળા પાટા બાંધવા દીધા, ત્યારે તને કયો વિશ્વાસ હતો   તારા પ્રતિનિધિઓની ન્યાય તોલનારાની સદ્બવિવેકબુધ્ધિ(CONSCIENCE) પર?

આદરણીય ન્યાયની દેવી! તું કેમ ભુલી ગઇ કે અમે બધાએ(તારા પ્રતિનિધિઓએ) તો ન્યાય તોલીને પેલા એથેન્સના સુકરાત(એરીસ્ટોટલ)ને ઝેરનો પ્યાલો પીવડાવીને,ઇટાલીના ગેલેલીઓને જ્યાંસુધી તે દ્રષ્ટિવિહિન ન બની જાય ત્યાં સુધી એકાંતવાસની સજા કરીને અને પેલા રોમના જુવાન બ્રુનોને ચર્ચની સામે સત્યો ઉચ્ચારવા માટે જીવતો સળગાવી દેવા માટે, અમારા મુઠી હાડકાના ગાંધીને માનવ માનવ સાથે પ્રેમ જ થાય ધિકકાર નહી તેના માટે એક બે નહી પણ ત્રણ ગોળીઓ મારીને ન્યાય નક્કી કરવામાં આવ્યો હતો.ખરેખર ખુબજ અતિ જુજ લઘુમતી સંખ્યામાં જીવન સત્ય કાજે ન્યોચ્છાવર થનારા માનવ મરજીવાને જ ખબર પડે છે કે ન્યાયની દેવીને આંખે પાટા બાંધનારા કોણ હતા અને કોના હિતો સાચવવા,તે બધાએ તારી આંખોએ પાટા બાંધ્યા છે?

 

હરખ, ઓ ભારતમાતા, તારા દેશમાં, દેશની સર્વોચ્ચ અદાલતે જ સર્વોચ્ચ અદાલતની સામે ચુકાદો આપ્યો!

     દેશનું હિત એટલે બીજેપીનું હિત ને બીજેપીનું હિત એટલે દેશના વડાપ્રધાન મોદીનું હિત! સર્વોચ્ચ અદાલતની જે બેંચે આજે તા. ૨૭મી જુલાઇએ પોતાને ઇડી અધિકારી સંજય મિશ્રાને રાષ્ટ્રહિતમાં ૪૫ દિવસનો સર્વીસનો કાર્યકાળ વધારી આપ્યો. તે જ બેંચે ૧૧મી જુલાઇના રોજ સદર અધિકારીની ઇ ડી તરીકેની નિમણુક  ગેરકાયદેસર છે તેવો ચુકાદો આપ્યો હતો.

અમારા ભારત દેશના ન્યાયના સર્વોચ્ચ મંદિરમાં તારી પ્રતિમાની બરાબર પાછળ જ બેસીને,તારું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરનારાઓએ બૃહ્દ રાષ્ટ્ર હિતમાં ન્યાય આપ્યો છે.શું ચુકાદો આપ્યો છે? ED chief Sanjay Kumar Mishra, to remain in office till 15 September; SC cites 'larger public interest'

૧૪૦ કરોડના નાગરિકોના દેશમાં  એક એનફોર્સમેંટ અધિકારી જેની નિમણકને સને ૨૦૨૧માં ગેરકાયદેસર ગણીને ચુકાદો આપ્યો હતો. જેને રાષ્ટ્રહિતમાં ત્રણવાર મોદી સરકારે મુદત વધારી આપી.ત્યારબાદ સને ૨૦૧૪થી રાષ્ટ્ર હિત(!)સિવાય બીજું  કોઇ કામ 24X7 –અઠવાડીયાના સાત દિવસ અને ચોવીસ કલાક નહી કરનાર સરકારની  દલીલ સ્વીકારીને ૧૫મી સપ્ટેમ્બર સુધી સંજય મિશ્રા નામના ભારત માતાના એક માત્ર કાબેલ પુત્રની નિમણુક વધારી આપી છે.આવા રાષ્ટ્રહિતના ઐતિહાસિક ચુકાદાને પંદરમી ઓગસ્ટ, ૨૬મી જાન્યુઆરી સમકક્ષ ગણીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય હિતમાં ઉજવવાનું નવા નવા ઉત્સવો શોધનાર વર્તમાન સરકારે સત્વરે ચાલુ સંસદમાં જ બીલ લાવીને પસાર કરી દેવું જોઇએ!.

 

 


--

Saturday, July 29, 2023

Centre will seek trial outside Manipur: Amit Shah–

 

Centre will seek trial outside Manipur: Amit Shah

સૌજન્ય– ઇન્ડીયન એકપ્રેસ તા ૨૮મી જુલાઇ ૨૦૨૩,મથાળું પ્રથમ પાનું.

મણીપુર રાજ્યના નાગરિકો, આનંદો!

દેશના ગૃહમંત્રી અમીત શાહે જાહેરાત કરી છે કે મણીપુર રાજ્યમાં છેલ્લા ત્રણ માસથી થયેલ ગુનાઓ માટે ગુજરાતના સને ૨૦૦૨ના દંગોના કેસો મુંબઇ– મહારાષ્ટ્ર રાજ્યમાં ચલાવવામાં આવ્યા હતા.તેવી જ રીતે મણીપુર રાજ્યની બહાર ફોજદારી કેસો ચલાવવામાં આવશે.

શાંતિથી વિચારજો! ન્યાય કોને મલશે? મણીપુરના દંગોમાં અપમૃત્યુ પામનારાઓને, અકસ્માતે બચી ગયેલા અને હાલ રાહત છાવણીમાં  છેલ્લા ત્રણમાસથી સર્વસ્વ ગુમાવીને નરકની પીડા ભોગવતા સ્વજનોને!

 હવે સ્વ.ન્યાયાધીશ લોહીયા જેવા કોઇ ન્યાયધીશ ન્યાયતંત્રમાં હયાત નથી માટે (કોને?) ચિંતા કરવાની જરૂર નથી!

તા.ક.ઇન્ડીયન એકપ્રેસના સમાચારનું બારીકાઇથી અવલોકન કરતાં જાણ્યું કે દેશના ગૃહમંત્રી સાહેબે ફક્ત મણીપુરમાં બનેલા કુકીસ આદિવાસી સ્રીઓની સામેના જાતીય અપકૃત્યો ને બળાત્કારો સામે જ રાજ્યબહારની કોર્ટમાં કેસો ચલાવવામાં આવશે.રાજસ્થાન, છત્તીસગઢ વિ. રાજ્યોમાં બનેલા ગુનાઓ જેની ચર્ચાઓ લોકસભામાં ભાજપ પક્ષ સૌ પ્રથમ કરવા માંગતો હતો; અને જેને માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રથમ ઉલ્લેખ કરેલો તે બધા ગુના માટે જે તે રાજ્યો બહાર કેમ કેસો નહી ચલાવવામાં આવે તે અંગે ગૃહમંત્રી માહિતિ આપવાનું ભુલી ગયા હશે! કે પછી તે રાજસ્થાન– છત્તીસગઢ રાજ્યોના બનાવો ૨૦૦૨ના ગુજરાતનો મુસ્લીમ નરસંહાર કે મણીપુરના કુકીસ આદીવાસી ખ્રીસ્તી ધર્મી(Kukis)એક સમગ્ર કોમના લોકોના નરસંહાર(Genoside) કહી શકાય તેવો ચોક્કસ નહી હોય! જો કે અકસ્માતે કે આયોજનપુર્વક મણીપુર અને ૨૦૦૨ના ગુજરાતના નરસંહારમાં સરકારો બીજેપીની જ છે અને હતી. 


--

Thursday, July 27, 2023

‘मोदी जी! ये नज्म आपको सुना रहा हूं’

 

'मोदी जी! ये नज्म आपको सुना रहा हूं'

આપ પાર્ટીના નેતા સંજયસીંગને રાજ્યસભાના ચેરમેનશ્રી ધનકડે સમગ્ર ચોમાસુ સત્ર દરમ્યાન હાજર નહી રહેવાનો હુકમ કરેલ છે. તેની સામે સંજયસીંગે સંસદભવન સામે જ સત્યાગ્રહ શરૂ કરેલ છે. ત્યાંના માહોલમાં,રજુકરવામાં આવેલી નજ્મોમાંથી થોડીક અત્રે રજુ કરી છે. કુલ આશરે છ મિનિટની યુટયુબ છે. સાંભળવાની, સંભળાવવાની,માણવાની મઝા આવશે.

गूगों में रह कर  गूगा हो जायेगा,

बोल नहि सकते है,वौ सब मुर्दा है.

तुं बतलादे तुं जींदा है,शोर मचा दै.

दस्तक से जब हक्कका

दलवा न जब तक खुले,

शोर मचा ने से खुलता है

शोर मचा दे.

ये हाकिमो उचा सूनता है,

शोर मचा दे.

जहन तो बोलेगा चुप रहेना

बहेतर है डुबो कल जो दिल कहेता है

 

संजयसींह- आप पार्टी-उवाच.

सूर्य पर बादलोका न पहेरा रहे,

रोशनी रोशनानी में युं डूबी न हो,

केदमें न हो सबकी कमाइ महेलोंमे.

........................................

સૌ. યુ ટયુબ નેશનલ દસ્તક.

https://www.youtube.com/watch?v=UjJi5Oumur0

હૈ! મણીપુરના નાગરિકો!


હૈ! મણીપુરના નાગરિકો!

 તમે બધાએ, અમને, તમારા રાજ્ય સત્તાધીશોને ન ઓળખ્યા? તમે, તમારા રાજ્ય મણીપુરમાં અમને બધાને, સત્તાધીશ ગુજરાતમાંથી શરૂ થયેલી ૨૦૦૨ની પ્રયોગશાળા પ્રમાણે રાજ્ય કરવા તો ચુંટીને મોકલ્યા છે. કેમ ભુલી જાવ છો? અમે તો પેલા ૨૦૦૨ના ગુજરાત મોડેલવાળા છીએ. જો કે તમારા મણીપુરનો મુખ્યમંત્રી જરા અમારા પેલા 'રાજ્યધર્મ' બજાવનાર ૨૦૦૨ના મુખ્યમંત્રી કરતાં ઓછો પરિપક્વ નીકળ્યો! તમારા સીએમ એ તો યુ ટયુબ વીડીયો પર જાહેરાત કરી દીધી કે ૩જી મે થી મારા રાજ્યમાં સ્રીઓને જાહેરમાં નગ્ન કરીને, તેના શરીર સાથે ઇચ્છા મુજબના ચેનચાળા કરીને, સરઘસ આકારે પ્રદર્શન કરીને બળાત્કાર કરવાની તમે એક જ વિડિયોથી શા માટે તમારા મગજની સ્થિરતા ગુમાવી કે ખોઇ બેસો છે? મારા રાજ્યમાં તો તેવા બનાવો સામે ન્યાય મેળવવા ૧૦૦ ઉપરાંત એફ આઇ આર કે ફોજદારી ગુના દાખલ થયા છે. મે માસથી ઇન્ટરનેટ બંધ છે. માટે  મારા રાજ્યની આવી સિધ્ધીઓ દેશ અને દુનીયા પાસે પહોંચી નથી.

     પણ સાહેબ! આ બધી સીધ્ધીઓની વિગતવાર નોંધો મેં દીલ્હી દરબારમાં મારી લાયકાતના તેમના લેજરમાં તો જમા કરાવી દિધી છે. જેથી તેને આધારે મારા પ્રમોશનમાં મને ન્યાય તો કમસે કમ મળે ને. કારણકે મણીપુરની સરકાર તો ડબલ એન્જીનવાળી સરકાર છે. તેના એજન્ડાપ્રમાણે મારી સરકાર પ્રગતિ કરે તેમાં દિલ્હીમાં બેઠેલા ડબલ એન્જીનના ડ્રાયવરના આશાર્વાદતો મારી સાથે જ હોય ને!

પણ! હું દેશ ને દુનીયા સમક્ષ સોંગદ પુર્વક જાહેર કરું છું કે અમારાથી થોડુંક કાચુ કપાઇ ગયું છે. સાલું! મારી પાસે પેલી ગુજરાતવાળી ને ન્યાયી ઠેરવવા ગુજરાતના ગોધરા મુકામે 'સાબરમતી એકપ્રેસનો સ્લપીર ડબ્બા નંબર છ' જેવા સાધનની કમી રહી ગઇ છે.

  બાકી સાહેબ! તમે અમારા પોલીસ તંત્ર પાસે રેકોર્ડમાં જે વિગતો ભેગી થઇ છે તેનો અભ્યાસ કરશો તો ચોક્કસ તમે અમારા સ્વયંસેવકોની સફળતાને બિરદાવશો જ!

સાહેબ! અમને પણ જડ માર્કસવાદના તર્કને આધારે ક્રાંતિ કદાપી ન થાય એ સારી રીતે અમારી ચદ્દી–બંડી ને થાળી– વાડકાવાળી શિબિરોના પ્રશિક્ષણમાં શીખવાડવામાં આવેલ છે. ક્રાંતિ માટે રશિયામાં લેનીનને માર્કસવાદના ગોસપેલ ઉપરાંત સામ્યવાદીપક્ષનો ઉપયોગ કરવો પડ્યો હતો. ચીનમાં માઓત્સે તુંગને માર્કસવાદી ગોસપેલ કે સિધ્ધાંતો ઉપરાંત, ચીની સામ્યવાદી પક્ષ વત્તા લશ્કર એમ ત્રણ પરિબળોનો ઉપયોગ કરવો પડયો હતો. દરેક ક્રાંતિ કરવા સાધનો જુદા જુદા શોધી કાઢીને જ ક્રાંતિ કરી શકાય એવા પાઠ અમને શાખાઓમાં ભણાવ્યા છે.

    માટે ' સાબરમતી એકપ્રેસના મોડેલને' આધારે ક્રાંતિ કરવાને બદલે અમારા મણીપુરનું ક્રાંતિનું સાધન હતું, રાજ્યના પોલીસ સ્ટેશનમાંથી તંત્રની રહેમ નજરથી શસ્રોની લુંટ કરવી– કરાવવી. પોલીસ તંત્રે મારા રાજ્યમાં સદર ક્રાંતિના યુવાવાહકોએ પોલીસ સ્ટેશનોમાંથી ફક્ત ૧૦૦૦૦ શસ્રોની લુંટ જુદા જુદા સ્થળોએ થઇ છે તેવું નોંધ્યું છે. સી એમ તરીકે મેં અમારી ક્રાંતિના વાહકોને અપીલ કરી કે આપણા જેવા ભૌગોલીક રીતે નાના રાજ્યમાં સશસ્ર ક્રાંતિ કરવા આટલા બધા સશસ્રોની જરૂર નથી. સામે પક્ષે પેલા વિધર્મીઓ તો બિલકુલ ગાંધીવાદીઓ જેવા અહિંસક અને નિ:સશસ્ર છે. તમે માનશો! મારી અપીલ સ્વીકારીને, અમારા બળવાખોરોએ આશરે ૨૦૦૦ શસ્રો પોલીસ સ્ટેશનમાં જ્યાંથી લીધા હતા ત્યાં પરત મુકી– મુકાવી દેવામાં તંત્ર પણ મદદરૂપ રહ્યું. અમે અમારા બિરાદરો પાસે ફક્ત રાયફલોમાં ઉપયોગ કરવા એકલાખ કારતુસ રહેવા દીધા હતા. આવી ક્રાંતિના મહામાનવવાદી હેતુ માટે કરેલ કાર્યમાં મારાથી તે બધા પ્રાદેશીક અને ભારતમાતાના સપુતો સામે ફોજદારી કેસો કેવી રીતે દાખલ થાય! સાહેબની ક્રોનોલોજી પ્રમાણે અમે આશરે ૩૦૦ ચર્ચ ભસ્મીભુત કર્યા છે, અગાઉથી નિશાનો કરેલા ૫૦૦૦ ઘરો જલાયા છે,હાલમાં ફક્ત ૫૦૦૦૦ બાળકો, સ્રીઓ, બુઝર્ગો વિ. ને બેઘર બનાવીને ૫૦૦ કરતાં વધુ રાહત છાવણીમાં રહેવા છેલ્લા ત્રણ માસથી જીવવા મજબુર કર્યા છે.

વિધર્મીઓ સામે હિંસા બરાબર કરવામાં અમારી પાસે ૨૦૦૨ના ગુજરાત મોડલ મુજબ 'નરોડા–પાટીયા, 'નરોડા– ગામ', 'ગોધરા– રણધીરપુર–નો બીલકીસબાનુ, વડોદરાનો બેસ્ટ બેકરી, ખેડા જીલ્લાનો ઓડનો કેસ, અમદાવાદનો અહેસાન જાફરીનો ગુલબર્ગ સોસાયટી, વિ.માં કરેલા નરસંહાર કરવાના આયોજનની કમી હતી. ગુજરાતના અમારા ક્રાંતિના સુત્રધારોએ જે ભુલો કાયદા મુજબ કરેલી તેનું ગણિત અને રસાયણશાસ્રના (Arithmetic and Chemistry)સુત્રોનું ગોખણ અમારા કાર્યકરોએ બરાબર કરાવેલું છે. તેનું લેશમાત્ર પુનરાવર્તન ન થાય  તેની ખાસ ટ્રેનીંગ ગુનો કરતાં પહેલાં, ગુનો કરવાને સમયે અને ગુનો કર્યા બાદ થાય જ નહી જેથી કોઇ માથા ફરેલ ન્યાયાધીશ(!)પાસે કેસ જાય તો પણ ભવિષ્યમાં ચિંતા ન કરવી પડે!.

અમારી ગ્રાન્ડ ડિઝાઇનના નમુના તરીકે વિડિયોમાં જે બે બહેનોને ટોળાએ નગ્ન કરી.પછી તેમના ખાનગી અંગો સાથે છેડછાડ કરી. તેમની ઉપર બળાત્કાર કરતાં પહેલાં જ પ્રત્યક્ષ પુરાવો નાશ કરવા તેમના ૧૯ વર્ષના ભાઇ અને અને તેમના પિતાની હત્યા પેલી બે નાજુક હરણીઓની દયાજનક આંખોની સામેજ  કરી નાંખી. બોલો! આનાથી વધારે કેટલી કાળજી અમારા ગુનો કરવાવાળા પુરાવના નાશ માટે કરે?

 દિલ્હીના સાહેબે તા.૩જી મેથી મણીપુરમાં ચાલુ થયેલી હિંસાના સંદર્ભમાં ૨૧મી જુલાઇ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાને બદલે ગઇકાલે પોતાના પ્રવચનની કુલ ૩૮ સેંકડ ફાળવીને ગર્જના કરી છે અમે આવા ગુનેગારોને બિલકુલ માફી બક્ષીશું નહી. ભલે આવા ગુનાઓ અમારી ડબલ એન્જીનવાળી સરકારના વહીવટ અને સત્તામાં થયા હોય! દેશના સર્વોચ્ચ સાહેબતો ! હવે રાજધર્મ બજાવવા(બોમ્બના ધડાકા પણ ન સંભળાય તેવી બહેરાશ પ્રાપ્ત કરી લીધી છે.)માટે સર્વગુણ સંપન્ન " મૌન વ્રત" ધારણ કરેલ છે.  

    પણ અમને બીજો વિચાર ભવિષ્યમાં આવશે તો નવી શિક્ષણ નીતીમાંથી જેમ ૨૦૦૨ના ગુજરાતનો નરસંહાર થયો જ નથી તેવી નોંધ ઇતિહાસમાં નોંધાવી દીધી. તેવા આધુનિક મણીપુરના ઐતીહાસીક સત્યની નોંધ ચોકકસ કરાવી દઇશું.

આ બધાની ચર્ચા સંસદમાં કરવાનો શું અર્થ છે.? કેમ? સાહેબે! પોતાની સંસદીય કારર્કીદીની શરૂઆત સંસદના પગથીયાને સાક્ષાત દંડવંત કરીને " Holier than cow" સંસદ પ્રત્યેની વફાદારી સાબિત કરી દિધી છે. પછી 'કથની કરણી'નો પ્રશ્ન પેલા ઇસ્ટ ઇંડીયા કુંપનીવાળા કે આતંકવાદી ઇન્ડીયન મુજજાહિદ્દીનો કેમ વારંવાર ઉઠાવીને બુમરાણ કરે છે?  

--

Monday, July 17, 2023

પત્રકાર શ્રવણ ગર્ગના વિચારો–

પત્રકાર શ્રવણ ગર્ગના વિચારો–

રાહુલ ગાંધીએ સોક્રેટીસ,(સુકરાત)બનવાનું નક્કી કરી દીધું છે–પત્રકાર શ્રવણ ગર્ગ આશરે ૨૫૦૦ વર્ષ પહેલાં સુકરાતનો ગુનો એથન્સની કોર્ટે શું સાબિત કર્યો હતો? સુકરાત પર એક જ લીટીમાં નક્કી કરવામાં આવે તો ગુનો એ હતો કે તે એથેન્સના યુવાનોને સરકાર, ધર્મ ને સમાજ સામે પ્રશ્નો પુછવાનું શીખવાડતો હતો. સુકરાતે યુવાને ને કહ્યું હતું કે તમારા તમામ પ્રશ્નોના ઉત્તર મારી પાસે નથી. માનવી તરીકે તમારી જે સમસ્યાઓ હોય તે કેમ છે, શા માટે છે,તેના માટે જવાબદાર કોણ છે, તે ઇશ્વર કે ધર્મ સર્જીત છે કે માનવ સર્જીત છે? તે સમસ્યાઓ માનવીય સહકારથી કેવી રીતે ઉકેલી શકાય? તે બધા અંગે તમારે પ્રશ્નો પુછવા જોઇએ.

  તે જમાનાના બધા સ્થાપિત હિતો( આજના મોદી–શાહને દીલ્હીની ખુરશી પર બેસાડનારા સ્થાપિત હિતો કરતા લેશ માત્ર જુદા છે નહી તે હું લેખના વાંચકો પર છોડી દઉ છું.) તથા એથેન્સ નગરની કુલ વસ્તી,ફક્ત એક નાગરિક નામે સુકરાતથી ભયંકર ફફડી ગયા હતા, સખત બી ગયા હતા.એથન્સની કોર્ટે સુકરાત માટે શું ચુકાદો આપ્યો?

સુકારત! તમે આપણા નગરના યુવાનોને પ્રશ્નો પુછીને સત્ય શોધવાનો માર્ગ બતાવો છો. જેથી તે બધા અમારા સ્થાપિત હિતોના સંરક્ષણ માટે જોખમરૂપ બની ગયા છે. માટે તમને ' હેમલોક' નામનું ઝેર પીવડાવીને મારી નાંખવાની સજા ફરમાવવામાં આવે છે.

રાહુલ ગાંધીનો ગુનો શું છે? કોઇ જાતિ વિશેષને ચોર કહી કે પુર્ણેશ મોદીની લાગણી દુભાઇ તે ગુનો નથી. પણ રાહુલ ગાંધીનો ગુનો પેલા એથેન્સના તત્વજ્ઞાની સુકરાત જેને ગુજરી ગયે ૨૫૦૦ વર્ષ થઇ ગયા હોવા છતાં તે મરતો નથી તેના સત્યમાં છુપાયેલો છે? રાહુલ ગાંધીનો ગુનો છે કે મારા દેશમાં મને પ્રશ્ન પુછવાની આઝાદી છે કેમ નથી? વડાપ્રધાન મોદીને પ્રશ્ન પુછે કે ગૌતમ અદાણીના ૨૦૦૦૦ કરોડ રૂપીયા કોના છે, ક્યાંથી આવ્યા? ભારતમાં કેમ પ્રેસ અને ટિવી મિડિયા રાત દિવસ કેમ હિંદુ–મુસ્લીમ નફરત ના સમાચાર ફેલાવે છે? રાફેલ વિમાનનો સોદો દેશના જાહેરક્ષેત્રના વિશ્વ કક્ષાની ગુણવત્તા ધરાવતા ' હિન્દુસ્તાન એરોનેટીક 'ને બદલે અનિલ અંબાણીને જેને વિમાન સંરક્ષણનો કક્કાનો 'ક' આવડતો નથી તેમ છતાં તમારા ભલામણ સાથે ફ્રાંસની કુંપનીએ કેમ આપ્યો? પેગાસેસ સોફ્ટવેર દ્રારા દેશના નાગરીકોના ફોનની કેમ જાસુસી થાય છે? જ્યાં જ્યાં ગૌતમ અદાણી પરદેશમાં જાય અથવા જ્યાં જ્યાં વડાપ્રધાન મોદી જાય એક સીકકાની બે બાજુ હોય તેમ બંને સાથે કેમ હોય છે?વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પાછળ કેન્દ્ર સરકારના જુદા જુદા ખાતાઓએ છેલ્લા નવ વર્ષોમાં કેમ આશરે ૨૫૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરેલ છે? જેનો જવાબ મોદી સરકારે પોતે જાહેર હિતની અરજીમાં આપેલ છે. વડાપ્રધાન મોદીજી સામે પ્રશ્ન એટલે દેશદ્રોહ, પાકીસ્તાની એજંટ, ટુકડે ટુકડ ગેંગ નો પ્રતિનિધી વિ!!!

 દેશની સુપ્રીમ કોર્ટ સમક્ષ રાહુલજીએ એકજ પ્રશ્નનો મુદ્દો ઉઠાવ્યો છે. મારા દેશમાં મને પ્રશ્ન પુછવાની આઝાદી છે કે નહી? સર્વૌચ્ચ અદાલતે ચુકાદો આપવાનો છે કે દેશના નાગરીકોને પ્રશ્ન પુછવાની આઝાદી છે કે નહી કે હવે પછી રહેશે કે નહી?

 સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને જો બે વર્ષની સજા કાયમ કરશે તો દેશમાં નાગરીકો સવાલ પુછવાનું બંધ કરી દેશે! પણ જો રાહુલજીને નિર્દોષ સાબિત કરશે તો દેશનો એક એક નાગરીક પેલા મોદી ભક્તોનો દેશના શહેરોની સડકો પર કોલર પકડીને પુછશે કે પેલા ગૌતમ અદાણીના બે નંબરી ૨૦૦૦૦ કરોડ કોના છે? સંસદમાં રાહુલજી પુછેલા પ્રશ્નોના જવાબ આપવાને બદલે કેમ ચેકી નાખ્યા છે? જવાબ આપો?  અમને બતાઓ કે મોદીને અદાણીને સાથે શું સંબંધ છે?

 ખરેખર આ નાનોસુનો પ્રશ્ન નથી. ખુબ જ ગંભીર પ્રશ્ન છે. મારા મત મુજબ ગુજરાતની સુરતની બંને કોર્ટેસ અને ગુજરાતની હાઇકોર્ટે રાહુલજી વિરૂધ્ધ ચુકાદા આપીને દેશ પર ખુબજ મોટો ઉપકાર કર્યો છે. ત્રણેય નામદાર કોર્ટનો આપણે આભાર માનવો જોઇએ.અભિવ્યક્તીની આઝાદી, પ્રજાતંત્રની રક્ષા અને ધર્મનીરપેક્ષ જેવા મુલ્યો પર જે નિર્ણય સર્વોચ્ચ અદલાત કરે તે પહેલાં દેશના નાગરીકોને નક્કી કરવાની તક પુરી પાડી.દેશના ગરીબ આદમી પોતાની આર્થીક મજબુરી માટે, બેકાર યુવાન રોજી ક્યારે મલશે અને કિસાન પોતાના ઉત્પન્નના પોષણક્ષમ ભાવ કેમ નથી મલતા માટે સવાલ કરી શકશે?અથવા તો પછી શું દેશમાં સવાલ પુછવા માટે રાહુલ ગાંધી જેવી સજા શું અમને પણ મલશે?

  ગુજરાતની અદાલતો પ્રત્યે દ્વેષ રાખવાની કોઇ જરૂર મને દેખાતી નથી! ગુજરાતના સદર ત્રણેય નામદાર ન્યાયધીશ સાહેબોના લોકશાહી મુલ્યોની પ્રસ્થાપિતતા માટે સંઘર્ષ કરતાં સૌ કર્મનીષ્ઠોએ ચરણસ્પર્શ નહી પણ મધ્યપ્રદેશ સીએમ શીવરાજસીંઘે પેલા આદીવાસી યુવાનના(જે પોતાના પક્ષના એમએલએના મંત્રીએ પેશાબ એક આદીવાસી યુવાન પર કરેલા પેશાબ માટે) પગ ધોઇને ચરણામૃત કરેલું.

     જો પહેલા દિવસે રાહુલજીને સુરતની કોર્ટે નિર્દોષ જાહેર કરતી તો એમ સાબિત થતું કે આ મોદીની અટક( સરનેમ)નો મુદ્દ્ હોવાથી છોડી દેવામાં આવ્યા છે.પણ અત્યારે તો દેશમાં એક જ સવાલ વારંવાર પેદા થાય છે કે મોદીજી, તેમની સરકાર, તેમની નીતીઓ, તેમના પરિણામો અંગે કોઇ સવાલ પુછી શકે કે કેમ?

અમેરીકાના ભુતપુર્વ બંને પ્રમુખો જ્યોર્જ બુશ અને ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં ટકી રહેવા અને ચુંટણી જીતવા એક ટેકનીક અમલમાં મુકી હતી. તમે મને ચુંટણીમાં વિજેતા નહી બનાવો તો અલકાયદા અને મુસ્લીમો તમને બધાને હુમલો કરીને મારી નાંખશે!

આજ ટેકનીક બીજેપી મોદીજીના નેતૃત્વ નીચે વર્તમાન સત્તા ટકાવી રાખવા અને ચુંટણીઓ જીતવા સતત ઉપયોગ કરી રહી છે. આગામી દિવસો ઉપરના મુદ્દાઓની આસપાસ દેશની દશા અને દિશા બંને નક્કી થશે!

જેમ ઇંદિરા કોંગ્રેસને 'ઇંદિરા ઇઝ ઇંડીયા એન્ડ ઇંડીયા ઇઝ ઇંદિરા'નો નારો આપીને  તેમની આસપાસ બની ગયેલી ટોળકીએ ખતમ કરી નાંખી. તેવીજ રીતે 'મોદી ઇઝ ઇંડીયા એન્ડ ઇંડીયા ઇઝ મોદી' નો નારો લગાવનારી પાંચ સાત માણસોની ટોળકી મોદી સહિત ૧૮કરોડના પક્ષના સભ્યો હોવાનો દાવો કરતા બીજેપી પક્ષને અને લાખ ઉપરની શાખા હોવાનું ગુમાન ધરાવતા આર એસ એસ ને પણ ખતમ કરી દેશે. જે ઐતીહાસીક સત્ય બનીને રહેશે.

 રાહુલજીના ઉચ્ચારણોને સમજી લો! તેઓએ તો દેશમાં સુકરાત બનવાનું નક્કી કરી દીધુ છે. જે રાહુલજીએ પોતાની નાની અને પિતાની શહાદતને જોઇ છે, પચાવીને મોટા થયા છે.તે લેશ માત્ર મોતથી ડરતા નથી.રાહુલજીના નેતૃત્વએ સાબિત કરી દીધું છે કે પોતાનું વ્યક્તિત્વ નીજીજનોની શહીદીની રાખમાંથી નવસર્જન પામેલું છે. જેમ સુકરાતને સજા આપનારા એથેન્સના સ્થાપિત હિતો તેના મોત પછીના પરિણામોથી ડરતા હતા. તેવી સ્થિતિ હવે નિર્વિવાદ મોદી સહિત તેમની સરકારના સંચાલકો અને પક્ષની થવાની છે. જ્યારે વર્તમાન સત્તાના વાહકો આગમી સમયમાં સત્તા વિહિન થઇ જશે ત્યારે રાજકીય અને ઐતિહાસીક રીતે તેઓ ક્યાં હશે?

(સૌ–ડી.બી.ન્યુઝ ચેનલ,પત્રકાર શ્રવણ ગર્ગના વિચારોનો ભાવનુવાદ. https://mail.google.com/mail/u/0/images/cleardot.gif

  https://youtu.be/hGZxazcEgOo )

 


--

ફ્રેન્ચ ક્રાંતિ પછી-

ફ્રેન્ચ ક્રાંતિ પછી-

ફ્રેન્ચ ક્રાંતિએ ઔદ્યોગિક ક્રાંતિનો માર્ગ મોકળો કર્યો. ઔદ્યોગિક ક્રાંતિ ચાર-પાંચ સદીઓ પછી, માનવજાત સંપૂર્ણ રાજ્ય, આર્થિક અને ધાર્મિક સત્તા પાસે પાછી આવી છે. મોદી, પુતિન, શી જિનપિંગ, ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ વગેરે જેવા રાષ્ટ્રીય નેતાઓ રાજકીય શક્તિના સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે. ખાનગી મૂડીવાદની આર્થિક શક્તિ અદાણી-અંબાણી, વિવિધ રાષ્ટ્રોની અન્ય બહુરાષ્ટ્રીય કંપનીઓના હાથમાં તેનું કેન્દ્રીકરણ દર્શાવે છે. અને રાજ્યની મૂડીવાદની આર્થિક શક્તિ ચીન અને રશિયાના મોટા બાસ્કેટમાં કેન્દ્રિત છે. છેલ્લી નહીં પરંતુ ઓછામાં ઓછી ટેમ્પોરલ ધાર્મિક શક્તિ મંદિર વહી બનેંગે વાલે સબ (मंदिर वह बनायेंगे सब लोग), રોમના વેટિકન પોપ અને મક્કા અને મદીનાના સાઉદી પ્રિન્સ, પૃથ્વી પરના આ બધા ભગવાનના એજન્ટોએ માનવ જીવનના તમામ ક્ષેત્રોને હાઇજેક કર્યા છે. રાજકીય રાજ્યકળા, રાજકીય અર્થતંત્ર, શિક્ષણ, આરોગ્ય, લશ્કરી માળખાકીય સુવિધાઓ, આ બધાને આ આધુનિક રાષ્ટ્રોના ઔદ્યોગિક-ટેક્નોલૉજી-મિલિટરી સુપર સ્ટ્રક્ચર્સને પોષવા માટે સતત અપગ્રેડ કરવામાં આવ્યા છે.

 

        કિંગ લુઈસ, સામંતશાહી અને રોમન કેથોલિક ચર્ચની સત્તા સામે ફ્રેન્ચ ક્રાંતિ પહેલા તે દેશમાં સામાન્ય નાગરિકોની સ્થિતિને યાદ કરો.

      મિત્રો! આપણા દેશને ખાસ કરીને અને સામાન્ય રીતે વિશ્વને ફરીથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા માનવકેન્દ્રીય મૂલ્યો સાથે વિચારવાની જરૂર છે જે વોલ્ટેર અને રૂસો જેવા ફ્રેન્ચ ફિલોસોફર ક્રાંતિકારીઓ દ્વારા પ્રદાન કરવામાં આવી હતી તેને હવે આધુનિક જ્ઞાનથી સમૃદ્ધ કરવાની છે.

     21મી સદીના આ તમામ સત્તા-ભૂખ્યા સરમુખત્યારોને ઉથલાવી નાખવું જરાય સરળ નથી, જેમણે નાગરિકોના જીવનને હાંફળાજનક (Breathless) બનાવી દીધું છે. કારણ કે આધુનિક રાજ્ય ઉપકરણો સંપન્ન ભૂતપૂર્વ રાષ્ટ્ર રાજ્યો કરતાં અનેકગણા વધુ શક્તિશાળી છે.

પરંતુ વિશ્વના રાષ્ટ્રોના ગર્ભમાં ઈન્ટરનેટ, કોમ્પ્યુટર, મોબાઈલ અને કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી માનવ-કેન્દ્રિત નવું સશક્તિકરણ આકાર લઈ રહ્યું છે. તેની 1776 ની અમેરિકન ક્રાંતિ અને 1789-1799 ની ફ્રેન્ચ ક્રાંતિ સમયે લોકોના ક્રાંતિકારી માનસિક તબક્કાઓ સાથે સરખામણી કરી શકાય છે.

  ક્રાંતિનો માર્ગ ક્યારેય સપાટ નથી હોતો. તેના માર્ગમાં હંમેશા રસ્તામાં બમ્પ હોય છે જે પ્રક્રિયામાં તેની દિશા બદલી નાખે છે. શું તમે અને હું આશાવાદી કે નિરાશાવાદી હોઈશું? માનવતાવાદી ક્રાંતિ કાલાતીત છે.

ફ્રાંસની ક્રાંતિના સમયના ત્રણ અગત્યના ચિત્રો નીચેથી ઉપલા ક્રમમાં જોવા કે ગણવા..( ટેનીસ કોર્ટમાં સભા,(૨) બેસીલના કિલ્લાનો પ્રજા દ્રારા દ્વંસ(૩)ક્રાંતિ પછીની નવી સંસદ પણ દિલ્હીના સંસદના મકાનમાં મોજુદ 'સેંગાલ' રાજાશાહી અને ધર્મના પ્રતિકની ગેરહાજરી છે.

--

Sunday, July 16, 2023

ફ્રેન્ચ ક્રાંતિ પછી-


ફ્રેન્ચ ક્રાંતિ પછી-

ફ્રેન્ચ ક્રાંતિએ ઔદ્યોગિક ક્રાંતિનો માર્ગ મોકળો કર્યો. ઔદ્યોગિક ક્રાંતિ ચાર-પાંચ સદીઓ પછી, માનવજાત સંપૂર્ણ રાજ્ય, આર્થિક અને ધાર્મિક સત્તા પાસે પાછી આવી છે. મોદી, પુતિન, શી જિનપિંગ, ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ વગેરે જેવા રાષ્ટ્રીય નેતાઓ રાજકીય શક્તિના સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે. ખાનગી મૂડીવાદની આર્થિક શક્તિ અદાણી-અંબાણી, વિવિધ રાષ્ટ્રોની અન્ય બહુરાષ્ટ્રીય કંપનીઓના હાથમાં તેનું કેન્દ્રીકરણ દર્શાવે છે. અને રાજ્યની મૂડીવાદની આર્થિક શક્તિ ચીન અને રશિયાના મોટા બાસ્કેટમાં કેન્દ્રિત છે. છેલ્લી નહીં પરંતુ ઓછામાં ઓછી ટેમ્પોરલ ધાર્મિક શક્તિ મંદિર વહી બનેંગે વાલે સબ (मंदिर वह बनायेंगे सब लोग), રોમના વેટિકન પોપ અને મક્કા અને મદીનાના સાઉદી પ્રિન્સ, પૃથ્વી પરના આ બધા ભગવાનના એજન્ટોએ માનવ જીવનના તમામ ક્ષેત્રોને હાઇજેક કર્યા છે. રાજકીય રાજ્યકળા, રાજકીય અર્થતંત્ર, શિક્ષણ, આરોગ્ય, લશ્કરી માળખાકીય સુવિધાઓ, આ બધાને આ આધુનિક રાષ્ટ્રોના ઔદ્યોગિક-ટેક્નોલૉજી-મિલિટરી સુપર સ્ટ્રક્ચર્સને પોષવા માટે સતત અપગ્રેડ કરવામાં આવ્યા છે.

 

        કિંગ લુઈસ, સામંતશાહી અને રોમન કેથોલિક ચર્ચની સત્તા સામે ફ્રેન્ચ ક્રાંતિ પહેલા તે દેશમાં સામાન્ય નાગરિકોની સ્થિતિને યાદ કરો.

      મિત્રો! આપણા દેશને ખાસ કરીને અને સામાન્ય રીતે વિશ્વને ફરીથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા માનવકેન્દ્રીય મૂલ્યો સાથે વિચારવાની જરૂર છે જે વોલ્ટેર અને રૂસો જેવા ફ્રેન્ચ ફિલોસોફર ક્રાંતિકારીઓ દ્વારા પ્રદાન કરવામાં આવી હતી તેને હવે આધુનિક જ્ઞાનથી સમૃદ્ધ કરવાની છે.

     21મી સદીના આ તમામ સત્તા-ભૂખ્યા સરમુખત્યારોને ઉથલાવી નાખવું જરાય સરળ નથી, જેમણે નાગરિકોના જીવનને હાંફળાજનક (Breathless) બનાવી દીધું છે. કારણ કે આધુનિક રાજ્ય ઉપકરણો સંપન્ન ભૂતપૂર્વ રાષ્ટ્ર રાજ્યો કરતાં અનેકગણા વધુ શક્તિશાળી છે.

પરંતુ વિશ્વના રાષ્ટ્રોના ગર્ભમાં ઈન્ટરનેટ, કોમ્પ્યુટર, મોબાઈલ અને કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી માનવ-કેન્દ્રિત નવું સશક્તિકરણ આકાર લઈ રહ્યું છે. તેની 1776 ની અમેરિકન ક્રાંતિ અને 1789-1799 ની ફ્રેન્ચ ક્રાંતિ સમયે લોકોના ક્રાંતિકારી માનસિક તબક્કાઓ સાથે સરખામણી કરી શકાય છે.

  ક્રાંતિનો માર્ગ ક્યારેય સપાટ નથી હોતો. તેના માર્ગમાં હંમેશા રસ્તામાં બમ્પ હોય છે જે પ્રક્રિયામાં તેની દિશા બદલી નાખે છે. શું તમે અને હું આશાવાદી કે નિરાશાવાદી હોઈશું? માનવતાવાદી ક્રાંતિ કાલાતીત છે.

ફ્રાંસની ક્રાંતિના સમયના ત્રણ અગત્યના ચિત્રો.( ટેનીસ કોર્ટમાં સભા,(૨) બેસીલના કિલ્લાનો પ્રજા દ્રારા દ્વંસ(૩)ક્રાંતિ પછીની નવી સંસદ પણ દિલ્હીના સંસદના મકાનમાં મોજુદ 'સેંગાલ' રાજાશાહી અને ધર્મના પ્રતિકની ગેરહાજરી છે.

--

Monday, July 10, 2023

 

વૈશ્વીક માનવવાદ–ન્યુઝ એન્ડ વ્યુઝ–બુલેટીન–અનિયતકાલિન.

 તા–૧૦–૦૭–૨૩.અંક–૨. લેખ–૧ તંત્રી સ્થાનેથી.

મારે અને તમારે દેશના નાગરીક તરીકે સ્પષ્ટ રીતે પસંદગી કરવાનો સમય આવી ગયો છે.

શું પસંદ કરશો?

 બંધારણીય લોકશાહી મુલ્યો આધારીત જીવન પધ્ધતિ કે પછી વર્તમાન સત્તાધીશો અને તેમના સંગઠનો પુરસ્કૃત ઉગ્ર હિંદુત્વ પ્રેરીત ધર્મસત્તા અને રાજ્યસત્તાનું ગઠબંધનવાળું નફરતી હિંદુ–સ્થાન?

દેશમાં સંગઠિત સ્વરૂપે ધર્મસત્તા અને રાજ્યસત્તાનું ગઠબંધન ગુજરાતમાં સને ૨૦૦૦ની સાલથી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બનવાની સાથે એક રોલ મોડેલ તરીકે શરૂ થયેલ છે.સને ૨૦૧૪ થી ૨૦૨૩ના નવ વર્ષના સમયગાળામાં ધર્મસત્તા અને રાજ્યસત્તાનું ગઠબંધન ચરમસીમાએ પહોંચ્યું છે.

ખરેખર લોકશાહી સમાજવ્યવસ્થા અને તેના પાયાના મુલ્યો સ્વતંત્રતા,સમાનતા,બંધુત્વ,તર્કવિવેક  (રેશનાલીટી)અને ધર્મનિરપેક્ષ નીતી(સેક્યુલર મોરાલીટી)નો સંઘર્ષ સદીઓથી તમામ ધર્મો સામે રહ્યો છે. કારણકે તે બધા માનવમુલ્યો ધર્મઆધારીત સત્તાઓ સામે નાગરીક કેન્દ્રી સત્તાની નવી ધરી(Axis) રચવા સતત પ્રયત્નશીલ હોય છે.ધાર્મીકસત્તાઓ આધુનીક તમામ સંદેશાવ્યવહારના સાધનો, રાજ્યદંડ, મુડીવાદી ગઠબંધનોની મદદથી બંધારણીય મુલ્યો આધારીત ધર્મનિરપેક્ષ નૈતીક નાગરીક અને સમાજને પોતાની એડી નીચે કચડી નાંખવા પુરી તાકાત સાથે મેદાને પડેલી છે.

ધાર્મીકસત્તાનું રાજ્યસત્તા સાથેનું ગઠબંધન કદાચ 'મરઘી પહેલી કે ઇંડું' જેવું છે. કાર્લ માર્કસ પ્રથમ ક્રાંતિકારી વિચારક હતા જેણે તારણ કાઢયું હતું કે મારી અગાઉ થઇ ગયેલા ઘણા બધા વિચારકો કે તત્વજ્ઞાનીઓએ જગત અને માનવજાતને સમજવા માટે જુદી જુદી રીતે અર્થઘટન કરેલ છે. પણ મને રસ જગતને મારા–તમારા પ્રયત્નોથી કેવીરીતે બદલી શકાય તેમાં છે.( "The philosophers have hitherto only interpreted the world in various ways," he famously said. "The point, however, is to change it." "These words are also inscribed upon his grave]" આ શબ્દોને કાર્લ માર્કસની કબર પર પણ જડી દેવામાં આવ્યા છે.

ભારતના ૨૦મીસદીના મહાન રાજકીય ક્રાંતિકારી માનવવાદી દાર્શનિક એમ. એન. રોયનું  તેટલુંજ મહત્વનું વાક્ય છે.(૧) વૈચારીક ક્રાંતિ સામાજીક ક્રાંતિની અગ્રેસર હોવી જોઇએ.(Roy maintained that a philosophical revolution must precede a social revolution.)(૨)રોયનું બીજું, તારણ છે કે, વૈચારીક ક્રાંતિની સીડી પર ચઢવાનું પ્રથમ પગથીયું, માનવીને, પ્રવર્તમાન રૂઢીચુસ્ત અને સદીઓ પુરાણી ધાર્મીક માન્યતાઓ, અંધશ્રધ્ધાઓ ને પાંખડતાની જંજીરોમાંથી મુક્ત કરવાનું છે.(According to Roy, no philosophical advancement is possible unless we get rid of orthodox religious ideas and theological dogmas.)(૩)રોયનું ત્રીજું તારણ છે કે વૈચારીક ક્રાંતિ,વૈજ્ઞાનીક સત્યો અને શોધખોળો પર આધારીત હોવો જોઇએ.( Roy has envisaged a very close relationship between philosophy and science. ) જે સત્યોનો આધાર વૈજ્ઞાનીક તર્ક( રેશનાલીટી)ની કસોટીએ સાબીત ન થયેલો હોય તે સત્યો પ્રત્યે ક્રાંતિના અગ્રેસર(Vanguard)ચાલકો કે વાહકોને કોઇ મમતા, લાગણી, પ્રેમ અને પ્રતિબધ્ધતા ન હોવી જોઇએ.અવૈજ્ઞાનીક માન્યતાઓના ટેકેદારો, ધર્માંધ ને ભવ્ય ભુતકાળના ભજન કરનારા અને કરાવનારા નેતા, રાજકીયપક્ષ, સંસ્થાઓ અને ધાર્મીક(પવિત્ર!)પુસ્તકો,વિ. સદીઓથી માનવજાતના વિકાસ માટે સામુહિક અને વ્યક્તિગત ધોરણે મહાન શ્વાસ રૂંધનારા દુશ્મનો સાબિત થઇ ચુકેલા છે.

આપણા દેશમાં કાર્લ માર્કસ અને એમ એન રોયની સમુળી ક્રાંતિ માટેની પુર્વશરતોની મોટાપાયે કેમ ગેરહાજરી છે તેનો તટસ્થ અભ્યાસ કરીએ. વૈચારીક ક્રાંતિ માટેની વૈજ્ઞાનીક સત્યો આધારીત તત્વજ્ઞાનીય ભુમિકા તૈયાર કરવા સામે કોઇ મોટો અવરોધક હોય તો તે દેશમાં પ્રવર્તમાન મોદી–આર એસ એસ– બીજેપીની રાજકીય સત્તાની ધુરી સંચાલિત ઉગ્રહિંદુત્વનો ધાર્મિક એજન્ડા છે. દેશમાં બ્રાહ્મણવાદી વર્ણવ્યવસ્થા સંચાલિત જે હિંદુ બહુમતી સમાજ સદીઓથી વિકસેલો હતો, તે બહુમતી વસ્તીની " ११० करोड से ज्यादा आबादीवाले हिंदु खतरे में है|" તે સમજાવવામાં સફળ થયો છે.તેથી હિંદુધર્મનું અસ્તિત્વ ભયમાં આવી ગયું છે તેવો ભ્રમ ફેલાવવામાં મોદીકાળના વર્તમાન શાસકો સફળ થયા છે.

  ઉગ્રહિંદુત્વના ખ્યાલ અનુસાર, બંધારણ મુજબ " અમે ભારતના લોકો– નાગરીકો"નો ભારત દેશ નથી. દેશમાં ૮૦ ટકાથી વધારે જડબેસલાક બહુમતી હિંદુ પ્રજાનું આ હિંદુ–સ્થાન છે. જ્યાં બહુમતી હિંદુઓનું હજારો નહી બલ્કે જે વસ્તીનું લાખો વર્ષોથી પૃથ્વીના સર્જન સાથે જ ખાસ દૈવી સર્જનનું નિવાસ સ્થાન છે! જેનું નિર્માણ વિશ્વગુરૂ બનવા નિર્ધારિત થયેલ છે! સને ૧૯૫૦ના બંધારણથી જન્મ પામેલ ભારત એક રાજ્યોનો સમુહ સમવાયતંત્ર(Union of States & Federal Nation)તો બિલકુલ જ નથી. કારણકે આ હિંદુઓ માટેનું હિંદુ–સ્થાન છે.

    ઉગ્રહિંદુત્વના એજન્ડા મુજબ હિંદુ–સ્થાનમાં નિવાસી બીજી વસાહતી– વિધર્મી–પ્રજાઓના તમામ દુન્યવી હિતોનો બહુમતી હિંદુઓના હિતો સાથે કેવીરીતે તાલમેલ હોઇ શકે? એક મ્યાનમાં એકથી વધારે તલવારો કેવી રીતે સમાવાય? પેલા ૮૦ ટકા ઉપરની વસ્તીવાળા બહુમતી હિંદુ–સ્થાનીઓના મનમાં એવા ભયનું કાલ્પનીક વાયુમંડળનું એવું સર્જન કાયમ માટે પેદા કરી દો કે આપણો તારણહાર, મુક્તિદાતા દિલ્હીના સિહાંસન પર બેસી ગયો છે. માટે હવે એના આદેશો અને હુકમોમાં શરણાગતી સ્વીકારી લો!

 આદેશો ઉવાચ:– આપણા દુશ્મનોને કપડાંથી પહેચાનો–તે પ્રમાણે તે બધાને નફરત ને ઘૃણાથી જ જુઓ. તેમના તમામ પ્રકારના જીવન જીવવાના સાધનો યેનકેન પ્રકારે ખતમ કરી નાંખો– શિક્ષણ, આરોગ્ય અને અન્ય સવલતોથી તે પ્રજાને ઝડપથી વંચિત કરી દો– તેમના ધંધા– ધર્મ– ઇબાદતના સાધનો નેસ્ત નાબુદ કરી નાંખો! સાથે સાથે સંલગ્ન તમામ અભિવ્યક્તિના સ્વાતંત્રયના માધ્યમો દ્રારા અઘોષિત સત્તાના દમનનો કોરડાનો જડબેસલાક અહેસાસ દેશની રાજધાનીમાંથી શરૂ કરીને હિંદુ–સ્થાન ના સાત લાખ ગામડાઓ સુધી કરાવી દો. પેલા બંધારણે બક્ષેલા લોકશાહીના મુળભુત માળખાના (Basic Structures)તમામ અંગો જેવાકે સંસદ, કારોબારી,સમવાયતંત્ર, ન્યાયતંત્ર અને અખબારી સ્વતંત્રતાને ઉજાગર કરતાં તમામ પ્રચાર–પ્રસારના સાધનોને વર્તમાન સત્તા તરફી એક જ બાજુનું વાજુ વગાડેતે પ્રમાણે પેલા બધાને લકવાગ્રસ્ત બનાવી દો!.

હિંદુસ્થાનના ઉગ્રહિંદુત્વના એજન્ડાના મહાન અવૈજ્ઞાનીક જુઠ્ઠાણા કયા કયા છે તે જાણીએ જેથી તેને દુર કરવાના ઉપાયોને શોધી શકાય !. રોગના કારણોને સમજ્યા વિનાતેના ઉપાયો કેવી રીતે શોધી શકાય!

(1)    સદર એજન્ડાનું પ્રથમ લક્ષણ તે રૂઢીચુસ્તવાદી પૌરાણિક ઐતિહાસીક તથ્યોના પ્રાણવાયુ પર જીવનારો છે.બીજાને તેના આધારે પુર્વગ્રહ પેદા કરી જીવતો રાખે છે. પૌરાણીક સત્યો એટલે વૈજ્ઞાનીક અસત્યો! દા.ત મોદીજીએ કોરાના કાળમાં શરૂઆતમાં સુત્ર આપ્યું હતું " थालि बजाओ, दिया जलाउ ओर मशाल सरघस निकालो ओर जोरसे चिल्लाओ-Corona go back go back. કારણકે તેનું વાયરસ અંગ્રેજી ભાષા ફક્ત સમજતું હતું. પછી આજ સાહેબ વિજ્ઞાનની લેબમાં શોધાયેલ કોરાનાની રસી લેનારાના લાખો નાગરીકોના ઓળખ પત્ર પરના ફોટામાં ચીપકી ગયા.

(2)    થોડા વર્ષો પહેલાં મુંબઇમાં ભરાયેલ ઇન્ડીયન સાયંસ કોગ્રેંસના વાર્ષિક અધિવેશનમાં મોદીજી જે ઉગ્રહિંદુત્વવાદી,રૂઢીચુસ્તવાદી પૌરાણીક સત્યો અને વૈજ્ઞાનીક અસત્યો ઉચ્ચારવામાં શીરમોર છે તેઓ બોલ્યા કે ' અમારા હિદું પૌરાણીકયુગમાં પ્લાસ્ટીક સર્જરી એટલી વિકસેલી હતી કે માણસના ધડ પર હાથીની સુંઢ સાથે મોઢું બેસાડી ને જીવતો રાખે.જેને અમે આજદિન સુધી પ્રથમ સ્થાને પુજીએ છે! આ પૌરાણીક ગૌરવકાળમાં વિમાનો આકાશમાં રીવર્સ ગીયરમાં પણ ચાલતા હતા.

(3)    હિંદુ–સ્થાનની પ્રજાના પુન;ઉત્થાનના રોડમેપમાં વચ્ચે અડખીલી રૂપ હોય તો આર એસ એસના સ્થાપકે ત્રણ દુશ્મનો સને ૧૯૨૫થી શોધી કાઢેલાછે. એક તમામ વિધર્મીઓ,બે સામ્યવાદીઓ ને ત્રણ નિરઇશ્વરવાદીઓ! ભલે! અમારા હિંદુ–સ્થાનના આજના વારસોની જથ્થાબંધ નિકાસ ખાસ તમામ વિધર્મી, પશ્ચીમના ખ્રીસ્તી દેશો અને પુર્વના આરબ ખાડી દેશોમાં બેરોકટોક ચાલુ હોય!.

(4)     બીજું ગણ્યા ગણાય નહી તેટલા અમાનવીય અત્યંત દુ;ખદ, હ્રદ્રયદ્રાવક અને સજ્જ્ન સમાજને અશોભનીય કૃત્યો આ ઉગ્રહિંદુત્વવાદી મોડેલની આસપાસ દરરોજ બેરોકટોક ચાલુજ છે. જે આપણને સૌ ને ખબર જ છે. જેથી તેની ચર્ચા અને નિરૂપણમાં સમય લેતો નથી.

(5)    આવતી કાલે વૈજ્ઞાનીક પધ્ધતિની મદદથી જ આધુનીક ક્રાંતિ શકય છે તેની ચર્ચા કરીશું.  

(6)     ફોટાઓ– કાર્લ માર્કસ અને એમ એન આર(ફોટાના કેન્દ્રમાં પતલા પણ સૌથી ઉંચા ઉંચાઇમાં) લેનીન અને અન્ય સાથે સને ૧૯૨૨માં મોસ્કોમાં અને જર્મન પત્નિ એલન સાથે સને ૧૯૪૦માં.

 

 

 

 


--