Monday, July 17, 2023

પત્રકાર શ્રવણ ગર્ગના વિચારો–

પત્રકાર શ્રવણ ગર્ગના વિચારો–

રાહુલ ગાંધીએ સોક્રેટીસ,(સુકરાત)બનવાનું નક્કી કરી દીધું છે–પત્રકાર શ્રવણ ગર્ગ આશરે ૨૫૦૦ વર્ષ પહેલાં સુકરાતનો ગુનો એથન્સની કોર્ટે શું સાબિત કર્યો હતો? સુકરાત પર એક જ લીટીમાં નક્કી કરવામાં આવે તો ગુનો એ હતો કે તે એથેન્સના યુવાનોને સરકાર, ધર્મ ને સમાજ સામે પ્રશ્નો પુછવાનું શીખવાડતો હતો. સુકરાતે યુવાને ને કહ્યું હતું કે તમારા તમામ પ્રશ્નોના ઉત્તર મારી પાસે નથી. માનવી તરીકે તમારી જે સમસ્યાઓ હોય તે કેમ છે, શા માટે છે,તેના માટે જવાબદાર કોણ છે, તે ઇશ્વર કે ધર્મ સર્જીત છે કે માનવ સર્જીત છે? તે સમસ્યાઓ માનવીય સહકારથી કેવી રીતે ઉકેલી શકાય? તે બધા અંગે તમારે પ્રશ્નો પુછવા જોઇએ.

  તે જમાનાના બધા સ્થાપિત હિતો( આજના મોદી–શાહને દીલ્હીની ખુરશી પર બેસાડનારા સ્થાપિત હિતો કરતા લેશ માત્ર જુદા છે નહી તે હું લેખના વાંચકો પર છોડી દઉ છું.) તથા એથેન્સ નગરની કુલ વસ્તી,ફક્ત એક નાગરિક નામે સુકરાતથી ભયંકર ફફડી ગયા હતા, સખત બી ગયા હતા.એથન્સની કોર્ટે સુકરાત માટે શું ચુકાદો આપ્યો?

સુકારત! તમે આપણા નગરના યુવાનોને પ્રશ્નો પુછીને સત્ય શોધવાનો માર્ગ બતાવો છો. જેથી તે બધા અમારા સ્થાપિત હિતોના સંરક્ષણ માટે જોખમરૂપ બની ગયા છે. માટે તમને ' હેમલોક' નામનું ઝેર પીવડાવીને મારી નાંખવાની સજા ફરમાવવામાં આવે છે.

રાહુલ ગાંધીનો ગુનો શું છે? કોઇ જાતિ વિશેષને ચોર કહી કે પુર્ણેશ મોદીની લાગણી દુભાઇ તે ગુનો નથી. પણ રાહુલ ગાંધીનો ગુનો પેલા એથેન્સના તત્વજ્ઞાની સુકરાત જેને ગુજરી ગયે ૨૫૦૦ વર્ષ થઇ ગયા હોવા છતાં તે મરતો નથી તેના સત્યમાં છુપાયેલો છે? રાહુલ ગાંધીનો ગુનો છે કે મારા દેશમાં મને પ્રશ્ન પુછવાની આઝાદી છે કેમ નથી? વડાપ્રધાન મોદીને પ્રશ્ન પુછે કે ગૌતમ અદાણીના ૨૦૦૦૦ કરોડ રૂપીયા કોના છે, ક્યાંથી આવ્યા? ભારતમાં કેમ પ્રેસ અને ટિવી મિડિયા રાત દિવસ કેમ હિંદુ–મુસ્લીમ નફરત ના સમાચાર ફેલાવે છે? રાફેલ વિમાનનો સોદો દેશના જાહેરક્ષેત્રના વિશ્વ કક્ષાની ગુણવત્તા ધરાવતા ' હિન્દુસ્તાન એરોનેટીક 'ને બદલે અનિલ અંબાણીને જેને વિમાન સંરક્ષણનો કક્કાનો 'ક' આવડતો નથી તેમ છતાં તમારા ભલામણ સાથે ફ્રાંસની કુંપનીએ કેમ આપ્યો? પેગાસેસ સોફ્ટવેર દ્રારા દેશના નાગરીકોના ફોનની કેમ જાસુસી થાય છે? જ્યાં જ્યાં ગૌતમ અદાણી પરદેશમાં જાય અથવા જ્યાં જ્યાં વડાપ્રધાન મોદી જાય એક સીકકાની બે બાજુ હોય તેમ બંને સાથે કેમ હોય છે?વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પાછળ કેન્દ્ર સરકારના જુદા જુદા ખાતાઓએ છેલ્લા નવ વર્ષોમાં કેમ આશરે ૨૫૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરેલ છે? જેનો જવાબ મોદી સરકારે પોતે જાહેર હિતની અરજીમાં આપેલ છે. વડાપ્રધાન મોદીજી સામે પ્રશ્ન એટલે દેશદ્રોહ, પાકીસ્તાની એજંટ, ટુકડે ટુકડ ગેંગ નો પ્રતિનિધી વિ!!!

 દેશની સુપ્રીમ કોર્ટ સમક્ષ રાહુલજીએ એકજ પ્રશ્નનો મુદ્દો ઉઠાવ્યો છે. મારા દેશમાં મને પ્રશ્ન પુછવાની આઝાદી છે કે નહી? સર્વૌચ્ચ અદાલતે ચુકાદો આપવાનો છે કે દેશના નાગરીકોને પ્રશ્ન પુછવાની આઝાદી છે કે નહી કે હવે પછી રહેશે કે નહી?

 સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને જો બે વર્ષની સજા કાયમ કરશે તો દેશમાં નાગરીકો સવાલ પુછવાનું બંધ કરી દેશે! પણ જો રાહુલજીને નિર્દોષ સાબિત કરશે તો દેશનો એક એક નાગરીક પેલા મોદી ભક્તોનો દેશના શહેરોની સડકો પર કોલર પકડીને પુછશે કે પેલા ગૌતમ અદાણીના બે નંબરી ૨૦૦૦૦ કરોડ કોના છે? સંસદમાં રાહુલજી પુછેલા પ્રશ્નોના જવાબ આપવાને બદલે કેમ ચેકી નાખ્યા છે? જવાબ આપો?  અમને બતાઓ કે મોદીને અદાણીને સાથે શું સંબંધ છે?

 ખરેખર આ નાનોસુનો પ્રશ્ન નથી. ખુબ જ ગંભીર પ્રશ્ન છે. મારા મત મુજબ ગુજરાતની સુરતની બંને કોર્ટેસ અને ગુજરાતની હાઇકોર્ટે રાહુલજી વિરૂધ્ધ ચુકાદા આપીને દેશ પર ખુબજ મોટો ઉપકાર કર્યો છે. ત્રણેય નામદાર કોર્ટનો આપણે આભાર માનવો જોઇએ.અભિવ્યક્તીની આઝાદી, પ્રજાતંત્રની રક્ષા અને ધર્મનીરપેક્ષ જેવા મુલ્યો પર જે નિર્ણય સર્વોચ્ચ અદલાત કરે તે પહેલાં દેશના નાગરીકોને નક્કી કરવાની તક પુરી પાડી.દેશના ગરીબ આદમી પોતાની આર્થીક મજબુરી માટે, બેકાર યુવાન રોજી ક્યારે મલશે અને કિસાન પોતાના ઉત્પન્નના પોષણક્ષમ ભાવ કેમ નથી મલતા માટે સવાલ કરી શકશે?અથવા તો પછી શું દેશમાં સવાલ પુછવા માટે રાહુલ ગાંધી જેવી સજા શું અમને પણ મલશે?

  ગુજરાતની અદાલતો પ્રત્યે દ્વેષ રાખવાની કોઇ જરૂર મને દેખાતી નથી! ગુજરાતના સદર ત્રણેય નામદાર ન્યાયધીશ સાહેબોના લોકશાહી મુલ્યોની પ્રસ્થાપિતતા માટે સંઘર્ષ કરતાં સૌ કર્મનીષ્ઠોએ ચરણસ્પર્શ નહી પણ મધ્યપ્રદેશ સીએમ શીવરાજસીંઘે પેલા આદીવાસી યુવાનના(જે પોતાના પક્ષના એમએલએના મંત્રીએ પેશાબ એક આદીવાસી યુવાન પર કરેલા પેશાબ માટે) પગ ધોઇને ચરણામૃત કરેલું.

     જો પહેલા દિવસે રાહુલજીને સુરતની કોર્ટે નિર્દોષ જાહેર કરતી તો એમ સાબિત થતું કે આ મોદીની અટક( સરનેમ)નો મુદ્દ્ હોવાથી છોડી દેવામાં આવ્યા છે.પણ અત્યારે તો દેશમાં એક જ સવાલ વારંવાર પેદા થાય છે કે મોદીજી, તેમની સરકાર, તેમની નીતીઓ, તેમના પરિણામો અંગે કોઇ સવાલ પુછી શકે કે કેમ?

અમેરીકાના ભુતપુર્વ બંને પ્રમુખો જ્યોર્જ બુશ અને ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં ટકી રહેવા અને ચુંટણી જીતવા એક ટેકનીક અમલમાં મુકી હતી. તમે મને ચુંટણીમાં વિજેતા નહી બનાવો તો અલકાયદા અને મુસ્લીમો તમને બધાને હુમલો કરીને મારી નાંખશે!

આજ ટેકનીક બીજેપી મોદીજીના નેતૃત્વ નીચે વર્તમાન સત્તા ટકાવી રાખવા અને ચુંટણીઓ જીતવા સતત ઉપયોગ કરી રહી છે. આગામી દિવસો ઉપરના મુદ્દાઓની આસપાસ દેશની દશા અને દિશા બંને નક્કી થશે!

જેમ ઇંદિરા કોંગ્રેસને 'ઇંદિરા ઇઝ ઇંડીયા એન્ડ ઇંડીયા ઇઝ ઇંદિરા'નો નારો આપીને  તેમની આસપાસ બની ગયેલી ટોળકીએ ખતમ કરી નાંખી. તેવીજ રીતે 'મોદી ઇઝ ઇંડીયા એન્ડ ઇંડીયા ઇઝ મોદી' નો નારો લગાવનારી પાંચ સાત માણસોની ટોળકી મોદી સહિત ૧૮કરોડના પક્ષના સભ્યો હોવાનો દાવો કરતા બીજેપી પક્ષને અને લાખ ઉપરની શાખા હોવાનું ગુમાન ધરાવતા આર એસ એસ ને પણ ખતમ કરી દેશે. જે ઐતીહાસીક સત્ય બનીને રહેશે.

 રાહુલજીના ઉચ્ચારણોને સમજી લો! તેઓએ તો દેશમાં સુકરાત બનવાનું નક્કી કરી દીધુ છે. જે રાહુલજીએ પોતાની નાની અને પિતાની શહાદતને જોઇ છે, પચાવીને મોટા થયા છે.તે લેશ માત્ર મોતથી ડરતા નથી.રાહુલજીના નેતૃત્વએ સાબિત કરી દીધું છે કે પોતાનું વ્યક્તિત્વ નીજીજનોની શહીદીની રાખમાંથી નવસર્જન પામેલું છે. જેમ સુકરાતને સજા આપનારા એથેન્સના સ્થાપિત હિતો તેના મોત પછીના પરિણામોથી ડરતા હતા. તેવી સ્થિતિ હવે નિર્વિવાદ મોદી સહિત તેમની સરકારના સંચાલકો અને પક્ષની થવાની છે. જ્યારે વર્તમાન સત્તાના વાહકો આગમી સમયમાં સત્તા વિહિન થઇ જશે ત્યારે રાજકીય અને ઐતિહાસીક રીતે તેઓ ક્યાં હશે?

(સૌ–ડી.બી.ન્યુઝ ચેનલ,પત્રકાર શ્રવણ ગર્ગના વિચારોનો ભાવનુવાદ. https://mail.google.com/mail/u/0/images/cleardot.gif

  https://youtu.be/hGZxazcEgOo )

 


--