Saturday, July 29, 2023

Centre will seek trial outside Manipur: Amit Shah–

 

Centre will seek trial outside Manipur: Amit Shah

સૌજન્ય– ઇન્ડીયન એકપ્રેસ તા ૨૮મી જુલાઇ ૨૦૨૩,મથાળું પ્રથમ પાનું.

મણીપુર રાજ્યના નાગરિકો, આનંદો!

દેશના ગૃહમંત્રી અમીત શાહે જાહેરાત કરી છે કે મણીપુર રાજ્યમાં છેલ્લા ત્રણ માસથી થયેલ ગુનાઓ માટે ગુજરાતના સને ૨૦૦૨ના દંગોના કેસો મુંબઇ– મહારાષ્ટ્ર રાજ્યમાં ચલાવવામાં આવ્યા હતા.તેવી જ રીતે મણીપુર રાજ્યની બહાર ફોજદારી કેસો ચલાવવામાં આવશે.

શાંતિથી વિચારજો! ન્યાય કોને મલશે? મણીપુરના દંગોમાં અપમૃત્યુ પામનારાઓને, અકસ્માતે બચી ગયેલા અને હાલ રાહત છાવણીમાં  છેલ્લા ત્રણમાસથી સર્વસ્વ ગુમાવીને નરકની પીડા ભોગવતા સ્વજનોને!

 હવે સ્વ.ન્યાયાધીશ લોહીયા જેવા કોઇ ન્યાયધીશ ન્યાયતંત્રમાં હયાત નથી માટે (કોને?) ચિંતા કરવાની જરૂર નથી!

તા.ક.ઇન્ડીયન એકપ્રેસના સમાચારનું બારીકાઇથી અવલોકન કરતાં જાણ્યું કે દેશના ગૃહમંત્રી સાહેબે ફક્ત મણીપુરમાં બનેલા કુકીસ આદિવાસી સ્રીઓની સામેના જાતીય અપકૃત્યો ને બળાત્કારો સામે જ રાજ્યબહારની કોર્ટમાં કેસો ચલાવવામાં આવશે.રાજસ્થાન, છત્તીસગઢ વિ. રાજ્યોમાં બનેલા ગુનાઓ જેની ચર્ચાઓ લોકસભામાં ભાજપ પક્ષ સૌ પ્રથમ કરવા માંગતો હતો; અને જેને માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રથમ ઉલ્લેખ કરેલો તે બધા ગુના માટે જે તે રાજ્યો બહાર કેમ કેસો નહી ચલાવવામાં આવે તે અંગે ગૃહમંત્રી માહિતિ આપવાનું ભુલી ગયા હશે! કે પછી તે રાજસ્થાન– છત્તીસગઢ રાજ્યોના બનાવો ૨૦૦૨ના ગુજરાતનો મુસ્લીમ નરસંહાર કે મણીપુરના કુકીસ આદીવાસી ખ્રીસ્તી ધર્મી(Kukis)એક સમગ્ર કોમના લોકોના નરસંહાર(Genoside) કહી શકાય તેવો ચોક્કસ નહી હોય! જો કે અકસ્માતે કે આયોજનપુર્વક મણીપુર અને ૨૦૦૨ના ગુજરાતના નરસંહારમાં સરકારો બીજેપીની જ છે અને હતી. 


--