Tuesday, December 2, 2025

આજે દુનિયામાં ફક્ત ૧૦૦૦૦ ( દસ હજાર) ધર્મ છે અને ૪૦૦૦(ચાર હજાર) ભગવાન છે.


આજે દુનિયામાં ફક્ત ૧૦૦૦૦ ( દસ હજાર) ધર્મ છે અને ૪૦૦૦(ચાર હજાર) ભગવાન છે.




આપણે આ લેખમાં  જોઈશું કે આપણા ધાર્મિક ગ્રંથો, જેમ કે ચાર વેદ, રામાયણ, મહાભારત, ગીતા, બાઇબલ, કુરાન, આદિ ગ્રંથ, વગેરે, આપણે વિચારીએ છીએ તેટલા જૂના નથી કારણ કે 3,500 વર્ષ પહેલાં કોઈ ભાષા જ નહોતી.ભાષા જો ન વિકસી હોય તો ધાર્મીક ગ્રંથોનું નિર્માણ કેટલું જુનુ હોઇ શકે?  આપણે એ પણ જોઈશું કે ભગવાનનો ખ્યાલ સૌપ્રથમ મનુષ્યોમાં કેવી રીતે ઉદ્ભવ્યો? ધર્મ કેવી રીતે શરૂ થયો? પછી ધર્મ ફેલાવવા માટે ભય અને લોભનો ઉપયોગ કેવી રીતે ચતુરાઈથી કરવામાં આવ્યો હતો? આજે અસ્તિત્વમાં રહેલા 10,000 ધર્મો અને 4,000 દેવતાઓ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા?

    આ ઊંડાણને સમજવા માટે, આપણે સૌ પ્રથમ  માનવ ઉત્ક્રાંતિને પણ સમજવી પડશે. સાથે સાથે ધર્મ અને તત્વજ્ઞાન ( ફિલોસોફી)ના અભ્યાસ ને નજરાંદાજ પણ નહી કરી શકાય!

મહાકાલ કાવ્યનો જમાનો– ભારતીય સંસ્કૃતીમાં આજના વર્ષ ૨૦૨૫ થી ગણીએ તો ફક્ત કુલ ૨૩૦૦ વર્ષથી ૨૬૦૦ વર્ષ પહેલાં હિંદુધર્મના સાંસ્કૃતિક માનસને ઘડનારા મહાભારત અને રામયણની રચના થઇ. વાલ્મીકી રામાયણની રચના કરનાર મહર્ષી વાલ્મીકીનો જન્મ ૨૫૦૦ વર્ષ પહેલાં થયો હતો તેવું ઐતિહાસિક અનુમાન  છે.મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મ આશરે ૨૪૦૦ વર્ષ પહેલાં આજના નેપાળમાં થયો હતો તેવું અનુમાન છે.મહાભારતના છઠ્ઠા પર્વ ભીષ્મ પર્વમાં વેદ મુનિએ " શ્રી ભગવદ ગીતા" ની રચના કરીનો ઉલ્લેખ છે. હિંદુધર્મમાં ચાર વેદ,એકસો આઠ ઉપનિષદ, અઢાર પુરાણ, મહાભારત અને "ગીતા" ના રચનાકાર તરીકે અધિકૃત નામ મહર્ષી વેદ વ્યાસનું જ આવે છે. એક જ માણસ પોતાની આશરે વધુમાં ૭૫–૧૦૦ વર્ષની જીંદગી આટલા બધા ગ્રંથોનું સર્જન કરી શકે તે દંતકથા જ હોઇ શકે, ઐતિહાસીક સત્ય તો પુરાવાને આધીન હોય છે.

આજ સમયગાળામાં મહાવીરે જૈન ધર્મ અને ગૌતમબુધ્ધે બૌધ્ધ ધર્મના પુસ્તક ધમ્મપદની રચના પાલી ભાષામાં કરી. યહુદી ધર્મના સ્થાપક હજરત અબ્રાહમના જન્મના ૧૫૦૦ વર્ષ બાદ તેમના ધર્મ પુસ્તક 'તોરા'( "Torah") પ્રકાશીત કરવામાં આવ્યું. જેમાં પાંચપુસ્તકો હતા તેમાંથી એક ઇસાઇ ધર્મનો " જુનો કરાર' ( ઓલ્ડ ટેસ્ટામેન્ટ) બન્યુ. જીસસક્રાઇસ્ટના મૃત્યુબાદ આશરે ૭૦થી૨૦૦ વર્ષ બાદ "બાઇબલ" ની રચના થઇ.પ્રથમ કે બીજીસદીમાં "નવા કરાર" ની રચના થઇ.કુરાનની રચના મહંમદ પયંગબરના ઇન્તકાલ પછીના ૪૦ વર્ષ પછી થઇ હતી તેમ માનવામાં આવે છે.કુરાનની રચના કરવા માટે  જે ' હાફિજ' લોકોને કુરાનની આયાતો યાદ હતી તેમને બોલાયા અને મૌખીક્ ચર્ચાને આધારે જે નકકી થયું તે દસ્તાવેજી કુરાન ફાયનલ ગણાયું." ગુરુગ્રંથ સાહેબ"નો ગ્રંથ તેના સ્થાપક ગુરુનાનકના અવસાન પછી આશરે ૬૫ વર્ષ પછી(સને૧૬૦૪માં ) ગુરગ્રંથવાણી તરીકે બહાર પડયો હતો.ગોસ્વામી તુલસીદાસજી( જન્મ ૧૫૨૩– મૃત્યુ ૧૬૧૧)એ રામચરિત માનસ, હનુમાન ચાલીસા અને રામલીલા ત્રણેય ગ્રંથો પોતાના અવધી ભાષામાં આજથી ફક્ય ૪૦૦ સાલ જુના છે.તુલસીદાસના અનુયાઇઓએ રામલીલાને નાટકના સ્વરુપમાં તૈયાર કરી લોકજનમાનસમાં જીવતી મુકી. 

સામાન્ય સમજ માટે આપણે એવું તારણ કાઢી શકીએ કે વિશ્વના તમામ ધાર્મીક ગ્રંથો લગભગ ૨૬૦૦ વર્ષ પુરાણા છે. એવું કયા કયા કારણો જવાબદાર હશે કે સદર તમામ ધાર્મીક ગ્રંથોની રચના છેલ્લા આશરે  ૨૬૦૦ વર્ષોમાં જ થઇ શકી? અને તેના પહેલાં ન થઇ શકી! તે સત્ય શોધવા માટે જૈવીક અને માનવીય ઉત્ક્રાંતિનો ગહન અભ્યાસ કરવો પડે!

       આજથી ૭૦,૦૦૦ વર્ષો પહેલાં આપણા પ્રથમ વંશજ 'હોમો સેપીયન્સ' જંગલી અવસ્થામાં(જીવન શૈલી– Way of life) ફળ– ફળાદી, ઝાડ–પાન ભેગાકરી અને શિકારી જીવન જીવનારો હતો. હવે આપણે એ શોધવુ પડશે કે  પેલો 'હોમે સેપીયન્સ'ના જીવનમાં 'રોટી–કપડાં અને મકાનનું નિર્માણ ક્યારે થયું?

આશરે દસથી બાર હજાર વર્ષ પહેલાં માનવીને સમજ પડવા માંડી કે જમીનનો ખેતી તરીકે ઉપયોગ કેવી રીતે થાય? કૃષિ સંસ્કૃતીના વિકાસે ક્રમશ માનવીને કુદરતી પરિબળોની મદદથી સલામત જીવન જીવતાં શીખવાડયું. ભટકતા શિકારી જીવન માંથી એક સ્થળેસલામત સ્થાઇ પણ સમુહ જીવન જીવવું કેવી રીતે તે તેણે શીખી લીધું. કુટુંબ, કબીલો, વ્યવસ્થા, સુરક્ષા વિ. જરુરત પ્રમાણે સામાજીક એકમો બનતા ગયા. હિદું ધર્મના યુગ સમયના ખ્યાલ પ્રમાણે સત્ય, દ્વાપર,ત્રેતા કે કલિયુગનું અસ્તીત્વ કૃષિ સંસ્કૃતી પછી એટલે ૧૦ કે બાર હજાર વર્ષ પછી હોય તે પહેલાં કદાપી ન હોય. કારણે કે શિકારી કે વનવાસી જીવન પધ્ધતિમાં તો સમાજ કે તેની વ્યવસ્થાનાનું અસ્તિત્વ જ  ન હતું.

આશરે ૮૦૦૦ વર્ષની આસપાસ માનવ કપાસ અને રુ નો ઉપયોગ કરતો શીખ્યો, ૬૦૦૦ વર્ષ પછી કપડાં બનાવતાં અને પહેરતાં શીખ્યો. મકાન અને બાંધકામ વિ.માટે– કૃષિ–વિકાસ સાથે સુર્યના તાપથી સુકાયેલી માટીની ઇંટોના ઘર બનાવતાં શીખ્યો.ત્યારબાદ ૩૦૦૦ વર્ષ પછી ઇંટોના ભઠ્ઠાવાળી પાક્કા ઇંટેરી ઘરો બનાવવાની પ્રથા ચલણમાં આવી.૫૦૦૦ વર્ષની આસપાસ સિંધુ (નદી) સંસ્કૃતીમાં પાકી ઇંટોના નમુના મળે છે.તેનો અર્થ તારણરુપે ફલિત થાય છે કે દેશમાં કે વિશ્વ ફલક પર રાજાશાહી મહેલો  અને ભવ્યમંદિરોનું સર્જન પાંચ હજાર વર્ષો પહેલાં  શક્ય જ નહતું.

૧૨૦૦૦ વર્ષો પહેલાં કૃષિ ઉત્પાદન ન હતું.૬૦૦૦ વર્ષો પહેલાં માનવી દિગંબર સ્થિતિમાં જીવતો હતો.૫૦૦૦ સાલ પહેલાં વિશાળ મહેલો અનેમંદિરોનું નિર્માણ જ શક્ય નહતું. તો પછી કોઇપણ ધર્મનું અસ્તિત્વ કેટલું જુનું? 

       પૌરાણીક કથાઓ(Mythology) અને ઇતિહાસ વચ્ચે પાયાનો મોટો તફાવત છે. પૌરાણીક કથાઓના કોઇ વૈજ્ઞાનીક પુરાવા હોતા નથી.તે કાલ્પનીક હોય છે.  જ્યારે ઇતિહાસના સત્યો વૈજ્ઞાનીક પુરાવાને આધિન છે. જો ખેતી, કપડાં વિની શોધ ફક્ત દસહજાર કે પાંચ હજાર જુની હોય તો કોઇપણ ધર્મ, ભગવાન, પયગંબર, અવતાર કે વેદગ્રંથનું સર્જન તે પહેલાં કેવી રીતે હોઇ શકે? માટે તે કાલ્પનીક જ ગણાય. વધુ ભાગ–૨ માટે થોડી રાહ જુઓ.


--