चार्वाक दर्शन: नास्तिकता और प्रत्यक्षवाद | Charvaka Philosophy -
ચાર્વાક તત્વજ્ઞાનના અગત્યના સુત્રો.
काम एवैक पुरुषार्थः।
यावत जीवेत सुखं जीवेत, ऋणं कृत्वा घृतं पिबेत्। भस्मी भूतस्य देहस्य पुनर।गमनं कुतः।।
पीत्वा पीत्वा पुनः पीत्वा, यावतपतति भूतले। उत्थाय च पुनः पीत्वा ,पुनर्जन्म न विद्यते ।।
वरमद्य कपोतः,न श वो मयूरः। सुखमेव स्वर्ग,दुःखमेव नरक । मरणं एवं अपवर्ग ।
ભારતીય દર્શનમાં નાસ્તિક દર્શનને એક તત્વજ્ઞાનની એવી શાખા તરીકે ઓળખવામાં જે વેદોને ઇશ્વર સર્જીત છે તેમ સ્વીકારતું નથી. તેથી વેદોના તત્વજ્ઞાનને પણ સ્વીકારતા નથી.જે વેદોમાં આસ્થા રાખે તે આસ્તિક અને વેદોમાં શ્રધ્ધા ન રાખે તે નાસ્તિક. ભારતીય દર્શનમાં પહેલેથી છ દર્શન આસ્તિક છે. ત્રણ દર્શન નાસ્તિક દર્શન છે. આસ્તીક દર્શન એટલે હિદું દર્શન, શઠ દર્શનઅને સનાતન દર્શન વિ.ને આસ્તિક દર્શન તરીકે ઓળખવામાં આવે છે.જ્યારે ચાર્વાક, બૌધ્ધ અને જૈન દર્શનને નાસ્તિક દર્શન તરીકે ઓળખવામાં આવે છે. નાસ્તિક દર્શન માં જે ખુબજ પ્રસિધ્ધ દર્શન છે તે ચાર્વાક દર્શન છે. જેની ચર્ચા આપણે શરુ કરીએ છીએ.
ચાર્વાકની વાત કરતાં જ આપણે બધા એકદમ આનંદમાં આવી જઈએ છીએ. કારણકે આપણે બધા મુળભૂત રીતે ચાર્વાક વાદી કે સુખવાદી છીએ. સુખ, આનંદ, જીવનમાં મઝા કોને ન ગમે? પાળેલા પ્રાણી ડોગ, બિલાડી, પોપટ વિ.ને પ્રેમ થી પુચકારીને બોલાવીએ છીએ તો દોડતા વહાલ કરવા આવી જાય છે. તો પછી સુખ આધારીત ભૌતિક આનંદ માનવી ને કેમ ન ગમે? માનવી તરીકે ચાર્વાકોનું દ્ઢ માનવું છે કે કભી કભી આપણે ઉપર થી સનાતન, હિદું, બૌધ્ધ, જૈન ,મુસ્લીમ કે ઇસાઇ વિ.બની જઇએ છીએ પણ તે આપણો દંભ છે. સાચા અર્થ માં જે જન્મે છે બધા જ જીવન માં જીવન ટકાવી રાખવા સુખ જ શોધે છે. માટે જે સુખ શોધે છે તે તમામ ચાર્વાકવાદી જ હોય જ. સમાજના ભય, રીત રિવાજ અને ધાર્મિક કર્મકાંડી સ્વપાર્જીત બંધનોને કારણે " સદર ચાર્વાક વૃતિને યેનકેન પ્રકારે દબાવીને નિયંત્રિત રાખવી પડે છે."
આ દેશનો જ નહી પણ હજારો વર્ષોના માનવજાતના ઐતીહાસીક પુરાવા સાથે કોઇ સર્વોત્ત્મ ચાર્વાક વાદી હોય તો એક વાર ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ દામોદરદાસ મોદી છે. સને ૨૦૦૦ની સાલ થી ૨૦૨૫ સુધી, તેઓશ્રીના કપડાંની સંખ્યા કેટલી ટ્રક લોડ ભરાય!, બોલપેન,ચશ્મા, વિમાન અને પ્રજાને ક્યારેય માહિતી ન મળી શકે તેવા અમાપ ભૌતિક સુખ ની યાદી તેમની છે. ભારત ના તમામ જ્યોતિષ કર્મકાંડીઓને જો રુબરુમાં બોલાવીને પૂછવામાં આવે કે આપણા સાહેબે સવારે પહેરેલા ડ્રેસ પછી બપોરનો, સાંજનો અને ગુડનાઇટના વસ્ર પરિધાનો વિ. કેવા હશે તો બિચારા જવાબ આપે છે સાહેબની કુંડળીઅને ગ્રહોની ગણતરીની બહાર વાત છે. આવા આપણા સાહેબ ચાર્વાક વિરોધી હિદું સનાતની છે. જેને દેશના તમામ મીડિયા અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય ના તમામ માધ્યમો બિચારા બાપડા( સાહેબની ચાર્વાક વાદી)નોંધ લેવા માં જ ભુલી ગયા છે. જેથી મારા જેવા ચાર્વાકવાદીઓને તે ફરજ મજબૂરીથી બજાવવી પડે છે. પણ ગાડીને આપણે આડા કે ઉંધા પાટે નહીં ચલાવીએ!
(૧) ચાર્વક તત્વજ્ઞાનને સમજવા માટે પહેલો સિધ્ધાંત છે – " काम एवैक पुरुषार्थः" કામ એક માત્ર પુરુષાર્થ છે. માનવી ની તમામ ભૌતીક ઇચ્છાઓ, સુખ ( રોટી,કપડા, મકાન થી શરૂ કરવા ના) વિ. જ જીવન નો મુખ્ય અને તમામ પુરુષાર્થનો અંતિમ ધ્યેય છે.હિદું ધર્મશાસ્રોમાં સામાન્ય રીતે ચાર પુરુષાર્થોનાં વર્ણનો કરેલ છે. ધર્મ(કર્તવ્ય,નૈતિકતા, સદાચાર), અર્થ( ભૌતીક સંપત્તિ)કામ( ઇચ્છા,સુખ,આનંદ),અને મોક્ષ(જન્મ–મરણ ના ચક્ર માંથી મુક્તિ). ચાર્વાક તત્વજ્ઞાન પ્રમાણે જીવનને પ્રેરણા આપનાર એક માત્ર સર્વોત્ત્મ પરિબળ હોય તો તે કામ એટલે ભૌતિક સંતોષ છે. તેની કોઈ સીમા,કે મર્યાદા આપણા સાહેબને હજુ ૨૫ વર્ષામાં તો કેમ દેખાય નથી તેનો જવાબ ચાર્વાક ચિંતનના બીજા શ્લોકમાં આપવામાં આવ્યો છે.
(૨) यावत जीवेत सुखं जीवेत, ऋणं कृत्वा घृतं पिबेत्। भस्मी भूतस्य देहस्य पुनर।गमनं कुतः।।
पीत्वा पीत्वा पुनः पीत्वा, यावतपतति भूतले। उत्थाय च पुनः पीत्वा ,पुनर्जन्म न विद्यते ।।
ચાર્વાકી તત્વજ્ઞાનીય ભારતીય ભૌતીકવાદી દર્શન(Materialistic Philosophy) કદાચ તે જમાના ની માનવજાત માટે અને આપણા દેશ માટે આજેય પણ સર્વોત્ત્મ માનવવાદી દર્શન છે.સદર લેખના ક્રમાંક બે નંબરમાં જણાવેલ બે સંસ્કૃત સુત્રો ચાર્વક દર્શનને સાચા અર્થમાં અને વિકૃત અર્થમાં સમજવાની જરુર છે. પહેલો આ દર્શનના વિરોધીઓએ સદર તત્વજ્ઞાનને આત્મા–પરમાત્મા, પુર્વજન્મ, પુનર્જન્મ, મૃત્યુ પછી સ્વર્ગ,પાપ–પુન્ય. મુક્તિ, જન્નત વિ ની સામે પોતાના તે પણ ભૌતીક હિતો ટકાવી રાખવા પ્રચલિત કર્યો છે તેને સમજીયે. ચાર્વક દર્શન નો આ દેશ માં સનાતન, બૌધ્ધ, જૈન અને બ્રામ્ણવાદી પરંપરાઓએ લગભગ નાશ કરી દીધું છે. ચાર્વાક દર્શનના વિરોધી સ્થાપિત હિતોએ તેને હલકુ પાડવા, અનૈતીક, ભોગવાદી ( ભૌતીક્વાદી નહી) પોતાના કંઠીબંધુ ભક્તો માટે ઉપરના શ્લોકની સમજ પ્રચારીત કરી હતી તેને સમજીએ. પછી ચાર્વાક તત્વજ્ઞાનને આધારે સમજીશું.
શ્લોકનું અર્થઘટન– જ્યાં સુધી જીવો સુખથી જીવો! સુખથી જીવવા માટે દેવું કરીને કે ઉધાર લઇને પણ "ઘી" પીવો. કદાચ સુરા,મદિરાનું સેવન કરતા હશે. માટે બીજી પંક્તિમાં લખ્યું છે पीत्वा पीत्वा पुनः पीत्वा, यावतपतति भूतले। તું મદિરા એટલી પી કે તારા પગનું સમતોલપણુ ન રહે અને તું ગબડી પડે,પણ થોડીવાર રહીને ઉભો થઇને ફરી પી! ભસ્મી ભુતસ્ય વાળી લીટીનો અર્થ તે સમજાવે છેે કે આ દેહ નાશવંત છે. તે નાશ થયા પછી પુનર્જન્મ અશક્ય અને અસંભવ બંને છે.આગળ કહે છે કે હે! માનવી! મદિરા જેટલી પિવાય તેટલી પી લે! આ જીવન તારુ નકામું જાય છે. આ કવિતાની પંક્તિઓ એ તરકટી ચાર્વાક તત્વજ્ઞાનની ખુબજ નકારાત્મક અસર સમાજમાં પેદા કરી.ખરેખર ચાર્વક દર્શન ભૌતીક્વાદી દર્શન કે બીજા અર્થ માં વાસ્તવવાદી(Physical Realism) દર્શન છે. માટે જેનો પ્રત્યક્ષ ઇન્દ્રીયજન્ય પુરાવો ન મળે તેને તે સ્વીકાર્ય નથી. જેનાથી વિરુધ્ધની વાત તમામ ધર્મોમાં છે. માટે તેનો વિરોધ છે.
આપણી પાસે ચાર્વાક દર્શનની કોઇ લેખિત માહીતી કે પુરાવા ચાર્વાક વિરોધીઓ દ્વ્ંદવાદીઓએ રહેવા દીધી ન હતી. પણ તેના વિરોધીઓએ સદર દર્શન વિરુધ્ધ જે માહીતીઓ લખી, મુકી છે તેનાથી વિરુધ્ધનું તારણ કાઢીને ચાર્વાક દર્શન શું છે તે સમજાય છે.આપણા દેશના એક સમયના રાષ્ટ્રપતિ અને મહાન દાર્શનીક ડૉ સર્વપલ્લી રાધાક્રિષ્ણનને પોતે લેખિત જણાવ્યું કે ચાર્વાક દર્શન તે સાચા હતા તેવી હકારાત્મક શંકાનો(Benefits of Doubts) લાભ આપવો પડશે!
प्रत्यक्ष मेव एक प्रमाणं - પ્રત્યક્ષ જે છે તે જ પ્રમાણ.પ્રત્યક્ષ એક હી પ્રમાણ હૈ. બાકી કોઇ નહી! જે પાંચ ઇન્દ્રીયોથી અનુભવ થાય તે જ સત્ય. અનુભવવાદ( એમ્પરિસીઝમ) ઇન્દ્રીયજન્ય અનુભવ, તમામ જ્ઞાન અનુભવનું પરિણામ છે . ઇન્દ્રીયાતીત પ્રમાણ જ નહી..અંતિમ સત્ય ભૌતીકવાદ છે. કાર્યકારણનો નિયમ છે. દરેક બનાવ બનવા પાછળ કારણ જવાબદાર છે..ચાર્વાક દર્શન પ્રમાણે ચાર મુખ્ય તત્વ, પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ છે. આકાશ પ્રત્યક્ષ નથી માટે તે મુળતત્વ નથી..ચાર મુળતત્વોથી અથવા તે બધાના સંયોજનથી વિશ્વ બનેલું છે. દા:ત શેરડી માંથી બનતી ગોળ ને એક પ્રકારની રાસાયણિક ક્રિયામાંથી પસાર કરવાથી બનતી મદિરા, કે પાન, તંબાકુ, ચુનો, સોપારી વિ એકબીજા સાથે ભેળવવાથી બનતો લાલ રંગ. ગોળમાં સીધુ કોઇ તત્વ નથી કે જે ખાવાથી કે પાણી માં ઓગાળવાથી આપોઆપ મદિરા બની જાય! કે ખાવાનું પાન, ચુનો, તંબાકુ કે સોપારી વિ. દરેક માં કોઇ સીધુ તત્વ નથી કે જેમાંથી લાલ રંગ બને. મિશ્રણમાં થતી રાસાયણિક ક્રીયાને કારણે ગોળમાંથી મદિરા અને પાનમાં પેલા બધા તત્વોના મિશ્રણ પછી લાલ રંગ બને છે. માનવીય મનમાં પેદા થતા ચેતના,સમજણ વિ.(આત્મા) પણ શરીર માં સતત સંમિશ્રણ થતા પાંચ ઇન્દ્રીયજન્ય અનુભવોનું પરિણામ છે. શરીર નું મૃત્યુ થતાં પેલી પાંચ ઇન્દ્રિયો કામ કરતી બંધ થઇ જાય છે. માટે હ્યુમન બ્રેઇન ડેડ થઇ જાય છે.કોઇ આત્મા જેવો શરીરમાં બહારથી આવેલો કોઇ તત્વ નથી કે જે શરીર બહાર નીકળી જાય માટે માણસ મૃત્યુ પામે!,...
" જબ તક જીઓ સુખ સે જીઓ.Live Happily till you live.જરૂરત પડે તો દેવું કરીને પણ ઘી પીઓ.આ શરીર ના મૃત્યુ પછી તે બળીને રાખ થઇ જવાનું છે. તેનો પુનર્જન્મ અશક્ય છે." શું સંભળવામાં સારુ નથી લાગતું? આપણામાંથી કોણ એવું ઇચ્છે નહી કે તેનું જીવન સુખમય ના હોય? ચાર્વક દર્શનના વિરોધીઓએ બ્રાહ્મણવાદી અને વેદોને ઇશ્વરી વાણી તરીકે મંત્ર,તંત્ર અને યજ્ઞ–બલી કરનારાઓએ તેનો ઉપર મુજબનો વિકૃત અર્થઘટન કરેલ છે.ચાર્વક દર્શન જે ખરેખર વાસ્તવવાદી ભૌતીકવાદી દર્શન હતું તેને નામશેષ કરનારા વેદાન્તીઓ, બૌધ્ધો અને જૈનદર્શનના સ્થાપકો અને પ્રચારકો હતા.
સંસ્કૃત વ્યાકરણ ના રચયિતા પાણિનીએ પણ બ્રહસ્પતિ દર્શન નો ઉલ્લેખ કરેલો છે. આમ વેદ દર્શનની સામે જ ચાર્વાક દર્શનના મુળીયાં ઘણા ઉંડા અને વિષતૃત રીતે ફેલાયેલા હતા. ચાર્વાક દર્શનને સમગ્ર વિશ્વ તત્વજ્ઞાનના મુળ તત્વોમાં ભૌતીકવાદી દર્શન (Monistic or Materialistic Philosophy) તરીકે બિરદાવવામાં આવે છે. ઓળખવામાં આવે છે. ભારતીય તત્વજ્ઞાનમાં ચાર્વક દર્શનને અદ્વૈતવાદી એટલે કે શરીર માં આત્માના અસ્તિત્વને નકારનાર અને તેથી પરમાત્માના અસ્તિત્વનો પણ નકારનાર પ્રથમ અને આખરી દર્શન ગણવામાં આવે છે. ફક્ત ૨૦મી સદીમાં, ભારતમાં આશરે ૫૦૦૦ વર્ષ પછી ત્યારબાદ પહેલીવાર માનવવાદી મહાન ક્રાંતિકારી એમ એન રોયે ભૌતીકવાદી વિચારસરણીને આધુનિક જ્ઞાન–વિજ્ઞાન ના આધારે વિકસાવી છે. તેની વાત ક્રમશ: સદર લેખ સિરિઝ માં પણ રજુ કરીશુ.
ઉપરના ચાર્વાકવાદી દર્શનનો સંદેશ– " સામાન્ય જીવન જીવતા રહો.બસ.".