Wednesday, December 3, 2025

“ સમાજમાં ધર્મોનું સર્જન લોકોમાં ભય અને લાલચ બંનેનો ઉપયોગ કરીને કોના હિતો પોષવા પેદા કરવામાં આવ્યો?” ભાગ–૩ સમાજમાં ધર્મોનું સર્જન લોકોમાં ભય અને લાલચ બંનેનો ઉપયોગ કરીને સુવ્યવસ્થા અને નૈતિકતા આધારીત એક જીવન પ્રણાલી પેદા કરવાનો હતો. તે જમાનામાં કાલ્પનિક બોધ પૌરાણીક વાર્તાઓ દ્રારા રજુ કરવામાં આવતો હતો. તેના નમુના આપણને “પંચતંત્ર” અને “ઇસપ” ની બોધ કથાઓમાંથી મળી આવે છે. દા.ત “ �

" સમાજમાં ધર્મોનું સર્જન લોકોમાં ભય અને લાલચ બંનેનો ઉપયોગ કરીને  કોના  હિતો પોષવા પેદા કરવામાં આવ્યો?" ભાગ–૩


સમાજમાં ધર્મોનું સર્જન લોકોમાં ભય અને લાલચ બંનેનો ઉપયોગ કરીને સુવ્યવસ્થા અને નૈતિકતા આધારીત એક જીવન પ્રણાલી પેદા કરવાનો હતો. તે જમાનામાં કાલ્પનિક બોધ પૌરાણીક વાર્તાઓ દ્રારા  રજુ કરવામાં આવતો હતો. તેના નમુના આપણને "પંચતંત્ર" અને "ઇસપ" ની બોધ કથાઓમાંથી મળી આવે છે.  દા.ત " ગંજીનો કુતરો, કબુતર–કીડી, લુચ્ચુ શિયાળ, કોઇ રાક્ષસ સમુદ્ર પી ગયો, કોઇ રાજા અગ્નિને પી ગયો, કોઇ રાજાને ૬૦, ૦૦૦ પુત્રો હતા, કોઇ રાજાએ ૧૦,૦૦૦ વર્ષો રાજ્ય કર્યુ વિ. વિ. આ બધી વાર્તાઓ કાલ્પનીક, પણ તેનો બોધ વ્યાજબી હતો.

રામાયણ અને મહાભારત પણ આજ સંદર્ભમાં ' સમાજનો નૈતિક– પ્રમાણીક– કૌટુબિક– સંબંધો માટે બોધપાઠ આપનારા ખુબજ મહાન ગ્રંથો સાબિત થયા. તે ગ્રંથો હિંદુ જીવન પધ્ધતિની પાયાની ઇમારત સાબિત થઇ ચુક્યા છે.બંને ગ્રંથોના રચનાકારે તેમાં મુકેલા પાત્રો બિલકુલ જીવંત હોય તે પણ અનિયતકાલીન તે પ્રમાણે હજુ વ્યક્તિગત અને સામુહિક જીવનના તંતુને બાંધી રાખે છે. આવા જ પૌરાણીક પાત્રો ઇસ્લામ, ઇસાઇ, યહુદી, બૌધ્ધ, જૈન જેવા દરેક ધર્મ ગ્રંથોમાં પણ ઉપલબ્ધ છે.તે ગ્રંથોને યથાર્થ કે હકીકત માની લેવા તે એક જ સિક્કાની બીજી બાજુ છે. એક હકીક્ત આપણે સ્વીકારવી રહી કે કોઇપણ ધર્મનું સર્જન ૧૩૦૦૦ વર્ષ પહેલાં એટલા માટે થયું ન હતું કારણકે તે પહેલાં માનવી શિકાર યુગમાં જીવતો હતો. કુટુંબ અને સમાજનું સર્જન થવા માટેનો પિંડ જ બન્યો ન હતો. સાથે સાથે એ પણ સ્વીકારવું પડશે કે ધાર્મીક ગ્રંથોના સર્જન માટેની ભાષા જ વિકસી નહતી.ભાષા ૩૫૦૦ વર્ષ પહેલાં વિકસી જ હતી નહી.

         તો પછી કાળા માથાના માનવીના મનમાં પરમાત્મા, ગોડ કે અલ્લાહનો વિચાર સૌ પ્રથમ કેવી રીતે પેદા થયો?સૃષ્ટી કેવી રીતે બની? કોણે બનાવી?સુર્ય, ચંદ્ર વિ અવકાશી પદાર્થો અને પ્રકૃતિના પરિબળો જેમ કે વરસાદ, સમુદ્ર, નદી, પર્વત વિ નું સંચાલન કોણ કરી રહ્યુ છે? તેનો જવાબ શોધવા માનવી લાખો કરોડો વર્ષો પાછળ તો જઇ શકવાનો નથી. એક બૌધ્ધીકે તેના ફળદ્રપ ભેજામાંથી શોધી કાઢયું કે સાતમાં આકાશમાં રહેનાર ઇશ્વરે છ દિવસમાં પૃથ્વીનું સર્જન કરી અને સાતમે દિવસે આરામ કર્યો. આ બધી સુષ્ટીના સર્જનની પૌરાણીક કથાઓ છે. કોઇક જણાવ્યું કે સૃષ્ટી જળમાંથી બની છે. બીજાએ કહ્યું કે પહેલો પૃથ્વી પર પ્રલય થયો અને પછી સર્જન થયું.

    ઇશ્વરી સર્જન માટે માનવીએ શક્ય તેટલી પરિકલ્પનાઓ કરી, હજુ તે કામ માનવીનું ચાલુ જ છે. પણ તેના ટેકામાં હજારો ધર્મો અને તેના અસંખ્ય ગ્રંથોનું સર્જન થયું છે. દરેક ધર્મનો ઇશ્વર સ્વતંત્ર, તેના ટેકામાં તેનો અલાયદો ધર્મગ્રંથ અને તે પ્રમાણેના તેના ઇશ્વરનું જન્મ સ્થળ– યાત્રા–જાત્રા સ્થાન.  ઇસાઇ ધર્મનું જેરુસલામ, ઇસ્લામનું મક્કા–મદીના, હિદું ધર્મના જેટલા ફાંટા એટલા ધાર્મીક સ્થળો જેવા કે મથુરા, અયોધ્યા, અમરનાથ, શત્રુંજય, પાલિતણા,અમૃતસર વિ વિ.

વૈશ્વીક કક્ષાએ જોઇએ તો ધર્મ અને ઇશ્વરની ત્રણ પ્રકારની કલ્પનાઓ ચલણમાં છે. એકેશ્વરવાદ(Monism) જેવા કે ઇસાઇ, ઇસ્લામ, યહુદી, અનેકેશ્વરવાદ( Polytheism), હીંદુધર્મ અને જપાનનો શીન્ટોધર્મ અને નિરઇશ્વરવાદ( Agnosticism)માં બૌધ્ધ, જૈનઅને તાઓઝિમ. આપણી પૃથ્વી પર નાનામોટા ૧૦૦૦૦ ધર્મો અને ૪૦૦૦ ઇશ્વર છે.

ધર્મના ફેલાવામાં બે અગત્યના પરિબળો ખાસ કરીને "ભય" અને બીજી "લાલચે" ખાસ ભાગ ભજવ્યો છે.નર્ક અને પુનર્જન્મનો ભય અને સ્વર્ગ, જન્નત મોક્ષ વિ ની લાલચ. આખરે ધર્મો લોકોમાં અંધવિશ્વાસ અને દરેક પ્રકારના શોષણનો ધંધો બની ગયો.ધીમે ધીમે આ બધા ધર્મો સંગઠિત બીઝનેસની પ્રવૃત્તીઓ કરવા માંડયા. આજની તારીખે ધર્મો સંચાલિત બીઝનેસનું કાર્યક્ષેત્ર ત્રણ ટ્રીલીયન અમેરીકીન ડોલરનું થઇ ગયુ છે. 

રાજકીય સત્તાધીશો માટે ધાર્મીક લાગણીનો ઉપયોગ તેમની સત્તા પ્રાપ્ત કરવા, ટકાવી રાખવા અને તેના દ્રારા સર્વપ્રકારનો નાગરિકો પર નિયંત્રણ કરવાનો જાણે અબાધિત અધિકાર મલી ગયો છે.. રાજ્ય સત્તા માટે ધર્મ એક દુઝણી ગાય બની ગયો છે.ધર્મો સમાજમાં નફરત, હીંસા અને યુધ્ધો ફેલાવવા માટેનું જાણે રાજકીય સત્તાધીશોના રમકડું બની ગયું છે.ધર્મના નામ પર  લોકો એકબીજાના ખુનો કરવા માંડયા! ધર્મ એક માનવસર્જીત પરિકલ્પના, ખ્યાલથી વધારે કાંઇજ નથી તે હવે સાબિત થઇ ગયું છે.તે એક સંગઠિત સ્થાપિત હિત બની ગયું છે. –વધુ બીજા ભાગમાં



--