Thursday, August 9, 2018

વાંદરમાંથી કેમ માનવ હવે બનતો નથી?

વાંદરમાંથી કેમ માનવ હવે બનતો નથી?

આપણે માનીએ છીએ તેટલી આ સજીવ ઉત્ક્રાંતીની વાત સરળ નથી. તમે રોજબરોજ નજરમાં આવતા વાંદરા અને માનવની, હકીકતને સજીવ ઉત્ક્રાંતી સાથે જોડો છો, તે દલીલને એકબીજા સાથે કોઇ સંબંધ નથી. આપની માહીતી માટે જણાવું છે કે  માનવીના ઉત્ક્રાંતીમાં તેના નજીકના સહોદર હોય તો ગોરીલા, ચીમ્પાન્ઝી, ઉરાંગ– ઉટાંગ, બબુન અને ત્યાર પછી  પ્રાઇમેટસ, નીઅનદેથરલે Neandertha અને પછી હોમો સેપીયન્સ Homo sapiens છે...છેલ્લી બે પ્રજાતીઓમાંથી આધુનીક માનવી બનતા ફક્ત પાંચલાખ વરસ લાગ્યા હતા. આ બધામાં હોમો સેપીયન્સની સાથે માનવીનું ડીએનએ પ્રમાણમાં ઘણું મળતું આવે છે. ઉત્ક્રાંતીવાદ કોઇ ફેકટરીમાં બનતી કોઇ પ્રોડકસ નથી કે ચાંપ ડબાવીએ અને પ્રોડકસ બહાર આવે.

 ઉત્કાંતીવાદમાં ન માનવા માટે કોઇ કારણ હોય તો લગભગ એક જ કારણ હોય છે કે ડાર્વીનના ઉત્ક્ર્તીવાદે પૃથ્વી પરના દરેક સજીવનો જન્મ ઇશ્વર સર્જીત નથી તે સાબીત કરી દીધું છે. જે સત્ય બાઇબલ, કુરાન અને હીન્દુ જેવા તમામ ધર્મોને અને તેના અનુયાઇઓને અસ્વીકાર્ય છે. કારણકે તે પછી તેમની શ્રધ્ધાઓનો ગઢ પેલા ગંજીફાના કીલ્લાની માફક જ ઢબી પડે છે.

ખરેખરતો માનવીઓ પોતાની બુધ્ધી, અનુભવ અને તર્ક શક્તીનો ઉપયોગ કરીને પોતાની જરૂરીયાત મુજબના ઇશ્વરનું સર્જન કર્યુ છે. હવે આ ૨૧મી સદીમાં ઇશ્વરનું સર્જન કરનાર  કાળામાથાનો માનવી કહે છે કે હે ભાઇ!  ઇશ્વર,  હું તને મારા ખભા પરથી ઉતારી મુકુ છું. કારણકે તારા વીના હું મારા બધાજ માનવીય પ્રશ્નો ઉકેલી શકુ છું. મને એવો સંપુર્ણ વીશ્વાસ છે કે સદીઓથી સંચીત કરેલા માનવ સંસ્કૃતીના જ્ઞાનના વારસાની મદદથી ઇશ્વરમાં બીલકુલ શ્રધ્ધા કે અંધશ્રધ્ધા રાખ્યા સીવાય આવનારા પડકારો ચોક્ક્સ ઉકેલી શકાશે.

 



--

Mailtrack Sender notified by
Mailtrack 08/09/18, 4:50:41 PM