Tuesday, May 30, 2023

“અમારે ત્યાં એક યુરોપથી આવ્યા.

(1)    "અમારે ત્યાં એક યુરોપથી આવ્યા. અને અમારી પ્રજાના એક હાથમાં બાયબલ પધારવી દીધુ.  બીજા અરબસ્તાનથી આવ્યા અને બાકીના હાથમાં કુરાન આપી દીધું. ત્રીજા, કોલબંસે શોધેલી નવી દુનિયામાંથી  તે લોકો આવ્યા. 'અમારા વહાલા થઇને' સ્ટીમરોની સ્ટીમરો ભરીને સાંકળોથી મારા વડીલોને બાંધી બાંધીને ન્યુયોર્ક, વોશીંગટન ને શીકાગોના 'એમ્પયાર સ્ટેટ બીલ્ડીંગ, સીયર્સ ટાવર અને વોશીંગટન ડીસી બનાવવા લઇ ગયા." –  લીઓ ઉગ્વે(Leo Igwe)– પ્રમુખ હ્યમેનીસ્ટ એસોસીયેશન, નાઇજીરીયા. ( Key note Address – 82nd American Humanist Association- Denver- Colorado( USA).

(2)     ઉપરના તજજ્ઞોની સરખામણીમાં ભારતીય ધર્મસ્થાપકોનો બુધ્ધિ આંક (I Q) સર્વશ્રૈષ્ઠ પુરવાર થયો! તેઓએ પોતાના જ એક જ ઉદરમાંથી( ગર્ભમાંથી) સહોદરીઆઓને જ 'ગીતાના' સ્થાપક કૃષ્ણ સર્જીત હિંદુ વર્ણવ્યવસ્થામાં દલીત બનાવી દીધા. તેમના સામુહિક શ્રમનો પેઢીઓ પ્રતિ પેઢીઓ 'નિષ્કામ કર્મ અને તે પણ સ્થિપ્રજ્ઞ સ્થિતિમાં' ઉપયોગ કરી કરીને ગોકુલ મથુરા, અયોધ્યા, કાશી અને તિરુપતિ બાલાજી બનાવી દિધા. શાબાશ,અભિનંદન.

ભારતીય ધર્મસ્થાપકો અને તેના વર્તમાન દિલ્હી સ્થિત સત્તાધીશ વારસદારોને!.   

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


--

Saturday, May 27, 2023

માનવવાદી વિચારસરણીનોવૈજ્ઞાનીક પાયો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ.


                     માનવવાદી વિચારસરણીનો વૈજ્ઞાનીક પાયો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ.

 

ધર્મનિરપેક્ષ માનવવાદની સમૃધ્ધ વૈજ્ઞાનીક વિચાસરણીની ઇમારતનો પાયો ચાર્લસ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પર ઉભેલો છે.કેવી રીતે? ચલો સમજવાની કોશીષ કરીએ!.

(1)  ઉત્ક્રાંતિવાદનું પ્રથમ તારણ:– દરેક સજીવનો જન્મ કુદરતી છે. ઇશ્વર કે દૈવી નથી.માનવનો જન્મ એક સજીવ તરીકે જ થયો છે. માટે તેના જન્મમાં પણ કશું ઇશ્વરી કે દૈવી નથી, કુદરતી છે. દરેક સજીવ એક ભૌતીક એકમ છે. માટે માનવી એક સજીવ તરીકે પણ ભૌતીક એકમ જ છે.શરીર અને આત્મા( Body & Spirit)ના દ્વંદને ઉત્ક્રાંતિવાદ નકારે છે. જે કોઇ ધર્મો શરીર અને આત્માના દ્વંદને સ્વીકારે છે તથા આત્મા અમર છે, નાશવંત નથી, તથા આ બધાની પાછળ મોક્ષ, પુનર્જન્મ, પાપ–પુન્ય, કર્મ–વર્ણ, કયામત,મુક્તિ વિગેરેની કપોળકલ્પનાઓ સ્થાપિતહિતના ટેકાવાળી ઉભી કરે છે તેને ઉત્ક્રાંતિના 'કુદરતી પસંદગી'ના સિધ્ધાંતનો ટેકો નથી. તમામ સજીવોની માફક માનવી એક ભૌતીક એકમ છે. માટે નાશવંત છે.આ જન્મ જ પહેલો અને આખરી જન્મ છે. આ જન્મ પહેલાં કોઇ જન્મ હતો નહી અને નાશવંત શરીર પછી કોઇ જન્મ થવાનો નથી.

(2) ઉત્ક્રાંતિવાદનું બીજુ પાયાનું અને ક્રાંતીકારી તારણ છે કે દરેક સજીવ જાતી–પ્રજાતી કુદરતી વાતવારણ સામે પોતાનું શરીરી કે ભૌતીક વ્યક્તિગત ધોરણે અસ્તિત્વ ટકાવી સંઘર્ષ કરે છે. દરેક સજીવની માફક માનવીનું સજીવ તરીકે  પૃથ્વી પર આગમન કોઇપણ જાતના ઇશ્વરી કે ખાસ હેતુ માટે નથી. પુર્વજન્મના હિસાબ ચુકવવા ભુલેચુકે છે તેવું કોઇ લેશ માત્ર માને નહી.જીવનના દુ:ખો તરફ પીઠ ફેરવીને પલાયન થઇ જવાથી સ્વતંત્રતા હાંસલ થતી નથી. પુર્ણ જીવન પ્રાપ્ત કરવાના માર્ગમાં જે જે અવરોધો,આડખીલીઓ, નિયંત્રણો આવતાં હોય તે બધાને દુર કરવામાં જ સ્વાતંત્રય રહેલું છે.

(3) માનવી તરીકે જીવવું એટલે શું? દરેક સજીવની પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની (શરીર ટકાવી રાખવાની) અદ્મય ઇચ્છા મુળભુત છે.( Basic urge to survive.)માનવ તરીકે જીજીવીષા ટકાવી રાખવાની અદ્મય ઇચ્છા એટલે સ્વતંત્રતાની ઝંખના છે.આમ સ્વતંત્રતા એક પાયાનું મુલ્ય છે. બીજા માનવીય મુલ્યો સ્વતંત્રતાના ખ્યાલમાંથી ઉદ્રભવે છે.

(4) માનવીય સ્વતંત્રતાની ઝંખનાના બે પહેલુ છે. એક માનવીએ કયા કયા પરિબળોની અસરોમાંથી મુક્ત થવા સંઘર્ષ કરવાનો,માનવ વિકાસને અટકાવાતા નકારાત્મક પરિબળો(Freedom From)માંથી મુક્તિ. બીજુ, માનવીય સ્વતંત્રતા કોના માટે? માનવ વિકાસને મદદકર્તા હકારાત્મક પરિબળો(Freedom For).

(5) કયા કયા દુન્યવી પરિબળો માનવીને તેની સ્વતંત્રતા માટેની ઇચ્છાને પરિપુર્ણ કરતાં રોકે (Freedom From) છે? સૌ પ્રથમ શરૂઆત આપણે બાયબલની પેલી આદમ–ઇવની સુપ્રસિધ્ધ વાર્તાની હકીકતથી કરીએ. બાયબલના ગોડે આદમ– ઇવને સ્વર્ગના બગીચામાં આવેલા એક ઝાડમાંથી ફળ તોડવાની મના કરી હતી.( Photo of Tree of Knowledge put at the end of this article) સાવચેત પણ કર્યા હતા. કે જો તમે પેલા ગોડની આજ્ઞાનું ઉલ્લંઘન કરશો તો સ્વર્ગની તમામ સાહેબી કાયમ માટે ગુમાવી દેશો! બાયબલનો પુરૂષ બીકણ, ડરપોક અને અનિર્ણયતાનો કેદી હતો. પણ તેની "ઇવ" એક સ્રી તરીકે સમજી ગઇ હતી કે સ્વતંત્રતાના ફળો ગોડના આજ્ઞાપાલનમાં નહી પણ તેના ઉલ્લંઘનમાં છે. જે દિવસથી ઇવે ઇશ્વરી હુકમનો સરિયામ અનાદર કરીને જીવવાનું શરૂ કર્યું ત્યારથી તે બંનેને ખબર પડી ગઇ કે આ ઝાડતો બાયબલના ઉપદેશો સામે સ્વતંત્રતાથી કેવી રીતે મોજમઝાથી જીવાય માટે જ્ઞાન આપતું 'જ્ઞાનનું ઝાડ છે'(Tree of Knowledge).

(6) ઉપરની વાર્તાનો ઉદ્દેશ સરળ છે કે માનવ સ્વતંત્રતાના પંથમાં જે કોઇ માનવ સર્જીત સામુહિક પરિબળો દખલ કરતાં હોય તે તમામની સામે વ્યક્તીગત અને સામુહિક સહપંથીઓના સહકારથી પ્રતિકાર કરવો તેનો અર્થ જ જૈવીક ઉત્ક્રાંતિના ઉદ્દેશ પ્રમાણે જીવવું. બાકી સમુહમાં એક ટોળા તરીકે આજ્ઞાપાલન કરી જીવવું.

(7) ડાર્વીનના સમગ્ર ઉત્ક્રાંતિવાદનું વૈજ્ઞાનીક સત્ય છે કે જે જીવો કુદરતી પરિબળો સામે પોતાના અંગોમાં જરૂરી ફેરફાર કરીને વાતવરણને અનુકુળ જીવે છે તે જ જીજીવિષા ટકાવી રાખવાના સંઘર્ષમાં ટકી રહે છે. જો ઇવે ગોડની આજ્ઞા પ્રમાણે જીવવાનું પસંદ કર્યુ હોત તો હજુ પણ માનવ ઇતિહાસ જ શરૂ  ન થયો હોત! અને સ્વર્ગની બહાર નીકળ્યા જ ન હોત! માનવી તરીકે જીવવા માટે ઇશ્વરી આજ્ઞા ને પૃથ્વી પરના તેના દલાલોની નાગચુડ પકડમાંથી મુક્ત થવાના સંઘર્ષમાં, તે બધાની આજ્ઞાના ઉલ્લંઘનમાં માનવ મુક્તિ રહેલી છે. તે બધાના આજ્ઞાંકિત થઇને જીવવું એટલે કુદરતી પરિબળોની વિઘાતક અસરોમાંથી મુક્ત થવા તેમને ભજવા,પુજવા અને અંતે તે અસરોને કારણે મૃત્યુ પામવું.

(8) આજ્ઞાપાલન (Obedience)અને આજ્ઞાનું ઉલ્લંઘન(Disobedience) બે ખ્યાલો અંગે વિગતે ચર્ચા કરવી જરૂરી છે. કારણકે તેને સીધો સંબંધ પાયાના માનવ મુલ્ય સ્વતંત્રતા સાથે છે.કોઇપણ સત્તા ભલે તે આ–લોક ની હોય કે પર–લોકની તેને સ્વીકારવી એટલે કે પોતાની વિવેકશક્તિને આ બધી સત્તાઓની ગુલામ બનાવવી, તેની હકુમતની અબાધિત રીતે શરણાગતિ સ્વીકારવી. સત્તાની આજ્ઞાનો સ્વીકાર એટલે માનવ વીકાસની યાત્રાની સંપુર્ણ સ્થગિતતા. જે ખાસ કરીને ભારત અને તમામ મુસ્લીમ દેશો, જેવા વિશ્વના ધર્મપરસ્ત દેશો, છેલ્લા હજારો વર્ષોથી તે સ્થગિતતા ગુણગાન ગઇને સ્વમદહોશ સ્થિતીમાં ફક્ત જીવતા નથી પણ તેમાં વિશ્વગુરૂ બનવાના સ્વપ્ના વેચે છે.

(9) માનવી તરીકે જે દિવસથી પોતાની સદ્વિવેક શક્તિનો ઉપયોગ, પેલી તમામ હકુમતો સામે બળવાખોર બનીને આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની શરૂઆત કરવામાં આવે તે દિવસથી માનવજાતનો ઇતિહાસ શરૂ થાય છે. માનવજાતનો ઇતિહાસ માનવોના આજ્ઞાંકિત ટોળાથી બનતો નથી. ઇશ્વરી અને તેના તમામ ધાર્મીક સામાજીક, રાજકીય અને આર્થીક એજંટોના ઉપદેશ સામે તર્કવિવેકબુધ્ધિનો ઉપયોગ કરીને 'ના'( To say no- not to say yes)  કહેવાની હિંમત સાથે શરૂ થાય છે. તમામ સત્તાઓના ઉલ્લંઘનમાં સત્તાધીશોના હિતોના સંરક્ષણ માટે તે પાપ છે, સત્તા સામે બળવો છે. પણ માનવી માટે તે તેના સ્વભાવ પ્રમાણે ફક્ત આજ્ઞાના ઉલ્લંઘનથી વિશેષ કાંઇ નથી. જે તેની જીજીવિષા ટકાવી રાખવાની જૈવીક અનિવાર્ય જરૂરીયાત છે.તેમાં તો માનવ સદ્રવિવેકબુધ્ધિનો ઉપયોગ આમેજ છે.

(10) કોઇપણ પ્રકારની હકુમતની(Power) વિવેકબુધ્ધિ ને શરણે થઇને જીવવું એટલે તેમના ભય નીચે જીવવું! તેમની સત્તાના આદેશ નીચે, તે નક્કી કરે તે સારુ અને ખોટુ તે પ્રમાણે માનવ તરીકે જીંદગી એક ગુલામ તરીકે પસાર કરવી! આવી સત્તાના આદેશ નીચે જીવનારા પોતાની નીજી માનસિકતાને પેલી સત્તાની માનસીકતાને અનુકુળ હોય તે પ્રમાણે ગોઠવી દઇને સ્વપીડનનો આનંદ ભોગવે છે.

 (11) માનવવાદી સદ્વવિવેકબુધ્ધિના ઉપયોગમાં માનવીય અસ્ત્તીત્વને ટકાવી રાખવાના અને તેને વિકસાવવા માટેના સંઘર્ષમાં સ્વઅવાજનો રણકો હોય છે. તેમાં પ્રતિબધ્ધતા હોય છે. સર્વસ્વ ન્યોચ્છાવર કરવાની ખુમારી નિર્હિત હોય છે.

(12) માનવજાતના બળવાખોર શહીદોનો ઇતીહાસ ગવાહી પુરે છે કે ભલે તે ધાર્મીક, સામાજીક, વૈજ્ઞાનીક સત્યો કે રાજ્ય સત્તા સામને બળવો હોય! તે બધાએ પોતાની સદવિવેકબુધ્ધીના નિર્ણય પ્રમાણે વર્તન કર્યા હતા. તે બધાએ સત્તાધીશો સામે પોતાના શાણપણના આધારે કરેલા નિર્ણયને પસંદગી આપી હતી. તે ખરેખર તો સમગ્ર માનવજાતનો અવાજ હતો!.

 (13) પશ્ચીમી સંસ્કૃતિ અને ધર્મનિરપેક્ષ નૈતીકતા (Secular Morality) માનવીય સદ્રવિવેકબુધ્ધિનું પરિણામ છે. સદર પ્રજાએ કુદરતી નિયમો સમજીને(( Laws of Nature) તેની સાથે જ્ઞાન આધારિત સંવાદિતા કેળવી લીધી છે.જ્યારે પુર્વની ધર્મ આધારિત વિચારસરણીના ટેકાવાળી તમામ સત્તાઓને શરણે સ્થાનિક પ્રજાઓએ બિનશરતી શરણાગતી સ્વીકારી લીધેલી છે. માનવજાતનો એક સમુહથી વધારે કાંઇ નથી. દરેક સૈકામાં તેવા માનવ ટોળાને હાંકનારા મળી જાય છે. તેમાં પેલા ભરવાડ અને તેના વફાદાર ટોળાને બંનેને બલ્લે બલ્લે હોય છે.

(14) સ્વતંત્રતા એક મુલ્ય તરીકે માનવીને સત્તાધીશો માટેની ફરજનું પ્યાદુ બનવાનું ક્યારેય શીખવાડતું નથી. તે બધાના સંગઠિત અને સામુહિક હિતો માટે બલીદાન, ત્યાગ અને સ્વપીડન કરવાનું પણ શીખવાડતું નથી. તમામ સામુહિક સર્જનો માનવ બુધ્ધીની નિપજ છે. તે બધાનો ઉપયોગ માનવ ઉત્થાન અને કલ્યાણ કરવા માટે છે. તેથી તેના સર્જકને તેની જરૂરીયાત પ્રમાણે ફેરફાર કરવાનો, તેમાં પરિવર્તન કરવાનો કુદરતી પાયાનો વ્યક્તિગત અધિકાર છે(Inalienable individual right).

(15) તર્કવિવેકબુધ્ધિ આધારીત સત્તા (Rational Authority) તેના વિધ્યાર્થીઓ, સાથીદારો, સભ્યો અને તેની નીચે કામ કરનારઓને જ્ઞાન– વિજ્ઞાન આધારીત માનવી માટે સારુ શું ખોટું શું તે નક્કી કરવાની પધ્ધતિ શીખવાડે છે. તે બધાની શક્તિઓને પોષે છે, વિકસાવે છે, તેમના જીવનમાં સુખ,શાંતિ અને સમૃધ્ધી લાવવામાં મદદરૂપ બને છે. શોષણ, ભય કે સત્તાને બદલે બંધુત્વ અને માનવીય ગૌરવ જેવા ગુણોને વિકસાવે છે. આમ સ્વતંત્રતા એક જૈવીક ઉત્ક્રાંતીમાંથી ઉદ્રભવેલું માનવીય મુલ્ય છે.તેના સંરક્ષણ માટે નાગરીકોમાં અહર્નીષ જાગૃતતા હોવી અનિવાર્ય છે.(The price of freedom is eternal vigilance- Jawaharlal Nehru.)

 ભાગ–૨– શ્રધ્ધા અને તર્કવિવેકબુધ્ધિ(  Faith & Reason).

 

 

 

 

 

 

 

 

 

 

 

     

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

--

Tuesday, May 23, 2023

વિનાશ કાળે વિપરીત બુધ્ધી–

                                  વિનાશ કાળે વિપરીત બુધ્ધી–

             મોદી સરકારનો સર્વોચ્ચ અદાલતના સર્વાનુમતે આપેલા ચુકાદા વિરૂધ્ધ વટહુકમ.

(1)    ૧૧મી મેના રોજ સર્વોચ્ચ અદાલતે વડાપ્રધાન મોદી–અમીત શાહ સરકાર સામે અરવિંદ કેજરીવાલની દિલ્હીના મતદારોએ પ્રચંડ બહુમતી અને ધારાસભ્યોની સીટસ(૭૦માંથી ૬૫ અને ફરી ૬૩)આપીને વિજેતા બનેલી લોકપ્રતિનિધિ સરકારને લેફ્ટન્ટ ગવર્નરની કાયમી દખલગીરી થી મુક્ત કરી લોક કલ્યાણના કામો બંધારણની સીમામાં કરવા સર્વાનુમતે ચુકાદો આપ્યો હતો.

(2)    સદર ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે મોદીની કેન્દ્ર સરકાર અને કેજરીવાલની દિલ્હી સરકાર બંનેને મતદારોના બહુમતી પ્રતિનિધિઓથી ચુંટાયેલી સર્વાંગી રીતે સમકક્ષ સત્તાધીશ સરકાર ગણી છે. પોતાના કાર્યક્ષેત્રમાં દરેકને પ્રજાલક્ષી કામ કરવાનો અબાધિત અધિકાર છે. બંનેનું અસ્તિત્વ અને સ્વાયત્તા બંધારણીય છે.

(3)    સને ૨૦૧૪થી મોદીજી વડાપ્રધાન બન્યા ત્યારથી ૨૦૨૩ સુધીમાં તેઓની ભાજપ સરકારે દેશની ૯ રાજ્યોની બહુમતી મતદારોના મતોથી વિજયી બનેલી બીજા પક્ષોની સરકારોને ઉથલાવીને સત્તા ઝુંટવી લઇને કબજો લઇને રાજ કરે છે.  જે કોઇ વિરોધ પક્ષોની સરકારોને ઉથલાવી શક્યા નથી તેને કેન્દ્રની મોદી સરકાર પોતાના નિમેલા રાજ્યપાલોની મદદથી સતત દખલગીરી કરીને પ્રજાલક્ષી કામો નહી કરવા દેવાનો જ સંગઠિત ધંધો કેન્દ્રની મોદી સરકાર કર્યા જ કરે છે.

(4)    દિલ્હીમાં જે દિવસથી ભાજપને ત્રણવાર મરણતોલ શિકસ્ત આપીને કેજરીવાલની સરકાર સત્તાધીન બની છે તે દિવસથી તેને પ્રજાલક્ષી કામ નહીંજ કરવા દેવાના એકમાત્ર સોંગદ લઇને કેન્દ્રની મોદી સરકાર એકપછી એક પગલાં લીધા જ કરે છે. કેજરીવાલના વહીવટ સંચાલિત પબ્લીક સ્કુલ, મહોલ્લા ક્લીનીક. મર્યાદિત યુનીટ સુધી વિજળી મફત અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ,વિ. પ્રજાલક્ષી કામોએ મોદી– શાહના નફરત,કોમી વૈમન્સ્ય, અને ઉગ્ર હિદુત્વના મોડેલને જાણે કાયમી રૂકસદ આપી દિધી છે.

(5)    સર્વોચ્ચ અદાલતના ચુકાદાએ દેશના અન્ય સમવાયી રાજ્યોની માફક દિલ્હી વિધાનસભાને સમકક્ષ બંધારણીય દરજ્જો આપી દીધો છે. જેને મોદી– શાહની આપખુદી સત્તાકીય માનસિકતા પચાવી શકતી નથી. માટે તેઓને સદર વટહુકમ લાવવાની તાત્કાલિક જરૂર પડી છે. જેથી કેજરીવાલની સરકારના લોકકલ્યાણના કામો કરવાની પ્રચંડ ઇચ્છાશક્તિને બ્રેક મારી શકે.

(6)     તારીખ ૨૨મી મે નારોજ ઇન્ડીયન એક્ષપ્રેસે પોતાના તંત્રી લેખનું મથાળું આપ્યું છે. "HIJACKING DELHI" સદર વટહુકમે દિલ્હીની કેજરીવાલ સરકારનો ગેરકાયદેસર કબજો(HIJACK) લઇ લીધો છે. સર્વોચ્ચ અદાલતને વિનંતી કરી છે કે કેન્દ્ર સરકારે આ વટહુકમથી દેશના સમવાયી કે 'ફેડરલ' તંત્ર પર જે કઠુરાઘાત કરેલ છે તેમાંથી મુક્તિ અપાવે! આ વટહુકમ તો બિનકુશળ, અપરિપક્વ, બેશરમ કે લાજશરમ વિનાનો છે.(Unwisely and unabashedly). દિલ્હીની કેજરીવાલ સરકારે, જે વર્ષોથી કાયદાકીય સંઘર્ષ કરીને ન્યાયિક ચુકાદો મેળવેલ છે તેને ધુળધાણી કરી નાંખનારો છે. વધુમાં તંત્રી લેખમાં જણાવ્યું છે કે સદર વટહુકમ દેશના સમવાયી બંધરણીય માળખાને જ મુળભુત રીતે ધોકોદેનોરો(Undermines)છે. શું હવે સર્વોચ્ચ અદાલત બંધારણના લોકશાહી મુળભુત ઢાંચાને(The basic structure of federalism) વટહુકમથી ઝુંટવાઇ જતો બચાવશે? (The SC must ensure that the eloquent and essential defense of democratic federalism by its Constitution bench is not hijacked.)

(7)    આજ દિવસે ઇ–એક્ષપ્રેસના તંત્રીલેખના પાનાપર એક પરિપક્વ અને દુરંદેશી  કટારલેખક ભાનુપ્રતાપ મહેતાએ કેન્દ્ર સરકારના વટહુકમને એક ખુબજ બેશરમ રાજકીયકૃત્ય મોદી સરકારનું છે એમ જણાવ્યું છે. "તે લોકશાહીના ભવિષ્ય માટે સારી નિશાની નથી". (It bodes ill for the future of democracy.) સદર વટહુકમ કેન્દ્ર સરકારની માનસીકતાની ચાડી ખાય છે કે દેશમાં તે વિરોધી રાજકીય પક્ષોની સરકારોની સત્તા કોઇપણ સંજોગોમાં પોતાની હકુમત નીચે ચલાવી લેશે નહી. મહેતા સાહેબ વધુમાં લખે છે કે વટહુકમ એ ખરેખરતો સીધો જ સર્વોચ્ચ અદાલતના સર્વાનુમતે આપેલ ચુકાદાનું નિર્લજ્જ અપમાન છે. જાવ! થાય એ કરી લો! અમારા વટહુકમે તમે બચાવેલી પ્રચંડ પ્રજામતથી ચુંટાયેલી સરકારને લોકઉપયોગી કામ કરતી જ બંધ કરી દીધી છે. બંધારણીય સમવાયી માળખું અમારી અનુકુળતા માટે છે. પણ સામાવાળા રાજકીય હરીફ પક્ષોની સત્તા ટકાવી રાખવા માટે બિલકુલ નહી.( "Federalism for me, but not for thee")

(8)    મોદી સરકારે એક જ વટહુકમના કાંકરે બે પક્ષીઓને પોતાના અસ્તિત્વ ટકાવી રાખવાનો પડકાર આપી દીધો છે. એક દિલ્હીની કેજરીવાલ સરકાર અને બીજી કાયદાકીય સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતને બિલકુલ અપ્રસતુત બનાવી.મોદી સરકાર તો રાહ જોઇને બેઠી છે કે ક્યારે દેશની સર્વોચ્ચ અદાલતને પોતાની સત્તા સામે નતમસ્તક ઝુકાવી દેવી! ચુંટાયેલી કેન્દ્ર સરકારની સત્તાકીય સર્વોપરીતા સર્વોચ્ચ અદાલતના સદર ચુકાદાને અપ્રસતુત બનાવી ને જ બતાવી શકાય ને!

( The executive will claim the mandate of the popular national will to delegitimize the judiciary.)

હિંદુત્વ આધારીત રાજ્યસત્તાના મ્યાનમાં એક સાથે બે તલવારો રહી શકતી નથી. હિટલરના નાઝીવાદ અને મુસોલીનીના ફાસીવાદનો ઇતિહાસ નહીતો ખોટા સાબિત થાય!.

(સૌ.ઇ એક્ષ.ના ઉપર જણાવેલા લેખોનો ટુંકમાં ભાવાનુવાદ.)

 


--

Wednesday, May 17, 2023

ચાર્લ્સ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ–

ચાર્લ્સ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ–

ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ ને સમજીએ તે પહેલાં એ સમજી લઇએ કે વિશ્વના મુખ્ય ધર્મો, ખ્રિસ્તી, ઇસ્લામ અને હિંદુ,એ ત્રણેયમાં માનવીના સર્જન માટે શું કહેવામાં આવ્યું છે.

(1)     ખ્રિસ્તી ધર્મ– ગોડ કે ઈશ્વરે માનવીને પોતાની પ્રતિકૃતિ પ્રમાણે બનાવ્યો. જમીનની માટીમાંથી માનવ બનાવ્યો. તેના નાક માં શ્વાસ મુક્યો. પ્રથમ પુરુષ આદમની પાંસળીમાંથી 'ઇવ' નામની પ્રથમ સ્ત્રી બનાવી!( So God created mankind in his own image, in the book of Genesis 1:26–27 The Lord God formed man of the dust of the ground and breathe into his nostrils the breath of life, and man become a living soul. Eve was formed out of Adam's rib.)

(2)     ઇસ્લામ– દેવદૂતને અલ્લાહે કહ્યું કે જો હું હવે મનુષ્ય માટીમાંથી બનાવું છું. મારા શ્વાસ માંથી તેના પ્રાણ પુરુ છું.( Your Lord said to angles, I am about to create a human being out of clay and when I have formed his fully and breathed my spirit into him. Quran 38:71-72.)

(3)     હિંદુ ધર્મ– બ્રહ્માના મુખમાંથી બ્રાહ્મણ, હાથ(બાહુ)માંથી ક્ષત્રિય, જાંઘમાંથી વૈશ્ય ને પગમાંથી શુદ્ર.

(4)     ત્રણેય ધર્મોની ઈશ્વરની કલ્પના આ પ્રમાણે છે.સર્વશક્તિમાન(Omnipotent),સર્વવ્યાપી( Omnipresent),સર્વજ્ઞાતા(Omniscience).

(5)     ઉત્ક્રાંતિવાદ– ફક્ત માનવી જ નહી પૃથ્વી પરના તમામ સજીવ જૈવિક ઉત્ક્રાંતિ ના સિદ્ધાંતો પ્રમાણે ક્રમશ: લાખો વર્ષો પછી વિકસ્યા છે. ચાર્લ્સ ડાર્વિને વિજ્ઞાનની પ્રયોગશાળા બહાર પોતાની ' HMS Beagle' નામની સ્ટીમર સમુદ્ર મુસાફરી પ્રવાસ દરમિયાન જુદા જુદા ટાપુઓ પરથી આશરે પાંચ વર્ષ સુધી(December 1831 to October 1836)સેંકડો જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ, સરિસૃપો, વનસ્પતિ વિ. નમૂના અને અશ્મિઓ એકત્ર કર્યા. આ મુસાફરી દરમિયાન એકત્ર કરેલા તમામ વાસ્તવિક,ભૌતિક (ઈશ્વરી કે દૈવી નહી)પુરાવાનો અભ્યાસ બીજા વીસ વર્ષ સુધી કર્યો.

(6)     ડાર્વીને ૨૪ નવેંબર ૧૮૫૯ના રોજ, 'ઓરીજન ઓફ સ્પીસીસ' નામનું પુસ્તક આજથી આશરે ૧૬૫ વર્ષો પહેલાં પ્રકાશીત કર્યુ અને બીજુ પુસ્તક  ડીસેન્ટ ઓફ મેન' તેમાં દરેક જીવની ઉત્પત્તિ માટે ધર્મનિરપેક્ષ, ધર્મ અને ઇશ્વરની મદદ સિવાય ચાર સિદ્ધાંતો વિકસાવ્યા છે. એક,દરેક સજીવની જીવવા માટેની મુળભુત જીજીવિષા (Basic urge for existence) બે, જીવન ટકાવી રાખવા માટે અને દૈહિક ભૌતીક સંઘર્ષ– મૃત્યુ પછી મોક્ષ, મુક્તિ, સ્વર્ગ, હિંદુઓ માટે સારી વર્ણમાં પુનર્જન્મ થાય, વિ માટે બિલકુલ નહી–(Struggle for bare physical existence of all living organism)ત્રણ, કુદરતી વાતાવરણ સામે, જે સજીવો પોતાનું જીવન ટકાવી રાખે તે જૈવિક એકમ માનવ સહિત ટકી શકે!( Survival of the fittest) ચાર, જે સજીવો પોતાના અંગોમાં કુદરતી વાતાવરણ અનુકૂળ ફેરફારો કરી શકે (ભૌતિક શરીરથી તાકાતવાન નહી) તે જ પોતાનું જીવન ટકાવી શકે! (Laws of variation & adaptation).

(7)      કુદરતી વાતાવરણ અનુકુળ,પોતાનો જીવ ટકાવવા સજીવ જાતિમાં થતા ભૌતીક– આનુવંશિક ફેરફાર રાતો રાત કે બે પાંચ વર્ષ કે અરે! દાયકાઓમાં થતા નથી. વિશ્વ કક્ષાના વર્તમાન બ્રિટિશ જીવ વૈજ્ઞાનિક રિચાર્ડ ડોકિન્સ મત પ્રમાણે સામાન્ય વાંદરામાંથી સેંકડો પ્રજાતીઓના વિકાસ પછી મનુષ્ય જેવી(Homo – Erect & Home Sapiens)પ્રજાતિ વિકસતાં ફક્ત ૪૫૦ લાખ વર્ષોનો સમય થયો હતો. વર્તમાન બંદર માંથી વર્તમાન માનવની જૈવિક ઉત્ક્રાંતિ એકસો– બસો વર્ષ માં થઇ શકે જ નહી એ જય બજરંગબલી ની નામની પોતાના સ્વાર્થ– પરમાર્થ માટે ચૂંટણીના મેદાનમાં ગર્જના કરનારાઓને ક્યાંથી ખબર પડે!

(8)     ભારત દેશની સ્વતંત્રતા પછી પ્રથમ વાર મોદી સત્તાએ ૭૫ વર્ષે શરૂ કરેલા અમૃતકાળમાં સમગ્ર માનવજાતના જ્ઞાનના ગૌરવશાળી વારસાને ' બલીનો બકરો' બનાવવા માટે ધો.૧૦મા માંથી ઉત્ક્રાંતિવાદનું ચેપ્ટર કાઢવા આનાથી ઉત્તમ વર્ષ બીજું કયું શોધવા જઇશું?

(9)     વિશ્વના કયા કયા દેશોના ધાર્મિક સ્થાપિત હિતો "ડાર્વીનના ઉત્ક્રાંતિ" પર પ્રતિબંધ જ નહી પણ 'ઇશનિંદા કે ધર્મનિંદા (Blasphemy)નો અક્ષમ્ય ગુનો ગણ્યો છે તેની યાદી પણ જોઈએ.

(10)  વિશ્વના ઘણા બધા મુસ્લીમ દેશોએ પોતાના દેશના ધાર્મિક સ્થાપિત હિતો ના દબાણોને વશ થઇને ઉત્ક્રાંતિવાદ અભ્યાસક્રમ માંથી કાઢી નાંખ્યો છે,તેની યાદી આ પ્રમાણે છે. કારણ કે, કુરાનના માનવ સર્જનના ખ્યાલની તદ્દન વિરુદ્ધ ઉત્ક્રાંતિવાદ માનવ સર્જન સાબિત કરે છે.(Saudi Arabia, Oman, Algeria and Morocco have banned the teaching of evolution completely. In Lebanon, evolution was removed from the curriculum because of religious pressure. In Jordan, evolution is taught within a religious framework. In Egypt and Tunisia, evolution is presented as an unproven hypothesis.)

(11) યુએસએની કેન્દ્ર( Federal) સરકારે કોઇ નિયંત્રણ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદને સ્કુલ કોલેજોમાં શીખવાડવા માટે કોઇ પ્રતિબંધ મુકેલ નથી. પણ કેટલાક કેથોલિક સંપ્રદાયના પ્રભુત્વવાળા રાજ્યોની પબ્લિક સ્કૂલમાં ' બાયબલની સર્જન થીયરી( Theory of creation)અને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ સમકક્ષાએ અભ્યાસમાં મુકીને ચલાવવામાં આવે છે.

(12) ડાર્વિનના ઉત્ક્રાંતિવાદે, માનવ જાતની જ્ઞાન–વિજ્ઞાનની સમુધ્ધી દ્રારા અનેક સમસ્યાઓ ઉકેલવામાં અમાપ મદદ કરેલ છે. દા.ત નિવૃંશશાસ્ર, મનોવિજ્ઞાન, ડીએનએ  અને મારા મત મુજબ સૌથી શ્રૈષ્ઠ 'ધર્મનીરપેક્ષ માનવવાદ'ની વિચારસરણીને વૈજ્ઞાનિક આધાર પૂરો પાડ્યો છે.

(13)  બાબા સાહેબ આંબેડકરે દલિતોમાંથી બૌધ્ધ ધર્મ સ્વીકારવા કે ધર્મ પરિવર્તન કરવા માટેની ૨૨ પ્રતીજ્ઞાઓમાં પ્રથમ પ્રતિજ્ઞા મુકી છે, હવે હું પછી હિંદુ ભગવાન' રામ અને કૃષ્ણ'ને ક્યારેય ઈશ્વર ગણીશ નહી, અને તેમની દેવ તરીકે પૂજા પણ નહી કરુ.

(14)  તમને સૌ ને ખબર છે ખરી કે આવતા વર્ષે જાન્યુઆરીમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમ છે. રામાઅવતાર અને ડાર્વિન ઉત્ક્રાંતિ અવતાર બે માંથી હું અને તમે શું પસંદ કરશો! આપ સૌ વાંચકોની રેશનાલીટી કે તર્ક વિવેકશક્તિ શું માર્ગદર્શન આપે છે?


--



--

Monday, May 15, 2023

ભાજપ મુક્ત દક્ષિણ ભારત– કર્ણાટક વિધાનસભાની ચૂંટણી સંદેશો.

ભાજપ મુક્ત દક્ષિણ ભારત– કર્ણાટક વિધાનસભાની ચૂંટણી સંદેશો.

(૧) નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય નેતા નથી. પ્રમાણમાં ફક્ત હિંદીભાષી રાજ્યોના નેતા છે.

(૨) નફરતના બજારમાં મહોબત્તકી દુકાન ચલી.

(૩) કર્ણાટકના મતદારોએ સાબીત કર્યું કે નાગરીક સત્તા બજરંગબલીના જય કરતાં વધારે શક્તિશાળી છે.

(૪) ધર્માંધતાનું અફીણ રોટી, કપડાં, મકાન, રોજગારી, શિક્ષણ, આરોગ્ય વિ. આપી શકે તેવા " મોદી મેજીક"ના વિશ્વાસને કર્ણાટકના મતદારોએ મતપેટીમાં નાખવાને બદલે કચરાપેટીમાં નાખી દીધો!

(૫) કર્ણાટકના મતદારોનો સને ૨૦૨૪ની લોકસભા ચુનાવ માટેનો આખરી સંદેશો! હૈ! દેશની જનતા તમે ભુલી જાવ કે નરેન્દ્ર મોદી " देशके चुनाव जितनेका देवता हैनरेन्द्र मोदी को चुनावोके देवता कहेना बंध कर दो "

(૬) ભાજપના મુખ્યમંત્રી બોમ્મઇના સરકાર ૪૦ટકા ખુલ્લે આમ લાંચ લેનારી સરકારના દરેક ઉમેદવારને કર્ણાટકના રાજ્યના ઉત્તર– દક્ષિણ, પુર્વ –પશ્ચીમ એમ દરેક મત વિસ્તાર માંથી શોધી શોધીને ઘરે જઈને ઘંટડી વગાડતા કરી દીધા.

(૭) જનતા જનાર્દન છે, નેતા, પક્ષ,અને નફરત કે ધિક્કાર નહિ.


--

‘મધર્સ ડે‘ ઉજવણીમાં રેશનાલીટી કેટલી?


'મધર્સ ડે' ઉજવણીમાં રેશનાલીટી કેટલી?

(૧) અમેરીકાએ શરૂ કરેલ આ સામાજીક રીવાજ અથવા વ્યવહાર છે. તે ખ્રિસ્તી ધર્મની દેન નથી. માટે તે ધાર્મિક તહેવાર નથી.

(૨) અમેરીકાએ એક એવો દેશ છે જે પ્રમાણમાં ઔધ્યોગીકરણની પરકાષ્ઠાએ પહોંચેલો સામાજીક દેશ છે. જ્યાં જૈવીક કે જન્મ સાથે જોડાયેલા કુટુંબના સંબંધો ' પેલા પક્ષીના માળામાંથી કાયમ માટે મુક્ત થતા બચ્ચાઓ જેવા જ વિકસી ચુકેલા છે. "Nest Leaving" is a primary need of every young American adult.

(૩) જેમ પેલા માળામાંથી મુક્ત થયેલા બચ્ચાઓ પુખ્ત થતાં કોની સાથે પોતાનો માળો બાંધવો તે નક્કી કરવા તેમના માટે પોતાના મા–બાપ હાજર નહી હોવાથી– અને અમેરીકન સમાજમાં છે પણ ગેરહાજર હોય છે. તેમજ નવો માળો કોની સાથે બાંધવો તેવા નિર્ણય કરવામાં તેમની જરૂર જ બિલકુલ રહી નથી.. તેમનાથી પ્રાપ્ત થયેલી કૌટુંબીક જુદાઇ(Alienation not Loneliness)ને ફક્ત Hallo! Hi  હેલો–હાય– હી વર્ષે એકવાર કરવાનો સામાજિક રિવાજ સિવાય વધારે હોય તેમ મને લાગતું નથી.

(૪) ઔધ્યોગીક સમાજે ભૌતીક સમૃધ્ધી સાથે વ્યક્તિગત અને સામાજીક જુદાઇ ( સરળતાથી સમજવા શબ્દ એકલતા)જે ભેટ આપી છે તેણે આ સમાજોમાં જે તનાવો પેદા કર્યા છે તે અમાપ છે.

(૫) ભારત જેવા દેશોનો ઔધ્યોગીક વિકાસ સામાજીક રીતે પશ્ચીમી સમાજની ' નેસ્ટ લીવીંગ'ની કક્ષાએ પહોંચ્યો નથી. તે તરફ પ્રયાણ શરૂ કરેલ છે તે સત્ય છે. આપણા દેશમાં હજુ મા કે બા(હવે મોમ કે મમ્મી) સાથે તેના બાળકોનો સંબંધ ગર્ભ સાથે જોડાયેલી નાળ(Umbilical Cord)ને કાપી નાંખ્યા પછી સામાજીક અને વ્યક્તીગત રીતે મુક્ત થવાની વાત તો બાજુ પર રહી અરે! ઓછો પણ થતો નથી. જન્મથી શરૂ થયેલો આ સંબંધ મૃત્યુ પછી પણ કેવી રીતે ચાલુ રહે છે તે હિંદુશાસ્રોની ગળથુથીએ શીખવાડયું છે. હિંદુસંયુક્ત કુટુંબ પ્રથાએ સર્જન કરેલ 'મા' નામના જૈવીક એકમને 'સાસુ'માં રૂપાંતર કરીને જે બેહાલી પેદા કરી છે તેના પરિણામોથી વારંવાર આપણા દૈનીક અખબારોના કોલમો ભરચક હોય છે. જેથી અમેરીકાએ મજબુરીથી શોધી કાઢેલા 'મધર્સ ડે' ના રીવાજને ઉજવવાની લેશ માત્ર અનિવાર્યતા નથી.

(૬) અમેરીકામાં એક અનિવાર્ય રૂઢી છે કે પેલી મા ની ગર્ભનાળથી મુક્ત બનેલા નવાજાત શીશુને હોસ્પીટલમાંથી ઘરે લાવીને તેના 'સ્વતંત્ર રૂમ' માં જ મુકવો. ડેડી– મમ્મીના બેડરૂમમાં તો ભુલે ચુકે પણ નહી. જેથી ગળથુથી જ ' નેસ્ટ લીવીંગ' ના સંસ્કાર જ ક્રમશ વિકસે. જેથી અમે એકડીયા–બગડીયામાં પેલા ધોળી ટોપી પહેરેલા માસ્તરે ફુટપટ્ટી મારી મારીને ગોખાયેલી કવિતા ' જનની જોડ સખી નહી મળે રે લોલ! જેવા સંસ્કારો ભુલી જવાય.( જોડણી ભુલ હોય તો સુધારીને વાંચવું.)

(૭) આજના વિજ્ઞાનયુગે ગર્ભબહાર કૃત્રીમ–ગર્ભધારણ(ટેસ્ટ ટયુબ બેબી)કરીને કુખ ભાડે આપનાર સ્રીઓને નૈતીક અને કાયદેસર માન્યતા બક્ષી તથા રસોડુ અને રસોઇ બંને માંથી સંપુર્ણ સ્વતંત્રતા'પેલા નેસ્ટ લીવીંગ' યુવક –યુવતીને કુદકે અને ભુસકે ઉપલબ્ધ કરાવવા માંડી છે. ચલો! થોડું વિચારીએ! પેલી મરઘીના ઇંડાને ઇનક્યુબેટર મશીનમાં મુક્યા પછી જન્મેલા 'ચીકન'ને જે મરઘીએ પોતાના ઇંડાને જન્મ આપીને ઇનક્યુબેટરને પોતાની ફરજ સોંપી દીધા પછી તેની મોમ કઇ? ને તેનો મધરર્સ ડે કયા ચીકનોએ ઉજવવાનો?

(૮) માફ કરજો દોસ્તો! મારી રેશનાલીટી તાર્કીક તારણ આપે છે કે આજના જમાનામાં બૌધ્ધીક માતૃ– પિતૃ–તર્પણ કરવા માટે દિકરા– દિકરીઓએ રામાયણના શ્રવણ જેવા દિકરા બનવાની જરૂર નથી. અને આધુનીક મમ્મી–પપ્પાએ પોતાના દિકરા– દિકરીની કાવડમાં બેસીને ' વૈતરણી' પસાર કરવાની અપેક્ષા રાખવાની બિલકુલ જરૂર નથી. ૨૧મી સદીના મોમ– ડેડએ અમેરીકન નેસ્ટલીવીંગમાંથી પેદા થયેલી પેઢીએ પાઠવેલ 'મધર્સ–ડે'ની શુભેચ્છા અને ફ્લાવર્સ બુકે વી.થી બોધપાઠ લઇને સંતોષ માનવાનું શીખી જવું પડશે!

--

Sunday, May 14, 2023

ભાજપ મુક્ત દક્ષિણ ભારત– કર્ણાટક વિધાનસભાની ચૂંટણી સંદેશો.

ભાજપ મુક્ત દક્ષિણ ભારત– કર્ણાટક વિધાનસભાની ચૂંટણી સંદેશો.

(૧) નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય નેતા નથી. પ્રમાણમાં ફક્ત હિંદીભાષી રાજ્યોના નેતા છે.

(૨) નફરતના બજારમાં મહોબત્તકી દુકાન ચલી.

(૩) કર્ણાટકના મતદારોએ સાબીત કર્યું કે નાગરીક સત્તા બજરંગબલીના જય કરતાં વધારે શક્તિશાળી છે.

(૪) ધર્માંધતાનું અફીણ રોટી, કપડાં, મકાન, રોજગારી, શિક્ષણ, આરોગ્ય વિ. આપી શકે તેવા " મોદી મેજીક"ના વિશ્વાસને કર્ણાટકના મતદારોએ મતપેટીમાં નાખવાને બદલે કચરાપેટીમાં નાખી દીધો!

(૫) કર્ણાટકના મતદારોનો સને ૨૦૨૪ની લોકસભા ચુનાવ માટેનો આખરી સંદેશો! હૈ! દેશની જનતા તમે ભુલી જાવ કે નરેન્દ્ર મોદી " देशके चुनाव जितनेका देवता है– नरेन्द्र मोदी को चुनावोके देवता कहेना बंध कर दो "

(૬) ભાજપના મુખ્યમંત્રી બોમ્મઇના સરકાર ૪૦ટકા ખુલ્લે આમ લાંચ લેનારી સરકારના દરેક ઉમેદવારને કર્ણાટક રાજ્યના ઉત્તર– દક્ષિણ, પુર્વ –પશ્ચીમ એમ દરેક મત વિસ્તાર માંથી શોધી શોધીને ઘરે જઈને ઘંટડી વગાડતા કરી દીધા.

(૭) જનતા જનાર્દન છે, નેતા, પક્ષ,અને નફરત કે ધિક્કાર નહિ.


--


--