રેનેસાં એટલે શું?
રેનેસાં એટલે શું? ૧૪મી થી ૧૭મી સદીની યુરોપના દેશોની ઘટના–લોકોના માનસિક અને બૌધ્ધીક વલણોમાં પાયાનો કે મુળભુત તફાવત..ધર્મપુસ્તકો પરસ્ત માનસિક વલણ ધરાવતા સમાજમાંથી માનવ કેન્દ્રિત આધુનિક સમાજ તરફનું જ્ઞાન–વિજ્ઞાન અને તર્ક આધારિત સ્થળાંતર.
ઈશ્વર કેન્દ્રિત અને મૃત્યુ પછીના જીવનની જીવન પદ્ધતિ ( Theocentric )માંથી માનવની સર્જન શક્તિમાં વિશ્વાસ ( Anthropocentric) અને તર્ક વિવેક અને ઈન્દ્રિયજન્ય પુરાવા આધિન સત્યોને પ્રાથમિકતા,.
ગ્રીક તત્વજ્ઞાનીઓ જેવા કે એરિસ્ટોટલ, પ્લેટો અને સીસેરોના પુસ્તકોનો અનુવાદ જ નહિ પણ તાર્કીક મુલ્યાંકન,, પુરાતન જ્ઞાનનો પુનર્જાગૃતિ
સામુહિક સામંતશાહી, રાજાશાહી અને ધર્મશાહીમાંથી વ્યક્તિ કેન્દ્રિત અર્થતંત્ર, રાજ્ય અને સમાજ વ્યવસ્થાનો ક્રમશ વિકાસ.
“ રેનેસાં મેન” બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિ” નું સર્જન..વિજ્ઞાન, કવિતા, મેડીસીન વિ. ક્ષેત્રોમાં.
અંધશ્રદ્ધા, અને તપાસ વિનાની માન્યતાઓનો વૈજ્ઞાનિક અભિગમનો પડકાર.તેની મદદથી કુદરતી નિયમોને સમજવામાં મદદ, તેના આધારિત જીવન બહેતર બનાવવાના પ્રયત્નો..
ખગોળશાસ્ત્ર અને તબીબી વિજ્ઞાનની અદ્ભુત શોધખોળો..
ઈશ્વર કેન્દ્રીત ચિંતન ને બદલે ભૌતિકવાદી, સુખકારી અભિગમ.
સ્થાનિક અને પ્રાદેશિક ભાષા–લોકભોગ્ય ભાષામાં જ્ઞાનનો પ્રચાર
ને પ્રસાર. ગટનબર્ગની પ્રિન્ટીંગ પ્રેસ નો મોટો ફાળો..
—--------------------------------------------------------------------------------------
રેનેસાં મેન અને હિંદુ મેન વચ્ચે તફાવત શું?
રેનેસાં મેન અને હિંદુ મેન વચ્ચે પાયાના તફાવતો–
રેનેસાં મેન– કુદરત નિયમબધ્ધ છે. તેના નિયમો સમજી શકાય છે. તેના આધારે માનવ સમસ્યાઓ ઉકેલી શકાય છે. હિંદુ મેન– કુદરતને ભજવાની હોય સમજવાની નહી. તે પરિબળોને આજીજી, અર્ચના, પૂજા, મંત્ર, યજ્ઞ વિ. કરવાથી માનવ પ્રશ્નો ઉકેલી શકાય. તર્ક, ઈન્દ્રિયજન્ય અનુભવ, વૈજ્ઞાનિક અભિગમ થી માનવ પ્રશ્નોને ઉકેલાય જ નહિ!
રેનેસાં મેન–માનવવાદી માનસિકતા– માનવકેન્દ્રીત સમાજ રચનાનું સર્જન– ૧૭૭૬– થોમસ જેફરસન– દરેક માનવી જન્મથી સમાન છે. કોઇ ઉંચો નથી કે કોઇ નીચે નથી.સ્વતંત્રતા, ઉન્ન્ત જીવન અને સંતોષ મળે તેવું ભૌતિક સુખ, તે ત્રણ દરેક માનવીના કુદરતી સહજ અધિકારો છે. All men are born equal with unalienable rights- life , liberty & pursuit of Happiness..જ્હોન લોક–ઇગ્લેંડનો તત્વચિંતક– રાજ્યના સર્જન પહેલાં તમામ માનવીઓ સમાન જ હતા.
હિંદુ મેન– ઈશ્વર કેન્દ્રિત અને મૃત્યુ પછીના જીવન ના પ્રશ્નો ઉકેલવામાં સમર્પિત જીવન– વર્ણવ્યવસ્થા આધારિત અસમાન સમાજ રચના ઈશ્વર સર્જીત છે. વર્ણ પ્રમાણે ફરજ નિષ્કામ કર્મ કરી બજાવવાની.
(C-)રેનેસાં મેન– ગ્રીક ચિંતક– પ્રોટોગોરસ– માનવીજ તેના ભાગ્યનો વિધાતા છે.તેનું ભાગ્ય પૂર્વ નિર્ણિત નથી. કુદરતી નિયમોને સમજીને, અન્યના સહકારથી, માનવને આજ જીંદગીમાં સુખ પ્રાપ્ત થઇ શકે છે. હિંદુ મેન– માનવનું ભાગ્ય પુર્વનિર્ણિત છે. ગયા જન્મોના કર્મોના ફળો તો ભોગવવાજ પડે! વિધાતાના લેખ, જન્મ કુંડળી,ફળ જ્યોતિષ,.તેને શ્રદ્ધા છે કે માનવી ઇશ્વરી સર્જન છે. માનવ માનવ અને સ્રી–પુરુષ અસમાનતા– પિતૃસત્તાક આધિપત્યવાળી સમાજ વ્યવસ્થા ઇશ્વરદત્ત છે.
(D) રેનેસાં મેન– કુદરત નિયમબધ્ધ છે. માનવી કુદરતનો એક ભાગ છે, માટે માનવીના શરીરનું તમામ સંચાલન નિયમબધ્ધ છે. Human biology is the extension of the law governess of nature or universe. Human freedom is not a political right but a biological urge to exist & develop.માનવ શરીરને બહારના કોઇ પરિબળો તેનું નિયમન કરી શકે નહી!
હિંદુ મેન– જન્મની સાથેના ગ્રહો, નક્ષત્રો અને રાશિ, કુંડળી વિ. માનવ શરીરનું નિયમન કરે છે. તેવી દ્રઢ માન્યતા. તે બધા આકાશી પરિબળો જ માનવ શરીરનું સંચાલન કરે છે. તે બધા આકાશી દેવોની પૂજા અર્ચના કરવાથી જ આપણું શરીર તંદુરસ્ત રહે!
(E) રેનેસાં મેન– સતત ધાર્મિક, રાજકીય,આર્થીક, માનસિક નિયમનો જે તેના સ્વતંત્ર વિકાસની આડે આવે છે તેમાંથી જ્ઞાન આધારિત ક્રમશ મુક્તિ મેળવતો જાય છે. હિંદુ મેન– આધુનિક ઉપકરણો, સાધનોનો ઉપયોગ કરીને પોતાની અંધશ્રદ્ધાઓ અને અવૈજ્ઞાનિક માન્યતાઓ અને રેશનાલાઇઝ કરે છે. મજબૂત કરે છે.
(F) રેનેસાં મેન– માનવવાદી ક્રાંતિ સત્તા, બંદુક કે રાજ્ય દમન અને ભયથી આવી શકતી નથી. કારણ કે માણસ જન્મથી જ ઉત્કાંત થઇને આ પૃથ્વી પર આવ્યો છે. જન્મ્યો ત્યારે હથોડી અને દાતરડું લઇને જન્મયો ન હતો. મજુર કે માલિક તરીકે પણ વર્ગીય વહેંચણીનું સર્જન ન હતો. તે ફક્ત બે હાથ અને પગવાળા માનવ તરીકે આ જગતમાં આવ્યો હતો. ત્યારે બાઇબલ, ગીતા કે કુરાન તેના હાથમાં નહતું. પૃથ્વી પરના તમામ માનવો કોઇ એક વિશિષ્ટ ધર્મનું પસંદગી પામેલું સર્જન પણ નથી.
રાજકીય ક્રાંતિ ઘણીવાર "સામૂહિક," "રાષ્ટ્ર" અથવા "વર્ગ" ખાતર વ્યક્તિગત સ્વતંત્રતાનું બલિદાન આપે છે. એમ. એન.રોયે દલીલ કરી હતી કે સાચી ક્રાંતિ વ્યક્તિની પોતાની સર્જનાત્મક ક્ષમતા, કારણ અને નૈતિક સ્વાયત્તતા સાકાર કરવાથી શરૂ થવી જોઈએ.તે સમજથી આવે છે અને વ્યકતિગત કેળવવી પડે છે.
હિંદુ મેન– હિંદુનું તમામ જીવન જન્મથી માંડીને મૃત્યુ સુધી એક પુર્વનિર્ણત સંસારચક્રનો અનિવાર્ય ભાગ છે. તેમાંથી તે બહાર નીકળી શકતો નથી તેમજ પોતાના વંશવારસોને તે અપરિવર્તનશીલ વ્યવસ્થા હોંશે હોંશે વારસામાં ભેટ તરીકે આપીને જાય છે.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––




