Tuesday, March 26, 2019

રાફેલ વીામાનોનો સોદો


 

Logo with black stylised word "Rafale" against white background

શું રાફેલ લશ્કરી વીમાનનો કરાર આપણા દેશને ગાફેલ (ગફલત)માં નાંખી દેશે?

દેશનો ચોકીદાર ચોર છે. રાહુલ ગાંધી.

હું દેશનો ચોકીદાર છું. વડાપ્રધાન મોદી.

રાફેલનામનું લડાકુ વીમાન ફ્રાંસદેશના પાટનગર પેરીસમાં આવેલ દાસો( Dassault ) કુપની બનાવે છે.  ફ્રેન્ચ ભાષામાં તેનો ઉચ્ચાર 'દાસો' થાય છે. ગુજરાતીમાં ઘણા બધા દાસોલ્ટ ઉચ્ચાર કરે છે. દાસો કુંની સ્થાપનાને(સને ૧૯૨૯) નેવું વર્ષ થશે. સને ૨૦૧૮ની ૩૧મી ડીસેમ્બરે આ કુપનીમાં આશરે ૧૧૫૦૦ કર્મચારી નોકરી કરતા હતા. તે નાગરીક ઉડ્ડયન તથા લશ્કરી વીમાનો બનાવે છે. ઉપરાંત અવકાશમાં ઉપગ્રહો વી. ને લગતી કામગીરીનું ઉત્પાદન કરે છે.

૩૧મી ડીસેમ્બરે ૨૦૧૮ના જ તેનો ચોખ્ખો નફો આશરે ૬૮૦ મીલીયન યુરો હતો. –એક મીલીયન એટલે દસ લાખ. અને ડોલર પાઉન્ડ વી. માફક યુરો,યુરોપીયન યુનીયનના દેશોનું ચલણ છે. જેનો આજનો ભાવ તા. ૨૬મી માર્ચે એક યુરો બરાબર ભારતીય રૂપીયામાં ફક્ત ૭૭. ૮૭પૈસા થાય છે.જ્યારે એક અમેરીકન ડોલરની આજની કીંમત આશરે ૬૯/ રૂપીયા પુરા છે.

 દાસો કુંપનીએ સને ૧૯૮૧થી રાફેલ વીમાનો બનાવવાનું શરૂ કરેલ છે. આ કુપનીમાં ફ્રાંસની સરકારનું મુડી–શેર ફાળો આશરે ૫૦ ટકાની આસપાસ( દાસોની અન્ય સબસીડીયરી કુંપનીઓ સાથે) રહે છે. તેનો અર્થ સ્પસ્ટ છે કે દાસોના ખાસ કરીને રાફેલ જેવા લડાકુ વીમાનોના અન્ય દેશોની સરકારો સાથેના સોદા– કરારમાં ફ્રાંસની સરકારનો રોલ નીર્ણાયક ભુમીકા હોય છે. ફ્રાંસની સરકારોએ (ગમે તે પક્ષની સરકાર હોય તો પણ) અન્ય દેશોની સરકારો સાથે સોદા કરવામાં ઘણીવાર દાસો કુંના કાયદેસરના કરારોમાં રાફેલ વીમાન ખરીદનાર દેશોની નાણાંકીય ગેંરટર અને જામીન પણ બની છે. આવા સોદા ફ્રાંસની સરકારે ખાસ કરીને આફ્રીકા, દક્ષીણ અમેરીકા વી, દેશોમાં કરેલ છે. અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ જેવા સમૃધ્ધ દેશો દાસો કું એ ડીજીટલ, ઇલોકટ્રોનીક અન્ય નવી લશ્કરી વૈજ્ઞાનીક કરેલ શોધો માટેનું પોતાના એરોડ્રામનો મુક્ત ઉપયોગ એકબીજાની અનુકુળ શરતોએ કરવા દે છે. રાફેલ લડાકું વીમાનનું પહેલું નીદર્શન અમેરીકાના સ્વતંત્ર દીવસ ૪થી જુલાઇના રોજ સને ૧૯૮૬માં કરવામાં આવેલું હતું. અન્ય લશ્કરી વીમાનોની સરખામણીમાં તે એક જ રાફેલ ઘણા બધા કામો એકી સાથે કરી શકે છે. અંગ્રેજીમાં તેને Omnirole design Rafel તરીકે ઓળખવામાં આવેલ છે. ટોરનીડોના પવનની ઝડપ કરતાં અતીઝડપથી આવે છે("gust of wind" and "burst of fire") અને આંખના પલકારામાં વીસ્ફોટ કરીને પરત આવી જાય છે. આવો રાફેલનો ફ્રેંચ ભાષામાં અર્થ થાય છે.  

તાજેતરમાં સીરીયા દેશમાં અમેરીકાની પુરી સંમતીથી સીરીયાની કઠપુતલી સરકારે રાફેલ વીમાનોનો ઉપયોગ કરીને આતંકી તમામ જુથોનો સફાયો કરેલ છે. અત્યારસુધીમાં અફઘાનીસ્તાન, લીબીયા, માલી, ઇરાક અને સીરયા જેવા માનવ વીકાસના તમામ માપદંડોમાં અતીપછાત ગણાય તેવા દેશોએ પશ્ચીમના દેશોની મદદથી અને ખાસ કરીને અમેરીકાના સહકારથી આ બધા દેશમાં આતંકવાદી પ્રવૃતીનો સફાયો કરવા રાફેલ લડાકુ વીમાનોનો ઉપયોગ કર્યો છે.

બીજી એક અગત્યની હકીકત ભારત દેશના નાગરીક તરીકે આપણું હીત શેમાં છે તે ન ભુલવું જોઇએ. અમેરીકાએ જાતે પોતે સોવીયેત રશીયાના વીઘટન પછી અફઘાનીસ્તાનમાંથી રશીયાનો કાંટો કાઢવા માટે એક સમયના ખુબજ શક્તીશાળી ગણાતા આતંકવાદી બીનલાદેન જેને બીનલાદેન બનાવનાર અમેરીકાએ જ તેને અને તેના ઇસ્લામીક જુથ તાલેબાનને સર્વપ્રકારની લશ્કરી તાલીમ અને મદદ પુરી પાડી હતી. એશીયા– આફ્રીકાના પાકીસ્તાન અને ભારત સહીત તમામ દેશમાં આતંકવાદની ખેતી કરવા, ખાતર, પાણી, બીયારણ વી, અમેરીકા,ઇઝરાઇલ સહીત પશ્ચીમના દેશો આપે છે અને પછી તે તૈયાર થયેલ આતંકવાદી ફસલને લણવા માટે રાફેલ જેવા લડાકુ વીમાનો પણ તે બધા જ દેશોને પુરા પાડે છે. તેની સામે આપણા જેવા પડોશીની પરદેશ નીતી કેવી હોવી જોઇએ?

હવે આટલી પ્રાથમીક ભુમીકા પછી આપણા ચોકીદારે કરેલા સોદાની હકીકત તપાસીએ.

    (૧) આજદીન સુધીમાં દાસો અને ફ્રાંસની સરકારે જે રાફેલ વીમાનો જે તે દેશની સરકારોને વેચ્યા છે તેમાં કોઇ દલાલ કે વચોટીયો(અનીલ અંબાણી)છે જ નહી. રાફેલ, લડાકુ વીમાન હોવાથી કોઇપણ દેશની સરકાર જ તેનો સોદો પોતાના સંરક્ષણ માટે(નાગરીક ઉડ્ડયન માટે નહી)દાસો અને ફ્રાંસની સરકાર સાથે કરે છે. કોઇપણ સોદામાં ફ્રાંસની સરકારની સંપુર્ણ સામેલગીરી હોય છે.

     (૨) રાફેલ વીમાનના પચાસ ટકા સ્પેરપાર્ટસ દાસો પોતે બનાવે છે. બાકીના પચાસ ટકા સ્પેપાર્ટસ મુખ્ય ફ્રાંસની બે કંપનીઓની  અન્ય ૫૦૦ કુંપનીઓને બનાવવા આપે છે. અંદાજી તેમાં બીજા હજારો માણસો રોકાયેલા હોય છે.રાફેલના વીમાનનો એક પણ સ્પેરપાર્ટસ વીશ્વના કોઇપણ દેશમાંથી બની ને ફ્રાંસમાં આવતો નથી.

      (૩)દરેક વીમાનને તેના તમામ સ્પેરપાર્ટસ સાથે જોડીને તૈયાર કરતાં બે વર્ષનો સમયગાળો લાગે છે. દાસો કુંપની વર્ષમાં ફક્ત ૧૧ (અગીયાર) વીમાન જ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે.

      (૪) તાજેતરમાં ઇજીપ્તને ૮ રાફેલ એક સીટવાળા અને ૧૬ બે સીટવાળા મળીને કુલ ૨૪  વીમાનો આપેલ છે. તેની કુલ કીંમત યુરોના ચલણમાં ૬.૪ બીલીયન યુરો થાય છે. એક બીલીયન યુરો એટલે ૧૦૦ કરોડ યુરો. એક વીમાનની કીંમત વાંચનારને પોતાની થોડી તસ્દી લઇને ગણવા વીનંતી છે.

        (૫–અ) કોઇપણ દેશનું ઓડર પ્રમાણે વીમાન તૈયાર થઇ જતાં તેના પાયલોટને તમામ પ્રકારની અધ્યતન ટ્રેઇનીંગ રાફેલ બનાવતી ફ્રાંસની કુપંની દાસો પોતાને ત્યાં બોલાવીને આપે છે.

       (૫–બ્) મનમોહનસીંગની સરકાર સાથેનો  ૧૩૬ વીમાનનો સોદો કેન્સલ કરવા માટેના બે મહત્વના મુદ્દા હતા. એક દાસો કું કોઇપણ હીસાબે ભારતમાં આવીને હીન્દુસ્તાન એરોનોટીક કું (ભારત સરકારનું સાહસ)  સાથે રાફેલ વીમાનોનું ઉત્પાદન કરવા એટલા માટે તૈયાર નહતી કારણકે તે આવા વીમાનો બનાવવાની અતીમુશ્કેલ ટેકનોલોજીનું સ્થળાંતર કરવા માંગતી નહતી. બીજુ ભારતમાં પોતાના ચોખ્ખા નફાના ૫૦ ટકા નાણાં ભારતમાં સદર વીમાનોના રીપેરીંગ તથા લશ્કરી સંશોધન વી . માટે વાપરવા તૈયાર ન હતી.

        (૬) હવે આપણા દેશના ચોકીદારને આપણે ખુબજ નમ્રતાથી પુછી શકીએ ખરા કે ભાઇ.ચોકીદાર, અનીલ અંબાણી જે તાજેતરના દેશની સુપ્રીમ કોર્ટે એરીકસન કું ની તરફેણમાં આશરે ૫૦૦ કરોડનું હુકમનામું કરેલું હતું. તેના નાણાં છેલ્લી તારીખ સુધીના એક દીવસ પહેલાં ભરી શક્યા ન હતા. તે નાણાં તેઓના ભાઇ મુકેશ અંબાણીએ ભર્યા. આર્થીક રીતે આવી મજબુર સ્થીતમાંથી પસાર થનાર અનીલભાઇએ મોદીસરકારે દોસો સાથે સોદો કર્યો તેના સાત દીવસ પહેલાં એક કુંપની નામે રીલાયન્સ ડીફેન્સ લી.ની સ્થાપના કરી હતી. અને તેને દાસો કું કયા પ્રેમથી પોતાના નફામાં કમીશન આપવા રાજી થાય? શેના માટે?

        (૭) અનીલ અંબાણીની કુપનીએ દાસોની રાફેલ વીમાન બનાવવાની કુંપનીમાં ફ્રાંસમાં જઇને કયા પ્રકારની મેન્યુફેક્ચરીંગ, પ્રોસેસીંગ કે અન્ય ઉત્પાદનની પ્રક્રીયામાં ભાગ લેવાનો છે?

        (૮) મોદીજી, ચોકીદાર તરીકે પોતાની ઘણી બધી લાયકાતો બતાવીને દેશના  તમામ રાજકીય પક્ષોની સામે એક માત્ર મજબુત નેતા છે તેવું જોરદાર માર્કટીંગ કરે છે. તેઓને પુરા આદર સાથે વીન્રમતાથી પુછી શકીએ ખરા કે સાહેબ, આપના સંરક્ષણ જેવા અતીમહત્વની મીનીસ્ટ્રીની ઓફીસમાંથી રાફેલ વીમાનના સોદાની ફાઇલોની ચોરી થાય, અને સુપ્રીમ કોર્ટમાં આપની સરકારના એટોર્ની જનરલ એડવોકેટ વેણુગોપાલ તમારી સરકારના સોંગદનામામાં કબુલ કરે તો પછી પ્રજાએ તમને મોદીજી કેવી રીતે ઓળખવા?

(૯) તમે તો " હુંચોકીદાર છું" એ મુદ્દાને કારણવગર ગાઇવગાડીને જાણે પોતાની તરફેણનો મુદ્દો હોય એમ લોકો પાસે મુકી દીધો. બાકી રહ્યું હોય તમારા પ્રધાન મંડળના પ્રધાનોએ ' હું ચોકીદાર છુ' તે નામના લેબલ પોતાના નામની આગળ સોસીઅલ મીડીયામાં ગોઠવવા માંડયા છે. તમે પોતે ચોકીદારના મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દો બનાવીને ૨૫ લાખ ચોકીદારોને એકાએક કયા વીજાણું અને ઇલોકટ્રોનીક માધ્યમથી સંદેશો પહોંચાડવા ભેગા કરી શક્યા તે પણ સમજાતું નથી. કારણકે સોસાયટીના ગેટપર કે કારખાનાના દરવાજે ૧૦ થી ૧૨ કલાક  નોકરી કરતા ચોકીદારની જીંદગીમાં તમારી આ બધી પ્રવૃતીઓથી કોને લાભ થવાનો છે? આમાંથી કોની શોભા કે આબરૂ વધે છે તે પણ સમજાતું નથી? 

--

Sunday, March 24, 2019

વડાપ્રધાન મોદીજી અને અમીત શાહ,


 વડાપ્રધાન મોદીજી અને અમીત શાહ,

હું તમને બંનેને ચેંલેન્જ આપું છું કે મારી બાલકોટાની ટીપ્પ્ણી સામે હીંમત હોય તો ખુલ્લી ચર્ચા કરવા તૈયાર થઇ જાવ. સામ પીત્રોડા. ૨૩મી માર્ચ ૨૦૧૯.

Top of Form

I Challenge Modi, Shah for Debate, Says Pitroda

 આખું વીશ્વ જાણે છે કે સામ પીત્રોડા રાહુલ ગાંધીના ખુબજ નજીકના અને વીશ્વાસપાત્ર માણસ છે. સામ પીત્રોડાએ ભારતના સૈન્ય તરફથી પાકીસ્તાનના બાલકોટા આતંકી છવાણી પર હુમલો કરીને ભારતના વીમાન સહીસલામત પરત આવ્યા છે તે અંગે પીત્રોડા સૈન્યના કાર્યને બીરદાવે છે. પરંતુ સૈન્યના વડા તરફથી નહી પણ વડાપ્રધાન મોદી અને અમીત શાહ તરફથી કોઇ ૩૦૦ ,કોઇ ૨૫૦( અમીત શાહનો તાજેતરમાં ગુજરાતમાં આવીને જાહેર કરેલો આંકડો)નો આંકડો સદર આતંકી કેમ્પમાં માર્યા ગયેલા આતંકીઓનો આપવામાં આવે છે. પીત્રોડાને સૈન્યની કાર્યવાહી સામે કાંઇ કહેવાનું નથી. સીવાય કે સલામ. પણ પીત્રોડા એક વીશ્વગજનો ઇનર્ફમેશન ટેકનોલોજીનો વૈજ્ઞાનીક છે. તેના સત્યના તારણો, આંકડા, કે ડેટા, વગેરે હકીકત આધારીત જ  હોય છે. તેમાં કશી લાગણીકે રાજકીય મુડી ભેગી કરવાની હોય જ નહી. તેથી પીત્રોડા, મોદી– શાહની બેલડીને આ કેટલી સંખ્યામાં આતંકી માર્યા ગયા તેના પુરાવા રજુ કરવા પડકાર ફેંકે છે. આ સત્યને પોતાના એક ભારતીય નાગરીક તરીકે તે જાણવાનો અધીકાર છે. તેને આ બેલડી અને તે બધાનું વાજુ વગાડનારા કેવી રીતે અટકાવી શકે!

 મોદીજી , તમે તો દેશના વડાપ્રધાન તરીકે આવી માહીતીઓ મેળવનાર પ્રથમ અને વીશ્વાસપાત્ર વ્યક્તી જ છો. પુરાવા હોય તો સમગ્ર દેશ અને દુનીયાને ફટાફટ બતાવી દો ને!  ફુલવામામાં દેશના જ્યારે આત્મીઘાતી બૌબરથી ૪૬ જવાનો શહીદ થયેલા હતા ત્યારે ફાયરબ્રીગેડના માણસો માર્યા ગયેલા શહીદોના લોહીથી લદબદ થઇ ગયેલી સડકને પાણીના મારાથી સાફ કરતા સમાચાર બધાએ જોયેલા છે. તમારો તો તે હવાઇ હુમલામાં ૨૫૦ થી ૩૦૦ આતંકી માર્યા ગયા તેવો દાવો છે. જે ખરેખર સાચુ હોય તો લોહીના ખાબોચીયા નહી પણ લોહીની નદી અને હાથ–પગ અને ખોપરીઓના હાડકાનો પર્વત ઉભો થઇ ગયો હોય. જેને હજુ છોડતા નથી. અને જે તે અંગે સાબીતી માંગે તે બધા દેશદ્રૌહી, પાકીસ્તાની એજંટ.

 તેથી હું સામ પીત્રોડા, મોદીજી, તમારા સહીત  તમારાપક્ષના ટોચના વ્યક્તીઓને હળાહળ જુઠ્ઠાણું બોલનારા તરીકે જ જાહેર કરૂ છું.( S. Pitroda did not say anything disrespectful of Jawans or the armed forces, terming the claims by Prime Minister Narendra Modi and other top functionaries of the government and the ruling Bharatiya Janata Party on his remarks as a blatant lie.)  

મેં ૪૦ મિનીટનો ટેપરેકોર્ડેડ ઇન્ટરવ્યુ આઇએન એસ (INS)ને આપેલો છે. હું મોદી– શાહની બેલડી તથા તેમના મળતીઆઓને પડકાર આપું છું કે મારા ટેપેકોર્ડેડ ઇન્ટરવ્યુંમાંથી ફક્ત એક શબ્દ શોધી કાઢે, જેમાં દેશના લશ્કર વીરૂધ્ધ એક શબ્દ બોલ્યો હોઉ તો!.પછી તેને આધારે જાહેરમાં પ્રજામંચ ઉપર ડીબેટ માટે આવી જાય. મોદીજી, આ તો તમારા બધાનો બકવાટ, અક્કલવીનાનું અને મુર્ખતા ભરેલું કૃત્ય જ છે.( "What nonsense is this..")  તમે બીજા કોઇનું ચારીત્રય હનન કરી શકો છો.( દેશનાપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ સહીત) હું આ દેશમાં છેલ્લા ત્રીસ વર્ષોથી કામ કરૂ છું. તમને માહિત્તો હશે જ કે મેં તે માટે મેં મારૂ અમેરીકન નાગરીકત્વ (સીટીઝનશીપ)ત્યજી દઇને ભારતીય નાગરીકત્વ પસંદગીથી સ્વીકારેલું છે. અને તમે મારા પર જુઠ્ઠાણા ફેલાવીને હુમલો કરો છો! (you want to attack me with lies.)   

     મોદીજી, તમે બોલ્યા છો કે " વીરોધ પક્ષો વારંવાર આપણા દેશના લશ્કર અને તેના જવાનોનું સતત અપમાન કરે છે. હું મારા દેશના ૧૩૦ કરોડ લોકોને અપીલ કરૂ છું કે વીરોધપક્ષની આવી કઢંગી રીમાર્કને ભુલશો નહી. ( ખાસ તો ચુંટણી ટાઇમે! બીજું મારી વીરૂધ્ધ આક્ષેપ એટલે તમારે સમજવાનું કે તે આક્ષેપ દેશના ૧૩૦ કરોડ ઉપરનો છે. હું એટલે ફક્ત દેશ એવું સમજી લેવાનું) જુઓ હવે, કોંગ્રેસ પક્ષ જે દેશના લશ્કરને સતત આતંકી પરીબળો સામે સહકાર આપવા તૈયાર નથી, તેવું જ ગાણું હવે કોંગ્રેસનો દરબારી સામ પીત્રોડા ગાય છે."

 મેં જ્યારે ન્યુયોર્ક ટાઇમ્સમાં વાંચ્યું કે બાલકોટાના હુમલામાં કોઇ મર્યુ નથી ત્યારે મને તમે કેવી રીતે કહી શકો કે ૩૦૦ આતંકી માર્યા ગયા? મોદીજી, તમારો પ્રશ્ન શું છે? આવું પુછવાથી મેં કોના માનમરતબાને હાની પહોંચાડી છે? હું દેશના જવાનોને સલામ કરૂ છું. તેમની દેશ માટેની શહાદત માટે નતમસ્તકે હું ગૌરવ અનુભવું છું.

 " ( When I read in The New York Times that nobody got killed, you tell me 300 were killed. I want to know. What is the problem, that does not show any disrespect for anybody," he said, adding "I respect our forces, I applaud their sacrifice but I want to ask a question.")

 સામ પીત્રોડા સારી રીતે સમજે છેકે કયા કયા કારણોસર સમગ્ર બીજેપી પક્ષની  તમામ ઉપરથી નીચે સુધીની નેતાગીરી તેની સામે પડી ગઇ છે.  કારણકે  યેદીયુરપ્પાની ડાયરીનો જે પ્રશ્ન છે તેનાથી ધ્યાનને બીજી બાજુ વાળવા તે બધાએ આ ધંધો કરેલ છે. બીજુ કારણ એ પણ છે કે મોદી અને તે બધા સારી રીતે જાણે છે કે હું કોણ છું?

નરેન્દ્ર મોદી મને સત્યમભાઇ કહીને સંબોધે છે. મારી પત્ની સાથેના કૌટુબીક સંબંધો પણ ઘણા સારા છે. મોદી અને તેના પક્ષને એટલા માટે ચીંતા ઉભી થઇ છે કે હું આ ચુંટણી દરમ્યાન પુરા બે મહીના દેશમાં રહેવાનો છું. ' મારી અલમારી ઘણા બધાના હાડપીંજરોથી ભરેલી છે. મારી પાસે તો મારૂ બેંકનું ખાતું જ નથી. કોઇ મીલકત પણ નથી. મેં કોઇ પરસ્રી સાથે સંબંધો રાખવાની મુર્ખામી કરેલ નથી. હું કદાચ ગાંધીવાદી કહેવાઉ. મેં કોઇ ટેક્ષની ઉચાપત કરેલ નથી. હવે તમે બધા આમાથી કશું કરી શકો તેમ નથી. માટે આ શોધી કાઢયું છે. ( સૌ. મુક્ત ભાવાનુવાદ. બીપીન શ્રોફ.(Gautam Datt can be contacted at datt.gautam@gmail.com) http://www.indiatomorrow.net/images/logopng.png.

(IANS)



 

 

 

 

 

 

 



 

Top of Form

Bottom of Form

 

 

--

Tuesday, March 19, 2019

શું ભારતમાં નજીક્ના ભવીષ્યમાં ફાસીવાદ સરળતા આવી શકેે?

 

શું ભારતમાં નજીક્ના ભવીષ્યમાં ફાસીવાદ સરળતા આવી શકે તેની ફસલ છેલ્લા પાંચ વર્ષોમાં તૈયાર કરવામાં આવી છે ખરી? આકાશ બેનરજી.

આકાશ બેનરજીએ પોતાની યુ ટયુબમાં ૧૪ મુદ્દાની વીસ્તૃત ચર્ચા કરી છે કે કેવી રીતે આ દેશમાં ખુબજ નજીકના  ભવીષ્યમાં ફાસીવાદ  આવી શકે તેમ છે.

સૌજન્ય–––https://www.youtube.com/watch?v=JpVTmlSXRck

(૧) દેશ ભક્તી– બેનરજીનું કહેવું છે કે જો આપણે ઇતીહાસના પાનામાં ફાસીવાદના ઉદય અને સત્તા પ્રાપ્તીના સમયનો અભ્યાસ કરીશું તો સહેલાઇથી એક સત્ય શોધી શકીશું કે કોઇપણ દેશમાં ફાસીવાદ રાતોરાત દેખા દેતો નથી. તે એક દીવસમાં જે તે દેશની સત્તા કબજે કરતો નથી. તે દેશના અગત્યના અંગો રાજકારણ, સમાજકારણ, અર્થતંત્ર, શીક્ષણ,ધર્મ. આધુનીક સંસ્થાઓ જેવી કે ન્યાયતંત્ર, કાયદાનું શાસન. ફીલ્મ ઉધ્યોગ, લશ્કર, દેશનું વહીવટ તંત્ર વગેરમાં ઘુસી જઇને, કેન્સરની માફક ધીમે ધીમે ફેલાઇ જાય છે. તે દેશને દેશ બનાવનાર બધાજ તંત્રોને લુણો લગાડીને અંદરથી ઉધઇની માફક ઓંહીંયા કરીને અંતમાં લોકશાહીનો જ મૃત્યુ ઘંટ બોલાવી દે છે.

રાષ્ટ્રીય ફાસીવાદીને ઓળખવાનું પ્રથમ લક્ષણ એ કે તેનો ઠેકેદાર પક્ષએ રાષ્ટ્રવાદનો ઠેકેદાર અથવા કોન્ટ્રાક્ટર છે. તે નક્કી કરે છે કે દેશના નાગરીકો અને ખાસ કરીને તેની પોતાની આપખુદ સત્તા પ્રાપ્તીની આડે આવતા દુશ્મનો કોણ છે તે બધાના તમામ કાર્યોને દેશદ્રોહીની વ્યાખ્યામાં સમાવી દેવામાં આવે છે. દેશના દરેક નાગરીક પાસેથી પોતાની રાષ્ટ્રભક્તીની પોતે નક્કી કરેલી વ્યાખ્યા પ્રમાણે વફાદારીનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે. " દેશમાં રહેના હૈ તો વંદેમાતરમ્ બોલના નહી, ચીલ્લાના પડેગા ઓર ભારત માતાકી જય બોલના પડેગા". નહી તો દેશ વીરોધી, પાકીસ્તાની દલાલ, એંજટ. " હીંદુસ્તાન કા ખાતા હૈ ઔર પાકીસ્તાન કા ગાતા હૈ.... રવી બાત્રા બીજેપી ટીવી સ્પોકપર્સન.

(૨) માનવ અધીકારનું શું મહત્વ છે? આ તો કઇ બલા છે? તેના તો કોઇ ગુણગાન ગાવાના હોય! દેશનું હીત મહત્વનું કે એક ક્ષુલ્લક નાગરીકના અધીકારોનું? તમે બધા માનવીના અધીકારોના સંરક્ષણની વાત કરો છો તો શું આ દેશમાં ગાય ઇન્સાન નથી? તે તો માનવ કરતાં પણ વધારે પવીત્ર છે તેવું તો આપણા શાસ્રોમાં કહ્યું છે. ગાયના અધીકારોનું શું? માનવી અને ગાયના બંનેના અસ્તીત્વને ટકાવી રાખવાના અધીકારમાં આપણે શું પસંદ કરીશું? કેમ શાથી?

(૩) ફાસીવાદનો દુશ્મન કોણ? ફાસીવાદે પોતાના દેશના નાગરીકોને ઓળખી બતાવવો પડે છે કે દેશના દુશ્મનો કોણ છે? દેશનો દુશ્મન એ જ બહુમતી પ્રજાનો દુશ્મન. ઇટાલીના ફાસીવાદી નેતા બેનીટો મુસોલીનીએ  ફ્રાંસમાંથી પોતાને ત્યાં રોજગારીએ આવતા મજુરોને પોતાના દુશ્મન તરીકે જાહેર કર્યા હતા. જર્મનીના નાઝીવાદના નેતા એડોલ્ફ હીટલરે દેશની લઘુમતી પ્રજા યહુદીઓને દેશના દુશ્મન તરીકે જાહેર કર્યા હતા.  

      ફાસીવાદીઓ દેશના બહુમતી નાગરીકોની અંદર સતત બીનસલામતીની લાગણી ફેલાવી પોતાના હીત સાધવા ભયભીત બનાવે છે. ફાસીવાદી નેતૃત્વ પ્રજાને એમ શીખવાડે છે કે દેશની અંદરના દુશ્મનો બાહ્ય દુશ્મનો કરતાં દેશ માટે વધુ જોખમી છે. તે બધા દેશના વીકાસના દુશ્મનો છે, દેશની તરક્કીની આડે આવે છે. જે લોકો અમારી ફાસીવાદી ગ્રાન્ડ યોજનામાં પ્રશ્નો પુછે છે તે બધા દેશની એકતા અને અખંડીતતાને તોડનારા અને દેશના ટુકડે ટુકડે કરનારા છે. ફાસીવાદ તે બધાને ' સબક શીખવાડવાનું કામ કરશે– વો સબ આપકે પૈસે સે પઢાઇ કરતે હૈ ઔર આપ કે પૈસે સે દેશકી બુરાઇ કરતે હૈ.' ઉમર ખલીફ, કનૈયાકુમાર અને જવાહરલાલ નહેરૂ યુનીવર્સીટી આ બધા દેશદ્રોહીઓ છે. તેમનામાં કેટલી દેશ વીરોધી 'સોચ' છે તેનો ડીએનએ ટેસ્ટ કરાવવાની જરૂર છે.આશરે ૮૩૦૦ વીધ્યાર્થીઓ જે એન યુ માં અભ્યાસ કરે છે. સરકાર તેમની પાછળ પ્રતીવર્ષે ૨૪૪ કરોડ રૂપીયા તેમની પાછળ ખર્ચે છે. આ પૈસા તો લોકોના ટેક્ષના છે. અને પાછા દેશ વીરોધી સુત્રો ત્યાંના વીધ્યાથીઓ બોલાવે છે.

(૪) દેશમાં લશ્કરની સર્વોપરીતા– લશ્કરને કોઇ પ્રશ્ન પુછાય જ નહી. સેનાનો રંગ ભગવો થઇ જાય કે નહી તે ખબર નથી. પણ ભગવો પહેરનારા  પોતાનો રંગ બદલીને લશ્કરના ગણવેશમાં તમારી સામે દેશ પ્રેમ બતાવવા સામે આવીને ખડા થઇ જાય!. સરકારને કે તેના સંરક્ષણ ખાતાને રાફેલના સોદા–કરારની શર્તો માટે પ્રશ્નો કરો એટલે દેશના લશ્કર વીરૂધ્ધ અને તેથી દેશની સલામતી વીરૂધ્ધ.

(૫) ફાસીવાદમાં સ્રીઓનું સ્થાન– " સ્રીઓનું કાર્ય બાળકો પેદા કરવાનું છે જેથી આગળ જતાં સૈનીકો બની શકે.... રણભુમીમાં લડતાં લડતાં ખપી જવું, એના કરતાં વધુ ઉચ્ચ આદર્શ જીવનમાં બીજો એકેય નથી.".. એડોલ્ફ હીટલર. " આપણા મહાકાવ્યોમાં રણભુમીમાં લડતાં લડતાં વીરગતી પ્રાપ્ત કરવી તેને અત્યંત ગૌરવપુર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. ગીતામાં અર્જુનનો વીષાદ જે ખરેખર વ્યાજબી હતો કે હું મારા નજીકના બાંધવો, આચાર્યો, વડીલો સામે યુધ્ધ કરવા માંગતો નથી. ત્યારે મહાભારતના વીષ્ટીકાર કૃષ્ણે અર્જુનને તેનો ક્ષાત્રધર્મ યાદ કરાવ્યો હતો." એમ . એન રોય.

આપણા દેશના વર્તમાન ફાસીવાદી નેતૃત્વને મન સ્રી પુરૂષ સમોવડી હોઇ શકે તે વીચાર જ અમાન્ય છે. તે બધા નૈતીક પોલીસો, ભારતીય નારીઓ જીન્સ પહેરે છે કે સાડી તે પરથી તેનું ચારીત્ર નક્કી કરે છે.  ભારતીય સ્રીઓ પાસે કોઇ કૌશ્લય હોય તો તે મા બનવાનું. તે સીવાયનું બૌધ્ધીક, શૈક્ષણીક કૌશલ્ય, કલા, નીપુણતા તેમને અમાન્ય અને નીષેધ છે.

(૬) દેશના તમામ પ્રકારના સમાચારના સાધનો( મીડીય)પર ફાસીવાદી તંત્રનો સીધો કે પ્રછન્ન કાબુ– પ્રજાને અને તમામ પ્રકારના રીપોર્ટરને સુચના આપવામાં આવે છે કે સરકાર અને તેની સત્તાકીય રીતીનીતીઓ સામે સવાલ મત પુછો! સરકાર અને તેના નેતા સીવાય 'કોઇની મનકી બાત' સાંભળવી નહી.અને રાજ્ય તરફથી જે માહીતી આપવામાં આવે તેના પર શંકા કરવી નહી. બનાવટી સમાચારો અને ગોદીમીડીયા( સોલ્ડ આઉટ ચેનલો) ફાસીવાદ માટે ફળદ્રુપ જમીન છે.કોઇપણ સરકાર અને મીડીયા તંત્રની મીલીભગત નવું ભારત બનાવવાની પુર્વશરત જ બની શકે! " નયાભારતમેં બીનાસવાલ પુછે બુલેટ ટ્રેઇનમેં સફર કરને આપ જાના ચાહતૈ હૌ યા નહી!"

(૭)  રાષ્ટ્રીય સલામતીનો સતત ભય ઉભો કરીને પ્રજાને માનસીક રીતે ઘેરાયેલી રાખવી( obsession with National security)  દેશને કોનો ભય છે? દેશને તેના બહારના દુશ્મનો કરતાં વધારે મોટો ભય દેશના આંતરીક દુશ્મનોથી છે. આંતરીક દુશ્મનો કોણ છે? બૌધ્ધીકો, અર્બન નક્ષલ, સામ્યવાદીઓ, રેશનાલીસ્ટો, નાસ્તીકો, નવાવૈજ્ઞાનીકો, એવોર્ડ વાપસી કરનારા, જે એન યુ,ના ટીચીંગ સ્ટાફ અને વીધ્યાર્થીઓ અને તમામ લઘુમતીઓ. આ બધાજ ' એન્ટીનેશનલ' દેશ વીરોધી કાવતરાં કરનારા છે.આ બધા આપણી ભારતમાતાના ઘરમાં ઘુસી ગયેલા ગદ્દારો છે. " સબ મીલકે ઇંડીયા કો ખતમ કરને કા ચક્કરમેં પડ ગયેં હૈ ."

અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશમાં મેકસીકન ગેરકાયદેસર વસવાટીઓ ઘુસી ન જાય માટે દીવાલ બનાવવા માંગે છે. આપણી સરકારે દેશમાં જે એન યુ વાળી સંસ્કૃતી દેશમાં ફેલાઇ ન જાય માટે તે યુનીવર્સીટીની ચોફેર બાજુથી મોટી દીવાલ બનાવવી જોઇએ. બર્માથી આવતા રોહીંગયાઆ નીર્વાસીતોના જથ્થાને દેશમાં એકઠ્ઠા કરવાની જરૂર નથી. તે દેશની સલામતી માટે ભયરૂપ છે.

(૮) ધર્મ અને રાજ્યનું ગઠબંધન–

ભારતે સ્વતંત્રતા પછીના છેલ્લા ૭૦ વર્ષમાં નહી અનુભવેલુ રાજ્ય અને ધર્મનું ગઠબંધન છેલ્લા પાંચ વર્ષોમાં સ્પષટ જોવા અને અનુભવવા મળ્યું છે.માનવજાતે  છેલ્લા એકહજાર વર્ષોના સંઘર્ષ પછી જે રાજ્ય અને ધર્મ વચ્ચેનું સંપુર્ણ વીયોજન વીકસાવેલું છે તેને દેશના ઉભરી રહેલા ફાસીવાદી પરબળો નષ્ટ કરવા મેદાને પડયા છે. બંધારણીય રાષ્ટ્રવાદ અને બંધારણીય નેતીકતાને બાજુપર કે હોંસીયામાં હડસેલી દઇને  હીંદુ રાષ્ટ્રવાદ અને હીંદુધર્મ આધારીત નૈતીકતાની દુહાઇ આ ફાસીવાદી પરીબળો કરવા મચી પડ્ડયા છે. દેશનો કોઇ ધર્મ સને ૧૯૫૦ના માન્ય કરેલ બંધારણ પછી હોય તો તે બંધારણીય ધર્મ છે. તેને સર્વોપરી ગણવો જોઇએ. તે પ્રમાણે રાજ્યસત્તા અને પ્રજાના તમામ વ્યવહારો થવા જોઇએ.

ફાસીવાદીઓના આ તર્કને સમજીએ. છેલ્લી ઘણી બધી સદીઓથી દેશમાં મુસ્લીમ સત્તા અને ત્યારબાદ ખ્રીસ્તી ધર્માના શાસકોના હાથમાં રાજકીય સત્તા હતી. ત્યારે દેશનો હીંદુધર્મ ખતરામાં ન હતો. તેને માથે પોતાનું અસ્તીતવ ટકાવી રાખવા માટેનું જોખમ તે સમયે પેદા થયું ન હતું. દેશની ૮૦ ટકા વસ્તી તે સમયે અને આજે પણ હીંદુ જ રહી છે. " અબ હીંદુ પ્રજા ખતરમેં આ ગઇ". માટે એક મજબુત નેતાની જરૂર ઉભી થઇ છે. લોકશાહીમાં સત્તાનું વીકેન્દ્ર્કરણ હોવાને કારણે નેતાગીરી સહીયારી અને વહેંચાયેલી હોય છે. ફાસીવાદીની સત્તા ફક્ત એક જ મજબુત નેતાથી જ ટકી રહે છે. આવો નેતા હોવો તેમાં ઇશ્વરી સંકેત હોય છે તેવા પાઠ ફાસીવાદ જે તે દેશની પ્રજાને ભણાવે છે.

(૯) ફાસીવાદની આર્થીક નીતી દેશના દસ–બાર ઔધ્યોગીક ગૃહો ( કોર્પોરેટ હાઉસીસ)ની હંમેશાં તરફેણ કરનારી જ હોય છે. ફાસીવાદી નેતા અને અને તેનો પક્ષના બધાજ હીતો સાથે આ બધા ઔધ્યોગીક ગૃહોને નીજી સંબંધો હોય છે. એક બીજાની પ્રવૃત્તીઓ એક બીજાની પુરક હોય છે.

" દેશકા કીસાન સબકો રોટી દેતા હૈ, મગર દેશ કે ઉધ્યોગપતીઓ દેશકે રાજકીય પક્ષોકો ચુનાવ કે લીએ ચંદા દેતા હૈ ." આ ફાસીવાદી રાજકીય નેતાઓ અને પક્ષો કીસનના હળ ને બચાવશે કે પેલા ઉધ્યોગપતીના હેલીકોપ્ટરને જે ચુંટણી લડવા કામમાં આવવાનું છે? દેશના કીસાનના આપઘાત અને અસંતોષથી ફાસીવાદના દોડતા અશ્વમેઘને કોઇ ફરક પડતો નથી. " પહેલે ભી કીસાન મરતે થે આજ ભી કીસાન મરતે હૈ.મગર પહેલે કીસાન આસમાનકી બુરાઇ સે મરતે થે, આજ કીસાન સલ્તનતકી બુરાઇસે મરતે હૈ." તેમની સરકારોતો 'સુટબુટ'ની અને 'બુલેટ ટ્રેઇન' સરકારો છે. આ ફાસીવાદી સરકારો ખેડુતોની જમીનો ' પ્રજાહીત'ના નામે જમીન સંપાદન કરીને જમીન વીહોણા બનાવી દે છે.

(૧૦) મજુરચળવળોને કચડી નાંખીને દબાવી દેવી– ફાસીવાદીઓને મુડીપતીઓના હીતોને ટકાવી રાખવા રાજયનીતીઓ મજુરવીરોધી હોવી અનીવાર્ય છે.ફાસીવાદની નીતીરીતીઓને કારણે આ વધતી મજુર બેકારોની ફોજ તો ફાસીવાદીઓને સરહદ પરના દુશ્મનો સામે રાષ્ટ્રભક્તી અને રાષ્ટ્રપ્રેમના નામે બલી ચઢાવવા ખુબજ કામમાં લાગે છે. ખેતીમાંથી ફેંકાઇ ગયેલા જમીન વીહોણા ખેડુતોના છોકરાઓ હળને બદલે બંદુક પકડે તેમાં પેલો ફાસીવાદી કાળમુખો પોતાની મુછો અને દાઢીમાં મુસ્કરાય છે!

ફાસીવાદી સરકારોને જાહેર ક્ષેત્ર (પબ્લીક સેકટર)ના ઉધ્યોગોના ખાનગીકરણમાં અમાપ હીત હોય છે. જાહેર ક્ષેત્રના ઉધ્યોગો ન રહે તો પછી તેના મજુરસંગઠનો કેવી રીતે પોતાનું અસ્તીત્વ ટકાવી રાખે? " જબ  ન રહેગા બાંસ તબ બાંસુરી કેસે બજેગી." શીક્ષીત બેકારોની ભીડતો ફાસીવાદઓને દેશના આંતરીક દુશ્મનો સાથે હીસાબ ચુકવવાની સડકપરની ફૌજ( Strom troopers) છે.

(૧૧) ફાસીવાદના એક નંબર દુશ્મનો દેશના બૌધ્ધીકો, કલાસર્જકો વી.–

 જે વીચારે તે દુશ્મન અને ફાસીવાદ સાથે 'કદમતાલ' ( માર્ચ) કરે તે તેનો ટેકેદાર. ફાસીવાદને સૌથી મોટા પડકારનો ભય હોત તો તે અગાઉ જણાવ્યું તે પ્રમાણે સરહદ પારના દુશ્મનોનો નહી પણ દેશના આ બધા માની લીધેલા ગદ્દારોનો. " દેશકે બુધ્ધીજીવીઓ, ઐવોર્ડ વાપસી વાલે, કલાકારો, અર્બન નક્ષલ( કોણ છે? શહેરી પ્રોફેસર, શીક્ષક, જર્નાલીસ્ટ,લેખક વી.) અને પેલા જેએનયુ વાલે સબ ફાસીવાદકે લીયે બારુદી સુરંગ હૈ !"  "સવાલ પુછ કર દેશકી તરક્કીમેં બાધા ડાલનેકા કામ કરતે હૈ".

(૧૨) ફાસીવાદ માને છે કે આ બધા તેમના વીરોધીઓ સામે કામ લેવા કાયદાના રાજયની અને બંધારણ આધારીત કામ કરતા ન્યાયલયોની બીલકુલ જરૂર નથી. ' હમ હૈ ઔર અમારી કેડર હી પુરતી હૈ.'  મહારાષ્ટ્રના અંધશ્રધ્ધા નીર્મુલનની ચળવળ ચલાવતા ડૉ નરેન્દ્ર દાભોલકર, કોલ્હાપુરના ગોવીંદ પાનસરે, કર્ણાટકના ધારવાડના ભુતપુર્વ વાઇસ ચાન્સેલર એમ. એમ કલબુર્ગી અને બેંગલોરની પત્રકાર ગૌરૌલંકેશ વી ના અવાજોને કાયમ માટે શાંત કરવા આ બધાએ કાયદા અને ન્યાયતંત્રનો સહારો લીધો ન હતો.

(૧૩) ફાસીવાદની જીવાદોરી ભ્રષ્ટાચાર અને નીજી મુડીપતીઓ ( Crony Capitalism ) છે.

(૧૪) ચુંટણીમાં ગોટાળા કરી અને સત્તા કબજે કરવા તમામ સાધનોનો ઉપયોગ ( દુરઉપયોગ)–

તે ફાસીવાદની નેતાગીરી માટે સામાન્ય બાબત હોય છે. નાગરીકો પોતાના જોખમે આ બધાને તેમના સાચા રંગથી ન ઓળખે તેમાં વાંક કોનો?  તમારો અને મારો!............ The End………ભાવાનુવાદક – બીપીન શ્રોફ.


--