Friday, December 27, 2019

માનનીયશ્રી જનરલ બીપીન રાવલ સાહેબ


માનનીયશ્રી જનરલ બીપીન રાવલ સાહેબ  ( ચીફ ઓફ ભારતીય આર્મી )

આપનાથી લક્ષ્મણરેખા ન ઓળંગાય! (Crossing a line) સૌ. તંત્રી લેખ ઇ. એકસપ્રેસ(તા.૨૭મી ડીસે ૨૦૧૯).

(1)   નાગરીક સંશોધન કાયદા વીરૂધ્ધ ભારતભરના વીશ્વવીધ્યાલયોના કેમ્પસમાં જે વીરોધ પ્રદર્શન થઇ રહ્યા છે,તેના વીષે મોદી સરકારના પક્ષકાર તરીકે આપનો અભીપ્રાય આપવો તે આપના તટસ્થ હોદ્દાના ગૌરવને અને તેની ગરીમાને શોભા આપતો નથી. દેશના છેલ્લા ૭૦ વર્ષના ઇતીહાસમાં કોઇ લશ્કરી વડાઓ, (દેશની સરકારો સામે અનેક નાગરીક ચળવળો થઇ હતી દા.ત સને ૧૯૭૪ની જેપી ચળવળ,અન્ના હજારે આંદોલન વી.) તેમાં ક્યારેય સરકારના સીધા કે પરોક્ષ પક્ષકાર બન્યા નથી. આપશ્રીએ તો લશ્કર દેશમાં શાંતીના સમયમાં પોતાની બેરેકમાં જ રહે અને કાયમી સજ્જ રહે તે નીયમની વીરૂધ્ધ અભીપ્રાય આપ્યો છે. લોકશાહી દેશમાં લશ્કરનું સ્થાન ક્યારેય નાગરીક જીવનથી સર્વોપરી ન હોઇ શકે!

ખરેખરે તો નરેન્દ્ર મોદી સરકાર, જે છેલ્લા થોડાક દીવસોથી નાગરીકો–વીધ્યાર્થીઓના વીરોધને, ચળવળને, જાણે ફોજદારી ગુનાહીત કોઇ પ્રવૃત્તી હોય તેવીરીતે મુલ્યાંકન કરીને સામનો કરી રહી છે તેમાં આપની કોમેન્ટે બળતામાં ઘી નાંખવાનું કામ કર્યું છે. (General Rawat's comments reinforce attempts by the Narendra Modi government in the last few days to criminalise the protests.

(2)    આજના ટાઇમ્સ ઓફ ઇડીંયાએ તેના પ્રથમ પાને ' બોલ્ડ અને બીગ' અક્ષરોમાં લખ્યું છે " Army Chief triggers row with remark on " Arson & Violence".

(3)   નીવૃત્ત નેવી ચીફ એડમીરલ એલ રામદાસે  જનરલ ચીફ ઓફ આર્મી શ્રી બી. રાવલ સામે પોતાનો અભીપ્રાય આપતાં જણાવ્યું છે કે " અમે લશ્કરી અધીકારીઓ તરીકે દેશનું સંરક્ષણ કરવાની સેવા– ફરજ બજાવીએ છે.  નહી કે કોઇ રાજકીય પરીબળોના હાથા તરીકે કામ કરીએ. આ નીયમ દેશની લોકશાહી પ્રથા સંચાલીત લશ્કરનો કાયમનો અલીખીત નિયમ છે."

(4)   The rule is very clear that we serving the country and not the political forces… to express any political views as we have heard today is quite a wrong thing for any personnel, whether he is the top gun or at the bottom rank…. Admiral L Ramdas ( Retd)  Former Navy Chief. સૌ. ટા ઓફ ઇં પાન નં ૧. તા. ૨૭–૧૨–૧૯.

(5)   ઇ. એક્સપ્રેસ પોતાના તંત્રી લેખની છેલ્લી લીટીમાં જણાવે છે કે " આવી ઘડીઓમાં જનરલ રાવત જેવા લશ્કરની ટોચની વ્યક્તીએ સત્તા પક્ષની હા એ હા માં બેસી જવાથી તેઓએ પોતાના હોદ્દાની ગરીમાને તથા વ્યક્તી તરીકેની આબરૂને ભારે હાની પહોંચાડી છે.

(6)   શ્રી રાવત સાહેબ પોતાના વર્તમાન હોદ્દેથી ૩૧મી ડીસેમ્બરે નીવૃત્ત થાય છે. અને બીજા જ દીવસે સરકાર તરફથી દેશની કોઇ ભુતકાળની કેન્દ્ર સરકારોએ કદાપી ન બક્ષેલો તેવો તદ્દન નવો હોદ્દો દેશના લશ્કરની ત્રણેય પાંખના વડા તરીકેનો હોદ્દો ' આર્મી ચીફ' તરીકે આપવાનું નક્કી કરી દીધું છે. આજદીન સુધી દરીયાઇ (નેવી), ભુમી અને હવાઇ લશ્કરોના ત્રણેય વડા સીધા રાષ્ટ્રપતીને વફાદાર અને જવાબદાર હતા.દેશની લશ્કરી સત્તા વીકેન્દ્રીત હતી. મોદી સરકારે શ્રી રાવત સાહેબને ત્રણેય એકમોના સીધા વડા બનાવી દીધા.

(7)   હાલમાં મોદી સરકારમાં ધર્મ અને રાજકીય સત્તાનું ગઠબંધન પ્રત્યક્ષ અને પરોક્ષ છે. તેના પરીણામો તો આપણે અનુભવી રહ્યા જ છીએ. તેમાં હવે લશ્કરી સત્તાની રહેમ નજર ભળે તો દેશનું શું થાય તે વીચાર જ ભયજનક છે.

( ભાવાનુવાદ– બીપીન શ્રોફ.) ખાસ નોંધ – સાદા ડ્રેસ માં નીવૃત ચીફ રામદાસ છે. અને લશ્કરી ગણવેશમાં આર્મી ચીફ બીપીન રાવત છે.

 

 


--

Sunday, December 15, 2019

સરકારથી ટેક્ષ ભરનારાના પૈસા કોઇધર્મને મદદ કરવા વપરાય નહી.

સરકારથી ટેક્ષ ભરનારાના પૈસા કોઇધર્મને મદદ કરવા વપરાય નહી.અમેરીકન નીરીઇશ્વરવાદી સંગઠનોની(from non-religious Americans) ચુંટણી લડતા પક્ષોને ગંભીર ચેતવણી.­­–––

        યુએસએ (અમેરીકા)માં આવતા વર્ષે નવેંબરમાસ ૨૦૨૦માં રાષ્ટ્રપ્રમુખની ચુંટણી આવે છે.ત્યાં મુખ્ય બે પક્ષ છે.રીપબ્લીકન અને ડેમોક્રેટીક પાર્ટી.

        તાજેતરમાં ડેમોક્રેટીક પક્ષનું ઓહાયો રાજ્યમાં તેના રાષ્ટ્રપ્રમુખ તરીકેના ઉમેદવાર નક્કી કરવા પ્રાથમીક ચર્ચા કરવા ( પ્રાઇમરી ડીબેટ)અધીવેશન ભરાયું હતું. હાલ આ દોડમાં ત્રણ ઉમેદવારો છે. ઓબામા સમયના ઉપપ્રમુખ જો બીદેન, બીજા સેનેટર ઇલીઝાબેથ વોરેન,અને ત્રીજા પી. બેટીંગ મેયર. આ ડીબેટ સીએનએન ન્યુઝ એજન્સી તથા ન્યુયોર્ક ટાઇમ્સના સૌજન્યથી સુંયુક્ત ઉપક્રમે યોજાઇ હતી.

       આ અધીવેશનમાં દેશની અધાર્મીક અમેરીકન સંસ્થાઓ જેમાં નાસ્તીકો, નીરીઇશ્વરવાદીઓ, નોન– બિલીવર્સ, એગનોસ્ટીક વી.નો સમાવેશ થાય છે, આ બધી સંસ્થાઓના તેમના પસંદ કરાયેલા પ્રતીનીધીઓ હાજર રહ્યા હતા. તેમના પ્રતીનીધીઓએ આ પક્ષમાં મતદારો તરીકે સદર જુથનું કેટલું મોટું મહત્વ છે તે સમજાવતાં જણાવ્યું કે દેશની કોઇપણ ચુંટણીમાં ડેમોક્રેટીક પક્ષને મત આપનાર દરેક ત્રીજો મતદાર એ નોન–બીલીવર્સ છે. અમારી એક નોન –બીલીવર્સ ગ્રુપ તરીકે તમારા પક્ષના ચુંટણી લડતા ઉમેદવારો સામે ચાર રજુઆતો છે.

(૧) તમે બધા ચુંટાયેલા પ્રતીનીધીઓ એટલું સમજી લેજો કે અમે કરદાતા તરીકે સરકારને પૈસા કોઇપણ ધાર્મીક સીધ્ધાંતોના પ્રચાર માટે જમા કરાવતા નથી.(Make sure taxpayers aren't funding religious dogma.) તમે બંને રાજકીય પક્ષોએ અમારા કરદાતાઓના પૈસા ધાર્મીક આસ્થાઓ ધરાવનાર જુથો(faith-based groups) જેઓ બધાએપોતાની સંસ્થામાં ફક્ત જે તે ધર્મમાં શ્રધ્ધા ધરવાનારઓને જ નોકરી પર રાખીને ભેદભાવભર્યું વર્તન કરલું છે.વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તો આ મુદ્દે માઝા મુકી દીધી છે. ન્યાયતંત્રમાં ન્યાયાધીશ તરીકે પોતાના ધર્મમાં વિશ્વાસ રાખનાર ન્યાયાધીશોની જ પસંદગી કરી છે. વધારામાં આ પ્રમુખેતો એવા વીચારને અમલમાં મુકી દીધો છે કે કરદાતાના કરવેરાના નાણાં ધાર્મીક સંસ્થાઓને રાજ્ય તરફથી આપવામાં આવે તે વ્યાજબી છે.

આ સંદર્ભમાં આવનારા ડેમોક્રેટીક પાર્ટીના રાષ્ટ્રપ્રમુખે એ સ્પષ્ટ રીતે સમજી લેવું પડશે કે પ્રજાના પૈસા ધાર્મીક સંસ્થાઓની જરૂરીયાત પુરી કરવા માટે નથી. બીજુ તે પ્રમુખે ધર્મ અને રાજ્યના કામ કરવાના ક્ષેત્રો બીલકુલ અલગ અને સ્વતંત્ર છે તે પ્રમાણે સ્વીકારી, સોંગદ લઇને પોતાનો કાર્યભાર કરવાનો રહેશે.( who respect the wall of separation between church and state.) ન્યાયાધીશોની નીમણુકો પણ તે બંધારણીય સીધ્ધાંતને આધારે જ કરવી પડશે. 

(૨) Make sure secular Americans have a seat at the table. સદર અધીવેશનમાં હાજર રહેલા અમેરીકન નાસ્તીક સંસ્થાના પ્રમુખ નીક ફીશે જણાવ્યું હતું કે  રાષ્ટ્રપ્રમુખના વહીવટી તંત્રે પણ સમજી લેવું કે ' અમેરીકન દેશભક્તી (patriotism) અને ધાર્મીક રાષ્ટ્રવાદ બંને વીચારો બીલકુલ એક નથી જ. કેન્દ્રીય વહીવટી તંત્રમાં જે કોઇ સંસ્થામાં ધાર્મીક સંસ્થાઓના પ્રતીનીધીઓની જેટલી સંખ્યામાં નીમણુક કરવામાં આવશે તેટલીજ સંખ્યામાં અમેરીકન એથીસ્ટ અને હ્યુમેનીસ્ટ સંસ્થાઓના પ્રતીનીધીઓની નીમણુક કરવી પડશે.

(૩)  તમારા વહીવટી તંત્રના કામોમાં ઇશ્વરને અને તેના પ્રતીનીધીઓને વચ્ચે લાવવાની કોઇ જરૂર નથી.(Stop the unnecessary god talk.) અમેરીકન દેશભક્તીને કોઇ ધર્મ હોઇ શકે નહી. ખરેખરતો દેશભક્તીને જે તે દેશના ધર્મ સાથે કોઇ સંબંધ જ હોઇ શકે નહી.( Freedom From Religion Foundation attorney Andrew Seidel put it bluntly: "Patriotism has no religion.")

(૪) અમારી સરકારને વીનંતી છે કે જ્યારે પણ તમારી પાસે ધર્મને મદદ કરવાની વાત આવે ત્યારે તે વાત બીલકુલ ભુલી જવાની. તમારે રાજ્યનો ધર્મનીરપેક્ષ (સેક્યુલર) વહીવટ ચલાવવાનો છે. નહી કે ઇટાલીમાં રોમ શહેરના વેટીકન ચર્ચનો વહીવટ.We want the government to stop playing favorites when it comes to religion.

 

 

 


--

Saturday, December 14, 2019

ABC of Rationalism Part 25 dated 15th Dec 2019


ABC of Rationalism Part 25 dated 15th Dec 2019

Inbox
x

Bipin Shroff <shroffbipin@gmail.com>

5:44 PM (14 minutes ago)
to me
--