Monday, December 27, 2021

બાપના કુવામાં ડુબી ન મરાય !

બાપના કુવામાં ડુબી ન મરાય !

The nest leaving is the must.  જે માળામાં પક્ષીઓ જન્મે છે તે બધા ને પાંખો  આવતાં તે માળા છોડી દે છે. અને પછી પોતાનો નવો માળો બનાવે છે. તે બધાને પોતાનું જન્મ સ્થળ કાયમ માટે ભુલી જવાનો આનંદ જ અનેરો હોય છે.

માનવબાળ (?) કેમ? તે ગમે ઉંમરનો થાય છતાં બાપના કુવામાં જ પડી રહે છે? માતાના પેટમાંથી બહાર નીકળ્યા કે તરત જ નાભીનાળ, માતા સાથેનું છેલ્લું અને આખરી જોડાણ વાસ્તવીક રીતે કાપી નાંખ્યા પછી પણ તે ન્યાતો કે સંબંધ શારીરક નહી તો માનસીક રીતે કેમ ચાલુ રહે છે? તે જોડાણ ચાલુ રાખવામાં ફક્ત માબાપ ને રસ હોય છે ? કે પછી પેલા દિકરાને બાપના ધોતીયાનો છેડો અને દિકરીને મા ના સાલ્લાનો છેડો કેમ છોડવો ગમતો નથી? સાલુ ! પાછુ તો ગર્ભમાં જવાય તેમ નથી, ( One cannot go back to one's mother's womb.) માનસીક કે અન્ય અસલામતીની ભાવનાનો અંત કેમ બંને પક્ષો નો ઓછો થતો કે નાબુદ થતો નથી?

 જૈવીક ઉત્ક્રાંતીના સંઘર્ષના વારસામાં  જીવન ટકાવી રાખવું એટલે જ  બંધનોમાંથી મુક્ત થવું! જેવો માનવી, તેવું તેનું કુટુંબ, કબીલો, તેવો તેનો સમાજ અને આખરે દેશ. માનવ સમુહો, ભાત ભાતના અને જાત જાતના  બંધનોના ગુણગાન ગાઇ કે, તેની સ્વરચિત જંજીરો, બેડીઓ ને ચકચકાટ કરીને  તેની ભક્તી કરતો હોય છે. પ્રશસ્તિ અને પુજા કરતો હોય છે. કુવામાં ડુબકા મારવાની અને પોતાના વારસોને પણ વારસામાં  ડુબકીઓ મારવાની નિપુણતા આપીને જવાની સંસ્કૃતી કેટલી મહાન હતી તે છેલ્લા પાંચ હજાર વર્ષોથી અનુભવતા આવ્યા છે.તેના પરિણામો  ભરપેટ ભોગવ્યા છે, હજુ ભોગવીએ છીએ અને પાછા વારસામાં તે આપીને જવાના છીએ. જે કોઇ પેલા કુવામાંથી બહાર નીકળવાની કોશીષ કરે, અન્યનો સહકાર લેવાનો તે માટે પ્રયત્ન કરે છે તેનું પેલું ટોળુ ડબલ જોરથી સીડી ગોઠવીને પાછો નીચે પટકી પાડે અને પછી તેનો ઉત્સવ ઉજવે!

બાપના કુવામાં ડુબી મરવાને બદલે તેમાંથી બહાર નીકળવું કેવી રીતે? અન્ય સજીવોમાંથી બોધપાઠ લઇ શકાશે ખરો? માનવીય સ્તર પર જીજીવીષા ટકાવી રાખવાનો સંઘર્ષ એટલે  પોતાના બાળકોને નાનપણથી સાચુ શું છે કે ખોટું શું છે  તેના નિર્ણય કરવાની, તે પધ્ધતીએ ( તર્કવિવેક બુધ્ધીથી) ભૌતીક સત્ય, (મૃત્યુ પછીના આધ્યાત્મીક સત્ય માટે ઝોળો લઇને ભીખ માંગવાનું નહી) શોધવાની તાલીમ જાગૃત અજાગૃત રીતે શીખવાડવાની ! નિર્ણય કરવાના જોખમમાંથી ભવિષયમાં તે તેને પોતાનો માળો બનાવવી તાકાત મલશે. પછી તે ગૌરવ થી કહી શકશે " That is my Dady"s house but I will create my own. Now This is my dream since my childhood. " 

 મારે મારા બાપના કુવામાં થીંગડા મારીને કે પ્લાસ્ટર કરીને, ભાઇએ ભાગ પાડીને કે પાર્ટીશન દિવાલ કરીને જીવવું નથી જ. સ્વતંત્રતા માટેના રચનાત્મક સંઘર્ષમાંથી મળેલા સુખનો મારો આનંદ પેલા આભાસી વારસાને ટકાવી રાખવા કરતો અતિભવ્ય હોય છે.

પ્રયત્ન કરી જુઓ  દોસ્તો!   પશ્ચીમી જગતે  આશરે ૫૦૦ વર્ષ પહેલાં કોલંબસને અમેરીકા અને વાસ્કોડી ગામાને ભારત  અને ચાર્લસ ડાર્વીને  બસો વર્ષ પહેલાં સજીવ ઉત્કાંતીનું ભૌતીક મુળ શોધવા  પોતાના માબાપોના માળા ત્યજીને મોકલ્યા હતા. પરિણામ તમારી સામે છે.


--

Saturday, December 25, 2021

ક્રિસમસ ટી્ સામે હયુમેનીસ્ટ એન્ડ એથીયેસ્ટ ટી્ ઇન અમેરીકા.

ક્રિસમસ ટી્ સામે હયુમેનીસ્ટ એન્ડ એથીયેસ્ટ ટી્ ઇન અમેરીકા.

 તારીખ ૨૫મી ડીસેમ્બરે સમગ્ર ખ્રીસ્તી જગત હેપી ક્રિસમસ ડે તરીકે ઉજવે છે. તે બધા માટે આ બહુ પવિત્ર દિવસ ગણવામાં આવે છે. ક્રીસમસ ટી્ને  રંગે ચંગે શણગારવામાં આવે છે. તેના વૃક્ષની શાખાઓ ઉપર ઘંટડી, દીવા, લાઇટની સીરીઝ અને માનવ મનમાં જે સ્ફુરે, કે વિચાર આવે તે બધુ ડેકોરેશન તરીકે   મુકીને તેને શણગારવામાં આવે છે.  પોતાના ઘરના નાના બાળકોને શ્રધ્ધાઅંધશ્રધ્ધા સાથે એવો ભયંકર જુઠઠણો વિશ્વાસ પેદા કરવામાં આવે છે  કે મોડી રાત્રે શાંતાક્લોઝ ઘરમાંની ફાયર પ્લેસવાળી ચીમનીમાંથી નીચે આવશે અને તમારા બધા બાળકો માટે ભેટસોગાદો પેલા ક્રીસમીસ ટી્ પાસે મુકી જશે. શાંતા નો આભાર માનવા કે થેક્સ કહેવા તે ઝાડ પાસે દુધનો કટોરો માબાપો મુકે છે. વધારામાં બાળકોના માબાપો પેલા ચમત્કારી રેન્ડીયરના ગાડીમાં બેસીને આવતા શાન્તા સાથે એવી ગોઠવણ કરે છે કે  બાળકો જે  ભેટોની ફરમાઇસ કરે  તેવી બધી ગીફ્ટસ શાંતા લાવીને પેલા ક્રીસમસ ટી્ પાસે , ઘરના બાળકો સુતા હોય  ત્યારે મુકી જાય છે.

 આવી ભયંકર અંધશ્રધ્ધા સામે અમેરીકન હ્યુમેનીસ્ટ, એથીકલ, અને એથીયેસ્ટ વિ. સંસ્થાઓએ નાતાલના પંદર દિવસ પહેલાંજ દરેક શહેરના બગીચાઓ,અને અન્ય જાહેર સ્થળો પર ટી્ ઓફ નોલેજ ના પ્રદર્શનો શરૂ કરી દે છે. ક્રીસમસ ટી્ ની સામે બીજા કૃત્રીમ ઝાડ ઉભા કરી દેવામાં આવે છે. તેના થડ, ડાળીઓ અને પાંદડાઓ પર ખાસ ક્રાંતીકારી, સમાજ પરિવર્તનને પ્રદર્શીત કરતી ચોપડીઓ અને ફોટાઓ અને ડાર્વિનનું ઉત્કાતિ વાળુ ટી્ ઓફ ઇવોલ્યુશન પણ બતાવવામાં આવે છે. ગેલોલીયોનું દુરબીન, બ્રનો અને કોપરનીકસ અને ડાર્વીનની ' થીયરી ઓફ ઇવોલ્યુશન, હેનગ્રે ની એનેટોમી, અમેરીકાના પ્રથમ ત્રણ નિરઇશ્વરવાદી રાષટ્પ્રમુખોના ફોટા, કપ્યુટર, મોબાઇલ. સ્પુટનીક વિ વિ. આ બધા વૃક્ષો પર સરસ ડેકોરેટ કરીને મુકવામાં અવેલા હોય છે.

 અમેરીકાની જુની રાજધાની ફીલાડેલફીયામાં થોમસ જેફરસનના સ્ટેટયુ પાસે મેં પોતે આવા ટી્ ઓફ નોલેજ જોયેલાં હતાં.  બધું જાતે જોયેલું છે. પુરાવા તરીકે ગુગલ સર્ચમાંથી અત્રે તેના ફોટા મુકેલા છે.

આપણી અંધશ્રધ્ધા સામેની લડાઇ સ્થાનીકની સાથે સાથે વૈશ્વીક પણ છે.

 

 

 

 


--

Friday, December 24, 2021

ગુજરાત મોડેલ– કુવામાં ન હોય તો હવાડામાં...

   ગુજરાત મોડેલકુવામાં ન હોય તો હવાડામાં............ એક સમાચાર. પણ શું? શાણપણ( WISDOM).

 સાહેબે બનારસકાશીમાં ગંગા નદીમાં બે ડુબકી મારી, કોરીડોરનું ઉદ્ઘાટન કર્યુ અને મહાઆરતી કરી. ભાજપા સંચાલિત ૧૧ રાજ્યના મુખ્યમંત્રીઓએ અયોધ્યા મુકામે ભેગા થઇને તે જ દિવસોમાં શહેરમાં આવેલ સરયુ નદીમાં શું કર્યુ તે સમાચાર નથી. પણ પોતાના રાજ્યોમાં હેમખેમ પાછા ફરતાં વોટસઅપ યુની્ માંથી નવીદીલ્હીની મોટી ઓફીસમાંથી એક સીલબંધ કવર મલ્યું છે તેવા સમાચાર છે. સીલબંધ કવરમાંથી સીલબંધ માહીતી મતાં સમાચાર છે કે દરેક રાજ્યોના મુખ્યંત્રીઓએ નવા ૨૦૨૨ના ગુજરાત મોડેલના પ્રોજેક્ટ પ્રમાણે પોતાના રાજ્યની તમામ નદીઓમાં ડુબકીમાર તથા નદીઓના કિનારે મહા આરતી વિ.નો નીચે મુજબનો કાર્યક્રમ રાખવો ફરજીયાત છે.

કાર્યક્રમની શરૂઆત

()  કેલીકો મીલ પાસેથી પસાર થતી સાબરમતી,વટવા ઇન્ડસ્ટી્અલ એસ્ટેટ,  નડીઆદ ન્યુશોરોકમીલ અને ઇન્ડસ્ટી્અલ એસ્ટેટ, વડોદરા એલમ્બીક કેમીકલસ, અંકલેશ્વર, વાપી વિની પણ ઇન્ડસ્ટી્અલ એસ્ટેટસ માંથી પસાર થતી નદીઓના કિનારેથી શરૂઆત કરવામાં આવશે. રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત બધા જ મહાનગરો વિ. આ મોડેલ પ્રોજેક્ટમાંથી  બાકાત ન રહેવા જોઇએ. કારણકે સમાનતા એક મુલ્ય તરીકે આપણા બંધારણનો તો આત્મા છે.

() ટી વી પર સાહેબના ડુબકીમાર કાર્યક્રમમાં જે દર્શન થયાં તેમાં હાથ ગંગા નદીમાં નીચે જમીન સુધી અડકી ગયેલા હતા કે નહી તે જોવા મળેલ નથી પણ સાહેબ ભગવા વસ્રો સાથે નદીમાંથી ક્રમશ; પગ અધ્ધર આવતા હોય તેવા દર્શન થયેલા. તેમાં નીચે મુજબનો સુધારો કરીને દરેક રાજ્યના  સીએમ સાહેબોનો  વિડીયો લેવો તેવું ફરમાન થયેલ છે.

() ફોરેન ડાયર્કટ ઇનવેસ્ટ ( એફડીઆઇ) સાથે થયેલ નવા કરારો( એમ ઓ યુ) મુજબ દરેક કે દરેક રાજ્યના ભાજપ સંચાલીત રાજ્યોના મુખ્યમંત્રીઓ માટે " ડુબકીમાર કાર્યક્રમમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે. સાબરમતી, મહીસાગર, નર્મદા અને તાપી જેવી  વિશાળ નદીઓમાં મહાઆરતી શરૂ કરતાં પહેલાં આપણા સાહેબ કરતાં વધારે સારો વિડીયો લેવાય તેવો પ્રોજેકટ કરવાનો છે. પરદેશનાં વિશ્વગુરૂ પ્રોજેક્ટમાં આવા વિડીયો એકપોર્ટ થાય, લાખો ડોલર્સ સદર પ્રોજેક્ટમાંથી કમાવાય  અને એક રૂપીયાના એંસી ડોલર્સ મલે માટે કેટલાક પાયાના ફેરફારો મુળ પ્રોજેક્ટમાં કરવામાં આવેલ છે.

() ફેરફારદરેક સી એમ સાહેબે મોટા સાહેબ કરતાં મોટી નદીઓમાં કિનારે થી ઓછામાં ઓછા ૫૦ મીટર દુર લગભગ નદીની વચ્ચે ડુબકીમારકાર્યક્રમનું આયોજન કરવાનું છે. ત્યાં જઇને પછી સાહેબે કર્યા મુજબ ડીટટો કે કોપી ડુબકીમારકાર્યક્રમ કરવાનો છે. જે નવા કરાર માં લખેલું છે. તે એસ ઓ પી (Standard Operating Procedure) છે.

() દીલ્હીવાલા સાહેબોએ ખરા અંતરથી કાર્યક્રમની શુભેચ્છાઓ પાઠવી છે.

 લેખ લખતાં લખતાં મળેલા સ્ટોપ પ્રેસ સમાચારદિ. ભાસ્કર ગૂરૂવાર તા. ૨૩ અને ૨૪ ના સમાચારો.

(1)  ઓમીક્રોનનો ખતરો છતાં ગુજરાત સરકાર સુશાસન સપ્તાહ અને નદી ઉત્સવ મનાવશે. તા. ૨૬થી ૩૧ ડીસેમ્બર સુધી આ ઉત્સવોની ઉજવણી થશે. સાબરમતી, નર્મદા અને તાપી કાંઠે મહાઆરતી થશે.

(2)  બ્રિટનમાં હાહાકાર. ૨૪ કલાકમાં એક લાખથી વધુ કેસો કોરોનાના અને ૧૨૦૦૦ ઓમીક્રોનના  કેસ નોંધાયાછે.

(3) ગુજરાત સરકાર ફરી ગાઇડ લાઇન પર. સમારંભો, ઉત્સવો, સમારોહ, સંમેલનો પર નિયંત્રણો લાવશે.  વાયબ્રન્ટ સમીટમાં ૪૦૦ની મર્યાદામાં લોકો હાજર રહી શકશે. દેશમાં ૩૦૦થી વધુ ઓમીક્રોના કેસો નંધાયા છે.

(4) ઓસ્ટે્લીયામાં એક જ દિવસમાં ૮૦૦૦ કેસ. તેની આરોગ્ય્ સંસ્થાએ જાન્યુઆરીથી રોજના એક લાખ કેસની આશંકા વ્યક્ત કરી છે.

(5) હૈ ગંગૈય! ગંગામાં, સાહેબના તાજેતરના બનારસીકાશીના કાર્યક્રમોમાં અંધશ્રધ્ધા હોય કે શ્રધ્ધા ( જો કે અમારા રેશનાલીસ્ટો માટે બે એક  જ છે. લેશ  માત્ર તફાવત નથી.) પણ ઓમેક્રોનના મરણતોલ પરિણામોથી દેશને અને ખાસ કરીને તમારા કિનારે કિનારે વસ્તી પ્રજાને બચાવજો! નહી તો અમારા ગુજરાતની પેલી માથા ફરેલ પારુલ ખક્ક્રર કવીયત્રી કવિતા લખી નાંખશે. ને પછી અમારા સાહેબના તંત્રે તેણીની સામે બબાલ કરવી પડશે.


--

Wednesday, December 22, 2021

અનૈતીક સંબંધો એટલે શું?

 અનૈતીક સંબંધો એટલે શું? આ સાથે ગુ. હાઇ કોર્ટે તાજેતરમાં ખાધાખોરાકી ના કેસમાં આપેલ ચુકાદાને આધારે. સર, તમે લિગલ બાજુને બદલે માનવીય દ્ર્ષટીકોણથી અનૈતીક સંબંધોના ખ્યાલ કે વિભાવનાને સમજાવો. હ્યુર્મેનીસ્ટ એકેડેમીના વિધ્યાર્થીએ પુછેલો પ્રશ્ન.

 દિ ભા. દૈનીકની તા. ૨૧૧૨૨૧. મહેસાણા આવૃતિના સમાચાર છે. સમચારનું મથાળુ ,

ફેમીલી કોર્ટે મંજુર કરેલા  છુટાછેડા સામે  પત્નીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.  પત્નીના અન્ય સાથે અનૈતીક સંબંધ હોય તો પણ તેણી ભરણપોષણ મેળવવા હકદાર છે ;  હાઇકોર્ટ.

જવાબમારા મત મુજબ તો પ્રથમ આપણે એ જાણવું રહ્યું કે  નામદાર ગુજરાત હાઇકોર્ટે અનૈતીક સંબંધો ' જેવો શબ્દ વાપર્યો છે કે કેમ? અથવા તો પછી દૈનીક પેપરના  અખબારી પ્રતીનિધિએ પોતે સમાચાર લખતા સમયે આ શબ્દ વાપર્યો છે? આપણે તે બાબતનું સત્ય શોધવા માટે નામદાર હાઇકોર્ટે  પોતાના અંગ્રેજી ચુકાદામાં અનૈતીક સંબંધોમાટે કયો શબ્દ અંગ્રેજીમાં પોતાના ચુકાદામાં વાપર્યો છે તે જાણવું પડે!

 તે બધાની પરોજણમાં પડયા વિના આપણા  સમાજના અનૈતીક સંબંધોઅંગે જે ખ્યાલો છે  તેમાં લગ્ન પહેલાના કે પછીના સંબંધોને તે અનૈતીક સંબંધો તરીકે જ જુએ છે.  હવે આપણે તે બે શબ્દોમાંથી એક શબ્દ અનૈતીક (Immoral) કોને કહેવાય તે સમજવાની કોશીષ કરીએ. સામાન્ય માણસને પુછીએ કે  ભાઇ! તું કોઇ વર્તનને અનૈતીક વર્તન કોને કહીશ!  સમાજે કે ધર્મે જેનો અસ્વીકાર કે વર્જ્ય ગણયુ હોય તે્ને અનૈતીક કહેવાય!  આ રિવાજ માનવજાતના બધા દેશો, બધી પ્રજાઓ માટે ફરજીયાત, સર્વસ્વીકૃત કે પછી ?

 નૈતીક્તા ધાર્મીક કે ધર્મનિરપેક્ષ ? Is morality religious or secular? માનવીના નૈતીક વ્યવહારો માનવ માનવ વચ્ચે હોય કે માનવી અને મૃત્યુ પછીના જીવન માટે? જો માનવની વ્યવહારો ખરેખર માનવ માનવ વચ્ચે હોય તો તે વ્યવહારોનો હેતુ શું હોવા હોઇએ? માનવીની તર્કવિવેકબુધ્ધી ( Rationality)  તેને બોધ આપે છે કે  હે! માનવ! જો તારે તારૂ અસ્તિત્વ ટકાવી રાખવું હશે, તેનો તારી બુધ્ધીશક્તી મુજબ વિકાસ કરવો હશે જે તે તારી જૈવીક જરૂરીયાત છે, દૈવી કે ઇશ્વરી જરૂરીયાત નથી, તો તારે એક બીજા સાથે સહકારથી , શાંતીથી કેવી રીતે જીવવું તે શીખવું પડશે. તારે પોતે જ  નક્કી કરવું પડેશે. " The man is moral because he is rational not because he is religious. બે પુખ્ત ઉંમરના વિજાતીય સ્રીપુરૂષો, સજાતીય કે સમલૈગીંક કોઇપણ જાતના લગ્નના બંધનો સિવાય એકબીજાની ઇચ્છાથી સાથે રહીને જીવન જીવે તેમાં અનૈતીક શું? થોડા સમય માટે કે કાયમ માટે આવા સંબંધોથી કોઇ કાયદાનું ઉલ્લઘન ન થતું હોય તો પછી તેમાં અનૈતીક શું?

 ૨૦મી સદીના મહાન તત્વગ્નાની બર્ટાન્ડ રસેલે પોતાની વિશ્વ વિખ્યાત પુસ્તક " Marriage & Morals" માં આ સંબંધો માટે અંગ્રેજીમાં બહુ જ વિચારપુર્વક શબ્દ શોધી કાઢયો છે " Extra marital relations" તેનો ગુજરાતી અર્થ થાય છે લગ્નોત્તર સંબંધો ", આ સંબંધોની સામાજીક જરૂરીયાત સમજાવતાં રસેલ લખ્યું છે કે  તે આપણા શહેરી અને ઔધ્યોગીક સમાજની દેન છે જેણે સ્રી ને ઘરની બહાર બૌધ્ધીક કુશળતા પ્રાપ્ત કરીને સ્વતંત્ર રીતે જીવન જીવવાનું શીખવાડી દીધું છે.

આ સંબંધોને અનૈતીક સંબંધો જાહેર કરવાનું ધર્મ અને તેના ઠેકેદારોને એટલા માટે અનિવાર્ય દેખાય છે  કારણકે તેમાં તેમની સત્તા અને અધિકૃતતાને સીધો પડકાર છે. સદીઓથી તેમની પાપપુન્યના ભય વિ.ને બતાવી જે પરોપજીવી જીવન ચાલતું હતું તેના અસ્તિત્વનો ભય પેદા થયો છે.

વિદેશમાં સ્થાયી થયેલા આપણા દેશી વડીલોને આપણે એટલું જ પુછી જુઓ કે તમારા પુખ્ત ઉંમરના     દિકરા કે દિકરી ને કોઇ દિવસ પુછવાની હિંમત કરી છે ખરી કે જેની સાથે લગ્ન સિવાય દિવસો નહી પણ વર્ષો સુધી સાથે જીવન જીવો છો તો ક્યારે તમારી " Ring Ceremony" રાખી (લગ્ન માટેની દરખાસ્ત) છે?  કદાચ એવું હશે ભાઇ! દેશમાં જે અનૈતીક છે તે વિદેશમાં જતા નૈતીક સંબંધ થઇ જતો હશે.  


--

Friday, December 17, 2021

વેકસીનના સંશોધન ક્ષેત્રે ઇગ્લેંડની લંડન યુની. ને સીરીમ ઇન્સ્ટીટયુટ પુનાવાલા કુટુંબનું ૫૦૦ કરોડ રૂપીયાનું દાન.

  વેકસીનના સંશોધન ક્ષેત્રે  ઇગ્લેંડની લંડન યુની. ને સીરીમ ઇન્સ્ટીટયુટ પુનાવાલા  કુટુંબનું ૫૦૦ કરોડ રૂપીયાનું દાન.

  લંડનમાંથી સમાચાર છે કે  પુનાવાલા ફેમીલીએ ૫૦ મીલીયન પાઉંડનું દાન લંડન યુની. ને વેક્સિનોલોજીનું નવું સંશોધન કેન્દ્ર બનાવવા માટે આપેલ છે. તેમાં ૩૦૦ રીસર્ચ વૈગ્નાનીકો  કામ કરી શકે તેટલું મોટું આ કેન્દ્ર્ હશે. આ સંશોધન કેન્દ્રનું નામ પુનાવાલા વેકસીન રીસર્ચ બીલ્ડીંગ રહેશે. શીતળાની રસી શોધનાર એડવર્ડ જેનર (1749-1823 )ની  યાદમાં બનાવેલ  જેનર ઇન્સ્ટીટયુટની વડી ઓફીસને પણ આ નવા બીલ્ડીંગમાં સમાવી લેવામાં આવશે ; જેમાં કોવીડ૧૯ની એસ્ટો્જેનેકા નામની વેકસીનને સંશોધિત કરીને વિકસાવવામાં આવી હતી. પુનાની સીરમ વેકસિન ઇન્સ્ટીટયુટે તે જ વેકસિનના ૧૦૦ કરોડ ડોઝ કોવીશીલ્ડના નામે બનાવીને આપણા દેશની પ્રજાને મોટી જાનહાનીમાંથી બચાવ્યા હતા.

 લંડન યુની. ના વાઇસ ચાન્સેલર પ્રો. એલ રીચાર્ડસન આનંદ વિભોર બનીને આ માતબર દાન સ્વીકાર્તાં જણાવ્યું હતું કે આ દાનની મદદથી અમે વેકસીનને ક્ષેત્રે ઘણું સંશોધન કરી શકીશું. પુનાવાલા ફેમીલી સાથે અમારી યુની. ને ઘણો જુનો સંબંધ છે. સને ૨૦૧૯માં સાયરસ પુનાવાલાને  લંડન યુની. એ વેકસીનના ક્ષેત્રે અદ્યતીય કામકરનાર તરીકે  માનદ્ ડીગ્રી એનાયત કરીને બહુમાન કરેલુ હતું.

સૌ (ટા ઇ ઓફ ઇંડીયા તા. ૧૭ ડીસે ૨૦૨૧.)


--

Wednesday, December 8, 2021

બીલાડીની આત્મકથા ભુલ સુધાર–

બીલાડીની આત્મકથા ભુલ સુધાર

(1) ભુલ સુધાર પાનુ . ચોપડીની કિંમત  નહી લખવાની. પ્રીન્ટર્સ ચંદ્રીકા પ્રિન્ટરી,  ૧૯, અજય ઇન્ડસ્ટીઅલ એસ્ટેટ, યુનીયન બેંકની બાજુમાં, દુ દેસાઇ, દુધેશ્વર, અમદાવાદ. ૩૮૦ ૦૦૪, માલિકરાકેશ,98253 36136. .   

(2) પાન નં ૯ પર ફક્ત મારો બી. શ્રોફ નો મો . નં 97246 88733. લખવાનો.

(3) પા નં ૧૨ છે છેલ્લી લીટી  કાઢી નાંખવાનુંજુવાન જુવતીઓ. લખવાનું યુવાન યુવતીઓ.

(4)  પા. ૧૩.મહેન્દ્ર ચોટલીયાનો ફોટૌ તમે લીધેલો બરાબર છે.  તે જ ફોટો ચોટલીયાએ મને મોકલ્યો છે. ચોટલીયાનો મો. નં બદલાયો છે. નવો નંબર 70690 68921

(5) પાનું૧૭ જયંતિ પટેલની વિગત.  સરનામું ૧૦, કાદ્મબરી સોસાયટી, સુરેન્દ્ર મંગળદાસ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૧૫. મો. નં 94294 28822.

(6)  પાનું ૨૪ બીજો ફકરો ચોથી લીટી. પોતાના ને બદલે પિતા ના શબ્દ જોઇએ.

(7)  પાનુ.૨૯ પરેરા ત્રણ લીટી ચારખોટો શબ્દ નષેધ, ખરો શબ્દ નિષેધ.

(8) પાનું. ૩૭ છેલ્લો ફકરો છેલ્લી લીટી, એક શબ્દ છુટો છે જ   થ્થો જથ્થો જોઇએ.

(9) પાનુ.૩૯ પહેલો ફકરો ચોથી લીટી ફેંકી દે છે. ખરો શબ્દ ફુંકી દે છે.

(10)  પાનું ૪૯ નીચેના ફકરાની નીચેથી ઉપર તરફ ત્રીજી લીટી ખોટો શબ્દ અમ ખરો શબ્દ અમો જોઇએ.

બુકમા પ્રકાશન નિમીત્તે  પ્રકાશક બીપીન શ્રોફના બે બોલ.

અમારા જેવા રોયવાદી માટે  ' બીલાડીની આત્મકથા' પુસ્તકનો ઇબુક તરીકે નવો આધુનીક જન્મ એક ક્રાંતિકારી રોમાંચ પેદા કરે છે. કારણ કે  સદર પુસ્તકની તમામ હાર્ડકોપી અથવા પ્રકાશિત નકલો અલભ્ય બની ગઇ હતી. નવા પ્રકાશન અને પછી તેના વિતરણના પ્રશ્નોની માયાજાળમાંથી બહાર નીકળવું લગભગ  અશક્ય હતું.  એવે સમયે ' મણી મારુ પ્રકાશન' ના અમારા સાથી ગોવિંદભાઇ મારુ, જે ઇબુકના ક્ષેત્રમાં અમારા માટે મીત્ર, માર્ગદર્શક, અને એક સારથી છે, તેઓએે અમારો હાથ પકડયો.  મહાન ક્રાંતિકારી એમ.એન.રોયના વિચારોને આ પુસ્તક દ્રારા ગુજરાતીમાં મુકીને વિધ્યાનગર યુની. આણંદના પ્રો, મહેન્દ્ર્ભાઈ ચોટલીયાએ એક માનવવાદી વિચારસરણીને લોકભોગ્ય અને હળવાશની ભાષામાં મુકી હતી. તેની ઇબુક બનાવીને  ગોવિંદભાઇ મારુએ તેને સાત સમંદરની સીમાઓની  આજુબાજુ વસતા ગુજરાતીઓને  હવે પેલા ' બીલાડીના મ્યાંઉ' ને વૈશ્વીક બનાવી દીધું. બીજું આ ઈ બુકના જીવનને ગોવિંદભાઇએ સમયાતીત અને અમર બનાવી દીધું છે. યાદ રાખજો! દોસ્તો, ગોવિંદભાઇએ ફક્ત ઇબુકને અમરત્વ આપ્યું નથી પણ ખરેખરતો બીલાડીના મુખેથી એમ. એન. રોયે  જે વિચારો આધારીત  વિદ્રોહ માટેની ભુમી તૈયાર કરી આપી છે તે કાબીલેદાદ છે.  તે વિદ્રોહની ભુમીમાં બીલાડીના મુખેથી અવિરત વહેતા જ્વાળામુખી સાથે વિસ્ફોટક બનીને વિચારોને ખુલ્લા મને માણવાની  તક આપણા સૌના દોસ્ત ગોવિંદભાઇએ પુરી પાડી છે. સાથી ગોવિંદભાઇ, સાચા અર્થમાં તમે માનવવાદી અને રેશનલ વિચારોના રથને હાંકનારા સારથી જ બન્યા છે. હું તમારો ખુબજ ઉપકારવશ છું.

તા.૧૨૨૧. મહેમદાવાદ.


--

Saturday, December 4, 2021

શું નાસ્તીકતા અને રેશનાલીઝમના ખ્યાલો ( Concept) એક જ છે કે ભિન્ન?

શું નાસ્તીકતા અને રેશનાલીઝમના ખ્યાલો ( Concept) એક જ છે કે ભિન્ન?

નાસ્તિકતા કે નિરઇશ્વરવાદનો સાદો સીધો અર્થ છે ઇશ્વરના અસ્તિત્વનો ઇન્કાર.

ગ્રીક તત્વગ્નાની એપિક્યુરસ પ્રથમ હતો જેણે ઇશ્વરના અસ્તીત્વ અંગે શંકા કરી હતી. એપિક્યુરસે ઇશ્વરના અસ્તીત્વ અંગે પ્રશ્નોની હારમાળા ઉભી કરી દીધી હતી. શું ઇશ્વર ખરેખર માનવીના દુષટ અથવા ખરાબ વર્તનોને અટકાવવામાં રસ ધરાવે છે ખરો? તે ખરેખર તે અટકાવવામાં શક્તિશાળી છે ખરો? તે અસહાય,અશક્ત કે નામર્દ છે. (Then he is impotent.) વિશ્વના માનવીઓના ખરાબ વર્તનો રોકવામાં જો ઇશ્વર અશક્તિશાળી હોય અને તે દુર કરવાની લેશ માત્ર ઇચ્છા ધરાવતો ન હોય તો તેને સર્વશક્તિશાળી કહેવાની જરૂર શા માટે છે? ( Then why call him God?) Epicurus. માટે પૃથ્વી પરના તમામ બાળકો ફક્ત ને ફક્ત નાસ્તિક તરીકે જ જન્મે છે. તેમના માબાપો નવજાત શિશુ પર પોતાનો ધર્મ થોપી દે છે.

રેશનાલીઝમ અથવા તર્કવિવેકશક્તિ એ માનવીય જૈવીક સંઘર્ષમાંથી વિકસેલું એક માનવ મુલ્ય છે. જે માનવીને દુન્યવી સત્ય શોધવામાં મદદ કરે છે. તે માનવીને ઇશ્વરની કોઇપણ પ્રકારની મદદ્વ સિવાય કેવી રીતે એકબીજાના માનવીય સહકારથી સ્વ અને અન્યનું જીવન ટકાવી શકાય, વિકસાવી શકાય અને સમૃધ્ધ બનાવી શકાય, તે માટેનો માર્ગ બતાવે છે.

 બીજુ, રેશનાલીઝમ માનવીને એ શીખવે છે. તમામ પ્રકારનું માનવ જીવન એ માનવીય પ્રયત્નોનું સર્જન છે. તેથી તે જીવનને બદલી શકાય છે. કોઇપણ જીવન પધ્ધતી જો અમાનવીય હોય, શોષણખોર હોય, માનવ પ્રગતીને રૂંધનારી હોય તો તેને ચોક્ક્સ માનવીય સહકારભર્યા પ્રયત્નોથી બદલી શકાય છે. કારણકે વિશ્વભરના તમામ ધર્મોથી માંડીને દુન્યવી વ્યવહારોનો સર્જન કરતા કાળામાથાનો માનવી છે. માનવ સંસ્કૃતીમાં આવતા તમામ પરિવર્તનો માનવીય પ્રયત્નોનું જ પરિણામ હોય છે. તેમાં પેલા શક્તીમાન નહી પણ અશક્તીમાનનો કોઇ ફાળો હોતો નથી. રેશનાલીઝમ   માનવીય પરિવર્તનનો એજંટ છે. જેનું ક્રાંતિકારી કામ પૃથ્વી પરના ઇશ્વરી એજેંટોને  તેમના ઇશ્વરની માફક જ નામર્દ બનાવવાનું છે. આશરે ૨૫૦૦વર્ષ પહેલાં આ કામ ગ્રીક તત્વગ્નાની એપિક્યુરસે શરૂ કરેલું હતું તે કામ હજુ પુરૂ થવાનું બાકી છે.  


--

સમાચારો બોલે છે.

 સમાચારો બોલે છે!

()  ધર્માંધતા શિખરે અને વૈગ્નાનીક અભિગમ તળેટીમાં. પાકીસ્તાનના સમાચાર.

() વૈગ્નાનીક અભિગમ શિખરે અને અંધશ્રધ્ધા તળેટીમાં. અમુલ ડેરીના ચેરમેન રામસીંહ પરમારે રજુ કરેલા સમાચારોનો આધારે નિષકર્ષ.,ખેડાજીલ્લો.

કાર્લ માર્કસનું સદાબહાર તારણજે દિવસે વિશ્વમાંથી ખ્રીસ્તી ધર્મનો નાશ થશે(તમામ ધર્મોનો) ત્યારે મુડીવાદી શોષણખોર વ્યવસ્થાનો પણ નાશ થશે.

પણ પહેલી મરઘી કે ઇડું.!

 સમાચારો ક્મશ;પાકીસ્તાન; ઇશનિંદાના એટલે કે ધર્મ કે તેના પયગંબરની નિંદાના (Blasphemmm)આરોપમાં શ્રીલંકન મેનેજરને જીવતો સળગાવી દીધો. સિયાલકોટ, ઇસ્લામાબાદ.         સિયાલકોટમાં આવેલી એક ફેકટરીના એક્ષપોર્ટ મેનેજરને તે જ ફેકટરીમાં કામ કરતા શ્રમિકોઓએ હુમલો કરીને મારી નાંખી ત્યારબાદ તેના શબને સળગાવી દીધું હતું. મેનજરનો ગુનો શું હતો? " સ્થાનિક       પોલીસ અધિકારી મુજબ એક પોસ્ટર જે મહંમદ પયગંબર સાહેબનું હતું તેના પર આ અધિકારીએ સહી કરી હતી." બાવન માણસોની ધરપકડ કરવામાં આવી છે. ધાર્મીક બાબતોના વિશેષ પ્રવક્તા મહેમુદ અશરફીએ જણાવ્યું છે કે આ દુ:ખદ ઘટના છે. પોલીસ તંત્રને ફરીયાદ કરવાની જરૂર હતી. કાયદો હાથમાં લેવાય નહી. આ રીતે કાયદો હાથમાં લેવાથી ઇસ્લામની છબી ખરડાય છે. ( સો. દી. ભાસ્કર તા૧૨૨૧. પાનું ૧૪,

() અમુલના સમાચારખેડા જીલ્લાના દુધ ઉત્પાદકો અને દેશ અને દુનીયાના બધા દુધઉત્પાદકોનો કાયમી પ્રશ્ન હતો. ભેંસ કે ગાય વિયાય પછી જ દુધ આપવાનું શરૂ કરે છે. હવે દુધાળા પ્રાણીઓ જો ખાસ કરીને ભેંસ જો પાડાને જન્મ આપે અને ગાય જો વાછરડાને જન્મ આપે તો દુધ ઉત્પાદકો માટે તે બંને બિનઉત્પાદક છે. અને તેમને મોટા કરવા તે પેલા દુધ ઉત્પાદકોની આવકમાં સતત ખોટના ધંધા છે. અમુલે પોતાના ઓડ મુકામે શરૂ કરેલ સીમેન બેંક કે વિર્ય બેંકમા એવું સંશોધન કરી કૃત્રીમ ગર્ભધાન કરીને  ભેંસને પાડી અને ગાયને વાછરડી જ ગર્ભધાન પછી આવે! સદર પ્રોજેકટના સંચાલક ડૉ. ગોપાલ શુક્લા સંચાલીત ડેટા બેંક ને આધારે જણાવે છે કે આ પ્રયોગમાં ૯૫ % સફળતા મળેલ છે. ડેરીના ચેરમેન રામસીંહ પરમારે આ પ્રોજેક્ટ સફળ થાય માટે અંગત રસ લીધો છે. " ખેડા જીલ્લાની દુધઉત્પાદક બહેનો જે અત્યાર સુધી  પોતાની ગાય કે ભેંસને વાછરડી કે પાડી અવે તે માટે બાધા, આખડી અને દોરા ધાગા ગામના ભુવા જાગરિયા પાસે કરાવતી હતી તે બંધ કરી દીધા છે." અમુલના આ ગર્ભધાનના ડોઝની પડતર કિંમત ૯૦૦ રૂપિયા છે પણ પોતાના સભાસદને ફકત ૫૦ રૂપીયામાં આપે છે.  અત્યાર સુધીમાં કુલ ૩૦૦૦૦ સભાસદોએ આ પ્રોજેક્ટનો લાભ લીધો છે. હાલ વાછરડા અને પાડાનું પ્રમાણ ગામડામાં ૬૦% થી વધારે છે.  આ રીતે પણ લોકોમાં વૈગ્નાનીક અભીગમ વિકસાવીને અંધશ્રધ્ધાઓ દુર કરી શકાય છે. ( સૌ. દી. ભા. આજની ખેડા જીલ્લા આવૃત્તી પાનું ૪.)

 ખાસ નોંધબંને સમાચારોને સ્વતંત્ર રીતે વાંચી,સમજીને મુલ્યાંકન કરવું!


--