Monday, February 27, 2023

માનવવાદ એક એવી તત્વજ્ઞાનની તરાહ છે– ભાગ–૨.

 

                     માનવવાદ એક એવી તત્વજ્ઞાનની તરાહ છે– ભાગ–૨.

અમારા પ્રથમ લેખમાં એ સાબિત કરવાની કોશીષ કરવામાં આવી હતી કે  'માનવવાદ'ની વીચારસરણી વૈજ્ઞાનીક છે.પુરાવા આધારીત છે. જેના પુરાવા સાબિત થઇ શકે તેમ છે. તપાસી શકાય છે. ઇન્દ્ર્યજન્ય છે.માટે તે ભૌતિકવાદી(Materialism)છે.પણ આધ્યાત્મવાદી નથી. તેથી તે ઇશ્વરપ્રેરીત બિલકુલ નથી.તે કોઇ પરલોકવાદી વીધ્યા બિલકુલ નથી.

(1)    માનવવાદ એક ભૌતીકવાદી તત્વજ્ઞાન હોવાથી તેમાં આત્મા અને શરીર જેવા દ્વંદને અસ્વીકાર્ય ગણવામાં આવે છે. શરીરમાં કોઇ આત્મા જેવા અશરીરી એકમના અસ્તીત્વ તે નકારે છે.આત્માના અસ્તિત્વને વૈજ્ઞાનીક પુરાવાનો કોઇ આધાર કે સાબિતી નથી. માનવ મગજ એ માનવ શરીરનો એક બીજા શરીરના અંગો જેવા કે હ્રદય, ફેફસાં,મુત્રપીંડ, આંખ. પાચનતંત્ર જેવો અનિવાર્ય ભાગ છે. માનવ મગજ શરીરના અસ્તિત્વ સાથે સંકળાયેલુ છે. શરીર મૃત્યુ પામતાં તમામ અન્ય અંગોની માફક તે પણ કામ કરતું બંધ થઇ જાય છે. માનવ મન(Human Mind) તે માનવ મગજની પેદાશ છે. જે અગાઉ જણાવ્યા પ્રમાણે શરીરના અન્યભાગોની માફક તે પણ શરીરનો એક ભાગ છે.આમ માનવવાદી વિચારસરણીમાં શરીર અને આત્માના દ્વંદનો સંપુર્ણ અસ્વિકાર કરવામાં આવે છે. માનવવાદી વિચારસરણીએ જૈવીક ઉત્ક્રાંતીની વાસ્તવિકતા પર આધારીત હોવાથી તેની સાંકળમાં કોઇ જગ્યાએ કે સ્થાનમાં આત્માની ઘુસણખોરી કે પ્રવેશની સાબિતી નથી.

(2)    માનવ શરીર અન્ય પ્રાણીઓના શરીરની માફક ફલીનીકરણ પામેલ એક કોષમાંથી(A single fertilized cell) વિકાસ પામે છે. એક કોષમાંથી અનેક કોષો નવા સતત બનતા જાય છે. પણ આત્મા જેવો કોઇ કોષ અસ્તિત્વ ધરાવતો નથી. જે કાયમી જે તે નિશ્ચિત સ્વરૂપમાં, વધ્યાઘટયા સિવાય શરીરમાં જીવતો રહેતો હોય!. માનવ મગજમાં જે અસંખ્ય કોષો અસ્તિત્વ ધરાવે છે તેની યાદશક્તિ ( Memory) બનેલી છે.માનવ મગજ માનવ શરીર સાથે જ નાશ પામે છે.પછી  તેમાં કોઇ સભાનતા કે ચેતના બાકી રહેતી નથી.(The mind dies with the body & no consciousness can be left behind.)

(3)    આત્માના સ્વતંત્ર અસ્તીત્વનો ખ્યાલ કેમ હજુ આટલી બધી વૈજ્ઞાનીક સાબિતીઓ પછી પણ ચાલુ રહે છે? માનવવાદી અભિગમ મુજબ આપણે એ સ્વીકારવા તૈયાર નથી કે માનવ વ્યક્તીત્વ માનવ મૃત્યુ સાથે જ ભુંસાઇ જાય છે!. આમ તો આત્માનું અસ્તિત્વ શરીરમાં હોય કે નહી તે માનવવાદી માટે બિલકુલ મહત્વનો મુદ્દો નથી.

(4)    પણ તકલીફ એ છે ' ચોર( એટલે આત્મા) સિપાઇ( એટલે બિચારું શરીર) ને દંડે છે'. આત્માના ઉધ્ધાર માટે, તેના કલ્યાણ માટે બ્રહ્મચર્ય પાળો, ઉપવાસ કરો, શરીર પર માનવ બુધ્ધીથી વિચારવામાં એટલા દમન શરીર પર કરો. તે બધા ત્યાગ, દમન અને ઉપવાસ કરનારાને પુજનીય ગણીને વાજતેગાજતે તેમનું સ્વાગત કરો! આખરે એવો દંભી સમાજ, ધર્મ અને વ્યવસ્થાઓ ઉભી કરો જે આત્મા–પરમાત્માની માયાજાળમાં લોકોને કાયમી ડુબાડી રાખે. ખરેખર દરેક માનવીને સમતોલ જીંદગી જીવવી છે. તેને આત્માની મુક્તિ– મોક્ષ માટે શરીરને જીવનભર ડગલે ને પગલે શીક્ષા આપવાની જરૂર બિલકુલ નથી.

(5)    ઇશ્વર અને ધર્મમાં માનવી કેમ વિશ્વાસ રાખે છે? જીવનની અચોક્કસતાઓને કારણે માનવીને ઇશ્વર નામના તરણાનો હાથ પકડવાથી બચી જવાશે તેવો ભ્રામક ખ્યાલ વિકસેલો છે. માનવકેન્દ્રી સમાજવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા જો માનવીને જન્મથી માંડીને કબર સુધીની તમામ ભૌતીક સલામતી પુરી પાડે તો પછી આપોઆપ બિલાડીના ટોપની માફક ઠેર ઠેર નીકળી પડેલી ઇશ્વર અને ધર્મની દુકાનોને તાળાં વાગી જશે.પશ્ચીમના દેશોમાં બિનઉપયોગી થઇ ગયેલા ખ્રીસ્તી ધર્મસ્થાનો, ચર્ચો, દેવળો વિ. ને ખરીદનારી પ્રજા હિંદુઓ ને મુસ્લીમો છે!. વધુ ભાગ–૩માં ' માનવવાદી વિચારસરણી કેવી રીતે ભૌતીકવાદી છે તે સમજાવશે!.

 


--

Sunday, February 26, 2023

માનવવાદ એક એવી તત્વજ્ઞાનની તરાહ છે, કે જે વૈજ્ઞાનીક સત્ય પર આધારીત છે.ભાગ–૧.

 

 

માનવવાદ એક એવી તત્વજ્ઞાનની તરાહ છે, કે જે વૈજ્ઞાનીક સત્ય પર આધારીત છે.ભાગ–૧.

     વૈજ્ઞાનીક સત્ય હંમેશાં સંબંધિત(Relative truth not absolute truth)હોય છે. તે સત્ય કાયમી, એકપક્ષી કે કોઇ અધિકૃત સત્તા, વ્યક્તિ કે ગ્રંથ વિ પર ક્યારે અવલંબિત હોતું નથી. નવી માહિતી અને સંશોધનોથી વૈજ્ઞાનીક સત્યમાં કાયમી વધારો ઘટાડો થયા જ કરે છે. જો તત્વજ્ઞાનની વિચારસરણીમાંથી વૈજ્ઞાનીક અભીગમની બાદબાકી કરી નાંખવામાં આવે તો તે તત્વજ્ઞાન ફક્ત ધર્મ બની જાય છે. માટે તે સત્ય પછી બંધિયાર, અસહિષ્ણુ અને અપરિવર્તનશીલ બની જાય છે. ધાર્મિક સત્ય હંમેશાં એકહથ્થુસત્તાનું પોષક વ્યક્તિકેન્દ્રી હોય છે. જ્યારે વૈજ્ઞાનીક સત્ય હંમેશાં જ્ઞાન આધારીત, વાસ્તવિક અને વ્યક્તિગત અભિપ્રાયથી મુક્ત હોય છે.વૈજ્ઞાનીક સત્યની કાયમી સંશોધન વૃત્તીથી માનવીએ કુદરતી પરિબળો સામેના સંઘર્ષમાં સતત વિજય મેળવીને અન્ય સજીવોની સરખામણીમાં પોતાની જીંદગી ભૌતીક રીતે સુખી અને સમૃધ્ધ બનાવી છે.

માનવી પૃથ્વી પરના તમામ સજીવોના સંઘર્ષોમાં છેલ્લો આવેલો કે ઉતક્રાંત થયેલો સજીવ છે. પરંતુ એક સજીવ તરીકે માનવીનું નાભી–નાડ જોડાણ એકકોષી જીવ અમીબાથી શરૂ થયેલું છે. જે માનવીના સહોદર ગોરીલા, ચીમ્પાનઝી, ઉરાંગઉટાંગથી માંડીને 'હોમોસેપીયન્સ' સુધીના બહુકોષી જીવો સુધીના તેના તમામ જૈવીક જોડાણોની સાંકળ અતુટ અને કડીબધ્ધ ભૌતીક પુરાવા આધારીત અકબંધ છે. માનવવાદી (વૈજ્ઞાનીક)વિચારસરણીનું પ્રથમ તારણ છે કે માનવી સજીવ ઉત્ક્રાંતીની  પરિણામ છે. બાયબલ, કુરાન કે ગીતા સર્જીત કોઇપણ ધર્મપુસ્તકો અને તેના સર્જકો આધારીત ઇશ્વરી સર્જનનું પરિણામ નથી. પોતાના પુરોગામી સજીવ જીવોના સંઘર્ષોમાંથી વારસાગત રીતે જે આનુવંશિક લક્ષણો પોતાની જીજીવિષા ટકાવી રાખવા પ્રાપ્ત થયેલા છે;(દા.ત આંખ. નાક, કાન, ચામડી, જીભ વિ.) તે બધાની મદદથી પોતાનું ભૌતીક અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળતા મેળવી છે.

માનવવાદને સમજવા સૌ પ્રથમ ખુબજ ટુંકમાં માનવીના પૃથ્વીપરના આગમન પહેલાંનો ભૌતીક ઇતીહાસ સમજી લઇએ.

(1)     બીગબેંગ મહાવિસ્ફોટને કારણે સુર્યમાંથી અન્યગ્રહોની માફક છુટા પડેલા ગ્રહોમાં પૃથ્વીનો એક ગ્રહ તરીકે જન્મ આશરે પાંચ અબજ વર્ષ જુનો છે. પૃથ્વી પર મળેલ અશ્મીઓને આધારે એવા પુરાવા મલ્યા છે કે પ્રથમ એક કોષી સજીવની ઉત્પત્તી એક અબજ વર્ષની આસપાસ થયેલી હતી. બીજા અર્થમાં એમ તારણ કઢાય કે પૃથ્વીના જન્મ પછી એક કોષી સજીવને જન્મ પામતાં પૃથ્વી પર ચાર અબજ વર્ષ નીકળી ગયા હતા.

(2)     આજના પૃથ્વી પરના વાતાવરણ કરતાં તે સમયનું વાતવારણ બીલકુલ જુદુ જ હતું. તે સમયગાળામાં પૃથ્વી પરના વાતવરણમાં પ્રાણવાયુ(ઓકસીજન)જ ન હતો. પૃથ્વીપરનું વાતાવરણ અને સમુદ્રનું વાતાવરણ આજના પ્રમાણમાં ઘણું ગરમ હતું. તે વાતાવરણ હાઇડ્રોજન, મીથેલ અને અમોનીયાના વાયુઓનું બનેલું હતું. પૃથ્વી પર સુર્યના અલ્ટ્રાવાયેલેટ કીરણો સીધા પડતા હતા. આજે જે ઓઝોન(O3)નું પૃથ્વી પર વીસ માઇલનું જે પડ છે તે સમય ન હતું. તે સમયે પૃથ્વી પર વનસ્પતીનો જન્મ જ થઇ શકે તેવું વાતાવરણ જ શક્ય નહતું. વૈજ્ઞાનીકોના મતે તે વાતાવરણમાં એકકોષી જીવોના પુરોગામી જેવા જટિલ કાર્બન પરમાણુ અસ્તીત્વમાં આવ્યા હતા. હાઇડ્રોજન, મિથેલ ને એમોનીયાના વાયુઓ  જે બધા નિર્જીવ (Non- Organic elements))સંયોજનો હતા તેમાંથી જટિલ કાર્બન પરમાણુઓ બન્યા હતા. આજે તેવાજ નિર્જીવ વાયુઓ એકત્ર કરીને પ્રયોગશાળામાં જટિલ કાર્બનપરમાણુઓ બનાવવામાં વૈજ્ઞાનીકો સફળ થયા છે.

(3)    સદર જટિલ કાર્બન પરમાણુઓ એક કોષી જીવોના લક્ષણો ધરાવતા હોવાથી સ્વપ્રજોપ્તિ (Autocatalysis) ઉત્પ્રેરણ સહાયક્રીયા કરી શકતા હતા. જેમાંથી પ્રથમ સજીવ જીવ જન્મ પામ્યો હતો. પણ નિર્જીવમાંથી સજીવ બનવાની ક્રીયા પૃથ્વી અને સુર્ય વચ્ચે નડતરરૂપ કે મદદરૂપ(!) વિકાસ પામેલા ઓઝોનના વીસ માઇલ પડને કારણે અલ્ટ્રાવાયેલેટ કીરણો પૃથ્વી પર આવતા કાયમ માટે બંધ થઇ ગયા. પણ સદર વાતાવરણે નાના વનસ્પતીના છોડ અસ્તીત્વમાં આવ્યા જેણે પોતાની શ્વાસોચ્શ્વાસમાં પ્રાણવાયુ બહાર કાઢયો જેનાથી લાંબેગાળે ૨૦ માઇલનું લાંબુ પહોળું ઓઝોનનું પડ બન્યુ હતું. ક્રમશ તેમાંથી શ્વાસોચ્શ્વાસ આધારીત સજીવો ઉત્ક્રાંત થયા હતા.

(4)    ડાર્વીનનો ઉત્ક્રાંતીવાદ–નિર્જીવમાંથી સજીવ કેવી રીતે પેદા થયો તે હકીકત સમજ્યા પછી ચાર્લસ ડાર્વીને સને ૧૮૫૯માં પોતાના પુસ્તક 'ઓરીજન ઓફ સ્પીસીસ એન્ડ પ્રીન્સપલ ઓફ નેચરલ સીલીકેશન' પુસ્તકમાં દરેક સજીવ જાતિ–પ્રજાતિમાં કેવા ફેરફારો થયા તે કુદરતી પસંદગીના સિધ્ધાંતને આધારે પુરેપુરા ભૌતીક પુરાવા સાથે સમજાવ્યુ છે.દરેક સજીવો પોતાના જીવ ટકાવવા કે જીજીવિષા ટકાવવાના સંઘર્ષમાં( Struggle for existence & survival of the fittest) રોકાયેલા છે તે સમજાવ્યુ છે. સદર સંઘર્ષમાં દરેક સજીવે કુદરતી ભૌતીક વાતવરણને અનુકુળ કેવી રીતે પોતાના શરીરમાં ફેરફાર કરવા પડે છે અથવા વાતાવરણને અનુકુળ થવું પડે છે તે સમજાવ્યું છે.

(5)    ડાર્વીનના સમકાલીન જીવશાસ્રી ગ્રેગા મેન્ડલે ડાર્વીનની ખુટતી કડી  દરેક સજીવ વારસાગત રીતે પોતાના મા–બાપોના આનુવંશીક લક્ષણો ને રંગસુત્રો દરપેઢી દીઠ કેવી રીતે ફેરફારો સાથે(Mutations &Adaptions) આગળ લઇ જાય છે તે સમજાવ્યું છે. ડાર્વીનનું તારણ હતું કે તમામ ઇન્દ્ર્યજન્ય અંગો જેવાકે આંખ, નાક, કાન વિ. ઉપરાંત તે બધાના સંદેશાઓનું પૃથ્થકરણ કરતી, સજીવના મગજમાં વિકસતી વિચાર શક્તિની ક્રીયા વિ. કુદરતી પસંદગીના સિધ્ધાંત તેમજ પેઢી દર પેઢી સજીવોમા થતા ફેરફારોનું જ પરિણામ છે. ભુખ અને પ્રજોપ્તિ માટેની જાતિય ઇચ્છા દરેક સજીવની જીજીવીષા ટકાવી રાખવાની પ્રબળ ઇચ્છાઓનું પરિણામ છે.

(6)    સને ૧૮૭૧માં ડાર્વીને બીજુ પુસ્તક બહાર પાડયું હતું. તેનું નામ છે 'ધી ડીસેન્ટ ઓફ મેન'. સદર પુસ્તકમાં ડાર્વીને માનવની ઉત્પત્તી અન્ય સજીવોની માફક જ પણ વધારે વિકસીત સજીવો કોષોમાંથી ઉત્પન્ન કેવી રીતે  થઇ તે વિગતે સમજાવ્યું છે. ડાર્વીને મનુષ્યના ગર્ભની પ્રાથમીક અવસ્થામાં કેટલી બધી સામ્યતા અન્ય પ્રાણીઓ જેવાકે કુતરૂ, સસલુ, વિ ના ગર્ભઓ સાથે છે તેના પુરાવા આપ્યા છે. જેનો ફોટો અત્રે નીચે આપેલ છે. આમ માનવી કેવી રીતે અન્ય સસ્તન પ્રાણીઓમાંનોજ એક પૂર્વગામી( A common Progenitor) સહોદર છે તે ડાર્વીને પુરાવા સાથે સાબિત કર્યું છે. ડાર્વીને માનવીનું સર્જન ઇશ્વરી નથી એવું આઘાતજનક બીજું તારણ કાઢયું છે. તમામ વનસ્પતીમાંનું હરીત દ્રવ્ય( Green Chlorophyll of plants)અને માનવીના શરીરનું લાલ લોહીના રૂધિરકોષો( Red hemoglobin of human blood) બંને રાસાયણિક પિતરાઇ(Chemical cousins) છે.બંનેના કાર્યો સજીવ તરીકે એક જ છે.

(7)    અંતમાં ડાર્વીને સાબિત કરી દીધું કે કાળા માથાનો માનવી, દરેક સજીવોની માફક જ કુદરતનો એક ભાગ જ છે.( The man is the part of Nature nothing more & nothing less.) પરંતુ ડાર્વીને એ પણ તારણ કાઢયું છે કે માનવી અન્ય નજીકના કે દુરના સજીવોની સરખામણીમાં ભાષા અને માનવ મગજના વિકાસમાં વધુ વિકસેલો હોવાથી તેણે  કુદરતી પરિબળોની અસરોનો જે અન્ય સજીવો આંધળા ભોગ બને છે તેમાંથી કેવી રીતે મુક્તિ મેળવી છે તે પણ સમજાયું છે. હવે માનવ ઉત્ક્રાંતિ જૈવીક નથી રહી. પણ સામાજીક, સાંસ્કૃતીક અને માનસીક છે. આ હકીકતે આપણે માનવ સ્વભાવ એક કુદરતનો ભાગ છે તેને આધારે માનવ પ્રશ્નો ઉકેલવાના સાધનો શોધવાના છે. વધુ આવતા અંકે ભાગ–૨માં.


--

Sunday, February 12, 2023

‘ પીએમ કેર ફંડ‘ કોના હિતમાં?( In whose interest PMCARE FUND WAS CREATED?)


' પીએમ કેર ફંડ' કોના હિતમાં?( In whose interest PMCARE FUND WAS CREATED?)

વડાપ્રધાન મોદીજી તરફથી ૨૭મી માર્ચ ૨૦૨૦ના રોજ  કોવીડ–૧૯ જે દેશ વ્યાપીજ નહી પણ વિશ્વવ્યાપી મહામારી હતી, તેની સામે પ્રતિકાર કરવા જરૂરી સાધન તાત્કાલીક ઉભી કરવા સદર એક ટ્રસ્ટની રચના કરવી પડી હતી. તેઓની પાસે સને ૧૯૪૮માં સ્થપાયેલ 'પ્રાઇમ મીનીસ્ટર રીલીફ ફંડંઅને સને ૨૦૦૫માં સ્થપાયેલ ' નેશનલ ડીઝાસ્ટર રિસપોન્સ ફંડ વર્ષોથી કાર્યરત હતાં. દેશના નાગરિક તરીકે આપણને રસ છે કે' પીએમ કેર ફંડ' માં નાણાં કેવી રીતે ભેગા કરવામાં આવ્યા ને વાપરવામાં આવે છે. આપ સૌની માહિતી માટે 'નેશનલ ડીઝાસ્ટર રીસપોન્સ ફંડ'માં નાણાં નાગરીકો પાસેથી સીધા એકત્ર કરવામાં આવતા ન હતા. જો કે તે નાણાંનો ઉપયોગ તો પેલા બે નાણાં ફંડોથી જુદો ન હતો.

(1)  એક ' પીએમ કેર ફંડ' દેશના વડાપ્રધાનના હોદ્દાના નામે છે.રાષ્ટ્રના પ્રતિકમાં તેનો ઉપયોગ છે. પણ તેને ભારત સરકારના કોઇપણ નિયમો બંધન કરતા નથી. તે એક ખાનગી ટ્રસ્ટ છે. તેના નાણાંનો ઉપયોગ તેના ટ્રસ્ટીઓ જેમાં વડાપ્રધાન સહિત અન્ય ટ્રસ્ટીઓની મનસુફી(the discretion)કે વિવેકબુધ્ધી પર સંપુર્ણ આધારીત છે.કાયદા મુજબ સદર ટ્રસ્ટ ભલે આમ દેખાય કે તે જાહેર હિતાર્થે માટે રચવામાં આવ્યું છે. પણ તેની લેવડ –દેવડના હિસાબો સામાન્ય નાગરીક તો નહી જ પણ ભારત સરકારનું ઓડીટર અને કંટ્રોલરના કાર્યક્ષેત્રની પર છે (It is not subject to audits by India's Comptroller and Auditor General. The complete documentation for the Fund's establishment has not been made public.) વડાપ્રધાન મોદીજી હોદ્દાની રૂએ તેના ચેરમેન છે અને અગત્યના ટ્રસ્ટીઓમાં ગૃહમંત્રી, અમિતશાહ,સંરક્ષણમંત્રી રાજનાથસીંગ, નાણામંત્રી નિર્મલા સિતારામન અને જાહેર વ્યક્તીઓમાં શ્રી રતન ટાટા અને સુધામુર્તી છે.

(2)  ' પીએમ કેર ફંડ' કુલ કેટલા નાણાં ભેગા કરવામાં આવ્યા છે અને કોણે કોણે તેમાં કેટલા નાણાં દાનમાં આપ્યા તે પણ નાગરીક તરીકે ' રાઇટ ટુ ઇનફર્મેશન' ની અરજી કરીને જાણી શકાય નહી.? સરકારી ફંડ નથી કે જાહેર ટ્રસ્ટ નથી પછી  આ ફંડના આવક–જાવકના હિસાબોનો વહીવટ નાગરીકોને જાણવાનો અધિકાર કેવી રીતે હોઇ શકે?

(3)  ' પીએમ કેર ફંડ'માં દેશ પરદેશના સામાન્ય નાગરીકો, ખાનગી અને જાહેર પબ્લીક ઔધ્યોગીક એકમો(પીએસયુ), તે બધાના કર્મચારીઓનો એક દિવસનો પગાર તેમાં ભેગો કરવામાં આવેલ છે.પુટીનના રશીયાની સરકારી ડીફેન્સ કુંપની જે ભારત સરકારને લશ્કરી શસ્રો વેચે છે તેને ' પી એમ કેર ફંડ' માં નાણાં આપેલ છે.(Russia's State-owned defence exports company Rosoboronexport). દેશના તમામ પરદેશોમાં સ્થિત રાજદુતોને પત્ર લખીને નાણાં એકત્ર કરવાની સુચનો પણ આપેલ હતી.

(4)    કેન્દ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે સદર ફંડ દ્રારા એકત્ર કરેલ નાણાંનો ઉપયોગ કેવીડ–૧૯ સામે વેકસીનવેન્ટીલેટરો ખરીદવા તેમજ ઓકસીજન માટેના નવા પ્લાંટ બાંધવા કરવામાં આવ્યો છે.સને ૨૦૨૨ના અંતસુધી લગભગ આ એકત્ર કરેલ ફંડમાંથી વેકસીન સંશોધન અને વિકાસ ક્ષેત્રે કોઇ નાણાં ફાળવવામાં આવ્યા નથી. બેતૃતીયાંશ(૨/૩) ભાગનું ફંડ વણવપરાયેલું પડયું છે.( While funds have been promised for vaccine development in 2020, these have not been allotted as of 2022, and two-thirds of the corpus remains unspent.)

(5)  જે વેન્ટીલેટરો દેશની જુદી જદી અગત્યની હોસ્પીટલમાં ખરીદીને આપવામાં આવેલા તેની માહિતી આ પ્રમાણે છે. સૌ પ્રથમ, ૫૦,૦૦૦ વેન્ટીલેટરો 'મેઇડ ઇન ઇંડીયા' ના ખરીદવા સદર ફંડના નાણાંનો ઉપયોગ કરવાનું નકકી કર્યું હતું.તે બધાની મુખ્ય ફરીયાદ હતી કે તે દર્દીઓ માટે વાપરી શકાય તેવા હતા જ નહી.ખરીદેલા વેન્ટીલટરોની ગુણવત્તા કે ક્વોલીટી એટલી ખરાબ હતી કે લેનાર દર્દીઓનો જાન જ જોખમમાં મુકાઇ જાય!. વેન્ટીલેટર બનાવનાર કુંપનીઓ એવી હતીકે જેણે ક્યારેય પોતાની ફેકટરીમાં વેન્ટીલેટરો બનાવ્યા જ નહતા.

(6)   ૧૦૦૦ કરોડ રૂપીયા કોવીડ–૧૯ને કારણે સ્થળાંતરીત મજુરો(migrant workers)ને શહેરી વીસ્તારમાંથી પોતાના મુળઘરે જવા ખોરાક–પાણી, દવા અને વાહનની સગવડો પુરી પાડવા રાજ્ય સરકારોને આપવાની જોગવાઇ કરવામાં આવી હતી. દેશના સર્વોચ્ચ લેબર કમીશ્નરે લેખીત જવાબમાં જણાવ્યું છે કે અમારા વિભાગને કોઇનાણાં સ્થળાંતરીત મજુરોને મદદ કરવા આપવામાં આવેલ નથી.(A similar petition filed with the Chief Labour Commissioner received a response indicating that no funds had been earmarked for migrant labor as yet.

(7)  ૧૦૦ કરોડ રૂપિયા વેકસીનનાવધુ રીસર્ચ– સંશોધન માટે ડિપાર્ટમેંટ ઓફ બાયોટેકનોલોજીને આપવાનું નક્કી કર્યુ હતું.

(8)    સક્રોલનામની વેબસાઇટે(Scroll in April 2021) પોતાના સંશોધનમાં જણાવવામાં આવ્યું છે સદર ફંડમાંથી  મોદીજીની કેન્દ્ર  સરકારે દેશ વ્યાપી ૧૬૨ ઓક્સજનના નવા પ્લાંટ નાંખવાના નક્કી કર્યા હતા. તેમાં૧૧ પ્લાંટ ઉભા કરવામાં આવ્યા હતા. તેમાંથી પાંચ પ્લાંટ કાર્યરત થયા હતા.દીલ્હી હાઇકોર્ટમાં મોદી સરકારે સોગંદવીધી કરીને લેખીત જણાવ્યું હતું કે ૨૨–૦૪–૨૧ સુધીમાં આઠ ઓક્સીજનના પ્લાંટ દિલ્હીમાં નવા ચાલુ કરવાના હતા. ફક્ત એકજ હાલમાં ચાલુ છે.

(9)   જાન્યુઆરિ ૨૦૨૧માં દેશના ૧૦૦ જેટલા નિવૃત્ત સીવીલ સર્વટંસે મોદીજીને લેખીત અરજી કરી હતી કે અમે અમારા પોતાના નિવૃત્તીની મોંઘી બચતમાંથી 'પીએમ કેર ફંડ' ઉમદા હેતુ માટે દાનમાં નાણાં આપ્યાં છે. તેની આવક–જાવકના હિસાબો ન મળે તે કેવી રીતે યોગ્ય છે? અરજદારમાં સૌ પ્રથમ દેશની સર્વોચ્ચ જાસુસી સંસ્થા 'રો' ના એક સમયના વડા શ્રી એએસ દુલાત છે.

(10)               ' પીએમ કેર ફંડ' ના આવકજાવકના હિસાબો અંગે રાઇટ ટુ ઇનર્ફમેશન અને જાહેર હિતની ઘણી અરજીઓ દિલ્હીની હાઇકોર્ટ ને સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી જે તમામ ખારીજ કરવામાં આવી હતી.

(11)         દેશના એક પ્રતિષ્ઠીત અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇંડીયાએ એવી જાહેરાત ૧૯મી મે ૨૦૨૦ તેના અંદાજ મુજબ એટલે કે સદર ફંડની રચના કર્યા પછીના ફક્ત બે જ માસમાં આશરે ૧૦,૬૦૦/ કરોડ રૂપીયા ભેગા થઇ ગયા હતા.

(12)        ગઇકાલની મારી પોસ્ટ આર એસ એસના આર્થીક કાયદાકીય વ્યવહારોનો મુદ્દો આજના   ' પીએમ કેર ફંડ'ના આર્થીક કાયદાકીય વ્યવહારોનો મુદ્દો કઇ રીતે જુદા છે?

 

 

--

Friday, February 10, 2023

રાષ્ટ્રીય સેવક સંઘ(આર એસ એસ) અંગે હું અને તમે કેટલું જાણીએ છીએ?

 

રાષ્ટ્રીય સેવક સંઘ(આર એસ એસ) અંગે હું અને તમે કેટલું જાણીએ છીએ?

(1)    આર એસ એસની સ્થાપના સને ૨૭મી સપ્ટેમ્બર ૧૯૨૫માં થયેલી હતી. તેના સ્થાપક કે.બી. હેડગેવર હતા.તે એક ઉગ્રહિંદુવાદી, બિનલોકશાહી સંગઠન(Right wing) છે. તેની દેશભરની શાખાઓમાં કુમળીવયથી( બૌધ્ધીક રીતે પુખ્ત ન હોય ત્યારે) સ્વયંસેવકોની ભરતી કરી અર્ધલશ્કરી( Paramilitary Training)તાલીમ આપવામાં આવે છે.તે એક સક્રીય સંસ્થા છે. તેનો હેતુ ભારતને હિંદુરાષ્ટ્રવાદી દેશ બનાવવાનો છે, જે તેની પ્રત્યક્ષ વિચાર અને કાર્યપધ્ધતીમાં સ્પષ્ટ છે.સંસ્થાના સર્વોચ્ચ વડાને પ્રમુખ, ચેરમેન, વિ નામોને બદલે સરસંઘસંચાલક અને સામાન્ય મંત્રી, કે જનરલ સેક્રેટરીને બદલે સરકાર્યવાહક તરીકે સંબોધન કરીને ઓળખવામાં આવે છે.હાલમાં અનુક્રમે મોહન ભાગવત અને દત્તાત્રય હોસબલે તે હોદ્દાઓ ધરાવે છે. તેની મુખ્ય ઓફીસ કે હેડક્વાટર્સ નાગપુરમાં છે.

(2)    આર એસ એસ ઇન્ડીયન ટ્રસ્ટ એકટ ૧૮૬૦ અને સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ૧૯૫૦ નીચે બિલકુલ નોંધાયેલી સંસ્થા નથી. તેના તમામ નાણાંકીય વાર્ષીક વ્યવહારો અને પ્રવૃત્તીઓ દેશના તમામ આવક વેરાના કાયદોથી પર છે.તે ક્યારેય સંસ્થા તરીકે પ્રત્યક્ષ કે સીધી સરકારી ગ્રાંટ લેતી નથી. સરકારી પરોક્ષ સહકાર વિષે કોને માહિતી નથી! તે ક્યારેય પહોંચ આપીને દાન સ્વીકારતી નથી.શાબાશ! માટે ઇડી.સીબીઆઇ વિ. તેની પ્રવૃત્તીઓથી જોજન દુર હોય છે! તેને ગુરૂદક્ષિણા દ્રારા દાન સ્વિકારવામાં વાંધો નથી, હકીકતમાં તે એક જ જબ્બરજસ્ત નાણાંનો પુરવઠો એકત્ર કરવાનું દૈવી અને પવિત્ર સાધન છે. તે સાધનનો ઉપયોગ કરવામાં કોઇ ધર્મ,સંપ્રદાય, બાબાઓ ગુરૂઓ અને બાપુઓ બાકી નથી. હિંદુરાષ્ટ્ર બનાવવા માટેના નાણાંકીય સાધનોનો પુરવઠો પણ હિંદુ ધાર્મીક પ્રણાલી પ્રમાણેના જ જોઇએ ને! તે ભારતના બંધારણને વફાદાર કેવી રીતે હોઇ શકે?

(3)   આર એસ એસની સ્થાપના વર્ષ ૧૯૨૫થી દેશ બંધારણીય દ્ર્ષ્ટીએ પ્રજાસત્તાક બન્યો સને ૧૯૫૦ સુધીનો તેના ભુતકાળને ટુંકમાં સમજીએ. સદીઓથી વિદેશી આક્રમણોને કારણે પેદા થયેલી ગુલામ માનસીકતાનું કલંક અને હવે બહુમતી હોવાને કારણે અમે બરાબરી કરી શકીએ તેમ છે તેવી માનસીકતાના વૈચારીક સંમિશ્રણે આર એસ એસની વિચારસરણીને બૌધ્ધીક ઇંધન પુરું પાડેલ છે. લઘુમતીઓને 'બીજીકક્ષાના' ગણીને તેમના મુળઅસ્તીત્વમાં જ ભય ઉભો કરવા આર એસ એસે પોતાના સ્વયંસેવકોને એક અર્ધલશ્કરી તાલિમ આપતી સંસ્થા બનાવી દીધી. સ્વયંસેવકોને તાલીમમાં લાઠી, તલવાર, ભાલો અને કટારી કેવી રીતે દુશ્મનો પર ચલાવવી તેની તાલીમ આપવાની શરૂ કરી હતી. કાળી ટોપી, સફેદ અડધી બાંયનું શર્ટ અને ખાખી ચદ્દી યુનીફોર્મ પણ હતો.( Taught them paramilitary techniques with lathi (bamboo staff), sword, javelin, and dagger) સ્વયંસેવકોને તે બધામાં વૈચારીક ઉગ્રપ્રતિબધ્ધતા કેળવવા રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતા જેવા આવેગમય ગુણો કેળવવા માંડયા.

(4)   આર એસ એસને હિંદુત્વની વિચારસરણી અને હિંદુરાષ્ટ્રના સ્વપ્નનો આધારસ્તંભ બનાવવામાં વિનાયક દામોદર સાવરકરના ચિંતનનો સીંહ ફાળો હતો. આ વિચારોની ખુબજ ગંભીર અસર આર એસ એસના આધ્યસ્થાપક હેડગેવરના વર્તન ને પ્રવૃત્તીઓમાં પડી હતી.ગાંધીજીના નેતૃત્વ નીચે તે સમયમાં ચાલી રહેલા સ્વાતંત્રય સંગ્રામને ટેકો આપવાને બદલે સને ૧૯૨૫થી તે બધાના સ્વપ્નાં હિંદુરાષ્ટ્ર સ્થાપવાના હતા. તેને કારણે આઝાદીના સંઘર્ષમાં આર એસ એસની સંપુર્ણ ટોચની નેતાગીરીમાંથી માંડીને પ્રાથમિક શાખાઓ સુધી નેતાગીરીનો રોલ નકારાત્મક અને ગેરફાજરીનો કેવી રીતે હતો તે જોઇએ.( In accordance with Hedgewar's tradition of keeping the RSS away from the Indian Independence movement, any political activity that could be construed as being anti-British was carefully avoided.)

(5)   સને ૧૯૩૦ પછી આર એસ એસે ૨૬મી જાન્યુઆરીને પ્રતિવર્ષે સ્વાતંત્ર દિવસ તરીકે સ્વીકારાવાનું બંધ કરી તેને ઉજવવાનું માંડીવાળ્યું હતું. સાથે સાથે આઝાદીની ચળવળના અગત્યના પ્રતિક ત્રિરંગા રાષ્ટ્રધ્વજથી પોતાની જાતને વેગળી કરી દીધીહતી. શિવાજીના ભગવો ઝંડા ને જ હિંદુરાષ્ટ્રના પ્રતિક તરીકે માન–સન્માન આપવાનું ચાલુ રાખ્યુ છે.સને ૧૯૩૪થી કોંગ્રેસે ઠરાવ પસાર કરીને નક્કી કર્યું હતું કે તેના કોઇ સભ્યોએ આર એસ એસ, હિંદુમહાસભા અને મુસ્લીમ્ લીગના સભ્ય બનવું નહી.

(6)   સને ૧૯૪૦માં આર એસ એસના બનેલા સરસંચાલક ગોલવાલકરે જાહેર કર્યું હતું કે " આપણી પ્રવૃત્તીઓનું લક્ષ્ય હિંદુરાષ્ટ્ર અને હિંદુ સંસ્કૃતીનું સંરક્ષણ કરીને સ્વતંત્રતા મેળવવાની છે; નહી કે  બ્રીટિશ સરકાર સામે લડીને!" ( In his view, the RSS had pledged to achieve freedom through "defending religion and culture", not by fighting the British.) તેમને ભારતની ગોરીસલ્તનત આર એસ એસની પ્રવૃત્તીઓ પર પ્રતિબંધ મુકે તેવું કોઇ બહાનું આપવું નહતું. સદર વિદેશી સરકાર તરફથી જે હુકમો બહાર પાડવામાં આવતા હતા તેનું પોતાના નેતૃત્વ નીચે સંપુર્ણ પાલન કરાવતા હતા.સવિનય કાનુનભંગની તમામ ચળવળોમાં આર એસ એસ બિલકુલ ભાગ ન લેતું હોવાથી ગોરી સરકારે તેની અન્ય પ્રવૃત્તીઓને નજર અંદાજ કરતું હતું. સને ૧૯૪૨ની હિંદછોડો(Quit India Movement) આંદોલનથી પોતાની જાતને વિમુક્ત રાખી હતી.(The RSS, in turn, had assured the British authorities that "it had no intentions of offending against the orders of the Government".) સને ૧૯૪૫માં  રોયલ નૌકાદળ તરફથી ગોરી સરકાર સામે જે લશ્કરી બળવો કરેલો તેને આર એસ એસે ટેકો આપ્યો ન હતો અને તે સશસ્ર્ બળવામાં ભાગ પણ લીધો નહતો.( The RSS neither supported nor joined in the Royal Indian Navy mutiny against the British in 1945.)

(7)   સદર સંસ્થાના નેતોઓએ જર્મનીના હીટલર ને ઇટાલીના મુસોલીનીને પોતાના ' રોલમોડેલ' તરીકે અપનાવ્યા હતા. એક તબક્કે જર્મનીમાં વ્યવસ્થિત થતા યહુદોના નરસંહાર સામે કોઇ વાંધો નહતો. પણ હવે યહુદીઓનું આરબજગતની છાતી પર ઇઝરાયેલની એક ધર્મ, એક સંસ્કૃતી ને એક ભાષા આધારીત રાષ્ટ્ર સાથે રાજકીય સંવનન કરવામાં બીજેપી અને આર એસ એસને આનંદ આવે છે.

(8)   આર એસ એસ ભારતના ધર્મઆધારીત ભાગલા અને ત્યાર પછીના કોમી દંગાઓ માટે ગાંધીજી, નહેરુ ને સરદાર પટેલના નબળા નેતૃત્વને જવાબદાર ગણે છે.

(9)   ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ દીલ્હી મુકામે રાષ્ટ્રપિતા ગાંધીજીનું ખુન નથ્થુરામ ગોડસે એ કર્યું હતું. જે સને ૧૯૪૬ સુધી આર એસ એસ સક્રીય સભ્ય હતો. તા. ૪થી ફેબ્ર્આરી સને ૧૯૪૮ થી દેશના ગૃહમંત્રી સરદાર પટેલે સદર સંસ્થા પર પ્રતિબંધ મુકી દીધો હતો.અને તેની ટોચની નેતાગીરીને જેલમાંપુરી દીધી હતી.(વર્તમાન ભાજપની નરેન્દ્ર મોદી સહીત ટોચની નેતાગીરી સરદારનું "સ્ટેયુ ઓફ યુનીટી" બનાવી કોંગ્રેસ સામે સત્તાના સમીકરણો સરખા કરવા ઉપયોગ કરે છે.) However, the then Indian Deputy Prime Minister and Home Minister, Sardar Vallabhbhai Patel had remarked that the "RSS men expressed joy and distributed sweets after Gandhi's death)

(10) ગોલવાલકરને ગાંધીજીના ખુનના કાવતરાના સંદર્ભમાં પકડવામાં આવેલા હતા.ઓગસ્ટ ૧૯૪૮માં અટકાયતમાંથી મુક્ત થયા બાદ સંઘના સરસંચાલકના હોદ્દાની રૂએ સંઘ પરનો પ્રતીબંધ ઉઠવવા તે સમયના ગૃહમંત્રી સરદાર પટેલને અરજી કરી હતી. સરદાર સાહેબે તેની સામે સંઘને નીચે મુજબની લેખીત શરતોએ કબુલાતનામું આપવા ફરજ પાડી હતી. એક, સંસ્થાને પોતાનું કાયદેસરનું બંધારણ હોવું જોઇએ, બે, તેમાં પોતાની સંસ્થા દેશના બંધારણને વફાદર છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઇએ.ત્રણ, ત્રિરંગા રાષ્ટ્રધ્વજને ભગવા ઝંડાને બદલે સ્વીકારવો જોઇએ, ચાર, સંસ્થાનું બંધારણ લોકશાહી મુલ્યોને વરેલું હોવું જોઇએ જેમાં તમામ હોદ્દેદારોની ફરજો અને સત્તાનો ઉલ્લેખ કાયદા મુજબનો લેખીત હોવો જોઇએ. તેમના કાર્યસંચાલનના ઠરાવો પ્રજામાટે ખુલ્લા હોવા જોઇએ. સંસ્થાની શાખોમાં સગીર યુવકોની ભરતી તેમના માબાપોની લેખીત પરવાનગી સીવાય ન કરી શકાય તેવી જોગવાઇ સંસ્થાના બંધારણમાં હોવી જોઇએ.

(11)  પોતાની સંસ્થાપરનો પ્રતિબંધ ઉઠાવવા સંસ્થાના વડા તરીકે ગોલવાલકરે સરદાર સાહેબની તમામ શરતો માન્ય છે તેવી લેખીત બાંહેધરી આપ્યા પછી ૧૧મી જુલાઇ સને ૧૯૪૯ પર તેના પરનો પ્રતિબંધ ઉઠાવાયો હતો.. સંઘના રોજબરોજના વર્તન, વિચારો અને વ્યવહારોમાં તેનાથી કોઇ ફેરફાર પડયો નથી તેનાથી કોઇ અજાણ છે? (However, the organisation's internal democracy which was written into its constitution, remained a 'dead letter')

(12)  દેશનું બંધારણ,સંઘ ને મનુસ્મૃતિના સંબંધો –જે દિવસે ૨૬મી જાન્યુઆરી સને ૧૯૫૦ ના રોજ  દેશ પ્રજાસત્તાક બન્યો ને બંધારણના કાયદાઓ દેશના સમગ્ર સંચાલન માટે સર્વોપરી બની ગયા હતા. તે દિવસથી તેનો સખત વિરોધ સંઘે શરૂ કરી દીધો હતો. સંઘના મુખપત્ર ' ઓર્ગેનાઇઝર' દ્રારા બંધારણની સખત ટીકાઓ શરૂ થઇ ગઇ હતી.તા. ૩૦મી નવેંબર ૧૯૪૯ના સદર મુખપત્રના તંત્રી લેખમાં ' મનુ સ્મૃતિ' આધારીત કાયદા પ્રમાણે દેશના બંધારણમાં સમાજના સંચાલનનો કોઇ ઉલ્લેખ નથી તેનો જોરદાર વિરોધ કરેલ હતો. આજ મુખપત્રમાં ૬ઠ્ઠી ફેબ્રુઆરી સને ૧૯૫૦ના એક લેખનું મથાળું હતું– " Manu rules our heart " સંઘ,તેના તમામ હોદ્દ્દારો અને કાર્યકરોનો વિરોધ બંધારણનો વિરોધ સને ૨૦૨૩સુધી પણ લેશમાત્ર ઓછો થયો નથી તેને કોને ખબર નથી? ( સૌ. ગુગલ સર્ચ વીકીપીડીયા પાનુ ૧થી ૭૫.માંથી ટુંકાવીને ભાવાનુવાદ સાથે–સાભાર.)

(13) સને ૧૯૫૦ થી ૨૦૨૩ સુધી સંઘને તેના સાચા સ્વરૂપે કોણ ઓળખતું નથી?

 


--

Tuesday, February 7, 2023

માર્કસવાદ(MARXISM) અને માનવવાદમાં શું તફાવત છે ?

 કેટલાક મિત્રો તરફથી નીચે મુજબના પ્રશ્નો પુછવામાં આવ્યા છે. આ સોસીયલ મીડીયાના માધ્યમમાં ખુબજ ટુંકમાં જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રથમ પ્રશ્ન અને પ્રશ્ન ચારમાં લગભગ સામ્યતા છે. તેથી બે પ્રશ્નોનો એક જવાબ આપ્યો છે.

(૧) માર્કસવાદ(MARXISM) અને માનવવાદમાં શું તફાવત છે?

(૨)માનવવાદમાં હિંસાનો શું ખ્યાલ છે?

(૩) માનવવાદની રાજનીતીમાં વ્યક્તિગત સંપત્તીના અધિકારનું શું સ્થાન છે?

(૪) સમાજવાદ અને માનવવાદમાં શું તફાવત છે?

(૫) ગાંધીવાદ અને માનવવાદમાં શું તફાવત છે.

 

(1)    માર્કસવાદ અને સમાજવાદમાં સમાજપરિવર્તનના સાધન તરીકે ઉત્પાદનના સાધનો ( Means of production) અને તેની માલીકીને પ્રાધાન્ય આપેલ છે.માનવીને નહી. માર્કસે માનવજાતના ઇતિહાસને મિલકત આધારીત વર્ગીય સંઘર્ષના ઇતિહાસનું પરિણામ ગણ્યો છે.( The history of the mankind is the history of the class struggle). કાર્લમાર્કસના વર્ગીય હિતોના સંઘર્ષવાળા અર્થઘટન અને તાર્કીક કારણને આધારે કોઇ ક્રાંતી તેમના જીવન દરમ્યાન કોઇ દેશમાં થઇ ન હતી.સમગ્ર યુરોપમાં તે સમયે સૌથી વધારે ઔધ્યોગીક રીતે વિકસિત દેશો જેવા કે ઇગ્લેંડ, જર્મની, ને ફ્રાંસ વિ.માં જેમાં કામદારો અને માલીકોના હિતો બિલકુલ એકબીજાના આર્થીક હિતો ઉત્તર દક્ષીણ હતાં તેવા દેશોમાં ક્રાંતી થઇ ન હતી. સને ૧૯૧૭માં માર્કસના તારણથી વિરૂધ્ધ ઔધ્યોગીક વિકાસના તમામ માપદંડોથી નક્કી કરવામાં આવે તો પછાત ગણાય તેવા દેશ રશીયામાં ક્રાંતી કરનાર કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ રશીયાના નેતૃત્વ દ્રારા કરવામાં આવી હતી.

(2)     માનવવાદમાં કેન્દ્ર સ્થાને માનવ છે. કોઇ પક્ષ, રાજ્ય, ધર્મ, સમાજ, કે કુટુંબ જેવા અન્ય કોઇ સમુહ નથી. માનવજાતના ઇતિહાસનું અર્થઘટન તમામ પ્રકારના સામુહિક હિતો સામેના માનવ કેન્દ્રી મુક્તિ સંઘર્ષનું છે. માનવ મુક્તિ સંઘર્ષનો ઇતિહાસ ભૌતીક જ્ઞાન આધારીત છે. તેમાં માનવનો વિદ્રોહ જે કોઇ સામુહિક પરિબળો તેને ગુલામીની જંજીરોમાં કોઇપણ પ્રકારના સમુહ કે જુથના સાધન તરીકે ઉપયોગ કરવા પ્રયત્નશીલ હતા અને આજે પણ છે તેની સામે છે. તમામ સામુહીક એકમો માનવીએ પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા અને પોતાની જૈવીક શક્તિઓ આધારીત સતત વિકાસ કરવા સર્જન કરેલ છે. માટે માનવી તે તમામ સામુહિક એકમોનો માલિક છે. બોસ છે. ગુલામ કે તે સામુહિક એકમોનો પ્યાદુ નથી.

(3)     માનવવાદ એક એવી વિચારસરણી છે જે માનવ સશક્તિકરણને સર્વાંગી રીતે ઉજાગર કરે છે. ભારતમાં ગાંધીજી, દક્ષિણ આફ્રીકામાં નેલ્સન મંડેલા અને અમેરીકમાં જુનીયર માર્ટીન લ્યુથર કીંગ અહીંસક સાધનો દ્રારા સફળ એટલા માટે થયા હતા કે સામે પક્ષે સત્તા સમુહો લોકશાહી મુલ્યો આધારીત સંચાલિત હતા.જ્યાં આધનિક રાજ્યો લશ્કર,ધર્મ અને વ્યક્તિ કે પક્ષની સરમુખત્યારીથી સત્તા ધરાવતાં હોય ત્યાં અહીંસક અને લોકશાહી મુલ્યોના માર્ગે માનવવાદ કેન્દ્રી રાજ્યવ્યવસ્થાનું સર્જન કરવું અશક્ય છે તેની ગવાહી માનવજાતનો ઇતિહાસ પુરી પાડે છે.

(4)      માનવવાદમાં અર્થતંત્રનું મોડેલ સહકારી અર્થવ્યવસ્થાવાળુ વિકેન્દ્રત છે. કેન્દ્રીકરણવાળુ નહી. રાજકીય સત્તા અને સંપત્તીના તમામ પ્રકારના કેન્દ્રીકરણની વિરૂધ્ધ માનવવાદી પ્રવૃત્તીઓ હોય છે. મિલકત કે સંપત્તિનું સર્જન અને માલીકી માનવીને વ્યક્તિગત કક્ષાએ તેના જૈવીક સંઘર્ષને સલામતી બક્ષે છે. પણ તેમાં માનવીય નિયમન વ્યક્તિગત હિતમાં આવકાર્ય અને અનિવાર્ય છે.

(5)    ગાંધીવાદ અને માનવવાદમાં શું તફાવત છે? ગાંધીજીએ સમગ્ર જીવન દરમ્યાન તમામ સમસ્યાઓના ઉકેલ માટે અથવા વ્યક્તી અને સમાજ પરિવર્તન માટે હ્રદય પરિવર્તનના માધ્યમને પ્રાથમિકતા આપી હતી. માનવવાદની દ્રષ્ટીએ માનવ અને સામુહિક સમસ્યાઓના ઉકેલ જ્ઞાન આધારીત જ હોઇ શકે.

 


--